________________ 6 શમાષ્ટક 101 શમતારસ સકળ વિશ્વના શુભ-અશુભ ભાવથી પર છે, રાગદ્વેષપણાથી રહિત ભાવ છે અને શુદ્ધ આત્માના અનુભવરૂપ છે. કહ્યું છે - वंदिज्जमाणा न समुल्लसंति, हेलिज्जमाणा न समुज्जलंति / दंतेण चित्ते न चलंति धीरा, मुणी समुग्घाइयरागदोसा / / અનુવાદ:– વદે બધા તેય ન હર્ષ માને, નિંદે છતાં જેહ ન રેષ આણે દમે બધા તેય ન દુઃખી ધીર, મુનિ તરે સર્વ કષાય-નીર. बालाभिरामेसु दुहाविलेसु, न तं सुहं कामगुणेसु रायं / विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणो सीलगुणेरयाणं // ભાવાર્થ -કામથી વિરક્ત અને શીલ ગુણમાં આસક્ત તપોધન ભિક્ષુઓને જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અજ્ઞાનીને સુંદર ભાસતા પણ દુઃખથી ખરડાયેલા–મલિન કામગુણેમાં રાજાને પણ હેતું નથી. એમ શમતાને સ્વાદ લેનારને રાજાધિરાજના ભેગ રેગ જેવા, ચિંતામણિના સમૂહ કાંકરાના ઢગલા જેવા અને દેવે ભૂંડ જેવા ભાસે છે. તેથી સંગેથી ઉત્પન્ન થતી મીઠાશ દુખરૂપ છે અને શમતા એ જ મહા આનંદસ્વરૂપ છે. 6 शमसूक्तसुधासिक्त, येषां नक्तं दिनं मनः / कदापि ते न दह्यन्ते रागोरगविषोर्मिभिः // 7 // ભાષાર્થ :-- ઉપશમનું વર્ણન કરતાં સુભાષિત (સુવચન) રૂપ અમૃતને છંટકાવ જેમના મનમાં રાત્રિદિવસ