________________ 0 જ્ઞાનમંજરી અનુવાદ - રસાયણ ઔષધિ નહીં, અમી નહિ ઉદધિજાત; પર ઉપર ઐશ્વર્ય નહિ, જ્ઞાન ગુરુ વિખ્યાત. 8 જ્ઞાનમંજરી –સમુદ્રથી નહીં ઉત્પન્ન થયેલું અમૃત, ઔષધરહિત, જરા-મરણ નિવારનાર રસાયન, પર વસ્તુની અપેક્ષારહિત ઐશ્વર્ય (આશ્ચર્ય એ પાઠ છે ત્યાં ચમત્કારી લેવું) એવું તે જ્ઞાન છે; સ્વપરને પ્રકાશ કરવારૂપ લક્ષણવાળું જ્ઞાન પંડિતએ કહ્યું છે. એથી ખરી રીતે જન્મ મરણ ટળે છે. સર્વરોગથી મુક્ત થવાનું કારણ છે માટે રસાયણરૂપ જ્ઞાન છે. યથાર્થ રીતે જોતાં જ ચમત્કાર ઊપજે તેવું જ્ઞાન છે, એમ આત્મજ્ઞાન પરમ ઉપાદેય જ્ઞાન છે યથાર્થ જાણવારૂપ અને પરભાવને ત્યાગવારૂપ લક્ષણવાળું કહ્યું છે, માટે અનાદિથી પરભાવમાં પરિણમેલે, મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમમાં મેહ પામેલે જીવ, પરભાવથી ઉત્પન્ન થયેલી, આત્માને આવરણરૂપ પરિણતિને યથાર્થપણે અંગીકાર કરીને પરભાવમાં મેહ પામેલે તે જીવ સૂક્ષ્મનિદ આદિ ચૌદ અવસ્થાને(સમાસ)માં ભમે છે, અને તત્વજ્ઞાનરૂપ અમૃતમાં પરિણમેલે આત્મા મિથ્યાત્વ આદિ દોષ દૂર કરી સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અવસ્થા પામીને સ્વરૂપના જ્ઞાન અને આનંદવાળે થઈ સર્વ દોષથી રહિત થાય છે. તેથી જ અમૃત, રસાયનરૂપ જ્ઞાન છે, તેને અર્થે જ ઉઘમ કરવા યોગ્ય છે.