________________ 80 જ્ઞાનમંજરી વિચરવાનું શ્રવણ કરે છે આત્મસત્તાની કથા, ચિંતન કરે છે આત્મધર્મની અનંતતા, ધ્યાન કરે છે પિતાના ગુણપર્યાયનું, મગ્ન થાય છે તેના અનુભવ વડે આત્મપરિણામમાં, અને તજે છે સર્વ પરભાવની અનુમતિ. આ પ્રકારે ત્રણે કાળના પદાર્થોનું તત્ત્વ જાણનાર મુનિને સંક્ષેપ રહસ્ય-જ્ઞાનના વિશ્રામની મર્યાદા છે, તે સ્થિતિ કેવી છે? તેથી આત્માને સંતેષ મળે છે. આથી આત્માનું ગ્રહણ (પકડ) અને પરને પરિત્યાગ એ નિગ્રંથ મુનિની મર્યાદા છે. 5 अस्ति चेद ग्रंथि भिज्ज्ञानं, किं चित्रैस्तन्त्रयन्त्रणैः / प्रदीपा: क्योपयुज्यन्ते ? तमोनो दृष्टिरेव चेत् / / 6 / / ભાષાર્થ –ગ્રંથિભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન–અહીં કારણમાં કાર્યને ઉપચાર કરે છે, વિષયપ્રતિભાસ દલ વિકલ આત્મપરિણામવંત થયું એવું જ્ઞાન (“રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મના ગ્રંથ, એ ગ્રંથિરૂપ બાહ્ય વિષયમાં પ્રવર્તતી બુદ્ધિનું પડ દૂર ખસી જતાં આત્મામાં આત્મબુદ્ધિ થવારૂપ જ્ઞાન) પ્રગટ છે તે વિવિધ પ્રકારના શાસ્ત્રના બાંધાની શી જરૂર છે ? એને જ અભ્યાસ પૂર્ણ થતાં તત્વસંવેદન (અનુભવ) થાય ત્યારે ભાવચારિત્ર (સ્વરૂપરમણ) પરિણમે, ત્યાં પરસાધનની અપેક્ષા નથી. આ વાત પર દ્રષ્ટાંત - અંધકારને હરનારી દ્રષ્ટિ જ જે પ્રાપ્ત થઈ ગઈ તે દીવાની કયાં જરૂર રહે? જરૂર ન પડે. અનુવાદ - - ગ્રંથિભેદી જ્ઞાન જ્યાં, પર સાધન-અભ્યાસ; બિનજરૂરી, દીપવત, (જો તમહર દૃષ્ટિ વિકાસ. 6