________________ જ્ઞાનમંજરી આગમથી બે ભેદે છેઃ આગમથી તે વ્યસ્થિરતા, સ્થિરતા પદને અર્થ જાણનાર ઉપગ રહિત હોય તેને હોય; ને આગમથી સ્વરૂપ-ઉપગ શૂન્ય, સાધ્યના ભાવ વિના પ્રાણાયામ આદિમાં કાર્યોત્સર્ગ આદિ દ્રવ્ય સ્થિરતા છે. ભાવથી બે પ્રકારે સ્થિરતા છેઃ રાગ-દ્વેષ સહિત મનગમતા વિષયમાં તન્મય થવારૂપ અશુદ્ધ સ્થિરતા બીજી સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ સ્વરૂપમાં તન્મયતા તે શુદ્ધ સ્થિરતા છે, તેમજ ધર્મધ્યાન શુકલધ્યાન આદિમાં અચળતા તે ભાવસ્થિરતા છે પણ શુદ્ધ સાધ્ય રહિત વેગ આદિની સ્થિરતા તે દુર્નય રૂપ છે. જે સાધ્ય વાર્તાથી સાધ્ય પ્રાપ્ત કરવા રૂપ પરિણતિથી રહિત સ્થિરતા તે નયાભાસરૂપ છે. વળી સાધ્યની અભિલાષા અને સાધ્ય માટે ઉદ્યમરૂપ પરિણતિ સહિત જે કારણભૂત યોગાદિના દ્રવ્ય આસવના ત્યાગરૂપ સ્થિરતા છે તે પ્રથમના ચાર નય (નગમ, સંગ્રહ, વ્યવહાર, અને બાજુસૂત્ર) રૂપ છે, વળી જે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર વડે સ્વરૂપના સાધનથી સાધ્ય પ્રાપ્ત કરવાના અભ્યાસમય સ્થિરતા છે તે શબ્દનય સ્થિરતા જાણવી, તેમજ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં સ્વરૂપ ધારાની પરિણતિરૂપ સ્થિરતા સમભિરૂઢ નય રૂપ છે, અને જે ક્ષાયિક દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, સુખ આદિમાં અભંગાણે રહેનારી તે એવંભૂત સ્થિરતા છે. વિભાવમાં પણ તત્વવિકલ્પની સર્વનય રૂ૫ સ્થિરતા ગણી છે, તથાપિ અહીં પરમાનંદના સંચથન ભેગરૂપ સિદ્ધત્વનું કારણ સ્વભાવસ્થિરતા છે તેને અવસર હેવાથી તેનું જ વ્યાખ્યાન થાય છે. આ જીવ અનાદિ કાળથી અશુદ્ધતામાં મગ્ન છે અને સ્વરૂપસુખ પામે ન હેવાથી ઇંદ્રિય-સુખની