________________
સુખી જોડું
ર૭૩ પાછી જ ન આવી. દરમ્યાન, ફૉરન્સ, ઉપરને માળ પોતાના સીવણભરતની બાસ્કેટ લેવા ગઈ હતી, તે જ્યારે ડિજિનિસ સાથે થોડી વાર વાતો કરવામાં રોકાઈને નીચે પાછી આવી, ત્યારે ડ્રોઈંગ-રૂમમાં તેના પિતા જ એકલા આમતેમ આંટા મારતા હતા.
માફ કરજો, પપા, હું પાછી ચાલી જાઉં?” ફલૅરન્સ છોભીલી પડી જઈ બારણુમાં જ ઊભાં ઊભાં પૂછયું.
ના; તું આ ઓરડામાં તારી મરજી મુજબ આવ-જા કરી શકે છે, આ માટે ખાનગી એારડે નથી.”
ફરન્સ અંદર પેસી એક બાજુ ટેબલ આગળ પિતાનું સીવણભારતનું કામ કરવા લાગી. પોતાના જીવનમાં પહેલી વાર, અલબત્ત, તેની યાદદાસ્ત પહોંચતી હતી તે દરમ્યાન, તે પિતાના પિતા સાથે તેમની એકલી સોબતણ તરીકે આમ બેઠી હતી. ખરી રીતે તે એમનું એકનું એક સંતાન હોઈ, એમનું સ્વાભાવિક સોબતી ગણાય; અને તેને પિતા તરફ એ જ રીતના કાયમ ઉમળકો આવ્યા કરતા, પરંતુ પિતા તરફથી તેને ઉપેક્ષા અને અવજ્ઞા જ મળતાં હોઈ, તેનું હૃદય છેક જ ભાગી પડયું હતું. અલબત્ત, રોજ રાતે પ્રાર્થના વખતે તે પિતાના નામ ઉપર રડતાં રડતાં પરમેશ્વરનાં કૃપા અને આશીર્વાદ જ યાચતી તથા પોતે નાની ઉંમરમાં પોતાના પિતાના હાથમાં જ મરી જાય, એવું ઈચ્છતી.
એટલે આ ઓરડામાં તે બેઠી હતી અને તેના પિતા આંટા મારતા હતા, ત્યારે પણ તે એમની પાસે જઈ તેમને વળગી પડવા ઈચછતી હતી, અને છતાં તે ફરતા ફરતા પાસે આવે, ત્યારે ભય અને ત્રાસથી સકાચાઈ જતી.
થોડી વાર આંટા માર્યા બાદ તેના પિતા વધારે અજવાળા વિનાના એક ખૂણામાં પડેલી એક આરામ ખુરશીમાં આડા પડયા, અને મેં ઉપર રૂમાલ ઢાંકી સૂઈ ગયા. ડે.-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org