________________
૪૨
ડી એન્ડ સન ઘણી વાર તે છોકરે ડોસાને હાથ પોતાના હાથમાં લઈને પૂછે છે, “ દાદા ! મારા નાના મામા જે જ હું થતો જાઉં છું, એમ તમારું કહેવું છે ?”
હા પેલ. પરંતુ તે બહુ નબળો હતો, ત્યારે તું તો ખરો પટ્ટો છે.”
ખરી વાત, દાદા, મારામાં બહુ જોર છે!”
“તારા મામા તે દરિયાકિનારે પૈડાં-ગાડીમાં જ બેસી રહેતા; ત્યારે તું તો દોડાદોડ કરી મૂકે છે.”
અને તરત જ એ નાનો છોકરો ઠેકડા ભરતો દોડવા જ લાગે છે! પણ મિ. ડાબી હવે છોકરાંને છૂટથી હરવા-ફરવા દેવામાં માનતા થયા છે ! તેને તે રોકતા નથી; માત્ર તેની પાછળ હસતા હસતા પકડવા જવાનો દેખાવ કરી, પેલાને વધુ જોરથી દોડાવે છે.
પરંતુ મિડોમ્બીનો ખરે પ્રેમ ફૉરન્સની નાની છોકરી ઉપર જ છે, એ ફરન્સ સિવાય કોઈ જાણતું નથી. નાની બાળકીના મોં ઉપર જરા ચિંતાનું વાદળ છવાય કે તે સહેજ અકળાય, તો મિત્ર ડોમ્બીને ધીરજ રહેતી નથી. તે જરા દૂર બેસે, તો પણ મિત્ર ડોમ્બી ગભરા થઈ જાય છે, – જાણે તેની અવગણના તો પોતાનાથી નથી થઈ! તે ઊંઘતી હોય ત્યારે વારંવાર આવીને રાત દરમ્યાન તેને જોઈ જવી, એ તો તેમને રોજનો કાર્યક્રમ છે. રોજ સવારે તે છોકરી ઊઠીને આવે અને તેમને જગાડે, ત્યારે જ પથારી બહાર નીકળવાનો મિત્ર ડોમ્બીનો નિયમ છે. આસપાસ કાઈ ન હોય ત્યારે જ મિ. ડબ્બી તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ ઠાલવી દે છે.
એ છોકરી કોઈ કોઈ વાર પૂછી બેસે છે, “દાદાજી, મને ચુંબન કરતી વખતે તમે રડી કેમ પડે છે ?”
તે જવાબમાં માત્ર એટલું જ કહે છે, “નાની ફરન્સ ! નાની ફલોરન્સ !” અને એમ બોલતા બોલતા તે છોકરીની આંખો ઉપર આવેલાં વાળનાં ગૂંછળાંને મમતાથી આઘાં કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org