________________ 5 જ્ઞાનાષ્ટક જ્ઞાનમંજરી - જે ગ્રંથિના ભેદાવાથી ઉત્પન્ન થતું, વિષયપ્રતિભાસ-દલવિકલ એટલે આત્મધર્મવેદ્યસંવેદ્યરૂપ જ્ઞાન (પ્રતિભાસ) હોય, તે અનેક પ્રકારના પરસાધનનાં નિમિત્તો રૂપ તંત્રયંત્રણની શી જરૂર છે? કંઈ નથી. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવમાં પરિણમેલાને પરની શી અપેક્ષા? તે વિષે દૃષ્ટાંત કહે છેઃ અંધકારને હણે તેવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તે પછી દીવાની શી જરૂર છે? કંઈ નથી. સર્વ કંઈ જોઈ શકે તેવી દ્રષ્ટિ થઈ તે પછી પ્રકાશના સાધન રૂપ દીવાનું શું પ્રજન? હવે ગ્રંથિભેદનું સ્વરૂપ કહે છે - પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું (મનસહિત અવસ્થા), પર્યાયપણું (જે ભવમાં જેટલી શરીર, આહાર, ઇક્રિયાદિ પર્યાણિરૂપ ઉત્પન્ન થતી વખતે કરવા ગ્ય ક્રિયાઓ કરવી લબ્ધિથી યુક્ત, અથવા ઉપશમ લબ્ધિ, ઉપદેશ શ્રવણ લબ્ધિ; કરણત્રય હેતુ પ્રકૃષ્ટ યેગલબ્ધિ (પ્રાગ્ય લબ્ધિ), એ ત્રણ લબ્ધિવાળા જીવને કરણ કાળ (યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ નામનાં સમ્યક્ત્વ પ્રકટ થયા પહેલાં અવશ્ય થતાં ઉત્તરોત્તર નિર્મળ આત્મપરિણામને કાળી પહેલાં પણ એક મુહૂર્ત કાળ સુધી દરેક સમયે અનંત ગુણ વૃદ્ધિને કમે વધતી વિશુદ્ધિથી શુદ્ધ, નિર્મળ થતી ચિત્તની અવસ્થાઓની સંતતિ કેવી હોય છે તે કહે છે - અભવ્ય (જેને મેક્ષ થવાને નથી એટલે સમ્યકૃત્વ થનાર નથી તેવા) જીવને ઉપર જણાવેલ લબ્ધિઓ પ્રાપ્ત થયા છતાં ગ્રંથિ સત્તામાં હોય છે તે વખતે જે પરિણામની વિશુદ્ધિ હોય છે તે હદને ઓળંગી જનાર, તેથી અનંત ગુણ