Book Title: Dombi and Son
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005192/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવલકથા સંતળી દાસ પટેલ ertatione si for en les persona@skler& ICH€ www.amelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ડોબી એન્ડ સન ( ચાટર્સ ડિકન્સ કૃત નવલકથા, “તવંગરનું સંતાન” ] સંપાદક પાળદાસ જીવાભાઈ પટેલ NRધા માં , જ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ-૧૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક કમુબહેન પુત્ર છે -વ્યવસ્થાપક, પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિટ અમદાવાદ-૧૩ જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૧૪ © પરિવાર પ્રકાશન સત્ર મંત્ર લિવ પ્રત ૨,૦૦૦ મુખ્ય વિક્રેતા વર્લ્ડ કલાસિક મ્યુઝિયમ અમદાવાદ-૧૩ કિ. ૧૨૦૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ડાબી એન્ડ સન” એ ડિકન્સની ધરખમ નવલકથા છે. કદની દૃષ્ટિએ, એટલું જ નહિ પણ, રસ-ગુણની દૃષ્ટિએ પણ ધનસંપત્તિ – તવંગરતા એ એક પ્રકારે કાચા પારા જેવી ચીજ છે. જે “શ્રેષ્ઠ પુરુષો – “શ્રેણીઓ” પરાપૂર્વથી શંકરની પેઠે એ પ્રવાહ ધારણ કરતા આવ્યા છે, તેઓ ભલે એના દબાણ હેઠળ કે તેને જોરથી તણુઈ કે તૂટી ન જાય – અને તેથી તેઓ ખરા અર્થમાં મહાજન' પણ કહેવાય છે, – પરંતુ નવાસવા તવંગર બનેલા સામાન્ય માણસનું તો એ ધનસંપત્તિના ઉછાળાથી માથું જ ફરી જાય છે. અને તેનાં જે માઠાં પરિણામ પિતાના જીવનમાં તેમ જ બહારના કૌટુંબિક તથા સામાજિક જીવનમાં તેમને હાથે સરજાય છે, તેનો વ્યાપ અને કરુણતા કેાઈને પણ ચોંકાવી મૂકે. ઈસ્ટ ઈડિયા સાથેના વેપારથી નવા તવંગર થવા લાગેલા અંગ્રેજ વેપારીઓમાં મિત્ર ડેબી કંઈક વધુ સફળ નીવડેલ – વધુ તવંગર બનેલે માણસ છે. અને નવી સમૃદ્ધિનું ઘમંડ તેનામાં સોળે કળાએ વ્યાપી રહ્યું છે. તેની સૌથી કારમી અસર તેનાં સંતાનો પ્રત્યેના તેના વ્યવહારમાં દેખાય છે. તેને પોતાના પુત્રને એકદમ ખૂબ પૈસા ખરચીને, સારામાં સારાં નિષ્ણાતો મારફત કેળવણી આપીને, બીજે છોકરાંથી જુદો પાડી દે છે. અને નવાસવા તવંગર બનવા લાગેલા સમાજમાં એવા ભાતભાતના નિષ્ણાતો પણ ઘણું ફૂટી નીકળે છે, જેઓમાં એવા તવંગરેના ઘમંડને પોષીને પૈસા કઢાવવાની તો પૂરી આવડત હોય છે, માત્ર સમગ્ર જીવનની દષ્ટિએ એ વિવિધ કસબેના સ્થાન અંગે તથા મૂલ્યુ અંગે સમગવાર નથી હોતી એટલું જ ! Page #5 -------------------------------------------------------------------------- ________________ મિ ડામ્બી પેાતાના પુત્રને એ બધા કેળવણી-નિષ્ણાતેના હાથમાં મૂકી દઈ, લગભગ તેને મારી જ નંખાવે છે! કારણ કે, પેલાએને તેનું શરીર ઘસાતું જાય છે અથવા તેના શરીરના યથાયેાગ્ય વિકાસ માટે શાની જરૂર છે, એ જોવાની દૃષ્ટિ જ નથી ! મિ॰ ડામ્બી પેાતાની પેઢીને માટે પુત્રની જેટલી આવશ્યકતા ગણે છે, તેટલી પેાતાની પુત્રીની ગણતા નથી. અને તેથી તેમની પુત્રી ક્લારન્સ આખર સુધી અવગણાયેલી અને તજાયેલી જ રહે છે. અલબત્ત, કથાકાર છેવટે એના હાથમાં જ મિ૰ ડામ્બીને અનાથ સ્થિતિમાં લાવી મૂકીને અદ્ભુત રીતે તેની ‘ધારીની મરી’ ચૂકતે કરાવે છે. આમ, આ પુસ્તકમાં મુખ્યત્વે, નવા સમૃદ્ધ થવા લાગેલા સમાજોમાં ઊભાં થતાં અપલક્ષણાનું સુરેખ ચિત્ર છે, ઉપરાંત ચેતવણી પણ છે. અને અત્યારે પરદેશી મદદ અને પરદેશી દેવાંથી તથા યાજનાએનાં મબલક નાણાંથી નવા તવંગર બનવા બેઠેલા કાન્ટ્રાક્ટરા, વેપારીઓ, ધંધેદારીએ, વકીલ, દાક્તરા અને સૌથી વધુ તા – અમલદારા અને નિષ્ણાતેાના આપણા સમાજને એ નવલકથામાંથી સારી ચેતવણી અને ચાનક મળે છે. આપણે ત્યાં પણ નવાં બનેલાં તવંગર માબાપે। અમુક પરદેશી નિષ્ણાતેની અમુક પરદેશી સંસ્થાઓમાં કેળવણી અપાવવા પેાતાનાં બાળકાને દાખલ કરાવવા પડાપડી કરે છે; અને અમદાવાદમાં તે। એવી એક સંસ્થા છે, જેમાં પેાતાના બાળકને દાખલ કરવા માતાની સગર્ભાવસ્થામાં જ નામ નોંધાવવું પડે છે. એ પરદેશીએના હાથે પરદેશી સંસ્કાર પોતાનાં બાળકામાં નાનપણથી દાખલ કરાવનારાં એ માબા પેાતાનું કે એ બાળકનું શું કલ્યાણ સાધતાં કે ઇચ્છતાં હાય છે, તે તે। એ જાણે. પરંતુ પરદેશી આક્રમણ વખતે એ પરદેશી સંસ્થાએ આપણાં બાળકને શી દેારવણી આપે છે તે જાણવું જરૂરી ખરું. કારણ કે, પરદેશી મદથી વિકસતા અથવા વિકસવા ઇચ્છતા દેશે Page #6 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે ઊભાં થતાં યુદ્ધોમાં પરદેશી હિત-સંબંધનો હાથ તેમ જ પરસ્પરનો વિરોધ કામ કરતા હોય છે. એટલે યુદ્ધને કટોકટ વખતે પેલી પરદેશ-સંચાલિત કેળવણી-સંસ્થાઓના હાથમાં પડેલાં આપણું તવંગર લેકનાં બાળકો શું ‘વિચારે કે કરે” એ જાણવું અતિ આવશ્યક ગણુય. તે બધાને શંકાસ્પદ માણસો તો ગણવાં જ જોઈએ. અને કરુણતા તે એ છે કે, એ પરદેશી સંસ્થાઓમાં પરદેશી માધ્યમ મારફત તૈયાર થયેલાં બાળકે જ મોટાં થઈ, આપણી કેન્દ્રીય સરકારમાં જવાબદારીનાં સ્થાન મેળવી શકે, એવી જોગવાઈ અત્યારે આઝાદી બાદ આપણું દેશમાં પ્રવર્તે છે. એટલું જ નહિ. પણ કેન્દ્રસરકાર લાખાને ખરચે માધ્યમિક કેળવણીની પણ એવી સંસ્થાઓ દરેક રાજ્યમાં ચલાવે છે, જેમનું માધ્યમ પરદેશી ભાષા હોય છે એટલું જ નહિ, પણ પરીક્ષાઓ માટે પણ તેમને પ્રાદેશિક એસ. એસ. સી. બેડે સાથે સંબંધ ન હોઈ પરદેશી જેવા ભળતા લોકો સાથે હોય છે. દેશની એ નહેરુ-નીતિ ખતરનાક છે; પરંતુ દેશના તવંગર લોકો એના પક્ષમાં હેઈ, જનતા ક્રાંતિના જોરે જ એ બધું ઉખાડી શકે તે ઉખાડી શકે. નહીં તો, આપણું દેશ ઉપર પરદેશી સંસ્કારે મારફત પરદેશીઓનું રાજ્ય હવે આઝાદી બાદ તો યાવચંદ્ર-દિવાકર લખાયેલું લાગે છે. અસ્તુ. આપણે આ નવલકથાની વાત ઉપર જ આવીએ. આ નવલકથામાં વાર્તારસ ઊભો કરવામાં લેખક ઘણું સફળ નીવડયા છે. અને તેથી આ વાર્તા ડિકન્સની મનોરંજન માટે લખાયેલી સફળ નવલકથા ગણાય છે. પરંતુ મહાન લેખકે કેવળ મનોરંજન માટે લખે, તોપણ, તેમાં તેમનાં બારીક નિરીક્ષણ અને સચોટ ટીકા ઊતર્યા વિના રહે જ નહિ; અને તે પ્રમાણે આ નવલકથામાં પણ એ વસ્તુઓ ઊતરેલી છે જ. સંપાદકે મૂળ નવલકથાનો સંક્ષેપ એવી કુશળતાથી કર્યો છે કે, મૂળને રસ અને પ્રવાહિતા સચવાઈ રહે અને છતાં લેખક તરીકેના WWW Page #7 -------------------------------------------------------------------------- ________________ ડિકન્સના કસબને અન્યાય ન થાય. આશા છે કે, ગુજરાતી વાચકે આ વાર્તાને રસ યથેષ્ટ માણશે. ડિકન્સની મશહૂર ચોપડી “પિકવિક પેપર્સ'નું છાપકામ પણ ઘણું આગળ વધી રહ્યું છે, એ અહીં જાહેર કરતાં અમને અત્યંત આનંદ થાય છે. શ્રી. ગોપાળદાસ પટેલની આપણું ધર્મગ્રંથો અને વિશ્વસાહિત્યને માતૃભાષામાં ઉતારવાની જે વિશિષ્ટ અને રસાળ રીત છે, તે તો ગૂજરાતી વાચકને જાણીતી બાબત છે. સૌ તેમની શૈલી અને પદ્ધતિથી એકસરખાં પ્રભાવિત થાય છે. આજે સામાન્ય ભણેલા કે અંગ્રેજી મૂળ ગ્રંથ બહુ ઓછા વાંચે છે. કેળવણીકારોને તો આપણા આ વિશ્વસાહિત્યના વારસાનો પરિચય માતૃભાષામાં આપવાની પરવા જ નથી. તેઓ તો અંગ્રેજીને કામ કરવાના પુણ્યકાર્યમાં જ લાગેલા છે. એવે વખતે આ “વિશ્વસાહિત્ય માતૃભાષામાં રજૂ કરી શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી સમાજની ઉત્તમ સેવા કરી છે. વિશ્વના મહાન વિચારકનાં ચિંતન અને પુરુષાર્થની દિશા સમજવામાં આથી સામાન્ય વાચકને કીમતી મદદ થશે. એ રીતે વિશ્વ વધારે વાત્સલ્યમય થશે. ડો. મોતીભાઈ પટેલે અમારી વિનંતીને માન આપી, આ સુંદર વાર્તાના આવકાર રૂપે ધનિકશાહીની આફત” એ મથાળે બે બેલ લખી આપ્યા છે, તે બદલ આભાર માનવામાં સુજ્ઞ વાચકો પણ અમારી સાથે જોડાશે. નવજીવન સંસ્થાના કાર્યકર્તાઓ તથા કલાકારો, તથા ચિત્રકાર શ્રી. રજની વ્યાસે આના સુરમ્ય, સુઘડ અને સ્વચ્છ પ્રકાશનમાં જે મદદ કરી છે, તે માટે અમે તે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી ધરખમ નવલકથાનો આવો મનોહર રોચક સંક્ષેપ આપવા માટે શ્રી. ગોપાળદાસ પટેલને ફરીથી અભિનંદન આપીએ છીએ; અને છેવટે, ગુજરાતી વાચકવર્ગ અમારી આ પ્રવૃત્તિને આવકારીને, અમારી સંસ્થાને આવાં સુંદર પ્રકાશન માટે પ્રેરણું આપ્યું જાય છે, એ બદલ તેનો આભાર માનવાની રજા લઈએ છીએ. તા. ૧-૬-૬૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ધનિકરશાહીની આફત પાત્રરૂચિ ૧. પુત્રજન્મ ૩. ધાવમા ૩. મિ॰ ડામ્બીનું હામડિપાર્ટમેન્ટ ૪. કાકા-ભત્રીજો ૫. વૅલના નામકરણ વિધિ ૬. વિલિંગ્ટન : લોર્ડ મેયર ઑફ લંડન ’ ૭. મિસ ટોક્સ ૮. પોલના ઉછેર અનુક્રમણિકા ૯. મિસિસ પિપચિન ૧૦. કાકાન્સોલ મુશ્કેલીમાં આવી પડે છે ૧૧. પાલ ધંધા શરૂ કરે છે ૧૨. નવી નિશાળ ૧૩. દેશનિકાલની સા ૧૪. થૅલ વૅકેશનમાં ઘેર આવે છે ૧૫. વોલ્ટરની મૂંઝવણા ૧૬. સ્વીચ પ્રકાશની પાછળ ! ૧૭. કેપ્ટન કટલની કામગીરી ૧૮. પિતા-પુત્રી ૧૯. વોલ્ટરની વિદાય ૨૦. મિ॰ ડામ્બીનેા પ્રવાસ ૨૧. નવા ચહેરા ૨૨. મૅનેજર મિ॰ કાકર ૨૩. મિ॰ ફ્રૂટ્સ આગળ વધે છે ७ ૉ. મેાતીભાઈ પટેલ m_o_y_m ૧૧ ૧૮ ૩૨ ૩૬ ૪૫ ૪૯ ૫૭ ૪ ૭૧ ૮૧ ૯૧ ૯૯ ૧૦૪ ૧૦૯ ૧૧૩ ૧૧૮ ૧૩૧ ૧૪૩ ૧૪૯ ૧૫૯ ૧૭૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪. કાકા-સાલની મુલાકાતે ૫. કૅપ્ટન કટલ કામે ચડે છે ૨૬. મેજર ખેંગટોક કામે લાગે છે ૨૭. એડિથ ૨૮. નવી મા! ૨૯. મિસિસ ચિકની આંખા ઊડે છે ૩૦. લગ્નની આગલી રાત ૩૧. લગ્ન ૩ર. કેપ્ટન કલ મૂળ ભેગા થઈ જાય છે ૩૩. ભાઈ-બહેન ૩૪. મા-દીકરી ૩૫. સુખી જોડું ૩૬. થરમાં ગરમાવેશ આવે છે ૩૭. એક કરતાં વધુ ચેતવણીએ ૩૮. કૅપ્ટન એડવર્ડ કટલનાં વધુ પરાક્રમે ૩૯. કૌટુંબિક સંબંધે ૪૦. મિ॰ ટ્રૂટસ ાન ઉપર આવી જાય છે ૪૧. અકસ્માત ૪૨. રાતના ચાકીદારા ૪૩. સુસાનની વિદાય ૪૪. વિશ્વાસુ એજંટ ૪૫. માનસિક ફેરફારા ८ ૪૬. વજ્રપાત ૪૭. કેપ્ટન કટલને ગાંડા બનવાનું જ ખાકી રહે છે ૪૮. વાલ’૨ ડૂબી ગમે છે, નહીં ? '' ૪૯. મિ૦ ફ્રૂટસની ફરિયાદ ૫૦. મિ॰ ડામ્બી અને દુનિયા ૫૧. ગુપ્ત ખાતમી પર. વધુ માહિતી ૫૩. ભાગેડુ ૫૪. રાખની નોકરી જાય છે NE ૧૭૬ ૧૮૫ ૧૯૨ ૨૦૦ ૨૦૮ ૧૫ ર૪ ૨૩૫ ૨૩૯ ૨૫૦ ૨૬૧ ૨૦૧ ૨૦૦ ૨૦૪ ૨૮૯ ૩૦૨ ૩૧૧ ૩૧૫ ૩૫ ૩૩૧ ૩૩૮ ૩૪૪ ૩૫૨ ૩૬૭ ૩૭૫ ૩૮૬ ૪૦૦ ૪૦૫ ૪૧૫ ૪૨૩ ૪૩૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ ४३४ ૪૪૮ ૫૫. જેમાં ઘણાં રાજી થાય છે : એક જણ સિવાય ૫૬. લગ્ન ૫૭. થોડા સમય બાદ ૫૮. સજા ! ૫૯. મુખ્યત્વે લગ્ન વિષયક ૬૦. ઉપસંહાર ૪૫૧ ૪૬૧ ૪૭૩ ૪૮૦ આ 5 - V ચિત્રસૂચિ ૧. ભૂલી પડેલી ફલેરન્સની અવદશા ઑલ્ટર જુએ છે. ૨. મેજર જોશ બેંગસ્ટક. ૩. પલ મિસિસ પિપચિનને સવાલ-જવાબથી મૂંઝવે છે. ૪. કેળવણી નિષ્ણાત ડૉકટર વ્વિબર સમક્ષ-પિલની રજૂઆત. ૫. કેપ્ટન કટલ મિત્ર કાર્યરની મુલાકાતે. ૬. મિડ ડેબી એડિને પહેલી વાર જુએ છે. ૭. જિપ્સી જેવી બાઈના ત્રાસમાંથી મિત્ર કોર એડિથને છોડાવે છે. ૮. એડિથ પોતાનાં ઘરેણાં ઉતારી નાખે છે. ૯. વેટ૨ પાછો આવતાં કેપ્ટન કટલને આનંદ. ૧૦. એડિથ મિ. કાકરને સુણાવી દે છે. ૧૧. સેલ જિલ્સ! – ગળા સુધી ઠાંસેલું વિજ્ઞાન ! ૧૨. મિ. ડેખીને પસ્તાવે. ૧૧૬ ૧૫ર ૨૦૨ ૩૬૨ ૩૭૪ ૪૨૫ ૪૪૩ ૪૬૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ધનિકશાહીની આફત પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કાર્ય સામાન્ય રીતે ડોકટરો પાસે ઓછું આવે છે. પરંતુ પરિવાર સંસ્થાની અને તેમાંય વિખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની આ મજેદાર કથા માટે મારે કંઈ લખવું એવી માગણી પરિવાર સંસ્થા તરફથી થઈ, ત્યારે હું એકદમ ના ન પાડી શક્યો. ખાસ તે એ કારણે કે, પરિવાર સંસ્થાએ અત્યાર પહેલાં ડિકન્સનાં ગુજરાતીમાં ઉતારેલાં પુસ્તક મેં જોયાં હતાં, અને મને એ કામ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે ઉપયોગી લાગ્યું હતું. તે માટે પરિવાર સંસ્થાના સંસ્થાપક સ્વ. શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ તથા શ્રી. પુત્ર છે. પટેલ તથા તેના અન્ય કાર્યકરો, કલાકારો અને સંપાદકને અભિનંદન ઘટે છે. - પરિવાર પ્રકાશન સંસ્થાએ અન્ય પ્રકાશન સંસ્થાઓથી સહેજ ફંટાઈને વિશ્વસાહિત્યને ગુજરાતીમાં ઉતારવાને પુણ્યસંકલ્ય જે દિવસે કર્યો, તે દિવસે જ ગુજરાતની આખી ઉછરતી પેઢીને અને અંગ્રેજી નહીં જાણનાર એવા હજારો ગુજરાતી વાચકોને તેણે કહ્યું બનાવ્યાં છે, એમ મને લાગે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં નામી વિશ્વસાહિત્યકારોના એક ડઝન ઉપરાંત સફળ સંક્ષેપ દ્વારા વિશ્વસાહિત્યનો મહામૂલો વારસો ગુજરાતી વાચકોને સુલભ કરી આપ્યો છે અને ગુજરાતી સાહિત્યની મેટી સેવા કરી છે. ગુજરાતી ભાષા વિશ્વસાહિત્યના વેગવાન રસને ઝીલી શકે તેવા ખમીર વાળી છે, એનો પર તો પરિવાર સંસ્થાના આ વિસ્તૃત સંક્ષેપ વાંચવા માંગીએ છીએ તેની સાથે જ થઈ જાય છે. વાચક જોઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ શકશે કે, આવા પરદેશી લેખકાની પરદેશી પાત્રાવાળી મેટી નવલકથાએ પણ માતૃભાષામાં યથાયેાગ્ય ઉતારવામાં આવે, તે તે આપણા વાચાને, મૂળ કરતાં પણ વધુ આનંદ અને ખાધ આપી શકે છે. મારા ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા પંદર વર્ષના કામકાજના નિકટ અનુભવ પરથી હું કહી શકું છું કે, માતૃભાષા બધા ભાવેા, બધી લાગણીઓ અને બધા વિચારા માટે સૂક્ષ્મ, સચેટ અને લચકદાર માધ્યમ પૂરું પાડી શકે છે. વિદ્યાર્થીઓને તેમનાં પાપપુસ્તકા અને આવાં વિશ્વસાહિત્યનાં બીજાં પરદેશી પુસ્તકે માતૃભાષા દ્વારા વાંચવા મળે છે ત્યારે વરસાદના પાણી જેવાં મીઠાં મધુરાં લાગે છે. r ડિકન્સ ઇંગ્લૅન્ડના હૃદયમાં છેલ્લા સવા સૈકાથી ચિરંતન સ્થાન પામેલે છે. તેની પ્રાસાદિક વાણી ઈંગ્લૅન્ડમાં ઘેર ઘેર ગુ ંજતી રહી છે. તે બધું ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન મેં નજરે જોયું છે. તેનાં કેટલાંય પાત્રો અને પ્રસંગે આજ લંડનની શેરીએમાં અમર થઈ ગયાં છે, એ આ મશક્રૂર લેખકની રસપૂર્ણ કલમને પ્રતાપ અને અનન્ય લોકપ્રિયતા દર્શાવે છે. ડિકન્સને ટોલ્સ્ટોયે વિશ્વસાહિત્યકાર તરીકે ગણાવીને તેને દરજો શૅક્સપિયર કરતાં ઉપર મૂકયો છે, તે અભ્યાસ અને કસેાટીની ઝીણી ચાળણીમાંથી ચાલ્યા બાદનું પરિણામ છે. ડિકન્સ માનવતાનું હાર્દ પકડે છે, અને તેને આસ્વાદ એનાં સામાન્યમાં સામાન્ય પાત્રા દ્વારા પણ આપણને આપી શકે છે. * "" ડામ્બી ઍન્ડ સન આ લાંબી વાર્તા આજના આપણા કેટલાક નવલકથાકારોની માફક, લેાકાને કેવળ મનેારંજન પૂરું પાડી કમાણી કરવા ડિકન્સે નહિ જ લખી હાય. રાણી વિકટેરિયાના સમાજની વિવિધ ઊણુપા પોતે એક માનવતાવાદી તરીકે જોઈ, તેમને ખુલ્લી કરી બતાવી, તેમની સામે પ્રબળ લેાકમત કેળવવા જ તેમણે લખી હશે, એમ સ્પષ્ટ દેખી શકાય છે. આ સંક્ષેપમાં પણ મૂળ લેખકની રોલી તથા સુંદર પાત્રનિરૂપણ અદ્ભુત રીતે જળવાઈ રહ્યાં છે, તથા સંક્ષેપની શૈલી સરળ આહ્ Page #14 -------------------------------------------------------------------------- ________________ લાદક અને ભાવવાહી છે, એ પ્રથમ જ કહી લઉં. સુંદર અને સુઘડ છપાઈ તે જમાનામાં સુરમ્ય ચિત્રો, રસાળ અનુવાદ, ત્રિરંગી જેકેટ અને સરસ બાંધણું, એ પરિવાર સંસ્થાને એક ઉજજવળ પ્રકાશનસંસ્થાનું બિરુદ અપાવી શકે તેમ છે. એ રીતે ગુજરાતની અન્ય પ્રકાશન-સંસ્થાઓને પ્રકાશન-સેવાના ક્ષેત્રે પરિવાર સંસ્થાના નિષ્ઠાવાન પ્રયાસો, ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ વાર્તામાં તેના મૂળ લેખકે બાપ-દીકરે, બાપ-દીકરી, ભાઈબહેન, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, નોકર-શેઠાણું, વફાદાર કે નિમકહરામ શત્રુ-મિત્ર, કાકા-ભત્રીજા વગેરે અનેક પ્રકારના કૌટુંબિક અને અન્ય સંબંધે અને વ્યવહારનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. અને એ એવી ખૂબી અને કસબથી કર્યું છે કે, વાર્તા લાંબી હોવા છતાં, વાચક પ્રેમથી તેને આગળ ને આગળ વાંચ્ચે જ જાય છે. સફળ વાર્તાકારની આ જ ખરી ખૂબી કહેવાય. વાર્તાની શરૂઆત મિડ ડેબીને ઘેર પુત્રની પ્રસૂતિ થાય છે તે પ્રસંગથી થાય છે. આ સમયે તેને છ વર્ષની એક દીકરી છે, પરંતુ ડોમ્બી સાહેબને દીકરીની પરવા જ નથી. તેને તો દીકરે જ જોઈએ ! એના જેવી વેપારી પેઢીને દીકરી રૂપી “માલ” નો શે ખપ ? મિ. ડોબી પોતે એક મોટી તવંગર પેઢીને અભિમાની વારસદાર છે. કેઈ સ્ત્રીને તે પરણે તો તે સ્ત્રી ભાગ્યશાળી બને, એવું માનવા જેવો તેને મિજાજ છે. તેની પ્રથમ પત્ની પુત્રના જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. તેની અસર તેના ઉપર એટલી જ થાય છે કે, તેના ઘરના સરસામાનમાંથી એકાદ ચીજ-વસ્તુ જાણે ઓછી થઈ! તેને પોતાની જિંદગીમાં કોઈ મિત્ર મળે નહીં અને તેને મિત્રની પરવા પણ હતી નહીં. દીકરાના નામ અને દીક્ષા વિધિ પછીના ખાણમાં આનંદને બદલે મરણ પછીનું ખાણું હોય તેવો દેખાવ તે Page #15 -------------------------------------------------------------------------- ________________ થવા દે છે! બધા જ્યારે આનંદમાં હેય, ત્યારે તે પોતે એક મુડદાલા નિર્જીવ માણસ હોય તેમ, રશિયન મેળામાં વેચવાનો હોય તેવો ઠંડીમાં થીજી ગયેલે, લાગણી વિનાને, અડિયલ ખચ્ચર જેવો જ બેસી રહે છે. તેના દેખાવ જેવો જ સ્ટાર્ચથી કડક કરેલે તેને પોશાક છે; અને એ પોશાકમાં વધુ કડક થઈને તે બેસે છે. પોતાની સગી દીકરી પ્રત્યે તો તેને તુચ્છકાર અને અણગમે હતો જ; પિતાની બીજી વખતની પત્ની સાથે પણ તે એવું જ તુચ્છ અને કડક વર્તન રાખે છે. એ નવી પત્ની પણ સ્વભાવે બહુ અભિમાની જ હતી; એટલે એ બે અભિમાને સામસામે અથડાતાં કૌટુંબિક જીવનમાં કેવળ તણખા જ ઊડે છે અને આગ લાગે છે. છેવટે એ બીજી પત્ની મિત્ર ડાબીના અભિમાનને ધૂળભેગું કરવા ખાતર જ તેના લુચ્ચા મેનેજર સાથે ભાગી જાય છે – ભાગી જવાનો દેખાવ કરે છે અને એ લુચ્ચા મેનેજરને પણ હંમેશને માટે ખતમ કરે છે, – એ વળી જુદી વાત. છેવટે “ડાબી એન્ડ સન’ જ્યારે દેવાળું કાઢે છે, ત્યારે જ મિ. ડોબી સહેજ નરમ અને ઢીલો પડે છે. તેના અભિમાનને એવડી મોટી ઠેકર તેની મર્માળી જગાએ એટલે કે ધનની બાબતમાં જ વાગવાની જરૂર પડે છે. ડોમ્બીને ધન વિષેના ખ્યાલ બહુ વિચિત્ર છે. આપણું સંસ્કૃત સુભાષિતની માફક બધા જ ગુણુ કાંચનમાં છે, તેમ જ નાણુથી દુનિયામાં જે કંઈ ધારીએ તે થઈ શકે છે, એવું તે માને છે. બધા નવા થયેલા ધનિકે એમ જ માનતા હોય છે. પરંપરાથી ધન પચાવીને ઊભી થયેલી ખાનદાની તેમનામાં હોતી નથી. કેવળ આછકલાપણું જ તેમનામાં હોય છે. લક્ષ્મીની ચંચળતા, લક્ષ્મીની નબળાઈ લક્ષ્મીમાંથી ઊભી થતી આશા અને નિરાશાઓ અને છેવટે તેમાંથી કશું જ કાયમી નીપજતું Page #16 -------------------------------------------------------------------------- ________________ १५ નથી તે તેને છેવટે સમજાય છે. ડે. એ. જે. શમન દાકતરી ધંધો છોડીને લેખક બનેલો, અને અઢળક ધન કમાયેલ. પણ છેવટે એ લખે છે, “મેં આ શું કર્યુ ? જો હું દાકતર જ રહ્યો હોત, તો કેઈનું પણ પણ કશુંક ભલું કરી શક્યો હોત; આ પૈસાથી હું શું કરી શકીશ? આ પૈસાથી હું શું કરીશ ?” મિ. ડોમ્બીની દીકરી ફૉરન્સનું પાત્ર સજીને ડિકસે પિતાની કલાની અવધિ કરી છે, ધનિક બાપની દીકરી હોવાને વાંકે જ ત્યજાયેલ અને તરછોડાયેલ એ છ વર્ષની નાની ઉંમરે જ પોતાની માતા ગુમાવે છે. પિતા તો તેને લેખામાં લેતા જ નથી. પોતાના નાના ભાઈ ઉપર તે અનન્ય પ્રેમ અને વાત્સલ્ય ધરાવે છે. જ્યારે તે બીજાં નાનાં બાળકને પિતાનાં વહાલાં માબાપને ગળે વળગીને ગેલ અને આનંદ કરતાં જુએ છે, ત્યારે તે પોતે ગંભીરતાથી વિચારે છે કે, આ બધાં બાળકો પાસેથી હું શું શીખું કે જેથી હું પણ મારા પિતાને પ્રેમ સંપાદન કરી શકું ? પોતાની નવી મા એડિથ ઉપર પોતાના પિતા ખુશ છે એમ માની, તેની પાસેથી પણ પોતાને પિતાનો પ્રેમ શી રીતે જીતી શકાય એ કળા શીખવા માટે જ તે એને વળગતી જાય છે ! જે દિવસે તેની ઓરમાન મા ભાગી જાય છે, તે જ દિવસે તેનો બાપ તેને પણ એની સંતલસમાં રહેલી ગણી, લાફે મારી ઘરમાંથી કાઢી મૂકે છે. દુનિયાના કોઈ પણ સમાજમાં દીકરી પોતાના બાપને કે ભાઈને ઘેર જવા માટે આમંત્રણની અપેક્ષા રાખતી નથી. તે સ્વાભાવિક રીતે જ માબાપ કે ભાઈને ઘેર જવા તલસે છે. દક્ષને ત્યાં પાર્વતી યજ્ઞ વખતે વગર બેલાચે જાય છે. એવો સ્વભાવ અને નિર્દોષ પ્રેમ દીકરી માબાપ પ્રત્યે ધરાવે છે. આ સંસારમાં ભાઈ બહેનનો પ્રેમ તદ્દન નિર્દોષ અલૌકિક અને ઉત્તમ પ્રકારનો છે. તે ફૉરન્સના પાત્રમાં ચરિતાર્થ થાય છે. આ પાત્ર સજીને લેખકે કમાલ કરી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી એન્ડ સન’ના મેનેજર જોન કાર્કરનું પાત્ર ખંધું અને લુખ્યું છે. તે પોતાના શેઠને દગો દે છે. પોતાના ભાઈ અને બહેનને પણ ધુત્કારે છે, અને દુનિયામાં કોઈની પણ પરવા તે કરતો નથી. તે છેવટે પોતાની નીચતાની પરાકાષ્ઠાએ પહોંચે છે, અને પોતાને ઉચિત કારમા અંતને પામે છે. એ પાત્ર દ્વારા ડિકન્સ માનવ જીવનમાં મળતાં બંધાઈ લુચ્ચાઈ, દગો વગેરેને તાદશ કરી આપે છે. મેનેજર કાકરનો ભાઈ જેમ્સ અને બહેન હેરિયેટ જ્યારે પોતાના ભાઈ જૉનના મરણ પછી મિલકત મેળવે છે, ત્યારે પોતાના શેઠ ડોમ્બીને ખબર ન પડે તેમ સિફતભેર નાણુકીય મદદ કરે છે. મેનેજર કાકરને એ ભાઈ એક વખત પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્ત કરી “સાધુ” –સદાચારી બનનાર માણસનો નમૂનો છે. અને પિતાના એ ભાઈની એ હડધૂત દશામાં તેને સાથ આપવા જતાં પોતાના જીવનને હોડમાં મૂકનાર હરિયેટ એ ભાઈબહેનના પ્રેમનું બીજું અનોખું ઉદાહરણ રજૂ કરે છે. હરેક જમાનામાં બધા સમાજમાં આવાં પાવનકારી દશ્યો જોવામાં આવે છે. આવી રીતે સામાન્ય લેખાતાં પાત્રોને પણ માનવતાના ગુણોનું આલંબન આપી લેખકે પોતાની કલમનો આપણું હૃદય પર જાદુ કર્યો છે. આ કથામાં રાણું વિકટોરિયાના વખતની સર્જરીને પણ લેખકે આછો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. કેપ્ટનને બનાવટી હાથ જેમાં ફર્ક અને આંકડો બેસાડી શકાય તેવો કેાઈએ બનાવી આપ્યો છે. ડોમ્બી જ્યારે ઘોડા પરથી પડી જાય છે અને તેને પાસેના પબ્લિક હાઉસમાં લઈ જવામાં આવે છે, ત્યારે ત્યાં આજુબાજુથી ડોકટરે આવી પહોંચે છે, જેમ રણમાં પડેલા ઊંટને ખાવા ગીધડાં ભેગાં થાય તેમ ! અને જુદા જુદા ડાકટરો કમાવાની દૃષ્ટિએ ખ્યાલ કરી કેાઈ ગામ તરફ તો કઈ સીમ તરફ ખેંચે છે. કેઈ કહે છે કે, કંમ્પાઉન્ડ ફ્રેકચર છે, કોઈ કહે નથી. આમાં લેખકે તે જમાનાની ડેટરી સેવાને Page #18 -------------------------------------------------------------------------- ________________ આબેહૂબ ખ્યાલ રજૂ કર્યો છે. સેવાની પાછળ છુપાયેલ કમાવાની ઉત્કટતાનું વર્ણન સુંદર રીતે કર્યું છે. આજે ૧૨૫ વર્ષ બાદ પણ વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે, પરંતુ તે જ ઝડપે ડોકટરોની સેવાભાવનામાં ઝાઝો ફેર પડ્યો નથી. તે જમાનામાં પણ દેખાવડી છોકરીઓનો ગરીબ અને તવંગર બંને વર્ગોમાં તેમનાં મા-બાપ વેપાર કરતાં. એડિથ તેની માને પણ આવા કામ માટે રોકડું પરખાવી દે છે. આવા ગોઠવાયેલા તંત્ર વચ્ચે તે ડોમ્બીને પરણે છે, પણ તે દિલથી તેને ચાહી શકતી નથી. આમ તે વખતના વિલાયતી સમાજનું સુંદર ચિત્ર લેખકે આ વાર્તામાં રજૂ કર્યું છે. પરિવાર સંસ્થાની નવી ચેપડી માટે કાંઈક લખવાને નિમિત્તે ડિકન્સની આ સુંદર કથાનું વાચન-મનન કરવાની જે અણધારી તક મને મળી, તે નિમિત્તે તે મહાન કથાકારને મારી શ્રદ્ધાંજલિ અપું છું. આવી સુંદર કથા ઉચિત રીતે ગુજરાતી ભાષામાં ઊતરે છે, એ વળી સોના સાથે સુગંધ જેવો જોગ છે. હું આ સંક્ષેપને હૃદયપૂર્વક આવકારું છું, અને સંપાદક તથા પ્રકાશકને ધન્યવાદ આપું છું. આ નવલકથા ગુજરાતી ભાષામાંના ઓછા એવા સારા વાર્તા–સાહિત્યમાં જ નહીં પણ વિશ્વસાહિત્યના ગુજરાતી સફળ અનુવાદોમાં ઉચિત સ્થાન પામશે. આજે નવી બે યુનીવર્સીટીઓની શરૂઆત થઈ રહી છે અને તેમાંય માધ્યમને સવાલ મહત્ત્વનો બન્યો છે, ત્યારે ચાલુ પેઢીને આ જાતનું સાહિત્ય ખૂબ ઉપયોગી નીવડશે. આ કાર્ય વધુ ને વધુ યશસ્વી થાય એ જ આશા અને પ્રતીક્ષા. તા. ૧-૬-૬૬ ડૉ. મેંતીભાઈ દેસાઈભાઈ પટેલ Page #19 -------------------------------------------------------------------------- ________________ પાત્રસૂચિ એડવર્ડ કટલ નિવૃત્ત કપ્તાન. સેલોમન જિલ્લો મિત્ર. એડિથ ડેબી, મિસિસ (પહેલાં મિસિસ ગેંગર) મિ. ડોમ્બીની બીજી વારની પત્ની. એલિસ બ્રાઉન, જેમ્સ કાર મૅનેજરે ફસાવીને તજી દીધેલી યુવતી. મિસિસ બ્રાઉનની પુત્રી. કટલ, કેપ્ટન જુઓ એડવર્ડ કટલ. કાકા-સોલ જુઓ સેલોમન જિલ્લા કાકર-જુનિયર જુઓ જન કાર. કાકર – મૅનેજર જુઓ જેમ્સ કાર્કર. કોલિયા ક્લિબર, મિસઃ ડોક્ટર ક્લિંબરની પુત્રી. ગેમ- ચિકન જુઓ ચિકન. ચંગર, મિસિરા જુઓ એડિથ ડબી. ચિકન મિ. ટૂટસનો બૅડીગાર્ડ – હજૂરિયો. જેમિમા પૅલી ટૂલની બહેન. જેમ્સ કાર્લર, મિ: મિ. ડોબીની પેઢીમાં વિશ્વાસુ મૅનેજર. જૉન કાર્ડ, મિ: મિડોમ્બીની પેઢીમાં એક જુનિયર- કારકુન. જેમ્સ કાર્કર – મૅનેજરને ભાઈ. જોસફ બંગસ્ટોક, મેજર નિવૃત્ત લશ્કરી - અફસર. મિસ ટોક્સને પડોશી. દૂસ, મિ. પી. તવંગર જુવાનિયો, ડૉ. લિંબરને નિશાળિય. ટ્રલ રેલવે – કર્મચારી; પછી ન્જિન-ડ્રાઈવર થાય છે. તેની પત્ની પૌલી મિત્ર ડોમ્બીને પુત્ર પૌલની ધાવ - મા બને છે. ઢોકસ, મિસ મિ. ડોબીની પ્રથમ પત્નીના મૃત્યુ પછી તેમને સ્થાને આવવા ઇચ્છનાર એક બાનુ. મેજર ઑગસ્ટકની પડોશણ. ઢોલિસન મિ. ડેબીનો તહેનાતી નેકર, १८ Page #20 -------------------------------------------------------------------------- ________________ ડિ જુઓ ડિજિનિસ. ડિજિનિસ . બ્લિબરને કરડકણે કુતરે. ડેબી, મિસિસ મિ. ઓખીની પહેલી પત્ની. ફરન્સની મા. પુત્ર પૉલને જન્મ આપીને ગુજરી જાય છે. ડે , મિ. પોલ લંડનને એક તવંગર વેપારી. નિપર જુઓ સુસાન નિપર પર્ચ, મિ: મિત્ર ડોમ્બીની ઓક્સિને સંદેશવાહક – હજૂરિયો. પિપચિન, મિસિસ બ્રાઈટનમાં એક બોર્ડિંગહાઉસ ચલાવે છે. પછી મિત્ર રબીની ઘર-કારભારણું બને છે. પોલ ડીઃ મિ. ડોમ્બીનો નાનકડો પુત્ર; ફલોરન્સને ભાઈ. તેની માતા તેને જન્મ આપીને ગુજરી જાય છે. તેનું નામ તેના પિતા અને દાદાના નામ ઉપરથી જ રાખવામાં આવ્યું છે. પાલી ઢડલ, મિસિસ : મિ. ડોબના પુત્ર પલની ધાવ-મા. તેનું નામ રિચાર્ડઝ' રાખવામાં આવે છે. ફિનિકસ, પિત્રાઈ મિસિસ ટનનો પિત્રાઈ. છેવટે એડિથને આશરો આપે છે. ફીડર, મિ. ડોકટર બ્લિબરની શાળામાં મદદનીશ. ફની જૂની મિસિસ ડેબી. ફલાય, મિસ સુસાન ફલોરન્સને એ નામે બોલાવે છે. નાનકડો પલ પણ તેને ફૉય કહે છે. ફલોરન્સ ડેબી : મિ. ડીની પુત્રી ( પહેલી વારની પત્નીથી.) બંઝબી કેપ્ટન કટલનો દસ્ત - એક વહાણવટી. બાઈલર જુએ રોબિન ટૂડલ. બાનંટ કટસ, સર : આમની સભાને સભ્ય. બિધરોન મેજર બેંગસ્ટકના બંગાળમાં નોકરી કરતા મિત્રનો પુત્ર. મિસિસ પિપચિનને ત્યાં પૅલ ડેબીનો સાથી. બ્રાઉન, મિસિસ એલિસની મા. ભિખારણ. બ્રોગ્લી ગીરો તથા હરાજીમાં રાખેલા માલની દુકાન ચલાવનાર. સેલમન જિલ્સને પડોશી. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ લિંબર, ડોકટર બ્રાઈટનમાં છોકરાઓ માટેની ખાનગી શાળાને પ્રોપ્રાયટર. ન્ડિંબર, મિસિસ ડૉકટર ક્લિંબરની પત્ની. મૅકસ્ટિંજર, મિસિસ એક કર્કશા વિધવા; કેપ્ટન કટલની મકાન માલિકણ. મેજર ઑગસ્ટક જુઓ જોસફ બેંગસ્ટોક મફિન, મિ= મિડોમ્બીની પેઢીના કર્મચારી. રિચાર્ડઝ મિસિસ જુઓ મિસિસ પૅલી ટૂલ. બ જુઓ રોબિન હૂડલ. બિન દ્રડલ “બાઈલર,” રાબ– પ્રાઈન્ડર વગેરે નામોથી ઓળખાતો ટૂંડલ અને પોલીનો પુત્ર. પછી મિત્ર કાર્કરની નોકરીમાં જાસૂસ તરીકે જોડાય છે. લુઇઝા ચિક, મિસિસ : મિત્ર ડોમ્બીની બહેન, મિત્ર જૉન ચિની પત્ન. લકેશિયા જુઓ મિસ ટોક્ષ. વિકામ, મિસિસ વેઈટરની પત્ની. પૌલી પછી નાનકડા પોલ – ડોમ્બીની ઘાવ - મા બને છે; છેવટે નર્સને ધધો શરૂ કરે છે. વિધર્સ મિસિસ ક્યૂટનને નોકર. વૉટર-ગે એક ઉત્સાહી જુવાનિયે. મિ. ડોમ્બીની નોકરીમાં દાખલ થાય છે. સોલોમન જિલ્લો ભત્રીજો. સુસાન નિપર ફરન્સની તહેનાતી બાઈ. સોલોમન જિલસ વહાણવટામાં વપરાતાં માપક યંત્રો બનાવનાર તથા વેચનાર. વૉટર-ગેને કાક. ક્યુટન, મિસિસ (કિલો પેટ્રા) મિસિસ એડિથ ડબ્બી (મિ. ડોમ્બીની બીજી વારની પત્ની)ની મા. ટસ, સર બાતેંટ જુઓ બાર્નેટ સ્કટલ્સ. હૅરિયેટ કાર જૉન અને જે કાર્યરની બહેન. Page #22 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી એન્ડ સન [ચાર્સ ડિકન્સ કૃત નવલક્થા “તવંગરનું સંતાન”] Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ પુત્ર-જન્મ અડતાલીસ વર્ષની ઉંમરના તવંગર વેપારી મિ. ડોમ્બીની સામે, અડતાલીસ મિનિટ પહેલાં જન્મેલે તેમનો પુત્ર, છાબડી જેવી પથારીમાં વીંટીને જોવા માટે મૂકયો હતો. લાંબા વખતથી એ ઘટનાની રાહ જોવાતી હતી; અને ડાબી પિતાના ઘડિયાળની વજનદાર સાંકળ ઉછાળતો પુત્ર તરફ જોઈ રહ્યો. અલબત્ત, સામાન્ય માણસોની જેમ પોતાના અંતરની લાગણીઓ તેને જેવા અસામાન્ય માણસ વ્યક્ત કરી શકે નહીં. છતાં પોતાની મહોરદાર તરફ થોડી વારે ફરીને તેણે કહ્યું, “હવે, ફરી વાર આપણું પેઢી યથાર્થપણે “ડોમ્બી એન્ડ સન” બનશે, મિસિસ ડોમ્બી, ડિયર.” આ “ડિયર” શબ્દ પતિને મુખેથી આનંદના અતિરેકમાં નીકળી પડે જોઈને મિસિસ ડોમ્બીના મોં ઉપર થઈને કંઈક નવાઈની આભા પસાર થઈ ગઈ. મિડેામ્બીથી પણ એ વાત છાની ન રહી; એટલે બતાવેલી નિર્બળતા જાણે સુધારી લેવા માટે તેમણે ઉમેર્યું – એનું નામ, મિસિસ ડોબી, પલ જ રાખવામાં આવશે; અર્થાત તેના પિતાનું તથા દાદાનું જ નામ!” મિસિસ ડોમ્બીએ હોઠ હલાવીને, અલબત્ત,” એવું કહ્યું ખરું; પણ અતિશય નિર્બળતાને કારણે એને અવાજ હોઠ બહાર નીકળી શક્ય નહિ. મિ. ડોમ્બીએ હવે કાઈને ખાસ સંબોધ્યા વિના જ ફરીથી ભારપૂર્વક પેઢીનું પૂરું નામ ઉચ્ચાર્યું : “ડેખી એન્ડ સન! ” Page #25 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન એ ત્રણ શબ્દોમાં જ મિત્ર ડોમ્બીના જીવનનો પ્રધાન સૂર વ્યક્ત થતો હતો. પૃથ્વીનું સર્જન જ જાણે “ બી એન્ડ સન'ની પેઢી વેપાર કરી શકે તે માટે થયું હતું. સૂર્ય અને ચંદ્ર પણ તેમને જ પ્રકાશ પૂરો પાડવા માટે સર્જાયા હતા. નદીઓ અને સમુદ્રો તેમનાં વહાણોને તરતાં રાખવા માટે જ પાણીથી છલકાતાં હતાં. મેઘધનુષ્ય તેમનાં વહાણોને સારી આબેહવાની આગાહી કરવા માટે જ દેખા દેતું હતું. ડાબી એન્ડ સન જેને કેન્દ્રસ્થાને હતા, તે વ્યવસ્થાને અખંડ રાખવા માટે જ જાણે તારાઓ અને ગ્રહો પણ પોતપોતાની કક્ષામાં નિરંતર ઘૂમ્યા કરતા હતા. તે પોતે “સનમાંથી ડાબી બન્યો હતો, અને વીસ વીસ વર્ષથી પેઢીને એકલે પ્રતિનિધિ રહ્યો હતો. પોતાના પરિણીત જીવનનાં દશ દશ વર્ષ દરમ્યાન પોતાની પત્ની પાસેથી તેણે મધુર પ્રેમભાવની અપેક્ષા જ રાખી નહોતી. તે પોતે ચામડાનો વેપારી હતા, અને હૃદય નામની ચીજથી છેક જ અપરિચિત હતો. પરિણીત સ્ત્રીપુરુષે અરસપરસ પ્રેમ-વસ્તુની આપ-લે કરવાની હોય છે, એ તે જાણતો જ ન હતો. તે કદાચ એમ જ માનતો કે, કોઈ પણ માનવ સ્ત્રીને તેની સાથે લગ્ન કરવાની અને તેને વારસદાર અર્પવાની વસ્તુ જ એટલી બધી કૃતાર્થતા તથા ધન્યતા અર્પનારી લાગવી જોઈએ કે, પછી તેને જીવનમાં પ્રેમભાવ જેવી ક્ષુલ્લક વસ્તુ પામવાની અપેક્ષા જ ન રહે. પણ મિસિસ ડેસ્મી દશ દશ વર્ષથી પરણીને આવ્યાં હોવા છતાં, આજના દિવસ સુધી તેમણે આ ઘરને વારસદાર અર્પવાનું પોતાનું કર્તવ્ય બજાવ્યું ન હતું. ઊલટું, છ વર્ષ પહેલાં એક પુત્રીને જન્મ આપવા જેવું અ-કર્તવ્ય બજાવ્યું હતું. કારણ, ડોમ્બી એન્ડ સન જેવી તાલેવંત પેઢીને પુત્રી નામની ચીજનો શો ખપ? છોકરી તો આ પેઢીને બેટા સિક્કા જેવી લાગે – જેનું કઈ પણ વ્યવહારમાં કશું રોકાણ ન કરી શકાય. Page #26 -------------------------------------------------------------------------- ________________ પુત્ર જન્મ : પણ એ છોકરી ફૉરન્સ અત્યારે પોતાની માનું મુખ જેવા તલસતી ગુપચુપ આ કમરામાં ચાલી આવી હતી. મિડબ્બીએ એ જોયું. પુત્ર-જન્મના આનંદમાં તે પહેલી વાર એ છોકરીને સીધું સંબોધીને બેલી બેઠા : “ફરન્સ, તારે તારા સુંદર ભાઈને પાસે જઈને જેવો હોય, તો જોઈ શકે છે. પણ તેને તારે હાથ લગાડવો નહિ, સમજી?” છે કરીએ બાપની અક્કડ કઠેર મૂર્તિ સામે વહાલભૂખી નજર નાખી; પણ પછી તરત પોતાની માતાની બંધ આંખે તરફ જ નજર ફેરવી. તે જ ક્ષણે માએ આંખ ઉઘાડી અને પુત્રી તરફ જોયું. છોકરી એના ગળે વળગી પડી. મિ. ડોમ્બી એકદમ ઊભા થઈ ગયા. “આ શું? મારે ડેકટર પેપ્સને જલદી ઉપર આવી જવા વિનંતી કરવી પડશે. હું નીચે જઈને તેમને મોકલું છું. ત્યાં સુધી તમે મિસિસ” ડેબીએ નર્સ સામે પ્રશ્નાર્થ નજર કરીને જોયું. બ્લેકિટ, સાહેબ.” નર્સે પિતાનું નામ પૂરી આપ્યું. તો, મિસિસ બ્લેકિટ, તમે ડોકટર આવે ત્યાં સુધી આ નાના સદ્ભહસ્થની બરાબર સંભાળ રાખજે.” બરાબર સંભાળ રાખીશ, સાહેબ, આ મિસ ફલોરન્સ જમ્યાં ત્યારે હું જ સારવારમાં હતી. ” “ અરે, પણ મિસ ફલોરન્સની વાત જુદી હતી, અને આ વાત જુદી છે. આ નાના સહસ્થને તો આ ઘરનું આખું ભવિષ્ય સંભાળવાનું છે.” એટલું કહી ડોબી નીચે ચાલ્યો ગયો. ઠેકટર પાર્કર પેપ્સ રાજદરબારી દાક્તરમાંના એક હતા. અને બધાં મોટાં કુટુંબની વંશ-વૃદ્ધિમાં મદદગાર નીવડવાની ખ્યાતિ ધરાવતા હતા. કુટુંબને સર્જન મિપિકિન્સ તેમની સામે નમ્રપણે ઊભો હતો. ડોકટર પાર્કર પેસે ડોમ્બીને આવેલા જોઈ તરત પૂછયું, “તે સાહેબ, આપની મુલાકાતથી દરદીમાં કંઈક ઉત્સાહ કે ઉમંગ પ્રગટયાં ખરાં ?” Page #27 -------------------------------------------------------------------------- ________________ ડેબી ઍન્ડ સન કંઈક ઉત્તેજના જેવું સાહેબ ?” કુટુંબ-દાક્તરે યોગ્ય શબ્દ ઉમેરી આપે. મિ. ડાબી એ પ્રશ્નથી જરા મૂંઝાયા. કારણ કે, તેમણે દરદીનો કશે વિચાર જ કર્યો નહોતો. એટલે તેમણે એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે, ડૉકટર પાર્કર પેપ્સને ફરીથી ઉપર જઈ પિતાને આભારી કરવાની વિનંતી કરી. ડોકટર પાર્કર પિસે જણાવ્યું, “હા જી; અમે તરત જ ઉપર જઈએ છીએ; પરંતુ, સાહેબ, અમારે આપનાથી એક વાત છુપાવવી ન જોઈએ કે, ડચેસ સાહેબામાં – અરે હું હમણું જેમની સારવાર કરી રહ્યો છું તેમને ભૂલથી વચ્ચે લાવ્યો – આપનાં માનવંત મહેરદારમાં શક્તિનો સદંતર અભાવ છે. તેઓ અત્યારે એવી સુસ્તી ધારણ કરી રહ્યાં છે, જે તેમણે તરત તજવા એક આખરી પ્રયત્ન કરવું જોઈએ. લેડી સાહેબાએ – નહિ, નહિ, માફ કરજો, પાછું હું લેડી ફેંકેબીનું નામ વચ્ચે લાવી બેઠે; હું બોલવા જાઉં છું ત્યારે જુદા જુદા કેસોની આમ ગૂંચવણ જેવું મને થઈ જાય છે...” થાય જ વળી; આપની તે કંઈ પ્રેકિટસ છે, સાહેબ ? ડોકટર પાર્કર પેસની પ્રેકિટસ જેનું નામ–”કુટુંબ-દાક્તરે પોતાનું કર્તવ્ય બજાવ્યું. આભાર, મિ. પિકિન્સ, પણ હું એ કહેવા જતો હતો કે, આપણુ દરદીના શરીરને પ્રસૂતિથી એ આઘાત પહોંચ્યો છે કે, જેને તેમણે એક મહા પ્રયત્ન કરીને ખંખેરી નાખવો જોઈએ.” અમાનુષી પ્રયત્ન કરીને જ વળી –” પિકિન્સ ઉમેરી આપ્યું. “ખરેખર, એ શબ્દ જ મારે વાપરવો જોઈતો હતે; મિત્ર પિકિન્સ અહીં કુટુંબ-દાક્તર તરીકે હાજર છે, એ બહુ સારી વાત છે; એ કામ માટે એમના જેવા માણસ મળવા બહુ જરૂરી વસ્તુ છે. ” Page #28 -------------------------------------------------------------------------- ________________ પુત્રજન્મ એહિ, ઓહ, સર ટ્યૂબર્ટ સ્ટેન્લીને મુખે આ પ્રમાણપત્ર ! આપને બહુ આભારી છું સાહેબ,” પિકિન્સ ગણગણ્યા. : “ખરેખર, તમે લાયક માણસ છે જ; હં, પણ મિ. ડોબી, હું એમ કહેવા માગતો હતો કે, કાઉન્ટસ ઓફ ડેબી – માફ કરજો મિસિસ ડેબી જો એ અમાનુષી પ્રયત્ન નહીં કરે, તો એવી કટોકટી ઊભી થશે, જે બદલ અમે બંને જણ ખરેખર દિલગીર થઈશું.” પછી બંને દાક્તરો ઉપર ગયા. આ દાક્તરોએ જે કટોકટીની વાત કરી, તેથી મિડોમ્બી ઉપર કશી અસર ન થઈ. એમ કહેવું એ તે એમને અન્યાય કરવા જેવું થાય. જોકે, આવી કોઈ ઘટનાથી તે ચોંકી ઊઠે કે દિમૂઢ થઈ જાય, એમ કહેવું પણ ખોટું જ ગણાય; છતાં મિ. ડોબીમાં એટલું સમજવાની શક્તિ તે હતી જ કે, આ તબક્કે તેમની પત્ની જે વધુ બીમાર થઈને ગુજરી જાય, તે તેમના મકાનના આવશ્યક રાચરચીલામાંથી કેાઈ ઉપગી વસ્તુ : અચાનક ચાલી જવાથી જેવી મુશ્કેલી ઊભી થાય, તેવી તેમને પણ થાય. અલબત્ત, એ મુકેલી ધંધેદારી સદ્ગહસ્થને છાજે તેવી જ હેય, અર્થાત અમુક ગોઠવણે નવેસર તાત્કાલિક વિચારી લેવા પૂરતી. પણ એટલામાં કાઈ બાનુ, પિતાના અક્કડ પોશાકના સળવળાટથી આખા એારડાને ભરી કાઢતાં દાખલ થવાથી, મિ. ડાબી વિચારનિદ્રામાંથી જાગૃત થઈ ગયા. તે બાનુ મધ્યમ ઉંમર વટાવી ગયાં હતાં, પણ બૌડિસ આગળ ધારણ કરેલી ચુસ્તતાથી, તે બને તેટલાં જુવાન છોકરી જેવાં દેખાવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, તે ઉઘાડું હતું. વહાલા પલછોકરો તો જાણે પૂરો ડોમ્બી જ છે ને !” “ઠીક, ઠીક,” ભાઈએ જવાબ આપ્યો; મિ. ડોબી તે બાજુના સગા ભાઈ થતા હતા. તેમણે ઉમેર્યું, “મને પણ લાગે છે કે, કુટુંબની રેખાઓ લઈને એ જન્મે છે; પરંતુ લુઈઝા, એ બાબતમાં ચોંકી ઊઠવાની જરૂર નથી.” Page #29 -------------------------------------------------------------------------- ________________ રશ્મી ઍન્ડ સન << ખરી વાત; હું આમ ઉશ્કેરાઈ ગઈ એ ઠીક ન કહેવાય; પણ છેકરી એવા તેા બરાબર ડેમ્ની થઈને જન્મ્યા છે કે, એવું તે! મેં મારી આખી જિંદગીમાં બીજે કયાંય બનેલું જોયું નથી. ’ પણ, ફૅનીની શી હાલત છે ?’’ મિ॰ ડામ્મીએ બહેનને પત્નીના << સમાચાર પ્રા. ચિંતા કરવા જેવું ખાસ કશું જ નથી, વહાલા પાલ; એ તે સહેજ અશક્ત આવી ગઈ છે; પણ મને જ્યેાજે અને ફ્રેડરિક વખતે જે થયું હતું, તેની સરખામણીમાં આ તે કંઈ જ નથી. જરા મન મક્કમ રાખવું જોઈએ, એટલું જ. પરંતુ આપણી પૅની ડામ્બી-કુટુંબની હોય ત્યારે તે ? ડામ્બી-કુટુંબવાળાં જ એવી મક્કમતા દાખવી શકે. કારણ કે, અત્યારે કુટુંબને ખાતર એવી મક્કમતા ધારણ કરવી એ કર્તવ્ય ગણાય. પણ વહાલા ભાઈ, મને જરા દારૂની એક પ્યાલી આપે, તથા કેકને! એક ટુકડા; મને પગથી માથા સુધી ધ્રુજારી ચડી ગઈ છે. હું હમણાં જ ફ્તીને જોઈ તે આવી છું અને સાથે સાથે પેલા પાટવીને પણ ! "" * પણ તે જ વખતે મિસ ≥ાસે બારણા ઉપર ટંકારા માર્યાં. તરત જ લુઇઝાએ ભાઈને કહ્યું, “ એ તે! મારી બહેનપણી મિસ ટૅક્સ છે. તેના વિના તે! હું અહીં આવી જ ન શકી હેાત, ભાઈ. હું એટલી અધી ઉશ્કેરાઈ ગઈ હતી કે ન પૂછે! વાત !” મિસ ટૅક્સે અતિશય માખણુ જીભ ઉપર લગાવીને બહેનપણીને સંક્ષેાધીને જ કહ્યું, “ મિ॰ ડામ્બીની એળખાણુ કરવાનું બહુમાન પ્રાપ્ત કરવાની મારી કેટલાય વખતની અભિલાષા હતી; પરંતુ એ અભિલાષા આવે સમયે આ રીતે પરિપૂર્ણ થશે, એની મને કલ્પના જ ન હતી! પણ બહેન લુઇઝા, હવે તમે સ્વસ્થ થયાં કે નહિ ? જરા સ્વસ્થ થવા પ્રયત્ન કરો. ઃઃ “ તમે પણ મિસ ટૅકિસ એક પ્યાલી લે; તમે આ પ્રસંગથી મારા જેટલાં જ ક્ષુબ્ધ થયાં છે, એ હું જાણું છું. ભાઈ, આ દિવસની જે Page #30 -------------------------------------------------------------------------- ________________ પુત્રજનન ઇંતેજારીથી હું રાહ જોતી હતી તે લક્ષમાં લઈ મિસ ટેક્સ ફેની માટે મેં લાવવા ધારેલી ભેટ તૈયાર કરવા દિવસરાત એક કરી રહ્યાં હતાં. વસ્તુ તો નાની સરખી જ છે. ટોઈલેટ ટેબલ માટેનું પિન-કુશન; પણ તેના ઉપરના શબ્દો ભરવામાં મિસ ટેકસે આપણું કુટુંબની લાગણીઓ બાબત ખરી સમજદારી દાખવી છે. તેના ઉપર તેમણે “બાળ-ડોમ્બીને સ્વાગતમ્” એવા શબ્દો ભર્યા છે. ” એમ? ખરેખર ?” ભાઈએ આનંદ વ્યક્ત કર્યો. એટલા માત્રથી ઉત્તેજિત થઈ મિસ ટેકસે ઉમેર્યું, “વહાલાં લુઈઝા, – આપણું સંબંધને કારણે તમને મિસિસ ચિક ન કહું તો હું ન લગાડતાં – મારે તો “ચિરંજીવી ડોશીને સ્વાગત” એવા જ શબ્દો ભરવા હતા. પરંતુ આ અજાણ્યા દેવદુતોના આગમન બાબત આપણે માનવ પ્રાણીઓ કશું નિશ્ચિત કહી શકીએ તેમ હેતું નથી, એટલે પછી મેં મારા મનના ભાવેને જરા રૂંધીને આ શબદ ભયો.” “ખરેખર, હું પણ આ વખતે પુત્રને જન્મ આપવાને કારણે ફેનીને પહેલાંના બધા દોષ-અપરાધની ક્ષમા આપી દઉં છું.” લુઈઝાએ ઉદારતાથી ઉમેર્યું. જેકે, ફેનીના ક્ષમાપાત્ર એવા કયા દોષ-અપરાધ હતા, તે તો લુઈઝ જ જાણે. કારણકે, તેના ભાઈની સાથે લગ્ન કરવાની ધષ્ટતા બતાવ્યા સિવાય, કે પહેલી પ્રસૂતિ વખતે પુત્રીને જન્મ આપવા સિવાય, બીજે કશે દોષ ફેનીમાં કાઈથી બતાવી શકાય તેમ ન હતું. જોકે, તે બંને અપરાધો બદલ ફ્રેની એકલી કરતાં લુઈઝાના ભાઈને પણ જવાબદાર કેમ ન ગણવો જોઈએ, એ પણ બીજા સામાન્ય માણસને સમજાય તેવું નથી. તે જ વખતે મિ. ડાબીને બહાર લાવવામાં આવ્યા, અને ડી વાર બાદ તે કમરામાં પાછા આવ્યા ત્યારે તેમની ફીકી પડેલી મુખમુદ્રા જેઈને લુઈઝા બોલી ઊઠી, “ભાઈ, ભાઈશું છે? કેમ આમ ફીકા પડી ગયા ?” Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - ડી એન્ડ સન “તેઓ કહે છે કે, ફેની —” “કશું જ ન માનશો, ભાઈ, મારા અનુભવ ઉપર તમને વિશ્વાસ હોય, તો ખાતરી રાખજો કે, કૅની માત્ર જરા હિંમત દાખવે એટલાની જ જરૂર છે. એક સામાન્ય પ્રયત્ન કરે – થોડીક મક્કમ થાય, તે આ અશક્તિ તો તરત ખંખેરી નાખી શકાશે. આપણે બધાએ તેને તેમ કરવા માટે સમજાવવી જોઈએ- પ્રેરવી જોઈએ. ચાલે, આપણે બધાં ઉપર જઈએ.” ઉપર મા-દીકરી હજુ એક ગાઢ આલિંગનમાં વીંટાયેલાં હતાં. દીકરી માના ગાલ સાથે ગાલ ઘસીને અને તેનાં આંસુમાં પોતાનાં આંસુ ઉમેરીને વહાલ કરી રહી હતી. દીકરી વિના મિસિસ ડોલ્બી જરા વિષુબ્ધ થઈ ગયાં હતાં, એટલે અમે ફરીથી તેને તેમની પાસે જવા દીધી છે, ” ડોકટરે વૈજ્ઞાનિક ખુલાસો કર્યો. મિસિસ ચિક એટલે કે લુઈઝાએ તરત પાસે જઈ દરદીને બેધાને કહ્યું, “ફેની ! ફેની ! જુઓ, મિડોમ્બી તમને મળવા આવ્યા છે. તમારે એમની સાથે વાત નથી કરવી ? તમારા પુત્રને પણ તેઓ તમારે પડખે મૂકવા માગે છે. તમે તો હજુ તેના ઉપર નજર પણ નાખી નથી. પણ તે માટે તમારે જરા હિંમત દાખવવી જોઈએ – મક્કમ થવું જોઈએ.” દરદીએ કશું સમજાયું ન હોય તેમ, બોલનાર સામે આંખ ફેરવવા, મેં જરા તે તરફ વાળ્યું. જુઓ કૅની, હવે મારે જરા ચિડાવું પડશે. આ શું કરે છો ? ડાં મજબૂત થાઓ, અને દુઃખ થાય તો પણ કેશિરા કરો. ગમે તેવા દુઃખને પણ ખંખેરી નાખવા આપણે કોશિશ કરવી જોઈએ. આમ ઢીલાં શું બની જાઓ છો ? તમારા સહેજ પ્રયત્ન ઉપર આટલું બધું અવલંબી રહ્યું હોય, ત્યારે આવું ઢીલાપણું દાખવવું એ ગુનો કહેવાય.” Page #32 -------------------------------------------------------------------------- ________________ ધાવમા પણ દરદીની આંખો મીંચાતી જ જતી હતી; કાન તો કદાચ ક્યારના બંધ થઈ ગયા હતા. “કૅની, જરા આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરો જેઉં; જેથી અમને ખબર પડે કે, તમે અમારું કહેવું સમજી શકે છે કે નહીં.” દાક્તરે હવે છોકરીના કાન પાસે માં લઈ જઈ કંઈક કહ્યું. મમ્મા !” છોકરીએ મોટેથી માને સંબોધન કર્યું. તરત માનાં પિપચાં શેડાં હાલ્યાં – ડાં વૃજ્યાં અને હોઠ ઉપર સ્મિતની એક આછી છાયા ફરકી રહી. છોકરી હવે ઉપરાઉપરી બેલવા લાગી, “મમ્મા ! વહાલી મમ્મા! મારી મમ્મા ?” દાક્તરે તરત જ છોકરીના વાળની લટો દરદીના મોં ઉપરથી ખસેડવા પ્રયત્ન કર્યો. તે જ વખતે તેમને ખબર પડી ગઈ કે, દરદી પરલોકનો મહેમાન બની ચૂક્યો છે. ધાવ-મા ઈગ-રૂમમાં હવે સગાંવહાલાં એકઠાં થવા લાગ્યાં. ઉપર શબયાત્રાની તૈયારીઓ ચાલવા લાગી. લઈઝાના પતિ મિચિક ખીસામાં હાથ નાખી ઊભા હતા. તેમને સીટી વગાડીને કે ગળામાં તથા નાકમાં ગાયનોની અમુક કડીઓ ચાલુ ગગણવાની ટેવ હતી. અહીં શેકના ઘરમાં પોતાની એ વૃત્તિને ભારે જાગૃતિ અને સમજદારીથી તેઓશ્રી દબાવી રહ્યા હતા. તેમનાં મહોરદારે તેમની પાસે આવીને કહ્યું, “હું મારી જાતને જીવનભર ધન્યવાદ આપ્યા કરીશ કે, છેવટની ઘડીએ મેં કૅનીના બધા અપરાધની મારે એ બેલીને ક્ષમા આપી દીધી. નહિ તો તેના આખા પરિણીત Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જીવન મને છે વારંવાર આવવા .- ડેબી એન્ડ સન જીવન દરમ્યાન તેના ઉપર મને સતત ચડ્યા કરેલી ચીડ મારી આખી જિંદગી સુધી મને ડંખ્યા કરત.” પણ તમારે એ બધું વારંવાર મન ઉપર લાવ્યા કરવાની જરૂર નથી; નહિ તો તમને જ હમણું આચકા આવવા શરૂ થશે. ‘તતા તા, તલ બુર ફલ...” અરે ભૂલ્યો ! અહીં આમ ગાવું ન જોઈએ... જુઓને એક દિવસ આપણે દુનિયામાં છીએ અને બીજે દિવસે વિદાય ! મને ખાતરી છે કે, આ હૃદય વીંધી નાખે તે બનાવ આપણને સૌને વખતસર આપણું કર્તવ્યો બજાવી લેવા માટે ચાનક આપશે. દરેક ઘટનામાં બેધપાઠ છુપાયો હોય છે – જે આપણને તે ગ્રહણ કરતાં આવડે છે ! આ પ્રસંગને બોધપાઠ આપણે ભૂલી બેસીએ, તો તે આપણી જ નાલાયકી, બીજું શું ? ” લુઇઝાએ લાટું ગરમ હોય ત્યારે ટીપ્યા કરવાની રીતે ઉમેર્યું. પણ જેમને માટે આ સદુપદેશ ઉચ્ચારાયો હતો તે મિત્ર ચિક કયારના નાકમાં એક બીજી ધૂન ગણગણવા લાગી ગયા હતા. મિસિસ ચિકે તે આખા ને આખા સળગી જાય એવી બળબળતી નજર તેમના ઉપર નાખી. લે, પણ બાળકની તબિયત કેમ છે?” મિ. ચિકે વાતચીતનો વિષય બદલતાં પૂછયું. કેવીક હોય વળી ? માણસ હોય તેને ખબર પડે કે, બિચારી ની ગુજરી ગઈ એટલે હવે બાળક માટે તત્કાળ આયાની ગોઠવણ કરવી જોઈએ.” પણ અત્યારે તાત્કાલિક કીટલીને નાળચેડાથી કંઈ ન થઈ શકે વારુ ?” આ માણસ સાથે હવે આગળ વાત ચલાવવી નકામી છે, એમ માની, મિસિસ ચિક ગુસ્સાભેર અને દમામભેર બારી બહારથી સંભળાયેલા ઘોડાગાડીના પૈડાના અવાજ તરફ ધસી ગયાં. મિ. ચિક સમજી ગયા કે અત્યારે તેમનો સિતારો બુલંદ નથી; એટલે યોગ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ ધાવમા સમયે યોગ્ય સપાટો મારી લેવાનું નકકી કરી, તેમણે તવંગર ભાઈની આ ઘમંડી બહેનને વધુ છેડવાનું તાત્પરતું મુલતવી રાખ્યું. તેમનું પરિણીત જીવન આ પ્રકારે અરસપરસ લેવડ-દેવડના હિસાબ ચૂકતે કર્યા કરવામાં જ વ્યતીત થતું હતું. મિસ ટેક્સ તરત ઉતાવળે કમરામાં ધસી આવી, અને પૂછવા લાગી, “હજી જગા ખાલી છે ?” “ખાલી જ છે તો,” મિસિસ ચિકે જવાબ આપ્યો. તરત એક આખા ટૂડલ કુટુંબને કમરામાં દાખલ કરવામાં આવ્યું “રોયલ મેરીડ ફિમેલ્સ” સંસ્થા મારફતે સરનામું જાણી લઈતથા યોગ્ય ભલામણ-પત્રોની ખાતરી કરી લઈ મિસ ટ્રસ એક ધવરાવતી જુવાન બાઈને અને તેના કુટુંબને અહીં તેડી લાવી હતી. મિસિસ ચિકને આખા કુટુંબની ઓળખાણ કરાવવામાં આવી? પિલી, રેલ- જનમાં કાલસા પૂરવાની નોકરી કરતો તેનો પતિ, પૌલીની કુંવારી બહેન જેમિમા,–જે આ કુટુંબ સાથે જ રહેતી હતી અને પૌલીની નોકરી દરમિયાનની ગેરહાજરીમાં તેનાં પાંચ છોકરાંને (નાનું છ અઠવાડિયાંનું ધાવણું) સાચવવાની હતી, અને બધાં છોકરાં. મેટા છોકરાને નાક ઉપર ડામ જેવું ચાતું હતું,-માની ગેરહાજરીમાં ગરમ થયેલા તવાને સુંઘવા જતાં તે દાઝયો હતો. મિ. ડોમ્બી પત્નીના મૃત્યુથી અકળાઈને પોતાના ઓરડામાં ભરાઈ બેઠા હતા. પોતાના નવા જન્મેલા પુત્રનાં કેળવણું, ઉછેર અને ભવિષ્ય બાબત તેમણે કેટકેટલા વિચાર કરી નાખ્યા હતા. પણ પ્રથમ ગ્રાસે જ આ કેવી આપત્તિ ? તેને ધવરાવનારી માતાને અભાવે ડોબી એન્ડ સનની આખી ઈમારત જમીનદોસ્ત થઈ જશે શું ? અને આવા ઉજજવળ ભવિષ્યવાળા છોકરાને શરૂઆતથી જ એક ભાડૂતી બાઈનો આધાર લેવું પડે, એ વસ્તુ પણ કેવી અસહ્ય કહેવાય ? એટલે નર્સ તરીકે ધરવામાં આવતી બધી ઉમેદવાર બાઈ એને સ્વીકારવાની તે ના જ પાડ્યા કરતો હતો. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ડેએ એન્ડ સન પણ છેવટે, પોતાની બહેન જ્યારે બે ધિગાં ડેલ છોકરાને લઈને મિત્ર ડાબીને બતાવવા આવી, ત્યારે તે એ છોકરાંની માતાને અને પતિને જેવા કબૂલ થયા. તેમના અંતર-ચક્ષુ સમક્ષ, પિતાને નાનકડા પુત્ર પણ એ છોકરાની માને ધાવીને એવો ધિંગે થાય, એ વાત સહેજે ફુરી ગઈ પણ ના; એ તુચ્છ બાઈ માત્ર દૂધ ધવરાવ્યું હોવાને કારણે ડોમ્બી એન્ડ સન સાથે ભવિષ્યમાં પણ પોતાનો કોઈ સંબંધ માનતી થઈ જાય તો ? તરત તેમણે ડલ પતિ-પત્ની આવ્યા એટલે ગંભીરપણે બાઈને ઉદ્દેશીને સધન કર્યું – ભલી બાઈ તમે લોકો ગરીબ છો, એ હું જોઈ શકું છું. એટલે મારા પુત્રની ધાવમા તરીકે કામ કરીને તું પૈસા કમાવા ઈ છે એ સ્વાભાવિક છે. મારા પુત્રને જે ખેટ પડી છે, તે તે કશાથી ભરપાઈ થઈ શકે તેમ નથી, પરંતુ તારા કુટુંબની સુખ-સગવડમાં તું વધુ કમાણી કરી ઉમેરો કરે, એમાં મને કશો વાંધો હોઈ શકે નહિ. ઉપર ઉપરથી તે તું આ કામને માટે લાયક દેખાય છે. પણ મારા ઘરમાં નોકરીએ ચડે, તે પહેલાં મારે એક કે બે શરતો મૂકવાની છે. તારું નામ ગમે તે હોય તો પણ મારા ઘરમાં તું બાઈરિચાર્ડ્ઝ તરીકે જ ઓળખાશે. તારે પોતાને એ નામે ઓળખાવામાં કશે વધે છે? તું તારા પતિને પૂછી લે.” પતિએ તો આ દરમિયાન ટેવ પ્રમાણે પિતાના હાથનો પંજો હોઠ ઉપર ફેરવ્યા કરી તેને ઘૂંકથી ભીને કરવાનું કામ ચાલુ જ રાખ્યું હતું. તેણે આ સવાલના જવાબમાં કહ્યું, “એને જે નામે બેલાવવી હોય તે નામે બેલાવજો; અને પગારમાં એ બાબતની પણ ગણતરી કરી લેજે, એટલે બસ.” જરૂર; હું બધી વાતોને પગાર-ગણતરીને સવાલ જ કરી મૂકવા માગું છું. તો જે, બાઈરિચાર્ડઝ તું અહીં રહીને મારા પુત્રને ધવરાવતી હશે તે બદલ હું તને પૂરતા પૈસા આપીશ; પણ તે Page #36 -------------------------------------------------------------------------- ________________ ધાવમા દરમિયાન પછી તારે તારા કુટુંબને ખ્યાલ છોડી દેવો પડશે. તારે તે લેકોને લગભગ મળવાનું જ નહિ. અને તારી નોકરી પૂરી થાય, અને તને પગાર મળી રહે, પછી તારે અમારા કુટુંબને પણ એમ જ ભૂલી જવાનું, સમજી?” મિસિસ ટૂડલને આમાંનું કશું સમજાય તેમ ન હતું, પણ તેના પતિએ બધી વાતને હાજિયો ભણ્યા કર્યો. મિ. ડોમ્બીએ ઉમેર્યું, “તારે તારાં બાળકો છે જ; એટલે મારા પુત્ર તરફ તારે કશી માયા-મમતા ઊભી કરવાની કે બાંધવાની નથી. અને નોકરી પૂરી થઈ તથા તારા પૈસા ચૂકવાઈ ગયા, એટલે પછી તું તારે ઘેર અને મારે પુત્ર મારે ઘેર, એમ સમજવાનું, સમજી ?” આટલી આવશ્યક બાબતો કહી દીધા પછી મિડોમ્બીએ પગારની વાત નક્કી કરવાનું કામ પોતાની બહેનને સોંપી દીધું; અને પિલના પતિને સધીને કહ્યું, “તારે એક પુત્ર છે, કેમ ?” “ચાર તો છે જ, સાહેબ, ચાર નર અને એક માદા.” “વાહ, તું પાવી શકે એથી વધારે કહેવાય, ઓછાં નહીં.” “એક જ વસ્તુ મને ન પિવાય, સાહેબ.” “ કઈ?” એમાંનું કાઈ ઓછું થાય છે.” તને વાંચતાં આવડે છે ?” * ખાસ નહીં.” “લખતાં ?” “ચાક વડે.” “તારી ઉંમર બત્રીસ તેત્રીસ જેટલી તો હશે જ.” “લગભગ, સાહેબ.” “તો પછી તું ભણતો કેમ નથી?” “ભણવાનો જ છું, સાહેબ, મારા નાનકડાઓમાંથી એક જણ નિશાળે જશે ત્યારે મને શીખડાવશે.” Page #37 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન “મેં તારી પત્નીને જે બધું કહ્યું, તે તે સાંભળ્યું ને ?” પેલીએ સાંભળી લીધું છે, એટલે બસ છે.” “બધું તું તેના ઉપર જ છોડવા માગતો હોય, તો પછી તને મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી.” જરા પણ નહીં; પોલીએ બરાબર સાંભળ્યું છે, અને તે એ વખતે ઊંઘતી ન હતી, સાહેબ.” “તું ક્યાં નોકરી કરે છે ?” “આ રેલગાડી નીકળવાની થઈ છે ને, તેમાં સાહેબ.” તેને પણ વિદાય કર્યા પછી મિડી વિચારમાં પડી ગયા કે, આવી ગરીબ બાઈને પોતાનો પુત્ર સોંપીએ, તો તેને પોતાનો નાનો પુત્ર બદલી લેવાનું મન થાય કે કેમ ? અને છેક ઘડપણમાં જ આપણને એ વાતની ખબર પડે, ત્યારે શું થાય ? પણ આ બધી ચિંતાઓને આરો હોતો નથી, તેમ જ અંત પણ હોતો નથી. એટલે, છેવટે પિતે જ રોજ પોતાના પુત્રની પૂરતી તપાસ અને કાળજી રાખવાનો નિશ્ચય કરીને, તેમણે સમાધાન માન્યું. દરમ્યાન નીચેના બીજા ઓરડામાં, મિસિસ ચિક અને બાઈ રિચાર્ડઝ વચ્ચે પગાર વગેરેની બાબતમાં કાલકરાર થઈ ગયા, – અલબત્ત મિસ ટેક્સની પૂરી સલાહસૂચના મુજબ. મિસ ટકશે પછી મિત્ર ટૂડલને સંબોધીને કહ્યું, “તમારાં વહાલાં પત્નીને આવા સુખસાહ્યબીવાળા ઘરમાં મૂકીને જતાં તમને બહુ આનંદ થશે, નહિ વારુ ?” ના, મમ; મને તે તેને મૂકીને જવાનું જરાય ગમતું નથી.” પેલાએ જવાબ આપ્યો. • પેલી બિચારી પતિને આ શબદોથી તરત રડી પડી. મિસિસ ચિકને ચિંતા થઈ આવી કે, આમ લાગણીઓ ઉશકેરાવાથી તેનું દૂધ ખાટું થઈ જશે અને નાના ડાબીને નુકસાન થશે. એટલે તેણે તરત Page #38 -------------------------------------------------------------------------- ________________ ધાવ-મા ૧૭ મિસ ટસને આ મુલાકાતનો ઝટ અંત લાવવા સૂચના આપી દીધી; અને પોતે રિયાઝને કહ્યું – તારી બહેન જેમિમા તારા ધાવણ બાળકને બરાબર સાચવશે જ; એટલે તે તારે ખૂબ ખુશીમાં રહેવા કોશિશ કરવી જોઈએ, અને તારા બાળકની ચિંતા સદંતર ભૂલી જવી જોઈએ. તું જાણે છે ને કે, આપણી આ દુનિયા કોશિશની દુનિયા છે. તારે પહેરવાનાં શોકનાં કપડાંનું માપ હવે આપી દે. મારી દરજણ તને સરસ કપડાં સીવી આપશે. નાના ડોબીની માતાના તાજેતરના મૃત્યુને કારણે હમણું અહીં શેકનાં જ કપડાં પહેરવાં પડશે, પણ તેય આ ઘરને છાજે તેવાં સુંદર સુઘડ હશે જ.” અરે એ કપડાંમાં તું એવી સરસ શોભશે કે, તારા પતિ તો તને ઓળખી જ નહિ શકે,” મિસ ટેકસે ઉમેર્યું. અરે એ ગમે તેવી દેખાય કે ગમે ત્યાં દેખાય, પણ હું એને ઓળખી જ કાટુને !” ભલા ટૂડલે જવાબ આપ્યો. ખાનપાનમાં તને જોઈતી બધી પુષ્ટિકારક ચીજો મળશેપણ સ્વાદના ચટકા કરવા જશે, તે નહિ પાલવે. નાનકડા બાળકને સાચવવાનું એટલે, સમજી? ” મિસિસ ચિકે કહ્યું. “, બાન, છોકરાની માને વળી એ સમજાવવાનું હોય ?” ભલી રિચા જવાબ આપ્યો. “અને તને તારું પોતાનું બાળક ગમે તેટલું વહાલું હોય, પણ નોકરીએ રહ્યા પછી મારા ભાઈના પુત્રને સંભાળવાની જ ફિકર તારે રાખવાની. તારા બાળક માટે ઝૂર્યા નહિ કરવાનું સમજી? પગાર લઈએ, તેનું કામ બરાબર જ કરવું જોઈએ, મિસિસ ચિકે આખરી ઉપદેશ આપી દીધો. Page #39 -------------------------------------------------------------------------- ________________ મિ. ડેબીનું હોમ-ડિપાર્ટમેન્ટ મત બાનુની અંતિમ-ક્રિયા, એની સાધનસામગ્રી પૂરી પાડનાર કે ઇજારદારને અને પડોશીઓને સંતોષકારક રીતે – અર્થાત કોઈએ કંઈ કહેવાનું ન રહે તે રીતે પતી ગઈ. એટલે પછી મિત્ર ડોમ્બીના ધરનાં માણસો પોતપોતાના ચાલુ કામે વળગી ગયાં. બાઈ-રિયાઝ માટે ઉપરને માળ સુંદર કેદખાનું ઊભું કરવામાં આવ્યું હતું. અને તેમાં તે પુરાઈ પણ ગઈ. મિ. ડોબીનું મકાન વિશાળ હતું; પણ હવે તેમણે બિનજરૂરી ઓરડા બંધ કરાવી દીધા હતા તથા તેમાંનું અને બીજું પણ બિનજરૂરી ફર્નિચર કપડાંમાં કે કાગળમાં વીંટાવી દેવરાવી, મોટા મોટા ઘા કરાવી દીધા હતા. પિતાનો પુત્ર મોટો થાય અને તે બધા જ્યારે ખેલાવે ત્યારે ખરા ! નાના પલ ડેબીની ધાવ-માને આ બંદીખાનામાં આવ્યું કેટલાંક અઠવાડિયાં વીતી ચૂક્યાં હતાં. તેને ઘર બહાર નીકળવાની પરવાનગી ન હતી. મિસિસ ચિક તથા મિસ ટેક્સ કાઈ ખુશનુમા દિવસે વહેલી સવારે બાળકને બહારની હવા ખવરાવવા આવે, ત્યારે નાના પલને બરાબર વીંટીગૂંપી, હાથમાં લઈ એ બંનેની સાથે તે રસ્તાને કિનારે ખુલ્લામાં થોડાક આંટા મારવા નીકળતી. તે દેખાવ પણ એક નાનીશી સ્મશાનયાત્રા જેવો જ થઈ રહેતો. આજે રિચાર્ડઝ પિતાના ઓરડામાં બેઠી હતી, તેવામાં તેનું બારણું કાળી આંખેવાળી એક છોકરીએ ધીમેથી ઉઘાડયું. Page #40 -------------------------------------------------------------------------- ________________ મિ. ડેનું હેમડિપાર્ટમેન્ટ ૧૯ તે છોકરી મિડેબીની બાળ-પુત્રી ફરન્સ હતી. તેની ફઈને ત્યાંથી અબઘડી તે પાછી આવી હતી. રિચાઝે તેને પહેલાં જેઈન હતી; પણ તેણે કલ્પના કરીને જ પૂછયું, “સારાં તો છે ને, મિસ ?” એ મારે ભાઈ છે ?” ફરસે બાળક તરફ આંગળી કરીને સામું પૂછયું. “હા, મારાં સુંદર બાનુ; આવો અને એને બચ્ચી કરે.” પણ કરી આગળ વધવાને બદલે રિયાઝ સામું જોઈને પૂછી બેઠી : “તમે બધાએ મારી મમ્માનું શું કર્યું છે ?” ભલા ભગવાન! શો જવાબ આપું ? મેં તો કંઈ નથી કર્યું, મિસ. ” તો તેને મારી મમ્માનું શું કર્યું છે, કહેશો?” બાપરે, મારાથી રડી પડાશે જે; વહાલાં મિસ, તમે નજીક તે આવો; મારાથી જરાય બીશો નહિ.” “હું તમારાથી બીતી નથી, પણ તેઓએ મારી મમ્માનું શું કર્યું, તે મારે જાણવું છે.” વહાલાં મારાં, તમે તમારું આ કાળું સુંદર ફ્રેંક તમારાં મમ્માની યાદગીરી ખાતર જ પહેર્યું છે.” પણ હું તો મારી મમ્માને કોઈ પણ ફ્રોક પહેર્યું હોય તો પણ યાદ કરી શકું છું,” બાળક આંખમાં આંસુ સાથે બેલી ઊઠયું. “પણ જેઓ ચાલ્યાં જાય, તેઓની યાદ માટે જ લોકો કાળે પોશાક પહેરે છે.” ક્યાં ચાલ્યાં જાય ?” “જુઓ, અહીં મારી પાસે બેસે, હું એક વાત કહું.” ફૉરન્સને લાગ્યું કે, આ વાત પતે પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ હશે, એટલે તે નર્સના પગ પાસે પડેલા એક સ્કૂલ ઉપર બેઠી અને આતુરતાથી તેના માં સામે જોઈ રહી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ડેલ્બી એન્ડ સન એક વખત એક મેટાં બાનુ હતાં; બહુ સારાં હતાં અને ભલાં હતાં. તેમને એક બહુ વહાલી નાનકડી દીકરી હતી.” હૈ ? બહુ સારાં બાનુ હતાં, અને તેમને બહુ વહાલી દીકરી હતી ?” હા, હા; બહુ સારાં હતાં. તેથી જ ઈશ્વરે તેમને સ્વર્ગમાં પિતાની પાસે બોલાવી લીધાં; કારણ કે, ભલાં લેકને ઈશ્વર શાંતિમાં પોતાની પાસે રાખવા ઈચ્છે છે. એટલે, પેલાં ભલાં બાનુ માંદા પડયાં અને ગુજરી ગયાં, તથા તેમને ઝાડ ઊગ્યાં હોય એવી જમીનમાં દાટી દીધાં. ” “ ઠંડી ઠંડી જમીનમાં? ” “ના, ના, એ જમીન તે બહુ ટૂંફાળી હોય છે, ત્યાં પડેલાં નાનકડાં બી પણ સુંદર પુષ્પ બની જાય છે, અને ત્યાં પોઢાડવામાં આવેલી ભલી બાનુએ દેવદૂત બની સ્વર્ગે ઊડી જાય છે !” બાળકે પિતાનું નીચે નાખી દીધેલું માથું અચાનક ટટાર કર્યું. * પછી તે ભલી બાનુએ ઈશ્વર પાસે જઈને પ્રાર્થના કરી કે, તેની વહાલી દીકરી પણ મોટી થઈને બહુ ભલી થાય તથા સુંદર થાય; જેથી તે પણ જ્યારે ઈશ્વર પાસે જાય, ત્યારે ત્યાં પોતાની મમ્માને શોધી કાઢે અને પછી બંને જણ ત્યાં હંમેશાં સુખમાં ભેગાં રહે, અને કદી છૂટાં ન પડે.” નાનકડી ફરન્સ તરત તાળી પાડીને બેલી ઊઠી, “એ જ મારી મમ્મા; તમે મારી મમ્માની જ વાત કહી છે.” એટલું કહી તે તરત ઊભી થઈને રિચાર્ડઝને ગળે વળગી પડી. ભલી બિચારી રિચાર્ડ્ઝ તેના માથાના વાળ પસવારતી આંસુ રેલાવવા મંડી ગઈ. પણ એટલામાં બારણું બહારથી એક તીણો અવાજ આવ્યું, “હું, મિસ ફૉય ! તમારા પપ્પા જાણશે તો કેવા વઢશે ? તમને આ ધવરાવનારી બાઈ પાસે જઈ તેને પજવવાની મના છે, જાણે છે ?” Page #42 -------------------------------------------------------------------------- ________________ મિ. ડીનું હમડિપાર્ટમેન્ટ ૨૧ “ના, ના, મને કંઈ પજવતાં નથી, હ; મને બાળકે બહુ ગમે છે.” પોલીએ (રિચા) જવાબ આપ્યો. “બહુ ડહાપણ રહેવા દે, મારી બાઈ, મનેય મિષ્ટાન્ન બહુ ગમે છે, માટે નાસ્તા માટે કઈ ઓછું આપી દેવાનું હતું ? તમને ગમે છે, એટલે શું વળી ?” કંઈ નહીં, કંઈ નહીં.” કંઈ નહીં શું ? હંમેશા યાદ રાખવા મહેરબાની કરજો કે, મિસ ફૉય મારી સંભાળ હેઠળ છે, અને માસ્ટર પલ જ તમારી સંભાળ ' હેઠળ છે. મારા કામમાં કશી જ ડખલ કઈ કરી તો જુએ!” “પણ બાઈ, આમ લડી પડવાની શી જરૂર છે?” “વાહ, વાહ; તમારી સાથે લડે મારી બલારાત! મારી નોકરી તે કાયમી છે; તમારી તે માસ્ટર પલને ધવરાવતા સુધીની – ટેમ્પરવારી છે. ટેમ્પરવારી લોકોએ કાયમી લેક જેટલી પોતાની જાતને મોટી માનવાનું ભૂલી જવું જોઈએ.” મિસ ફરન્સ હમણાં જ ઘેર આવ્યાં નહિ?” પૌલીએ પેલીના ઊકળાટને લક્ષમાં લીધા વિના જ ધીમેથી પૂછયું. હા, મિસિસ રિચાર્ડ્ઝ, હમણું જ આવ્યાં; પણ હું મિસ ફલેય, તમને ઘરમાં આવ્યું પાએક કલાક તો થયો નથી, તે પહેલાં તમે તમારાં માના શાક ખાતર મિસિસ રિચાર્ગે પહેરેલા કીમતી પોશાકની કેવી વલે કરી મૂકી ?” સુસાન નિપરે હવે ફરન્સને જ અડાવવા માંડી. પણ હવે તે ઘેર પાછાં આવ્યાં એટલે કેટલાં ખુશમાં છે ? અને તેમના વહાલા પપ્પાને આજે રાતે મળશે ત્યારે તે કેટલાં બધાં રાજી થશે ? ઘર તે ઘર; પિતાના ઘર જેવું સુખ બાળકને બીજે ક્યાંય ન લાગે.” ભલી બાઈ રિચાર્ડઝે જવાબ આપ્યો. વાહ, મિસિસ રિચાર્ડઝ, બહુ મોટી વાત કહી દીધી ને કે તેમના પપ્પાને જોઈને રાજી થશે, હૈ? પણ પપ્પાને તો હવે દીકરે Page #43 -------------------------------------------------------------------------- ________________ રર ડેલ્મી એન્ડ સન મળ્યો છે અને નહોતો ત્યારેય આ ઘરમાં છોકરીઓની કશી કિંમત જ ગણતી નથી, સમજ્યાં ?” હું ? નવાઈની વાત ! તે શું મિડેમ્ની પત્નીના મૃત્યુ પછી એમને—” “મૃત્યુ પછી એક વાર તો નહીં, પણ તે પહેલાંય મહિનાઓના મહિનાઓ સુધી કાણે તેના તરફ નજર પણ નાખી છે? મારવી છે શરત, બાપને જે દીકરી રસ્તામાં સાની મળે તો એ તેને એાળખે છે કે નહિ, એ વાત પર ? અરે મિસ ફલેયની દેખરેખ માટે મને નોકરીએ રાખી છે ખરી, પણ બાપને મારી હયાતીની પણ જાણ હોય તો વાહ!” નિપર હવે ફરન્સને જોરથી ખેંચીને કમરાની બહાર લઈ જવા લાગી. ફૉરન્સે જતાં જતાં કહ્યું – “ફરી તમને મળવા આવીશ; તમે પણ મને મળવા આવશેને ? સુસાન કંઈ વાંધો નહીં લે; હૈ સુસાન, ખરી વાત ને ? ” સુસાન આમ તે ભલી બાઈ હતી; પણ તેને એવા સંસ્કાર મળેલા હતા કે, બાળકને પણ રોકડ નાણુંની પેઠે ખખડાવતા-ફેરવતા રહીએ, તો જ તે ચળકતું રહે. તેણે તરત અદબ વાળીને જવાબ આપ્યો – આવું તમારાથી ન પુછાય, મિસ ફૉય; તમે જાણો છો કે, હું તમને કશી વાતની ના પાડી શકતી નથી. હું અને મિસિસ રિચાર્ડઝ વિચારી જોઈશું કે, શું થઈ શકે તેમ છે. મિસિસ રિયાઝ તે મને ચીનની મુસાફરીએ મોકલવા ઈછે, પણ લંડન ડોકથી આગળ શી રીતે જવું તે રસ્તાની મને ખબર પડવી જોઈએ ને !” રિચાર્ડઝે ડોકું હલાવી સંમતિ દર્શાવી. આ ઘર કંઈ હસવા-રમવાથી ગાજતું ઘર તો છે નહિ. એટલે આપણે પિતે થઈને એકલવાયા સોગિયા થવાની શી જરૂર ભાઈ? તમારી ટોકરીઓ અને ચિકણીઓ ભલે મારા આગળના બે દાંત કાઢી લે, પણ તેથી કરીને મારે મારી આખી બત્રીસી તેમને શા માટે ધરવી ?” સુસાને થોડો વિચાર કરી, મક્કમ નિર્ણય જણાવ્યો. Page #44 -------------------------------------------------------------------------- ________________ મિ. ડેબીનું છેમડિપાર્ટમેન્ટ રિચા એ બાબતમાં પણ સંમતિ દર્શાવી. તો, મિસિસ રિયાઝ, તમારી સાથે હળી મળીને રહેવા હું તૈયાર છું; પણ મરજીમાં આવે તેમ હુકમોનો ભંગ ઝટઝટ કરી ન બેસીએ, એ જોતા રહેવું, ખરુંને?” સુસાન હવે છેક જ ઢીલી પડી ગઈ હતી. મિ. ડબ્બી જ્યારે નાસ્તો કરવા કે જમવા બેસે, ત્યારે રિચાઝે નાને પેલને હાથમાં રાખી, કાચમાંથી દેખાય તે રીતે બહાર આંટા મારવા પડતા. તે વખતે તેને વિચાર આવ્યા વિના રહેતો નહીં કે, આ મોટા મકાનમાં મિ. ડેપ્શી જાણે એક કેદી જ છે– પિતાના પુત્રને પણ તે કાચમાંથી – સળિયા પાછળથી જ જોઈ શકે કે મળી શકે ! પાસેથી તો નહિ જ ! આજે પણ નિયમ મુજબ તે મિ. ડોમ્બી જમવા બેઠા હતા ત્યારે નાનકડા પલને હાથમાં લઈ બહાર આંટા માર્યા કરતી હતી. પણ આજે નવાઈની વાત બની, અને મિત્ર ડોમ્બી બહાર આવીને પાસે ઊભા રહ્યા. ગૂડ-ઇવનિંગ, રિચાર્ડઝ” તેમણે કહ્યું; “માસ્ટર પિલના શા સમાચાર છે?” “બરાબર છે, સાહેબ.” દેખાય છે તો બરોબર. જોઈતી વસ્તુઓ મળી રહે છે ને ?” “હાજી, આભાર, પણ...” મિ. ડાબી હવે ચાલ્યા જતા હતા, પણ રિચાર્ડઝના જવાબમાં કંઈક બાકી રહેતું જોઈ, તરત પાછા વળ્યા. સાહેબ, નાનાં બાળકોને આસપાસ નાનાં બાળકો ખેલતાં કૂદતાં હોય કે કલ્લોલતાં હોય, તો વધુ મજા પડે.” જુઓ રિચાર્ડ્ઝમિડોમ્બી તરત કડક થઈને બેલી ઊઠયા; “તમને આ નોકરીએ લેતી વખતે મેં જણાવ્યું હતું કે, તમારાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ડી એન્ડ સન બાળકોને તમે અહીં નહિ લાવી શકે, કે તેમને જેવા તમે જઈ નહિ શકો.” આટલું કહી, તરત, તે પિતાના કમરામાં પેસી ગયા. બિચારી પલી સમજી ગઈ કે, પોતાની ઉપર શેઠને ખોટું લાગ્યું છે,– પિતાની વાત સાંભળ્યા-સમજ્યા પહેલાં જ ! પોતાનાં છોકરાને રમવા બેલાવવાની વાત તેની કલ્પનામાં પણ ન હતી ! બીજી રાતે જ્યારે પોલી મિડ ડેબી સમક્ષ રૅલને લઈને આંટા મારતી હતી, ત્યારે મિ. ડોમ્બી પાછી બહાર આવ્યા ને બોલ્યા, “જે નાના પલ માટે નાનાં બાળકોની સેબત તમે સારી માનતાં હે, તો મિસ ફૉરન્સ છે ને ?” હું પણ કાલે એ જ વિનંતી કરવા માગતી હતી, સાહેબ, મિસ ફરન્સની સેબત મળે તેના જેવું ઉત્તમ બીજું કાંઈ જ નહિ; પરંતુ તેમની બાઈએ મને એમ કહ્યું કે, એમને—” તરત જ મિ. ડોમ્બીએ ઘંટ વગાડ્યો, અને હુકમ આપી દીધે કે, રિચોઝ બોલાવે ત્યારે મિસ ફલેરન્સને તેની પાસે જવા દેવામાં આવે, તેમ જ તેની સાથે તે બહાર પણ જઈ શકે. ટૂંકમાં રિચાર્ડઝ છે તેટલે વખત બંને છોકરાં ભેગાં રહી શકે. મિસ ફૉરન્સને પણ ત્યાં બોલાવવામાં આવી. તે બિચારી ખચકાતી ખચકાતી અંદર આવી. મિ. ડોમ્બી જે જરા ધીરજથી જોઈ શકયા હોત, તો તેની આંખોમાં પોતાના પિતાને વળગી પડવાની અને રડી લેવાની ઈરછા તે વાંચી શક્યા હોત. ખાસ કરીને પોતાની માં ન હતી, ત્યારે એ બાળક પિતાની ગોદ વાંછતું હતું. પરંતુ પિતાએ કદી તેના પ્રત્યે કશાં ભાવ-મમતા દાખવ્યાં જ ન હતાં. એટલે તેમણે અંદર આવવાનું કહ્યા પછી પણ તે ખચકાતી ખચકાતી જ આગળ આવવા લાગી. “ફરન્સ, જરા જલદી કર! આ છોકરી શાનાથી બીએ છે, કોણ જાણે ?” મિ. ડાબી તડૂક્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ સિ ડોમ્બનું હાસ-ડિપાર્ટમેન્ટ ૨૫ પેલી અંદર તેા આવી પણ પોતાના બે પંજા જોરથી ભેગા કરી દબાવીને દૂર ઊભી રહી. << ખેલ જોઉં, હું કાણુ છું, તે તું જાણે છે?' પિતાએ સંતાનને પ્રશ્ન પૂછ્યો ! ' હા તમે પપ્પા છે.” “ તારે બસ મને બીજું કંઈ જ કહેવાનું નથી ? ’ છેકરીની આંખમાંથી તરત આંસુ નીકળી આવ્યાં; પણ બાપના મેાં સામું જોતાં જ તે આંસુ ત્યાં ને ત્યાં ઠરી ગયાં. તેણે ધીમે રહીને હાથ લાંબે કર્યાં. મિ॰ ડામ્બીએ તેને હાથ પેાતાના હાથમાં લીધે, પણ પછી તેને શું કહેવું કે શું કરવું તે ખબર ન પડવાથી, એટલું જ કહ્યું, “ ડાહી થા; જો રિચાર્ડ્ઝ પાસે જા ! ” બિચારી છેકરી તેા બાપુ પેાતાને ઊંચકી લઈ ચુંબન કરે છે કે નહિ, તેની જ રાહ જોતી હતી, તે હવે તરત ત્યાંથી પાછી વળીને રિયાઝ પાસે દોડી ગઈ. રિચાર્ડ્ઝે નાનકડા પાલ લૅારન્સને જોઈ તે ખુશ થયા છે એવે દેખાવ કર્યાં કર્યાં. પછી જ્યારે ઉપર ચાલ્યા જવાને વખત થયેા, ત્યારે તેણે ફ્લોરન્સને બાપુ પાસે અંદર જઈ તેમને ‘ગૂડ-ઇનિંગ ’ કહી આવવા સમજાવી; પણ તે તરત ખેાલી ઊઠ્ઠી, “ ના, ના, હું તેમને ગમતી નથી. ” મિ॰ ડેામ્મી એ બે જણ વચ્ચે ચાલતી ગડમથલ જોઈ ગયા; તેમણે પૂછ્યું, “ શું છે ? ” << C મિસ ફ્લોરન્સ આપને · ગૂડ-ઇવનિંગ ' કહેવા અંદર આવવા ઇચ્છે છે, પણ આપને ડખલ થશે એ બીકે ખચકાય છે.” ઃઃ ભલે આવે; મને કશી ડખલ થવાની નથી.” * * * ભલી પાલીએ આ બધી વાત મિસ નિપરને કરી. પણ તેણે એ બાબત કરશે. ઉમંગ ન બતાવ્યા . Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ડેબી ઍન્ડ સન મેં તે માન્યું કે, તમે આ વાત જાણી રાજી થશે.” પોલીએ હા, હું રાજી જ થઈ છું, આભાર, મિસિસ રિચાઝ” પણ તમે કંઈ રાજીપો બતાવ્યો તો નહીં !” “ કાયમી નોકરીવાળાં લેકો ટેમ્પરવારી લોકોની જેમ ઝટ રાજીપો બતાવ્યા ન કરે; સમજ્યાં ? જો કે આ ઘરમાં હવે ટેમ્પરવારી લોકોની બેલિબાલા થવાની, એમ મને તે દેખાય છે.” સુસાન ઘૂરકી. કાકી-ભત્રીજો ડાબી ઍન્ડ સનની ઓફિસે લંડનના ધમાલિયા વિભાગમાં આવેલી હતી. પાસે રેયલ એચેંજ હતું; સોનારૂપાથી ભરેલા ભંડારવાળી બેંક ઓફ ઈગ્લેંડ પણ આસપાસમાં જ હતી; અને ખૂણું ઉપર જ ઈસ્ટ ઇડિયા હાઉસ આવેલું હતું. કેટકેટલા અજાયબીભર્યા સામાનથી તે ભરપૂર હતુંઃ જર-ઝવેરાત વાઘ, હાથી, અંબાડીઓ, હુક્કાઓ, છત્રીઓ, માનાએ, ગાલીચાઓ, આગળ ચાંચ વાળેલી મોજડીઓ પહેરેલા રાજવીએ –બધું જ ત્યાં જાણે ઢગલાબંધ ખડકાયું હતું. થોડે દૂર વહાણવટાનાં સાધનો-ઓજારો વગેરેની મોટી વખારે અને દુકાને આવેલી હતી. એ બધી ઓજારની દુકાનમાં સોલેમન જિલ્સની દુકાન પણ હતી. વહાણવટામાં વપરાતાં માપક યંત્રો તે બનાવતો અને વેચતો. સાંજના સાડા પાંચનો સમય થવા આવ્યો હતો, અને શેરીઓની અવરજવર ઓછી થતી ચાલી હતી. એટલામાં વરસાદ વરસ શરૂ થયો. સલેમન જિલ્સ ચિંતા કરતો બેલી ઊઠો : “લે, અર્ધા કલા Page #48 -------------------------------------------------------------------------- ________________ કકે ભત્રીને ર૭ કથી ખાવાનું તૈયાર થઈ ગયું છે, છતાં હજુ ઑલ્ટર કેમ ન આવ્યો ?” કેટલીય વાર બારણું સુધી આંટા મારી મારીને થાક્યા પછી તે ગણગણ્યો, “મને છોડીને ચાલ્યો જાય તો નહીં, એટલી ખાતરી છે તેથી સ્તો; નહિ તો કયારના માની લેવું પડે કે, ભાઈસાહેબ બંદરેથી ઊપડતા કાઈ વહાણે ચડીને પરદેશ રવાના થઈ ગયા હશે!