________________
૪૧૬
ડેએ ઍન્ડ સન જરૂર પડશે તેમની મદદ માગવાનું મને કહી રાખ્યું છે. તે તો ક્યારના આપણને મદદ કરવા તૈયાર હતા; – જેથી આપણે રહેતાં હતાં તે કરતાં કંઈક વધુ સુખ-સગવડથી રહી શકીએ. પણ મેં તેમને ના પાડી હતી. એટલે તેમણે મારી પાસે વચન માગી લીધું છે કે, જ્યારે ખરેખર જરૂર પડશે, ત્યારે હું તેમની મદદ માગતાં ખચકાઈશ નહિ.”
આપણને વનેને ઓળખે છે? તેમનું નામ શું ?”
“નામ તો મને પણ ખબર નથી; તે આપણું મકાનમાં તો એક જ વખત આવ્યા છે.”
તો પછી બહેન, માગવી હોય તો પણ તમે શી રીતે તેમની મદદ માગી શકવાનાં છે ?”
ભાઈ, એ આપણે એવા સાચા શુભેચછક છે કે, આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેમની મદદ માગી શકીએ, તે માટે તે હર સોમવારે આપણા ઘર સામેથી બરાબર નિયત સમયે પસાર થાય છે. તે વખતે મારે માત્ર કશું બોલ્યા વિના, કે નિશાની કર્યા વિના બારી આગળ ઊભા રહેવાનું જ હોય છે, જેથી આપણે બંને ભલાચંગ છીએ, એટલી એમને ખાતરી થાય ! અને એ પ્રમાણે ત્યારથી માંડીને દર સોમવારે તે આપણા ઘર આગળથી પસાર થાય છે. હાં, માત્ર ગયે સોમવારે તે નથી આવ્યા – જે દિવસે આ કારમી આફત મિત્ર ડોબી ઉપર આવી પડી તે જ દિવસે. જોકે, મને નથી લાગતું કે એ બે ઘટનાઓ વચ્ચે કશો જ સંબંધ હોય.”
બહેન, આપણી વઘો વાત જાણતા હોવા છતાં, તે આપણું શુભેચ્છક છે, તો મારે તેમનું ઓળખાણ કરવું જ પડશે.”
હેરિયેટે આ સોમવારે તે પસાર થાય ત્યારે ભાઈને તેમની સાથે ભેગા કરવાનું નકકી કર્યું.
મોડી રાતે બંને ભાઈબહેન દીવા પાસે બેઠાં હતાં –ભાઈ કશુંક વાંચી સંભળાવતો હતો અને બહેન સાયકામ કરતી હતી. તે વખતે બારણે ટકોરા પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org