________________ 3 સ્થિરતાષ્ટક દ્રવ્યકિયા ભાવધર્મયુક્ત કે ભાવની અભિલાષાવાળી જ વખાણવા લાયક છે પરંતુ ભાવધર્મરહિત તે બિલાડીના સંયમ સમાન છે (ઉંદર ન દેખે ત્યાં સુધી ગુપચુપ છુપાઈ રહે તેમ.) તેમ આત્માર્થે કરાતી, કેટલાકની દ્રક્રિયા પરંપરાએ ધર્મ પાળવાના કારણરૂપે થાય છે, પણ તે દેવાદિકનાં સુખ કે આ લેકના યશની અભિલાષાથી રહિત હેય તેમની જ. પરંતુ લેકસંજ્ઞાએ પ્રવર્તનારની દ્રકિયા ધર્મ પાળવાનું કારણ પણ થતી નથી. તેથી તત્ત્વસ્વરૂપની સન્મુખ બની મનને આત્મધર્મમાં લીન કરી ચિત્તની સ્થિરતા સહિત સ્થિરતા સાધવા ગ્ય છે. 3 अन्तर्गत महाशल्यमस्थैर्य यदिनोद्धृतम् / क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः // 4 // ભાષાર્થ - અસ્થિરપણરૂપ હૃદયમાં રહેલું શલ્ય (સાલ-ફાંસ-કાંટો) જે કાઢી નાખ્યા વિના ક્રિયારૂપ એસડ ગુણ ન કરે તે તેમાં એસિડને શું દેવું છે ? શલ્ય અંદર હોય તો ઔષધ ગુણ ન કરે, તેમાં ઔષધને વાંક નથી. માટે શલ્ય કાઢવું. અનુવાદ - અંતરમાં અસ્થિરતા, કાંટા સમ સાલે; તે કાઢ્યા વણ શું ક્રિયા-ઔષધ ગુણ આલે? 4 જ્ઞાનમંજરી–પરભાવને અનુસરવારૂપ, પરભાવપ્રત્યે વળેલી ચેતના અને વીર્યની પરિણતિરૂપ અસ્થિરતા એ અંદર ભાગી રહેલા મેટા કાંટા સમાન છે. તેથી આત્મપરિણતિ સ્વસ્વકાર્ય નહીં કરતાં પરભાવ પ્રત્યે પ્રવર્તે તે ચપળતા,