________________ 88 જ્ઞાનમંજરી ભાગ ઊપણી નાખે છે, અને ઉપણાતાં દળિયાં પ્રથમ સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં નાખે છે એમ ઉદીરણાથી ધકેલીને મિથ્યાત્વના ઉદયને દૂર કરીને ઉપશમ સમ્યકત્વ પામે છે. વળી કહ્યું છે કે : मिच्छनुदयेक्खीणे लहइ सम्मत्तमोवसमीयं सो / लंभेण जस्स लब्भइ आयहियं अलद्धपुव्वं जं // / મિથ્યાત્વને ઉદય ક્ષીણ થતાં તે જીવ ઉપર કહ્યા પ્રમાણે ઔપશમિક સમ્યક્ત્વ પામે છે. જે સમ્યકત્વ પામ્યાથી પૂર્વે નહીં પ્રાપ્ત થયેલું આત્મહિત, અહંત આદિ તત્વની પ્રતિપત્તિ (ઓળખાણ) આદિ થાય છે. તે આ પ્રકારે– સમ્યકૂવને લાભ થતાં જન્મથી આંધળો જેમ દેખતે થાય તેમ જીવ યથાવસ્થિત (જેમ છે તેમ) વસ્તુ-તત્વ સમજી શકે છે, અવકન કરી શકે છે. મહાવ્યાધિથી પરવશ થયેલા જીવને રોગ દૂર થતાં જે આનંદ થાય તેવે તેને અત્યંત પ્રદ પ્રગટે છે. અહીં અનિવૃત્તિકરણ થતી વખતે જીવ (મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય અને સમતિ મેહનીય) એમ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ રાશિ કરી દે છે, ત્યારે તે પ્રથમ પશમ સમ્યકત્વ પામે છે. જે ત્રણ પુંજ (ઢગલા) નથી કરતા તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે એમ સિદ્ધાંતને આશય છે. કર્મગ્રંથના મત પ્રમાણે તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ જ થાય છે અને તે ઉપશમના વખતમાં ત્રણ પંજ (રાશિ) કરી દે છે. આમ ગ્રંથિભેદથી થતું જ્ઞાન આત્મઉપગરૂપ લક્ષણવાળું જેને પ્રાપ્ત થયું છે તેને અન્ય વિકલ્પ શા કામના છે? 6