________________ જ્ઞાનમંજરી વળી મિથ્યા દર્શનમાં પણ વિપર્યાસ (ભ્રાંતિ સહિત જ્ઞાન તે મુજ્ઞાન છે તે મેહના ત્યાગનું કારણ નથી. માટે સમ્યક્દર્શનપૂર્વક, સ્વસ્વરૂપ ઉપાદેય છે અને અન્ય ભાવ હેય છે એવા ઉપગરૂપ લક્ષણવાળું સમ્યકજ્ઞાન, સંસારપ્રત્યે ઉદાસીનતાને હેતુ હેવાથી, અહીં ગ્રહણ કર્યું છે. કહ્યું છે કે :'तज् ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः / तमस: कुतोऽस्ति शक्तिदिनकरकिरणाग्रतः स्थातुम् // ' અર્થ - જે જ્ઞાનના ઉદય વખતે રાગને સમૂહ દેખાય, તે જ્ઞાન જ નથી; સૂર્યના કિરણ આગળ ઊભા રહેવાની અંધકારમાં શક્તિ ક્યાંથી હોય ? માટે તત્ત્વની સમજણરૂપ જ્ઞાન આત્માના સ્વસ્વભાવને પ્રગટ કરવાનું કારણ છે, ક્ષમાર્ગનું મૂળ છે, “જ્ઞાન અને કિયાવડે મેક્ષ થાય છે' (જ્ઞાનજાથાક્ય મોક્ષ:) “gઢ ના તો તયા, ઉર્વ વિદુર સવસંગg'–પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ સર્વ સંયમે વર્તે, એ પ્રકારે જ્ઞાનનું સ્વરૂપ છે. અહીં અનુપ્રેક્ષા સહિત સ્પર્શ-જ્ઞાનને અવસર છે તે કહેવાય છે. સ્વભાવ અને વિભાવના વિવેક વિનાને અજ્ઞાની, ખરેખર અયથાર્થ ઉપગરૂપ એ જ્ઞાનમાં મગ્ન થાય છે એટલે યથાર્થ જ્ઞાન જેને નથી તે અયથાર્થમાં લીન છે. કેની પેઠે? જેમ વિષ્ટામાં ભૂંડ મગ્ન થઈ જાય છે, તેમ અજ્ઞાની નહીં ભેગવવા રોગ્ય, આત્મગુણને આવરણ કરનાર કારણરૂપ પરવસ્તુમાં, શાતા આદિના ઉદયમાં ઇન્દ્રિયના વિષયમાં લીન થઈ જાય છે. યથાર્થ સમજણવાળા જ્ઞાની તત્ત્વની સમજણરૂપ જ્ઞાનમાં, આત્મસ્વરૂપમાં તન્મય થાય છે.