________________ 2 મગ્નાષ્ટક અનુવાદ :-- જ્ઞાનમગ્નનું સુખ તે, કઈ રૌતે ન કહાય, ઇચ્છિત સ્ત્રી–સુખ-ઉપમાન ચંદન-લેપ સુહાય. 6 જ્ઞાનમંજરી - આત્મસુખની પ્રાપ્તિવાળાનું સુખ, સ્પર્શજ્ઞાનના આનંદરૂપ છે, તે કહી ન જ શકાય, કારણ કે ઇંદ્રિયેથી અગોચર છે, વાણુથી અગેચર છે. મનેહર માનીતી સ્ત્રીને આલિંગનેથી કે ચંદનના વિલેપનેથી અધ્યાત્મ સુખનું માપ નીકળતું નથી, તે ઉપમાઓ અધ્યાત્મ સુખને ઘટતી નથી. કારણ કે પુષ્પમાળા કે ચંદન આદિનું સુખ ખરી રીતે સુખ જ નથી, આત્મસુખથી ભ્રષ્ટ જીએ સુખબુદ્ધિથી કપેલું માત્ર છે. લેકમાં પુદગલના સંગથી ઊપજતું જૂઠું સુખ દુઃખની જ જાતિ છે. “વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - 'जित्तो च्चिअ पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं / तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुवखं ति // 1 // विसयसुहं दुक्खं चिय दुक्खप्पडियारओ तिगिच्छब्ब / तं सुहमुवयाराओ न उवयारो विणातच्चं // 2 // सायासायं दुक्खं, तविरहम्मि य सुहं जओ तेणं / देहेंदिएसु दुक्खं, सुक्खं देहेदियाभावे // 3 // અર્થ –હે ભલા માણસ ! જે પ્રત્યક્ષ (ઇંદ્રિયેથી થતું) સુખ જણાય છે તે સુખ નથી પણ દુઃખ જ છે, કારણ કે તે દુઃખના ઉપાયરૂપ છે, ભિન્ન છે (નાશવંત, પર વસ્તુથી થનારું છે), તેથી પુણ્યનું ફળ જે સુખ તે દુઃખ છે, એમ જાણ. 1