________________ જ્ઞાનમંજરી જે સ્વતત્વજ્ઞાનના રસિક છે તેમને જન્મ અને જીવન સફળ છે. માટે જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન રહે છે, તેમ જ્ઞાની જ્ઞાનમાં મગ્ન રહે છે. 1 निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः / तदेव ज्ञानमुत्कृष्टं निबंधो नास्ति भूयसा // 2 // ભાષાર્થ –એક પણ મેક્ષના સાધનરૂપ વચન, વારેવાર જે ભાવીએ (આગમે, મૃતયુક્તિએ મનનું વારંવાર સ્મરણ રૂપ નિદિધ્યાસન દેખાડવું), તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, (કેમકે તેથી તત્ત્વજ્ઞાન ઊપજે. “સામાયિક પદ માત્ર ભાવવાથી અનંત સિદ્ધ થયેલા સાંભળીએ છીએ) ઘણું ભણ્યાને આગ્રહ નથી. ભાવનારૂપ જ્ઞાન થતું હોય તે પણ તે ઘણું છે અને તે વિનાનું ઘણું જ્ઞાન પણ પિપટપાઠ જેવું છે. અનુવાદ - - એક પદ પણ મેક્ષ દે, ભાવ્યાથી બહુ વાર; તે જ ઉત્તમ જ્ઞાન ગણુ, બહુ શ્રત હઠ ના ધાર. 2 જ્ઞાનમંજરી - મેક્ષ-કર્મરહિત દશા–ના કારણરૂપ એક પદ પણ, સ્વાદુવાદની અપેક્ષાવાળું વારંવાર આત્મામાં તન્મય થઈ ભાવવું એટલે વાચના, પૃચ્છના, પરિવર્તન, અનપેક્ષા, ધર્મચિંતન, પરિશીલન, નિદિધ્યાસનરૂપે કરણ, કર્તાપણું, કારણપણું, આધારપણું, આસ્વાદન (રસસ્વાદરૂપ આત્મસુખને અનુભવ), *વિશ્રામ, સ્વરૂપમાં એકતા, જેથી * “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.” 1 “જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ મારગ સાંભળો જિનનો રે.”