________________ 78 જ્ઞાનમંજરી અનુવાદ - અનિર્ણિતરૃપ જે કરે, વાદવિવાદ અપાર; સ્વાનુભવ પામે જ નહિ, બેલ ઘાંચના ધાર. 4 જ્ઞાનમંજરી–પરને હરાવવાની ને પિતાના જ્યની ઈચ્છાથી પૂર્વપક્ષ, ઉત્તરપક્ષરૂપ શુષ્ક વાદવિવાદાદિ કરનારાં વસ્તુધર્મરૂપ તત્વને પાર પામતા નથી. કેવા વાદો કરે છે? પદાર્થના સ્વરૂપને નિર્ધાર જે વાદમાં કર નથી તે વાદ વદતાં પોતાના આત્યંતિક, અકૃત્રિમ (સહજ) આત્મજ્ઞાનના અનુભવને તેઓ નથી જ પામતા. કેની પેઠે ? ઘાંચીના બળદની પેઠે ગળગોળ ફરતાં છતાં માર્ગ કપાત નથી; તેમ તત્વજ્ઞાનની અભિલાષા વિનાના જીવને અનેક શાસ્ત્રો શીખવાને પરિશ્રમ વેઠવા છતાં તે વેડરૂપ થાય છે, તત્વના અનુભવને સ્પર્શ થતું નથી. માટે યથાર્થ તત્વજ્ઞાનની રુચિવાળા થવું ઘટે છે. 4 स्वद्रव्यगुणपर्याय-चर्यावर्या पराऽन्यथा / - इति दत्तात्मसन्तुष्टिसृष्टिज्ञानस्थितिमुनेः // 5 // ભાષાર્થ –પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પિતાના જ શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણેમાં અને પિતાના શુદ્ધ અર્થ– વ્યંજન પર્યાયમાં પરિણતિ (ચર્યા) ભલી છે, પરદ્રવ્ય, ગુણ, પર્યાયમાં પરિણામ-ગ્રહણ, ઉત્પત્તિરૂ૫ ચર્યા તે ભલી નથી. એ પ્રકારે દીધું છેઆત્માને સંતેષ જેણે એવા મુનિના સંક્ષેપ રહસ્ય (મુષ્ટિ) જ્ઞાનની મર્યાદા છે, કહ્યું છે : કે “મામૈવ નાનજારિત્રાણથવા યતે” ઈત્યાદિ. અથવા આત્મા જ મુનિનાં દર્શન જ્ઞાન ચારિત્ર છે.