________________
પલને નામકરણવિધિ તેણે ધીમે રહીને નામકરણ-વિધિ વખતે મિસ ટેકસને પલની “ગેડમધર” જાહેર કરવાનો પ્રસ્તાવ ભાઈ સમક્ષ રજૂ કર્યો.
મિ. ડબ્બી તરત સાબદા થઈ ગયા. તેમની બહેને એ જોઈ તરત ઉમેર્યું, “જેજે ભાઈ એમ માનતા કે હું બીજો કોઈ અર્થ કે ભાવ મનમાં રાખીને આ કહું છું.”
ઠીક; બાકી એક વાત હંમેશા યાદ રાખજે, લુઈઝા, કે, હું અને પલ હવે અમારી વચ્ચે કે અમારી સાથે બીજી કોઈ વ્યક્તિને આવવા દેવાના નથી. તે પોતાનું બચપણ વિતાવીને મોટો થાય, એટલે હું તેને તેના ઉજજવળ ભાવીમાં પ્રવેશ કરાવવા ઉત્સુક છું. એ સિવાય બીજી કશી કલ્પના કે આકાંક્ષા મારા દિલમાં નથી. તે મોટો થઈને પિતાની પેઢીને અનુરૂપ નવા શક્તિશાળી મિત્રો અને સંબંધો ઊભા કરશે જ–જે સંબંધે પણ પેઢીને છાજે તેવા તથા ગૌરવ અપે તેવા જ હશે. પરંતુ ત્યાં સુધી હું એ જ તેને માટે બસ છું. અમારી બેની વચ્ચે કોઈ ત્રીજું ઘૂસી આવે અથવા આવવા ઈચ્છે એ વસ્તુ હું સહન નહિ કરી શકું.”
લુઇઝા સમજી ગઈ ક, મિ. ડેમ્ની પોતાની અને પોતાના પુત્રની વચ્ચે આવવા ઈચ્છનાર દરેક પ્રત્યે અવિશ્વાસની નજરે જ જેશે. આખા જીવન દરમ્યાન તેમણે કોઈને કદી મિત્ર બનાવ્યો ન હતોતેમના ઠંડા અને અલગ રહેવા છતા સ્વભાવને કોઈ મિત્રની જરૂર ન હતી; કે કઈ મિત્ર મળી શકે તેમ પણ ન હતું. ઉપરાંત, મિ. ડોમ્બીને એ ટાઢે સ્વભાવ પણ હવે જ્યારે પિતાના પુત્રના ઉજજવળ ભાવી અને પ્રગતિની દિશામાં વળી જઈને જામીને પથ્થર જે થઈ જવા લાગ્યો હતો, ત્યારે તે તેમાં માર્ગ કરી સ્થાન મેળવવાની આશા કઈ રાખી શકે તેમ જ નહોતું.
મિ. બીએ હવે પેલના નામકરણ-વિધિની તૈયારી માટે પરવાનગી આપી દીધી; ઉપરાંત તે વિધિ હવે જલદીમાં જલદી પતાવી છે.-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org