________________ 3 સ્થિરતાષ્ટક वत्स ! किं चंचलस्त्रान्तो भ्रान्त्वा, भ्रान्त्वा विषीदसि? निधिं स्वसंनिधावेव, स्थिरता दर्शयिष्यति // 1 // ભાષાર્થ - હે વત્સ! ચંચળ ચિત્તવાળે બની ઠામ ઠામ, ગામ ગામ ભમીને શું ખેદ પામે છે? જો તું નિધાનને અર્થી છે, તે સ્થિરતા પિતાની પાસે જ નિધાન તને દેખાડશે. અનુવાદ -- ચંચળ ચિત્ત ધર ભાઈ શું, ભર્મી ભમી પામે ખેદ ? . સ્થિરતા નિધિ દેખાડશે, નિજ પાસે જ સુવેદ્ય. 1 જ્ઞાનમંજરી - હવે મમ્રતા સ્થિરતાથી થાય છે, તેથી સ્થિરતાષ્ટક કહેવાય છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ અસ્તિકાય અકિય હોવાથી સ્થિર છે અને કંધ આદિમાં રહેલાં પુદ્ગલની સ્થિરતા પણ સાધનનું કારણ નથી, તેથી અહીં તેને અંગીકાર કર્યો નથી. પરંતુ જે વસ્તુતઃ સ્થિર છે છતાં પર ઉપાધિથી ચંચળ થયેલે આત્મા સમ્યક દર્શન આદિ ગુણની પ્રાપ્તિ થતાં પરભાવ આદિ પ્રત્યે પ્રવર્તત નથી તેની સ્થિરતા વર્ણવે છે. ત્યાં નામ અને સ્થાપના નિક્ષેપ તે સુગમ છે, દ્રવ્યથી મન, વચન, કાયાના યેગને રેકવારૂપ સ્થિરતા કહેવાય. દ્રવ્યમાં સ્થિરતા મમ્મણ શેઠની પેઠે જાણવી, દ્રવ્ય વડે સ્થિરતા રેગ આદિથી સંભવે છે (પક્ષઘાત, મૂચ્છદિમાં); દ્રવ્યરૂપ સ્થિરતા આગમ અને ને