________________ 5 જ્ઞાનાષ્ટક અનુવાદ :- દ્રવ્ય, ગુણ, પર્યાય, નિજ, તેમાં તન્મય સ્વાદ અન્ય અકાર્ય ગણે મુનિ, જ્ઞાન–ચૂંઠી મર્યાદ. 5 જ્ઞાનમંજરી - ગુણના આશ્રયરૂપ (સ્વદ્રવ્ય) શુદ્ધ આત્મામાં, એક દ્રવ્યને આશ્રયે રહેલા સહભાવી અનંત પર્યા સહિત જ્ઞાન-દર્શન–ચારિત્ર સ્વરૂપ સ્વગુણેમાં અને અર્થવ્યંજન ભેદે દ્રવ્ય, ગુણ બન્નેના આશ્રયે ઓળખાતા સ્વપર્યામાં અભેદ પરિણામે વર્તવું (ચર્યા) તે શ્રેષ્ઠ છે; સ્વદ્રવ્ય-ગુણપર્યાયમાં પરિણમવું તે આત્મહિત છે. आया सहावनाणी, भोई रमई वि वत्थुधम्ममि / सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीवा // અથ:–જે આત્મા સ્વભાવના જ્ઞાતા, સ્વભાવના ભક્તા અને વસ્તુસ્વભાવરૂપ ધર્મમાં રમણતા પણ કરનારા છે, તે ઉત્તમ મહાત્મા છે. બીજા જીવે તે સંસારમાં સૂવર સમાન છે. પર દ્રવ્ય-ગુણ–પર્યાયનું સ્મરણ વા અનુભવસ્વરૂપ પરિણામની પરંપરા અકર્તવ્યરૂપ, અહિતકારી છે. પરભાવરૂપ પરિણામ જ સંસારમાં ભ્રમણ કરાવનાર છે. કહ્યું છે કે परसंगेण बंधो, मुक्खो परभावचायणे होई / सव्वदोसाणमूलं, परभावाणुभवपरिणामो / / અથ–પરના સંગથી બંધ થાય છે, પરભાવના ત્યાગથી મક્ષ થાય છે, પરભાવના અનુભવરૂપ પરિણામ સર્વ દેનું મૂળ છે. તેથી જ દેશવિરતિવંત (શ્રાવક) કે સર્વવિરતિવાળા સાધુ પરિગ્રહ આદિનાં પ્રત્યાખ્યાન લે છે, યમનિયમ આદરે છે, તજે છે સ્વજન–પરિજનેને, અંગીકાર કરે છે. એકલા