________________ જ્ઞાનમંજરી તેવું જ્ઞાન જ ઈચ્છીએ છીએ. કારણકે તેથી આત્મતત્વને લાભ થાય છે. બીજું બધું વાણના વિલાસરૂપ, સ્વસ્વરૂપને નહીં સ્પર્શતું બાહ્યજ્ઞાન, લૌકિક કે લેકેત્તર શાસ્ત્રોના વિકલ્પરૂપ બધું વ્યાક્ષેપ રૂપ બુદ્ધિની અંધતારૂપ છે. જે જ્ઞાન આત્મા અને પરના વિવેક માટે તથા આત્મામાં એકતા અને પરના ત્યાગને અર્થે ન વપરાય તે બધું જંગલમાં પિક મૂકવા સમાન છે તેમ જ હરિભદ્રપૂજ્ય કહે છે - अकुत्थासंयतं नाणं सुअपाठुव्व विन्नेयं / નિઃસાર ઘણું જ્ઞાન પિપટિયા પાઠ સમાન જાણવું. અનુગદ્વારમાં કહ્યું છે :- यो० दृ०-सिक्खियं ठियं मियं जायं जाव गुरुवयणोवगयं वायणाए पुच्छणाए परिअट्टणाए धम्मकहाए नो अणुप्पेहाए ता दव्व सुअं / અથ :–વાચના, પૃચ્છના, પરિવર્તન, ધર્મકથા દ્વારા ગુરુવચન વડે શિખવાડેલું, સ્થિર કરેલું, સ્મરણમાં રાખેલું, પ્રગટ કરેલું જ્યાં સુધી અનુપ્રેક્ષાથી ભાવરૂપ થયું નથી ત્યાં સુધી તે દ્રવ્યશ્રત છે. એમ ચેતનાને ક્ષપશમ પામી ચાર સંજ્ઞા (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) માં, આ લેકની ઈચ્છાથી, પરલેકની આશાથી શું શું પ્રવર્તન થતું નથી પરંતુ જે સર્વ પુદ્ગલથી કંટાળે છે અને સ્વસ્વભાવને ઈચ્છક છે તે યથાર્થ સમજણથી આત્માને જાણે છે તે જ્ઞાન છે, ત્યાં સ્વસાધ્યની સિદ્ધિ માટે ઉદ્યમ કરવા એગ્ય છે. કહ્યું છે કે - आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते / अभ्यस्यं तत्तथा तेन येनात्मा ज्ञानमयो भवेत् // 1 //