________________ 5 જ્ઞાનાષ્ટક કરે છે એથી બીજે સ્થિતિબંધ આગળ, આગળનાની અપેક્ષાએ પલેપમને અસંખ્યય ભાગ ન્યૂન કરે છે અને બંધાતી અશુભ પ્રકૃતિઓને અનુભાગ ક્રિસ્થાનક (નિબ, કાંજી) કરે છે, તે અનુભાગને પણ સમયે સમયે અનંતગુણ હીન કરે છે, વળી શુભપ્રકૃતિને અનુભાગ ચતુઃસ્થાનક (ગળ, ખાંડ, સાકર, અમૃત) કરતે સમયે સમયે અનંતગુણ વૃદ્ધિ કરે છે; આમ યથાપ્રવૃત્તિ કરણ કરે છે, પછી અપૂર્વ કરણ, પછી અનિવૃત્તિ કરણ કરે છે. કરણ એટલે પરિણામની વિશેષતા. એ ત્રણે કરણે પ્રત્યેક અંતર્મુહૂર્તનાં છે પછી (પ્રકૃતિઓને) ઉપશમ થવાથી જે દશા પ્રાપ્ત થાય છે તે પણ અંતમુહૂર્ત સુધીની સ્થિતિવાળી હોય છે. કર્મપ્રકૃતિમાં યથાપ્રવૃત્તિ કરણ વિષે ગાથા છે– अणुसमयं वड्ढंतो अज्झवसाणाणणंत गुणणाए / परिणामठाणाणं दोसु वि लोगा असंखिज्जा // સમયે સમયે અનંતગુણવૃદ્ધિ કમે વધતી વિશુદ્ધિવાળાં અધ્યવસાને (અશુદ્ધપરિણામ) કરણની સમાપ્તિ થતા સુધીમાં કેટલાં થાય છે? યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ એ બન્નેમાં સમયે સમયે પરિણામસ્થાને અસંખ્યય લેક પ્રમાણ હોય છે, એટલે અસંખ્યય લેકાકાશના પ્રદેશના સમૂહ જેટલાં હોય છે. તે આ પ્રમાણે છે : યથાપ્રવૃત્તિ કરણમાં પ્રથમ સમયે ભિન્ન ભિન્ન જીની અપેક્ષાએ અસંખ્ય લેકાકાશના પ્રદેશ જેટલાં વિશુદ્ધિ સ્થાને છે, બીજે સમયે વિશેષ અધિક, તેથી પણ ત્રીજે સમયે વિશેષ અધિક એમ છેલ્લા સમય સુધી સમજવું. એ જ પ્રકારે અપૂર્વ કરણમાં જાણવું.