________________ પર જ્ઞાનમંજરી તન્મયતારૂપ સ્થિરતા પ્રગટી છે તેને સંકલ્પ-વિકલ્પ થતા નથી. જોકે અભેદરતત્રય અવસ્થામાં નિર્વિકલ્પ સમાધિ હેય છે, તે પણ સ્વરૂપલીન પુરુષને સાંસારિક સંકલ્પ-વિકલને અભાવ હોય છે તથા અત્યંત ધુમાડારૂપ મેશ જેવા આની પણ શી જરૂર છે? માટે સંકલ્પવિકલ્પરૂપ ચંચળ પરિણતિ તજીને, દ્રવ્ય અને ભાવથી હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહરૂપ આસ વિના પણ ચાલે તેમ છે. જે આત્મસમાધિમાં રમણતા કરે છે, સ્વસ્વભાવમાં સ્થિર છે તેને આ ક્યાંથી હોય? કારણ કે પોતાના ધર્મનું (સ્વભાવનું કર્તાપણું, યથાર્થ જ્ઞાનસ્વરૂપનું ગ્રહવાપણું, પિતાના ગુણનું તાપણું અને સ્વસ્વભાવનું રક્ષકપણું (રાખવાપણું) જે જીવના પરિણામમાં વર્તે તેને આસવ ન હોય. એ સ્વભાવની પરભાવરૂપે પરિણતિ જે જીવેને હોય છે, તેમને આસ હોય છે, સ્વરૂપની ભ્રાંતિ જ હોય છે. પરના કર્તારૂપે પિતાની પરિણતિઓને તે પરિમાવે છે. પરંતુ જ્યારે તેને સ્વરૂપનું જ્ઞાન થાય છે, પિતાના કાર્ય અને કારણને નિર્ણય થાય છે, ત્યારે તે પિતાની પરિણતિઓને પરના કર્તાપણે પ્રવર્તાવતે નથી, પણ સ્વીકાર્ય કારણમાં જ તેમને પ્રવર્તાવે છે. સ્વરૂપનું જેને ભાન નથી તેનાં છ કારકરૂપ ચક પણે પરના કર્તાપણું આદિરૂપ પ્રવર્તનવડે અશુદ્ધ થયેલ હોય છે. જ્યારે એને સ્વ અને પરના વિવેક વડે હું તે હું” અને “પર તે પર, “હું પરને કર્તા ભક્તા નથી એવું ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સ્વકારક ચકને સ્વકાર્ય સાધવામાં વાપરે છે; આત્મા, આત્માને, આત્માવડે, આત્માર્થે, આત્મામાંથી, આત્મામાં