________________ 68 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી –સ્વગુણરૂપ જ્ઞાનના નિર્ધારથી પ્રગટતું સહજ (અકલ્પિત) સુખ મેહના ક્ષે પશમથી અનુભવતાં છતાં આરેપિત (કહિપત) સુખ જેને પ્રિય છે તે લેકમાં આપ સુખ કહેતાં જ્ઞાનીને તેનું માહાઓ ભાસે? આશ્ચર્ય લાગે ? ન લાગે. જેણે આરેપિત સુખ પ્રાપ્ત કર્યું છે તે આપ સુખમાં આશ્ચર્યવાન ચમત્કારવાન થાય તે તેને અપૂર્વ, અદ્દભુત લાગે; અથવા અનાપિત (સહજ) સુખના અનુભવનારને આરોપપ્રિય લોકેની આગળ આરેપિત સુખને સુખ છે એમ કહેતાં આશ્ચર્ય થાય છે, કહી શકતા નથી. કારણ કે તે સુખમાં સુખ નથી, સુખનું કારણ પણ તે નથી, ખરી રીતે દુઃખરૂપ છે તેને સુખ નામે લેકેમાં કહેવું પડે છે છતાં પિતાને આશ્ચર્ય થાય છે કે આ મેં શું કહ્યું? એ સુખ તે છે નહીં. કારણ કે પરથી ઉત્પન્ન થતું સુખ સુખને આભાસ છે, મેહનું કારણ હેવાથી દૂર કરવા ગ્ય છે; પુદ્ગલિક સુખમાં સુખ માનવારૂપ ભ્રાંતિ જ *અભ્યતર મિથ્યાત્વ (અંતરંગ-ભાવ મિથ્યાત્વ) છે. 7 यश्चिदर्पणविन्यस्त-समस्ताचारचारुधीः / क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति // 8 // ભાષાર્થ –જ્ઞાનરૂપ દર્પણને વિષે જેણે જ્ઞાનાદિક પાંચ આચાર ગ્રહ્યા છે, પ્રતિબિંબિત કર્યા છે, તેથી જેની બુદ્ધ મનહર છે, એવા પુરુષ બિન ઉપયોગી (કામ ન આવે તેવા) પર દ્રવ્યમાં ભલા ક્યાં મૂંઝાય? ન જ મૂંઝાય. * “બાહ્ય પરિગ્રહ ગ્રન્થિ છે, અત્યંતર મિથ્યાત્વ” –શ્રીમદ્ રાજચંદ્ર