________________ 4 મેહત્યાગાષ્ટક 57 પુગમાં, તેને વેગે તેમને ગાવાની પ્રવૃત્તિ સહિત સંકલ્પમાં બંધાવાના કર્મયુગલેમાં, સત્તામાં રહેલાં, પ્રેરણાથી ઉદીરણમાં આવેલાં, ઉદયમાં આવેલાં પુદ્ગલેમાં, અશુદ્ધ વિભાવ પરિણામરૂપ મેહનાં કારણેમાં મેહપણું ગણાય છે; શબ્દ આદિ ત્રણ નયે મેહરૂપે પરિણમેલાં પ્રશસ્ત, અપ્રશસ્તરૂપ મિથ્યાત્વ અને અસંયમરૂપ ચેતનાનાં પરિણામમાં, મેહપણું મનાય છે. તેથી આત્માને નવાં કર્મ બંધાવામાં કારણરૂપ મેહ પરિણામ છે મેહથી જ જગત બંધાયું છે, મેહથી મૂઢ થયેલા જ સંસારમાં ભમે છે. કારણકે જ્ઞાનાદિ ગુણેના સુખને રેકનાર અને અનંત જીવેએ અનંતવાર ભેગવીને છાંડી મૂકેલાં જડ, નહીં ગ્રહવાયેગ્ય ગમતાં અણગમતાં પુદ્ગલે લેવા-ન લેવાં એવા વિકલ્પ મેહથી થાય છે. તેથી પુદ્ગલમાં આસક્ત, મેહપરિણામથી પુદ્ગલને અનુભવનાર સ્વરૂપના જ્ઞાનરહિત આ મુગ્ધ જીવ પરિભ્રમણ કરે છે. માટે મેહને ત્યાગ હિતકારી છે. કહ્યું છે કે - आया नाणसहावी, सदसणसीलो विसुद्धसुहरूवो / सो संसारे भमई, एसो दोसो खु मोहस्स // 1 // जो उ अमुत्ति अकत्ता, असंग निम्मल सहावपरिणामी / सो कम्मकवयबद्धो, दीणो सो मोहवसगत्ते // 2 // ही दुक्खं आयभवं, मोहमप्पाणमेव धंसेई / जस्सुदये णियभावं सुद्धं सव्वंपि नो सरई // 3 // અર્થ - જ્ઞાન સ્વભાવવાળે, સમ્યક દર્શન અને ચારિત્રવાળે અને વિશુદ્ધ (કર્મફળ રહિત-આત્મિક) સુખસ્વરૂપ એ આત્મા સંસારમાં ભમે છે, તે દેષ ખરેખર મેહને છે. 1