________________
૩૨૮
ડી એન્ડ સન પણ તે વખતે તેને એડિથ યાદ આવી. આજે એડિથ રોજના નિયમ મુજબ, સૂતા પહેલાં, ફૉરન્સને મળવા નહોતી આવી. અને તે કારણે જ, તેની રાહ જોઈને, ફલેરન્સ આટલી મોડી રાત સુધી જાગતી બેસી રહી હતી. એટલે સીધી પોતાના કમરામાં જવાને બદલે ફરન્સ એડિથના કમરા તરફ વળી.
એડિથના કમરાનું બારણું અંદરથી બંધ નહોતું. તેના કમરાના બધા દીવા ઝગઝગાટ બળતા હતા, અને બુઝાઈ ગયેલી અંગીઠીની રાખ પાસે તે બેઠી હતી. તેની આંખો શૂન્યપણે હવા સામે જ જોઈ રહી હતી. પરંતુ બીજી રીતે તેના મોં ઉપર એવી કોઈક તીવ્ર લાગણીઓ
અંકાઈ ગયેલી દેખાતી હતી કે, ફલોરન્સ બીનીને અંદર દોડી જઈ • બેલી ઉઠી, “મમાં ! મમા ! તમને શું થયું છે?”
એડિથ ચેકી, અને તેણે એવા કારમા માં સાથે ફલેરન્સ સામે જોયું કે, ફલોરન્સ વિશેષ બની ગઈ અને તેણે ફરીથી પૂછયું, “મમાં ! મમાં ! તમને શું થયું છે ?”
“વહાલી, મારી તબિયત સારી નથી અને મને બહુ ખરાબ સ્વપ્નો ઘેરી વળ્યાં છે.”
મમાં, તમે હજુ પથારીમાં તો સૂતાં નથી ...”
“હા મારી માઠડી, જાગતાં સ્વપ્ન તો : પણ મારું વહાલું પ્રાણપંખી હજુ કેમ જાગે છે ?”
મમાં, પહેલાં તો તમે આજે રાતે મારી પાસે ન આવ્યાં, એટલે હું કંઈક ચિંતામાં પડી હતી, અને પછી મને પપાની તબિયતને પણ વિચાર આવ્યા કરતો હતો.”
“ઘણું બેડું થઈ ગયું છે, વહાલી ? ” “વાહ, સવાર થવા જ આવી છે ને!” ,
હું ? સવાર થવા આવી ?”
“મમાં, પણ તમે તમારા હાથને આ શું કર્યું છે ?” જવાબમાં એડિથે પોતાને હાથ અચાનક પાછો ખેંચી લીધો. વાત એમ બની હતી કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org