________________ 5 જ્ઞાનાષ્ટક 71 કઈ જીવનું “જ્ઞાન” દાસ એવું નામ પાડવું તે નામ નિક્ષેપે જ્ઞાન છે, તે શબ્દથી બેલાવવારૂપ છે. સિદ્ધચક આદિમાં જ્ઞાનપદની સ્થાપના તે સ્થાપના નિક્ષેપે જ્ઞાન છે. દ્રવ્યજ્ઞાન તે આગમ દ્વારા જ્ઞાન પદ જેણે જાણ્યું છે તેને તેને જ્યારે ઉપગ (લક્ષ) ન હોય ત્યારે તે આગમ દ્રવ્યજ્ઞાન કહેવાય. આગમ દ્રવ્યજ્ઞાન ઉપગરહિત અવસ્થાને કહે છે, એમ ભાવાર્થ છે. તેમજ પુસ્તકમાં લખેલું તે દ્રવ્યજ્ઞાન છે અથવા વાચના, પૃચ્છના, પરિવર્તના, ધર્મકથા, અનુપ્રેક્ષા આદિ દ્રવ્યજ્ઞાન છે. ભાવજ્ઞાન તે ઉપગની પરિણતિ, મતિઆદિ પ્રકાર, સ્વપરને વિવેક કરનાર છે. પરિચ્છેદ, અવકન, ભાસન આદિ જ્ઞાનના પર્યાયવાચી (બીજા નામરૂ૫) શબ્દ છે. ભાષા આદિ સ્કંધનું જ્ઞાન તે નૈગમનયે જ્ઞાન કહેવાય, અભેદ ઉપચારથી સર્વ જીવનું જ્ઞાન તે સંગ્રહનયે જ્ઞાન છે; પુસ્તક આદિનું જ્ઞાન તે વ્યવહારનયે જ્ઞાન છે. જુસૂત્રનયે જ્ઞાન તે તેના પરિણામના સંકલ્પરૂપ જ્ઞાન અથવા જ્ઞાનના હેતુરૂપ વીર્ય છે, નૈગમ, સંગ્રહ અને વ્યવહારથી આત્મા પશમરૂપ જ્ઞાન વિભાગની પ્રવૃત્તિવાળે છે. જુસૂત્રને વર્તમાન બેધ, યથાર્થ—અયથાર્થરૂપ બન્ને જ્ઞાન છે; શબ્દનયથી સમ્યક્દર્શન સહિત યથાર્થ બેધરૂ૫ લક્ષણવાળું, કાર્ય કારણની અપેક્ષાવાળું, સ્વ અને પરને પ્રકાશનાર, સ્વાદવાદ સહિત, મુખ્યતા, ગૌણતાદિયુક્ત સમ્યકજ્ઞાન કહેવાય. સમભિરૂઢનયે સર્વજ્ઞાનના વચનના પર્યાયની શક્તિની પ્રવૃત્તિરૂપ જ્ઞાન છે. એવંભૂતનયથી મતિ આદિના સ્વરવરૂપની પૂર્ણતારૂપ જ્ઞાન, ખરી રીતે તે, કેવળજ્ઞાન એવંભૂત જ્ઞાન છે.