________________ 86 જ્ઞાનમંજરી ભાગમાંથી ઉત્કૃષ્ટપણે સાત આઠ સાગરેપમ જેટલી અને જઘન્યપણે પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલી સ્થિતિને કંડક કરે છે એટલે ઊપવાની ક્રિયા સૂપડામાં કરે છે તેમ એક અંતર્મુહૂર્ત કાળમાં દૂર કરી શકાય તેટલાં કર્મદળના ખંડ કરે છે. પછી બીજો સ્થિતિખંડ, પછી ત્રીજે એમ ઘણું હજારો સ્થિતિખંડ કરે છે ત્યારે અપૂર્વ કરણના પ્રથમ સમયે સત્તામાંનાં કર્મોની જે સ્થિતિ હતી તેથી સંખ્યય ગુણહીન છેલ્લે સમયે થઈ જાય છે. રસઘાત ક્રિયામાં તે અશુભ પ્રકૃતિઓને જે સત્તામાં અનુભાગ છે તેને અનંતમે ભાગ બાકી રાખી બાકીના અનંત અનુભાગ ભાગ છેલ્લી ક્રિયામાં નાશ કરે છે તે પછી ફરી વળી જે અનંતમે ભાગ અનુભાગ રહ્યો હતે તેના અનંત ભાગ કરી અનંતમે ભાગ બાકી રાખી બાકીને અનંત ભાગને નાશ કરે છે. એમ હજારે અનુભાગ ખંડે એક સ્થિતિખંડમાં થાય છે. એવા હજારે સ્થિતિખંડે થાય ત્યારે બીજું અપૂર્વકરણ પૂરું થાય છે. સ્થિતિબંધથી તે અપૂર્વકરણને પ્રથમ સમયે, પૂર્વે પલ્ય પમના અસંખ્ય ભાગ જેટલે ઘટતે ઘટતે નવો બંધ થતું હતું તે અસંખ્યય ભાગ કરતાં અન્ય જ અપૂર્વ અસં ખેય ભાગ હીન સ્થિતિબંધ શરૂ થાય છે. જૂનાં (પહેલાં બાંધેલાં) કર્મોને સ્થિતિબંધ એક સાથે શરૂ થાય છે. ગુણ શ્રેણીઓની ક્રિયાઓ પણ સાથે જ થાય છે. गुणसेढी निक्खेवो, समये समये असंखगुणणाए / अद्धा दुग्गइ रित्तो सेसे सेसे य निक्खेवो // 1 // ભાવાર્થ:–સ્થિતિઘાત આદિ કરવા ગ્ય સ્થિતિ ખંડ મધ્યેથી કર્મનાં દળિયાં ગ્રહીને ઉદયના સમયથી (શરૂ