________________ 95 6 શમાષ્ટક 95 અનુવાદ - ન ગણે કર્મ-વિચિત્રતા, દ્રવ્ય દ્રષ્ટિ જગ જોય; આત્મ તુલ્ય સમદ્રષ્ટિ દે, મોક્ષગામ શમી હોય. 2 જ્ઞાનમંજરી - ભગવદ્ગીતા-અધ્યાય પાંચમાના 18-19 લેકના અર્થ (આત્મામાં જ જેની બુદ્ધિ છે, તેમાં જ જેનું મન છે, તેમાં જ જેની નિષ્ઠા છે, તે આત્મામાં જ જેઓ પરાયણ (આસક્ત) છે અને તે આત્માના જ્ઞાન વડે જેનાં પાપ દેવાઈ ગયાં છે એવા પુરુષો જ પુનર્જન્મ રહિત એક્ષને પામે છે. 17) એવા જ્ઞાનીઓ વિદ્યા તથા નમ્રતાવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં અને કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમદ્રષ્ટિવાળા હોય છે. 18 એ પ્રમાણે જેએનું મન સમદ્રષ્ટિમાં છે, સ્થિર છે, તેઓએ આ લેકમાં જ સંસારને જીત્યા છે, અને બ્રહ્મ પણ નિર્દોષ તથા સમભાવરૂપ હોવાથી તેઓ બ્રહ્મમાં જ સ્થિત થયા છે એમ જાણવું. 19" કર્મને ઉદયથી, આવરણથી અને પશમના ભેદને લઈને ગતિ, જાતિ, વર્ણ, આકૃતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ કે ઓછું, અધિકું જ્ઞાન વીર્ય પ્રગટ્યું હોય તેથી જે વિષમતા, વિચિત્રતા જણાય છે, તેને નહીં ગણતાં ચેતનાલક્ષણ બ્રહ્મના અંશની અપેક્ષાએ અથવા દ્રવ્યાસ્તિકનયથી કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુલઘુત્વ, ચેતનત્વ, અમૂર્તત્વ, અસંખ્યય પ્રદેશ પરિણતિથી ચરાચર . જગત આત્મતુલ્યવૃત્તિથી સમાનપણથી જે યેગી જુએ, તે