અને પછી ભત્રીજા વૉલ્ટર વગર પોતાનું શું થાય એ વિચારમાત્રથી કાકાનું આખું શરીર કંપી ઊઠયું. “એહેય કાકા-સેલ!” બહારથી જ અવાજ આવ્યો. “વાહ દીકરા, આવી પહોંચ્યા ?” તરત જ વરસાદમાં દોડતો દોડતો આવેલ એક આનંદી ચહેરાવાળો છોકરો અંદર દાખલ થયો. બેલો કાકા, આજે આખો દિવસ હું નહોતું, એટલે તમારી શી વલે થઈ તે સાચું બેલી જાઓ જોઉં. અને પછી ખાવાનું તૈયાર છે કે નહિ, તે પણ કહી દો; હું તો ભૂખે ડાંસ થઈ ગયો છું.” વાહ, તારા જેવો દુરો પાસે હોય, તેના કરતાં ન હોય તો વધુ સારી વલેજ થાય, દીકરા! અને ખાવાનું તો અર્ધા કલાકથી તારી રાહ જોઈ રહ્યું છે, અને ભૂખ્યો તો હુંય એ છો નથી થયો.” તે દોડો દોડો! વાર શી છે?” જમવા બેઠા પછી કાકાએ ધીરે રહીને પૂછ્યું, “પેઢી ઉપર તારી નોકરીના પહેલા દિવસે તારી જ શી વલે થઈ એ બેલવા માંડ, જોઉં.” પેઢી ઉપર બીજું શું થવાનું હતું, કાકા ? ત્યાં તો અંધારું ઘેર છે; મોટી મોટી તિજોરીઓ છે, અને ગલાબંધ કાગળિયાં છે. શાહી-ખડિયા-કલમો-પેટીઓ-પટારાઓ અને કરોળિયાઓ, બીજું શું?” બીજું કાંઈ નથી ?” “બીજું શું હોય ? એક ઘરડા પંખીનું પાંજરું છે, ખરું.” પણ બેંકરોના ચોપડા, ચેકબૂકે, બિલ, એવું એવું કશું નથી?” Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ડી એન્ડ સન “લે! એવું એવું તો ઘણું છે; પણ એ બધું મિ. કાર્કરના કમરામાં કે મિત્ર મોર્ફિનના કમરામાં કે મિ. ડોમ્બીના કમરામાં હેય.” “આજે મિત્ર ડોમ્બી ત્યાં આવ્યા હતા ?” “આવ્યા'તા સ્તો; આખો દહાડો.” “તારા તરફ નજર બજર નહીં કરી હોય, ખરું ?” “કરી જ હતી; હું બેઠો હતો ત્યાં આવી એટલું બેલ્યાઓહ, વહાણવટાનાં માપક યંત્રો બનાવનાર મિજિલ્સનો દીકરે, કેમ?” કહ્યું, “ભત્રીજે, સાહેબ.” તેમણે કહ્યું, “મેં મત્રોનો જ કહ્યું હતું, વળી !' પણ કાકા, હું સેગંદ ઉપર કહેવા તૈયાર છું કે, તેમણે “દીકરો જ કહ્યું હતું.” “કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં.” “મને પણ કશો વાંધો નથી, કાકા; મને તમારો દીકરો કહે કે ભત્રીજો કહે, ગમે તે કહે, પણ એમાં એમણે એટલી અકડાઈ રાખવાની શી જરૂર ? ઠીક, પછી તે બેલ્યા કે, તમે તેમને મારે વિષે વાત કરેલી તે ઉપરથી તેમણે પેઢીમાં મારે માટે નોકરી ગોઠવી છે; પણ મારે કાળજીપૂર્વક તથા વખતસર કામકાજ કરવું, – આટલું કહી તે ચાલ્યા ગયા. જોકે, કાકા, તેમને હું ગમ્યો હોઉં એવું બહુ ન લાગ્યું. ” એટલે કે તેને તે બહુ ન ગમ્યા, એટલું જ તારે કહેવું છે ને?” એમ જ હશે, કાકા; પણ તે વખતે એ કશો વિચાર મને નહોતો આવ્યો.” સેલેબન-કાકા ખાતાં ખાતાં ભત્રીજાના ઉજજ્વળ ચહેરા તરફ જ જોવા લાગ્યા. પછી ભેજન પૂરું થતાં તે તરત ઊઠયા અને દીવા સાથે નીચેના ભોંયરામાં જઈ એક જૂની બાટલી કાઢી લાવ્યા. ઓહો, સેલ-કાકા, આ તે તમારા જૂના અભુત દારૂ મેડીરાની શીશી છે ને? હવે તમારી પાસે બીજી એવી એક જ શીશી રહી, એ હું જાણું છું.” Page #50 -------------------------------------------------------------------------- ________________ કાકા-ભત્રીજો ' હકાર ’-સૂચક ડાકું હલાવ્યું અને શીશી ઉઘાડીને કાકાએ ત્રણ પ્યાલા ભરી ટેબલ ઉપર મૂકયા. "" જો બેટા, તું આજે જ જિંદગીમાં તારી પહેલી નાકરીએ દાખલ થયા છે; તે નિમિત્તે આ એક શીશી લાવ્યેા છું; બાકી રહેલી ખીજી શીશી તેા તું જ્યારે બરાબર ઠેકાણે પડે અને સુખી થાય ત્યારે તારે હાથે તાડજે. "" ૨૯ છેકરા કાકાની પાતા ઉપરની મમતા જોઈ ગળગળા થઈ ગયા. અંતે જણે એક-બીજાના પ્યાલા અડકાડીને એકબીજાની શુભેચ્છામાં પી લીધા. કાકા હવે ભત્રીજા સામે સ્થિર નજરે જોઈ રહ્યા. પછી તે પેાતાની જાતને જ સંભળાવતા હેાય તેમ ધીમે ધીમે ગણગણ્યાઃ “બેટા, વહાણવટાનાં માપક-યંત્રો બનાવવાના ધંધે તે હું ટેવને માર્યાં જાળવી રહ્યો છું. કામ છેાડી દઉં તેા ભાગ્યે હું જીવતા રહી શકું, એટલા માટે. પણ બેટા, હવે દિવસેા બદલાતા જાય છે, રીતરસમે। બદલાતી જાય છે, માણસા પણ બદલાતાં જાય છે. નવી નવી શેાધે થતી જ આવે છે, અને હું બધી રીતે પાછળ પડતા જાઉં છું. જો તે, પેકહામની એર્ડિંગ સ્કૂલમાંથી તું પાછો આવ્યા ત્યાર પછીના દશ દિવસથી કેાઈ માણસ આ દુકાને ફરકયું પણ છે?” “એ માણસા ફરકયા હતા, કાકા! એક તેા પાઉંડનું પરચૂરણ લેવા આવ્યેા હતા; અને બીજી એક બાઈ ‘માઈલ-એન્ડ નાકાને રસ્તે પૂછવા આવી હતી.” “ સાચી વાત, એ છે માણસા જરૂર આવ્યાં હતાં; પણ તેમણે આપણી દુકાનમાંથી કશું ખરીદ્યું ન હતું, બેટા. અને કશું ખરીદવું હાત, તે પણ તેએ બીજી જ દુકાને ગયાં હેાત. જંગલીઓના ટાપુ ઉપર રહેનારા રૅબિન્સન ક્રેસે પણ પરચૂરણ માગવા આવનાર કે રસ્તા પૂછ્યા આવનાર ઘરાક ઉપર જીવી શકે નહિ. અલબત્ત, હું કાઈના વાંક નથી કાઢતા; બધું જ બદલાઈ ગયું છે, અને હું જ પાછળ Page #51 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન પડી ગયો છું. મારી દુકાનની આઠમાંથી સાત ચીજો જૂની ફેશનની છે. હું પોતે જ જૂની ફેશનનો દુકાનદાર છું. અને હવે આગળ દોડતા જમાના સાથે દોડવાનું ઘરડે ઘડપણ મારાથી બની શકે તેમ નથી. એટલે, તને મારી આ જરીપુરાણું દુકાનમાં ગાંધી રાખવાને બદલે, ચાલુ જમાનાને નવે ચીલે ચડાવવાનું વિચારીને, મારા આખા જીવનના એકમાત્ર બાકી રહેલા ઓળખાણનો લાભ લઈ, તને મેં મિ. ડોમ્બીને ત્યાં નોકરીએ રખાવ્યા છે. તો બેટા, ડેબીની પેઢીમાં તું દિલ દઈને કામ કરજે, અને સુખી થજે !” કાકા, તમે મને છેવટ સુધી ચાહતા રહો એવો પ્રયત્ન હું જરૂર કરવાને, એની ખાતરી રાખજે.” હા બેટા, તું જરૂર પ્રયત્ન કરશે, એમ હું માનું છું. પણ દીકરા, એક વાત કહી દઉંઃ દરિયા પારની તને ગમે તેટલી માહિતી હોય, પણ તું વહાણવટાની લતમાં ન પડીશ; મારું કહેવું માનજે. એ બધી વાત કહેવા પૂરતી જ સારી છે; બાકી એમાં કંઈ માલ નથી; કશે જ માલ નથી, બેટા.” જોકે, દરિયાની વાત માત્ર નીકળતાં જ સેલેમન જિન્સ પોતે જ આનંદમાં આવી જઈ હાથે ઘસવા માંડતો. તેને પોતાને જ દરિયાની ઓછી મોહિની ન હતી; અને તેણે જ ભત્રીજાને વાત કહી કહીને એ મોહિની તેના મનમાં ઊભી કરી હતી. દરિયાખેડુઓનાં સહસ, પરાક્રમ, દિલેરી, વહાણ ડૂબવાનું થાય ત્યારે નાનો ભાઈ મછવામાં ચડી ગયો હોય છતાં, મેટાભાઈના કુટુંબનો વિચાર કરી પોતે દરિયામાં કૂદી પડી મોટાભાઈને જગા કરી આપે–વગેરે કંઈ કંઈ વાતો અને કહાણીઓને સલેમન ખજાનો હતો. પરંતુ હવે વાતચીત આગળ ચાલે તે પહેલાં ત્રીજી વ્યક્તિ ત્યાં દાખલ થઈ. તેમને એક હાથે કાંડા આગળ પંજો હોવાને બદલે લેઢાનો દૂક લગાડેલો હતો. એમને માટે જ પેલો ત્રીજો પ્યાલો ભરી રાખવામાં આવ્યો હતો. Page #52 -------------------------------------------------------------------------- ________________ કાકા-ભત્રીજો તે બહુ ખુશનુમા ચહેરાનો ભલો માણસ હતો, અને પોતાના પરિચિતમાં “કેપ્ટન-સાહેબ” નામથી સંબેધાતો. વસ્તુતાએ પણ તે રિટાયર્ડ થયેલો એક વહાણવટી જ હતો, અને તેનું નામ એડવર્ડ કટલ હતું. - નોકરીએ દાખલ થયેલા વૅટરની શુભેચ્છમાં કેપ્ટન કટલે એ પ્યાલો ભાવથી ઉઠાવ્યો અને ખાલી કર્યો. કાકાએ ભત્રીજા માટે વધુ પ્યાલો ભરવા માંડ્યો. વોલ્ટર ને પાડવા ગયો. પણ કાકાએ કહ્યું, “બેટા, આ શીશી હવે પૂરી જ કરી નાખવાની છે; અને હવે એક પ્યાલો તું જે પેઢીમાં નોકરીએ જેડાયો છે તેની શુભેચ્છામાં આપણે બધા પી નાખીએ. બેટા વૉલ્ટર, તું ભલેને તે પેઢીમાં આજે જ નોકરીએ દાખલ થયે; પણ, કોણ કહી શકે ? સર રિચર્ડ વિટિંગ્ટન પિતાના શેઠની દીકરીને જ પરણ્યો હતો ને ?” “બરાબર છે, “વિટિઝન ઑર્ડ મેયર ઑફ લંડન'– દીકરા વેલ, તું જરૂર મોટો બનવાનો –મારી આશિષ છે,” કેપ્ટન કટલ બોલી ઊઠ્યા. જેકે, મિ. ડોમ્બીને પુત્રી નથી.” સેલ-કાકાએ ઉમેર્યું. “ના, ના, કાકા, તેમને દીકરી છે!” બિચારો વૉટર હસતો હસતો અને શરમથી લાલ લાલ થઈ થતો બે. “હૈ ? દીકરી છે ?” હા આજે જ ઓફિસમાં વાત થતી હતી. અને કેપ્ટન-કાકા, તેઓ કહેતા હતા કે, મિ. ડેામ્બીને પોતાની છોકરી ગમતી નથી; એટલે તેને નોકરોને જ સોંપી રાખવામાં આવી છે. મિ. ડાબી તો * એક ગામઠી છોકરો વિટિંગ્ટન, ઘેરથી ભાગી લંડન પગપાળ ભૂખ અને થાકથી પીડાતો આવી પહોંચ્યો. એક ઘરના પગથિયા ઉપર નિરાશ થઈને બેઠો તેવામાં ચર્ચના ઘડિયાળમાં કંકા પડયા, તેમાં તેને “ ટન ટન વિટિંગ્ટન ડે મેયર ઓફ લંડન !” એવા શબ્દો સંભળાયા. તે હિંમત રાખી ઊભો થયો, અને છેવટે ખરેખર લંડનને મેયર બન્યો, એ વાતનો ઉલ્લેખ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ३२ ડી ઍન્ડ સન પેાતાના નાનકડા છેકરાના ખ્યાલામાં જ મસ્ત રહે છે, અને એ છેકરા એમના ધંધામાં અત્યારથી જ ભાગ લેવા લાગ્યા હોય, એમ જ મિ॰ ડામ્બી માને છે અને વર્તે છે. ’ << જીએ કૅપ્ટન, આ છેકરે! એ છેાકરી બાત કેટલી બધી વાતા અત્યારથી જાણતા થઈ ગયે! છે !'' સાલ-કાકાએ કહ્યું. જાએ, જાઓ, કાકા; આજુબાજુ વાતે થાય, તે કાને પડી ગઈ, તેમાં શું થઈ ગયું? છતાં, આ પ્યાલે! આપણે ડામ્બી – સન ઍન્ડ ડેંટર, એમ બધાની શુભેચ્છામાં પી લઈએ !” ** ૧ પૌલના નામકરણ-વિવિધ ૧ નાના પૉલ ફૂલ કુટુંબના લેહીતી કરી ખરાબી ચેટયા વિના રાજબરાજ મજબૂત અને ધિગે! બનતા ચાલ્યે. ઉપરાંત, રે!જ તે રાજ મિસ ટૅક્સ પણ નાના પૉલની ચિતા દાખવી દાખવીતે મિ ડે!મ્મીના ઘરમાં અને મિ॰ ડામ્બીના મનમાં પેાતાનું આગવું સ્થાન ઊભું કરતાં ગયાં. મિસ ટેકસ મિસિસ ચિકને વારંવાર કહ્યા કરતાં કે, નાનકડા પોલ માટે બધું જ કરી છૂટવાનું તેમને એટલું બધું મન રહ્યા કરે છે કે, તેમને પેાતાના ઘરનું કે પેાતાનું બીજું કશું કામ જ સૂઝતું નથી. ધીમે ધીમે પૅાલના નામકરણ-વિધિને સમય આવી પહે ંચ્યા. મિ॰ ડેામ્મીએ તે પ્રસંગે મિસ ટેંકસની મમતાભરી લાગણીની કંઈક કદર કરવાને વિચાર પેાતાની બહેન લુઇઝા આગળ રજૂ કર્યાં. મિસિસ ચિકે ભાઈ તે એ વિચાર વધાવી લીધેા અને ઉમેર્યુ "કે, અંગ્રેજી ભાષાના ત્રણ જ શબ્દ ડેમ્ની ઍન્ડ સન ' માટે મારી સખીને ક્રાણુ જાણે કેટલેા બધેા આદરભાવ, અરે, ભક્તિભાવ છે ! પછી ' Page #54 -------------------------------------------------------------------------- ________________ પલને નામકરણવિધિ તેણે ધીમે રહીને નામકરણ-વિધિ વખતે મિસ ટેકસને પલની “ગેડમધર” જાહેર કરવાનો પ્રસ્તાવ ભાઈ સમક્ષ રજૂ કર્યો. મિ. ડબ્બી તરત સાબદા થઈ ગયા. તેમની બહેને એ જોઈ તરત ઉમેર્યું, “જેજે ભાઈ એમ માનતા કે હું બીજો કોઈ અર્થ કે ભાવ મનમાં રાખીને આ કહું છું.” ઠીક; બાકી એક વાત હંમેશા યાદ રાખજે, લુઈઝા, કે, હું અને પલ હવે અમારી વચ્ચે કે અમારી સાથે બીજી કોઈ વ્યક્તિને આવવા દેવાના નથી. તે પોતાનું બચપણ વિતાવીને મોટો થાય, એટલે હું તેને તેના ઉજજવળ ભાવીમાં પ્રવેશ કરાવવા ઉત્સુક છું. એ સિવાય બીજી કશી કલ્પના કે આકાંક્ષા મારા દિલમાં નથી. તે મોટો થઈને પિતાની પેઢીને અનુરૂપ નવા શક્તિશાળી મિત્રો અને સંબંધો ઊભા કરશે જ–જે સંબંધે પણ પેઢીને છાજે તેવા તથા ગૌરવ અપે તેવા જ હશે. પરંતુ ત્યાં સુધી હું એ જ તેને માટે બસ છું. અમારી બેની વચ્ચે કોઈ ત્રીજું ઘૂસી આવે અથવા આવવા ઈચ્છે એ વસ્તુ હું સહન નહિ કરી શકું.” લુઇઝા સમજી ગઈ ક, મિ. ડેમ્ની પોતાની અને પોતાના પુત્રની વચ્ચે આવવા ઈચ્છનાર દરેક પ્રત્યે અવિશ્વાસની નજરે જ જેશે. આખા જીવન દરમ્યાન તેમણે કોઈને કદી મિત્ર બનાવ્યો ન હતોતેમના ઠંડા અને અલગ રહેવા છતા સ્વભાવને કોઈ મિત્રની જરૂર ન હતી; કે કઈ મિત્ર મળી શકે તેમ પણ ન હતું. ઉપરાંત, મિ. ડોમ્બીને એ ટાઢે સ્વભાવ પણ હવે જ્યારે પિતાના પુત્રના ઉજજવળ ભાવી અને પ્રગતિની દિશામાં વળી જઈને જામીને પથ્થર જે થઈ જવા લાગ્યો હતો, ત્યારે તે તેમાં માર્ગ કરી સ્થાન મેળવવાની આશા કઈ રાખી શકે તેમ જ નહોતું. મિ. બીએ હવે પેલના નામકરણ-વિધિની તૈયારી માટે પરવાનગી આપી દીધી; ઉપરાંત તે વિધિ હવે જલદીમાં જલદી પતાવી છે.-૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ ડેમી ઍન્ડ સન નાખવામાં આવે, એવા આગ્રહ પણ રાખ્યા. અલબત્ત, પેાતે કરેલા ખુલાસાની અપેક્ષાએ, મિ॰ ડામ્મીએ મિસ ટૅક્સને પાલની ‘ગૅડમધર ’ તરીકે જાહેર કરવાનું સ્વીકાર્યું. ૩૪ k દેવળમાં બધા વિધિ પતવી ઘેર આવ્યા પછી, મહાભેાજન બાદ મિ॰ ડામ્બીએ રિચાર્ડ્ઝને સૌની સમક્ષ ખેાલાવી અને તેને ગંભીર શબ્દોમાં ઉદ્ધેાધન કર્યું.. છેલ્લા છ મહિનાથી આ ઘરમાં આવ્યા બાદ તમે તમારું કર્તવ્ય દિલ દઈ તે ખજાવ્યું છે. આજના વિધિ નિમિત્તે, તમારી એ સેવાઓની કંઈક કદર કરવા સારુ મેં મારાં બહેન મિસિસ ~~~ 33 ‘ચિક,” મિચિકે પેાતાનું નામ યાદ કરવામાં મિ॰ ડામ્બીને મદદ કરવા ઝટ ઉમેર્યું. cr વચ્ચે ન મેલવા મહેરબાની કરેા તા!” મિસ ટેંસિ મેલી << ઊડ્યાં. “હું તમને એમ કહેવા જતા હતા, રિયાઝ, કે જ્યારે તમે પહેલે દિવસે તમારા આખા કુટુંબ સાથે અહીં નાકરીએ રહેવા આવ્યાં હતાં, ત્યારે હું જાણી શકયો હતા કે, તમારું કુટુંબ અજ્ઞાનમાં ડૂબેલું છે. જો કે, બધાંને સરખાં કરવા ઇચ્છતી જાહેર કેળવણી નામની ચીજ તરફ મને પેાતાને નફરત છે; છતાં નીચલા થરના લેાકેાને તેમની સ્થિતિનું ભાન કરાવે, તથા તેમને યેાગ્ય રીતે વર્તન રાખતાં શીખવે એવી કેળવણી આપતી શાળાઓને હું પસંદ કરું છું જ. · ચૅરિટેબલ ગ્રાઇન્ડર્સ ” નામના ટ્રસ્ટ તરફથી ચાલતી શાળામાં એક બાળકને ભરતી કરવાનેા મને હક છે, અને ત્યાં એક જગા તાજેતરમાં ખાલી હોવાથી, મેં તમારા બાળકને ત્યાં ભરતી કરવા ચિઠ્ઠી લખી હતી. ત્યાં છેકરાઓને હિતકર કેળવણી મફત આપવામાં આવે છે, એટલું જ નહિ પણ, એક સારી વરદી અને પટો પણ તેને પહેરવા આપવામાં આવે છે, જેથી તે બાળક એ સંસ્થાનું છે એમ ઝટ જણાઈ Page #56 -------------------------------------------------------------------------- ________________ પોલને નામકરણવિધિ ૩૫ આવે. તમારા બાળકને આજે એ શાળામાં દાખલ કરી દેવામાં આવ્યું છે, તથા તેને વરદી પણ મળી ગઈ છે. તેને નંબર ૧૪૭ છે.” રિચાઝ ધીમે અવાજે બોલી, “આપ સાહેબે મારા મેટા છોકરાને આ રીતે યાદ કર્યો, તે બદલ હું આપની ઘણું ઘણું આભારી .” તમારામાં આભાર માનવા જેટલી લાગણી છે, એ જાણું હું ઘણી રાજી થઈ છું, રિયાઝ” મિસ ટેકસે ઉમેર્યું. એનો અર્થ એટલો જ કે, હજુ દુનિયાના લોકોમાં કૃતજ્ઞતા નામની ચીજને સદંતર લોપ નથી થયો.” મિસિસે ચિકે પૂર્તિ કરી. પણ ઉપર ગયા પછી નાનો પલ પોતાના ખેળામાં હોવા છતાં, બિચારી રિયાઝ પિતાના મેટા છોકરા બાઈલરને યાદ કર્યા વિના ન રહી શકી. સંસ્થાની વરદીમાં એ બિચારો કે જકડાને હશે, તેને હાલતાં ચાલતાં ફાવતું હશે કે નહિ, એવા જ વિચારો તેને મંઝવી રહ્યા. સુસાન આવતાં જ તે બેલ્યા વિના ન રહી શકી, મારા છોકરાને એક વાર જોવાનું મને એવું મન થયા કરે છે—” તો એમાં વિચાર શા માટે કર્યા કરે છે, મારી બાઈ ! જઈ નાખ એટલે પત્યું!” પણ મિ. ડબ્બી હરગિજ પરવાનગી ન આપે; અને તેમણે આટલો મોટો ઉપકાર કર્યો હોય તે જ વખતે તેમને ન ગમતી ચીજ બાબત તેમની રજા માગવા જવું, એ પણ નરી કૃતજ્ઞતા કહેવાય.” પણ પરવાનગી ભાગવી જ શા માટે? કાલે આપણું બે ઈસ્પેકટરો ટોક્સ અને ચિક આવવાના નથી, એમ તેમને મોઢે જ મેં સાંભળ્યું છે, તો અને તું મિસ ફૉય અને નાનકડા પોલને લઈને એ બાજુ ફરવા નીકળીશું” પેલી એટલી બધી હિમત કરવા તૈયાર ન હતી; પરંતુ છેવટે એ જ વિચાર થોડો વધુ વખત મનમાં ઘૂમતો રહેતાં, તેણે માત્ર પોતાના ઘરના બારણું બહારથી જ, છોકરાંને જોઈ લેવાનું નક્કી કર્યું. Page #57 -------------------------------------------------------------------------- ________________ વિટિંગ્ટન: લોર્ડ મેયર ઓફ લંડન લીકાન ટૅગ્સ ગાર્ડન્સ તરફ આવેલું હતું. પણ તે તરફ અત્યારે રેલવે લાઈન નંખાતી હોવાથી મકાનો તોડી ફોડી, રસ્તાઓ બેદી કાપી, ધરતીકંપને ચિરાડે આખે રસ્તે પડ્યો હોય તેવી દશા કરી નાખવામાં આવી હતી. એ રસ્તા ઉપર થઈને સહીસલામત રીતે ચાલવું પણ મુશ્કેલ હતું; પણ એ જ રસ્તે થઈને રિયાઝ અને નસીબ એ બે જણ થઈને ડોમ્બી એન્ડ સન'માંના “સન” પેલને સાથે લઈને જતાં હતાં. ઘર આગળ પેલીની નાની બહેન જેમિમા બારણામાં જ ઊભી હતી. તે કશું સાંભળ્યા વિના આગ્રહ કરીને બધાને ઘરમાં ખેંચી જ ગઈ. પલી પિતાના મોટા છોકરાને જોવા આવી હતી; પણ તે તો ન જ મળ્યો – તે નિશાળે ગયો હતો ! આજે અર્ધી રજા હોવાથી તે વહેલો પાછો આવે ત્યાં સુધી તે લોકોને ભવા જેમિમાએ કહ્યું; પણ તે અશક્ય હતું. એટલે સુસાને જ સૂચવ્યું કે, આપણે પાછા ફરતાં એ રસ્તે જરા વળીને જઈશું, તો તે પાછો આવતો હશે તે રસ્તામાં જ મળી જશે ! મિ. ડાબીના ઘરમાં જમવાને સમય થવા આવ્યા હતા; એટલે બધાંએ ઝટપટ ઘર તરફ પાછાં ફરવું જોઈએ; અને તેઓ તે પ્રમાણે નીકળ્યાં પણ ખરાં. પણ પેલીના છોકરા બાઈલરની બિચારાની વલે બેસી ગઈ હતી. સંસ્થાને પોશાક પહેરી તે રસ્તા ઉપર થઈને જતા, ત્યારે Page #58 -------------------------------------------------------------------------- ________________ વિટિંગન લૉર્ડ મેયર ઓફ લંડન' શેરીઓના રખડતાં બધાં છોકરાં તેની ઉપર કેવળ મજાક ખાતર જ તૂટી પડતાં. કોઈ કાગડો મેરનાં પીંછાં પહેરીને આવે, અને બીજા કાગડા તેની ઉપર તૂટી પડે, તે ભાવથી જ પહેલે જ દિવસે તેના ઉપર પ્રથમ કાંકરા વરસ્યા; અને પછી એકાદ મોટા છોકરાએ વધુ નજીક આવી તેના માથા ઉપરથી ટોપી ઉરાડી નાખી; પેલો બિચારો ટોપી લેવા દોડયો, તો બીજા છોકરા લાતો મારી તે ટોપીને ગટરના પાણીમાં લઈ ગયા; અને પછી તો તેને પોતાને જ આખે ઉપાડી ગટરમાં ઝબકાળી દીધો. તે આજે નિશાળે ગયો હતો ત્યારે સંસ્થાનો પિશાક મેલ કરીને આવવા બદલ તેને માસ્તરે ખૂબ માર માર્યો હતે. એ માસ્તરમાં બીજી કશી આવડત જ ન હતી; પણ નાનાં છોકરાં છળી મરે એ તેના મન કઠોર દેખાવ, અને સોટી ઝટ વાપરી બેસવાની તેની લઢણુ – એટલી લાયકાતને કારણે જ તેને એ ધર્માદા સંસ્થામાં માસ્તર તરીકે રાખવામાં આવ્યો હતો. બાઈલર નિશાળેથી છૂટયો, ત્યારે છોકરાઓ આજે પણ તેની રાહ જોઈને બેઠા હોય તો તેમને ટાળવા ખાતર જ બીજા વાંકાચૂકા રસ્તે થઈને તે ઘેર આવવા લાગે. મુખ્ય રસ્તા ઉપર છેવટે તે આવ્યો તે વખતે જ, કસાઈને એક જુવાનિયા છોકરાની આગેવાની હેઠળ તોફાન કરવા ભેગું થયેલું રખડેલ છોકરાંઓનું એક ટોળું તેના ઉપર તૂટી પડ્યું. તેની મા પોલીએ તે જ વખતે તેને દૂરથી જોઈ લીધું. તરત નાનકડા પલને સુસાનના હાથમાં સોંપી તે પેલા ટોળા તરફ પોતાના છોકરાને બચાવવા દોડી. પણ અનર્થો આવવા માંડે ત્યારે હંમેશાં ટોળાબંધ જ આવે છે. સુસાન પલ તથા ફલૅરન્સને સાચવતી આમતેમ રસ્તા ઉપર રઘવાઈ થઈને આંટા મારતી હતી, તેવામાં એક ઘોડાવાડી જેરથી તેમની ઉપર ધસી આવી. આસપાસના લોકોએ જરા ખબરદારી દાખવીને એ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૯ ડો ઍન્ડ સન બધાંને ધેડાએના પગ તથા ગાડીનાં પૈડાં નીચેથી જાણે ખેંચી લીધાં. પણ એ ગભરામણુ રામે, એવામાં એક ગાંડેા સાંઢ સામેથી દોડતા આવતા હેાવાની બૂમ સંભળાઈ. આખા રસ્તામાં ચીસાચીસ તથા નાસભાગ મચી રહી. લારન્સ પણ સૌને દેાડતાં જોઈ નાસવા લાગી. અને કયાં જવું તેનેા ખ્યાલ ન હાવાથી સીધે રસ્તે જ દોડવા લાગી. સુસાનને પણ પેાતાની પાછળ જ આવવા તે ખૂમે। પાડવા લાગી. પરંતુ સુસાનને પેાતાની જાત ઉપરાંત પાલને બચાવવાનેા હતેા; એટલે લૅારન્સની પેઠે ફાવે તેમ દોડવા કરતાં કાઈ સુરક્ષિત સ્થળે પેસી જવાની જ વેતરણમાં તે પડી. પરિણામે, કલારન્સ અને સુસાન જ્યારે કંઈક સ્વસ્થ થઈ આસપાસ નજર કરી શકે તેમ થયું, ત્યારે બંનેને ખબર પડી કે, બંને એકબીજાથી કયારનાં છૂટી પડી ગયાં છે અને એકલાં જ છે! લૅારન્સ હવે ગભરાઈ જઈને ‘સુસાન’, સુસાન’ એવી બ્રૂમે પાડવા માંડી અને કલ્પાંત કરતી આમ તેમ દેાડવા લાગી. એક ચીંથરેહાલ ડેસી ક્લૅરિન્સને એકલી દોડતી જોઈ તેની પાછળ પાછળ કયારની ચૂપકીથી આવતી હતી. તે હવે હાંફતી હાંફતી તેની નજીક આવી પહેાંચી. ફ્લરન્સે તેને પેાતે સુસાનથી છૂટી પડી ગયાની વાત કરી, એટલે એ ડેાસી તેને ખાટું સમજાવીને આડે રસ્તે દૂર પેાતાની ધેાલુકા તરફ ગઈ. ત્યાં જઇ, બારણું બંધ કરી, ડરાવી ધમકાવી તેણે કલારન્સનાં બધાં નવાં કપડાં ઉતારી લીધાં, અને પછી પાતાની પાસેનાં જૂનાં ચીંથરાં તેને પહેરાવી, કશું ખેલવાની મના કરી, આડે અવળે રસ્તે થઈ, એક રસ્તા ઉપર લાવીને તેને ત્યાં મૂકી દઈ, તે પાછી ફરી. ર રસ્તા ઉપર એકલી ઊભવા છતાં, એ ડેસીએ કશું મેલવાની મના કરી હેાવાથી, ફ્લોરન્સ ગુગ્રુપ જ ઊભી રહી. પછી ઘણે વખત થવા છતાં ડૅાસીને પાછી ન આવેલી જોઈ, તેણે હવે રસ્તે થઈ ને જતા Page #60 -------------------------------------------------------------------------- ________________ Page #61 -------------------------------------------------------------------------- ________________ , s મા * - - - - * ૪. ૨ - - - S ભૂલી પડેલી ફલોરન્સની અવદશા વૉલ્ટર જુએ છે. – પૃ. ૩૯. Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિંગ્ઝન : લોર્ડ મેયર ઑફ લંડન’ ૩૯ આવતા લેાકાને કહેવા માંડયું કે, મારા બાપુને ત્યાં મને લઈ જા, > હું ભૂલી પડી છું. << તારા બાપનું નામ શું છે રે?’ "> મિ॰ડામ્બી. “ઠેકાણું શું ?” “ ડામ્બી ઍન્ડ સનની ઑફિસમાં, ’ આ સવાલજવાખે। વહાણા ઉપર લાદવાના માલ જ્યાં ભેગા કરાતા હતા એવા એક મેટ! વાડા આગળ થયા હતા. તરત પેલા માણસે એક નોકરને બૂમ પાડી અલ્યા જાઁસક્ ! પેલા ડે!મ્મીવાળે! જુવાનિયા અહીં હમણાં આવ્યા હતા તે છે કે ગયા?” હજુ ઝાંપે જ પહોંચ્યા હરશે. “ તે! જા, જલદી ખેલાવી લાવ. ' << - × >> ઘેાડી જ વારમાં એક ખુશનુમા ચહેરાવાળા છેાકરા સાથે જૉસ પાછે આણ્યે. “તું ડેામ્મીને માણસ છે, કેમ ?” “હા, મિ॰ કલાર્ક; હું તેમની ઑફિસમાં કામ કરું છું.” “ તે! જો, આ છેાકરી ભૂલી પડી છે, અને તારા શેઠની ઑફિસનું ઠેકાણું બતાવે છે, તે શું છે?' એ છેકરા વોલ્ટર હતા. તે તરત જ લૅારન્સ તરફ દાડી ગયેા. ફ્લોરન્સ તેના ચહેરા સામું જોતાં જ મેલી ઊઠી, “ હું આજ સવારની ભૂલી પડી છું, મને મારા બાપુને ત્યાં લઈ જાઓને! મારાં કપડાં એક બુઢ્ઢીએ ઉતારી લીધાં છે અને મને મારા બાપુને ત્યાં લઈ જવાનું કહી અહીં મૂકી ગઈ છે. ' "" tr વાલ્ટર ઘેાડી વધુ પુછપરછથી અને બાકીનું કલ્પનાથી તરત સમજી ગયે. તે એલી ઊઠ્યો, “ હવે જરાય ગભરાશે નહિ, મિસ ડામ્બી; હું અહીં પાસે જ હતેા તે કેવું સારું થયું? હવે તમે તમારા Page #63 -------------------------------------------------------------------------- ________________ ડોબી એન્ડ સન ઘરમાં જ સહીસલામત છે, એમ માનજે, હોં ! આપણે હમણું જ તમારા બાપુ પાસે પહોંચી જઈશું; પણ તમે રડી કેમ પડ્યાં ?” હું રડતી નથી, પણ તમે મને મારા બાપુને ત્યાં લઈ જશે, એ વાતને આનંદથી મને એવું થઈ આવ્યું.” તો તો કંઈ વાંધો નહિ. પણ મિસ ડેબી, પેલી ડેલીએ તમારા જેડા પણ કાઢી લીધા છે, તો તમે મારા પહેરી લેશે ? ડોસલીના આ જડા તો તમારા પગ ઉપર પણ રહેતા નથી.” ના, ના, તમારા જેડા ન કાઢશે; આ જોડાથી હું ગમે તેમ કરીને ચાલીશ; તમે મારે કારણે ઉઘાડે પગે ચાલવા જશે, તો હું ખરેખર જ રડી પડીશ.” જુઓને, મિસ ડોમ્બી, હું કેવો ગમાર છું? મારા જેડા એક માઈલ જેટલા લાંબા છે; એ પહેરીને પણ તમે ચાલી શકે તેમ નથી જ. તો ચાલે, મિસ ડે, હવે આપણે ઊપડીએ. રસ્તામાં હવે તમારું નામ પણ લેવાની હિંમત કોણ કરે છે, તે હું જોઉં તો ખરો !” કેટલેક દૂર ચાલ્યા પછી સવારની ભૂખી અને થાકેલી ફર્લોરન્સ વલ્ટરને બીતાં બીતાં પૂછયું, “હજુ આપણે બહુ બહુ ચાલવું પડશે? થોભો, થોભે; કંઈક વિચાર કરવો પડશે; હજુ મિ. ડોમ્બીની ઓફિસ તો ઘણું દૂર છે. પણ રાત પડવા આવી એટલે ઑફિસ તો કારની બંધ પણ થઈ ગઈ હશે, અને મિ. ડોબી ઘેર ચાલ્યા ગયા હશે. તેના કરતાં આપણે એમ કરીએ – મારા કાકાનું ઘર ઑફિસ કરતાં વધુ પાસે છે. હું ત્યાં જ રહું છું; ત્યાં તમે બેસજે એટલે તમારે ઘેર જઈ ખબર આપી આવીશ કે તમે સહીસલામત છો; પછી ત્યાંથી તમારે માટે કપડાં પણ આવશે અને ગાડી પણ આવશે, ખરું ને?” હા, હા, બરાબર, પણ તમને ઠીક લાગે તેમ જ કરજે; મને કશું પૂછશે નહિ.” વોલ્ટરને માથે વિચાર કરવાની જવાબદારી આવી એટલે તે થોભીને વિચાર જ કરવા લાગ્યો. એટલામાં એક જણે ત્યાંથી પસાર Page #64 -------------------------------------------------------------------------- ________________ વિહિંગ્ટન : લોર્ડ મેયર ઓફ લંડન' થયો. વૉલ્ટરે તરત ફરન્સને સંબોધીને કહ્યું, “વાહ, આ તો ડોમ્બી એન્ડ સનની ઓફિસના મિ. કાર્કર છે ને! મેનેજર મિત્ર જેમ્સ કાર્કર નહીં; પણ વાવ જન કાર્યર. એય, મિ. કાર્કર !” પિલે તરત પાછો ફર્યો અને બોલ્યો, “કેણ, વોલ્ટર-ગે ? તમારા આ ચીંથરેહાલ સોબતીને કારણે તમે જ હશે, એવી મને કલ્પના જ ન ગઈ!” કાર્લર જુવાનિયો હતો પણ ઘરડાની પેઠે કૃશ તથા ખૂછે વળી ગયેલો હતો. તેના વાળ સફેદ થઈ ગયા હતા અને તેનો ચહેરે ચિંતાઓથી અને ફિકરેથી આખો ને આખો ખેડાઈ ગયેલો હતો. સામે ઊભેલા બે નિર્દોષ ખુશનુમા ચહેરાઓની તુલનામાં એનો ચહેરે જાણે દેવદૂતો સમક્ષ ઊભેલા ભૂત જેવો દેખાતો હતો. વોલ્ટરે તેને ટૂંકમાં બધી વાત કહી સંભળાવી; તથા મિ. ડેબીને આ શુભ સમાચાર તરત પહોંચાડવાનું કાર્યરને વિશેષ પસંદ આવશે એમ માની, વૅટરે તેને મિ. ડાબીને ઘેર દોડી જવા કહ્યું, તથા પતે ફર્લોરન્સને લઈ પોતાના કાકાના ઘર તરફ વળ્યો. ફરન્સ બહુ થાકી ગઈ હતી; વૅટરે તેને ઊંચકી લેવા તૈયારી બતાવી; પણ ફલૅરન્સ હસીને ના પાડી –ઠેકર વાગતાં બન્ને જણ ગબડી પડવાનો જ સંભવ વધારે હેવાથી. વૉટરે પરંતુ તેને દરિયાનાં તોફાનોમાં અને અકસ્માત વખતે, પિતાના કરતાં પણ નાના છોકરાઓએ ફલોરન્સ કરતાં પણ મોટી છોકરીઓને કેવી રીતે ડૂબતી બચાવી હતી, તથા ઊંચકી લીધી હતી, તેના દાખલાઓ કહેવા માંડયા. અને એ વાતો ને વાતોમાં જ વોટરના કાકાનું મકાન આવી ગયું. કાકાનું મકાન આવતાં જ વેટરે બહારથી બૂમ પાડી, “કાકા ! સેલ-કાકા ! એહેય !” કાકાએ વેટરનો અવાજ સાંભળતાં તરત જ બારણું ઉઘાડયું. વૉટરે શ્વાસભેર તેમને સમાચાર આપતાં કહ્યું, “આ મિત્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ ४२ એન્ડ સન ડાબીનાં પુત્રી છે –ભૂલાં પડયાં છે. એક ડાકણે પોતાની બેડમાં લઈ જઈ તેમનાં કપડાં ઉતારી લીધાં છે. પોતે તેમને અહીં લઈ આવ્યો છે– મિ. ડેબીને ખબર આપવા મિકાર્કરને મોકલ્યા છે – તેમને હવે આરામની જરૂર છે અને તે પહેલાંય કંઈક ખાવાની ઈ. ઈ. સલેમન જિસ સહાનુભૂતિથી રઘવાયો થઈ ફૉરન્સને થાબડતો, આશ્વાસન આપતો, તેને માટે કંઈક ખાવાપીવાનું જોગવવાની ખટપટમાં પડયો. તેના દિલમાં એટલે બધો ઉશકેરાટ વ્યાપી ગખ્યો હતો કે, તે આમતેમ ઠોકરે જ ખાવા લાગ્યો ! વિસ વસ્તુઓ એકી સાથે કરવાની ઉતાવળ કરવા જતાં તે એકે પૂરી કરી શક્યો નહીં ! તેના મનમાં વળી અચાનક “વિટિંગ્ટન : ઑર્ડ મેયર ઓફ લંડન !” એ ગીતની કડી જોરથી ગુંજવા લાગી. વૉટર કપડાં બદલવા ઉપર ગયો; અને થાકેલી ફલેરન્સ ઘસઘસાટ ઊંઘવામાં પડી. વૈ©રે પાછા આવીને એ જોયું એટલે પોતે જ મિ. ડોમ્બીને ત્યાં દોડી જવાનો વિચાર કર્યો. તે બહાર નીકળ્યો પણ ખરો, પરંતુ તરત જ પાછો આવ્યો અને કાકાને કહેવા લાગ્યા, “જુઓ કાકા-સેલ ! મેં મિ. કારને કયારના મિ. ડાબીને ત્યાં ખબર આપવા દોડી જવા કહ્યું હતું; પણ તે તો ત્યાં જવાને બદલે અમારી પાછળ પાછળ આપણે ત્યાં જ આવ્યા હતા ! હું બહાર નીકળ્યો ત્યારે મેં તેમને આપણું બારણા આગળથી જલદી પાછા ફરતાં જોયા.” આટલું કહી, હવે વોટર મિ. ડોમ્બીના ઘર તરફ એક ઘોડાની ઝડપે દોડ્યો. અભ્યાસગૃહમાં મિ. ડોમ્બી, તેમનાં બહેન, મિસ ટેક્સ, રિચાઝ અને નિપર વચ્ચે ઉશ્કેરાટભરી વાતો ચાલી રહી હતી. વૉટર સીધો ત્યાં ઘૂસી ગયો અને એમ ઘૂસી આવવા બદલ માફી માગતો બે, “માફ કરજે, સાહેબ પણ મિસ ડોમ્બી જડ્યાં છે. ” મિ. ડોમ્બીએ તરત પોતાની બહેન તરફ જોઈને કહ્યું, “ જોયું ને, લુઈઝા, હું કહેતો હતો જ કે ફૉરન્સ જરૂર જડશે જ. જાઓ Page #66 -------------------------------------------------------------------------- ________________ વિટિંગ્ટનઃ લૉર્ડ મેયર ઓફ લંડન!' ૪૩ હવે નોકરોને કહી દે કે, વધુ કંઈ પગલાં ભરવાની જરૂર નથી. આ ખબર લાવનાર છોકરે અમારી ઓફિસનો માણસ છે. તે, અલ્યા, મારી દીકરી શી રીતે જડી, તે કહે જેઉં. તે કેવી રીતે ખેવાઈ હતી, તે તો હું જાણું છું.” સાહેબ, મિસ ડોમ્બીને મેં શોધી કાઢયાં. પણ ખરેખર તો મેં શોધી કાઢયાં એમ ન કહેવાય સાહેબ, માત્ર હું એમને શોધી કાઢનાર ખુશનસીબ સાધન બન્યો, એમ જ કહેવું જોઈએ.” મિ. ડબ્બી પોતાની છોકરીને શોધી આપવા બદલ આનંદ માનનારા અને ગર્વ અનુભવતા આ છોકરાને ડામવા તરત જ કડક થઈને બોલી ઊઠ્યા, “એટલે શું કહેવા માગે છે ? મારી છોકરીને શોધી કાઢી નથી, પણ તેને શોધી કાઢનાર સાઘન તું બન્યો, એનો વળી શું અર્થ?” વોટરથી ઉશકેરાટને કારણે સીધે જવાબ આપી શકાય તેમ હતું જ નહિ; છતાં તેણે હાંફતાં હાંફતાં ટૂંકમાં બધી વાત કહી સંભળાવી. . મિ. ડોમ્બીએ કડક થઈને નિપરને કહ્યું, “જે જોઈએ તે લઈને સીધી આ છોકરાને ત્યાં ચાલી જા, અને ફરન્સને લઈ આવ. ઑલ્ટર-ગે, તને કાલે ઈનામ મળશે.” “આભાર, સાહેબ ! ઈનામનો વિચાર મને નથી આવ્યો.” તું નાનો છોકરો છે; એટલે તને શાનો વિચાર આવ્યો કે નથી આવ્યો, એ મને કહી બતાવવાની જરૂર નથી. તે સારું કામ કર્યું છે, પણ ફાવે તેમ બેલી એને ન-કર્યું કરી નાખીશ નહીં. લુઈઝા, આ છેકરાને થોડુંક પીણું આપો, જેઉં.” મિ. ડાબી અણગમા સાથે એ છોકરાને મિસિસ ચિક સાથે એરડા બહાર જતો જોઈ રહ્યા. ડાબી એન્ડ સન જેવી પેઢી ઉપર ઉપકાર કરવાની ધૃષ્ટતા આ છોકરડો કરે ! એ બધે પેલી ખેવાનારી છોકરી ફરન્સને જ વાંક ! તે છોકરી જાણે ડાબી છે જ નહિ ! નહીં તે આવાઓના ઉપકાર તળે આવે, વારુ ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ડેબી ઍન્ડ સન પેલી બાજુ, ફલેરન્સ જાગી ઊઠીને, ભોજન કરી લઈ, સેલમન જિલ્સ સાથે રસપૂર્વક વાતો કરતી બેઠી હતી. નિપરે ત્યાં જઈ તેને તરત હાથમાં વીંટી લીધી; પછી એક બાજુએ અંદર લઈ જઈ તેને નવાં કપડાં પહેરાવી, ગાડીમાં લઈ જવા તે તેને બહાર લાવી. “ગૂડ-નાઈટ !” ફૉરન્સ વિદાય થતા પહેલાં સેલેમન પાસે દોડી જઈને બોલી, “તમે બહુ સારા માણસ છો !” બુટ્ટા સોલને છોકરીને એ ભાવ જોઈ ખૂબ આનંદ થયો. તેણે ભાવપૂર્વક તેના કપાળ ઉપર ચુંબન કર્યું. “ગૂડ-નાઈટ, વૅલ્ટર ! ગૂડબાય !” “ગૂડબાય !” વોટરે પોતાના બંને હાથ ફલેરન્સને ધરતાં કહ્યું. “હું કદી તમને ભૂલી નહીં જાઉં ! કદી નહિ! ગૂડબાય વોટર !” ગાડીનું બારણું બંધ થયા પછી પણ ફરન્સ કાકા-સેલ અને ઑલ્ટરને ગૂડબાય,’ ‘ગુડ-નાઈટ’ કહેતી જ રહી. કાકા-સેલના મગજમાં એ બધા શબ્દો કેણ જાણે “વિટિન લેર્ડ મેયર ઓફ લંડન !” બનીને જતા રહ્યા. ઘેર પહોંચ્યા પછી ફલેરન્સને કશો ખાસ સત્કાર ન થયો. નોકર-ચાકર અલબત્ત, તે પાછી જડી તેથી બહુ ખુશ થયા. પણ મિત્ર ડીએ તો તેના સામું જોઈ એટલું જ કહ્યું, “જો હવે ક્યાંય ભાગી ન જતી, તથા દગાબાજ નોકરો સાથે ક્યાંય ભટકવા ન જતી.” મિસિસ ચિકે માનવ સ્વભાવમાં વધતી જતી હીનતા અને દુષ્ટતા બદલ જાહેર શેક વ્યક્ત કર્યો, તથા ડાબી કુટુંબની વ્યક્તિએ દાખવો જોઈએ એ અછડતો વર્તાવ જ ફરન્સ પ્રત્યે દાખવ્યો. ભલી બિચારી રિચાર્ડઝ ફલેરન્સને પાછી આવેલી જોઈ ભગવાન પ્રત્યે આભારની લાગણીથી, ફલૅરન્સ પ્રત્યે અનુકંપા અને સહાનુભૂતિની લાગણીથી અને પિતા પ્રત્યે તેના ઉપરની કારમી આફતનું નિમિત્ત બનવા માટે ગુનેગારની લાગણીથી, એકદમ રોઈ પડી. Page #68 -------------------------------------------------------------------------- ________________ મિસ ટેકસ “લુઝા !” મિ. ડબ્બી પેલીને રડતી જોઈ અકળાઈને બેલ્યા, “આ બાઈને પગાર ચૂકવી દીધો છે અને તેને છૂટી કરવામાં આવી છે. રિયાઝ અબઘડી તું આ ઘર છોડીને ચાલી જા. મારા પુત્રને તું કેવાં કેવાં ઘેલકાં જેવી અસલામત જગાઓએ લઈ ગઈ, તે વિચારતાં જ મને કમકમાં આવે છે. મિસ ફરન્સ ખવાઈ એને તો હું એક ખુશનસીબની બીના જ ગણું છું; કારણ કે, તે કારણે જ અમને તારા આ ભયંકર અપરાધની જાણ થઈ. અને લુઈઝા ! પેલી જે બીજી બાઈ છે, ફલેરન્સવાળી, તે ભલે રહે; કારણ કે, તેને તો આ બાઈ જ ભમાવીને પિતાની સાથે લઈ ગઈ હતી.” તે રાતે પલ બિચારે ફરી મા વિનાને બ; અને ખૂબ રડતો રહ્યો. ફૉરન્સ પણ રિયાઝને ગુમાવવાની સાથે એક સારી સોબતણું ગુમાવી હતી, એટલે તે પણ એને યાદ કરીને ખૂબ રડી. પરંતુ એના રડવાને ડેમ્બી કુટુંબની કહાણી સાથે કશી લેવા દેવા હોઈ શકે નહિ. પણુ દૂર દૂર પથારીમાં આળોટતા સલેમન કાકાના કાનમાં હજુ વિટિટન લૉર્ડ મેયર ઑફ લંડન” એ શબ્દો જ ગાજ્યા કરતા હતા. મિસ ટોકસ સ ટેકસ જે નાના ઘરમાં રહેતી હતી તે ઈંગ્લેન્ડના ઈતિહાસના કેાઈ દૂરના સમયે, આસપાસ ઊભાં થતાં ગયેલાં મોટાં ફેશનેબલ મકાનમાં અટવાઈ ગયું હતું. પાસે જ એક નિવૃત્ત બટલરનું નાનું મકાન હતું, જેમાં તે અમુક કમરાઓ એકલા' સંગ્રહસ્થાને ભાડે આપતો. તે કમરામાં મિસ ટોક્સના કમરાની બારીની બરાબર સામેના કમરામાં એક મેજર ભાડે રહેતા હતા. તેમની આંખે Page #69 -------------------------------------------------------------------------- ________________ ડી ઍન્ડ સન કપાળમાંથી હંમેશ બહાર કૂદી પડવા તત્પર થઈ હેાય એવી તરતી જ રહેતી; જોકે મિસ ટૅક્સને એ આખામાં હમેશ સાચા લશ્કરીપણાનાં દર્શન થતાં આવ્યાં હતાં. ૪૬ મિસ ટૅક્સ જે મકાનમાં રહેતી હતી, તે તેનું પેાતાનું હતું : અર્થાત કેાઈ મૃત સગાએ વારસામાં પાછળ મૂકયું હતું. મેજર ખેંગસ્ટૉક હવે જીવનની પાછલી અવસ્થાને ઉંબરે ઊભા હતા, અર્થાત્ જ્યાંથી હવે નીચાં ઉતરાણુ જ બાકી રહ્યાં હોય છે. તેમના બહારના કાટલામાં આકર્ષણનું તે નામ-નિશાન રહ્યું ન હતું, પરંતુ તેમને માંઘલેા હજી જુવાન જ હતા; ખાસ કરીને મિસ ટૅકિસના અંતરમાં હજી આ અવસ્થાએ પણ જે મધુર ભાવે જગાડવામાં તે સફળ નીવડચા હતા, તે જાણી તે મનમાં ને મનમાં આનંદના ડચકારા વગાડયા કરતા. પેાતાના નામને વિવિધ રીતે ટૂંકું-લાંબું કરીને ખેલવાની તેમને ટેવ હતી; તથા પેાતાની જાતને સામાન્ય રીતે એ ત્રીજા પુરુષમાં સંમેાધીને જ વાત કરતા. તે કહેતા, “ બિરાદરા ! બુઢ્ઢો જૉશઑગસ્ટીક એક અનેાખી ચીજ છે! જૉયે-બેંગસ્ટોક કંઈ ઝાડ ઉપર ડઝનબંધ પેદા નથી થતા; કુદરતની એક અજાયબી જ કહે। ને ! બુઠ્ઠો-જૉયે તમારી આગળ નિવેદન કરવા રજા લે છે કે, આ ઉંમરે પણ તે અનેક જુવાન સ્ત્રીઓનાં હૃદયાનેા ભાગીને ભૂકા કરી નાખવા શક્તિમાન છે. અરે કેટલાંય હૃદયેા તેને માટે આ ક્ષણેય તડપ્યા કરે છે! પણ બુઢ્ઢો જે બી કાઈ વીસ-નખીતી ચુંગલમાં ઝટ સપડાય એવી મૂર્તિ નથી ! જે ઑગસ્ટોક બહુ ચવડ વસ્તુ છે! લેાઢાના ચણા જ જોઈ લે ! અને પાહે બુઢ્ઢો-જે ભારે કરામતી માણસ પશુ છે, હા ! '' પણ, મિસ ટૅસિ હમણાં હમણાં મેજર તરફ દુર્લક્ષ બતાવવા માંડી હતી. અને એ વસ્તુ બુઢ્ઢા મેજરના લક્ષમાં આવ્યા વિના ન રહી. એક વખત શેરીમાં ભેગાં થતાં જ મેજરે તેને કહ્યું, “ગૂડમૅર્નિંગ, મૅડમ’' Page #70 -------------------------------------------------------------------------- ________________ તા 15 NR. છે . * * મેજર જોશ બેંગસ્ટૉક. – ૫ ૪૬. Page #71 -------------------------------------------------------------------------- ________________ Page #72 -------------------------------------------------------------------------- ________________ મિસ ટોક્સ << ગૂડ મૅનિંગ, સાહેબ,” મિસ ટૅક્સે ટાઢાશથી જવાબ આપ્યા. ઃઃ જૉયે-ઑગસ્ટૉકને, મૅડમ, હમણાં હુમાં સામી બારીએથી તમને નમન કરવાનું સદ્ભાગ્ય સાંપડતું નથી. જૉયે પ્રત્યે ઘણી ક્રૂરતા આચરવામાં આવી રહી છે, મૅડમ. તેને સૂર્ય વાદળ નીચે જાણે છુપાઈ ગયા છે.” મિસ ટૅકસે પૂરી ટાઢાશથી માત્ર માથું એક બાજુ નમાવ્યું. “ તા બુઢ્ઢા-જૉયે સૂર્ય પરગામ ચાલ્યા ગયેા હતેા, શું?” ૪૭ << હું? પરગામ ? ના, ના; હું બહારગામ ગઈ જ નથી. પણ હમણાં હું જરા ભારે રાકાણુમાં છું; મારાં કેટલાક નિકટનાં સંબંધીએ પાછળ મારે બધા સમય રાકવા પડે છે. અત્યારે પણ હું ઉતાવળમાં જ છું; ગૂડ-માર્નિંગ સાહેબ ! 