________________ 4 મોહત્યાગાષ્ટક अहं ममेति मंत्रोऽयं, मोहस्य जगदाध्यकृत् / अयमेव हि नपूर्वः, प्रतिमंत्रोऽपि मोहजित् // 1 // ભાષાર્થ - “હું મમ” “હું ને મારું' આ ચાર અક્ષરને મહામહે રાજાને મંત્ર સર્વને આખા લેકરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, તે જગતમાં સર્વને આંધળા કરનાર છે. એ જ મંત્ર નકાર પૂર્વક બોલીએ તે “નારું મમ” હું નહીં, મારું નહીં એ મેહને જીતનાર પ્રતિમંત્ર (મેહને વિરોધી મંત્ર) પણ થાય છે. ચારિત્રધર્મ રાજા હું નહીં મારું નહીં એ મંત્ર જાપ દઈ ભવ્ય પ્રાણીના મેહને નાશ કરે છે. અનુવાદ - હું, મારું એ મોહ-મંત્ર, કરે જગતને અંધ; નહિ હું, નહિ મારું કશું, મેહવિજય પ્રતિમંત્ર. 1 જ્ઞાનમંજરી - મેહત્યાગથી સ્થિરતા થાય છે, મેહના ઉદયથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે, અને મેહને ઉદય, નિર્ધારરૂપ સમ્યક્દર્શન અને સ્વરૂપમતારૂપ ચારિત્રને રેકનાર છે. ચેતના અને વીર્ય આદિના ક્ષપશમવાળે જીવ વિપર્યાસ (વિપરીતપણું, અવિદ્યા), પરરમણ અને ક્રોધાદિથી તપી જવાપણું વગેરરૂપે પરિણમે છે, તેથી ચપળતા થાય છે; મેહના ઉદયને નિવારવાથી સ્થિરતા થાય છે, તેથી મેહનો ત્યાગ વિષે અષ્ટક કહે છે.