________________ જ મહત્યાગાષ્ટક 65 પણારૂપ પરિણામ જ નવાં કર્મનું કારણ છે. તેથી તેમાં તન્મયતા રહિત થવું; શુભ ઉદય પણ આવરણ છે, અશુભ ઉદય પણ આવરણ છે, ગુણને આવરણ કરવા રૂપે બન્ને સરખાં હોવાથી, ઈષ્ટ–અનિષ્ટતા શી કરવી? 4 विकल्पचषकैरात्मा पीतमोहासवो ह्ययम् / भवोच्चतालमुत्ताल-प्रपंचमधितिष्ठति // 5 // ભાષાર્થ - વિકલ્પરૂપ દારૂ પીવાનાં પાત્રો (પ્યાલી -સીસા) વડે આ આત્માએ અવશ્ય મેહરૂપી મદિરા પીધી છે, તે સંસારરૂપી દારૂના પીઠામાં હાથ ઉછાળીને તાળી દેવારૂપ ચાળા કરે છે. અનુવાદ : મેહ મદિરાના ઘણા વિકલ્પ-પ્યાલો પીધ; ભવ–પી દીઠું જીવે, ચાળા ચસ્કા કીધ. 5 જ્ઞાનમંજરી –વિકલ્પ એટલે મનના તરંગે જે દારૂ પીવાનાં વાસણ છે. તેનાથી ખરેખર આ જીવે મેહરૂપ દારૂ, માદકરસ પીધે છે. તે સંસારરૂપ દારૂડીઆઓના ક્ષેત્રમાં વારંવાર ઊંચા અવાજે તાળી આપવારૂપ ચેષ્ટા કરે છે. આથી મેહી જીવ દારૂ પીધેલાની પેઠે ચાળા કરે છે, પરને પિતાપણે અને પિતાને પરપણે માન, અકાર્ય કરવામાં પિતાને પ્રવીણ ગણી પ્રવર્તે છે, નિજ ઘરથી ભ્રષ્ટ થઈને ભમે છે. તેથી મેહત્યાગ શ્રેયસ્કર છે. 5 निर्मलस्फटिकस्येव, सहज रूपमात्मनः / अध्यस्तोपाधिसंबंधो जडस्तत्र विमुह्यति // 6 //