________________ 5 જ્ઞાનાષ્ટક मज्जत्यज्ञः किलाज्ञाने विष्टायामिव शुकरः / " ज्ञानी निमजति ज्ञाने मरोल इव मानसे // 1 // ભાષાર્થ –જેમ સૂવર (ભૂંડ) વિષ્ટામાં મગ્ન થાય છે, તેમ ખરેખર અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન છે, જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન રહે છે તેમ જ્ઞાની જ્ઞાનમાં અત્યંત મગ્ન રહે છે. અનુવાદ : ભૂંડ રમે વિષ્ટ વિષે, અજ્ઞાને મૂઢ મગ્ન, માનસ સરમાં હિંસસમ, જ્ઞાની જ્ઞાને લગ્ન. 1 જ્ઞાનમંજરી –મેહને ત્યાગ જ્ઞાનથી થાય છે. તેથી જ્ઞાનાષ્ટક લખે છે. પ્રથમ જ્ઞાનનું લક્ષણ કહે છે :“જેનાથી જણાય છે તે જ્ઞાન, વ્યવહારે અવિધરૂપ, સર્વ પદાર્થને સમજવારૂપ, સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા પદાર્થોને સમૂહમાં વિશેષની સમજરૂપ લક્ષણવાળું જ્ઞાન છે.” વળી “ઉત્તરાધ્યયન” શાસ્ત્રમાં કહ્યું છે - एयं पंचविहं नाणं दव्वाण य गुणाण य / पज्जवाणं च सव्वेसिं नाणं नाणीहिं देसियं // (મધ્યયન 28, જાથા 2) અથ-જ્ઞાની પુરુષેએ, દ્રવ્ય, ગુણે અને સર્વપર્યા. (પદાર્થ અને ગુણની પલટાતી અવસ્થાઓ) ને જાણવારૂપ જ્ઞાન ઉપદેડ્યું છે, તે જ્ઞાન આ પાંચ પ્રકારનું છે. (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન)