________________
૨૯૦
ડી એન્ડ સન રહેતા, અને રૅબ ગ્રાઈન્ડર સિવાય કોઈની સાથે તે કશી વાતચીત કરતા નહિ. રેબ પાસે તે નિયમિત અમુક ચોપડીઓ વંચાવતા અને પોતે પાસે બેસી સાંભળતા. તે પોતે ચોપડીમાં લખેલું બધું જ સાચું માનતા તથા ફૈબને પણ એમ જ ઠસાવતા.
કેપ્ટન કટલ પૂરા ધંધાદારીની પેઠે દુકાનના હિસાબનો ચેપડે લખતા: કાંઈ વેચાણ તો થતું જ નહિ, પણ રોજની આબેહવા, રસ્તા ઉપર થઈને જતાં વાહને અને માણસો બાબત કંઈક અનોખાપણું જોવામાં આવે તો તે, અને કોઈ ઘરાક દુકાન સિવાયના જ ભાલ વિષે કંઈ પૂછવા આવે છે તે વિષે–એવું બધું તે એ ચેપડામાં નિયમિત ટપકાવ્યા કરતા. અને એનાં પાનાં ભરાતાં જોઈ એમ માનતા કે ધંધાની રૂખ સુધરતી જાય છે.
કેપ્ટનને ખાસ પજવણી થતી હોય તો મિત્ર ટ્રસ્ટની મુલાકાતોની. તે જુવાનિયો અવારનવાર તેમની મુલાકાતે આવ્યા કરતો અને એકના એક સવાલો પૂછયા કરતો.
કેપ્ટન જિલ્સ, તમારી ઓળખાણ અને પરિચયને સદ્ભાગી મને બનાવવા માટે જે વિનંતિ મેં કરી હતી તે અંગે તમે સહાનુભૂતિ
મને બનાવવા માં હશે, વારુ?”
ના હતા કે, એ જુવાન
પણ કેપ્ટન હજુ નક્કી કરી શકતા નહતા કે, એ જુવાનિયે ખરેખર દેખાય છે તે ભલે-ભેળો છે, કે પછી કાઈ ખેપાની ચાલાક માણસ છે. એટલે તેમણે આજે તો સીધો જવાબ આપી દીધો –
હજુ હું એ બધું ઉપર-તળે કર્યા કરું છું; વાત એમ છે કે, હું તમને હજુ પૂરા ઓળખત નથી.”
પણ જ્યાં સુધી તમે મને તમારા ગાઢ પરિચયમાં આવવાને સદ્ભાગી ન બનાવો, ત્યાં સુધી તમે મને ઓળખી શકે જ શી રીતે ?”
કેપ્ટનને આ જવાબ તર્કશુદ્ધ લાગ્યો, અને તેથી મિ. ટૂટ્સના હૃદયની શુદ્ધતા બાબત પણ તેમને છેવટની ખાતરી થઈ ગઈ. પણ ફલેરન્સ બાબત એ જુવાનિ જે ઉલ્લેખ કર્યા કરતો, તે બાબત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org