________________ 40 જ્ઞાનમંજરી વિષયસુખ દુઃખ જ છે કારણ કે દવાની પેઠે દુઃખના ઈલાજ જેવું છે. તે સુખ ઉપચારથી આરેપિત છે અને ઉપચાર વિના તે તે સાચું નથી; ઉપચાર સત્ય રહિત હોય છે. 2. શાતા-અશાતા (સુખ દુઃખ) દુઃખ છે, તેથી રહિત સુખ છે. કારણ કે તેથી દેહ અને ઇન્દ્રિયે વિષે (તેને આધારે થતું હોવાથી) દુઃખ છે; સુખ તે દેહ અને ઇંદ્રિયેના અભાવમાં હોય છે. 3 વળી કહ્યું છે - "यं वाक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनदृष्टिरेव / नातिश्रमापगमनाय यथाश्रमाय, - 1 વસ્તધૂતofમવાતપત્ર” " અનુવાદ (હરિગીત) છે વચન માત્ર રૂપે પ્રતિષ્ઠા રાજ્યમાં રજ સુખ ના, પ્રાપ્તને પરિપાળવાને ભાવ ભારે કલેશ હા ! નિજ હાથમાં હાથ ધરી છત્રી ઉઘાડી રાખતાં, પરિશ્રમ વિશેષ પડે, જડે ના સુખ છાયા ચાખતાં. તેથી સંસાર સર્વ દુઃખરૂપ જ છે, સ્વાભાવિક આનંદ એ જ સુખ છે. જ્યાં સુધી ઇંદ્રિયના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી સમ્યક્દર્શન અને જ્ઞાનમાં મગ્ન નથી, એમ તત્વાર્થની ટીકામાં કહ્યું છે. તેથી અધ્યાત્મ સુખ, પુગલના સંગેથી થયેલા સુખ સાથે સરખાવાય નહીં, પુદ્ગલજન્ય સુખથી તેની તુલના થઈ શકે નહીં. 6