________________ જ્ઞાનમંજરી અર્થ --માર્ગણા અને ગુણસ્થાનક અશુદ્ધનયથી, જીવને ચૌદ ચૌદ હોય છે, એમ સંસારી છે જાણવા; શુદ્ધનયથી સર્વ જી શુદ્ધ છે. શુદ્ધ કેવળ જ્ઞાન જ મારે ગુણ છે બીજે હું નથી, ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય મારાં નથી, એવું ધ્યાવવું તે મેહ હણવાનું આકરું શસ્ત્ર છે. અનુવાદ - અધ, સકળ રોમ અને શુદ્ધ આત્મસ્વરૂપ હું, શુદ્ધ જ્ઞાન ગુણ મુજ; ના હું અન્ય, ન અન્ય મુજ, એ હાસ્ત્ર અનુચ્છ. 2 જ્ઞાનમંજરી –નિર્મળ, સકળ પુદ્ગલના સંગસંબંધથી રહિત, જ્ઞાન-દર્શન–ચારિત્ર-વીર્ય-અવ્યાબાધ સુખ, અમૂર્ત આદિ અનંત ગુણપર્યાયમય અને નિત્ય આદિ અનંત સ્વભાવમય, અસંખ્ય પ્રદેશી, સ્વભાવ પરિણામી, સ્વરૂપનું કર્તાપણું, ભક્તાપણું આદિ ધર્મો સહિત શુદ્ધ આત્મદ્રવ્ય જ હું છું. અનંત સ્યાદવાદ વસત્તાના પ્રગટપણાના રસિયા, નિરંતર આનંદથી પૂર્ણ, પરમાત્મા, પરમતિરૂપ હું છું. નિરાવરણ, સૂર્ય-ચંદ્ર આદિની મદદ વિના પ્રકાશરૂપ, એક સમયે ત્રણે કાળનાં અને ત્રણે લેકમાંના સર્વ દ્રવ્ય પર્યાના ઉત્પાદ વ્યય ધ્રૌવ્યને જાણનાર (કેવલ) જ્ઞાન મારે ગુણ છે. હું જ્ઞાનને કર્તા છું, મારું કાર્ય જ્ઞાન છે, જ્ઞાન સાધનવાળો છું, જ્ઞાનદાન લેનાર પાત્ર પણ જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનથી જાણનારે છું, જ્ઞાનના આધારવાળે છું, જ્ઞાન એ જ મારું સ્વરૂપ છે એમ જાણનાર; ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ પિતાનાથી અન્ય છે, બીજા છે, જીવ પુદ્ગલના સંયેગથી થયેલાં પરિણામ સર્વ અન્ય છે, તે હું નથી, એ પૂર્વોક્ત ભાવે