________________ 48 જ્ઞાનમંજરી પરિણામ છે, તે રૂ૫ કૂચા પાણી થઈ જતાં, આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ દૂધ વિણસી જાય, નાશ પામે. લેભપરિણામ આત્મસ્વરૂપના અનુભવને નાશ કરવામાં કારણભૂત છે. શાની પેઠે? ખાટા પદાર્થ આદિની પેઠે. જેમ ખાટા પદાર્થથી દૂધ ફાટી જાય છે, તેમ લેભ પરિણતિથી આત્મસ્વરૂપનું સુખ નાશ પામે છે. લેભ પરિણામ એટલે પરભાવને ગ્રહણ કરવાની ઈચ્છારૂપ પરિણામ, આત્મગુણના અનુભવને નાશ કરનાર કારણ છે, એમ જાણીને પોતાનું સ્વરૂપ જે અખંડ આનંદરૂપ, જ્ઞાનસ્વરૂપ, વર્ણરહિત, ગંધરહિત, રસરહિત, સ્પર્શરહિત છે એવા આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, રમણતાથી સ્થિર થા. 2 अस्थिरे हृदये चित्रा, वागनेत्राकारगोपना / पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता // 3 // ભાષાર્થ –અસ્થિર ચિત્ત સર્વત્ર ફરતું છતાં વિચિત્ર પ્રકારે વચન, આંખ, વેષ આદિ આકૃતિને સાચવે, ગુપ્ત રાખે તે અસતી સ્ત્રીની પેઠે કલ્યાણકારી ગણેલ નથી. હદય સ્થિર કર્યા વિના અનેક ક્રિયા કપટરૂપ કરે તેથી અર્થ-સિદ્ધિ કઈ રીતે ન થાય, તેથી કંઈ સફળતા નથી, એ ભાવાર્થ છે. અનુવાદ :વચન, નયન વશ વેષથી, અસ્થિર મન આચાર; અસતી સ્ત્રી સમ તે નહીં, આત્મહિત કરનાર. 3 જ્ઞાનમંજરી–પરભાવની ઇચ્છાવાળા મન સહિત, અનેક પ્રકારે વચન, નયન આદિ વેષ સાચવવા રૂપ દ્રવ્ય કિયા તે અસતી સ્ત્રીની પેઠે હિતકારી માની નથી. જેનોની