________________ જ્ઞાનમંજરી - ભાવના :- અનાદિ કાળથી મિથ્યાત્વ, અસંયમ, કષાય અને ગની ચપળતાને કારણે આત્મસ્વભાવની ઘાત જે કરી રહ્યા છે, ઈષ્ટ–અનિષ્ટ પરપદાર્થોના ગ્રહણ અને ત્યાગમાં રુચિવાળા હોવાથી તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં રતિ–અરતિરૂપ અશુદ્ધ ભાવમાં મગ્ન થયેલા છને સ્વરૂપમાં મગ્નતા ક્યાંથી હોય? તેથી શંકાદિ અતિચારે(દ)થી રહિત સમ્યક દર્શનની પ્રાપ્તિવાળે જીવ શુદ્ધ આશયવાળ હોય છે, તે મેહરૂપી ઇંધન(ધર)ના સમૂહથી બળતા અને કર્મ અગ્નિથી આવરણથી દુઃખને લઈને ઉદાસીન થયેલે, તત્ત્વના નિર્ણયથી આત્મશ્રદ્ધાવાળ હોય છે, તે આસવની નિવૃત્તિ કરી સંવરમાં તન્મય થવાની પ્રતિજ્ઞા લઈને, તે પ્રતિજ્ઞાને દૃઢ કરવાને પાંચ મહાવ્રતની) પચીસ ભાવનાઓ ભાવતે તે અંતરાત્મા બાર ભાવનાઓ વડે પિતાનાં પરિણામ સ્થિર કરે છે. પૂર્વ કર્મની નિર્જરા થવાથી અને નવાં કર્મ ગ્રહણ નહીં થતાં હોવાથી મગ્ન રહે છે તે સુખિયા છે. તેથી જ સશાસ્ત્રનું શ્રવણ, વિભાવથી પાછા હઠવું, તનું અવલેકન, આત્મતત્વમાં એકાગ્રતા આદિ ઉપાયે વડે સ્વરૂપના અનુભવમાં મગ્ન થવું એ જ કર્તવ્ય છે. સંસારમાં કર્મકલેશની પરંપરા સંકળાયેલી રહે છે એમ જાણું સંસારથી થાકેલાએ, વૈરાગ્ય માર્ગને અનુસરી વર્તનારાએ આત્મસ્વરૂપ પ્રગટ થવાનાં કારણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યફ ચારિત્રમાં વર્તવા ગ્ય છે.