________________ 5 જ્ઞાનાટક 75 આત્મા સ્વરૂપમાં લીન થાય, અનાદિથી નહીં ચાખેલું આત્મસુખ અનુભવે તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તેવા પદને જ અભ્યાસ કર્યો તે બાકીના વાણીના વિસ્તારરૂપ ઘણા જ્ઞાનને આગ્રહ શું રાખે? ઘણા કથનજ્ઞાનને શાસ્ત્રઅભિનિવેશ શા કામને છે? ભાવનારૂપ જ્ઞાન ડું જ હોય તે પણ અમૃત તુલ્ય અનાદિનાં કર્મરૂપ રોગને હરવા સમર્થ છે. 2 स्वभावलामसंस्कार-कारणं ज्ञानमिष्यते / / ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना // 3 // ભાષાર્થ - આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર (સદુવાસના)નું કારણ (એટલે ગેડે ઘણે અંશે વીતરાગ વચનની ઈચ્છાથી તે વીતરાગ સ્મરણે આત્મામાં તન્મય થવાનું કારણ) જે જ્ઞાન તે ઈચ્છીએ છીએ; એથી અધિકું જે ભણવું તે માત્ર બુદ્ધિને* અંધ કરનાર છે તે પ્રકારે મહાત્મા પતંજલિ ત્રાષિએ કહ્યું છે. પ્રથમ વેગ દ્રષ્ટિની અપેક્ષાએ (અદ્વેષગુણ) એને મહાત્મા કહી બેલાવ્યો. અનુવાદ: તે જ જ્ઞાન જ્ઞાની ગણે, બીજું ઝાંખપરૂપ. 3 જ્ઞાનમંજરી --જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયરૂપ સ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર(સવાસના)ને પ્રગટ કરનાર અથવા તેનું સદૈવ સ્મરણ કરાવનાર, નિરંતર તેમાં ઉપગ જેથી રહે છે “શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે અને ગ્રહણ થાય છે. વધારે શ્રવણ કરવાથી મનન શાક્ત મંદ થતી જોવામાં આવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર