________________ 54 જ્ઞાનમંજરી ઉદ્યમ કરે. જે ભાવ સિદ્ધમાં હોય તેને જાતિસ્વભાવ ગુણ કહેવાય, એવી સ્થિરતા છે. તે માટે સર્વ પ્રકારે તેની સિદ્ધિ કરવી. અનુવાદ:– સ્થિરતારૃપ ચારિત્ર તે, સિદ્ધોને પણ હોય; હે મુનિવર ! તે સાધવા, સાધન કરજે સેય. 8 જ્ઞાનમંજરી –સકલ કર્મરૂપ મલથી મુક્ત થયેલ સિદ્ધોમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર હોય છે, તે કારણે સ્થિરતા સાધવા ગ્ય છે. પાંચમા અંગમાં (ભગવતીસૂત્રમાં સિદ્ધોને ચારિત્રને અભાવ કહ્યો છે તે ક્રિયાની પ્રવૃત્તિરૂપ ચારિત્ર સમજવું. પરંતુ સ્થિરતારૂપ ચારિત્ર તે વસ્તુ સ્વભાવરૂપ આત્માને ધર્મ હોવાથી ત્યાં છે જ; “પ્રજ્ઞાપના” (પન્નવણા), તત્વાર્થ”, “વિશેષ આવશ્યક આદિશામાં સ્પષ્ટ જણાવેલું હોવાથી, આવરણના અભાવે અવરાયેલા ગુણ પ્રગટ થતા હવાથી ચારિત્રમેહ જેને ટળે છે તેને ચારિત્ર પ્રગટ થતું હોવાથી સિદ્ધોને પણ સ્થિરતારૂપે ચારિત્ર હોય છે તેથી પ્રથમ સમ્યક્દર્શન વડે શ્રદ્ધાની સ્થિરતા કરીને, સમ્યકજ્ઞાનસ્વરૂપ, વિશ્રાંતિસ્વરૂપ, એકાગ્રતારૂપ સ્થિરતા કરીને, સમસ્ત ગુણ પર્યાની સ્વકાર્યમાં પ્રવૃત્તિરૂપ સ્થિરતા પ્રાપ્ત કરીને, સાધક સમસ્ત આત્માની પરિણતિથી નિઃસંગરૂપ પરમ સ્થિરતા પ્રાપ્ત કરે છે, તેથી સમસ્ત ચપળતા રોકને ગની સ્થિરતા કરી ઉપગની સ્થિરતાથી સ્વરૂપનું કર્તાપણું, સ્વરૂપમાં રમણતા, સ્વરૂપનું ભક્તાપણુંએ રૂપ સ્થિરતા સાધવા યોગ્ય છે. માટે સ્થિરતા સાધવા પ્રયત્ન કર્તવ્ય છે, એવો ઉપદેશ છે. 8