________________ 3 સ્થિરતાષ્ટક 53 પ્રવર્તાવે છે. એ સ્વરૂપે, એ પ્રકારે સ્વરૂપે પરિણમેલાને આસવ થતો નથી. 6 उदीरयिष्यसि स्वान्तादस्थैर्य पवनं यदि / समाधेधर्ममेघस्य घटा विवटयिष्यसि ||7|| ભાષાર્થ –અસ્થિરતારૂપે પવનને જે તે ચિત્તમાંથી પ્રવર્તાવીશ, પ્રેરીશ તે સમાધિરૂપ ધર્મની શ્રેણીને, વાદળાંની ઘટાને પવન વિખેરી નાખે તેમ, છિન્ન ભિન્ન કરી દઈશ. બીજું, “ધર્મમેઘ' નામે પાતંજલ (ગ) શાસ્ત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિ” કહી છે, તેની ઘટાને વિખેરીશ એટલે આવતું કેવળજ્ઞાન તું વિખેરી નાખીશ. અનુવાદ: જે અસ્થિરતા વાયુ તું, મનમાંથી પ્રેરીશ; તે સમાધિધર્મરૂપ, વાદળ દૂર કરીશ. 7 જ્ઞાનમંજરી–અંતઃકરણમાંથી અસ્થિરતારૂપે પવન જે તે પ્રવર્તાવીશ, તે સમાધિની એટલે સ્વરૂપને માટે વિશ્રાનિરૂપ ધર્મમેઘની ઘટાને તે દૂર કરીશ. અસ્થિરની સમાધિને નાશ થાય છે, તેથી આત્મધર્મ વિષે સ્થિરતા કરવા યોગ્ય છે. 7. चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्यपीष्यते / " यतां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये // 8 // ભાષાર્થ –ચારિત્ર યોગસ્થિરતારૂપ છે, માટે સિદ્ધમાં પણ કહ્યું છે, કેમકે તેને સર્વ પ્રદેશ સ્થિરતા છે, સિદ્ધાંત સિદ્ધ છે, પણ સિદ્ધમાં ચારિત્ર નિષેધ્યું છે, તે ક્રિયારૂપ જ. હે યતિઓ ! એ સ્થિરતાની જ પ્રકૃષ્ટ સિદ્ધિને અર્થે અવશ્ય