________________ 62 જ્ઞાનમંજરી તત્પર (તન્મય-આકર્ષિત) બને છે, તે જ મૂચ્છ (મેહ) કરે છે, અને ગ્રહણ કરે છે, તેમાં જે સમભાવ ધારણ કરે છે તેને રાગ થતું નથી, તે વીતરાગ છે. - અનુવાદ - ઉદયાદિ ભાવે તકે, તન્મય થઈ ન મુઝાય; તે નભવત્ નિષ્પક તે, પાપે ના લેપાય. 3 - જ્ઞાનમંજરી :- જે તત્વવિલાસી જીવ અશુદ્ધ પરિણામિક ભાવથી પરભાવ પ્રત્યે પ્રવર્તતા ક્ષપશમમાં કે શુભ અશુભ કર્મના ઉદયરૂપ કર્મફળમાં-આત્માની સાથે એક ક્ષેત્રમાં રહેલાં કર્મો કે કર્મફળમાં મેહ પામતા નથી, તન્મય થતા નથી એટલે ભેદજ્ઞાનરૂપ વિવેથી પરસંગ તજે છે, અવશ્યકર્મને ઉદયમાં અવ્યાપક રહે છે, તે પાપથી એટલે કર્મથી બંધાતા નથી. જેમ આકાશમાં રહેલા કચરાથી આકાશને લેપ થઈ શકતું નથી, કેમકે આકાશરૂપ કચરે થઈ જતું નથી, તેમજ શમ, સંવેગ, નિર્વેદ વડે જેણે પરભાવને રેકેલ છે તે અવશ્ય ભેગવવા યોગ્ય કર્મના ફળરૂપ ઉદય ભેગવતાં છતાં તેમાં તન્મયપણે વ્યાપી જતે નહીં હેવાથી, નિર્લેપ રહે છે, કારણ કે તે પૂર્વકર્મની નિર્જરારૂપ કાર્ય કરે છે, પિતાનાં પરિણામેને કર્મને ઉદયથી ભિન્નપણે સાચવી રાખવાથી તેને પરભાનું કર્તાપણું નથી. અધ્યાત્મબિંદુમાં કહ્યું છે - स्वत्वेन स्वं परमपि परत्वेन जानन् समस्ता-s न्यद्रव्येभ्यो विरमणमिति यच्चिन्मयत्वं प्रपन्नः / स्वात्मन्येवाभिरतिमुपमयन् स्वात्मशीली स्वदर्शी.. त्येवं कर्ता कथमपि भवेत् कर्मणो नैष जीवः // 1 //