________________ 2 મગ્નાષ્ટક 35 ધર્મવિવી તેવર સુવનામનક્ષi વૃત્તી ધર્મબિંદુ ગ્રંથમાં ટીકામાં તેજ(તેજલેશ્યા)નું લક્ષણ ચિત્તસુખને લાભ જણાવેલું છે. અનુવાદ - તેલેશ્યા–સુખ વધે, વધતાં દીક્ષા જેગ; ભગવાને ભાખેલ તે, આત્મ-મગ્નને યોગ્ય. પ જ્ઞાનમંજરી - તે જેલેશ્યા એટલે ચિત્તસુખને લાભ, જ્ઞાન અને આનંદના અનુભવને ભેટ થે. તે સુખ-લાભ, જેમ જેમ નિગ્રંથ સાધુના ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થાય છે, તેમ તેમ ચડિયાતે થતું જાય છે એમ ભગવાને ભગવતીસૂત્ર નામના પાંચમા અંગશાસ્ત્ર આદિમાં કહ્યું છે. તે નિર્મળ સુખના અનુભવની વૃદ્ધિ આવા આત્મજ્ઞાનમાં મગ્ન, રત્નત્રયની અભેદતામાં રમતા મૌની (વાચંયમ–મુનિ) ને ઘટે છે, અન્ય મંદસંવેગને ઘટતી નથી. અહીં પ્રસ્તાવનામાં પ્રથમ સંયમનું સ્વરૂપ કહેવાય છે. આત્મામાં અનંત પર્યાય સહિત અને અનંત વિભાગ રૂપે ચારિત્ર નામને ગુણ છે. તેમજ “વિશેષ આવશ્યક' ગ્રંથમાં સિદ્ધને પણ દાનાદિ પાંચ લબ્ધિ, ચારિત્ર હોય છે એમ દર્શાવ્યું છે કારણકે ચારિત્રને આવરણ કરનાર કર્મને ત્યાં પણ અભાવ છે, વળી આવરણના અભાવ વખતે પણ જે તે (ચારિત્ર) ન હોય તે ક્ષીણમેહાદિ ગુણસ્થાનમાં પણ તેને અભાવ માનવારૂપ પ્રસંગ આવી પડે, તેથી તેમના મતે ચારિત્ર આદિ સિદ્ધ અવસ્થામાં હોય છે. ચારિત્ર ચારિત્રમેહ વડે ઢંકાઈ રહ્યું છે, તે તત્ત્વશ્રદ્ધા (સમ્યફદર્શન) અને સમ્યકજ્ઞાન પૂર્ણ આનંદની ઈચ્છાથી