________________
ર૭૪
ડેરી ઍન્ડ સન પિતાના પિતા ઊંઘતા હોય ત્યારે પોતે તેમની સંભાળ રાખવા પાસે બેઠી હેય, એ જાતની પરિસ્થિતિથી ફલેરન્સને એવો આનંદ આવ્યો કે, તે ઉત્સાહથી પોતાના કામમાં મચી રહી. અત્યાર સુધી તેને એવો અનુભવ હતો કે, પોતાની હાજરી પિતાને બહુ જ અણગમો ઉપજાવે છે; એટલે અત્યારે તેની સમીપમાં જ તે આમ સૂઈ ગયા, એ જોઈ ફૉરન્સના અંતરમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.
પણ મિ. ડેબી ઊંઘી નહોતા ગયા; તે તો મોં ઉપર રૂમાલની આડ રાખી, ખરી રીતે ફૉરન્સ તરફ જોયા કરતા હતા. જ્યારે
જ્યારે ફલેરન્સ પોતાનું ભાવભર્યું માં તેમના તરફ ઊંચું કરતી, ત્યારે તેમના અંતરમાં એક તીવ્ર ખટકા પેદા થતો કે, આ છોકરી પ્રત્યે તેમણે એગ્ય ભાવ રાખ્યું નથી કે દાખવ્યું નથી. અને તેથી ફલેરન્સ પાછી જ્યારે પોતાના હાથના કામ તરફ મેં નીચું નમાવતી, ત્યારે તે છૂટથી વાસ લઈ શકતા. છતાં ફલેરન્સના મોં સામું જોયા કરવાનું આકર્ષણ પણ તે ટાળી શકતા નહોતા.
ઘેડી વાર બાદ તે તેમને ફરન્સને પાસે બેલાવીને તેની સાથે વાત કરવાનું એટલું બધું મન થયું કે, “ફરન્સ, અહીં આવ !” એ શબ્દ તેમના હોઠ સુધી આવી પણ ગયા; પરંતુ એટલામાં તેમને દાદર ઉપરથી કાઈ આવતું હોવાનાં પગલાં સંભળાયાં.
તે એડિથ હતી; તેણે હવે ભજન વખતનો પોશાક બદલી નાખ્યો હતો અને વાળ છૂટા કર્યા હતા. પણ મિ. ડોબી તેના આ સાદા પોશાકમાં પ્રગટ થતા તેના અદ્ભુત સૌન્દર્યથી એટલા ન ચાંક્યા, જેટલા તેના મધુરતાભર્યા–વહાલભર્યા અવાજથી ચુંક્યા.
વહાલી, હું તો તને બધે જ ખોળી વળી.” આટલું કહી એડિથ ફલેરન્સને પડખે જ બેસી ગઈ અને તેના હાથ ઉપર તેણે ચુંબન કર્યું. મિ. કૅમ્બીએ એડિશને પોતાની સાથે આવી મધુરતાથી વાત કરતી કે ભાવભરી રીતે વર્તતી કદી જોઈ ન હતી. તે તો એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org