________________ શાનમંજરી * અમૂર્તિક (અરૂપી), અકર્તા, અસંગ, નિર્મળ અને સ્વભાવપરિણમી એ જે આત્મા તે કર્મરૂપી બખ્તરમાં બંધાઈ, દીને થઈ મેહને વશ થઈ (હાથીની પેઠે) ખાડામાં પડ્યો છે. 2 આત્મામાંથી ઉત્પન્ન થયેલ મેહ આત્માને જ નાશ કરે છે એ જ દુઃખ છે, જેના (મેહના) ઉદયમાં પિતાના સંપૂર્ણ શુદ્ધસ્વભાવનું સ્મરણ પણ થતું નથી, એ જ દુખ છે. 3 - આ પ્રકારે મેહને વિસ્તાર જાણ તે તજવા યોગ્ય છે. આત્માનાં અશુદ્ધ પરિણામરૂપ મેહને ઉપચારથી મહરાજા કહી કહું મમ” એ તેને મંત્ર જગતના જાને આંધળા કરનાર, જ્ઞાનચક્ષુને રોકનાર કહ્યો છે. “હું એટલે સ્વસ્વભાવને ભૂલી જવે, સ્વભાવથી ભ્રષ્ટ થવું, ઉન્મત્તતા, ગાંડપણ, પરભાવ કરવામાં કર્તાપણુને અહંકાર તે ગયું. પિતાના દ્રવ્યથી ભિન્ન જીવ-પુદ્ગલ આદિમાં “આ મારું' એવા પરિણામને “મ' કહે છે. “હું મમ” રૂપ પરિણતિથી જેટલું બધું પર છે તે પિતાનું કર્યું, આ મેહથી થયેલે અશુદ્ધ ભાવ છે અને તે મેહને પ્રગટ કરનાર છે, શુદ્ધ જ્ઞાનરૂપી અંજનથી રહિત છને તે સ્વરૂપનું અવલોકન કરવાની શક્તિને નાશ કરનાર છે. - ખરેખર તે જ મંત્ર નકારપૂર્વક એટલે “શરું મમ' હું નહીં અને મારું નહીં' એ રૂપ પ્રતિમંત્ર-વિપરીત મંત્ર મોહને જીતી લે છે. પરભાવરૂપે હું નથી અને એ પરભાવ મારા નથી. પરને પિતાનું માનવું તે બ્રાંતિ છે. હવે યથાર્થ પદાર્થનું જ્ઞાન થવાથી હું પરને સ્વામી નથી, પરભાવે મારા નથી. વળી કહ્યું છે કે -