________________ જ્ઞાનમંજરી ઊપજતા પશ્ચાત્તાપ આદિ સાધન વડે પશમભાવને પ્રાપ્ત થાય છે. અને ચારિત્રમેહનાં કર્મ પુદ્ગલમાંથી જેટલાં ઉદયમાં આવે છે તેટલાં ભેગવાઈ જાય છે, જેટલાં ઉદયમાં નથી આવ્યાં તે રેકાઈ જાય છે, કેટલાકને પ્રદેશ વડે ભેળવીને દૂર કરાય છે તે વખતે ચારિત્ર ગુણના વિભાગો પ્રગટ થાય છે. ત્યાં સર્વથી છેલા (જઘન્ય) સંયમ સ્થાનમાં સર્વ આકાશના અનંત પ્રદેશથી અનંત ગણું ચારિત્ર પર્યાય પ્રગટે છે તે પ્રથમ સંયમસ્થાન છે. "ते कित्तिया पएसा ? सव्वागासस्स मग्गणा होइ / ते तित्तिया पएसा अविभागाओ अणंतगुणा // " પ્રથમ સંયમસ્થાન, સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનથી અનંતગણું વિશુદ્ધ હોય છે. બીજું સંયમસ્થાન પ્રથમ સ્થાનથી, અનંતમા ભાગમાં જેટલા અવિભાગે હોય છે તેટલી અવિભાગ વૃદ્ધિએ વધતું હોય છે, એ જ પ્રકારે ત્રીજું, તેમ જ ચે, એમ અનંત ભાગ વૃદ્ધિ સહિત (આગળ જેટલા આકાશ ક્ષેત્રના) આંગળના અસંખ્ય ભાગ જેટલી જગામાં આકાશના જેટલા પ્રદેશ હોય છે તેટલા સ્થાને જેમાં હોય છે તે પ્રથમ કંડક કહેવાય છે. પ્રથમ કંડકના છેલ્લા (ઉત્કૃષ્ટ) સંયમસ્થાને જે ચારિત્ર ગુણના વિભાગે અંશે છે તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા ચારિત્રના અવિભાગ (જઘન્ય, જેથી બીજે કંઈ ઊતરતે ચાસ્ત્રિનો અંશ ન હોઈ શકે તેવા) અંશે હોય તેટલે ચારિત્રને અધિક ક્ષપશમ થતાં બીજા કંડકમાં તે પ્રથમ સંયમસ્થાન ગણાય છે. પછી અનંત ભાગ વૃદ્ધિરૂપ સંયમસ્થાને કેટલાં હોય છે? તે આંગળના