33 મેજરની લખેાટા જેવી આંખેા વધુ બહાર ઊપસી આવી અને જોરથી ચકળવકળ થવા લાગી. તે પેલીને જતી જોઈ ને ગણગણ્યા, << છ મહિના અગાઉ તે આ ખાઈ હું જે જમીન ઉપર ચાલતે તેને ચુંબન કરવા તૈયાર હતી; હવે એવું તે શું થઈ ગયું છે, જેથી તે આટલી બધી અકડાઈ દાખવે છે? ઠીક, મૅડમ, ઠીક; મેજર જયેને એમ રવડતા મૂકી શકાય નહિ, સમજ્યાં ? મેજર જે ખી॰ બહુ ચવડ વસ્તુ છે, મૅડમ! અને પાછો બુઢ્ઢો-જે ભારે કરામતી માસ પણ છે, હા ! ” O અને એક દિવસ મેજરે મિસ ટૅક્સના કમરામાં હિલચાલ થતી જોઈ એટલે તરત તે બે નાળીવાળું દૂરખન લઈ આવ્યા અને ખારી પાછળ સંતાઈને ઊભા રહી નિહાળવા લાગ્યા. એક બાળક અને નર્સ ત્યાં આવેલાં હતાં. મિસ ટીસ એ બાળક માટે જીવ ઉપર આવીને દેડાદેડ કરી રહી હતી. મિસ ટૅક્સના આખા કમરામાં પણ સુઘડતા અને સુસજ્જતાની રીતે ઘણા ઘણા ફેરફા થયેલા હતા; અને તે બધા કંઈક ખાઁળ કહી શકાય તેવા જ હતા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી એન્ડ સન પછી તે મેજરે અવારનવાર જોયું કે, અઠવાડિયામાં ત્રણ ચાર વાર મિસ ટોસ આ બાળકને તેની નર્સ સાથે પોતાના કમરામાં તેડી લાવતી અને પાછાં મૂકી આવતી. મેજર હવે પિતાના કમરામાં આંટા મારવા લાગ્યો અને આ બધું શું છે, તેને તાગ મેળવવા કોશિશ કરવા લાગ્યો. દરમ્યાન એક વખત મિસિસ ચિકે મિસ ટેકસને સંભળાવી દીધું : “તું મારા ભાઈ પલનું હૃદય જીતી લેવાની થઈ છે, એ હું સ્પષ્ટપણે જોઈ શકું છું, બહેન.” મિસ ટેસ એકદમ ફીકી પડી ગઈ જાણે તેના મનમાં આવા વિચારને આભાસ પણ કદી આવ્યો ન હતો. આ નાનકડો પલ બરાબર મારા ભાઈ જે જ થતો જાય છે. ” મિસ ટૌકસે તરત નાનકડા પલને છાતીએ દબાવી, તેને ચુંબનોથી નવરાવી નાખે; જાણે તેના બાપ જેટલો જ પોતાને એ વહાલે છે, એ બતાવવા ! આ લાડકે, તેની માને જરાય મળતો આવે છે ?” મિસ સે સહેજે વાત કરતી હોય તેમ પૂછયું. “જરા પણ નહિ” મિસિસ ચિકે જવાબ આપ્યો. તે સુંદર હતી –નહિ?” “ઠીક; ધ્યાન ખેંચે તેવી તે હતી, પરંતુ એથી વધુ કઈ નહિ. મારા ભાઈની પત્ની તરીકે તેણે જે છાપ બીજાઓ ઊપર પાડવી જોઈએ, એવું ગૌરવ તેનામાં હતું જ નહિ. મારા ભાઈ જેવા માણસને તે ભારે મનોબળવાળી મક્કમ પત્ની જોઈએ. ત્યારે ફેની તો કેવળ મીઠડી જ હતી – ફૂટડીનું જ બીજું નામ વળી !” મિસ ટેકસે અનુકંપાદર્શક નિસાસો નાખ્યો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ८ પોલના ઉછેર રિચાર્ડ્ઝને રૂખસત આપ્યા પછી હવે પૉલના બન્ને 'કાઈ એક વ્યક્તિએ નહિ, પણ એક જાહેર ખાતાએ જાણે સંભાળી લીધા હતા. તેમાં મિસિસ ચિક અને મિસ ટોકસ તેા હતાં જ; અને તે બંને આ કામમાં એટલી ચીવટથી લાગ્યાં હતાં કે, મિસ ટૅક્સે મેજર ખેંગટોકને જેમ છેક જ વિસારી મૂકયા હતા, તેમ મિસિસ ચિકે પણ પેાતાના ઘરને છેક જ વિસારી મૂકયું હતું. મિ૰મિક હવે છેક દેખરેખ વિનાના બની જતાં, ક્લો અને કાફી-હાઉસેામાં રખડતા થઈ ગયા, અને તમામ પ્રકારનાં સામાજિક — નૈતિક નિયંત્રણેામાંથી છેક જ મુક્ત થયા હોય તેમ વર્તવા લાગ્યા. પરંતુ જેની સંભાળ અને ઉછેર પાછળ આ એ બાનુએ પેાતાના ઘરને ભૂલતી હતી, તે નાનકડા પાલ તે તેમ છતાં સુકાતા–ચિમળાતા જ ચાલ્યેા. તેની નબળી તબિયતને પોલી તરફથી જે પેાષણ અને ટૂંક્ મળતાં હતાં, તે પેાતાના જુદા જુદા હેતુ અને હિતને સાધવા તાકતી આ એ બાઈએ પાસેથી તેને મળે તેમ જ ન હતાં. આ એ જ તે મિ॰ ડામ્બી ખુશ થાય તે માટે જ બધી ઊઠવેઠને દેખાડ કરતાં હતાં; કદાચ પાલને માટે પથ્ય કહી શકાય તેથી વધારે, અને જરૂરી કહી શકાય તેથી કયાંય આછી! મિસિસ વિકામ નામની વેઇટરની પત્નીને હવે પાલ માટે રાખવામાં આવી હતી. અને તેને પસંદ કરવાનું કારણ એટલું જ હતું કે, તેને ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ડબી એન્ડ સન પાછળ કશી જંજાળ ન હતી, જેમાં તેનું મન પરોવાયેલું રહે. તે બાઈ આમ તો નમ્ર અને વિનયી હતી, પણ તેને માનસિક ઘડતર વિચિત્ર પ્રકારનું હતું. બધી બાબતો વિષે તે હતાશા અને નિરાશાની રીતે ? વિચાર કરી શકતી; અને દરેક બીના માટે કારમાં પ્રસંગોની યાદી તેની પાસે હંમેશ તૈયાર હોતી. અર્થાત નબળા બાંધાન પલ નબળી રીતે જ ઊછરવા લાગ્યો. દરેક નો દાંત તેને માટે એક કારમી ઘાંટી રૂપ જ નીવડતો; દરેક ફેલ્લે તેને માટે ભયજનક પુરવાર થત; દરેક તાવ, દરેક ઉધરસ, હવાને દરેક ફેરફાર – ટૂંકમાં મહિનાનો દરેક દિવસ તેને માટે નવી ચિંતા અને આફતની વાત જ લાવતો. અલબત્ત, આ બધું મિ. ડાબીને લક્ષ ઉપર પહોંચવા દેવામાં આવતું નહિ; કશું તેની નજરે પડે એમ જ હતું નહિ. નજરે પડે છે પણ તે તો એમ જ માને કે, દરેક બાળકને આ ગાળો એ રીતે જ પસાર કરવાનો હોય છે. અને એક ડોમ્બી બાળકે પોતાનાં મબલખ સાધનોની મદદથી ઝડપભેર એ બધું ઓળંગી લેવું જોઈએ. ઉપરાંત, મિ. ડોમ્બી પોતાના પુત્રને પહેલેથી જ પોતાની અત્યારની અને ભવિષ્યની મેટાઈનો વારસદાર કે ભાગીદાર જ દેખતા; અત્યારની એ બાળકની કંગાળ સ્થિતિ જોવા માટે જાણે તેમને આંખો જ ન હતી ! ધીમે ધીમે પૌલ પાંચ વર્ષનો થયો. દેખીતો તે એક સુંદર છોકરે હતો – પણ માંદલ અને ખિન્ન. મિજાજે તે આગળ જતાં તેજ નીવડશે, એવાં એંધાણ વર્તાતાં હતાં, તથા બીજી બધી વસ્તુઓ અને માણસેની સરખામણીમાં પોતાની અગત્ય વિષે તે વિશેષ સભાન હોય એમ લાગતું હતું. અલબત્ત, તે બાલસુલભ રમતિયાળ પ્રકૃતિનો હતો; પણ બાળકની પિઠે તે રમતમાં પણ મુક્ત રીતે ભળતો નહીં : અચાનક તે થાકી જતો તથા તેની વિચારવંત પ્રકૃતિ તેના ઉપર અધવચ સવાર Page #76 -------------------------------------------------------------------------- ________________ પલને ઉછેર થઈ જતી. પછી ઘરડા ડોસાની પેઠે તે મોટી આરામ-ખુરશીમાં ટેકો દઈ, વિચાર કરવા લાગી જતો. મિ. ડખ્ખી હવે તેને અમુક વખતે નિયમિત પોતાની પાસે ખુરશીમાં બેસાડતા. અલબત્ત, તે વખતે પણ મિ. ડોબી પોતાના ગૌરવને છાજે તે રીતે જ બેસતા અને વર્તતા, જેથી પલ પણ ડોમ્બી એન્ડ સનના ગૌરવને નાનપણથી સમજતે તથા સાચવત થાય. એક વખત અચાનક પેલે પિતાને પૂછયું– પપ, પૈસા એ શી વસ્તુ છે ?” મિ. ડોબી અણધાર્યા પુછાયેલા આ પ્રશ્નથી ઍક્યા. તે એટલું જ બોલ્યા, “પૈસા? પૈસા એટલે શું, એમ ?” હા, ૫૫, પૈસા શી વસ્તુ છે ?” મિ. ડોબી તેને વિનિમયનું સાધન, ચલણ, હૂંડિયામણ, નોટ, સોનુંરૂપું ઇત્યાદિ પરિભાષામાં જવાબ આપવા ગયા; પણ પછી સામે બેઠેલા નાના બાળકને લક્ષમાં લઈને બેલ્યા: “સોનું, રૂપું, તાંબું, રસીસું, શિલિંગ – અર્થો પેન્સ એ બધું પૈસા કહેવાય.” એ તો હું જાણું છું, પપા; પણ પૈસા છેવટે શી વસ્તુ છે ?” પૈસા એ છેવટે શી વસ્તુ છે? તું મોટો થઈશ તેમ એ સમતો જશે, પેલ; અત્યારે તો એટલું જાણું રાખ કે, પૈસાથી કાંઈ પણ કરી શકાય; કાઈ પણ વસ્તુ મેળવી શકાય.” કઈ પણ વસ્તુ, પપા ?” હા, લગભગ કોઈ પણ વસ્તુ; અલબત્ત, એટલા પૈસા પાસે હોવા જોઈએ.” “તો પછી, પૈસા આપણી પાસે ખૂબ છે, છતાં મારી મમાને કેમ જીવતી રાખી ન શકાઈ?” મિ. કૅબ્બી હવે ખરેખર ભયભીત થઈ ગયા. આ છોકરાને તેની માનો ખ્યાલ ભુલાવવા તેમણે ખાસ કાળજી રાખી હતી અને રખાવી Page #77 -------------------------------------------------------------------------- ________________ પર જ કહ્યું તેની માને મારા તેમ તેની તાકાત ડેબી એન્ડ સન હતી; પણ આ શું? ડાબી એન્ડ સનની એકમાત્ર મુખ્ય વિસાત જે પૈસા, તે આખીના બદલામાં તે તેની માને માગતો હતો ! મિ. ડેમ્બીએ ગણગણતાં એટલું જ કહ્યું કે, “પેસા એ બહુ સબળી ચીજ છે, અને તેની તાકાતની અવગણના કોઈ કારણ ન કરવી જોઈએ. તેમ છતાં જેમને મરવાનો સમય આવી પૂગ્યો હોય, તેવાંઓને પૈસાથી જીવતાં ન રાખી શકાય. બધાંને વખત આવ્યે મરવું પડે છે– ભલે ખૂબ તવંગર હેઈએ તો પણ. પરંતુ તે સિવાય બીજી બધી રીતે પૈસા એ બહુ જબરી વસ્તુ છે જ! પૈસા હોય તો લેકે આપણાથી બીએ, આપણી ખુશામત કરે, આપણને પૂજે, આપણું પ્રશંસા કરે. પૈસાવાળો માણસ જ સૌમાં પ્રતિષ્ઠિત ગણાય છે, તથા તે મોતને પણ અનેક રીતે આવતું અટકાવી શકે છે કે એવું કરી શકે છે. જેને, તારી મમાં માટે હું પૈસાથી જ મિ. પિકિન્સ અને ડૉ. પાર્કર પેસ જેવાઓની સેવાઓ મેળવી શક્યો હતો !” પણ પપા, પૈસાથી મને મજબૂત તથા નીરોગી પણ બનાવી શકાતો નથી, એય ખરુંને?” પણ તું મજબૂત તથા નીરોગી છે જ! એમ કેમ કહે છે કે, તું નથી ? બીજાં બાળકો જેવાં આ ઉમરે હોય, તેવો તું પણ છે.” ના, ના; ફલેરન્સ મારા જેટલી હતી, ત્યારે જેટલું રમી શકતી, તેટલું હું જરાય રમી શકતો નથી; હું તરત થાકી જાઉં છું, અને કાઈ કોઈ વાર તો મારાં હાડકાં (વિકાસ કહે છે કે, મારાં હાડકાં) એવાં દુઃખે છે કે, હું શું કરું તે મને સમજાતું નથી.” “પણ એ બધું તે રાતે થતું હશે. અને નાનાં છોકરાં રાતે થાક્યાં હોય તે સારું, જેથી તેમને ખૂબ ઊંધ આવે.” પણ પપા, મને તો દિવસે પણ હાડકાં બહુ દુઃખે છે; એટલે હું ફરન્સના મેળામાં સૂઈ રહું છું. અને રાતે તો ઊંધને બદલે મને એવાં વિચિત્ર સ્વપ્નો આવ્યા કરે છે!” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પલને ઉછેર મિ. ડોમ્બી આ સાંભળી એકદમ ચૂપ થઈ ગયા, અને અંગીઠીની આગ સામે જોઈ રહ્યા. સૂવાનો વખત થતાં નર્સ પોલને લઈ જવા આવી. ફલેરન્સ આવીને મને લઈ જાય,” પૉલે કહ્યું. ગરીબડી વિકામ સાથે નહિ આવે, માસ્ટર પલ?” બિચારી નમેં દયામણે અવાજે પૂછયું. ના, નહીં આવું.” નસે જઈ ફૉરન્સને મોકલી. તે તરત દોડતી આવી, અને પિતાને “ગૂડ નાઈટ કહી, રાજી થતી પલ પાસે દોડી. પછી તેને ફૂલની જેમ પોતાના હાથમાં તેડી લઈ તે બહાર નીકળી ગઈ. મિ. ડેબીએ દૂરથી જોયું તો, ફરન્સ પોલને ઊંચકીને ગાતી ગાતી દાદરનું એક એક પગથિયું સંભાળપૂર્વક ચડતી હતી. તમિલમાં આવી. મિસક અને મિસ ટે બીજે દિવસે મિસિસ ચિક અને મિસ ટેકસને બેલાવી કાઉંસિલ ભરવામાં આવી. મિ. ડોમ્બીએ તરત પૂછપરછ શરૂ કરી: “પેલની તબિયત વિષે ડે. પિકિન્સ શું માને છે ? તેની તબિયત જોઈએ તેટલી મજબૂત લાગતી નથી.” “વાહ ભાઈ, તમે વહાલા પલની બાબતમાં કેવું બારીકાઈથી જોઈ શકે છેઆપણે પંલ ખરેખર જ જેવો જોઈએ તેવા મજબૂત બાંધાનો નથી. પરંતુ ભાઈ, તેને અંતરાત્મા તેના બાહ્ય કાઠા માટે જોઈએ તે કરતાં બહુ મોટો છે. એને તમે વાત કરતો સાંભળો તો તરત તમને ખબર પડી જાય ! એને એકદમ વિકસી ગયેલા મનનો ભાર તેનું નાનકડું કાઠું ઝીલી શકતું નથી ! બધા મહાબુદ્ધિશાળી લોકોની બાબતમાં એ વસ્તુ હંમેશ જોવામાં આવે છે.” એ સાચું હશે; પરંતુ ઉપર કોઈ કોઈ માણસો બાળકના મનમાં અનુચિત બાબતોના ખ્યાલે ઘુસાડતાં હોય એમ લાગે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૪ ડી એન્ડ સન ગઈ રાતે જ પલ મને “હાડકાં” ની વાત કરતો હતો. હું એ જાણવા માગું છું કે, મારા ચિરંજીવીનાં “હાડકાં ” સાથે આ દુનિયા ઉપર કોઈને શી લેવાદેવા હોઈ શકે ? તે કંઈ જીવતું હાડપિંજર નથી જ. ઉપરાંત, પલ કાલે તેની માના મૃત્યુની વાત કરતો હતો. તો શું આપણે બધા મડદાં-પેટીના વેપારીઓ છીએ, કે ઘોરખદુએ છીએ, જેથી આપણું ઘરમાં મતની–કબ્રસ્તાનની –હાડકાંની વાતે થયા કરે છે ?” વહાલા ભાઈ બિચારી વિકામ તો બહુ આનંદી પ્રકૃતિની બાઈ છે; તે શોકની એવી ઘેરી વાતો બાળક સમક્ષ કરે તેવી નથી. પોલ મોટે ભાગે તેની બહેન સાથે જ રમ્યા કરે છે. અલબત્ત, પૌલ છેલ્લી બીમારી પછી જરા નબળા પડી ગયો છે, અને હજુ તે પૂરેપૂરે ટટાર થયો નથી, એ વાત સાચી છે. દાક્તરે પણ આજે સવારે તેને તપાસીને કહ્યું હતું કે, અશક્તિને કારણે થોડા વખત કદાચ પલ પોતાના પગ બરાબર વાપરી નહિ શકે; પણ એ તે છેડા વખત પૂરતું જ; અને બધા છોકરાને એવું થાય જ, ભાઈ.” “ઠીક, લુઈઝા, એ બાબતમાં તે તમે વધુ સમજે; તમે આપણું ઘરના એ ભાવી વારસદાર અને મેવડીના ઉછેર પ્રત્યે જે કાળજી રાખવી ઘટે તે રાખો જ છો, એમાં મને શંકા નથી. તો, મિત્ર પિકિન્સે આજે પોલને તપાસ્યો હતો, કેમ ?” હા, હા, હું હાજર હતી, અને મિસ ટેક્સ પણ હાજર હતાં, –મિસ ટેકસ હંમેશ હાજર રહે છે જ. ડાકટરે કશી ચિતા કરવાની ના પાડી છે, પરંતુ દરિયા-કિનારાની હવાથી તેને વિશેષ લાભ થાય, એમ તે કહેતા હતા ખરા. ” દરિયાકિનારાની હવા ?” મિ. કૅમ્બીએ બહેન સામે જેઈને પૂછયું. “હા, વહાલા ભાઈ, મારા ર્જ અને ફ્રેડરિકને પણ એ ઉમરે દરિયાકિનારે લઈ જવાની અને રાખવાની સલાહ આપવામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ પાલને ઉછેર આવી હતી. મને પિતાને જ કેટલીય વખત દરિયાકિનારે જવાની સલાહ આપવામાં આવે છે. અને તમે હમણું જે કહ્યું કે, ઉપરનાં લોકો પૉલના માથામાં ગમે તેવી વાતો ઘુસાડતાં હોવાં જોઈએ; તો તે બાબતમાં પણ એક વાત સમજી રાખે, વહાલા ભાઈ, કે પલ પોતે જ એટલે બધે બુદ્ધિશાળી તથા નિરીક્ષણ-શક્તિવાળો છોકરી છે કે, આસપાસથી કઈ વસ્તુ ક્યારે ઉપાડી લેશે, એ કહેવાય નહિ. એટલે તેને શેડો વખત આ ઘરમાંથી બહાર કાઢીએ અને બ્રાઈટન જેવા દરિયાકિનારાના મથકે મોકલીએ, તે બંને બાબતોને ઉપાય થઈ રહેશે. બ્રાઈટનમાં મિસિસ પિપચિન જેવાંની ઘણી સારી સંસ્થાઓ છે, જ્યાં રહીને તેને શારીરિક તેમ જ માનસિક તાલીમ પણ આપોઆપ મળે.” મિસિસ પિપચિન કોણ છે, લુઈઝા ?” “ મિસિસ પિપચિન આધેડ વયની બાઈ છે અને તેણે કેટલાય વર્ષથી બાળકોને જ પોતાના અભ્યાસનો વિષય બનાવવામાં પોતાની સઘળી તાકાત રેડી છે. તે સારા સંબંધવાળી બાઈ છે – ખાનદાન છે. તેને પતિ પેરુવિયન ખાણેમાં —” પાણી કાઢતાં મરી ગયા હતા.” મિસ ટેકસે ઉમેર્યું. “જો ભાઈ એમ માનતા કે, તે પાણીનો પંપ ચલાવતા હતા! તેમણે એ ખાણો પાછળ ખૂબ પૈસા રોક્યા હતા, અને સટ્ટામાં નિષ્ફળ નીવડતાં તે હૃદયભંગ થઈ ગયા હતા. પરંતુ પિપચિન તો બાળક પાછળ ઘેલી થનાર સેવિકા છે, એમ માનોને ! તેની બધી વિગતો ઉચ્ચ કોટીની છે.” અત્યારે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતાં ઘણું સ્ત્રી-પુરુષો તેમના હાથ નીચે કાળજીભરી તાલીમ પામેલાં છે. હું પોતે જ એક વખત તેમની દેખરેખ હેઠળ હતી. અત્યારે પણ તેમની સંસ્થામાં ખાનદાન બાળકોને અભાવ નથી.” મિસ સે શરમાતા શરમાતાં ઉમેર્યું. Page #81 -------------------------------------------------------------------------- ________________ ડાબી એન્ડ સન તો શું એ ખાનદાન બાઈ બાળકાની સંસ્થા ચલાવે છે, મિસિસ ટસ ?” હા, હા, એ કાઈ નિશાળ નથી ચલાવતાં; પણ નાનાં બાળકોને સારી રીતે રહેતાં શીખવા માટે ખાસ પ્રકારનું બેડિંગહાઉસ ચલાવે છે.” મિસ સે મીઠી મધુરતાથી જવાબ આપ્યો. બહુ મર્યાદિત અને વિશિષ્ટ પસંદગીનાં બાળકોને જ દાખલ કરવામાં આવે છે,” મિસિસ ચિકે ભાઈ સામે જોઈને ઉમેર્યું. મિ. ડેમ્ની ટેકટરની સૂચના મળ્યા પછી હવે એક ક્ષણ પણ મોડું કરવા ઈચ્છતા ન હતા. તેમણે તરત જ પૂછયું, “ધારો કે આવતી કાલે વધુ તપાસ કર્યા પછી, એ બાનુની સંસ્થામાં પેલને મૂકવાનું નકકી કરીએ, તો તેની સાથે કોણ જશે ?” અત્યારે તો ફરન્સ વિના પલને ક્યાંય મોકલી શકાય તેમ નથી; પલને બહેનનું ઘેલું જ લાગ્યું છે. હજુ બહુ નાનો છે, અને તેની હઠો આપણે સ્વીકારવી જોઈએ.” “બીજું કઈ?” “વિકામ તો જશે જ. પૌલ મિસિસ પિપચિનની સીધી દેખરેખ હેઠળ રહેશે, એટલે તેમના ઉપર નિયંત્રણ થાય એવા બીજા કાઈને મોકલવાની જરૂર નથી. તમે પણ અઠવાડિયે એક વખત ખબર કાઢવા જતા રહેશે જ?” “અલબત્ત,” મિ. ડોમ્બીએ જવાબ આપ્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ મિસિસ પિપચિન આ ઈટનની આ બાઈ મિસિસ પિપચિન એક વિચિત્ર, કમબખ્ત પ્રાણું હતું. ચાલીસ વર્ષ પૂર્વે તેને પતિ પેરુવિયન ખાણમાં માર્યો ગયે, ત્યાર પછી તેણે બાળકે સાચવવાનો ધંધો શરૂ કર્યો હતો. બાળકોને “કાબૂમાં રાખનાર” તરીકે તેની ખ્યાતિ થઈ હતી. અને તેની સફળતાની ચાવી એ નિયમમાં હતી કે, બાળકા જે ઈચ્છે તે કરવું નહિ; અને તેઓ ન ઈચછે તે બધું જ કરવું. એ બાઈ સ્વભાવે એવી ખાલીખમ થઈ ગઈ હતી કે, જાણે પરુની ખાણના પંપે ભૂલથી તેનામાં લગાડી દઈ તેનામાંથી માનવ માયાળુતાનું બધું દૂધ ઉલેચી કાઢવામાં આવ્યું હોય ! અને એટલે જ “ઉપલા” વર્ગોમાં તે બાઈ બાળકો માટે બહુ લાયક મનાતી હતી. તેનું મકાન એક ઊંચા ચઢાણવાળી પેટા-શેરીમાં આવેલું હતું. તે મકાનના વાડાની આસપાસની જમીનમાં કશું જ ઊગતું નહિ ગમે તેનું બી વાવ પણ મેરીગોલ્ડ જ ઊગી નીકળે. બધી ભીંત ઉપર શંખલા ખસતા ખસતા આવીને ચાટી રહેતા. શિયાળામાં એ મકાનમાંથી હવા બહાર નીકળતી નહિ અને ઉનાળામાં હવા અંદર પેસતી નહિ. મિસિસ પિપચિન પોતાની સંસ્થાના દર ભારે ઊંચા રાખતી, અને કોઈ પણ કારણે કોઈ બાબતમાં જરાય નમતું ન આપતી; એટલે એક “હાઈ કલાસ” સંસ્થા ચલાવનાર મક્કમ બાન તરીકે તેની ખ્યાતિ ફેલાયેલી હતી. એ ખ્યાતિ ઉપર જ, પતિના મૃત્યુ પછી, તેણે પિતાની આજીવિકા ઊભી કરી હતી. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ડેએ ઍન્ડ સન પિલ અને ફરન્સને લઈને મિસિસ ચિક અને મિસ આગલી રાતે એક હોટલમાં આવીને ઊતર્યા હતાં. સવારે મિસિસ પિપચિનને મળીને, અને બંને છોકરાને દાખલ કરાવીને તે પાછાં ફર્યા. સંસ્થામાં તે વખતે માસ્ટર બિધરોન નામને એક છોકરો દાખલ થયેલો હતો, અને મિસ પાકી કરીને એક બાળકી હતી. તે બેમાં પેલ અને ફરન્સ ઉમેરાયાં. મિસિસ પિપચિનની મધ્યમ-ઉમરની એક ભત્રીજી બેરિંથિયા ઘરમાં ગુલામ તરીકે કામ કરતી હતી. તે હવે, મહેમાન આવ્યા હતા તે વખતે માસ્ટર બિધરસ્ટોનને ખાસ પહેરાવેલે કલર કાઢવા લાગી; મિસ પાંકી તો, મહેમાનો આવ્યા ત્યારે ત્રણ વખત છીંકી હતી, એટલે તેને પાછળ આવેલા કમરામાં સજા તરીકે પૂરી દેવામાં આવી હતી. મિસિસ પિપચિને પલ તરફ ફરીને પૂછયું– “તો ઠીક સાહેબ, હું આશા રાખું છું કે, તમને હું ગમીશ.” મને નથી લાગતું કે, તમે મને જરાય ગમો; મારે અહીં નથી રહેવું; આ મારું ઘર નથી.” પૉલે જવાબ આપ્યો. ના, ના, આ ઘર તો મારું છે, તમારું મથી જ વળી,” મિસિસ પિપચિને કડક થઈને જવાબ આપ્યો. બહુ ખરાબ ઘર છે.” પણ એ ખરાબ ઘરમાં એથી વધુ ખરાબ એક જગા છે, જ્યાં અમે ખરાબ છોકરાઓને પૂરી દઈએ છીએ.” પેલે તરત પૂછયું, “આ છોકરાને (માસ્ટર બિધરરટેનને) કદી ત્યાં પૂર્યો હતે ?” મિસિસ પિપચિને ડોકું હલાવી હા પાડી. પોલે તે આખો દિવસ માસ્ટર બિધરસ્ટોનની હિલચાલ જ તપાસ્યા કરી; એ હેતુથી કે પેલી કાળી કેટડીમાં પુરાનાર જણ હંમેશને માટે કેવક બની રહેતો હશે ! Page #84 -------------------------------------------------------------------------- ________________ મિસિસ પિપચિન એક વાગ્યે ભોજનનો સમય થયો. તે વખતે મિસ પાંકીને બંદીવાસમાંથી મુક્ત કરી ત્યાં લાવવામાં આવી. તેને સજા તરીકે આજે માત્ર ભાત જ આપવામાં આવ્યા; પણ તે ખાધા પછી, સંસ્થાના નિયમ પ્રમાણે તેણે એટલું ભોજન આપવા બદલ મિસિસ પિપચિનનો ઘણો ઘણો આભાર માનવો પડયો. મિસિસ પિપચિનની નાજુક તબિયતને ગરમ ગરમ તથા વિશિષ્ટ આહારની જરૂર પડતી. અને છોકરાંને મેટાં માણસોની વિશિષ્ટ જરૂરિયાત સમજવાનું શિક્ષણ મળે, તે માટે એ બધું એ છોકરાં સામે જ ખાતી. મિસિસ પિપચિનને ભોજન પછી આરામની ઘણી જરૂર રહેતી; એટલે આ બધાં વિદ્યાર્થીઓને સંભાળવા-રમાડવાનું કામ પેલી બેરિથિયાને માથે જ રહેતું. તે બહુ માયાળુ ભલી બાઈ હતી. એટલે છોકરાં સાથે રમવામાં તેને ઘણુ મજા આવતી. પણ વચ્ચે વચ્ચે મિસિસ પિપચિનની ઊંઘમાં ખલેલ પડવા જેવું થતું, ત્યારે તે બાળકને ધીમા અવાજે વાત કહેવા લાગતી. પછી ચાને વખતે ચા અને બ્રેડ તથા બટર. મિસિસ પિપચિનને તો ગરમ ગરમ ટોસ્ટ જ લાવી આપવામાં આવતો. સૂવાનો વખત થતાં છોકરાં પ્રાર્થના કરી સૂવા જાય. મિસ પાંકીને અંધારામાં એકલી સૂતાં બીક લાગતી, એટલે મિસિસ પિપચિન તેને ઉપર એકલી સુવાડવા જ પોતે હાંકી જતી. પછી લાંબા વખત સુધી પિસ પાકીના રુદનનો અવાજ આવ્યા કરતો. અવાર નવાર મિસિસ પિપચિન તેને શાંત પાડવા જાય અને કંઈક એવું કરે જેથી રડવાના અવાજને બદલે ડૂસકાને અવાજ નીકળો શરૂ થાય. રાતે સાડા નવ વાગ્યે, મિસિસ પિપચિનને માટેની મીઠી રોટીની સોડમ રસેડામાંથી આવવા માંડે. કારણ કે, મિસિસ પિપચિનને રાતે મીઠી રોટી ખાધા વિના ઊંઘ નહોતી આવતી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન સવારમાં નાસ્તો મળે. તે વખતે પણ મિસિસ પિપચિન માટે ખાસ ચીજ આવે. પછી માસ્ટર બિધરોન અને મિસ પાંકી ઉપર પ્રાત:ક્રિયાઓ શરૂ થાય. પલ અને ફલૅરન્સ તે વિકામ સાથે દરિયાકિનારે ફરવા જાય. બપોરે પછી મિસિસ પિપચિન શિક્ષણ આપે. શિક્ષણની તેમની રીત પણ અનોખી હતી. ઉપમાની ભાષામાં કહીએ તો, કળી આપમેળે ખીલને ફૂલ થાય એવી રીત અપનાવવાને બદલે, તે જોડાયેલાં છીપલાંને બળ કરીને ઉઘાડવાની રીતમાં માનતી; જેથી અંદરની સજીવતા નાશ જ પામે. દર શનિવારે મિ. ડોમ્બી બ્રાઈટન આવતા અને એક હોટલમાં ઊતરતા; ફલૅરન્સ અને પેલા ત્યાં તેમને મળવા જતાં અને આ રવિવાર પણ તેમની સાથે જ ગાળતાં. રવિવારની સાંજ મિસિસ પિપચિનની સંસ્થામાં બહુ ખરાબ સાંજ હતી. મિસ પાંકીને રેટિંગડીન રહેતી તેની કાકીને ત્યાંથી રડતી અવસ્થામાં પાછી લાવવામાં આવતી. અને માસ્ટર બિધરસ્ટનનાં તો બધાં સગાં બંગાળામાં હોઈ તેને બે જમણ વચ્ચે ભીંત સાથે માથું અડકાડી જમીન ઉપર બેસવાની સજા કરવામાં આવતી. એ કારણે તે એટલે દુઃખી દુઃખી થઈ જતો કે, એક વખત તો નાસી છૂટવા માટે બંગાળા પહોંચી જવાનો રસ્તો તે ફરન્સને પૂછવા લાગ્યો. પણ મિસિસ પિપચિનની સંસ્થા પોતાની પદ્ધતિસર કામ તો કરતી જ હતી; એટલે જંગલી છોકરાં સીધાંદેર થઈને ઘેર પાછાં જતાં; અને કેટલાંય માબાપ છોકરા સાથે માથાફેડ કરવાની સેવા બજાવવા બદલ મિસિસ પિપચિનનો આભાર માનતાં. પેલ આ બુઠ્ઠી બાઈ સાથે અંગીઠી આગળ લાંબો વખત બેસી રહેતો. તેને તે ગમતી નહિ, તેમ તે એનાથી બીતે પણ નહિ. કઈ Page #86 -------------------------------------------------------------------------- ________________ Page #87 -------------------------------------------------------------------------- ________________ જ , I A" * * * ' '' છેઆમાં તp, il : '' - D * . + +' RD , * .. કે દરેક છે. i - કે પિલ મિસિસ પિપચિનને સવાલ-જવાબથી મૂંઝવે છે.– પૃ૦ ૬૧. Page #88 -------------------------------------------------------------------------- ________________ મિસિસ પિપચિન કેઈ વાર તો પેલને જાણે મિસિસ પિપચિનનો અભ્યાસ કરવાનું મન જ થઈ આવતું. તેની એકેએક હિલચાલનું તે લાંબે વખત નિરીક્ષણ કરતા. એક વખત મિસિસ પિપચિને તેને પૂછયું, “તું શાનો વિચાર કર્યા કરે છે ?” તમારે.” અને ભારે વિષે તું શે વિચાર કરે છે ?” “તમે કેટલાં ઘરડાં છો તેનો.” તારાથી એવું બધું ન બેલાય; એ અશિષ્ટ કહેવાય.” “અશિષ્ટ ?” હાસ્તો.” પણ વિકામ કહે છે કે, તમે બધાંનાં દેખતાં સારું સારું ખાવાનું એકલાં જમી જાઓ છે, તે પણ અશિષ્ટ કહેવાય.” “વિકામ તે હરામખોર કાળ-મુખી બિલાડી છે. “એમ કેમ ? તે તો માણસ છે.” “જે સાંભળ; આમ સામા સવાલ પૂછયા કરવા સારા નહિ. તારા જેવો એક નાનો છોકરો હતો, તે એનાં માબાપ કશું કહે ત્યારે સામા સવાલો પૂછયા કરતો. એક વખત હડકાયો સાંઢ સામે આવતો હતો ત્યારે તેની માએ તેને જલદી દોડી જવા કહ્યું, ત્યારે તે “કેમ દોડી જવાનું” એ સવાલ પૂછવા ઊભો રહ્યો. એટલામાં પેલા સાંઢ આવી તેના પેટમાં શીંગડું ખસી ઘાલ્યું, અને તે લોહીલુહાણ થઈને મરી ગયો, સમજ્યો ?” પણ, સાંઢ જે હડકાયો હોય, તો તેને ખબર કેવી રીતે પડે કે આ છોકરે સવાલો પૂછયા કરનાર છોકરે છે ?” તે શું મેં આ વાત કહી, તે ખોટી છે, એમ તે કહેવા માગે છે ?” હા, બેટી છે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન << પણ ધાર કે, એ સાંઢ હડકાયે! ન હતા, પણ પાળેલે સાંઢ હતેા, એમ કહું, તે પછી, તારે શું કહેવું છે, અવિશ્વાસી ?” પાલે પેાતાને સવાલ હડકાયા સાંઢની બાબતમાં જ ઉડાવ્યા હતેા, એટલે આ વિકલ્પ રજૂ થતાં તે ચૂપ થઈ ગયેા. પણ મનમાં એ વિષે પણ તેને ગડભાંજ ચાલુ રાખતા જોઈ, મિસિસ પિપચિન ત્યાંથી દૂર ખસી ગયાં. કર પણ ત્યારથી માંડીને બંને જણમાં એકબીજા પ્રત્યે કંઈક વિચિત્ર પ્રકારનું આકર્ષણ નમ્યું. મિસિસ પિચિન વારંવાર પોલની ખુરસી અંગીરી સામે પેાતાની પાસે મુકાવતી; અને એના નાનકડા ગંભાર માં સામે જોયા કરતી. અલબત્ત, પેાતાની તેકરડી-ભત્રીજી, પોલની નેાકરડી વિકામ સાથે વધુ વાતચીત કરીને બગડી ન જાય, તેની હવે તે ખાસ કાળજી રાખતી. પણ વિકામ હવે પાલ તરફ્ જ ભયની નજરે જોવા લાગી હતી. પોલને દેખી તેને પેાતાના કાકાની નાનકડી દીકરી એટ્સી જેન યાદ આવતી, અને તેની સાથે તે પોલની સરખામણી કર્યાં કરતી. મેક્સી જેનની મા પણ પાલની પેઠે પ્રસૂતિ સમયે જ મરી ગઈ હતી; અને પછી વિકામે જ તેને ઉછેરી હતી. વિકામ માનતી કે, પ્રસૂતિમાં મરી ગયેલી માતાએ પેાતાનાં છેાકરાંને મૃત્યુ બાદ પણ વીલાં નથી મૂકતી; અને તેની સારસંભાળ રાખ્યા કરે છે. ઉપરાંત તેને એવે વહેમ હતેા કે, એ મૃત માતાએ પેાતાનું બાળક જે કાઈ નવી ખાઈ ને ચાહે, તેને મારી નાખે છે ! એટલે વિકમ પેાતે પણ સાવચેત રહેતી એટલું જ નહિ પણ મિસિસ પિચનની ભત્રીજી-નેાકરડી એરિથિયાને ડરાવવા કહેતી કે, પાલની નજર તારા ઉપર ન પડવા દઈશ; એવાં છેાકરાં જેમને ચાહે, તેમનું મેાત નક્કી છે; મિસિસ પિપચિનની આ જેલમાંથી છૂટવાની તારી મરજી હોય, તે જુદી વાત. પૅલની તબિયત બ્રાઇટનમાં આવ્યા પછી પણ કંઈ ખાસ સુધરી નંહ. દરિયાકિનારે પણ તે પગે ચાલીને ફરતા નહિ, પરંતુ ઠેલણુ Page #90 -------------------------------------------------------------------------- ________________ મિસિસ પિપચિન ગાડીમાં બેસી રહેતું. ત્યાં ગયા પછી, કાઈ છોકરાં તેની સાથે રમવા આવે, તો તે તેમને થોડી વાતચીત કરી દૂર કાઢી મૂકો. પછી ફર્લોરને તે કહે, “મારે બીજું કોઈ જોઈતું નથી; તું પાસે હોય એટલે બસ ! મને ચુંબન કર જોઉં, બહેન.” એક દિવસ તેણે કહ્યું, “ફલેય, દડિયા ક્યાં આવ્યું, જ્યાં પેલા બિધરસ્ટોનનાં સગાં રહે છે ” બહુ દૂર છે, ભાઈ.” જતાં અઠવાડિયાં થાય?” “હા ભાઈ ઘણું અઠવાડિયાં થાય, દિવસ અને રાત મુસાફરી કરે તો પણ.” પણ ફલૌય, તું જે દયા ચાલી જાય તો હું મમાએ શું કર્યું હતું-હું ભૂલી ગયો –એવું જ કરું.” મમા તે મને ખૂબ ચાહતી હતી. તારે એ કહેવું છે, ભાઈ ?” ફરસે પૂછયું. ના, ના, હું પણ તને ખૂબ ચાહતો નથી શું ? ફૉય, પણ ભમાએ શું કર્યું હતું ? હા, યાદ આવ્યું : તે મરી ગઈ છે. તેમ, તું જે ઈડિયા જાય, તો હું મરી જાઉં, ફૉય.” તરત જ ફલેરન્સ હાથમાંનું કામ જલદી જલદી મૂકી દઈ, તેની પાસે આવી તેના ઉપર હાથ પસારવા લાગી; અને બેલી, “ભાઈ, તું દડિયા જાય, તો હું પણ મારી જાઉં.” Page #91 -------------------------------------------------------------------------- ________________ કાકા-સેલ મુશ્કેલીમાં આવી પડે છે નાનકડી ફરન્સને બુઠ્ઠી મિસિસ બ્રાઉને લૂંટી લીધા પછી રખડતી મૂક્યા બાદ, વૉટર–ગે તેને રસ્તો બતાવી ઘેર લાવ્યો હતો અને પછી તેના પિતાને ત્યાં પહોંચાડી આવ્યો હતો, એ પ્રસંગ પછી કાકા-સેલ, કેપ્ટન કટલ અને વોલ્ટર-ગે પોતે – એ ત્રણે જણ પોતપોતાના મનમાં વિચિત્ર સ્વપ્નો અને આશાઓ સેવતા થઈ ગયા હતા. દર રવિવારે કેપ્ટન કટલ અને કાકા-સોલ ભેગા થાય, ત્યારે એ અનુસંધાનમાં રિચાર્ડ વિટિંગ્ટનની આખી કવિતા યાદ કરાઈ જાય; અને એક યા બીજી રીતે ગવાઈ જાય ! વોલ્ટર તો જે ધક્કો આગળ ફલૅરન્સ પોતાને ભેગી થઈ હતી, અને જે શેરીઓમાં થઈને તે તેને ચલાવીને પોતાને ઘેર લઈ આવ્યો હતો, તે બધાંની કારણ વિના અવારનવાર મુલાકાત લીધા જ કરતો; અને મિડોબીના ઘર આગળ થઈને તો તે કેટલીય વાર પસાર થતો. એ પ્રમાણે ભટકતાં ફરતાં આખા વરસમાં થઈ અએક ડઝન વખત ઑલ્ટરને ફૉરન્સ રસ્તામાં ભેગી થઈ હતી. વૈટર તેને જોઈ તરત માથા ઉપરથી ટોપ ઉતારી સલામ કરતો; પણ ફરન્સ તરત ઊભી રહીને હસ્તધૂનન કરતી. મિસિસ વિકામ ફલરન્સ સાથે હોય જ, પણ તે પેલા પ્રસંગથી પરિચિત હોઈ, વેટર સામે મળે ત્યારે રાજી જ થતી. મિસ નિપરને તો વોલ્ટરના ભલા જુવાન માંનું આગવું જ આકર્ષણ ઊભું થયું હતું. Page #92 -------------------------------------------------------------------------- ________________ કાકાસાલ મુશ્કેલીમાં આવી પડે છે દરમિયાન, ફલેરન્સ મિસિસ પિપચિનને ત્યાં રહેવા પૉલ સાથે બ્રાઇટન ચાલી ગઈ ત્યાર પછી તો એને એમ આકસ્મિક મળવાનું પણ બંધ થઈ ગયું. એક વખત વેટરે તેને કાકાની નબળી પડતી જતી શારીરિક સ્થિતિ તરફ લક્ષ જતાં કહ્યું, “કાકા-સેલ, તમે નાસ્તો પણ કર્યો નથી, તથા તમારી તબિયત પણ ઠીક લાગતી નથી. આમ ને આમ ચાલ્યું, તો મારે ડાકટરને બેલાવી લાવવા પડશે.” “મારે જોઈએ છે તે કોઈ પણ ડાકટર નહીં આપી શકે, બેટા.” “તમારે શું જોઈએ છે, કાકા ?” “ઘરાકે ! ઘરાકો હોય, તો બધું ઠીક થઈ જાય.” “જહન્નમમાં જાય, ઘરાક ! કેટલીય વાર લોકોને ટોળાબંધ આ દુકાન આગળથી જતા આવતા હું જોઉં છું, ને મને બહાર દોડી જઈ એમાંથી કેટલાકને ગળચી પકડી પકડીને દુકાનમાં ઘસડી લાવવાનું મન થાય છે. બેટાઓ રોકડા પચાસ પાઉંડની કિંમતનો માલ ખરીદે, પછી જ તેમને જવા દઉં! પણ કાકા, નિરાશ થવાની જરૂર નથી; ઓર્ડરે આવશે ત્યારે એવા સામટા આવશે કે, તમે માલ બાંધી બાંધીને આપતાં થાકી જશે.” “બેટા, ડરો આવે તો તે માલ બાંધી આપવામાં હું કદી થાકું નહિ. પરંતુ, જ્યાં સુધી હું આ દુકાનમાં છું, ત્યાં સુધી ડેરો આવવાના જ નથી ! ” કાકા, એવી વાતો કદી એ ન લાવતા. મને વહેમ જાય છે કે, એવું કંઈક અસામાન્ય બન્યું છે ખરું કે જે તમે મારાથી છુપાવો છે; અને એકલા એકલા ખિન્ન થાઓ છે. એવું કશું હોય, તો મને કહી દે ને. તમારી સાથે રહેતાં અને તે પારાવાર આનંદ થાય છે; પણ હમણાંનું મને એમ લાગ્યા કરે છે કે, હું છું તેના કરતાં તમારી સાથે આ ઉમરે તમારા જેવી ડેસી હોય, તો તમને આવા દુઃખી –૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ ડેબી એન્ડ સન કેમેય કરીને રહેવા ન દે. હું તો નાનો છોકરો છું, અને કેવળ તમારો ભત્રીજે છું ! એટલે જ તમને ખુશ રાખતાં મને આવડતું નથી. તમને સુખી કરવાનું અને સુખી જોવાનું મને ઘણુંય મન થાય છે; પણ શું કરવાથી તમે સુખી થાઓ, એ મને સમજાતું નથી.” બેટા, તું કહે છે એવી ડોસી આ ઘરમાં પિસ્તાલીસ વર્ષ પહેલેથી જ આવી હોત, તે પણ તારા ઉપર મને જેટલું વહાલ છે, તેટલું તેના ઉપર ન જ હોત.” એ તો હું પણ જાણું છું, કાકા, પરંતુ એ ડોસી હોત, તો તમે તમારા મનનો ભાર જેમ મારાથી છૂપે રાખે છે, તે તેનાથી છૂપો ન જ રાખત. એને તમારા મનની બધી ગુપ્ત વાતો જાણું લેતાં અને તમારો ભાર ઓછો કરતાં આપોઆપ આવડતું જ હોત; મને એ નથી આવડતું.” ના, ના, તને પણ આવડે છે. ” “તો પછી, કહી દે કાકા, કે તમને શી વાતની ચિંતા રહે છે?” “દીકરા, કશી જ વાતની મને ચિંતા નથી; ઊલટો તું જ નકામે ચિતા કર્યા કરે છે. બિચારે બૅટર, એ જવાબ મળ્યા પછી, ઓફિસે જવાનો વખત થયો હોવાથી ચાલતો થયો. બિશસ-ગેટ શેરીને ખૂણે, તે દિવસોમાં, બ્રોગ્લી નામનો દલાલ ગીર તથા હરાજીમાં રાખેલા માલની દુકાન ચલાવતો હતો. તેની દુકાનને બધે માલ સેકંડહેંડ હતો : અર્થાત બરબાદ થયેલાં ને દેવાળું કાઢનારાં લેકેની સસ્તામાં ખરીદેલી કે ગીરમાં ડૂલ થયેલી વસ્તુઓને જ તેને વેપાર હતો. તે અવારનવાર સોલેમનની દુકાનના સામાનની કિંમત પૂછવા કરવા આવતો, ત્યારે વૉટરે તેને જોયેલે; તેથી તે જ્યારે સામો મળે, ત્યારે વૉટર હંમેશાં તેને આનંદથી અભિવાદન કરતો. Page #94 -------------------------------------------------------------------------- ________________ કાકાસેલ મુશ્કેલીમાં આવી પડે છે ? આજે બપોરના જ્યારે વોલ્ટર પાછો ઘેર આવ્યા, ત્યારે બ્રોગ્લીને કાકા સાથે ઘરમાં બેઠેલે જઈ નવાઈ પામ્યો. વોટરે પૂછયું, “કાકા, અત્યારે તમને શરીરે કેવું લાગે છે ?” સલેમને માત્ર માથું હલાવ્યું, તથા પેલા દલાલ તરફ હાથ કર્યો. “શી વાત છે?” વોલ્ટરે જરા ચિંતામાં પડીને પૂછયું. “કશી જ વાત નથી.” મિ. બ્રોગ્લીએ જવાબ આપ્યો. માત્ર ત્રણસો સિત્તેર પાઉંડ જેટલી રકમનું ગીરેખત પાકયું હોવાથી, આ બધાનો મેં કબજો લીધો છે.” કબજે લીધે છે ?” વૉટરે ડઘાઈને પૂછયું. “હા, હા, પોતે જ કબજે લેવા આવ્યો છું, જેથી બહાર કશે દેખાવ ન થાય. મારે સરકારના માણસે લાવી તમારું ભૂંડું નથી દેખાડવું.” “કાકા-સેલ, આ વળી શું ? “દીકરા, મારી આખી જિંદગીમાં આવું પહેલી વાર જ બન્યું છે. ” એટલું બોલી, ચશમાં કાઢી એ બિચારે ડોસો બને પંજાથી માં ઢાંકી દઈ ડૂસકાં ભરવા લાગ્યો. કાકા, ગભરાશે નહીં; મિ. બ્રોગ્લી, કહો, મારે શું કરવાનું છે ?” “કાઈ ઓળખીતો – સંબંધી – મિત્ર હોય, તો તેને મળી પૈસા ભરી દેવા, એ જ કરવાનું છે, વળી.” “ખરી વાત; હું હમણું જ કેપ્ટન કટલ પાસે દોડી જાઉં છું. તમે ત્યાં સુધી અહીં જ બેસજો અને મારા કાકાની સંભાળ રાખજે. કાકા-લ, હું હમણાં જ આવું છું; હિમત રાખજે !” Page #95 -------------------------------------------------------------------------- ________________ ડે ઍન્ડ સન કેપ્ટન કટલ ઇડિયા ડેસ પાસે એક નહેરને કિનારે રહેતા હતા. એ આખો વિભાગ વહાણવટાની સાથે સંબંધ રાખતી વસ્તુઓનો અને માણસોનો હતો. કેપ્ટન કટલ ઉપરને માળ ભોજન કરતા હતા, અને નીચે ભોંયતળના ભાગમાં મકાન-માલિકણ મિસિસ બૅકટિંજર બારણું બંધ કરી કપડાં ધોવાનું કામ કરતી હતી. એટલે બારણું ખૂબ ધમધમાવ્યા બાદ બાઈએ જ્યારે છેવટે તે ઉઘાડયું, ત્યારે ગુસ્સે થઈને તેણે વોલ્ટરને પૂછયું, “એક અંગ્રેજ બાઈનું મકાન તેનો કિલ્લો ગણાય કે નહિ? અને તેનું બારણું તોડવાનો તને શો અધિકાર છે?” કેપ્ટન કટલ પણ બાઈને તડૂક જોઈ પોતાની ઉપર સીધી આફત આવી પડશે એમ માની, ઝડપથી ઊભા થઈ કમરાના બારણું પાછળ છુપાઈ ગયા; પણ કમરામાં વોટરને એકલાને જ આવેલે જોઈ તે બહાર નીકળ્યા. વૉટરે તેમને પોતાના કાકા ઉપર આવી પડેલી આફતની વાત કહી સંળળાવી; અને હવે શું કરવું જોઈએ, તે બાબત સલાહ પૂછી. પિતાના મિત્ર સલેમન જિલ્લ ઉપર આવી પડેલી આ આફતની વાત સાંભળી કેપ્ટન કટલ ઑલ્ટરને બધું વિગતે પૂછવા માંડયા. વોટરે ત્રણસો સિત્તેર પાઉંડના ગીરો ખતની મુદત પાકી ગઈ હોવાની વાત કરી. તરત કૅપ્ટને ઊઠી એક ડઓ ટેબલ ઉપર ઠાલવી દીધો : તેમાં તેર પાઉંડનું પરચૂરણ અને એક અધે કાઉન હતાં. તે બધું તેમણે કેટના ખિસ્સામાં ભરી લીધું; પછી ધૂળધમાં બે ચાર જૂના ચાંદીના ચમચા બીજા ખિસ્સામાં મૂકી દીધા; પછી પિતાનું ચાંદીનું ઘડિયાળ સહીસલામત છે કે કેમ એ જોઈ લીધું અને તરત પોતાને ગટ્ટાદાર દંડે હાથમાં લઈ તેમણે વોટરને પિતાની સાથે ચાલવા કહ્યું. પણ નીચે મકાન માલિકણ હાથમાં ઝાડુ લઈ તેમના માથા ઉપર ઝાપટવા તૈયાર ઊભી હશે એમ માની, તેમણે વૉલ્ટરને કહ્યું, “તું Page #96 -------------------------------------------------------------------------- ________________ કાકાસોલ મુશ્કેલીમાં આવી પડે છે ક - દાદર ઉપરથી ઊતરતાં ઊતરતાં મને આવો – સલામ ’ એમ માટેથી કહેજે; અને પછી બારણું ઉઘાડી ચાલ્યેા જજે. ત્યાર બાદ શેરીના નાકા આગળ ઊભા રહી મારી રાહ જોજે. ,, ' વાક્ટરે એ પ્રમાણે કર્યું. કૅપ્ટન કટલ જો પેાતાની સાથે નીચે ઊતર્યાં હોત, તે તેમની શી વલે થાત, એ તરત તેના સમજવામાં આવી ગયું. કારણ કે, દાદર ઉપરથી કાઈ નીચે ઊતરે છે એમ સાંભળતાં જ પેલી બાઈ હાથમાં ઝાડુ લઈ નીચે તૈયાર ઊભી હતી. પણ્ વટરને એકલાને જ ઊતરતા જોઈ, તેને પેાતાનું બારણું ધમધમાવવા બદલ ફરીથી જરા ધમકાવી, તે પેાતાના ઓરડામાં પાછી ફરી. તે જેવી પાછી કરી કે તરત કૅપ્ટન કેટલ દોડતાકને નીચે ઊતર્યાં અને બારણું ઉઘાડી બહાર દેાડી આવ્યા. ४ કેપ્ટન કટલે મિત્રની દુકાને આવી, તેને હાથ દબાવી, તેને સાંસતા થવા કહ્યું, અને પછી ટેબલ ઉપર પેાતાનાં ખીસાં ઠાલવી દીધાં. પેલે દલાલ બ્રેઞ્લી એ જોઈ ખેલ્યે!, હું આ બધું શા માટે અહીં કાલવે છે, ભાઈ ? મારે તે ત્રણસે સિત્તેર પાઉંડ લેવાના છે ! ’’ કૅપ્ટને જવાબ આપ્યા, “ક્રમ ભાઈ, જેટલું તને મળ્યું તેટલું સાચું; તારી જાળમાં તે! જે સપડાય તે માછલી જ કહેવાય ને ? ’’ 'હા, ભાઈ, પણ નાની માછલીથી વહેલમચ્છની ગરજ ન સરે તે ? << 23 કૅપ્ટન કટલને એ પિરભાષા કંઈક સમજમાં આવી. એટલે તે સાલેામનને બાજુએ મેલાવી જઈ, કેવી રીતે આ દેવું થયું હતું, તે વાત એને પૂવા લાગ્યો. સલામને ધીમેથી જવાબ આપ્યા, “ ચૂપ રહેા ભાઈ; વોલ્ટર સાંભળે તેમ ન ખેલતા; આ બધું વૉલ્ટરના બાપનું દેવું છે; અને તે પેટે મેં મારી દુકાન લખી આપી હતી. માલ વેચાતે રહેતા હેત, Page #97 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન "" તે તે! બધું પતી જાત; પણ ધંધા બેસી ગયેા છે, અને કશું ચૂકતે થઈ શકે તેમ નથી; એટલે આ દુકાન તે। હવે ગઈ જ સમજવાની. પણ પછી વૅલ્ટરનું શું થાય? એટલે જરા સાંસતા થા; અને મને વિચાર કરવા દે ! rr ७० બુઢ્ઢો સાલ અંગીઠી પાસે જઈ તે બેઠા, અને કૅપ્ટન કેટલ દુકાનમાં આમ તેમ આંટા મારતા વિચાર કરવા લાગ્યા. થેાડી વાર પછી તે એકદમ ખેલ્યા, વૅલ્ટર, મતે વિચાર આવી ગયા !’” tr “હૈં, કૅપ્ટન કટલ ?’’ વૅક્ટર એકદમ રાજી થતે! મેાલી ઊઠયો. હા, હા; જે, આ દુકાનને માલ અવેજમાં મૂકીશું; હું પેતે મારા વર્ષાસન સાથે બીજો જામીન થઈશ. બસ એ એ ઉપર તારા શેઠ જરૂર આપણને જોઈતાં નાણાં ધીરી દેશે. 33 cr મારા શેઠ એટલે મિ॰ ડેામ્બીની વાત કરેા છે ?” વોલ્ટર ખચકાતા ખચકાતા એટ્યા. ck કૅપ્ટન કટલે તરત વૅલ્ટર સામે ગંભીરતાથી જોઈ ને કહ્યું, સાંભળ; તારા કાકાની આ દુકાન જો વેચાઈ જશે, તે તે અબઘડી જ મરી જશે. તું જાણે છે કે, તેમને જીવ આ દુકાન અને તેના માલસામાન સાથે કૅવે જડાઈ ગયેલા છે તે. એટલે આ દુકાન બચાવવાને ઉપાય કરવામાં આપણે એક પણ પથરા ઉલટાવ્યા વિના નથી છેડવાને; અને તારા શેઠને પથરા તારે જ ઉલટાવવેા પડશે.’ << ઃ પણ મિડામ્બીવાળે પથરા કાઈથી ઉલટાવી શકાય એમ તમે માને છે?” વાલ્ટર મેં મેં પેડ પે કરતા ગણ્યા. ' અરે તું ઑફિસે દોડ, અને જોઈ તે! લાવ કે તારા શે ત્યાં છે કે નહિ.” એટલું કહી કૅપ્ટન કટલેટરને બરડા ઉપર હાથ મૂકી આગળ હુડસેલ્યે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પોલ ધંધો શરૂ કરે છે ઑલ્ટરથી એ હડસેલાનો અનાદર થાય તેમ હતું જ નહિ. તે તરત દોડ્યો અને થોડી વારમાં દોડતે પાછો આવ્યો અને ખબર લાવ્યો કે, મિ. ડોમ્બી શનિવાર હોવાથી બ્રાઇટન ગયા છે, – છોકરાંને મળવા. તો આપણે બંને બપોરના કાચમાં બ્રાઈટન ઊપડીએ. હું તારી સાથે આવીશ.” કેપ્ટન કટલે કહ્યું. - વૅલ્ટર નાને હતો તો પણ સમજતો હતો કે, મિ. ડોમ્બીને પૈસા ધીરવા માટે કહેવું હોય, તેય કેપ્ટન કટલને સાથે રાખવા એ તો ઊલટું કદાચ હાનિકર્તા નીવડે. પણ કેપ્ટન કટલ અત્યારે આ કાકા ભત્રીજા પ્રત્યેની એવી સાચી લાગણથી પ્રેરાઈને આ બધું કરતા હતા, કે તેમને સાથે આવવા ના પાડવી એ અશક્ય હતું. ૧૧ ઑલ ધંધો શરૂ કરે છે જર ઑગસ્ટૉક પિતાના “નેટિવ” નોકરને હુકમ કર્યો કે, તેણે ન મિસ ટોસની નોકરડી સાથે દસ્તી કરીને જાણું લાવવું કે, મિસ ટેકસને ત્યાં કાનો બાળક આવે છે. પેલે નેટિવ થોડા વખતમાં જ માહિતી મેળવી લાવ્યો કે, એ મિ. ડેબીનો પુત્ર છે. મેજર ઑગસ્ટક તરત પોતાના હાથમાં પોતાની જ તાળી લઈને હસી પડ્યા અને બેલ્યા, “હં. અં- અં, મિડાબી ઉપર નજર છે કેમ ? પણ મેજર ઑગસ્ટક બહુ ચશ્વડ વસ્તુ છે; મેજર જેને એમ રવડતો મૂકી શકાશે નહિ, સમજ્યાં મૅડમ ! બુટ્ટો-જે ભારે કરામતી માણસ છે, હા ! હું પોતે જ મિત્ર ડોમ્બીને હવે હાથમાં લઉં છું; પછી જોઈએ કે, તમે મિ. ડેબીને કેવાં પરણુ શકો છે, તે ! ” Page #99 -------------------------------------------------------------------------- ________________ ७२ ડબ્બી ઍન્ડ સન મિ. ડોમ્બીના છોકરાને હાલમાં બ્રાઇટન મૂક્યો હોવાથી, મિસ ટેકસ બ્રાઇટન પણ જાય છે એવું જાણમાં આવતાં, મેજર ઑગસ્ટકને તરત બંગાળાના પોતાના મિત્ર બિલ બિધરોને યાદ આવ્યા, જેમણે બ્રાઇટનમાં મિસિસ પિપચિનની સંસ્થામાં ભણતા પિતાના છોકરાની દેખરેખ રાખવાની કેટલીય વાર મેજર ઑગસ્ટકને પત્રોમાં ભલામણ કરી હતી. અત્યાર સુધી મેજરે એ કાગળોને લક્ષમાં લીધા જ ન હતા. મેજર ઑગસ્ટક તરત બ્રાઇટન જઈ માસ્ટર બિધરસ્ટોનને મળ્યા. પછી પૉલ અને ફલૅરન્સ સાથે મિ. ડોબી દરિયા-કિનારે ફરવા નીકળ્યા હતા, ત્યારે માસ્ટર બિધરોનને આગળ કરી, તે મિત્ર ડાબાને જઈ મળ્યા. તેમણે મિસિસ પિપચિનને ત્યાં જ પોલ સાથે રહેતાં માસ્ટર બિધરોનના પોતે વાલી હોવાની વાત કરી તથા જણાવ્યું કે, પોતે પલને બીજી રીતે પણ ઓળખે છે; કારણ કે, પિતાની મિત્ર-પડોશણ મિસ ટસને ત્યાં પેલને વારંવાર આવતો જતો પોતે જોયેલો છે. પણ પછી તેમણે તરત મિ. ડોબીને માખણ ચોપડવા માંડ્યું, માફ કરજે, સાહેબ, આપના જેવા લેકનું આવા નાજુક તાંતણુને આધારે ઓળખાણ કાઢી શકાય નહિ; પણ મેજર ઑગસ્ટેક છોકરાઓને જુએ છે, ત્યારે તનું ભાન ભૂલી છોકરે બની જાય છે, સાહેબ. પેલ જે હોનહાર છોકરો તેણે આજ સુધી કાઈ જોયો નથી; મેજર ઑગસ્ટૅકને આપ નાના પલનો નમ્ર પ્રશંસક જાણજે. હું આવ્યો હતો તો મારા મિત્રને આ છોકરાને જોવા; પણ નાનો પોલ પણ તે જ સંસ્થામાં તેની સાથે છે, એ જાણું હું એકદમ રાજી રાજી થઈ ગયે, અને નાના પેલને મળવા દોડી આવ્યો. એ બદલ હું આપની ઘણું ઘણું માફી માગું છું, સાહેબ; પણ માફી માગતાં માગતાં પણ હું કહેવા માગું છું, સાહેબ, કે આપના ચિરંજીવી નાનકડો પલ એક હોનહાર વ્યક્તિ છે—એના લલાટમાં મને કંઈ કંઈ ભાવી ચમકારાની આશા અત્યારથી ચમકતી દેખાય છે. મેજર એ વસ્તુ બેધડક કહી નાખવા માગે છે, સાહેબ.” Page #100 -------------------------------------------------------------------------- ________________ પોલ ધંધે શરૂ કરે છે ( ૭૩ મિ. ડાબી મેજર બૅગની આ ખુશામતથી અભિભૂત થયા વિના રહ્યા નહિ, અને થોડી વારમાં મેજર ઑગસ્ટકે મિડોમ્બીની નજરમાં પોતાનું સ્થાન મેળવી લીધું. મેજર ઑગસ્ટ હવે હુમલાની બીજી બાજુ સંભાળી. તેમણે કહ્યું, જુઓ સાહેબ, આ બિધરટન છોકરો મારા પરમ મિત્રનો –- રણભૂમિના સાથીને પુત્ર છે; તથા તેના પિતા પ્રત્યેની મિત્રતાની નજરે જોઉં તે એ છોકરો અને સર્વોત્તમ જ દેખાવો જોઈએ. પણ મેજર બેંગસ્ટક એવી ખોટી ખુશામત જાણતો નથી. તે તો સ્પષ્ટ શબ્દોમાં એ છોકરાને પોતાને જ સંભળાવી દેવા માગે છે કે, તેના જેવો ગધડો –અક્કલનો બારદાન બીજે કાઈ જ નથી અને જન્મવાનો નથી. છોકરા તે એવા હેતા હશે ? બાપથી સવાયા નીપજવાના ન હોય, તેના કરતાં ન જ નીપજે તો શું ખોટું ? મેજર ઑગસ્ટકને એવો ગધેડો છોકરી નથી એ કારણે તે પોતાની જાતને પરમ ભાગ્યશાળી - માને છે; જેમ આપને હોનહાર પુત્ર છે, એ કારણે આપ ખરા ભાગ્યશાળી છે !” પછી તો અરસપરસ નિમંત્રણે શરૂ થયાં, અને છેવટે મિત્ર ડોએ મિસ ટેક્સને મેજરની હાજરીમાં જ સંભળાવી દીધું : તમે બહુ સારું ઓળખાણ મેળવવા ભાગ્યશાળી થયાં છો; અને તમારે નિમિત્તે આ સગૃહસ્થનું ઓળખાણ પામી હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું.” રવિવારે મિડોબા, મિસિસ ચિક અને મિસ ટેકસ નાસ્તો કરવા બેઠાં હતાં, એટલામાં ફરન્સ દોડતી દોડતી આનંદિત ચહેરે અંદર આવી અને કહેવા લાગી, “પપા ! પપા ! વૉટર બહાર આવ્યો છે ! પણ તે અંદર આવતો નથી.” કોણ આવ્યું છે ? શી વાત છે ?” મિ. ડોબી ફલેરન્સની આ રીતની વાતથી ચિડાઈને ગજ્ય. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ડમ્બી ઍન્ડ સન “ૉટર, પપા ! હું ખોવાઈ ગઈ હતી ત્યારે મને શોધી લાવ્યો હતો તે.” વાચકને યાદ હશે કે, વૉટરનું આખું નામ ટર-ગે હતું. નામની પાછળનો અટક જેવો એ ભાગ જ, નિકટના સંબંધી નહીં એવા બહારના લોકો સંબોધનમાં વાપરે. પેલો જુવાનિયો – “ગે, ખરું લુઈઝા ? આ છોકરીની રીતભાત છેક જ બગડી ગઈ છે. તેને છોકરે – “ગે” કહેતાં શું થાય છે? બહેન, તમે જઈને જરા જુઓ તો, શી વાત છે ?” મિસિસ ચિક ઉતાવળે બહાર જઈને ખબર લઈ આવ્યાં છે, “છોકરો – “ગે” ખરે જ આવ્યો છે, તેની સાથે વિચિત્ર દેખાવને બીજે માણસ પણ છે. જોકે, તમે નાસ્તો કરી રહો ત્યાં સુધી છોકરે – “ગે” અંદર આવવા માગતો નથી.” એ છોકરાને દૃમાં જ અંદર આવવા કહો.” મિ. ડેબીએ તાકીદ કરી; કારણ કે તેને પોતાની ઓફિસમાં નોકરીએ રાખે હોઈ તે કંઈ અગત્યના સમાચાર લાવ્યો હોય. વોલ્ટર અંદર આવ્યો એટલે મિડાબીએ તરત પૂછયું, શી વાત છે? તને અહીં કોણે મોકલ્યો ? બીજું કાઈ અહીં આવનારું નહતું શું ?” “આપની માફી માગું છું, સાહેબ, મને બીજા કોઈએ મોકલ્યો નથી. હિમત કરીને હું પોતે જ અહીં આપની પાસે દોડી આવ્યો છું. તેનું કારણ જાણ્યા પછી આપ મને જરૂર માફી આપશે, એવી મને આશા છે.” પણ મિ. ડોમ્બી તો એની વાત તરફ લક્ષ આપ્યા વિના તેની પાછળ ઊભેલા માણસ પ્રત્યે જ વળીને જોવા લાગ્યા હતા. એ શું છે? એ કોણ છે ? તમે કોઈ ભળતા બારણુમાં પસી ગયા લાગો છો, સાહેબ.” મિ. ડોમ્બીએ પાછળ ઊભેલા કેપ્ટનકટલને કડક થઈને કહ્યું. Page #102 -------------------------------------------------------------------------- ________________ પોલ ધંધા શરૂ કરે છે ૭૫ “ સાહેબ, હું આમ બીજા કાઈ ને સાથે લઈ તે અંદર ઘૂસી આવ્યા હું, તેથી બહુ દિલગીર છું; પણ તે કૅપ્ટન કટલ છે, સાહેબ.” વાક્ટરે જ જવાબ આપ્યા. બરાબર છે, વાલર, દીકરા, હંકાર્યે રાખ !” એમ ખેલતા કૅપ્ટન કટલ હવે છેક આગળ આવીને ઊભા રહ્યા. મિ॰ ડામ્બી પેાતાના કમરા ઉપર આવા આલતુřાલતુ માણસા વડે કરાયેલા આ રીતના હલ્લાથી એકદમ ગુસ્સે થઈ ગયા તથા અકળાયા. દરમ્યાન નાનકડે! પોલ ફ્લોરન્સની પાછળ પાછળ આવ્યે હતેા, તે કૅપ્ટન કટલના એક હાથના પંજાને ઠેકાણે લગાડેલા ફૂંક તરફ નવાઈ પામી જોઈ રહ્યો. << ** તારે મને શું કહેવાનું છે?” મિ॰ ડેમ્નીએ વોલ્ટરને પૂછ્યું. બિચારા વૅટર ધ્રૂજતા ધ્રૂજતા એણ્યા, “ સાહેબ, અહીં આમ દોડી આવવામાં મેં બહુ ખાટું કર્યું છે, એ મને હવે સમજાય છે. અહીં આવ્યા બાદ, આપની સાથે વાત કરવાની મારામાં હિંમત જ નહેાતી રહી, પણ એટલામાં મિસ ડામ્બી મને મળ્યાં અને ૉરન્સ જરા હસતી વૅક્ટરને આગળ ખેલવા ઉત્તેજન આપવા લાગી. તે તરફ નજર જતાં મિ॰ ડામ્બીએ ઉતાવળ કરતાં કહ્યું, “ જલદી પૂરું કરી નાખ, એટલે બસ.’’ ' ખરી વાત, ખરી વાત ! આગળ હંકાર, વોલ’ર, 33 કેટલ પણ હવે બળ પૂરવા લાગ્યા. મિ॰ ડામ્બીએ કૅપ્ટન ઉપર આમ વચ્ચે ખેલવા માટે જે શિક્ષાત્મક નજર નાખી, તે સમજવા જેટલા કૅપ્ટન અત્યારે સાવધાન નહેાતા. તે તે ઊલટ! પેાતાના દૂક હલાવી તથા આંખા મિચકારી મિ॰ ડામ્બીને સમજણુ પાડવા લાગ્યા કે, ‘ છેોકરા ખેલતાં શરમાય છે ! ? “હું છેક જ અંગત કારણેાએ દોડી આવ્યે! હું સાહેબ, અને આ કૅપ્ટન કટલે મારા કાકાના જૂના મિત્ર હાઈ, તેમણે સાથે આવવા આગ્રહ રાખ્યા એટલે તેમને હું ના ન પાડી શકયો >> ” કૅપ્ટન Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ડેલ્સી એન્ડ સન ના પાડવાની વાત જ ક્યાં છે, દીકરા ! ચલાવ, આગળ હંકાર,” કેપ્ટન કટલે વૉટરના સઢમાં હવા ભરવા માંડી. “મારા બુટ્ટા કાકા અત્યારે એકદમ આફતમાં આવી પડયા છે, સાહેબ. તેમનો ધંધે બેસી જવાથી તે કેાઈ જૂના ગીત ઉપર મુદતસર પૈસા ભરી શક્યા નથી. અત્યારે તેમની દુકાન અને ઘર ઉપર જપ્તી બેઠી છે. એ બધું જપ્ત થઈ જાય તેને બીજે કશો વાંધો નથી, સાહેબ, પણ મારા બુટ્ટા કાકાનો જીવ એ દુકાન અને તેના સામાન સાથે એ જડાયેલું છે કે, એ બધું જાય તેનો આઘાત તેમને ભાગી નાખશે. આપ તેમને પહેલેથી કંઈક ઓળખ છે, એટલે તેમને આ પ્રાણઘાતક મુશ્કેલીમાંથી બહાર કાઢવા કંઈક મદદ કરી શંકા, તો તે માટે આપને આજીજી કરવા હું આવ્યો છું, સાહેબ.” વટરની આંખો આટલું બોલતાંમાં આંસુથી ઊભરાઈ આવી. પણ ને જેઈ ફૉરન્સની આંખે પણ આંસુથી ચમકવા લાગી. મિ. ડોમ્બીની નજર બહાર એ વસ્તુ પણ ન રહી. સાહેબ, રકમ બહુ મોટી છે, ત્રણસો પાઉડથી પણ વધુ. મારા કાકા તો જાણતા પણ નથી કે, હું આપની પાસે આ વિનંતી કરવા આવ્યો છું. મારા કાકાની દુકાનમાં કેટલે માલ છે, તથા તેનું શું ઊપજી શકે તે હું નથી જાણતો; પરંતુ તે બધું આપની બાંહેધરીમાં ગણાશે; આ કેપ્ટન કટલ પણ જામીન તરીકે રહેવા તૈયાર છે; અને મારે ન કહેવું જોઈએ, પણ આપની નોકરીમાં મારી જે કંઈ આવક થશે, તે પણ આપની રકમની બાંહેધરી તરીકે ગણી શકે છે. જે કંઈ આપ ઈચ્છો, તે અમે કરવા તૈયાર છીએ; પણ સાહેબ, મારા કાકાને આ આઘાતમાંથી જીવતા બચાવી લે, એટલી જ વિનંતી છે. આ ફટકા તેમને માટે જીવલેણ નીવડશે, સાહેબ.' કેપ્ટન કટલે તરત આગળ આવી, નાસ્તાના ટેબલ ઉપર પોતાનાં ખિરસમથી ચમચા તથા તેર પાઉંડના પરચૂરણનો ઢગલે કરી દીધો Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પેલ ધંધો શરૂ કરે છે તથા ઉમેર્યું, “આ તો નાના ટુકડા છે, પણ આખો રોટલો ન હોય તો ટુકડા પણ શું ખોટા ? ઉપરાંત, મને દર વર્ષે સો પાઉંડ વર્ષાસન મળે છે. તે પણ આપ જામીનગીરી તરીકે ગણી શકે છે. આ દુનિયામાં સૌલ જિસ જેવો ગળા સુધી વિજ્ઞાનવિદ્યાથી ઠાંસાયેલ બીજે માણસ મળવો મુશ્કેલ છે, સાહેબ અને તેનો ભત્રીજો આ વિલ્ટર છે, સાહેબ.” આટલું કહી કેપ્ટન કટલ પાછી ખસી, પિતાને મૂળ સ્થાને જઈને ઊભા રહ્યા. નાનકડો પેલ દરમિયાન પોતાની બહેનને વૉટરના કાકાના દુઃખની વાત સાંભળી દુઃખી થયેલી જોઈ તેની પાસે દોડી ગયો અને તેના માં સામું લાગણીથી જોવા લાગ્યો. મિ. ડોબીના લક્ષમાં તે વસ્તુ પણ આવી ગઈ. તેમણે ઑલ્ટરને પૂછયું – એ દેવું શા કારણે થયેલું, અને લેણદાર કોણ છે ?” આ છોકરો એ વાત જાણતો નથી, સાહેબ ” કેપ્ટન કટલ બેલી ઊડ્યા; “એક માણસ મરી ગયો છે, જેને મદદ કરવા જતાં મારા મિત્ર જિલ્ટ આ નુકસાનીમાં આવી ગયા છે. એ મરી ગયેલા માણસનું નામ હું ખાનગીમાં કહી શકું તેમ છું, જે જરૂર હોય તો.” એમ કહી, તેમણે વોલ્ટરની સમક્ષ એ નામ કહી શકાય તેવું નથી, એમ સૂચવવા આંખ-મિચકાર કરી લીધો. જે લોકોને પોતાનું જ પૂરું કરવાની મુશ્કેલી હોય, તેવાઓએ બીજાઓનાં દુઃખ દૂર કરવા દોડી જવું ન જોઈએ. અને જે પૈસા પિતાથી ભરાય તેવા ન હોય, તે પૈસા બીજાના વતી ભરવાનું માથે લેવું, એ પણ એક પ્રકારની અપ્રમાણિકતા જ છે.” આટલું કહી મિત્ર ડોમ્બીએ પેલને પોતાની પાસે બેસાડ્યો અને પૂછયું, “જે, ભાઈ, તારી પાસે અત્યારે પૈસા હોય, અને આ છોકરે – “ગે” માગે છે તેટલા બધા હેય, તો તું શું કરે ?” હું તરત જ તેના બુટ્ટા કાકાને તે પૈસા આપી દઉં.” Page #105 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન તેના બુદ્દા કાકાને ઊછીના આપી દે, એમ જ ને ? ઠીક, તું જ્યારે મોટે થઈશ, ત્યારે મારા પૈસામાં તું ભાગીદાર થઈશ, અને આપણે બંને સાથે મળીને તે પૈસા વાપરવાના છીએ, એ તું જાણે છે ને ?” ડોમ્બી એન્ડ સન” તરીકે ખરું ને, પપા ?” હા ભાઈ, “ડામ્બી એન્ડ સન” તરીકે; તો આજથી જ તું છોકરા – “ગે’ના કાકાને પૈસા ધીરવાનું શરૂ કરવા ઇચ્છે છે ?” હા પપા, તમે જે હા કહે તો ! ફૉરન્સ પણ એવું જ ઈચ્છતી હશે, એમ મને લાગે છે.” છોકરીઓને ડાબી એન્ડ સન’ના કામકાજ સાથે કશી લેવાદેવા ન હોઈ શકે, બેટા. તારે એ પૈસા ધીરવા છે કે નહિ, એટલું હા પપા, હા !” તો તું જરૂર ધીરી શકે છે. અને તે જોઈ શકશે, પલ, કે પૈસો એ કેટલી મોટી ચીજ છે, અને લોકે તે મેળવવા કેવા ઇંતેજાર હોય છે. નાનકડો – “ગે” આટલો રસ્તો કાપીને એ પૈસા માગવા આપણી પાસે દોડી આવ્યો છે, અને તારી પાસે પૈસા હોવાથી તે એવડો મોટો માણસ છે, કે જેથી તે તેના ઉપર મહેરબાની કરી, તેને એ પૈસા ધીરી શકે છે. એ પૈસા મેળવીને તે બિચારો ઘણો રાજી થશે.” નાનકડો પલ તરત જ બાપના ઢીંચણ ઉપરથી ઊતરીને ફૉરન્સ તરફ દોડવ્યો અને તેને કહેવા લાગ્યો, “બહેન, હવે ન રડીશ; નાનકડા – “ગે ને પૈસા મળી જશે.” મિ. ડબ્બીએ બાજુના ટેબલ ઉપર જઈ એક ચિઠ્ઠી લખી નાખી. દરમિયાન પૅલ અને ફલૅરન્સ ઑલ્ટર સાથે ગુસપુસ કરવા લાગ્યાં; અને કેપ્ટન કટલ રાજી થતા એ ત્રણે તરફ જોઈ રહ્યા. ચિઠ્ઠી લખી લીધા પછી મિ. ડોમ્બીએ પાછા પોતાની જગા ઉપર આવીને વોલ્ટરને એ ચિઠ્ઠી આપતાં કહ્યું, “આ ચિઠ્ઠી કાલે Page #106 -------------------------------------------------------------------------- ________________ પાલ ધંધા શરૂ કરે છે ૩૯ સવારે મિ॰ કાર્કરને આપજે. તરત જ માણસ મેાકલીને તે તારા કાકાને તેમની અત્યારની સ્થિતિમાંથી છેડાવશે અને પૈસા ભરી દેશે. તારા કાકા પણ કેવી રીતે, કેટલા સમયમાં એ પૈસા પાછા ભરપાઈ કરી શકશે તેની ગેાઠવણ તે વિચારી લેશે. આ મહેરબાની માસ્ટર પૉલે તારા ઉપર બતાવી છે, એ યાદ રાખજે. પણ તારે એ બાબત તેની સાથે કંઈ વિશેષ વાત કરવાની નથી. તું હવે જઈ શકે છે; પણ યાદ રાખજે કે, છેવટે તે આ પૈસા માટે તું અને તારી નેાકરી જ જવાબદાર ગણાશે. વોટરના માં ઉપર આભારની અનેક લાગણીઓ ઊભરાઇ આવી. પણ તેને કશું ખેલવાની મના હેાવાથી તે નમન કરી ચાલતે થયેા. કૅપ્ટન કટલ પણ તેની પાછળ ઠેકડા મારતા ચાલવા માંડયા. પરંતુ તરત જ તેમને પાછા ખેલાવી, તેમની ટેબલ ઉપર મૂકેલી વિસાત ઉપાડી જવા તેમને કમાવવામાં આવ્યું. કૅપ્ટન કટલને જરાય મરજી ન હતી, પણ હુકમ એવે। તાકીદના હતેા કે તેમણે એ બધું સમેટીને ખીસામાં ભરી લીધું; પછી પેાતાના દૂકને બાનુએ તરફના સંમાન તરીકે ચુંબીને તથા પેાતાના ડાબા હાથે મિ॰ ડામ્બીના હાથને પકડી, તેના ઉપર પેાતાના જમણા હાથને દૂક આનંદ પ્રદર્શિત કરવા દબાવીને તે ચાલતા થયા. મિ. ડામ્બી લેટાના ક્રૂકના આટલા નિકટ સ્પર્શ થતાં કંપી ઊઠયા. લાર્સ, રાજી થતી થતી, વોલ્ટરને તેના કાકા સીલ માટે કંઈક સંદેશ કહેવા પાછળ દોડવા ગઈ; પણ મિ॰ ડેામ્બીએ તેને પછી મેલાવી. મિસિસ ચિકે તરત તેને પકાની રીતે સંભળાવી લીધું -- .. તું શું કદી ડામ્બી નહીં જ બની શકે, દીકરી ?” << · વહાલાં ઈા, મારા ઉપર ગુસ્સે ન થશેા; મારા પપાતે હું એટલા બધે આભાર માનું છું કે આટલું ખેલતાંમાં તે તે 23 Page #107 -------------------------------------------------------------------------- ________________ ડબ્બી એન્ડ સન તેના હાથ મિ. ડોમ્બીના ગળે ભેરવી દેવા દેડવા જ જતી હતી, પણ મિ. ડોમ્બીનું ઘુરકાટભર્યું ગંભીર માં જોઈ તે છળીને એક ડગલું પાછી ખસી ગઈ ૩ બીજે દિવસે બપોર સુધીમાં કાકા-સેલના ઘરમાંથી લેણદાર – જપ્તીદાર રવાના કરી શકાય, તે બદલ વોટરને ખૂબ આનંદ થયો. પરંતુ એ બધું પત્યા પછી, સાંજના જ્યારે તે કાકા-સેલ અને કેપ્ટન કટલ સાથે બેઠો હતો, ત્યારે, પોતાના કાકાને ફરી દુકાન બાબત ઉત્સાહમાં આવેલા જોઈ તે એક બાજુ રાજી થતો ગયો, તેમ બીજી બાજુ, તેના અંતરને એક ઊંડી વેદના કેરી ખાવા લાગી. એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, મિ. ડબ્બી પ્રત્યે તથા ફલેરન્સ પ્રત્યે જે ભાવ તે અત્યાર સુધી રાખત આવ્યો હતો, તે બધું હવે કાયમને માટે ખતમ થતું હતું, હવે તે એ લોકોને દેવાદાર બની એટલે નીચે ઊતરી ગયો હતો કે, ફલેરન્સના કેવળ એક સ્મિતની આશા રાખવી, એ પણ તેને માટે અશકય બની ગયું હતું. જેકે, કેપ્ટન કટલ તો જુદા જ ખ્યાલમાં તણાતા હતાઃ ફલેરન્સને વોટરના દુઃખથી દુઃખી થયેલી તેમણે પોતાની નજરે જોઈ હતી, અને વિટિટનની કવિતા જેથી તેમને મોઢે આવવા લાગી હતી ! Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નવી નિશાળ મિસિસ પિપચિને નાનકડા પલ અને તેની બહેન ઉપર દેખરેખ રાખવાનું શરૂ કર્યો બાર મહિના થવા આવ્યા હતા. તે દરમ્યાન બંનેને બે વખત ઘેર જવાનું મળ્યું હતું. અલબત્ત, દર અઠવાડિયે મિ. ડાબી હોટલમાં આવીને ઊતરતા, અને તેઓ તેમને મળવા જતાં જ. ધીમે ધીમે પલની તબિયત સુધરવા લાગી હતી, અને હવે તે બહારની જવઅવર માટે ઠેલણ ગાડીને બદલે પિતાના પગ વાપરતા થયો હતો. એક દિવસ મિ. ડબ્બી અણધાર્યા મિસિસ પિપચિનની સંસ્થામાં આવી ચડયા. “કેમ છો, મિસિસ પિપચિન ?” તેમણે પૂછયું. થેંકસ; સારી છું; જોકે, મારે બહુ સારી તબિયતની આશા ન રાખવી જોઈએ, છતાં જેવી છે તેવી તબિયત માટે મારે ભગવાનનો આભાર જ માનવો રહ્યો.” “મિસિસ પિપચિન, હું મારા પુત્ર અંગેની બાબતમાં તમારી સલાહ લેવા આવવાનું કેટલાક વખતથી વિચારી રહ્યો હતો. જોકે, એ અંગે ઘણુ વખત અગાઉથી વાત વિચારી લેવી જોઈતી હતી; પણ પેલની તબિયત બરાબર સુધરે નહિ, ત્યાં સુધી મેં જાણી જોઈને Page #109 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન એ વાત મેકૂફ રાખ્યા કર્યા હતી. હવે તેની તબિયત બાબત તમને મનમાં કશો સંદેશો તો નથી ને ?” બ્રાઈટનનાં હવાપાણું તેને બહુ ફાયદાકર નીવડ્યાં છે, એ વાત હું જરાય અંદેશા વગર કહી શકું છું, સાહેબ.” મને પણ, તેથી કરીને, તેના આગળના અભ્યાસ માટે તેને બ્રાઇટનમાં જ કોઈ સારી સંસ્થામાં રાખવાનો વિચાર આવે છે. તે હવે છ વર્ષને થો; અને તેની તબિયતને કારણે તેના ઉપર અભ્યાસની બાબતનું ભારણ અત્યાર સુધી આપણે નથી લાવું. પરંતુ છ વર્ષનાં બીજાં છોકરાંનું શિક્ષણ તો કયારનું શરૂ થઈ જાય છે. પલને થોડાં વર્ષ બાદ મારા ધંધામાં તેમ જ સમાજમાં ઊંચા સ્થાને ગોઠવાવાનું છે; એટલે તેની કેળવણીની બાબતમાં આપણે કંઈક વિચારી રાખવું જોઈએ. મને ડોકટર ક્લિંબરની જાણીતી સંસ્થા સૂચવવામાં આવી છે. તમારે તે બાબત છે અભિપ્રાય છે ?” ઓહ, એ તો મારા પડોશી જ છે. તેમની સંસ્થા બહુ વખણાય છે તેને કાર્યક્રમ બહુ કડક હોય છે, અને સવારથી સાંજ સુધી ત્યાં ભણતર સિવાય બીજું કંઈ ચાલતું જ નથી.” ઉપરાંત, તે સંસ્થાની ફી પણ બહુ મોટી છે. મેં ડોકટર ન્ડિંબર સાથે પત્રવ્યવહાર તથા વાતચીત કરી જોયાં છે. તે કહે છે કે, તેમની સંસ્થાના ભણતર માટે પેલને હવે નાનો ન કહી શકાય. કેટલાય દાખલા તેમણે આપ્યા, જેમાં એ ઉમરે તેમણે છોકરાઓને ગ્રીક ભણાવવાનું શરૂ કરાવ્યું હોય. જોકે, ભણતર અઘરું પડે કે નહિ, એ વાતની મને બહુ ચિતા નથી : યોગ્ય શિક્ષક યોગ્ય મહેનતથી અને વળતરથી ગમે તેવા છોકરાને તાલીમ આપી શકે, એમ હું માનું છું. પણ મારી ખરી ચિંતા જુદી જ છે. નાના પોલ તેની બહેનને બહુ ચાહે છે. નાનપણથી તેને માનો પ્રેમ નથી મળ્યો, એટલે તેણે બહેનમાં જ માની હૂંફ શોધી છે. એટલે ડોકટર ક્લિંબરની Page #110 -------------------------------------------------------------------------- ________________ નવી નિશાળ સંસ્થામાં પેલને મૂકીએ, તો તેને તેની બહેનથી છૂટા પાડવાનું થાય, એ બાબતમાં તમે—” છ છ ! એ છોકરીને ભાઈથી છૂટી પડવાનું ન ગમે, તો તેને ગળે ઉતારવું પડે. પલને ભવિષ્યમાં જે ભાગ ભજવવાનો છે, એ જ આપણે તો નજર સામે રાખવો જોઈએ – ફરન્સને શું ગમે કે શું ન ગમે, એ નહિ.” ત્યાર પછી જે વાતચીત તે બંને જણ વચ્ચે ચાલી, તેને અંતે એમ નક્કી થયું કે, પોલને ડેકટર લિંબરને ત્યાં દાખલ કરવો, અને ફૉરન્સને મિસિસ પિપચિન પાસે જ પડોશમાં રાખવી. તે તેના ભાઈને શનિવારે એક વાર મળી શકે એવી છૂટ રાખવી, એટલે ધીમે ધીમે ભાઈ બહેનને છૂટા પડવાનું કઠે પડી જશે. મિ. ડોમ્બીએ છેવટે ઉમેર્યું કે, “ પોલને ડોકટર ક્લિંબરને ત્યાં મૂકવામાં આવે, તો પણ તમારા હાથમાં જ તેના સામાન્ય નિરીક્ષક અને સુપ્રીટેટનું કામ રહેશે અને તે બદલ તમને યોગ્ય વળતર આપવામાં આવશે.” ડોકટર ક્લિંબરની સંસ્થા એટલે વિદ્યાર્થીઓનાં મગજમાં વિદ્યા ઠાંસવાનું એક કારખાનું. તેનાં યંત્રો સતત કામ કર્યા કરતાં. ડોકટર માત્ર દશ જ વિદ્યાર્થીઓ એકી સાથે ભરતી કરતા. જોકે, તેમના પિતામાં તો સો સો છોકરાઓમાં ઠાંસી શકાય તેટલું જ્ઞાન અને તે ઠાંસવાની શક્તિ મેજૂદ છે, એમ તે માનતા. પરંતુ એાછા વિદ્યાર્થી અને આકરી ફી રાખવી, એ સંસ્થાની નામના અને ખ્યાતિ માટે આવશ્યક ગણાય; એટલે ડૉકટર ક્લિંબર એ નિયમનું ચીવટથી પાલન કરતા. ડોકટર લિંબરની તાલીમની પ્રક્રિયા હેઠળ છોકરાઓની શીગે સમય પહેલાં ફાટી જતી. બધો પાક ત્યાં સમય પહેલાં જ લેવામાં આવતો અને એને જ સંસ્થાની વિશેષતા માનવામાં આવતી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ડી એન્ડ સન કેળવણીની આ પ્રક્રિયાને પરિણામે જે છોકરાં તૈયાર થતાં, તે માંદલાં, અણુવિકસિત, અને પોપટિયા જ્ઞાનવાળાં જ હતાં. પરંતુ, તવંગર માબાપામાં પોતાનાં છોકરાંને સાચા વિકાસ કરતાં કઈ સંસ્થામાં, કાના હાથ નીચે, તેમને તાલીમ અપાવી છે, એ કહેવડાવવાનું જ માહામ્ય વધારે હોઈ ડોકટર લિંબરની સંસ્થાની તે સમયમાં બેલબાલા હતી. ટૂટ્સ નામે ફૂલેલા નાકવાળો અને અતિશય મોટા માથાવાળો એક છોકરો એ સંસ્થાના પ્રથમ દશ છોકરાઓમાંનો એક હતો. જ્ઞાનની “બધી પ્રક્રિયાઓમાંથી તે પસાર થઈ ચૂકવા આવ્યો, એવામાં અચાનક તેનું માથું ફૂલતું ફૂલતું ફૂટી ગયું. અર્થાત તેને મૂછો ફૂટવા માંડી એ અરસામાં તેનું મગજ બંધ પડી ગયું. અત્યારે તે છોકરો એ સંસ્થામાં જ એક આભૂષણરૂપે વિરાજમાન હતા અને સંસ્થામાં ધૂળધમાં કંઈક કામ કર્યા કરતો. તે ઉંમરલાયક થાય, ત્યાં સુધી તેની મિલકતના ટ્રસ્ટીઓએ તેને આ કેળવણું ધામમાં જ અથાવા માટે રહેવા દેવાનું નક્કી કર્યું હતું. દરિયાકિનારે જ એક મકાનમાં આ સંસ્થા આવેલી હતી. મકાનની અંદરના ભાગમાં બધું ઘેરું ઘેરું જ હતું–કયાંય ઉજજ્વળતા કે ઉમંગને પેસવા દેવામાં આવતાં જ નહિ. ડૉકટરની દીકરી મિસ ક્લિબર સુકલકડી કુમારિકા હતી; ઘરની ગંભીરતાને જરાય આંચ ન આવવા દે તે તેનો દેખાવ હતો. તેના વાળ ટૂંકા પાવેલા હતા, તથા તે ચશ્માં પહેરતી. મરેલી ભાષાઓની કબરોનું જ ખેદકામ કરતી રહેતી હોઈ તે તદ્દન સૂકી ભંઠ તથા રેતીભરી રહેતી. આવતી કોઈ ભાષા સાથે તેને લેવાદેવા જ ન હતી. મિસિસ બ્લિબર પિતે ભણેલી ન હતી; પરંતુ હમેશ તે ભણેલી હેવાનો દેખાવ કર્યા કરતી. ઇવનિંગ-પાર્ટીઓ વખતે તે કાયમ બેલ્યા કરતી કે, મરતાં પહેલાં તેને સિસેરેને અભ્યાસ પૂરો થઈ રહે, તો તે બહુ નિરાંતે મરી શકશે. Page #112 -------------------------------------------------------------------------- ________________ નવી નિશાળ - ડેકટર બ્લિબરના આસિસ્ટંટનું નામ મિફીડર હતું. તે એક માનવ વાજિંત્ર જ હતું, અને તેનામાંથી હંમેશાં અમુક નિયત સુરે એક જ કામે નીકળ્યા કરતા. તેને દરેક પાઠ એક જ ક્રમે, એકધારે, જે ને તે, વરસોથી વિદ્યાર્થીઓની દરેક ટુકડી દીઠ ચાલ્યો આવતો. ડોકટર બ્લિબરને ત્યાં છોકરાઓને પથ્થરિયા ક્રિયાપદ, શબ્દો, અવ્યો અને તેમનાં રૂપાખ્યાનનું ગેખણ એકધારું એવું ચલાવ્યા ' કરવું પડતું કે, બિચારાઓ ઊંઘમાં પણ એને જ ટુકડા લવ્યા કરતા. આ સંસ્થાનાં ચક્રો એવી રીતે ગોઠવવામાં આવ્યાં હતાં કે, એક વખત તેમની સાથે વિદ્યાર્થીને જોતરવામાં આવ્યો એટલે ત્રણ અઠવાડિયામાં તેનું બધું જીવરાપણું નાબૂદ થઈ જાય; અને ત્રણ મહિનામાં તો દુનિયાભરની ચિતાએ તેના માથા ઉપર આવીને સવાર થઈ બેસે. ચાર મહિનામાં તો તે પોતાનાં મા-બાપ કે વાલીઓને ધિકારતો બની જાય; પાંચ મહિનામાં તે આખા જગતને ધિક્કારતા બની રહે; છ મહિનામાં જમીનની અંદર ચિરશાંતિ ઝંખતો બની જાય; અને જે પહેલા બાર મહિના તે પૂરા કરી રહે, તો પછી કાયમને માટે એમ માનતો થઈ જાય કે, કવિઓની કલ્પનાઓ તથા પ્રાચીન મહાપુરુષોના ઉપદેશે માત્ર શબદો અને તેમનું વ્યાકરણ શીખવા માટે જ રચાયેલાં છે, અને તેમનો બીજે કશો અર્થ કે ઉપગ જ નથી ! આવી આ સંસ્થાનાં પગથિયાં ચડીને નાનકડો પલ પિતાને હાથ પકડી એક દિવસ અંદર આવ્યો. તે હવે પગે ચાલતો – પગભર થયો હતો, એટલે તેની એ અલ્પ જીવનશકિતને ડોકટર બ્લિબરની આકરી સરાણુને બલિદાન તરીકે ચડાવવાનું આવશ્યક બન્યું હતું ! મિસિસ પિપચિન એની પાછળ, વધસ્થાને લઈ જવાતા બેકડાની પાછળના ચોકીદારની જેમ, અકકડપણે ગંભીરતાથી ઊભાં રહ્યાં. ડેકટર બ્લિબરે પલના ઉપર નજર કરી. તેમને એ છોકરાના સૂકા-ફીકા ચહેરા ઉપરથી તેની શક્તિ કે લાગણીઓ વાંચવાની આંખો જ ન હતી. તેમને તે પલમાં પોતાના કારખાનામાં તૈયાર કરવા Page #113 -------------------------------------------------------------------------- ________________ ડેએ ઍન્ડ સન મળેલ કાચે માલ જ દેખાતો હતો. તેના તરફ ફરીને તરત તેમણે કહ્યું, “બસ ત્યારે હવે તારે ભણીગણીને મેટા માણસ બનવું છે ને?” મિત્ર ડોમ્બીએ તરત ઉત્સાહમાં આવી જઈને પલ તરફ ફરીને કહ્યું, “ડેપ્શી એન્ડ સનને છાજે તેવા મોટા માણસ બનવા તારે મહેનત કરવાની છે, સમજ્યો ?” મારું ચાલે તે હું બાળક જ રહેવા ઈચ્છું છું,” પોલે જવાબ આપ્યો. એમ ? શા માટે ?” ડોકટરે પૂછયું. પલે કશો જવાબ ન આપ્યો. માત્ર પાસે ઊભેલી ફલૅરન્સને ખભે પોતાનો હાથ મૂકી દીધું. થોડી જ વારમાં તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. મિ. ડેબીએ એ જોયું અને તરત મિસિસ પિપચિન તરફ જોઈને ચીડભર્યા અવાજે કહ્યું, “આ દેખી મને ખરેખર દિલગીરી થાય છે.” મિસિસ પિપચિને તરત ફલૅરન્સને ધમકાવીને કહ્યું, “મિસ ડેસ્મી, તું જરા તેનાથી દૂર ટળીશ ?” કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી,” ડેકટર બ્લિબર માથું હલાવતા બેલ્યો; “અમે પેલના મન ઉપરથી બધાં જાળાં સાફ કરી નાખીશું, અને નવેસર નવા સંસ્કારનું ખેડાણ કરીશું. તેને શાનો શાનો અભ્યાસ કરાવવા આપ ઇચ્છશે, સાહેબ ?” દરેકે દરેક વસ્તુનો. કોઈ પણ બાબત-એક ખાનદાન જુવાનને ઉચિત ગણાય એ કોઈ પણ અભ્યાસ, – એને બાકી રહેવો ન જોઈએ.” પલના શિક્ષણની શરૂઆત કરવાનો પ્રારંભિક ભાર મિસ લિંબરને સોંપવામાં આવ્યો. પોલને શાળાના કામકાજ માટે તૈયાર કરી લઈ, ભૂતકાળમાં બગડેલો સમય ભરપાઈ કરી લેવાની તેને Page #114 -------------------------------------------------------------------------- ________________ - S. ** * : :: ** કે * *, *, : .. -. ક, ૧૧, 5 દેશ = = = કેળવણી-નિષ્ણાત ડોબ્લિબર સમક્ષ પૉલની રજૂઆત. – પૃ૮૬. :: In t બ litti ક.. titutiffiliate ill 1:38 .. Illu : ''mit S Page #115 -------------------------------------------------------------------------- ________________ Page #116 -------------------------------------------------------------------------- ________________ E નવી નિશાળ ખાસ ભલામણ કરવામાં આવી અને તે પણ એ કામે પૂરા જુસ્સાથી લાગુ થઈ ગઈ “તારી ઉંમર કેટલી થઈ ડેબી?મિસ ક્લિંબરે પૂછયું. “છ વર્ષ.” “તને લેટિન વ્યાકરણ કેટલું આવડે છે ?” “જરા પણ નહિ.” મિસ ક્લિંબરના માથા ઉપર વીજળી તૂટી પડી. છ વર્ષને છોકરે, અને લૅટિન વ્યાકરણને સ્પર્શ પણ નથી થયો ! બીજી શિક્ષણ સંસ્થાઓવાળાં કરે છે શું ? “મારી તબિયત સારી નહોતી રહેતી; હું અત્યાર સુધી માં જ રહ્યા કરતો હતો, એટલે મારે બહાર ખુલ્લામાં ફર્યા કરવાનું જ જરૂરી હતું. ઓરડામાં ભરાઈ વાંચવા-લખવાની મને મનાઈ હતી. તમે હજુ પણ ભલા શ્લબને બેલાવી મંગાવશે, તો તે મને બહાર ફરવા લઈ જશે. મારે એવી ખુલ્લી હવામાં નિરાંતે ફરવાની બહુ જરૂર રહે છે.” ગ્લબ ? એ વળી ક પદાર્થ છે ?” “એ તે બહુ ભલે માણસ છે; બુદ્દો છે. મને બહુ સંભાળથી દરિયાકિનારે ફરવા લઈ જતો અને બહુ સારી સારી વાત કહેતો – કેટલાંય પ્રાણીઓની, કેટલાંય પંખીઓની ! એ બધાં પ્રાણીઓ કેવી રીતે આપણને લેભાવે છે, અને આપણે કેવી રીતે તેમનાં જડબાંમાંથી ડીક યુક્તિથી છટકી જઈ શકીએ, એવી એવી વાતો ! એટલે તમે કોઈ કોઈ વાર બુટ્ટા ગ્લબને મારી પાસે આવવા દેજો. મને બહુ ગમશે.” તરત જ મિસ ક્લિબરે ડોકટરને ફરિયાદ કરી. ડૉકટર ક્લિંબરે આ નાનકડા છેકરાના મન ઉપર નાખવામાં આવેલા કુસંસ્કારે ઝટ ઉખેડી નાખવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો, તથા ઝટપટ પોલને અભ્યાસ ઉપર ચડાવી દેવા આગ્રહ કર્યો. કારણ કે, “અભ્યાસ વસ્તુ છોકરાઓનાં ખાલી મનને ઝટ ભરી કાઢે છે.” Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ડેબી એન્ડ સન તરત જ પલ માટે ચોપડીઓ નક્કી કરી દેવામાં આવી અને રોજના અભ્યાસનો કમ નકકી કરી દેવામાં આવ્યો. પલને રહેવાનું જે કમરામાં નક્કી કરવામાં આવ્યું, તેમાં બ્રિગ્સ અને ટોઝર નામના વિદ્યાર્થીઓ પહેલેથી રહેતા હતા. પેલ તે કમરામાં આવ્યો, ત્યારે બ્રિઝ અને ટેઝર પોતપિતાનું લેસન કરતા હતા. બ્રિઝ ફરિયાદ કરવા લાગ્યો કે, તેનું માથું હવે જરાય નભે તેવું રહ્યું નથી, છતાં લેસન પૂરું થાય નહિ તો તેને સૂવાનું નથી. ટેઝરે પેલ સામે જોઈને કહ્યું, “તારી પણ કાલથી એવી જ વલે થવાની છે.” સૂતા પછી પેલને મોડી રાત સુધી ઊંઘ ન આવી. તેણે બ્રિઝ અને ટોઝરને ઊંઘમાં કંઈક ને કંઈક ગ્રીક અને લેટિનનાં રૂપો કે શબ્દ બોલતા–બબડતા સાંભળ્યા કર્યા. મોડી રાતે પલને ઊંઘ આવી, ત્યારે તે ફલેન્સ સાથે કોઈ સુંદર બગીચામાં ફરતો હતો. અને ફૉરન્સ તેને મીઠાં ગીત ગાઈ સંભળાવતી હતી. સવારના બ્રિઝ જ્યારે ઊડ્યો, ત્યારે તેને આંખે જેવું જ કાંઈ રહ્યું ન હતું. રાતની કાચી ઊંઘ, ચિંતા અને ઉગને કારણે તેનું મોં ફૂલી ગયું હતું. અને ટોઝરને તો લગભગ ટાઢ જ ચડી હતી, અને તે ખૂબ ધ્રૂજતો હતો. પહેલે જ દિવસે મિસ ક્લિંબરે પલને ચેપડીઓના કડાથી લાદી દીધો. અને તેને થોડું અંગ્રેજી, થોડું લેટિન –– વસ્તુઓનાં નામ, રૂપાખ્યાનો, નિયમો વગેરે સાથે કકકો લખવા જેટલું, પ્રાચીન ઇતિહાસ, માપ અને વજનનાં કાષ્ઠક, અને થોડુંક સામાન્ય જ્ઞાન આપી દીધાં. તે બધું બીજે દિવસે તેણે ગોખીને તૈયાર કરી લાવવાનું હતું. “જે દિવસે નકામાં ગાળ્યા છે, તે બધાની ખાટ હવે કડક પરિશ્રમથી ભરપાઈ કરી લેવી જોઈએ,’ એ વાકય જ મિસ બ્લેિબર પેલને વારંવાર સંભળાવ્યા કરતી. Page #118 -------------------------------------------------------------------------- ________________ મિસિસ હવાપાણી મળવા આવવાની નવી નિશાળ પરંતુ, પહેલે દિવસે પલના મગજમાં એ બધું કેમે કર્યું પેસી શક્યું જ નહિ. મિસ ગ્લિંબર તેના મગજની જડતા જોઈને આભી થઈ ગઈ. પૌલે તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “તમે ઉતાવળ કરવાને બદલે, બુટ્ટા ગ્લબને થોડી થોડી વાર રોજ મારી પાસે આવવા દેશે, તો હું ધીમે ધીમે બધું બરાબર યાદ કરતે થઈ જઈશ.” પણ મિસ ગ્લિંબરે તે, ગ્લબ-ફલબની વાતો છોડી, મહેનત કરવાનો જ પલને આગ્રહ કર્યો. ભજન સુધીમાં પલે થેડી પ્રગતિ બતાવી, એટલે રાત્રે સૂતા પહેલાં બધું પૂરું કરી નાખવાને તેને વધુ તીવ્રતાથી આગ્રહ થ. શનિવારે પલને મળવા આવવાની ફરન્સને છૂટ હતી. અને તે ગમે તેવાં હવાપાણ હોય છતાં અચૂક પલને મળવા આવતી જ. મિસિસ વિકામને હવે શહેરમાં બેલાવી લેવામાં આવી હતી અને મિસ નિપરને ફલેરન્સની તહેનાતમાં બ્રાઇટન લાવવામાં આવી હતી. એક રવિવારે રાતે ફૉરન્સ પોલને ડૉ. ક્લિંબરને ઘેર મૂકી આવીને મિસ નિપર સાથે મિસિસ પિપચિનને ત્યાં પાછી આવી, ત્યારે તેણે ખીસામાંથી એક કાગળ કાઢયો અને નિપરને કહ્યું, “જે, આ બધી ચેપડીઓ પૌલને ભણવાની છે; હું તેમનાં નામ લખી લાવી છું. તું ભલી થઈને એ ચોપડીઓ બજારમાંથી ખરીદી લાવ.” વાહ, મિસ ફૉય, તમારી પાસે આટલી બધી ચોપડીઓ ભણવાની તો છે, અને હજુ વધારે થથાં તમારે શું કરવાં છે, વારુ ? મિસિસ પિપચિનના માથામાં મારવાં હોય, તો જરૂર ગાડું ભરીને લઈ આવું.” મિસ નિપરને મિસિસ પિપચિન સાથે બિયાબારું જ ચાલ્યા કરતું. અરે, તું સમજતી નથી; મને લાગે છે કે, હું જે એ બધું વાંચીને પેલને સમજાવું, તો તે જલદી સમજી શકશે, અને તેને Page #119 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન એટલી ઓછી મહેનત કરવી પડશે. માટે ભલી થઈને તું મને એટલી પડીઓ બજારમાંથી લાવી આપ. મારી પાસે પૈસા છે.” સુસાન નિપરથી એ વાતની ના પાડી શકાઈ નહિ. અને તે ઘણું ઘણું રખડીને એ બધી ચોપડીઓ લઈ આવી. ફલોરન્સ પિતાના પાઠ પૂરા થાય, પછી મોડી રાત સુધી એ ચોપડીઓ લઈને બેસતી. અને માત્ર નાના ભાઈ પલને મદદ કરવાના ઉમળકાથી જ તે શીખતી એટલે તેને બધું ઝટ સમજાઈ પણ જતું હતું. થોડી જ વારમાં તે પલને અભ્યાસમાં પકડી પાડીને વટાવી પણ ગઈ પછી એક શનિવારે સાંજે પલ પોતાનો અભ્યાસ તૈયાર કરવા બેસવાની તૈયારી કરતો હતો, ત્યારે ફૉરસે તેની સાથે જોડાઈ, તેનું કામકાજ પિતાની સમજદારીથી અને મીઠાશથી અભુત રીતે સરળ કરી આપ્યું. પોલને કેટલીય વાત નહોતી સમજાઈ તે સમજાઈ ગઈ અને સમજાઈ ગઈ, એટલે યાદ પણ થઈ ગઈ! અભ્યાસ પૂરે થયે એટલે પલ તરત બહેનની કોટે વળગી પડ્યો અને બોલ્યો, “ફૉય, તને હું ખૂબ ચાહું છું.” “હું પણ ભાઈ, તને ખૂબ ચાહું છું.” “મને એ વાતની ખાતરી છે, ફલય.” એ દિવસ પછી ફલેરન્સ દર શનિવારે રાતે તૈયાર થઈને આવતી અને પિલને અભ્યાસમાં મદદ કરી જતી. આનંદ, ઉત્સાહ અને પ્રેમના એ જુસ્સામાં પોલ કેટલીક અનુલ્લંઘનીય આડો પસાર કરી ગયો, અને મિસ ગ્લિંબર પોતાની આવડતને અને કુશળતાને બિરદાવવા લાગ્યાં. પૅલ જે પછાત છોકરે હવે અભ્યાસમાં એકદમ આગળ આવવા લાગ્યો હતો ! Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દેશનિકાલની સજા ૦ ડોલ્બી પોતાની ઓફિસમાં દાખલ થતા કે, તરત બધે જ એક પ્રકારનો સન્નાટ વ્યાપી જતો. તેમના કમરાનો તહેનાતદાર પર્ચ મિ. ડેામ્બીને આવતા જુએ કે આવવાના થયા છે એવું તેને લાગે – અને મિત્ર ડેસ્બી આવવાના થાય ત્યારે તેને અગાઉથી અચૂક આભાસ થતો,-- કે તરત એ તેમના કમરામાં જઈને દેવતા સંકારે, નવા કાલસા પૂરે, છાપાની ઠંડી ઉરાડવા તેને અંગીઠી આગળના સળિયા ઉપર ખુલું કરે, ખુરશી તૈયાર કરે, પડદો તેની જગાએ ગોઠવી દે, અને જેવા મિત્ર ડાબી દાખલ થાય કે તરત જ તેમને વિરાટ અને ટપો હાથમાં લઈ લેવા તૈયાર ઊભો રહે. પછી તે બધું તેમને ઠેકાણે લટકાવી દઈ છાપાને અંગીઠી ઉપર ધરી, તેની પાછી ગડી કરી, તેમના ટેબલ ઉપર મૂકી દે. આ બધું તે એટલી નમ્રતાથી તથા ભાવથી કરે, કે જાણે કોઈ ભક્ત પરમાત્માની તહેનાત ભરત હોય. મિ. ડોમ્બી એક વાર પોતાની ઓફિસમાં પેઠા કે પછી બહારની દુનિયા તેમની સાથે વ્યવહાર બે માણસ મારફતે જ કરી શકે : એક તો મેનેજર મિ. કાર્કર, જેમની ઓફિસ સુલતાનના વજીરની પેઠે મિ. ડોમ્બીના કમરાની તરત પાસે જ હતી; અને બીજા મિ. મેફિન, જેમની કક્ષા જરા નીચેની હોઈ, તેમની કચેરી કારકુનોની વધુ નજીક હતી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ડેબી ઍન્ડ સન મિ. મેફિન બહુ ભલો માણસ હતો; તેને મિ. કાર્કરની ઊંચી કક્ષાની જરાય અદેખાઈ ન હતી; ઊલટું, મિડોમ્બી જેવા પ્રતાપી સૂર્યની અને પોતાની વચ્ચે મિ. કાર્કર હતા, એ વસ્તુ તેને વધુ આશ્વાસનદાયક લાગતી હતી. તેને સંગીતનો શોખ હતો, અને ઓફિસના કામકાજ પછી તેને બીજો એકમાત્ર વ્યાસંગ સંગીત-ક્લબોમાં જવાનો અને વાયોલિન વગાડવાનો હતો. મિ. કાર્કરની ઉંમર આડત્રીસ કે ચાલીસ વર્ષની લગોલગ હતી. મિ. ડબ્બી સાથે તે પૂરી સ્વસ્થતાથી વાત કરી શકતો. મિ. ડોમ્બી અને પોતાની વચ્ચેના અંતરનું તેનું ભાન એટલું તીવ્ર હતું કે, કામકાજ વખતે તે પૂરેપૂરું બતાવવું શક્ય ન રહેવાથી, તેણે એ વિષેનો પ્રયન જ છેડી દીધો હતો. મેનેજર કાર્કરને બે ત્રણ વર્ષ મોટો ભાઈ પણ ઑફિસમાં હતો. તે જુનિયર-કાર્લર તરીકે ઓળખાતા. અને ઑલ્ટરને તેની સાથે જ પિછાન હતી. જુનિયર-કાર્લર ઓફિસના કર્મચારીઓની નિસરણીના છેક છેલ્લે પગથિયે હતો. આજે મિ. ડોબીએ પોતાની ઓફિસમાં પ્રવેશતાં જ મૅનેજર કાર્કરને પૂછયું, “કેમ છો કાર્કર ? આજે મારે માટે તમે શું કામકાજ તૈયાર કરી રાખ્યું છે ?” આજે આપને તકલીફ આપવી પડે એવું કાંઈ કામ નથી, સિવાય કે ત્રણેક વાગ્યે આપે એક કમિટીમાં હાજરી આપવાની છે.” અને બીજી કમિટી પણ ચાર વાગે છે” મિ. ડેખીએ ઉમેર્યું. વાહ, આપ કશું ભૂલે, એ વાતમાં માલ નથી. અને માસ્ટર પલ પણ જો આપના જેટલી જ તીવ્ર સ્મૃતિ-શક્તિવાળા નીવડયા, તે તે અમારા સૌનું આવી બન્યું જાણવું ! આપ એકલા જ પૂરતા છે.” ફિન આવ્યા છે કે ? ” “હા જી; કંઈક સંગીતની તુકે ગણગણતા હશે.” Page #122 -------------------------------------------------------------------------- ________________ દેશનિકાલની સજા તમને બીજા કોઈને માટે કશો આદરભાવ જ નથી, એમ હું માનું છું, કાર્કર.” કોઈને માટે ? ઘણાને માટે નથી, એટલું સાચું. એક જણ (મિ. ડેખી !) સિવાય બીજા કોઈ માટે છે કે નહિ, એ પ્રશ્નને જવાબ આપતાં મને મુશ્કેલી પડે ખરી. હાં, આપે મોર્ફિનની વાત કાઢી, તે જણાવી લઉં કે, વેસ્ટ ઇન્ડ્ઝિ બાબેંડાઝમાં આપણે એક જુનિયર ક્લાર્ક ગુજરી ગયો છે. એક મહિનામાં “સન એન્ડ એરે” જહાજ તે તરફ જવા ઊપડવાનું છે, તેમાં મૌફિન બીજો કારકુન અહીંથી મોકલવા માટેની જગા રિઝર્વ રખાવવા માગે છે. ખાસ કેઈને મોકલવાની આપની મરજી હોય તો જણાવશે; બાકી એ જગાએ મોકલવા માટે આપણું ઓફિસમાં તો કોઈ માણસ ફાજલ નથી.” મિ. ડેબીએ એ વાતમાં છેક જ લાપરવાઈ બતાવતાં માથું ધુણુવ્યું. “એ જગા પણ ખાસ મહત્ત્વની નથી, એટલે મૌફિન પોતાના કેાઈ સંગીત મિત્રના ભત્રીજાને એ જગાએ ગોઠવવા માગે છે, તો ભલે ગઠવે. પણ, કોણ છે? અંદર આવે !” કાર્કરે બારણે ટંકારા સાંભળી, તે તરફ ફરીને કહ્યું. તમારી માફી માગું છું, મિ. કાર્કર; પણ તમે અહીં હશે, એવું હું જાણતો નહોતો,” ઑલ્ટર ચેડા કાગળ હાથમાં લઈને અંદર આવ્યો અને બોલ્યો, મિ. કાર્કર-જુનિયરે, સાહેબ – ” કાર્કર-જુનિયરનું નામ લેવાયેલું સાંભળી, મિ. કાર્કર-મૅનેજરનાં ભવાં તરત ચડી ગયાં. તેણે શરમ અને હીણપત ભાવ માં ઉપર લાવી મિત્ર ડામ્બી તરફ જોયું. પછી તરત વૈકટર તરફ ફરી જરા કડક થઈને કહ્યું, “તમને મિ. કાર્કર-જુનિયરનું નામ કામકાજની વાતચીતમાં વચ્ચે ન લાવવા પહેલાં વિનંતી કરવામાં આવી છે, સાહેબ.” Page #123 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન આપની માફી માગું છું, પણ હું એટલું જ કહેવા જતો હતો કે, મિ. કાર્કર-જુનિયરે મને એમ કહ્યું કે, તમે બહાર ગયા છે; નહિ તો મિત્ર ડાબી સાથે તમે વાત કરતા હો તે વખતે હું બારણું ન ઠેક્ત. આ કાગળ મિ. ડોબી માટે હમણું ટપાલમાં આવ્યા છે, સાહેબ.” “ઘણું સારું,” એમ કહી મિ. કાર્કર-મૅનેજરે એ કાગળો તેના હાથમાંથી ઝૂંટવી લીધા અને પછી તરત જણાવ્યું, “તમે હવે તમારું કામ કરે.” આમ કાગળ ઝૂંટવવા જતાં એક કાગળ જમીન ઉપર ગબડી પડો. મિ. કાર્કરે જોયું નહિ, એટલે મિ" ડોમ્બીના લક્ષ ઉપર પણ એ આવ્યું હોય એમ લાગ્યું નહિ. એટલે ઑલ્ટરે તરત પાછા ફરી એ કાગળ ઉપાડી મિડોમ્બીના મેજ ઉપર મૂકી દીધો. એ કાગળ મિસિસ પિપચિને મોકલેલો સામયિક અહેવાલ હતો, અને તેમનાથી જાતે બરાબર લખી શકાતું ન હોવાથી, ફરન્સ પાસે તે લખાવ્યો હતો. મિ. ડોમ્બી ફલેરન્સના અક્ષર જતાં જ રોક્યા અને એ કાગળ ઑલ્ટરે જાણી જોઈને બધા કાગળમાંથી તારવીને જુદો મૂક્યો, એમ માની, તે એકદમ ગુસ્સે થઈ ગયા. કમરામાંથી એકદમ બહાર ચાલ્યો જા.” મિ. ડોમ્બી તડૂક્યા. તેમણે એ કાગળ વૉટરના દેખતાં જ પિતાના હાથમાં મસળી નાખ્યો અને પછી ઑલ્ટર ચાલ્યો ગયો એટલે ફેડયા વિના જ ખીસામાં મૂકી દીધો. પછી તરત જ તેમણે કાર્યર તરફ ફરીને પૂછયું, “તમે હમણું વેસ્ટ ઈન્ડિઝ તરફ કોઈને મોકલવાની જરૂર ઊભી થઈ છે, એમ કહ્યું, ખરું ને ?” “હા છે.” “આ છોકરડા – “ગે ને ત્યાં મોકલી આપો. Page #124 -------------------------------------------------------------------------- ________________ દેશનિકાલની સજા ૫ બહુ સારું, બહુ સારું; એમાં કશી મુશ્કેલી નથી.” “એને પાછો બેલાવો જેઉં.” કાર્યરે તરત વૉલ્ટરને પાછો બેલા. તે આવ્યો એટલે મિ. ડોમ્બીએ તેને કહ્યું, “જે, તારે માટે એક સારી જગા ઊભી થઈ છે, વેસ્ટ ઇન્ડિઝ-બાબેંડાઝમાં; તે જગા ઉપર હું તારી નિમણૂક કરું છું. તારા કાકાને ખબર કહેજે કે, મેં તને ત્યાં ગોઠવ્યો છે, અને તારે ત્યાં જવાનું છે.” વૉટરને શ્વાસ બંધ પડી જવા જેવું થઈ ગયું. પિતાના કાકાને પાછળ મૂકીને વેસ્ટ ઈન્ડિઝ જવું, એ કાકાને માટે કેવી કારમી વસ્તુ થઈ પડે, એ તે સમજતો હતો. “કોઈકે તો ત્યાં જવું જ જોઈએ; અને તું જુવાન તથા નીરોગી છે; તારા કાકાનું દેવું પણ તારે પાછું વાળવાનું છે; તેથી તારી નિમણૂક ત્યાં કરી દીધી છે, એમ તારા કાકાને જણાવી દેજે. હજુ એકાદ મહિનો વાર છે; ત્યાર પછી તારે ઊપડવાનું થશે—” “મારે ત્યાં જ રહેવાનું થશે, સાહેબ ?” ઑલ્ટરે મહાપરાણે પૂછયું. એટલે? તું શું પૂછવા માગે છે? મિ. કાર્કર, એ શું કહેવા માગે છે?” “મારે ત્યાં જ આખી જિંદગી રહેવું પડશે કે થોડા વખત માટે જ ત્યાં જવાનું છે, એમ હું પૂછું છું, સાહેબ.” “વાહ, તને એ કામ માટે ત્યાં મોકલીએ છીએ એટલે ત્યાંના કામને જ તારે સંભાળવાનું છે વળી; અહીંના કામકાજ માટે અમે બધા છીએ, સમજ્યો ? તારે હવે અહીં મારા કમરામાં વધુ રોકાવાની જરૂર નથી.” મિ. ડોબીએ ફરમાવ્યું. ઑલ્ટર જાણે ઘેનમાં હોય તેમ શૂન્યમનસ્ક થઈ કમરાની બહાર નીકળ્યો. Page #125 -------------------------------------------------------------------------- ________________ ડેબી ઍન્ડ સન તરત જ મિ. કાર્કર પણ બહાર નીકળ્યા. તેમણે વેટરને જ કહ્યું, “મિ. કાર્કર-જુનિયરને મારા કમરામાં મોકલવા મહેરબાની કરશે.” વોલ્ટર મિ. કાર્કર-જુનિયરને લઈ આવ્યો. તરત જ મિ. કાર્કર મેનેજરે ગુસ્સાના અવાજે કહ્યું, “જન કાર્કર, તમે અને આ છોકરડા વોટર શી જના વિચારી છે, શું કાવતરું રચ્યું છે કે, તમારું નામ મારી સમક્ષ અને મિ. ડોબી સમક્ષ તે લીધા જ કરે છે, એ મને જરા સમજાવશો ? તમે મારા નજીકના સગા છે, અને એ –માંથી હું મારી જાતને છૂટો નથી કરી શકતો, એટલું બસ નથી ?” “એ હીવત માંથી એમ જ તમારે કહેવું છે ને ?” “હા, હા, એ હીણપતમાંથી ! પરંતુ એ હીણપત તમારે આખી પિટીમાં જ્યારે ને ત્યારે રણશિંગાથી કુંકાવીને જાહેર કર્યા કરવાની શી જરૂર છે, એનો જવાબ મને આપોને ! તમારું નામ આ પેઢીમાં કાઈ ખાસ પ્રતિષ્ઠા કે મહત્ત્વ ધરાવે છે?” ના, જેમ્સ, હું બરાબર જાણું છું કે, મારું નામ ઊલટું ભારે અપ્રતિષ્ઠા ધરાવે છે. પણ તે બાબત તમે હવે આટલે દિવસે તમારું મન જરા હળવું કરે, એવી મારી વિનંતી છે.” “તો પછી, તમે મારા માર્ગમાં તમારી જાતને શા માટે વચ્ચે લાવ્યા કરે છે ? તમારી જાતને વચ્ચે લાવીને હજુ મને પૂરતું નુકસાન તમે નથી કરી લીધું, એમ તમને લાગે છે ?” જેમ્સ, મેં તમને જાણી જોઈને કદી નુકસાન કરવા વિચાર સરખે નથી કર્યો.” તમે મારા માર્યું છે, એ વસ્તુ જ મને પૂરતું નુકસાન એ વસ્તુ મિટાવવી શક્ય હૈય, તો મિટાવવા હું તૈયાર છું, જેમ્સ.” Page #126 -------------------------------------------------------------------------- ________________ દેશનિકાલની સજા “હા, હા, તમે મિટાવી શકે અને મિટા એમ જ હું ઈચ્છું છું.” * બિચારો ઑલ્ટર આ વાતચીત દરમ્યાન બંને ભાઈઓનાં માં તરફ વારાફરતી જેતે ચૂપ ઊભો હતો. તે હવે મેનેજર કાકરને સંબોધીને બે , “મિત્ર કાકર, આ તો મારી જ ભૂલ છે કે, હું જરૂર વગર મિકાર્કર-જુનિયરનું નામ જ્યાં ત્યાં લાવ્યા કરું છું. તમે મને એમનું નામ ન દેવાનો સ્પષ્ટ હુકમ કરેલો છે, એ હું જાણું છું. મારાથી બેધ્યાનમાં એમનું નામ લેવાઈ જાય છે, બાકી એ લેવાન- લેવા અંગે કોઈ દિવસ તેમની સાથે કશી વાત મારે નથી થઈ. અલબત્ત, હું આ ઓફિસે જોડાયો ત્યારથી મને તેમને વિષે બહુ વિચાર આવ્યા કરતા હોવાથી, તેમનું નામ મારાથી અજાણતાં લેવાઈ જાય છે, એ વાત ખરી. એ મિત્રહીન ભાગી પડેલા માણસ છે, એમ હું જોઉં છું; અને તેથી મને તેમના પ્રત્યે બહુ લાગણી થઈ આવે છે, એ હું કબૂલ કરું છું. જોકે, તેમણે તો મારાથી દૂર રહેવા જ પ્રયત્ન કર્યો કર્યો છે, અને તેમની દોસ્તી મેળવવા સફળ નથી થઈ શક્યો, એનું મને કાયમનું દુઃખ રહે છે.” અને જુએ, મિ. જોન કાર્કરનું નામ લેકાના ધ્યાન ઉપર પરાણે લાવ્યા કરવાથી, તેમના પ્રત્યે કશી મિત્રતા દાખવી નહિ ગણાય, એ વાત સૌ કરતાં એ જ વધુ જાણે છે; પૂછી જુઓ એમને પિતાને જ !” મિ. કાર્કર-મેનેજરે કહ્યું. “ખરી વાત છે; મારું નામ દીધાથી ઊલટું આવી કડવી વાતો જ સાંભળવા મળવાની. એટલે, મને જે ભૂલી જઈ શકે, તે જ મારે મિત્ર છે, એમ હું માનું.” મિ. કાર્કર-જુનિયરે દુઃખી અવાજે ધીમેથી કહ્યું. “અનુભવે મારે કહેવું પડે છે કે, તમારી સ્મૃતિશક્તિ બહુ નબળી છે; મેં તમને વરંવાર કહેલું તે તમને જરાય ઉપયોગી નીવડયું નથી; એટલે હવે આજે આમને પોતાને એ તમે જે સાંભળ્યું, એ ડ–૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ડી એન્ડ સન તમને વિશેષ યાદ રહેશે, એમ હું માનું છું.” મિ. કાર્કર-મેનેજરે વોલ્ટરને પરખાવ્યું. વટર હવે કમરાની બહાર નીકળ્યો; પરંતુ બંને ભાઈઓની વચ્ચે વાતચીત ફરીથી શરૂ થયેલી સાંભળી તથા પોતાનું નામ એમાં આવેલું જેઈ, તે ઊભો રહ્યો. જોન કાર્કર-જુનિયર બેલતો હતો – “જુઓ ભાઈ, આ છોકરાને જ્યારથી મેં પહેલવહેલો જોયો, ત્યારથી તેનામાં મેં મારો બીજો અવતાર જોયો છે. અને મારા જેવી તેની વલે ન થાય, એ માટે હું હંમેશાં પરમાત્માની પ્રાર્થના કર્યા કરું છું.” “એમ? તમે એથી શું કહેવા માગે છે, વારુ?” અહીં દાખલ થયો, ત્યારે એના જેવો જ ઉમંગી ઉત્સાહી જુવાનિયો હતો. એટલે તે મારા જેવી ભૂલ ન કરી બેસે, એ માટે મારે તેને ચેતવે છે. પણ હું એની સાથે વાત પણ કરવા ઊભો રહેતો નથી; મને ડર લાગે છે કે, કદાચ મારી હૂંડી વલેને તેને ચેપ લાગી જશે.” પણ પોતાના ભાઈને આ દરમિયાન કાગળિયાં ઉથામવા તરફ જ વળેલા જોઈ કાર્કર-જુનિયર ધીમે પગલે બહાર નીકળે. તરત જ વૉટરે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, “મિ. કાર્કર, હું તમારો આભાર માનું છું. પણ મારે કારણે તમારે આવું કઠોર સાંભળવું પડયું, એ જાણું મને પારાવાર દુઃખ થાય છે. કારણ કે, હું તો તમને આ પેઢીમાં મારા એકમાત્ર સંરક્ષક અને વાલી ગણું છું.” સામે જ મિત્ર મોર્ફિનની એારડી ઉઘાડી પડી હતી. મિ. કાર્કરજુનિયર તરત વોલ્ટરને તેમાં ખેંચી ગયા. તેમણે લાગણીથી ભરાઈ આવેલ કંઠે વોલ્ટરના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, “વેલ્ટર, હું તારાથી ઘણે દૂર છું; અને દૂર જ રહું એ સારું છે. હું કોણ છું તે તું જાણતો. નથી. મારી એકવીસ વર્ષની ઉંમરે એ બધું બન્યું હતું – મેં તે લોકોને ખૂબ લૂંટયા. પણ બાવીસમું વર્ષ બેસે તે પહેલાં તો બધું પકડાઈ ગયું. Page #128 -------------------------------------------------------------------------- ________________ પોલ વગેશનમાં ઘેર આવે છે ૯૯ ત્યારથી સારા માણસેાના આ સમાજની નજરે હું મરી ગયેલા માણસ છું. આ મિ॰ ડામ્બીના પિતાને! હું ખાસ આભારી છું; કારણ કે, તેમણે તે વખતે પણ મારા પ્રત્યે ખાસ દયાભાવ દાખવ્યા હતા. તેમણે મને આજે હું ગયેા હતેા તે એરડામાં જ ખેલાવ્યા હતા. અને પછી એ ઓરડામાં કદી હું ગયા નથી ~ માત્ર આજે જ ગયા. ત્યારથી માંડીને વરસે। સુધી હું મારી અત્યારની જગાએ બેઠે। છું તે એ। છું. કદાચ અત્યારના મિ॰ ડામ્બીનેા નાનકડા પુત્ર મેટા થઈ, આ સિ સંભાળશે, ત્યારે તેને બધી વાત પિતા તરફથી કહેવામાં આવશે; પણ તે વખતે હું જીવતા હાઈશ કે નહિ, એ હું જાગુતે નથી. વૉલ્ટર, હમેશાં પ્રમાણિક બનજે, ભાઈ ! ઈશ્વર તને અને તારાં સૌને પ્રમાણિક રાખે - અથવા જીવતા ન રહેવા દે, એટલે જ તને મારા અંતરના આશીર્વાદ છે !” ૧૪ પાલ વૅકેશનમાં ઘેર આવે છે ૧ ઉનાળાન નાળાની વૅકેશન નજીક આવવા લાગી. પાલ ઘેર જવાને યેા. વૅકેશનને બે કે ત્રણ અઠવાડિયાં જ બાકી હતાં, તેવામાં એક દિવસ મિસ ક્લિંબરે પાલને પેાતાના કમરામાં મેલાન્ગેા, તથા જણાવ્યું કે, “હું તારા પિતાને તારું પૃથ્થકરણ લખી મેકલવાની છું.” આભાર, મૅડમ,” પૅલે સમજ્યા વિના જ જવાબ આપ્યા. “ પણ હું શું કરવાની છું તે તું સમજ્યેા ખરા ? '' * ના, મૅડમ.” cr ડેામ્બી, ડે।મ્મી, તું ખરેખર બહુ નમાલા છેાકા છે; હું શું કહેવા માગું છું, તે તું સમજતે નથી, તેા પછી તું મને પૂછ્તા ક્રમ નથી ?” Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ડી એન્ડ સન મિસિસ પિપચિને મને કશા સામા પ્રશ્નો ન પૂછવા તાકીદ કરેલી છે.” “જે, ડોમ્બી, આ સંસ્થામાં મિસિસ પિપચિને શું કહ્યું છે ને નથી કહ્યું, એ વાત કરવી નહિ. આ સંસ્થા જુદા જ સિદ્ધાંત ઉપર ચાલે છે અને કેળવણીની સંસ્થા છે; ત્યારે મિસિસ પિપચિન તે માત્ર છોકરાં સાચવવા રાખે છે. હવેથી જે એમનું નામ કે એમની પદ્ધતિનું નામ અહીં ફરીથી દીધું, તો કેટલાંય લૅટિન પાનાં રાતોરાત ગોખી લાવવાની સજા તને ફરમાવીશ.” મારે ઇરાદો એવો નહોતો, મેડમ...” “ઇરાદો નહોતો અને છતાં બેલાયું, એવી એવી વાતો મારી આગળ ન કરવી. જે, આ કાગળમાં તારા ચારિત્રનું પૃથક્કરણ છે. પૃથક્કરણ એટલે મૂળ ઘટક તત્ત્વમાં કરેલું વિશ્લેષણ. જે હું તને તારું વિશ્લેષણ વાંચી સંભળાવું – “કુદરતી શક્તિ ઘણી સારી; તે જ પ્રમાણમાં ભણવાની વૃત્તિ પણ ગણવી. અમારું અહીંનું સર્વોચ્ચ ધારણ આઠ અંકથી ગણાય છે. એ હિસાબે આ બે ગુણ ડબ્બીમાં છું જેટલા છે. હિંસક વૃત્તિ ૨ અંક, સ્વાર્થીપણું ૨ અંક, હલકી સોબત માટેની વૃત્તિ (ગ્લબ નામના નોકરને લક્ષમાં રાખીએ તો) શરૂઆતમાં ૭, પણ હવે ઓછી થઈ છે; સદગૃહસ્થાઈ ૪ અંક છે, અને વરસ વધતાં વધતી જાય છે. હવે આ પૃથકકરણને અંતે કરવી સામાન્ય નોંધ જે– “તેની શક્તિઓ અને વૃત્તિઓ સારી છે, અને સંજોગો હેઠળ થઈ શકે તેટલી પ્રગતિ તેણે સાધી છે. પણ દુઃખની વાત છે કે, ચારિત્ર અને વર્તનની બાબતમાં તે જરા જુનવાણી છે અર્થાત તેની ઉંમર અને સામાજિક સ્થિતિના બીજા જુવાન છોકરાઓની સરખામણીમાં ઘણે જુદે પડી જાય છે.” સમજ્યો, ડોમ્બી ?” હા, હા, હું બીજા છોકરાઓથી જુદો પડતો હોઈશ, મેડમ.” “આ અહેવાલ તારા પિતાશ્રીને મોકલવા માટે તૈયાર કરેલ છે, અને તારાં વર્તન અને ચારિત્ર્યની બાબતમાં તું સૌથી જુદો પડે Page #130 -------------------------------------------------------------------------- ________________ પોલ વૅકેશનમાં ઘેર આવે છે ૧૦૧ છે, એ જાણે તેમને ઘણું દુઃખ થશે. અમે પણ, એ જ કારણે, તને જેટલો ચાહવા ઈચ્છીએ, તેટલે ચાહી શકતાં નથી.” નાનકડા પલને આ ઘા મર્મવેધક નીવડ્યો. તે આ સંસ્થામાં સૌને ચાહવા લાગ્યો હતો અને સૌ તેને ચાહે એમ ઈચ્છતો પણ હતો. પોતે રજા ઉપર ઘેર જાય, ત્યારે કોઈ પિતાને યાદ ન કરે, એ વિચાર જ તેનાથી સહન થઈ શકે તેમ ન હતો. ડેકટર બ્લિબરના ઘર પાછળ બાંધી રખાતો કરડકણો કૂતરો ડિયોજિનિસ, જેનાથી તે શરૂઆતમાં બહુ બીતે, તે કૂતરો પણ પોતે જાય ત્યારે પોતાને યાદ કરે, એ ઈચ્છાથી, પોલે તેની સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કયારનો શરૂ કરી દીધું હતો; અને તેનો પ્રેમ ભાવ જીતવામાં તે સફળ પણ નીવડ્યો હતો. અલબત્ત, પૉલની નબળી તબિયત, તથા તેના કંઈક અનોખાપણને કારણે, આ સંસ્થામાં સૌને પેલને માટે ખાસ કૂણી લાગણી હતી જ. પેલ અમુક બાબતોમાં આ સંસ્થામાં ખાસ વિશેષતા ભગવતે હતો. જેમ કે, ડોક્ટર ક્લિંબર અને તેમનું કુટુંબ રાતે સૂવા જાય, ત્યારે બીજા સૌ તેમને નમન કરતાં, ત્યારે પેલ પિતાનો નાનકડો હાથ લાંબો કરી, હિંમતપૂર્વક ડોકટરનો હાથ પકડી શેક-હેન્ડ કરતો. કઈ છોકરાને કડક સજા થવાની હોય, અને ડોકટર ક્લિંબર પાસે તે સજા હળવી કરાવવા કહેવા જવાનું હોય, તો તે પલનું જ કામ. નોકર-ચાકરથી કાચનું કે ચીની વાસણ ફૂટયું હોય, તો પણ પોલની મદદ લેવાનો વિચાર તે કરે. બટલર આ ઘરનો બહુ કડક માણસ ગણાતો, પરંતુ એવી કિવદંતી ચાલતી હતી કે, પલના પીણુમાં તે ખાસ મિશ્રણ કરી, તેનું પીણું વધુ સારું બનાવતો. મિત્ર ફડરના કમરામાં છૂટથી જવા-આવવાની પેલને સદર પરવાનગી હતી; અને બેએક વખત પલ વડા નિશાળિયા ને તેમના કમરામાંથી છૂપી રીતે સિગાર ફેંકવા જતાં બેહોશ બનવા આવેલી દશામાં બહાર ખુલ્લી હવામાં ખેંચી લાવ્યો હતો. ટ્રસ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ડોમ્બી એન્ડ સન તો પિલને પિતાના સંરક્ષણ હેઠળ રહેલો ખાસ સગીર માનતો, અને વેકેશનમાં તે થોડા દિવસ માટે ઘેર જશે એ વિચારમાત્રથી તેની છાતી ધબકવા લાગતી. વેકેશન માટે છૂટા પડતા પહેલાં ડેકટર ક્લિંબર પોતાની સંસ્થામાં ખાસ નૃત્યસમારંભ ગોઠવતા; અને તેમાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વારાફરતી નોતરતા. આ વખતે પાર્લમેન્ટ-સભ્ય સર બાર્નેટ સ્કટલ્સ, લેડી સ્કટલ્સ અને માસ્ટર સ્કટલ્સ આ નૃત્યસમારંભનાં માનવંત મહેમાન હતાં. પરંતુ એ સમારંભ નજીક આવવાને થયે, એટલામાં પલની તબિયત એકદમ બગડવા લાગી. એક દવાવાળો આ સંસ્થામાં કાઈ બીમાર પડે, ત્યારે દવા આપવા આવતો. તેણે પલની સ્થિતિ જોઈને ડોકટર ક્લિંબરને અને મિસિસ ક્લિંબરને જણાવ્યું કે, “પલની સ્થિતિ જોતાં, તેને હવે અભ્યાસના બેજમાંથી થોડા દિવસ મુક્ત કરવો જોઈએ; અને વૅકેશન પણ નજીક આવી રહી છે.” તરત જ મિસ ક્લિબરને બેલાવી પોલને અભ્યાસ કરાવવામાંથી મુક્તિ આપવાની ખબર આપવામાં આવી. પલ હવે પથારીમાં જ પડી રહેતો અથવા નૃત્યસમારંભ માટે ચાલતી તૈયારીઓ ગુપચુપ જોયા કરતો. ઘરનાં ઘણું લોકો અવારનવાર તેની ખબર કાઢવા આવતાં. પરંતુ ફૉરન્સ જ્યારે આવતી ત્યારે જ પિલને ખાસ શાંતિ થતી. પલની મરજીથી ફલેરન્સ નૃત્યસમારંભમાં પણ હાજર રહેવાની હતી તથા ભાગ લેવાની હતી. સમારંભને દિવસે ફરન્સ આવી, ત્યારે પેલની સ્થિતિ ઘણું બગડી ગઈ હતી. તેનાથી નૃત્યસમારંભમાં કશો ભાગ લઈ શકાય તેમ તો રહ્યું નહોતું. તેને માટે એ ઓરડામાં એક સેફ ઉપર આડા પડી બધું જેવાની વ્યવસ્થા જ વિચારવામાં આવી. Page #132 -------------------------------------------------------------------------- ________________ પાલ વગેશનમાં ઘેર આવે છે સર ખાર્નેટ સ્કેટલ્સ અને તેમનું કુટુંબ પૂરા દમામથી નૃત્ય-સમારંભમાં આવ્યું હતું. મિ॰ ડામ્મીને પુત્ર પાલ તથા પુત્રી હૅોરન્સ ત્યાં હાજર છે, એ જાણી તરત જ તે અને તેમનું કુટુંબ આ એ જણ પ્રત્યે ખાસ ઓળખાણુ બતાવવા તથા કેળવવા લાગ્યાં. તેમને પુત્ર બાર્નેટ તે ફ્લોરન્સ સાથે કેટલીય વખત એ સમારંભમાં નાગ્યે. ફ્લોરન્સ આખા સમારંભમાં અનેાખી રીતે દીપી આવી હતી. અને સેફા ઉપર પડવો પડયો પૅલ પેાતાની બહેનને સૌ વખાણુતાં હતાં તે જોઈ ફૂલ્યે સમાતા નહાતે. ૩ છેવટે આ સંસ્થામાંથી. વૅકેશન પૂરતા ઘેર જવાના દિવસ આવી પહોંચ્યા; નાનકડા પાલે પેાતાનાં પુસ્તકા વગેરે સામાન ખરાબર કાળથી સમેટાવી લીધેા. એ સમેટાવતી વખતે કાણુ જાણે તેને એમ લાગતું હતું કે, ક્રીથી કદાચ તે આ જગાએ એ પુસ્તકા લઈ તે પાછે નથી આવવાના. અને તેથી તેણે સૌની વિદાય પણ એ જ રીતે લીધી. તેની તબિયત છેક જ કથળી ગઈ હતી. કવી રીતે તે પેાતાને ઘેર પહોંચ્યા, તથા ચિરપરિચિત પથારીમાં તેને સુવાડવામાં આવ્યેા, તેની તેને કશી ખબર જ પડી નહિ. 66 તે જરા ભાનમાં આવ્યેા, ત્યારે તેણે ‘મારે ફ્લોરન્સ સાથે એકલા વાત કરવી છે; દૂર ખસી જાઓ.” ૧૦૩ * લારન્સ આવતાં તેણે તેને પૂછ્યું, “ ક્લાય, મને તે ઘેાડાગાડીમાં અહીં લાવ્યા, ત્યારે આ કમરામાં હાજર હતા તે પપા હતા ને?” ખરું ને? એકદમ જ સૌને કહ્યું, તેને મેલે અને સૌ “હા, ભાઈ.” તે મને અહીં આ રીતે લવાતા દેખીને જરાય રડવા નહેાતા, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૦૪ ડેબી એન્ડ સન ફરસે તેના ગાલ ઉપર માત્ર પિતાના હોઠ ચાંપી દીધા. “એ રડ્યા નહિ, એ જાણી મને આનંદ થયો. જોકે, મને એમ લાગતું હતું કે, મારી આવી સ્થિતિ જોઈ કદાચ તે રડી પડશે ! પણ, મેં આ વાત પૂછી હતી, એવું તેમને કહીશ નહિ, હે !” બિચારી ફલેય પોતે જ હવે ધડધડાટ રડી પડી. ૧૫ વૈલટરની મૂંઝવણ વાટરે શરૂઆતમાં તો એવી આશા રાખ્યા કરી કે, મિ. ડાબી પોતે જ પોતાના કાકાની દશાનો વિચાર કરી, પછીથી પોતાને વેસ્ટ ઈન્ડિઝ બાબેઝ જેટલે દૂર મોકલવાનો વિચાર માંડી વાળશે. પરંતુ એવાં કંઈ લક્ષણ જણાયાં નહિ, એટલે હવે તેને પોતાના કાકા સેલને આ સમાચાર શી રીતે જણાવવા તેની ગડભાંજ થવા લાગી. પેલી જપ્તીના પ્રકરણમાંથી છૂટયા પછી કાકા-સેલ કંઈક સ્વસ્થ થતા જતા હતા, અને વેટરના ઉજજવળ ભાવી વિષે પણ, મિત્ર ડમ્બી સાથેના પિતાના સંબંધને કારણે તેમને આશાઓ બંધાઈ હતી. કાકા-સલે પિતાના દેવાને નિયત થયેલા પહેલો હપતો સમયસર મિડોમ્બીને ચૂકવી દીધો હતો અને બાકીના હપતા સમયસર ચૂકતે કરી આપવાની તેમને આશા હતી તથા હોંસ પણ હતી. મિ. કૅમ્બીએ વોલ્ટરને ચોખ્ખા શબ્દમાં જણાવી દીધું હતું કે, તે હજુ ના હતા, અને તેના કાકાની સ્થિતિ સધ્ધર ન કહેવાય, એટલે જે તે બાર્બીડેઝ જવાની ના પાડે, તો તે તેમ કરવા મુખત્યાર છે; પણ પછી તેણે તેમની પેઢીમાંથી છૂટા જ થવું જોઈએ. પરંતુ પોતાના કાકા ઉપરનું મિ. ડોમ્બીનું દેવું તેણે પોતે વચ્ચે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ વોટરની મૂંઝવણે રહીને ઊભું કર્યું હોવાથી, તે ચૂકતે થાય એ જોવાની તેની પ્રથમ ફરજ ગણાય, એમ તે બરાબર સમજતો હતો. તથા બીજી એ વાત પણ તે બરાબર સમજી ગયો હતો કે, મિ. ડેબીની કૃપાદૃષ્ટિ થવાને બદલે ખફાદષ્ટિ જ તેની તરફ વધતી જાય છે; અને એમાં વધારે ન કરવો હોય, તો અત્યારે તો બાર્બીડઝ જવાનું સ્વીકારી લેવું, એ જ પોતાના તથા કાકાના હિતમાં હતું. આ સ્થિતિમાં તેણે એક રવિવારે કેપ્ટન કટલને ઘેર જઈ પહોંચી તેમની જ મદદ અને સલાહ લેવાનો વિચાર કર્યો. તે પ્રમાણે તેમને ઘેર જઈ આખો પ્રસંગ તેમને કહી સંભળાવ્યા બાદ તેણે કહ્યું, “મારા કાકા મને બહુ ચાહે છે. અને અત્યારે મારી શારીરિક સ્થિતિ જેવી છે, તે જોતાં હું બાર્બીડોઝની આબોહવા સામે સફળતાથી ઝૂઝી પણ શકીશ. પરંતુ એક વખત ઇંગ્લેન્ડ છોડ્યા પછી હું ફરીથી મારા કાકાને જોઈ શકીશ, એવી આશા હું હરગિજ રાખી શકતા નથી. ઉપરાંત, મારા કાકાનું જીવન અમુક ટેવોને આધારે નભે જાય છે; એટલે દુકાન જે જપતીમાં ગઈ હોત, તો જેમ તેમના જીવનને ખતરો ઊભો જ થયો હોત, તેમ હું જઈશ, તો પણ એ વસ્તુ તેમના જીવનને ઓછી કારમી નહિ નીવડે. એટલે એમને ગમે તેમ કરીને ઠસાવવું જોઈએ કે, મારે થોડા વખત માટે જ પરદેશ જવાનું છે; તથા અત્યારે એમ પરદેશ જવાનું કબૂલ કરવાથી મને મિ. ડોમ્બીની પેઢીમાં વધુ સારી બઢતી જલદી મળી જશે. જોકે સાચી વાત એથી ઊલટી છે, એવું મને લાગ્યા કરે છે. એટલે આ બધું જૂ હું કહી મારા કાકાને છેતરવાની મારી હિંમત ચાલતી નથી. પરંતુ એમ કર્યા વિના તેમને જીવતા પણ શી રીતે રાખી શકાય, એય મને સમજાતું નથી.” થોડી વાર ચૂપ રહી, પછી તરત તેણે ઉમેર્યું, “આપણે બધા ગમે તેવી અડબંગ કલ્પનાઓ કર્યા કરીએ છીએ, કેપ્ટનકાકા, પણ હું કબૂલ કરી દઉં છું કે, મિ. ડોમ્બીની પેઢીમાં મારી હાલત પહેલાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ડેબી એન્ડ સન કરતાં સુધરતી જવાને બદલે બગડતી ગઈ છે; અને મને એમ લાગે છે કે, ભૂલ્યાં પડેલાં મિસ ડોમ્બીને મેં ઘર ભેગાં થવામાં મદદ કરી, એ કારણે જ એ લોકો મારા ઉપર ચિડાયા છે. પણ એ વાતની મને કશી પરવા નથી; હું તો મારા રસ્તે ગમે ત્યાંથી કાઢી લઈશ; પરંતુ મારા કાકાને હું તમારા હાથમાં સોંપતો જાઉં છું, એમ માનજો. મિ. ડેસ્મી મારા કાકાના જૂના પરિચિત છે; અને હું વચ્ચે હોવાથી જ મિ. ડોબી કદાચ મારા કાકાને પણ સતાવવા ઈચ્છે. હું જે વચ્ચે નહીં હોઉં, તો કદાચ તેમનો જૂનો સંબંધ જળવાઈ રહેશે, અને ભવિષ્યમાં કદાચ મને જ લાભદાયી નીવડશે. એટલે કેપ્ટનકાકા, તમે આજે આવીને આ સમાચાર, તમને ઠીક લાગે તે રીતે, મારા કાકાને જણું. હું તે દરમ્યાન બહાનું કાઢી બહાર ચાલ્યો જઈશ; અને તમે બધું સમજાવી દીધું હશે ત્યાર પછી જ પાછો ફરીશ.” પરંતુ કેપ્ટન કટલ પણ આ સમાચારથી ઓછા ડઘાઈ ગયા નહોતા. તેમણે જ વેટરને મિડોબીના ભાવી જમાઈ તરીકે માની લઈકેવી કેવીય ક૯૫નાઓ દોડાવ્યા કરી હતી. તે પોતાનાં આંગળાંના નખ જેરથી કરડવા તથા તોડવા લાગ્યા. જ્યારે તે ખૂબ મૂંઝાય ત્યારે તેમ કરવાની તેમને ટેવ હતી. વૉટર મિ. ડોબીની નજરે છેક જ ઊતરી ગયો છે, એમ માનવું તેમને માટે અશક્ય જ હતું. એટલે વિચાર કરતાં કરતાં તેમને એમ જ લાગવા માંડયું કે, મિ. ડી વૉલ્ટરને બાર્બીડેઝ મોકલે છે, તે તેને નુકસાન કરવાના હેતુથી નહિ, પણ જલદી જલદી તેને આગળ લાવવાના હેતુથી જ મેકલે છે. અને તે બે જણ વચ્ચે અત્યારે ઈક અણુ-બન જેવું થયું હોય, તો પણ તે માટે બંનેના શુભેચ્છક મિત્રની થોડી દરમ્યાનગીરીની જ જરૂર છે. અને બ્રાઈટન મુકામે પોતે મિડોમ્બી સાથે જે થેડેક વખત ગાળ્યો હતો, તે યાદ લાવી, તેમણે મનમાં નિશ્ચય જ કરી લીધું કે, મિ. ડોમ્બીને જાતે મળી, પોતે Page #136 -------------------------------------------------------------------------- ________________ વેંકટરની મૂંઝવણે ૧૦૭ આ બધું સીધું સરખું કરી લે, એ જ વિશેષ ઉપયોગી અને જરૂરી છે. જે મિત્ર ડોમ્બી વેટરને સારા હેતુથી જ વેસ્ટ ઈન્ડિઝ મોકલતા હોય, તે તેમને ધન્યવાદ આપી આવવા; અને જે કંઈ ગુસ્સે થઈને મોકલતા હોય, તો તેમનો ગુસ્સો દૂર કરી આપી, તેમના આ પગલાને વોટરના વિશેષ હિતમાં જ વાળી આપવું ! એટલે કેપ્ટન કટલે ઑલ્ટરને કશું કહ્યા વિના, મિ. ડોમ્બીને ત્યાં જઈ પહોંચવાનો નિશ્ચય કર્યો, અને તરત પોતાનાં સારાં કપડાં પહેરી વોટર સાથે જ તે બહાર નીકળ્યા. રસ્તામાં ફૂલવાળી ઊભી હતી, તેની પાસેથી જ્યારે તેમણે એક મોટો પંખા આકારનો ગુચ્છો ખરીદ્યો, ત્યારે વેંટર નવાઈ પામી જોઈ રહ્યો. ઘર આવતાં કેપ્ટન કટલને પોતાની મૂળ જન મુજબ અંદર મોકલી, વોલ્ટર બહારથી જ પાછો ફરી ગયો. ક્યાં જવું તે નકકી નહોતું; કેપ્ટન કાકા પોતાના કાકા-સોલને બધી વાત કહી લે, ત્યાં સુધી તેણે બહાર ફર્યા કરવાનું હતું. એટલે મિડોમ્બીના ઘર આગળ થઈને તે હેંપસ્ટેડ તરફનાં ખુલ્લાં ખેતર તરફ જવા નીકળ્યો. અચાનક મિડ ડોમ્બીના ઘર આગળથી પસાર થતાં તેણે એક ઘોડાગાડી આવીને ઊભી રહેતી જોઈ. તેમાંથી દાક્તર જેવું કાઈક ઊતરીને ઘરમાં ગયું, તે પણ તેણે જોયું. વોટરને ચિંતા તો થઈ કે, ઘરમાં એવું તે કેણ માંદું થયું હશે, પણ તે ત્યાં આગળથી ચાલ્યો ગયો. કેટલેય વખત ખેતરોમાં રખડયા પછી, ઘેર પાછો ફરવાના ઈરાદાથી તે પાછો વળ્યો. અચાનક તેણે એક ઘોડાગાડીને થોડે દૂર જઈને ઠપ દઈને ઊભી રહેતી જોઈ તથા તેમાંથી એક સ્ત્રી જાણે તેને અવાજ દઈ બેલાવવા લાગી. તરત તે કચગાડી પાસે દોડી ગયો. પેલી બાઈ મિસ નિપર હતી. અહીં જણાવી લઈએ કે, મિસ નિપરે જ્યારથી ઑલ્ટરને જોયો હતો, ત્યારથી તેનો સરળ, ભોળો ચહેરે તેના મનમાં વસી ગયે ! હતો. Page #137 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન * મિસ નિપરે વૉલ્ટર પાસે આવતાં જ કહ્યું, મિ. વૉલ્ટર ! મને સ્ટંગ્ઝ ગાર્ડન્સને! રસ્તે બતાવેને! માસ્ટર પોલની જૂતી નર્સ રિચાર્ડ્ઝ ત્યાં રહે છે. બહુ પહેલાં રિચાર્ડ્ઝ સાથે માસ્ટર પોલ અને મિસ લાયને લઈ અમે તેને ઘેર ગયાં હતાં; ત્યાંથી પાછાં ફરતાં પછી મિસ ફ્લાય ખાવાઈ ગયાં હતાં, અને તમે તેમને પાછાં ઘેર લાવ્યા હતા, એ યાદ છે ને? માસ્ટર પોલ અત્યારે બહુ બીમાર છે, અને તે અબઘડી પેાતાની જૂની નર્સને જોવા માગે છે. મહેરબાની કરીને મિ॰ વૅલ્ટર, મને સ્ટંગ્ઝ ગાર્ડન્સ લઈ જાએ !” ૧૦૯ માસ્ટર પોલ બહુ જ ખીમાર છે?'' “ અરેરે ! બિચારું નાજુક ફૂલ; આ લેકાએ ભણાવી ભણાવીને તેને કૂચા કાઢી નાખ્યા છે ! ” ઃઃ વૅટર પરિસ્થિતિ સમજી લઈ, તરત ઘેાડાગાડીમાં બેસી ગયે અને કલ્પનાથી સ્ટેગ્ઝ ગાર્ડન્સ તરફ ધાડાગાડીવાળાને દોરવા લાગ્યા. પણ તે વખતે સ્ટંગ્ઝ ગાર્ડન્સ નામની જગાની હસ્તી જ રહી નહોતી. રેવેવાળાએએ કયારનું તે જ્ગાનું નિકંદન કાઢી નાખ્યું હતું, અને ત્યાં જુદી જુદી ધ્રુવીય ઇમારતા ઊભી થઈ હતી. એટલે ઘણીય નિષ્ફળ પૂછપરછ અને તપાસ પછી રિચાર્ડ્ઝના પતિ ટ્રેડલને એળખનારા કાઈ રેલ્વેવાળા જ મળી ગયે ત્યારે તેણે રેલ્વેનાં નવાં મકાનેામાં ટ્રેડલ જ્યાં રહેતેા હતેા, તે ઠેકાણું બતાવ્યું. રિચાર્ડ ્ઝ મળતાં જ તેને ઝટપટ બધા સમાચાર આપવામાં આવ્યા. પેલની કારમી બીમારીના સમાચાર સાંભળતાં જ બિચારી રિચાર્ડ્ઝ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, અને તરત તૈયાર થઈ ઘેાડાગાડીમાં બેસી ગઈ. મિ॰ ડામ્બીના ઘર આગળ અંતે જણી ઊતરીને અંદર ગઈ. વોલ્ટર બહારથી જ ઊભા રહી, કંઈ વિશેષ સમાચાર મળે તે મેળવવા કેાશિશ કરવા લાગ્યા. દરમિયાન દરવાનની બેઠક પાસે તેણે Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગીય પ્રકાશની પાછળ ! ૧૦૯ કૅપ્ટન કટલે ખરીદ્યો હતેા તેવે ફૂલેને પંખાઘાટને ગુચ્છા પડેલા જોયે, અને તે ચાંકયો. પરંતુ મિ॰ ડામ્બીના ઘર આગળ વધુ ઊભા રહેવું ઠીક ન માની, તે ખિન્ન ચિત્તે પાળે કર્યાં. મારાથી તેણે પાંચેક મિનિટને રસ્તા કાપ્યા હશે, એટલામાં એક માણુસ દોડતે તેની પાછળ આધ્યે. તેણે કહ્યું, “ જલદી પાછા ચાલેા, માસ્ટર પલ તમને મળવા ઇચ્છે છે.’ ૧૬ સ્વર્ગીય પ્રકાશની પાછળ ! નથી વૅકેશન માટે પાછા ફર્યાં બાદ પૅાલની સ્થિતિ ગંભીર બનતી ચાલી હતી. લૅારન્સ તેની પાસે જ બેસી રહેતી, અને તેને સહેજ પણ સુખ થાય કે સગવડ થાય એમ કરવાની જ ચિંતા રાખતી. આખા દિવસ લેાકે આવતા અને જતા, તથા પાલની તબિયત વિષે સમાચાર પૂછતા રહેતા. ધીમે ધીમે એ બધી અવરજવર અને ધમાલથી પાલ કંટાળ્યેા. તે ફ્લોરન્સને કહેતા, બહેન, આ બધું કયારે અટકશે ? મતે બહુ ત્રાસ થાય છે.” લારીન્સ તેને શાંત પાડતી અને આશ્વાસન આપતી. એક વખત પાલે તેને કહ્યું, “લય, તું આખા વખત મારી કાળજી રાખ્યા કરે છે; આજે તે। તું સૂઈ જા, અને હું તારી કાળજી રાખું !” એમ કહી તેણે પેાતાની પથારીમાં એક આશિકું ઢાળી દીધું, અને તેને ત્યાં સુવાડી દીધી. પછી જે કાઈ આવે, તેને તે ચૂપ રહેવા કહેતા, તથા ફ્લાય થાકીને ઊંઘી ગઈ છે, એટલે અવાજ કરી તેને ન જગાડવા તાકીદ આપતા ! • Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ડી એન્ડ સન એક પછી એક સારા દાક્તરે આવતા ગયા. છેવટે સર પાર્કર પેપ્સ પણ આવ્યા. પેલને ખબર પડી હતી કે, પોતાની ભમ્મા ફલેરન્સને છેવટના હાથમાં ભીડીને મરી ગઈ ત્યારે એ દાક્તર હાજર હતા. એ દાક્તર ઉપર તેથી તેને ઘણું વહાલ હતું. પેલની તહેનાતમાં ઘણું જણ બદલાતાં, પણ ફર્લોરન્સ કદી ન બદલાતી. તેની ફઈ, બુઠ્ઠી મિસિસ પિપચિન, મિસ ટેકસ વગેરે આવતાં અને જતાં. તેમ જ તેના પપા મિડોમ્બી પણ આવતા અને જતા. તે આવતા ત્યારે પલ આંખ મીંચી, તે હવે શું કરે છે કે કહે છે, તે જાણવા ઉત્સુક થઈ રહેતો. પણ તે તો અમુક નિયત વખત ગુપચુપ બેસી, કશું બોલ્યા કર્યા વગર કે પેલના શરીર ઉપર હાથ ફેરવ્યા વિના ચાલ્યા જતા. પેલ, ખરેખર તે એના પપા છે કે આભાસ છે, એવા વિચારમાં પડી જતો. એક વખત તે પૂછી બેઠે, “ફલેય, મારી પથારીની પાંગથે વાળ છે ?” કઈ જ નથી, ભાઈ એ તો પપા છે.” મિ. ડોમ્બીએ માથું ઊંચું કરીને પૂછ્યું, “મારા દીકરા ! તું મને ઓળખી શકતો નથી ?” પેલ બોલ્યા વિના તેમના મોં સામું તાકીને જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો, “આ તેના વા છે શું?” મિ. ડેબીના મેં ઉપર દુઃખની રેખાઓ ફરી વળી. તે જઈ પલ પોતાના હાથ લાંબો કરી તેમના બંને હાથ ભાવપૂર્વક પોતાના હાથમાં લેવા જાય, ત્યાર પહેલાં તો મિત્ર ડેખિી પાછા વળી બહાર ચાલ્યા ગયા. પલ ફલેરન્સ સામે ધબકતે હૃદયે જોઈ રહ્યો. ફર્લોરન્સ કંઈક બેલવા જતી હતી, પણ તે શું બેલશે તે કપી લઈ, તેને તેણે બેલતી રોકી દીધી. બીજે વખતે જ્યારે તેણે પોતાના પિતાની આકૃતિને પથારીની પાંગઠે બેઠેલી દેખી, ત્યારે તેણે તેને સંબોધીને કહ્યું, પપ, મારે માટે દુઃખ ન કરશો; હું મજામાં છું !” Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગીય પ્રકાશની પાછળ! ૧૧૧ એક રાતે પલ પોતાની માતાના વિચારે ચડી ગયો. નીચે દીવાનખાનામાં તેનું ચિત્ર લટકાવેલું હતું તે યાદ કરીને તે વિચારવા લાગ્યો, “જરૂર પપા કરતાં મમ્મા ફલેરન્સને વધુ ચાહતી હશે; નહીં તો તેને છેવટની ઘડી સુધી છાતીએ વળગાડી શા માટે રાખે ? પોતે તો ફલેરનો ભાઈ જ થતો હતો, છતાં ફરન્સને પોતાને ગળે જ વળગાડી રાખવા કેટલું બધું ઈચ્છતો હતો ?” તેણે તરત જ ફલૅરન્સને પૂછયું, “ફલેય, મેં મમ્માને કદી જોઈ હશે ખરી ?” ના ભાઈ.” “તો મમ્મા જેવો કેાઈ માયાળુ ચહેરે, હું નાનો બાળક હતો ત્યારે મારા સામું જોઈ રહેતો હતો, એવું કેમ મને યાદ આવ્યા એ તો ભાઈ તારી જૂની નર્સ રિયાઝ હતી. તે તને બહુ ચાહતી.” હૈ? તો તે ક્યાં છે ? તે મરી ગઈ છે, કે જીવે છે? મને તું જલદી બતાવ ફૉય, મારે તેને અબઘડી જેવી છે.” “એ અહીં નથી, ભાઈ પણ કાલે તેને જરૂર બેલાવી મંગાવીશું.” પેલ આંખ મીચી સૂઈ રહ્યો. થોડી વાર જંપ્યા પછી તે અચાનક જાગે અને બેલ્યો “ફૉય “કાલ” થઈ? મારી જૂની નર્સ આવી ?” તરત જ કોઈને રિયાઝની શોધમાં દોડાવવામાં આવ્યું. પોલ જ્યારે જાગ્યો, ત્યારે આસપાસ પગલાંને અવાજ સાંભળી, પથારીમાં બેઠો થઈ ગયો. આસપાસ ઊભેલાં સૌને જોઈ તેણે નામ દઈ ઓળખી બતાવ્યાં; પછી તેણે પૂછયું, “આ કોણ છે? આ જ મારી જૂની નર્સ છે ?” હા, તે તેની જૂની નર્સ જ હતી, તેના સિવાય કોણ ઓરડામાં પેસતાં જ રોધાર આંસુએ રડતાં રડતાં પાસે આવીતેને દૂબળો Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ડેબી એન્ડ સન હાથ પિતાના હાથમાં લઈ પોતા મેં ઉપર અને છાતી ઉપર ફેરવવા હિંમત કરી શક્યું હોત? “ફલેય, આમને ચહેરે બહુ વહાલું લાગે છે. મેં ફરી તેમને જેમાં તે બહુ સારું થયું. જૂનાં નર્સ, હવે ચાલ્યાં ન જતાં; અહીં જ રહેજે.” અચાનક આસપાસ થતી વાતમાં તેણે વૉલ્ટરનું નામ સાંભળ્યું. તરત જ પલ બેલી ઊડ્યો, “કાણે ઑલ્ટરનું નામ લીધું ? તે અહીં છે? તેને જલદી બેલા; મારે તેને પણ મળવું છે.” મિ. ડોબીએ તરત સુસાનને કહ્યું, “જલદી તેને પાછો બેલાવી લાવ.” ડી વારમાં વોટર કમરામાં દાખલ થયો. તેને ખુલ્લે, નિર્દોષ ચહેરે પલને યાદ રહ્યો હતો. તેને દેખતાં જ પોલે હાથ લાંબા કરી કહ્યું, “ગૂડબાય ! આવજે!” મિસિસ પિપચિન પાસે હતાં, તે તરત બોલી ઊઠયાં, “કેમ, કેમ? ગૂડબાય કેમ કહે છે?” હા, હા, ગૂડબાય ! વહાલા વેલ્ટર આવજે!” એમ કહી પેલે તરત પૂછયું, “પપા ક્યાં છે?” મિ. ડાબી તરત પંલ તરફ નમ્યા. ટરને હંમેશા યાદ રાખજે, પપા યાદ રાખજો કે, હું વોલ્ટરને ચાહતો હતો.” પછી વેટર તરફ હાથ ઊંચે કરી તેણે ફરીથી કહ્યું, “ગૂડબાય !” ત્યાર પછી તરત જ તેણે મોટેથી કહ્યું, “મને જલદી સુવાડી દ; ફૉય, મારી તદ્દન નજીક આવ; મારે તને જેવી છે; મને આંખે ઝાંખ પડે છે.” તરત જ ભાઈબહેન એક બીજાને વળગી પડ્યાં. પિલ શુન્ય નજરે ધીમેથી ગણગ, “હોડી આવી છે; ફલેય મમ્મા બરાબર તારા જેવી જ છે. હું તેને બરાબર ઓળખું છું. Page #142 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલની કામગીરી ૧૧૩ મારા માથા આગળ આ પ્રકાશ શાનો દેખાય છે? મને રસ્તો બતાવતો લાગે છે; હું આ આવ્યો, મમ્મા!” તરત જ પેલનું પ્રાણપંખેરું તેના દૂબળા શરીર તજીને એ સ્વર્ગીય પ્રકાશની પાછળ પાછળ ઊડી ગયું. ૧૭ કૅપ્ટન કટલની કામગીરી કન કટલ, બે જુવાનિયાંના હિતમાં પોતે પોતાના મન સાથે ગોઠવેલી ગૂઢ યોજના પાર પાડવા, હાથમાં ગુચ્છો લઈ પિતાની ચાલાકી અને હોશિયારી ઉપર એકલા એકલા આંખ મિચકારીને વારી જતા, મિ. ડોમ્બીને ઘેર આવી પહોંચ્યા. પરંતુ દરવાન પાસેથી જ માસ્ટર પલની ગણાતી આખરી ઘડીઓની વાત સાંભળી, તરત જ પોતાનો ગુચ્છો આખા કુટુંબની શુભેચ્છામાં ત્યાં જ મૂકી દઈ આ આફત સામે કુટુંબ ટટાર ઊભું રહેશે અને તોફાન હેમખેમ પાર કરી જશે એવી આશા પ્રગટ કરી, “બીજે દિવસે ” આવવાનું કહી, ત્યાંથી ચાલતા થયા. ઑલ્ટર જ્યારે તે રવિવારે સાંજે ઘેર પાછો ફર્યો, ત્યારે પલના મૃત્યુના એવા કારમાં સમાચાર લઈને આવ્યો હતો કે, પોતાના કાકાને કેપ્ટનકાકાએ કશી વાત કરી છે કે નહિ, એ જાણવાની તેને દરકાર જ ન હતી. કેપ્ટન કટલ પરંતુ ત્યાં જ બેઠા હતા, અને વોલ્ટરને જોઈ પોતાના હૂકવાળા હાથ વડે કોણ જાણે શી શી નિશાનીઓ હવામાં કરવા લાગી ગયા. પરંતુ વેટર જે સમાચાર લાવ્યો હતો, તે સાંભળ્યા પછી, મિ. ડેબી પાસે જવાને વિચાર કેપ્ટન કટલે માંડી જ વાળ્યો. – ૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ડેબી ઍન્ડ સન એટલે હવે તો સેલને બધી વાત કહી દેવી, અને વેટરને વેસ્ટ ઈન્ડિઝ જવા દે, એટલું જ કરવાનું બાકી રહેતું હતું. જોકે, તેમને પિતાને મનમાં ખાતરી હતી કે, જે તે મિ. ડાબીને ભેગા થઈ શક્યા હત, તો પોતાના મિત્ર સેલ અને વોલ્ટરના હિતમાં ઘણું ઘણું પાર પાડી શક્યા હોત. પરંતુ ઑલ્ટરને પલે છેવટના યાદ કરીને મળવા ખાસ બેલાવ્યો હતો, તથા તેની બુઠ્ઠી નર્સને વખતસર શોધી લાવવામાં વેટરે જ અગત્યનો ભાગ ભજવ્યો હતો, એ બધા સમાચાર ઉપરથી આપે આપ સાબિત થતું હતું કે, વેલ્ટરને મિ. ડોમ્બીના ઘરનો જ માણસ ગણવામાં આવે છે, અને તેથી તેને વેસ્ટ ઈન્ડિઝ મોકલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે તેને જલદી આગળ લાવવા માટે જ લેવામાં આવ્યો હવે જોઈએ ! એટલે કેપ્ટન કટલે સેલેમન જિસને વૈલ્ટરની નવી નિમણૂકના સમાચાર જણાવવા માટે આને જ યોગ્ય અવસર ગણીને, એ સમાચાર ત્યાં જ વદી નાખ્યા. સલેમન જિન્સ, આ સમાચાર સાંભળી એકદમ તો ડઘાઈ જ ગયો. પરંતુ મિ. ડોબીના પુત્રના મૃત્યુના સમાચારથી ડઘાયેલું તેનું ભલું હૃદય આ સમાચારથી વિશેષ ઘવાય તેમ રહ્યું જ ન હતું. તેમાંય કેપ્ટન કટલે વિટિંગ્ટનની કવિતાની ભાષામાં વેલ્ટરના ઉજજવળ ભાવી – ફલેરન્સ સાથે લગ્ન સુધીના ભાવી – અંગે એવો ભાર મૂકવા માંડ્યો કે, છેવટે સલેમન ડોસાથી વૉલ્ટરના એવા ઉજજવળ ભાવી આડે એક શબ્દ બલવાનું પણ અશક્ય થઈ ગયું. છેવટે તે એટલું જ બે, “વોલ્ટરને દરિયાની મુસાફરીએ ઊપડવાની પહેલેથી જ મરજી હતી; અને મને કોણ જાણે એવો ભય પહેલેથી સતાવી રહ્યો છે કે, દરિયાની મુસાફરી તેને માટે ખતરનાક છે. એટલે અહીં જ રહીને તેની જેટલી ઉન્નતિ થવાની હોય તેટલી થાય, એવી મારી ઈચ્છા હતી. પણ રેડ કટલ, તમે મારા મિત્ર છે, અને હમેશાં મને સાચી જ વાત કહેશે, એમ માનું છું. તો તમે એક www Page #144 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલની કામગીરી ૧૧૫ વખત ચેખે ચેપ્યું મને કહી દે કે, વોલ્ટરને આટલે દૂર મોકલવા પાછળ બીજો કોઈ ભૂંડો વિચાર તો નથી ને ? તથા તમને એ વાતની પ્રથમ ક્યારે ખબર પડી અને શાથી પડી ? ” કાકાના મનમાં હવે પોતાના હિતની જ ચિંતા છે, એ જાણ્યા પછી વેલ્ટર પણ કેપ્ટન કટલની મદદે આવ્યો, અને તે બંને જણે મળી કાકા સોલને એટલું બધું કહી નાખ્યું કે, છેવટે એ બિચારા બુટ્ટાના મનમાં વેટરના વિયેગની ઊભી થયેલી સંભાવના સમજવા જેટલા હોસ પણ રહ્યા નહીં. બીજે દિવસે તે મિ. કાર્ટર મેનેજર, વોટરને પેસેજ અને સાથે લઈ જવાનો સરસામાન, તથા “સન ઍન્ડ ઍર” જહાજ પખવાડિયા પછી ક્યા દિવસે ઊપડશે તેની માહિતી વગેરે મોકલી આપ્યાં. એટલે કાકા સેલને પિતાનું દુઃખ ૨ડવાનો સમય જ ન રહ્યો. ઑલ્ટરના જવાની જ તૈયારીઓમાં સૌ પડી ગયા. દરમિયાન કેપ્ટન કટલને એક નવો તુકકો સૂઝી આવ્યો ? મેનેજર કાર્કરને જ મળીને વૉટરને વેસ્ટ ઇન્ડિઝ મેકલવા પાછળ શે હેતુ છે તે જાણું લેવું અને એ હેતુ ભૂંડે હોય તો તે સુધારી આપવા અને યોગ્ય દિશામાં વાળી આપવા પોતાની ભારે વકતૃત્વશક્તિનો ઉપયોગ કરવો ! એટલે લૅટર જાણે પણ નહિ તે રીતે, એક દિવસ, તે બીજે ગુચ્છો ખરીદી મિડ ડોમ્બીની ઓફિસે જઈ પહોંચ્યા. કેપ્ટન કટલે મિ. કાર્કર પાસે જઈ પોતાની ઓળખ આપતાં કહ્યું, “તમારી ઑફિસનો વોલી, એ મારા દીકરા જેવું છે, અને તેને અંગે તેના કાકા સોલ તરફથી કંઈક વાત કરવા હું આ છું. મારું નામ તો મિત્ર ડોમ્બીએ કદાચ તમને કહ્યું હશે; કારણ કે બ્રાઇટન મુકામે વૉલરના કાકા સેલને જે નાણાં ધીરવામાં આવ્યાં, એ આખું કામ પાર પાડવામાં પહેલેથી છેવટ સુધી મારે જ હાથ હતો.” Page #145 -------------------------------------------------------------------------- ________________ ડેબી એન્ડ સન મિ. કાર્કર તરત બધું સમજી ગયા. તેમણે આ બાઘાને રમાડી તેની પાસેથી વાતો કઢાવવા ખાતર જ તેને આગળ બોલવા દીધે. કેપ્ટન કટલે સેલેમન જિસની વિજ્ઞાન વિષયક જાણકારીની વાત કાઢીને વોટર વિષે વાત કાઢી; તેણે ભૂલી પડેલી ફલેરન્સને કેવી રીતે ઘેર આણી હતી, તે વાત કાઢી, અને પછી પૂછયું, “એ છોકરાને વેસ્ટ ઈન્ડિઝ મેકલવામાં આવે છે, તે સારું જ થયું ને?” વાહ, કેપ્ટન કટલ, તમે પોતે ઘણું વ્યાવહારિક ડહાપણવાળા સમજદાર માણસ છે; તમે તો તરત જોઈ શકશે કે, એને ત્યાં મોકલવામાં આવે છે, તે તેના ભાવિને વધુ ઉજજવળ બનાવવાના શુભ ઇરાદાથી જ મોકલવામાં આવે છે. તેની સમક્ષ આખી દુનિયા હવે પથરાશે.” ખરેખર, આખી દુનિયાનું ધન અને ઉપરાંતમાં પત્ની પણ નહિ, વારુ !” કેપ્ટન કટલે સમજુ માણસની પેઠે આંખ મિચકારીને કહ્યું. મિ. કાર્કર “પત્ની શબ્દથી કઈક રોક્યા, પણ મેં મીઠું મધ કરી, બધા દાંત દેખાય તેવું હસીને તેમણે હકારમાં જવાબ આપ્યો. અને તમે જમૈકાની કેાઈ બુઠ્ઠી છોકરી તેની પત્ની થશે એમ તો નહિ જ માનતા હે, ખરું ને ?” કેપ્ટન કટલે પૂછયું. “અને તમે કેને મનમાં રાખીને હસો છે, એ હું સમજી ગયો છું.” કેપ્ટન કટલ જ રંગમાં આવી જઈ આગળ બોલ્યા. મિ. કાર્કરે પિતાની પૂરી બત્રીસી દેખાડતા હાસ્યથી હકાર પુરાવ્યો. કેપ્ટન કટલે વાત આગળ વધારવા માંડી – એ પત્નીનું નામ “ફ” અક્ષરથી શરૂ થાય છે, ખરું ને, મારા મહેરબાન ?” મિકાર્કર આ લેકની આકાંક્ષાઓનું વહેણ કઈ બાજુ વહે છે, તે તરત સમજી ગયા. હવે તો કેવળ દાઝના માર્યા, કેપ્ટન કટલને મોંએ એ બધું સાંભળવાના ઇરાદાથી તેમને આગળ બેલવામાં તે મદદ કરવા લાગ્યા. તેમણે વધુ જોરથી હકારમાં હાસ્ય રેલાવ્યું. Page #146 -------------------------------------------------------------------------- ________________ 1. : ક Hitી, , , , I way it/M : છે Sી જ રોડ તક કેપ્ટન કટલ મિત્ર કારની મુલાકાતે. – પૃ૦ ૧૧૬. Page #147 -------------------------------------------------------------------------- ________________ Page #148 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કેટલની કામગીરી ૧૧૭ “ અને એ નામમાં ‘લ’ અક્ષર તેા છે જ !'' કૅપ્ટન કટલ ચગ્યા. મિ॰ કાર્ડરે વધુ જોરથી હસીને સાથ પુરાવ્યેા. મિ॰ કાર્કરને હાથ પકડી લઈને કહ્યું, જ્યારથી વૅલર રસ્તે ખેાવાયેલાં મિસ હતેા, ત્યારથી જ માનતા હતા કે, એ જ સરજાયાં છે! તે! પછી મિ॰ કાર્કર, શકશે કે, વોલ’રને વેસ્ટ ઈંડિઝ મેકલવાતને લક્ષમાં રાખીને જ મેાકલવામાં તરત કૅપ્ટન કટલે “હું અને સાલ જિલ્સ તે ડામ્મીને ઘેર લઈ આવ્યા બે જણ એક બીજા માટે તમે મને ખાતરીપૂર્વક કહી વામાં આવે છે, તે પણ એ આવે છે?” જરૂર.” પેાતાને છેાકરે મરી ગયા એટલે હવે જમાઈ છેકરા થઈને આ ઑફિસમાં આવશે,' કૅપ્ટન કટલ મિ॰ કાર્કરના હાથમાં તાળી આપતા એલી એડી. ઃઃ << જુએ કૅપ્ટન કટલ, આપણે આ બધું બહુ ખાનગીમાં ખેલી રહ્યા છીએ, એમ માનજો. તમે જે કંઈ કહ્યું છે, તે બધું બરાબર છે. એ બધી શકયતાએ જરા પણ નકારી શકાય તેમ નથી. * “ અને વાલ’રને અત્યારે પરદેશ મેકલવામાં આવે છે, તે માટે જ મેકલવામાં આવે છે, એ પછીથી તેને પાછા દેશ લાવવા મારી કલ્પના પણ સાચી છે ને ? ,, • “ જરૂર, એમ જ છે, વળી. >> "" કૅપ્ટન કટલે હવે મિ॰ ડેામ્મીને મળવાની પેાતાને મુદ્લ જરૂર નથી રહી, એમ ત્યાં તે ત્યાં જાહેર કરી દીધું. ? પછી, મિ॰ કાર્કરને, તેએ એ તરફ ' કરવા નીકળ્યા હાય ત્યારે પેાતાના મકાનમાં જરૂર ડેકિયું’કરી જવાનું હાદિક આમંત્રણ આપી, કૅપ્ટન કટલ કાર્કરની ઑફિસમાંથી વિદાય થયા. પણ કાર્કરનું માં કાળું-અંધાર થઈ ગયું હતું. તે કાળા સાપની પેઠે ફૂંફાડા મારવા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ડાબી ઍન્ડ સન લાગ્યો, અને પોતાના હૃદયમાં અત્યાર સુધી ભેગું થયેલું ઝેર કોના ઉપર ઠાલવવું એને જ લાગ શોધવા લાગ્યો. પરંતુ વૈટરને વેસ્ટ ઇડિઝ તરફ ખરેખર “મરવા માટે જ મોકલવામાં આવે છે, એની એને ખાતરી હોવાથી જ, તે થોડી વારમાં શાંત થઈ ગયો. ૧૮ પિતા – પુત્રી પાલના મૃત્યુને કારણે મિ. ડોમ્બીને ઘરમાં સોપો પડી ગયો છે. નોકરે ઉપર-નીચે આવ-જા કર્યા કરે છે, પરંતુ પિતાનાં પગલાંને સહેજ પણ અવાજ થવા દેતા નથી. અંધારું થયે મુલાકાતીઓ પણ – બહુ થોડાક – ફેલ્ટ-બૂટ પહેરીને ચુપચાપ આવે છે અને પાછા જાય છે. પછી મોડી રાતે તો નિદ્રાનું સામ્રાજ્ય આખા ઘર ઉપર ફરી વળે છે. મિ. ડોમ્બીની ઓફિસમાં પણ કામકાજ સ્થગિત થઈ ગયું છે. અલબત્ત, ત્યાં કોઈ બેસી તો રહેતું નથી, પરંતુ કરેક કામ ઢીલમાં પડી ગયું છે. મેનેજર મિ. કાર્કર શકની છાયા માં ઉપર ઓઢેલી રાખવા પ્રયત્ન કરે છે; છતાં તેને રોજ જેનારા પામી જાય છે કે, તે જાણે પોતાના માર્ગમાંથી કોઈ મોટી મુશ્કેલી ચાલી ગઈ હોય એવી આંતરિક નિરાંત અનુભવી રહ્યો છે – વાગોળી રહ્યો છે. - જે દેવળમાં પેલની હવે પછી જીવંત રહેનારી એકમાત્ર વસ્તુ – તેનું “નામ” પાડવામાં આવ્યું હતું, તે દેવળમાં જ, તેની માતાની કબર સાથે, તેના અવશેષો પણ દાટવામાં આવ્યા. અંતિમ વિધિ પૂરે થયે, એટલે પૂછવામાં આવ્યું કે કબરના પથ્થર ઉપર શું કોતરવાનું છે? મિ. ડોબીએ પથ્થરનું કદ, આકૃતિ Page #150 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્રી ૧૧૯ વગેરે આંગળી વડે દોરી બતાવીને, પછી તેના ઉપર કાતરવાને લેખ પેન્સિલથી લખી આપ્યો. નામ અને ઉંમર દર્શાવીને નીચે આટલું જ લખાણ મૂકવાનું હતું? “વહાલું એકમાત્ર સંતાન.” એ કાગળ લેનારાએ, વાંચ્યા બાદ, જરા સંકોચ સાથે પ્રશ્નાર્થક ચહેરે મિ. ડોમ્બી તરફ જોયું. મારે તાકીદથી આ લેખ તૈયાર જોઈએ.” મિ. ડેબીએ જણાવ્યું. “પણુ, સાહેબ, કંઈક ભૂલ થાય છે.” “ભૂલ થાય છે? શી ?” સાહેબ, એકમાત્ર સંતાન નહિ, પણ “પુત્ર” લખવું જોઈએ.” મિ. કૅમ્બીને ત્યારે યાદ આવ્યું કે, પોતાને બીજું સંતાન તો છે – ફલૅરન્સ ! તેમણે તરત એ પ્રમાણે લખાણમાં સુધારો કરી આપ્યો. ઘેર પાછા ફર્યા પછી મિ. ડોમ્બી પોતાના કમરામાં પેસી ગયા. મિસિસ ચિક અને મિસ ટેકસે હવે બાકીનું કામ સંભાળી લીધું. આ ઘરનું બધું કામકાજ શિસ્તબદ્ધ રીતે અને મેટાં ઘરની પ્રણાલી મુજબ ચાલવું જોઈએ. આ ઘરમાં શેક પણ અમુક ઢબે – અમુક હદે જ દર્શાવી શકાય ! તેથી પોતાના નાનકડા ભાઈના શેમાં પૂરતી ફલેરન્સને મિસિસ ચિકે “ડોમ્બી-શિસ્ત” હેઠળ લાવવાનું શરૂ કરી દીધું. જે દીકરી, તું જ્યારે મારા જેટલી ઉમરે પહોંચીશ –– ” મિસ ટેકસે સહેદયતાથી તરત જ વચ્ચે ઉમેર્યું, “– અને એ ઉમર એટલે કે જીવનની યુવાવસ્થાની પરાકાષ્ટા –” મિસિસ ચિકે મિસ ટૌકસે બતાવેલા સૌજન્ય બદલ તેને હાથ દબાવી આભાર માન્યો અને પછી ફરન્સને આગળ કહેવા માંડયું – Page #151 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન “ – ત્યારે તને ખબર પડશે કે, શેક કરવા ધેા નિરર્થક છે, અને આપણે આવી પડેલું જે કંઈ હાય તે મક્કમપણે માથે ચડાવી લેવું જોઈ એ, ’ ૧૨૦ “હું પ્રયત્ન કરીશ, ફઈબા, જરૂર કાશિશ કરીશ, ” ફ્લોરન્સે જવાખ આપ્યા, – અલબત્ત, ડૂસકાં ખાતાં ખાતાં જ ! શા વાસ્તે? “ તારા એ જવાબ સાંભળી હું રાજી થઈ છું. કારણ કે, આપણે તે હરદમ કેાશિશ જ કરતા રહેવાનું છે. આપણે જન્મ્યાં છીએ જ કેશિશ કરવા માટે જ, વળી. જોને, તારી માતાએ જ સહેજ કાશિશ કરી હેત, તે આપણા પાલ પહેલા દિવસથી જ માતા-વિહેણે। ન બન્યા હેાત, અને તેનેા બાંધા પણુ પ્રથમથી આટલે નબળા રહ્યો ન હોત; અને તે પછી તે આટલે જલદી એક ક્ષણભર આગળને શબ્દ ઉચ્ચારવાને બદલે મિસિસ ચિકે એક નાનું ડૂસકું વિધિસર ખાઈ લીધું; અને પછી આગળ જણાવ્યું —— લોરન્સ, તું ડામ્બી કુટુંબની વ્યક્તિ તરીકે વધુ મક્કમતા દાખવે છે કે નહિ તે અમારે જોવું પડશે. લાગણીવેડા દાખવીને તારા પા જે દુ:ખરિયાવમાં ડૂબેલા છે, તેમનું દુ:ખ વધારીશ નહિ.” .. << ― પપાનું નામ સાંભળતાં જ ફ્લોરન્સ ગળગળી થઈને પૂછી એડી, “ ફઈબા, મને પપાતી વાત કરો ને! તે ખરેખર બહુ દુઃખી થયા છે? -જરૂર ભાગી પડયા હશે.” * મારા ફઇબાએ તરત જ જરા કડક થઈને જવાબ આપ્યા, ભાઈ એક ડામ્બી છે; મારે તે તેમને હજુ મળવાને વધુ પ્રસંગ નથી આવ્યા, પણ હું કહી શકું છું કે, તેમને આવા લાગણીવેડા જરાય ગમતા નથી; હું એક વખત તેમને કહેવા ગઈ કે, પોલ, તમે જરા સ્વસ્થ થવાય તેવું કશું પીણું તે લે; ત્યારે તેમણે મને જવાબ આપ્યા, ‘લુઇઝા, ભલી થઈને બહાર જઈશ? મારે કશું જ જોઈતું નથી. હું એકલા હાઈશ તે જ મને વધુ સારું લાગશે.’ એ સિવાય મારે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧ર૧ પિતા-પુત્રી ને તારા પપ્પાને કશી વધુ વાતચીત નથી થઈ. તો પણ બ્રાઈટનથી સર બાર્નેટ સ્કટલ્સે થોડા દિવસ મનફેર કરાવવા માટે તેને તેડાવી છે; તે બદલ મેં તારા પપાની પરવાનગી માગી હતી, તો તે તેમણે રાજીખુશીથી આપી છે. એટલે તારે થોડા દિવસ ત્યાં જવું છે કે મારી સાથે મારે ત્યાં આવવું છે કે અહીં જ રહેવું છે, તે તું નક્કી કરી લે.” તો ફઈબા અહીં જ રહીશ; આ ઘરને જાણે બધાં તજી જાય એવું ન થવું જોઈએ. ભાઈનો કમરે છેક જ બંધ રહે એ મને નહિ ગમે...” આટલું બેલતાં બેલતાંમાં તો તે બિચારી ફરી ભાગી પડી. મિસિસ ચિકને ફલેરન્સની પસંદગી બહુ બેહૂદી લાગી; અને એ વાત સ્પષ્ટ શબ્દોમાં તેને સંભળાવી દેવા છતાં તેમણે શિષ્ટતાની રીતે જણાવ્યું કે, તારે જે કંઈ કરવું હોય તેમાં કોઈ ડખલગીરી કરવા નહિ ઈચ્છે. પછી તેમણે ઉમેર્યું, “તારા પપા તે થોડો વખત મનફેર કરવા ગ્રામવિસ્તાર તરફ જવાના છે. અને મને ખાતરી તથા આશા છે કે, તે જલદી જ અહીંથી ઊપડશે. અલબત્ત, પલના મૃત્યુથી કાગળ-પત્રના કેટલાક ફેરફાર કરી લેવાના હશે, તે માટે જે એક-બે દિવસ રોકાવું પડે તેટલું તે અવશ્ય રોકાશે; પરંતુ જાણીરાખ કે તે ખરા “ બી” છે; તે આ આઘાતને ઝટ પાર કરી જવાની કોશિશ જરૂર કરવાના જ – મને તે વિષે જરાય આશંકા નથી.” પપાને મદદ થાય – સગવડ થાય, એવું કાંઈ હું કરી શકું, ફઈબા ?” વાહ દીકરી! ત્યારે અત્યાર સુધી મેં તને શું કહે કહે કર્યું ? તારા પપાએ મને સીધા શબ્દોમાં સંભળાવી દીધું છે, “લુઝા, મારે કાંઈ જ નહિ જોઈ એ; મને એકલે મૂકે એ જ સૌથી સારું છે. જે મને જ એવા શબ્દો સંભળાવી દીધા, તો તને શું બીજું કહેવાના હતા ? માટે ખબરદાર, ભાઈની આગળ તું મેં બતાવવા પણ ન જતી! Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ડી એન્ડ સન અને કશામાં કે કઈ રીતે તેમને મદદગાર થવાની તો સ્વપ્ન પણ કલ્પના ન કરીશ, સમજી?” “વારુ ફઈબા, હું તો મારા કમરામાં જઈને સૂઈ જ જઈશ.” ફલેરન્સને પિતાની બહુ લાગણી થતી હતી; તે બિચારી તેમની પાસે જઈ ભાઈના મૃત્યુના દુઃખમાં ભાગીદાર થવા ઘણું ઈચ્છતી હતી. પરંતુ આ ઘરમાં તે શક્ય ન હતું. એટલે મેલડી રાતે જ્યારે આખું ઘર જંપી ગયું, ત્યારે તે ગુપચુપ ઊઠીને પોતાના પિતા સૂતા હતા –કે કદાચ બેઠા હતા–તે કમરાના બંધ બારણું પાસે કાન જોરથી દબાવી સાંભળી રહી – અંદરથી તેમની હિલચાલને કે છેવટે શ્વાસનો પણ કંઈ અણસાર કાને પડે છે ! અલબત્ત, મિ. ડેબીને તો ફૉરન્સ નામની કોઈ વ્યક્તિ આ ઘરમાં રહે છે, એવું પણ ભાગ્યે યાદ હેય. પિલની અંતિમક્રિયા પછી એક અઠવાડિયા બાદ ફરન્સ કંઈક કામકાજ કરતી હતી, તેવામાં સુસાને આવીને તેને ખબર આપ્યા, “કઈ મુલાકાતી તમને મળવા આવ્યા છે. ” “મુલાકાતી ? મને ?” ફર્લોરસે નવાઈ પામી પૂછયું. “હા, હા ! મિત્ર ટ્રસવળી ! ” સુસાને જવાબ આપ્યો. પણ એટલી વારમાં તો મિત્ર ટ્રસ કમરાના બારાને ઢીંચણથી એક બે વખત ધકેલી અંદર આવીને જ ઊભા રહ્યા. કેમ છો, મિસ ડોમ્બી ? મને ઘણું સારું છે, થેં; તમને કેમ છે ?” ડે. બ્લિબરને ત્યાંના ભણતરથી જેમનું માથું સભર ભરેલું છે, તેવા આ નમૂનેદાર યુવાને ફરન્સને મળવા આવતા પહેલાં કેટલીય ગડમથલ બાદ, પ્રસંગને છાજે તેવું આ ભાવણ તૈયાર કર્યું હતું. પરંતુ પિતે આખું ભાષણ એકદમ ઉતાવળે બેલીને પૂરું કરી નાખ્યું એમ Page #154 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્રી ૧૨૩ લાગવાથી, જરા વધુ નજીક આવી, તેઓશ્રીએ આખું ભાષણ ફરીથી બોલો બતાવ્યું. કેમ છે, મિસ ડોમ્બી ? મને ઘણું સારું છે, થેંક્સ, તમને કેમ છે ?” ફર્લોરસે એ ભલા જુવાન પ્રત્યે પોતાને હાથ ધર્યો અને કહ્યું કે, પોતે મજામાં છે. જવાબમાં મિ. ટ્રસે કહ્યું, “ખરેખર, મને ઘણું સારું છે; આનાથી વધુ સારું મને કદી હતું એવું મને યાદ જ આવતું નથી; આભાર; મને ઘણું સારું છે.” તમે મળવા આવ્યા તે ઘણું સારું કર્યું; તમને જોઈને ઘણો આનંદ થયો,” ફલર-સે કહ્યું. મિ. ટ્રેસે પોતાના કહ્યાને આવો સારો જવાબ મળ્યો જાણું આનંદથી ડચકારો વગાડ્યો. પણ પછી એ તે વધારે પડતો આનંદ વ્યક્ત કર્યો એમ માની, તેમણે તેમાં સુધારો કરવા એક નિસાસો ઉમેર્યો. પણ એથી કદાચ શેકની વધારે પડતી માત્રા ઉમેરાઈ ગઈ એમ માની, તેમણે “બિગડી ” સુધારી લેવા પાછો ડચકારો વગાડ્યો. પણ એ કશાથી પોતાને પૂરેપૂરો સંતોષ ન થતાં, તેમણે મોટેથી શ્વાસ લેવા માંડયા. તમે મારા ભાઈ ઉપર બહુ પ્રેમ રાખતા; તે ઘણી વાર તમારે વિષે મને વાત કરતો.” ના, ના, એ વાતની કશી ચિંતા નહીં.” બિચારા ટ્રસ્ટ પિતાને મેએ વારંવાર આવતા શબ્દો બોલી બેઠા. પછી આગળ કંઈક નવું બોલવાને ઈરાદે બોલ્યા, “આજે ગરમી ઠીક ઠીક છે, નહિ ?” “હા, આજે બહુ સારી આબેહવા છે,” ફૉરસે ભલમનસાઈથી જવાબ વાળ્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ડી એન્ડ સન મને એ માફક આવે છે. અત્યારે મને જેવું સારું લાગે છે, તેવું કદી સારું લાગ્યું હોય, એમ હું નથી માનતે, તમારે બહુ આભારી છું.” આટલું બોલી નાખી મિ. સૂટસ હવે એકદમ ચૂપ થઈ ગયા. તમે ડે. બ્લિબરની સંસ્થા છોડી દીધી, નહિ વા? ફર્લોરન્સ કેવળ તેમને મદદ કરવાના હેતુથી કહ્યું. મને એવું લાગે છે.” મિટ્રસે પોતાનાથી અપાય તેવો ઉચિત જવાબ આપ્યો, અને ફરી પાછા તે મૂંગામંતર થઈ ગયા. દશ મિનિટ બાદ એમ તળિયે ડૂબેલા રહીને પછી તે અચાનક ઉપર આવ્યા – વારુ, ગૂડ-મૌનિંગ, મિસ ડેબી.” “શું તમે જાઓ છો ?” ફલોરન્સ ઊભી થતી થતી બોલી. “મને જે કે ખબર નથી, પરંતુ હાલ તુરત તો નહિ જ.” મિટ્રસ પાછો બેસતાં બેસતાં બેલ્યા; “વાત એમ છે કે, ખાસ હું એ કહેવા આવ્યો છું,– મિસ ડેસ્બી !” તમારે જે કહેવું હોય તે જરૂર કહો. ભાઈને લગતું તમે જેટલું કહેશો તેટલું સાંભળવાનું મને ઘણું મન છે. ત્યાં બ્રાઈટનમાં તમે જ તેના એકમાત્ર માયાળુ સોબતી હતા, એ હું જાણું છું.” હા, હા, અમે ઘણું વાર મારા દરજીને ત્યાં તેને માટે કપડાં સિવરાવવાની વાતો કરતા. બહુ ફેશનેબલ દરજીએ છે: બર્જેસ એન્ડ કુ. તેમણે જ આ શક પ્રસંગ માટે મારાં આ ખાસ કપડાં સીવ્યાં છે. બિચારે ડેબ્બી ! અરેરે, બિચારા ડોમ્બી ! હું ખાસ એ કહેવા આવ્યો છું, મિસ ડેામ્બી !” “હા, હા, બેલે – ” “ડોમ્બીને છેલ્લા દિવસમાં એક બીજે મિત્ર થયો હતો. એ તેને ઘણો જ ચાહતો હતો. મને લાગ્યું કે તમે તેને યાદગીરીમાં રાખી લેશે. તમને યાદ આવે છે, પેલે ડિજિનિસ ? ડૉ. લિંબરનો કૂતરો ! ” Page #156 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્રી ૧૨૫ “હા ! હા ! ખરી વાત! ” ફર્લોરન્સ અચાનક યાદ આવવાથી રાજી થઈને બોલી ઊઠી. બિચારે ડોમ્બી ! મને પણ તેને તે મિત્ર બહુ યાદ આવતો હતો.” પછી એક મેટું પરાક્રમ કર્યું હોય તેમ ડચકારો વગાડીને તેમણે જણાવ્યું-“સાળાઓ, જે એમ ને એમ માની ગયા ન હોત, તો દશ શિલિંગ ખરચીને પણ હું તે કૂતરે તેમની પાસેથી ચેરાવી લેત! ચોક્કસ હું ચેરાવી જ લાવત વળી ! પણ તેઓએ રાજી થઈને કાઢી આપ્યો. મને લાગે છે કે, બિચારા ડોમ્બીની યાદગીરીમાં તેને રાખવાનું તમને ગમશે. મને ઘણું ગમતું હતું એટલે હું લઈ આવ્યો. અત્યારે પણ તેને અહીં મારી સાથે જ લાવ્યો છું, મારી ગાડીમાં જ છે. હું ખાસ તમારે માટે તેને સાથે લાવ્યો છું. એ લેડિઝ ડગ નથી, એ ખરી વાત; તમે પણ એ જાણો છે. પણ એ વાતની કશી ચિતા નહીં; ખરુંને, મિસ ડોમ્બી !” અને ખરે જ, એ ઘડીએ, પાઉંડમાં વીસ શિલિંગ જેટલો પણ લેડિઝ ડેગ નહિ એવો એ કૂતરે, એ વાતની સાબિતીમાં મિ. ટ્રસ્ટની ગાડીની બારીમાંથી ડોકિયું બહાર કાઢી જતા-આવતા સૌને પોતાની આકૃતિ અને અવાજનું પારખું આપી રહ્યો હતો. એ કૂતરો પાળવા માટે સરજાયો જ નહોતો. અને ચોતરફ કેઈ દુશમન હાજર છે, એ જાતની જ વર્તણૂક રાખી તે હરદમ હાંફત તથા ભસતો જ રહેતો હતો. તેનામાં ગુણ” કહેવાય એવી એક ચીજ નહતી, અને અવગુણ કહી શકાય તેવા બધા અંશે હતા. ડો. લિંબરે જ તેને શા માટે પાળ્યો હશે, એ કારણનીય જરા પણ કલ્પના થઈ શકે તેમ નથી. સિવાય કે પિતાને ત્યાં આવતાં નાનાં છોકરાં એ કૂતરાની જેમ પોતાનાથી દૂર વેગળાં રહે, એ પદાર્થપાઠ તેમને આપવો હેય. પરંતુ, ડો. લિંબરને ત્યાંના છેલ્લા દિવસે માં અચાનક એ કૂતરો જાતિ-સ્વભાવ ભૂલી, પોલ ડોમ્બી તરફ ભાવ રાખતો થયો હતો. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ડી એન્ડ સન અને પેલે પણ ત્યાંથી વિદાય થતી વેળા એને સારી રીતે રાખવાની ડો. લિંબરને ભલામણ કરી હતી. એટલે ફૉરન્સને તો મિત્ર ટ્રસ એ કૂતરે પોતાને આપવા માટે લાવ્યા છે, એ જાણું અતિશય આનંદ થયો. અલબત્ત, ગાડીમાંથી તેને બહાર કાઢી મિ. ટ્રસ જ્યારે તેને ઘરમાં લાવવા લાગ્યા, ત્યારે તેમના હાથમાંથી છૂટી જઈ તેણે તરફ દોડાદોડ અને ભસાભસ કરી મૂકીને જે તરખાટ મચાવ્યો, તે ભલા મિટ્રસ્ટ અને ભલી મિસ ફરન્સ સિવાય ભાગ્યે જ બીજા કોઈને આનંદદાયક લાગે. છેવટે ફૉરસે તેને પોતાની પાસે લઈ તેના ઉપર વહાલપૂર્વક હાથ ફેરવવા માંડ્યો, અને ડિજિનિસે પણ કોણ જાણે શાથી પહેલી વાર કોઈ અજાણું વ્યક્તિને પિતાની સાથે એટલી છૂટ ચૂપચાપ લેવા દીધી. મિ. સને એ જોઈ ખાસ આનંદ થયો અને એ આનંદ માણવા તે વધુ સમય ત્યાં રોકાઈ પણ પડ્યા હતાપરંતુ અચાનક ડિજિનિસને હવે લાગ્યું કે, મિટૂટ્સ આ સ્થાને અનધિકારપ્રવેશ કરી બેઠા છે; એટલે તેણે કૂદી કૂદીને મિટુર્સ ઉપર તડૂકવાનું શરૂ કર્યું. છેવટે સૌની શાંતિ અર્થે અને મુખ્યત્વે પોતાના ખાસ દરજીએ બર્જેસ એન્ડ કુ. એ તાજેતરમાં જ સીવેલા પોતાના પાટલૂનની સહીસલામતી ખાતર, મિ. સૂટ્સ ત્યાંથી વિદાય થયા. અલબત્ત બારણું બહાર જઈને તે બે કે ત્રણ વખત કશા હેતુથી પાછા આવ્યા. પરંતુ દરેક વખતે ડિજિનિસનો વધુ તીવ્ર પડકાર પામી છેવટે ચાલ્યા ગયા. એકલી પડતાં જ ફલેરન્સ ડિજિનિસને સંબોધીને કહ્યું, “ડિ! ડિ! મારા નાનકડા ભાઈને તું જેવો ચાહતો, તેમ જ મને ચાહીશ ?” આટલું બેલી રહે તે પહેલાં તો ફલોરન્સની આંખમાંથી મેટાં મોટાં ટીપાં ડિજિનિસના ખાંપા જેવા વાળ ઉપર પડવા Page #158 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્રી ૧૨૭ માંડ્યાં. જવાબમાં જાણે તરત એ કૂતરાએ પોતાના કદરૂપા મને કરી શકાય તેવું માયાળુ કરીને ફૉરન્સના ખભા ઉપર ઢાળી દીધું. અલેક્ઝાન્ડરને મળેલા ફિલસૂફ ડિજિનિસે તેની સાથે કેટલી માયાળુતાથી વર્તાવ કર્યો હતો તે તો કહી શકાય તેમ નથી. પણ આ કૂતરાએ તો ફલોરન્સ સાથે માયાળુતાથી જ વર્તવા માંડયું અને તે જ ઘડીથી એ તેનો વફાદાર સેવક બની ગયો. ફલૅરન્સ તરત જ તેના ખાવા-પીવાની વ્યવસ્થા પિતાના કમરાન ખૂણામાં કરાવી દીધી. અને ધરાઈ ખાઈ-પીને ડિયોજિનિસે ફૉરન્સ પાસે પાછા આવી, પિતાના આગલા બે પગ તેના ઢીંચણ ઉપર માંડી, પિતાનું મેં તેની છાતી ઉપર દબાવી દીધું અને લાંબે વખત પિતાની પૂંછડી હલાવ્યા કરી. પછી ધીમેથી નીચે ઊતરી, તેના પગ આગળ જ આડો થઈ તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. મિસ નિપર કૂતરાંથી બહુ બીતી; અને તેથી તે જ્યારે ફૉરન્સના કમરામાં પેઠી, ત્યારે કોઈ ઝરણું ઓળંગવાનું હોય તેમ પગ આગળથી પોતાનાં કપડાં સમેટતી સમેટતી જ પેઠી. પરંતુ ડિજિનિસને આળસમાં જરા પગ લાંબા કરતો જોતાંવંત તરત ઠેકડે મારી તે ખુરશી ઉપર ચડી ગઈ. આ ઘરમાં જેની તરફ સહેજ પણ સહાનુભૂતિ કઈ બતાવતું નહોતું તેવી ફલોરન્સ તરફ મિ. સૂર્સે દાખવેલી સહાનુભૂતિ અને મમતાથી તે બહુ પ્રભાવિત થઈ હતી. અને ફલેરન્સને પોતાના નાના ભાઈનો પ્રેમ પામનાર આ કૂતરા તરફ આટલી મમતા દાખવતી જોઈને તો તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ફૉરન્સના કઠોર પિતાની તુલના તે આ કૂતરા સાથે કર્યા વિના રહી શકી નહિ. પછી સાંજે ફર્લોરન્સના કમરાના બારણું બહારની રવેશમાં ડિજિનિસ માટે સારી સરખી પથારીની ગોઠવણું ધ્યાનપૂર્વક કરી આપ્યા બાદ, સુસાને જતી વેળાએ ફૉરન્સને ઉતાવળે ઉતાવળે કહ્યું, “તમારા પપા કાલે સવારે ચાલ્યા જાય છે, મિસ ફલેય.” Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૨૮ ડેસ્બી ઍન્ડ સન “કાલે સવારે ?” હા; વહેલી સવારે.” “ક્યાં જવાના છે, ખબર છે, સુસાન ?” “ના, ચેકસ ખબર નથી. પણ તમારા ફઈબાએ તેમની સાથે સોબતી તરીકે પેલા મેજર -ડાને લઈ જવા સૂચવ્યું છે, અને તેમણે થોડી આનાકાની બાદ એ કબૂલ રાખ્યું છે. જુઓ તો ખરાં ! સોબતી તરીકે એ મેજર ! તમે નહિ!” આ પછી ભલી સુસાન “ગૂડ નાઈટ' કહી ત્યાંથી વિદાય થઈ બહાર વરસાદ વરસવા લાગ્યો હતો. ફરન્સ એકલી પડી એટલે એક હાથ ઉપર માથું ટેકવી, બીજ હાથ ધબતી છાતી ઉપર દબાવી, પિોતાના શોકપૂર્ણ વિચારે ચડી ગઈ. મધરાતના ટકોરા પડ્યા ત્યારે તો તે ડૂસકાં ભરતી રડવા પણ લાગી હતી. તેની ઉમર હજુ પૂરી ચૌદ વર્ષની પણ ન હતી, અને તેને સ્થાને બીજું કોઈ બાળક હોત તો, તેના મનમાં ડરામણી કલ્પનાઓ જ ઊભરાતી હોત. પણ ફલેરન્સ તો ભાવભર્યા ચિત્તે પોતાના પિતાનો જ વિચાર કરતી હતી. ભાઈ તથા માતાથી તાજેતરમાં વિખૂટી પડેલી આ બાળકી ખરેખર તો પિતા પાસેથી આશ્વાસનની હકદાર હતી; પરંતુ અત્યારે તો એકલા પડેલા પિતાના પિતાને કેવી રીતે આશ્વાસન આપવું તેની જ ફિકર તે કરતી હતી. પોતાના પિતા પોતાના ભાઈ પલને યાદ કરી કેટલા બધા દુઃખી થતા હશે, એ વિચાર તેને સતાવ્યા જ કરતો હતો. આજે પણ રોજની જેમ તે પોતાના પિતાના કમરના બારણની યાત્રાએ જવા ગુપચુપ નીકળી. આજે તેણે બારણું બહાર જ કાન ધરીને અંદરનો અણસાર પામવા રોજની જેમ પ્રયત્ન કરવાને બદલે • બારણું સહેજ ધકેલ્યું. તો અચાનક એ બારણું થોડું ઊઘડી ગયું Page #160 -------------------------------------------------------------------------- ________________ પિતા-પુત્રી ૧૨૯ ફલેરન્સ એકદમ ગભરાઈ ગઈ અને પાછી નાઠી. પણ દાદરા સુધી જઈને તે વળી પાછી આવી. પિતાના પિતાનું શેકપૂર્ણ માં જોવા લેભ તે ખાળી શકી નહિ. એટલે જરા ખૂલેલા એ બારણુની આડમાંથી તેણે અંદર નજર કરવા પ્રયત્ન કર્યો. તેના પિતા પિતાને જૂના ટેબલ આગળ બેસી કેટલાક કાગળ ગોઠવતા હતા, અને કેટલાકને ફાડી નાખતા હતા. દીવાના ઝાંખા પ્રકાશમાં પિતાનું થાકેલું શોકાવિષ્ટ લાગતું મેં જોઈ ફરન્સથી રહેવાયું નહિ. તે તરત બારણું વધુ ઉઘાડીને અંદર પેઠી અને બેલી – પપા ! પપા !” મિ. ડાબી એકદમ ચોંકી ઊઠયા. પાસે આવેલી ફર્લોરન્સને હાથ લાંબો કરી દૂર રેકી રાખીને તેમણે કડક અવાજે પૂછયું, “શી વાત છે ? અહીં કેમ આવી છે ? શાનાથી બની છે ?” ખરેખર ફરન્સ કશાથી બીને જ તે અત્યારે તેના પિતાએ જે કઠેર મુખમુદ્રા ધારણ કરી હતી તેનાથી જ તેણે બીનવું જોઈએ! પુત્રીના અંતરમાં ઊછળતો પ્રેમ એ ચહેરા સમક્ષ એકદમ ઠરી ગયો અને તે પથ્થરની પેઠે જડસડ થઈ જઈ તેની સામે જોઈ રહી. મિ. ડોબીના ચહેરા ઉપર માયાળુતાની એક રેખા સરખી ન હતી; સામે પોતાનું સંતાન ઊભું છે એવા ઓળખાણનું જ કશું એંધાણ ન હતું. થોડી વાર પછી તેમની આંખમાં કશેક ફેરફાર જરૂર થયે; પણ તે કયા પ્રકારનો હતો તેની સ્પષ્ટ કલ્પના વિના પણ તે સમજી ગઈ કે એ ફેરફાર પોતાની તરફ ધિક્કારસૂચક છે. મિ. ડોમ્બીને કદાચ એમ લાગી આવ્યું હતું કે, પિતાના પુત્રના આરોગ્યમાં અને આવરદામાં આપણે સારો સરખે ભાગ પડાવ્યો છે – અરે એ જ બધું લૂંટી ગઈ છે ! અને હવે પોતાના પુત્ર પ્રત્યેના પોતાના સ્નેહમાં ભાગ મેળવવા કદાચ તે આવી છે – ના, ના, કદાચ હવે એકમાત્ર વારસદાર તરીકે કુલ હિસ્સો મેળવવા જ! ડે–૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ડી એન્ડ સન તેમણે આકળા થઈને પૂછ્યું, “મારા હુકમ વિરુદ્ધ – ઈચ્છા વિરુદ્ધ તું કેમ અહીં આવી છો ?” “હું, હું, એટલા માટે આવી – પપ્પા. . . .” પણ મારી મરજી વિરુદ્ધ ? શા માટે ?” ફૉરન્સને ખબર પડી ગઈ કે, પોતે શા માટે આવી છે તે પપ્પા બરાબર જાણે છે છતાં તેમને પૂછવાનો ઢગ જોઈ તે બિચારી બે પંજામાં પિતાનું મોં ઢાંકી દઈ, રડવા લાગી. તું થાકી ગઈ છે અને તારે આરામની જરૂર છે. જા, ઊંઘી જા, હું દીવો ધરી બહાર ઊભો રહું છું. ઉપરનો બધો ભાગ તારો છે; જા, ગૂડ નાઈટ !” ફૉરન્સ હવે રૂંધાતે કકે, “ગૂડ-નાઈટ, વહાલા પપા !” કહીને પાછી ફરી. થોડે દૂર ગયા પછી તેણે પાછી વળી પિતાના પિતા તરફ નજર કરીને જોયું. કદાચ તે તેને પાછી બોલાવે ! પણ તે તો હાથમાં દી પકડી ભાવહીન મુદ્રાથી અક્કડ ઊભા હતા. જ્યારે ફરન્સ પોતાના કમરાએ પહોંચી, ત્યારે બહાર રવેશમાં તેની રાહ જોઈને ઊભેલા ડિજિનિસે પિતાને થયેલે આનંદ જોરથી વ્યક્ત કરવા માંડયો. ફલેરન્સ તેને જોઈ એટલું જ બોલી, “ડિ, ડિ! વહાલા ડિ! ભાઈને ખાતર પણ તું મને ચાહજે, ભાઈલા !” પણ ડિજિનિસ પેલને ખાતર તો શું, પણ ફલેરન્સને ખાતર જ તેને ચાહવા લાગ્યો હતો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વૈલ્ટરની વિદાય વાટરની પરદેશ જવા નીકળવાની તૈયારીઓ તેના કાકાના * ઘરમાં જેમ જેમ ચાલવા લાગી, તેમ તેમ કાકા-સેલ રોજબરોજ વિચિત્ર રીતે સૂનમૂન બનતા ચાલ્યા. છેલે દિવસે વૉટરે બહારથી આવી, ઉપરને માળથી પોતાને બંધાયેલે સરસામાન નીચે ઉતારી દીધે; પછી ખિન્ન થઈને એકલા બેઠેલા કાકા તરફ જઈને તેમને જરા વાતાએ ચડાવવા તે બોલ્યો, “કાકા, બાડેઝથી તમારે માટે હું શું શું કહ્યું, કહો જોઉં?” દીકરા વેલી, જે મળતી હોય તે “આશા મોકલજે – ફરી કદી આપણે ભેગા થઈશું એવી આશા ! તારાથી મોકલાય તેટલી મોકલજે, હું “બસ’ નહીં કહું.” કાકા, ખાતરી રાખજે; મારી પાસે પોતાને માટે તેમ જ બીજાઓને આપવા માટે એ ચીજ પૂરતી છે! અને એ બાબતની હું કંજૂસાઈ જરાય નહીં કરું. પરંતુ કાકા, તમારે માટે તેમ જ કેપ્ટન કટલ માટે હું મસાલા, અથાણું વગેરે બધું વહાણ ભરી ભરીને મોકલવાનો છું – જરા પૈસા ભેગા થાય એટલી જ વાર ! યાદ રાખજો!” કાકા-લચશ્માં જેરથી લૂછી નાખી, જરા ફીકું હસ્યા. “હવે બરાબર છે, કાકા! તમારે તો ઊલટે મને હસાવે જોઈએ; પણ કંઈ વધે નહીં, હું તમને હસાવું એટલે હસશે તો પણ ૧૩૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ડી એન્ડ સન ચાલશે. આવતી કાલે સવારે તો આપણે હસતાં-પંખી જેવા બની રહીશું, ખરુંને, કાકા! અને આકાશમાં પણ એટલા જ ઊંચા ઊડતા હોઈશું. પણ કાકા, આપણી બધી પેલી” ઊડતી ધારણાઓનું તો હવે મીંડું વળી ગયેલું જ ગણવાનું!” વલી, દીકરા, એમ ન થાય તે માટે હું મારાથી બનતી બધી કોશિશ કર્યા કરીશ.” કાકા, એ બાબતમાં કઈ કોશિશ તમે કરશો એ તો કોણ જાણે; પરંતુ મેં તમને જેટલું કરવાનું કહ્યું છે, તેટલું તે કદી ન ભૂલશો.” ના, દીકરા, નહીં ભૂલું. મિસ ડોમ્બીના જે સમાચાર અને મળશે, તે બધા તને જણાવતો રહીશ. તે બિચારી છેક જ એકલી પડી ગઈ હશે; પણ દીકરા, એ સમાચાર સામાન્ય જ હશે; મને કશું વિગતવાર તો એ ઘેરથી શી રીતે જાણવા મળવાનું છે?” “જુઓ કાકા, હું હમણું જ ત્યાં જઈ આવ્યો.” “હું ? હું ?” કાકાએ એકદમ આંખે – ચરમાં બધું એકદમ ઊંચું ચડાવી, નવાઈ પામીને પૂછયું. “તુમને મળવા નહીં; જો કે મિ. ડી પરગામ ગયા હોવાથી, મારે એમને મળવું હેત તો મળી શકત. પરંતુ હું તો સુસાનને મળવા ગયો હતો. મેં તેને કહ્યું કે, “હું કાલે સવારે વિદાય થાઉં છું; અને મારા કાકાને, તે દિવસથી માંડીને, એટલે કે જ્યારે મિસ ડેબી ભૂલાં પડી અમારે ઘેર આવ્યાં હતાં, ત્યારથી માંડીને સ્તો – તેમના સમાચાર જાણુતા રહેવાની તથા ઉપરાંતમાં તેમની કંઈ પણ સેવા બજાવી શકાય તો પણ બજાવતા રહેવાની બહુ ઉત્કંઠા રહે છે. એટલે તમે – સુસાન પતે – આવીને કે મિસિસ રિચાઝ મારફતે એમના ખુશીસમાચાર મારા કાકાને જણાવતાં રહેશે, તો તે બહુ આભારી થશે. સંજોગે પ્રમાણે આટલું તો કહી શકાય ખરુંને કાકા ?” “હા, દીકરા, તેં એને કહ્યું તે સારું કર્યું.” Page #164 -------------------------------------------------------------------------- ________________ વોટરની વિદાય અને કાકા મેં એમ પણ કહ્યું કે, મિસ ડેસ્બી વવર ખુશીઆનંદમાં છે, એટલા સમાચાર મારા કાકાને મળશે કે તરત તે મને પણ લખી જણાવશે; અને હું પણ દૂર રહ્યો રહ્યો એ સમાચાર જાણું બહુ રાજી થઈશ. સાચી વાત એ છે, કાકા, કે કાલે આખી રાત સુસાનને આ પ્રમાણે સંદેશે કરી આવવાના વિચારમાં ને વિચારમાં હું જરા પણ ઉો જ ન હતો; જોકે આજે ત્યાં કહેવા ગયો ત્યારે પણ છેવટ સુધી જાઉં કે નહીં, કહું કે નહીં, એવી ગડભાંજ જ ચાલ્યા કરતી હતી. પણ સંજોગો પ્રમાણે, મેં આ કહી દીધું એ સારું કર્યું, ખરું ને કાકા?” કાકાએ ડોકું જોરથી હલાવી વેટરની વાતમાં અંત:કરણપૂર્વક હાજિરે પુરાવ્યો. “અને કાકા, તમે જ્યારે કદી તેમને મળો – મિસ ડોમ્બીને સ્તો – અને શી ખબર, તમે કયારેક મળી શકશે જ, ત્યારે તમે જરૂર તેમને કહેજો કે, મને તેમને માટે કેટલી બધી લાગણી છે, તથા પરદેશ જવા આગમચ છેલ્લે દિવસે હું તેમને કેટલાં બધાં યાદ કર્યા કરતો હતો. અને કાકા તેમને એ વાત પણ કહેજો કે, તે દિવસે ભૂલાં પડ્યાં હતાં ત્યારે તેમના પગમાં તેમણે મોટા મોટા જે જેડા પહેર્યા હતા, અને જે વારંવાર તેમના પગમાંથી નીકળી પડતા હતા, તે જોડા હું મારી સાથે સંભારણું તરીકે બાબું ડેઝ લઈ ગયો છું.” અને તે જ ઘડીએ એક મજૂર તેમને ત્યાંથી જે મોટી ટૂંક ઉપાડીને બંદરે લઈ જતો હતો, તેમાં એ જેડા સાચવી -વીંટીને મૂકેલા હતા. વેટર બારણું તરફ પીઠ રાખીને ઊભો ઊભો કાકા-સેલ તરફ જોઈને આ બધું કહેતો હતો; કાકા-સલનું મેં બારણું તરફ હતું, અને વોલ્ટર સામે જવાય તેટલું જોઈ રહી, તેની બધી વાતો તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ડોમ્બી ઍન્ડ સન સાંભળતા હતા, અલબત્ત, વાક્ટરના મેલ તા ખરાખર તેમના કાને સંભળાતા હતા; પણ તેમની આંખે આંસુ-ભરાયેલી રહેતી હેાવાથી, વારંવાર લૂછતા રહેવા છતાં, તે વૅલ્ટરની મુખાકૃતિને સ્પષ્ટ જોઈ જ શકતા હતા, એમ ન કહેવાય. પણ અચાનક કાકા-સાલ બારણા તરફ નજર પડતાં જ ચાંકયા અને ઊછળીને ઊભા થઈ ગયા. વોલ્ટર ગાભરા થઈ પૂછ્યા લાગ્યા, થયું ? ” “મિસ ડેામ્મી !” બુઢ્ઢા સાલ-કાકા રાડ પાડી ઊઠયા. વાક્ટરે નવાઈ પામી પાછા વળીને જોયું તે! ખરે જ ર્ફોરન્સ ઉતાવળી ઉતાવળી બારણામાં દાખલ થઈ હતી. તેણે અંદર આવી, કાકા સલેમનના કેટના કલરના બે છેડા હાથ વડે પકડી તેમને ગાલ ઉપર ચુંબન કર્યું. એ છેકરીની માયાળુતા અને નિર્દોષતા તેનાં અંગેઅંગમાંથી ફેરી રહી હતી. પછી વાલ્ટર સાથે આંખે। ભેગી થતાં તે ખેાલી, “ પરદેશ જાએ છે કે, વૅટર ? ,, ' શું થયું ? કાકા, શું ' હા, મિસ ડેામ્મી, મારે પરદેશ જવાનું છે.” તમારા કાકાને તમારા જવાથી બહુ દુઃખ થશે; હા, હા, મને ખાતરી છે. જીએને એમનું માં! મને પણ એ જાણી બહુ દુઃખ થાય છે, વાલ્ટર.” << ઃઃ મિસ નિપર ઘૂરકી ઊઠી, “ મૂઆં મિસિસ પિપચિન જેવાંને મુકાદમ તરીકે અને શિંખરવાળાંને ગુલામે! તરીકે કામ કરવા પરદેશ ચડાવી દેતા હેાય તે। શું ખોટું?” આમ કહી તે ટેબલ ઉપર ચાનું પાણી ઊકળતું જોઇ, ચા બનાવવાની તૈયારી કરવા લાગી ગઈ. કાકા-સાલ હવે ફ્લોરન્સ તરફ દેવદૂત હેાય તેમ ભક્તિભાવથી જોતા જોતા ખેાલી ઊઠયા, “ આહા, કેવાં મેટાં દેખાઓ છે, કેવાં સુઘડ, અને છતાં તે દિવસે જેવાં હતાં તેવાં જ બરાબર છે, દીકરી !” Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વોટરની વિદાય “ખરું કહો છો, કાકાજી?” ફરન્સ બેલી. “હા, હા, તે દિવસે પણ તમારું માં બરાબર આવું જ દેખાતું હતું.” તો તમને હું હજી યાદ છું કેમ ? તે દિવસે તો હું બહુ નાની હોઈશ.” વાહ મારાં નાનકડાં દીકરી, હું તમને ભૂલી જાઉં ? કેટલી બધી વખત મેં તમને યાદ કર્યા કર્યા છે. અરે હમણાં જ તમે આવ્યાં તે જ ઘડીએ વલી તમારે વિષે જ વાત કરતો હતો, અને તમારે માટેના સંદેશાઓ મને ભાળવતો હતો.” ખરી વાત ? આભાર, વોટર; હું તો એમ માનતી હતી કે, તમે પરદેશ જવાની ધમાલમાં હશો એટલે ભાગ્યે હું તમને યાદ આવતી હોઈશ.” એમ કહીને તરત જ આભારની લાગણી વ્યક્ત કરવા ફરજો છેક જ સ્વાભાવિકતાથી પોતાનો હાથ ઑલ્ટર તરફ લાંબો કર્યો. વૉટરે તે હાથ પોતાના હાથમાં થોડી વાર પકડી રાખ્યો. ફલેરન્સના ચહેરા ઉપર અત્યારે જે આભા પ્રગટી રહી હતી, તે તરફ જોઈ રહ્યા બાદ, વૉટરે તેના તરફ એક વખત સેવેલા રોમાંચક ભાવો તરત જ તેના ચિત્તમાંથી ખસી ગયા. અત્યારે ફલૅરન્સના માં ઉપર, તેના ભાઈની મૃત્યુપથારી ઉપર સેવાચાકરી કરતી વખતે જે વાત્સલ્યમય ભાવ છવાયેલા ઑલ્ટરે જોયા હતા, તેવા જ ભાવ પ્રગટી રહ્યા હતા. સુસાને દરમ્યાન કયાંકથી બે વધુ પ્યાલા શોધી કાઢ્યા હતા, અને ગાળવા માટે ચા તૈયાર થાય તેની તે કાળજીપૂર્વક રાહ જોઈ રહી હતી. ફૉરન્સ હવે કાકા-સલ તરફ ફરીને કહ્યું, “કાકા, એક વાત તમને ખાસ કહેવા હું આજે આવી છું. તમે હવે એકલા પડવાના; અને વોલ્ટરની ગેરહાજરીમાં તમે મને વૉટરનું સ્થાન તો નહીં –એ લેવું તે કોઈને માટે અશક્ય છે – પણ તમારા સાચા . Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ડી એન્ડ સન સંબંધીનું સ્થાન લેવા દેશો, તથા મારાથી બને તેવી તમારી કંઈ પણ સેવાચાકરી કરવા દેશે, તો હું ખરેખર બહુ આભારી થઈશ.” સુસાન નિપરે પોતાની નેટના બે છેડામાંથી એક છેડે મેમાં નાખી જોરથી ચાવવા માંડયો. “હું જ્યારે જ્યારે તમને જોવા આવું, ત્યારે તમે મને આવવા દેજે; તથા તમારે વિષેના તથા વૅટર વિષેના બધા જ સાચા સમાચાર કહી સંભળાવજો. તથા હું ન આવી શકું અને સુસાન આવે તો પણ, તેને જજર વાત, કશું છુપાવ્યા વિના કહી દેજે. અમો બંનેમાં પૂરેપૂરો વિશ્વાસ રાખજે તથા ભરોસો રાખજે. અને અમે બંને જે કઈ તમારી સારસંભાળ લેવા ઇચ્છીએ, તે અમને લેવા . દેજે. બેલ કાકાજી, એટલું તમે કબૂલ રાખો છો કે નહિ ?” બિચારા કાકા-સેલ ડૂસકું ભરીને બોલી ઊઠયા, “બેટા વોલી, મારા વતી મહેરબાની કરીને જવાબ માટે એકાદ શબ્દ તેમને કહે જોઉં !” ના, ના, વોલ્ટર ! તમારે એક પણ શબ્દ બોલવાનું નથી. તેમને શું કહેવું છું તે હું સમજી ગઈ છું. તમારી મદદ સિવાય અમે બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું શીખી લેવું જોઈએ” સુસાને પહેલો છેડો છેક જ ચવાઈ ગયા હોવાથી બૉનેટનો બીજે છેડે ચાવવાનું શરૂ કર્યું; તથા છતમાંના અજવાળિયા તરફ નજર સ્થિર કરી, આખી વાતચીત પ્રત્યે સંમતિ દર્શાવવા ડોકું હલાવવા માંડયું. વૉટરે હવે જવાબ આપ્યો, “તમે બતાવેલ મમતા બદલ શી રીતે આભાર માનો એની મને પણ મારા કાકાની જેમ જ કશી સમજ પડતી નથી; અને ધારો કે એ વાતનો એક કલાક સુધી ચાલે તેટલો લાંબે જવાબ આપવાની મારી શક્તિ હોય, તો પણ તમે જે કર્યું છે, તે તમે જ કરી શકે. એ સિવાય બીજું હું કહી શકું એમ પણ નથી.” સુસાન નિપરે બેનેટને બીજે છેડો પણ ચાવીને પૂરો કર્યો. Page #168 -------------------------------------------------------------------------- ________________ વોટરની વિદાય ૧૩૭ “પણ વોલ્ટર, તમે ચાલ્યા જાઓ તે પહેલાં એક વાત મારે. તમને કહેવી છે. તમારે હવેથી મને ફલૅરન્સ કહીને બોલાવવાની છે; અજાણ્યાની પેઠે મિસ ડેબી કહીને નહિ, સમજ્યા ?” અજાણ્યાની પેઠે તો હું તમારી સાથે બોલી શકું એમ નથી, એની ખાતરી રાખજે.” વેટરે નિખાલસતાથી જવાબ આપ્યો. હવે ફૉરન્સ રડી પડી. તેણે કહ્યું, “પણ એટલું પૂરતું નથી, ઑલ્ટર; મારો ભાઈ તમને બહુ યાદ કર્યા કરતો. ભરતા પહેલાં તો તેણે મને કહ્યું હતું કે, “લ્ટરને ભૂલીશ નહિ.” હવે તો એ ચાલ્યો ગયો છે અને મારે બીજું કાઈ રહ્યું નથી, એટલે હવેથી તમારે મારા ભાઈ બનવાનું છે. હવે પછી આપણે એકબીજાથી ગમે તેટલાં દૂર હોઈશું કે વિખૂટાં પડ્યાં હઈશું, તો પણ હું તમને હરહંમેશ યાદ કર્યા કરીશ. મારે તમને આ વાત જ કરવી હતી; પણ મારું દિલ અત્યારે ભરાઈ આવેલું હોવાથી મારાથી તે બરાબર કહી શકાતું નથી.” અને હવે પોતાના હૃદયની પૂર્ણતા અને મધુર નિર્દોષતા દાખવવાની રીતે તેણે પોતાના બંને હાથ વોલ્ટર તરફ આગળ ધરી દીધા. લટરે પણ તે બંને હાથ હાથમાં લઈ નીચા નમી, પોતાનું મેં ફલેરન્સના આંસુભર્યા મોં ઉપર ગોઠવી દીધું. ફરન્સ તે વખતે જરાય પાછી ખસી નહિ, કે જરા પણ રતૂમડી બની ગઈ નહિ ? સચ્ચાઈ અને વિશ્વાસભરી નજરે તે વેટરની આંખો સામે જ જોઈ રહી. ઑલ્ટરના દિલમાંથી પણ તે જ ક્ષણે શંકા કે ક્ષોભની લેશમાત્ર આભા પણ દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે, આ નિર્દોષ બાળકી પોતે જે ભ્રાતૃપ્રેમને ઓળખે છે, તેને જ પોતાની સમક્ષ સર્વતોભાવે ધરી રહી છે. અને તે પ્રેમ સ્વીકારવામાં જે કૃતાર્થતા છે, તે બીજા કશામાં નથી ! આ બાળકીના નિર્દોષ ભાવને સંરક્ષ, તેને એવો જ અખંડ રહેવા દે, એ હવેથી જાણે તેનું એકમાત્ર કર્તવ્ય બની જતું હતું. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ડી એન્ડ સન સુસાન નિપરે હવે બોનેટના બંને છેડા સામટા ચાવવા માંડયા હતા, અને પેલા અજવાળિયા ઉપર પોતાના અંતરની બધી સંમતિ ડોકું હલાવ્યા કરીને ઠાલવવા માંડી હતી. તેણે તરત જ વાતચીતનો વિષય બદલવા, કેણ ચા સાથે દૂધ લેશે, ખાંડ લેશે, વગેરે સવાલ પૂછવા માંડ્યા. જતા પહેલાં ફૉરસે કાકા-સેલને પાછા પોતે કહેલી વાતો અને કરેલી શરતમાં ફરીથી બાંધી લીધા. પછી ઑલ્ટર તેને કોચ સુધી મૂક્વા ગયો ત્યારે ફલૅરન્સે રસ્તામાં વેટરને પૂછી લીધું – વોલ્ટર, કાકાજી સમક્ષ પૂછવાની મારી હિંમત ન ચાલી; પણ તમારે પરદેશ બહુ લાંબે વખત રોકાવાનું થશે ?” મને એમ લાગે છે; કારણ કે, મિ. ડોમ્બીએ મારી નિમણૂક તે જગા માટે કરી, ત્યારે એવું કાંઈક કહ્યું હતું ખરું.” આ નિમણૂક તમને સજા કરવા માટે કરવામાં આવી છે કે, તમારા ઉપર ખુશી બતાવવા ?” ઑલ્ટર એ પ્રશ્નને સાચો જવાબ મેં બેલવાની હિંમત કરી શક્યો નહિ. પરંતુ ફલેરન્સ તેના ચહેરા સામે જોઈ રહી હતી, એટલે તરત તે બોલી ઊઠી – મને એમ લાગે છે કે, તમે પપાના કૃપાપાત્ર કદી હતા જ નહિ, ખરુંને ?” હું તેમનો ખાસ કૃપાપાત્ર બનું એવું કશું કારણ પણ છે નહિ. પેઢીમાં મારા જેવા કેટલાયે માણસો કામ કરે છે, અને મારી તથા મિ. ડાબી વચ્ચે એટલું મોટું અંતર છે કે, હું મારું નોકરીનું કામકાજ કરું, એટલા માત્ર તેમની નજરમાં વસી જાઉં એવું બને પણ નહીં.” પણ ફરન્સ તે રાતે તેના પિતાના કમરામાં ગઈ હતી ત્યારના અનુભવ પછી તેના મનમાં જરાય શંકા રહે તેમ ન હતું કે, ઑલ્ટરને Page #170 -------------------------------------------------------------------------- ________________ વૉટરની વિદાય ૧૩૯ ફલોરન્સ સાથે જે પરિચય તે દિવસના અકસ્માતને કારણે થયો છે, તે કારણે જ વોટર ઉપર ઊલટું વેર રાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વૅટરના હોઠ ઉપર એ જ જાતનો જવાબ આવી રહ્યો હતો. પણ બંને જણ ચૂપ જ રહ્યાં. છેવટે ફૉરસે એટલું જ કહ્યું, “પણ તમે કદાચ બહુ જલદી પાછા આવી શકશે, વૉલ્ટર !” હા, છેક ઘરડો થયો હોઈશ ત્યારે કદાચ પાછો આવીશ.” “ના, ના, મારા પપા પિતાના શોકને ખંખેરી નાખશે, તે પછી કદાચ મારી સાથે ખુલ્લા દિલે વાતો કરતા થશે. તે વખતે મારે ખાતર તમને જલદી પાછા લાવવાનું હું તેમને જરૂર કહીશ.” કોચ હવે નજીક આવી ગયો હતો. ફૉરન્સથી જુદા પડવાનું દુઃખ હવે વોટર ઉપર ચડી વાગવા લાગ્યું. કાચમાં બેઠા પછી ફરજો વટરનો હાથ પોતાના બંને હાથમાં પકડો, અને તે વખતે તેના હાથમાં એક પેકેટ જેવું કશુંક મૂકી દીધું; તથા ઘેર ગયા વિના તેને જોવાની પણ મનાઈ ફરમાવી. પછી વૈટર તરફ ભાવભરી આંખે જોતાં ફૉરસે કહ્યું, “ભાઈ, આ ભેટ નાનકડા પલે આપેલી છે એમ માનજે; હરહંમેશ તમારી સહીસલામતી માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરીશ. વોટર, મને કદી ન ભૂલતા ! હું તમને એક ક્ષણ પણ ભૂલવાની નથી !” કેચ પડ્યો ત્યારે ફરજો દયા કરીને પોતાનું મેં અંદર રાખી, માત્ર પોતાનો નાકડો હાથ જ કાચની બારી બહાર કાઢી હલાવ્યા કર્યો. કાચ દેખાતો બંધ થયા પછી ઑલ્ટરે પિલું પૅકેટ ખેલીને જોયું તો તેમાં એક નાનકડી થેલી હતી, અને થેલીમાં પૈસા હતા. બીજે દિવસે સવાર થતાં જ કેપ્ટન કટલ નાસ્તા માટેનું થોડુંક ' ધૂળધમાં પોતાના કાટના પહોળા ખીસામાં ભરી લઈને સેલિને ત્યાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ડેરી એડ સન આવી પહોંચ્યા. તેમણે તરત જ ઑલ્ટરને કહ્યું, “દીકરા, તારો કાકે જે હું માનું છું તે ખરેખર સમજદાર માણસ હશે, તો મેંડિર દારૂની પિલી બાકી રહેલી બાટલી આજે જરૂર કાઢશે.” કાકા-સેલ તરત જ બોલી ઊઠયા, “ના, ના, ને; એ બાટલી તે જ્યારે વૉટર પરદેશથી પાછા આવશે, ત્યારે જ ઉઘાડીશું.” કેપ્ટને તરત ખેલદિલીથી આ નિરધારને પોતાનો હોય તેટલી જ ઉત્કટતાથી “હિયર, હિયર” કહીને બિરદાવ્યા; તથા જણાવ્યું કે, “એ બાટલી તેડતી વખતે આપણે ત્રણે જણ હાજર હોઈશું, એ અત્યારથી લખી રાખે !” કેપ્ટન ખુશીઆનંદ વ્યક્ત કરવાને ગમે તેટલો કઢંગો પ્રયત્ન કરતા હતા, છતાં તેમના અંતરનો ફફડાટ અને વેદના તેમની બધી ચેષ્ટાઓમાં ભારોભાર વ્યક્ત થતાં હતાં. નાસ્તા પછી ઑલ્ટર છેવટના ઉપર જઈ આવીને જેવો નીચે ઊતર્યો, તે જ બારણામાં કોઈને ડોકિયું કરવું જોઈને તથા તેને ઓળખી કાઢીને રાજી થતો થતો બેલી ઊડ્યો, “મિ. કાર્કર !” આટલું કહી, તે જોન કાર્કર-જુનિયરને હાથ ભારપૂર્વક દબાવીને તેમને દુકાનમાં ખેંચી લાવ્યો. “ તેમને બેસાડવા પછી વોટર બોલ્યો, “મને વિદાય આપવા આટલી વહેલી સવારે અહીં સુધી આવ્યા તે બદલ તમારો આભારી છું. જતા પહેલાં તમારી સાથે હાથ મિલાવતાં મને કેટલે આનંદ થશે, એ તમે જાણે છે એટલે જ દોડી આવ્યા છે. ખરે જ, મને આ તક તમે આપી, તેથી હું ઘણો જ રાજી થયે છું !” મિ. કાર્કર-જુનિયરે જવાબમાં ગંભીર ચહેરે એટલું જ કહ્યું, “લટર, આપણે ફરી કદી ભેગા થવાના નથી; અને તેથી તરે હાથ પકડવાની તથા તારી સાથે વાતચીત કરવાની આ તક મળવા બદલ મને પણ પારાવાર આનંદ થાય છે. તું મને હંમેશ Page #172 -------------------------------------------------------------------------- ________________ વોલ્ટરની વિદાય ૧૪૧ ખુલ્લા દિલથી બેલાવતો, પણ મેં તને કદી આવકાર્યો નથી. એટલે જતા પહેલાં તને મળી લેવાનું મને ખાસ મન હતું.” પણ મિ. કાર્કર, તમે મારી સાથે કેમ બોલતા નહતા ? મારાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કેમ કરતા હતા ? તમારી સાથેના પરિચયથી મને લાભ જ થાત – મારું હિત જ થાત –” ના ભાઈ ના; મારાથી આ જગતમાં કે આ જીવનમાં કોઈનુંય કશું ભલું થઈ શકે તેમ હોત, તો વોટર, હું તારા માટે જ તેમ કરવા પ્રયત્ન કરત. રોજબરોજ તને દૂરથી જોઈનેય મને કેટલો આનંદ થતો, તેની ખબર, અત્યારે હવે તું જવાનો થયો ત્યારે મને વિશેષ કરીને પડે છે.” “અંદરની બાજુ આવે, મિકાર્કર, મારા બુદ્ધા કાકાની ઓળખાણ કરાવું. તમારે વિષે મેં તેમને વારંવાર વાત કરી છે, અને મારી ખબર અવારનવાર તમને પહોંચાડતા રહેવાનું તેમને ગમશે. અલબત્ત, આપણી છેવટની વાતચીત અંગે મેં તેમને કશું જ નથી કહ્યું; કોઈને પણ નહીં, એની ખાતરી રાખજે, મિ. કાર્કર.” બિચારા જુનિયરે ઑલ્ટરનો હાથ ભાવપૂર્વક દાખ્યો. તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં. હું જો કદીય તેમની સાથે ઓળખાણ કરીશ, તો તે તારા સમાચાર મને મળે તે માટે જ. તારા સિવાય મારે કોઈ મિત્ર કે સંબંધી નથી; અને બીજા કોઈને હું મારા મિત્ર બનાવતો પણ નથી.” મિ. કાર્કર, તમે મને ખરેખર તમારા મિત્ર બનાવ્યો હોત, તો કેવું સારું થાત ? તમારી મિત્રતા હંમેશ હું ઈચ્છયા કરતો.” “ભાઈ તું હંમેશ મારા અંતરને ખરેખર મિત્ર રહ્યો છે. અને મેં જ્યારે તને મારી વધુ નજીક આવતો ટાળ્યો છે, ત્યારે જ મારું અંતર ખરેખર તને સૌથી વધુ ચાહતું હતું તથા તારા પ્રત્યેના ભાવથી જ ભરેલું હતું, એટલું આજે તને કહી દઉં છું. બસ ત્યારે વિદાય, ભલા વૅટર !” Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૪૨ ડેલ્બી ઍન્ડ સન આવજે! મિ. કાર્કર, ભગવાન હંમેશાં તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખે.” “ભાઈજ્યારે કદી તું પાછો દેશ આવે, અને મિત્ર ડેબીની ઓફિસના મારા રોજના ખૂણે મને બેઠેલે ન જુએ, ત્યારે હું ક્યાં સૂતો છું તે અવશ્ય ખેાળી કાઢજે અને મારી કબર આગળ આવી મને યાદ કરી જજે. તે વખતે તું એટલે જ વિચાર કરજે કે, હું તારા જેટલો જ પ્રમાણિક અને સુખી થઈ શક્યો હોત; અને મારા અંતકાળે હું એટલે વિચાર જરૂર કરીશ કે, મારા પ્રથમના દિવસો જે એક ભલે અને નિર્દોષ માણસ મારી કબર આગળ ઊભો રહી ક્ષમ અને કરુણું સાથે મને એક દિવસ યાદ કરશે.” આટલું બોલી મિ. કાર્કર ત્યાંથી જ પાછા ફરી ગયા. વખત થયે કેપ્ટન કટલ, કાકા-સલ અને ઑલ્ટર સ્ટીમબેટમાં બેસી, જ્યાં ઑલ્ટરનું જહાજ “સન એન્ડ એર” તૈયાર થઈને ઊભું હતું, ત્યાં જઈ પહોંચ્યા, અને તૂતક ઉપર ચડી ગયા. જ્યારે જહાજ ઊપડવાને વખત થયો ત્યારે કેપ્ટન કટલ વૉલ્ટરને એક બાજુ લઈ ગયા અને પિતાના ખીસામાંથી પોતાનું ઘડિયાળ ખેંચી કાઢી તેના હાથમાં મૂકતાં બોલ્યા, “વોટર, દીકરા, આ મારી યાદગીરી ! રોજ સવારના તેને અર્ધો કલાક પાછું મૂકવું અને પાછો પહેર થયે બીજે પ કલાક પાછું મૂકવું, એટલે આ ઘડિયાળ જે સમય બતાવશે, તેને ભલે ભૂપ પણ ખોટે નહિ પાડી શકે.” “ના કેપ્ટન કાકા, એ ઘડિયાળ તમારી પાસે જ રહેવા દો; મારી પાસે એક તો છે.” એટલે કેપ્ટને બીજા ખીસામાંથી બે ચમચા અને બે ચમચી ખેંચી કાઢી અને વૉલ્ટરના હાથમાં મૂકી તેને હાથ દબાવી દીધો. ના, ના, એ પણ તમારી પાસે રહેશે તો મારા કરતાં તમને વધુ ઉપયોગમાં આવશે.” Page #174 -------------------------------------------------------------------------- ________________ મિ. ડીને પ્રવાસ ૧૪૩ કેપ્ટન કટલને એ બધું દરિયામાં જ ફેંકી દેવાની તૈયારી કરતા જોઈ તે બેલ્યો, “કેપ્ટન કાકા, તમારી યાદગીરીમાં તમારો આ દંડ મને આપે. જ્યારે ને ત્યારે મને તમારે આ દંડે પડાવી લેવાનું મન થયા કરતું. બસ ત્યારે, આવજો ! અને કાકા-સેલની સંભાળ રાખજે! ભગવાન તમારું ભલું કરે!” વહાણ ઊપડ્યા પછી કેપ્ટન કટલ અને સોલેમન જિસ ઘેર આવી, તરત જ એ વહાણ કેટલું દૂર પહોંચ્યું હશે તેની ગણતરી કરવા નકશે લઈને બેસી ગયા. તે પછી કેટલાય દિવસ સુધી તે બંને ભેગા થાય એટલે પહેલું કામ ટેબલ ઉપર નકશો પાથરી, વેલ્ટર કયાં પહોંચ્યું હશે, તેની નિશાની નક્કી કરવાનું જ કરતા. ૨૦ મિડોમ્બીને પ્રવાસ Iભ૦ ડોમ્બી સાથે પ્રવાસે નીકળતા પહેલ મેજર બેગ કે તેમને પિતાને ત્યાં નાસ્તા માટે લાવ્યા હતા. નાસ્તો પરવારીને ત્યાંથી જ તેઓ બંને રેલમાર્ગે લીમિંટન જવાના હતા. મિ. ડાબી આવતાં જ મેજરે આવકાર આપતાં જણાવ્યું – બી તમને મળતાં મને આનંદ થાય છે – અરે ગર્વ જ અનુભવું છું; અને આખા યુરોપમાં થઈને એવા ઘણું માણસ નથી, જેમને માટે જે. બૅગસ્ટક આ શબ્દો ઉચ્ચારે; કારણ કે જોશ ઘણે બુટ્ટો માણસ છે; એ ઝટઝટ કેઈને નમ્યા કહે તેવો નથી. એ એનો સ્વભાવ છે – પ્રકૃતિ જ છે, કહોને મારા સાહેબ, પણ સાચી વાત એટલી છે કે, જોયે-બી તમને મળીને ગર્વ અનુભવે છે, ડેબી.” Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ડાબી ઍન્ડ સન મેજર, ખરેખર મને તમે ઘણે આભારી કરી મૂકયો” મિ. ડોમ્બીએ જવાબ આપ્યો. ના સાહેબ, ના; ખોટી ખુશામત એ મારી પ્રકૃતિ જ નથી, બુટ્ટા-જેની એ પ્રકૃતિ જે હોત, તે તો તે કયારનોય લેફટનન્ટ જનરલ સર જેફ બેંગસ્ટક કે. સી. બી. થઈ ગયો હોત; અને તમને બીજા જ મકાનમાં આવકારવા સદ્ભાગી થયો હોત. તમે હજુ બુદ્દા-જ'ને ઓળખતા નથી સાહેબ. પરંતુ આ મુલાકાતને તે ખાસ વિશિષ્ટ પ્રકારની ગણતો હોઈ, બુદ્દો-જે ખાસ ગર્વ અનુભવે છે – પોતાને બહુમાન મળ્યું ગણે છે.” મિ. ડોમ્બી એમ માનતા જ હતા કે, પિતાના પૈસાને કારણે પિતાને આવકારતાં કોઈને પણ આનંદાભિમાન થાય જ; એટલે તેમણે એ સ્વતઃસિદ્ધ વસ્તુની બાબતમાં કશો વિરોધ ઉઠાવવાનું મુનાસિબ ન માન્યું. તેમને એટલો સંતોષ જરૂર થયો કે, મેજરની બાબતમાં તેમણે કરેલી ધારણ સાચી નીવડી છે અને પોતાના વ્યાપારિક ક્ષેત્રની બહારએક ઓફિસર અને જેન્ટલમેન સુધી પિતાને પ્રભાવ પહોંચ્યો છે, એ જોઈ તે રાજી જ થયા. મિ. ડોમ્બીને બીજા કોઈ ખાસ મિત્રો – પરિચિતો હતા જ નહિ; ગરીબ ખુશામતિયા લોકો પોતાની પાસેથી લાભ ખાટી જવા ખાતર જ પોતાની આસપાસ ટોળે મળે, તેમાં તો કશો લાભ નહિ; અને પોતાની સમાન કે પોતાનાથી ઊંચા બીજા તવંગરે તો તેમને હરીફ રૂપ જ લાગતા, એટલે તેમની સાથે તે અક્કડતા અને અલગતા સિવાય બીજો ભાવ ધારણ કરવા ઈચ્છતા નહિ. એટલે આ મેજર ઑગસ્ટક જ તેમને બધી રીતે અનુકૂળ આવી ગયો. તે ગરીબ ન હતો; “સોસાયટી થી પરિચિત હતો; અને છતાં પિતાનાથી નીચે – દબાયેલો રહેવા અને દેખાવા જેટલી તેનામાં સમજદારી હતી ! મેજર ઑગસ્ટક તરત જ પિતાના નેટિવ' નેકરને જે દમદાટી ભિડાવવા માંડી અને જે હુકમદારીથી કામ લેવા માંડયું, તેથી Page #176 -------------------------------------------------------------------------- ________________ મિ. ડેને પ્રવાસ ૧૪૫ મિ. ડોમ્બીને વિશેષ ખાતરી થઈ ગઈ કે, માણસ તરીકે મેજર ઑગસ્ટક ભારે સમજદાર માણસ છે – માણસ માણસ વચ્ચેનું અંતર તે બરાબર સમજે છે અને જાળવી જાણે છે ! નાસ્તા દરમિયાન ખંધા મેજરે મિ. ડોમ્બીને પૂછયું, “તમે પેલી બારી તરફ જોયા કરે છે; તો શું તે તરફ આપણું વહાલાં બાનુ તમારી નજરે પડયાં કે શું ?” મિસ ટેકસની વાત કરે છે ? ના, હજુ સુધી દેખાયાં નથી.” બહુ સુંદર વ્યક્તિ છે, સાહેબ.” હા, મિસ ટોકસ બહુ ભલું માણસ છે, એમ મને લાગે છે.” “અરે સાહેબ, આ બુટ્ટો-“જો એક વખત એ ક્ષેત્રે બહુ માનીતી વ્યક્તિ હતો. બુટ્ટા-જો નો પણ દિવસ હતો, મારા સાહેબ, માત્ર હવે જે બેંગસ્ટોકનો દીવો ગુલ થઈ ગયો છે; એ બાઈ બહુ મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છે, સાહેબ.” એમ?” મિ. ડેમ્બમે જરા પણ ઉત્સુકતા કે ગરમી બતાવ્યા વિના સ્વાભાવિક અવાજે પૂછયું. પણ મેજરને આજે એ બાબતનો ફેંસલો કરી નાખ્યો હતો. એટલા માટે તે વખત જોઈને તેણે આ મુલાકાત ગોઠવી હતી. એ સ્ત્રી એની રીતે એક લેભામણ સેતાન છે, મારા સાહેબ, પણ “જોયે-બીને પણ આંખો છે! તે જોઈ શકે છે ! અરે, હિઝારેયલ હાઈનેસ ડયૂક ઑફ કે સુધ્ધાં કબૂલ કર્યું હતું કે, “જોયે 'ની નિરીક્ષણ-શક્તિ ભારે છે. એ બાઈએ હવે લગ્નને ક્ષેત્રે બહુ ઊંચી નજર નાખી છે, મારા સાહેબ ! આકાશ જેટલે ઊંચે જ કહો ને !” તો મારે કહેવું જોઈએ કે, એ બાઈ ભારે ભૂલ કરે છે.” “એમ ન કહેતા, મારા સાહેબ, જુઓને, હમણાં હમણાં તેણે તમારા ઘર તરફ પણ પગલાં માંડ્યાં જ છે ને, સાહેબ! ને કેટલી બધી વાર તમારે ત્યાં આવજા કરે છે ! એ બાઈની તાકાત ભારે છે– ” ડા.-૧૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન “ હુ1; મિસિસ ડેાખીના મૃત્યુ વખતે તે મારી બહેન સાથે આવ્યાં હતાં; મારા નાના પુત્ર તરફ તે અરસામાં તેમણે ઠીક મમતા દાખવી હતી તથા જહેમત ઉઠાવી હતી. અલબત્ત, ત્યાર પછી પણ મારાં બહેન સાથે તે અવારનવાર આવે – જાય છે અને ઘરની નાની મેટી સેવાઓ જરૂર ખાવે છે. અલબત્ત, કાઇ પણ વ્યવસ્થિત ઘરમાં પણુ, એવાં નાનાં મેટાં કામે કરવા ઇચ્છનારને જરૂર મળ જાય; અને એવી સેવાએ! બજાવવા બદલ તેમની સમુચિત કદર પણ કરવામાં આવે છે. પણુ, હું ભૂલતે ન હેાઉં તે, તમારી સાથેના પરિચય માટે પણ હું મિસ ટૅક્સને જ આભારી છું તે, મેજર ? ’ ના, ના, ડેામ્બી; એ વાતને વિરોધ મારે કરવા જ પડશે. તમારી સાથેના મારા પરિચય માટે અને તમને જે છે તે માટે, આપણે બંને એના નહિ, પણ એક ઉમદા – ખાનદાન વ્યક્તિના આભારી છીએ – તમારા પેાતાના સદ્ગત સુપુત્રના ! ’” 66 કંઈ મારા પરિચય ૧૪૩ પણ એટલામાં મિસ ટૅક્સે પેાતાની બારી આગળનાં ફૂલનાં કૂંડાંને પાણી પાવા નિમિત્તે દેખા દીધી; એટલે મેજરે પેાતાનું માથું ઘુમાવતાં અને ડાળા ફાડતાં સ્વગત ખેલવા માંડયું : “તું બહુ ચાલાક ખટપટી ખાઈ છે ! પણ યાં સુધી તું તારી પેાતાની જાતને હાસ્યાસ્પદ બનાવીને અટકતી હે, ત્યાં સુધી મુઢ્ઢા જૉ ને કશેય વાંધે। નથી; પણ મિ॰ ડામ્બી જેવા મારા સંમાનિત મિત્રની આબરૂને બટ્ટો લાગે એવું કરવા તું જાય, ત્યારે બુઢ્ઢો-‘જૉ” ચૂપ રહે, એવી આશા ન રાખતી ! ભલેને ‘જૉ’ તારા ખરીદી લીધેલે ગુલામ હાય ! ” ', મિ॰ ડેમ્ની એકદમ ચેાંકયા. તે ખેાલી ઊઠયા, “ તે શું તમે એમ સૂચવવા માગે છે કે, મિસ ટ્રીકસ ખરેખર મારા તરફ "" “હું કશું સૂચવવા માગતા નથી; પણ ‘ જૉયે ’-બી॰ દુનિયાને માણસ છે, સાહેબ; તેણે આ દુનિયામાં ખાસાં વર્ષ ગાળ્યાં છે; અને તેની આંખેામાં ધૂળ નાખવી અશકય વસ્તુ છે, મારા સાહેબ; એ સ્ત્રી ભારે નટખટ, મહત્ત્વાકાંક્ષી અને સેતાની ખાઈ છે!” Page #178 -------------------------------------------------------------------------- ________________ મિ. ડીને પ્રવાસ ૧૪૭ મિ. ડોમ્બીના મેં ઉપર ગુસ્સાની ઝાળભરી છાયા ફેલાઈ વળી. બસ, આ વિષય ઉપર જોસફ બૅગસ્ટકને મેંએથી વધુ કાંઈ જ નહિ નીકળી શકે, સાહેબ “જો એ કંઈ પીઠ પાછળ સ્ત્રીઓની વાતો કરનાર માણસ નથી. પણ પ્રસંગો એવા હોય, કે જ્યારે તેણે બલવું જ જોઈએ, ત્યારે તે જરૂર બોલવાનો જ. જ્યારે પોતાના કઈ ભલાભોળા મિત્ર ઉપર એ સ્ત્રી એંઠી નજર નાખી રહી હોય કે પિતાના પંજા ફેલાવી રહી હોય, ત્યારે મેજર ઑગસ્ટક ચૂપ રહે એવી આશા તેની પાસે ન રાખશે, મેડમ! ભલેને તમારી જાદુગરીની શક્તિ ગમે તેવી ખતરનાક હોય ! ” આ છેલા શબ્દો સામે દેખાતી મિસ ટકસને ઉદ્દેશીને મેજર બોલ્યા હતા, એ કહેવાની જરૂર નથી. નાસ્તો પતવી બને જણ સ્ટેશને આવ્યા. ગાડી ઊપડવાની વાર હતી, એટલે મિત્ર ડોમ્બી અને મેજર પ્લેટફોર્મ ઉપર આમ તેમ આંટા મારવા માંડયા. એંજિન પાસે જ્યારે જ્યારે તેઓ આવતા, ત્યારે ત્યાં ઊભેલો એક માણસ પોતાની હેટને હાથ અડકાડી તેઓને સલામ ભરતો. એક વાર તો પછી તે આ લોકોની સામે જ આવ્યો અને ટોપ માથા ઉપરથી ઉતારી મિત્ર ડાબીને સંબોધીને બે – માફ કરજો સાહેબ, પણ ભલાચંગા તો ખરાને ?” એ માણસનાં કપડાં રેલવેની રાખ, રોટી અને તેલથી એવાં થઈ ગયાં હતાં કે, મૂળ વરદીને જ રંગ એળખાય તેવો ક્યાંય રહ્યો ન હતો. તે ટૂડલ હતો. તેણે સાથે સાથે જ ઉમેર્યું, “હું જ સાહેબ, એંજિનને કોલસાથી ધમધમાવીને તમને ગડગડાવી જવાનો છું !” આટલું કહ્યા છતાં મિ. ડાબીને કશો ભાવ બતાવતા ન જોઈ તેણે પોતાની ખાસ ઓળખાણ આપી : “મારી ઘરવાળી પેલી સાહેબ, જેને તમારા ઘરમાં રિયાઝ કહેતા, તે તમારા દીકરાની નર્સ હતી સાહેબ !” Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ડી એન્ડ સન મિ. ડોમ્બીને હવે ઓળખાણ પડી; પરંતુ સાથે સાથે એ ઓળખાણ કાઢવા બદલ મિડોમ્બીને મોં ઉપર તરત જ ગુસ્સાની એવી છાયા ફરી વળી કે, પેલો બિચારો આગળ બેલતે તરત રોકાઈ ગયો. તારી બૈયરને પૈસા જોઈએ છે, નહિ ?” મિ. ડીએ ખીસામાં હાથ નાખતાં તુચ્છકારથી પૂછયું. ના સાહેબ, આભાર; મને ખબર નથી. મારે તો નથી જ જોઈતા. અમારું બહુ સારું ગબડે છે, સાહેબ; અને એ બાબતમાં અમારે કશી ફરિયાદ-કરવાપણું નથી. તે પછી તો અમારે ચાર છોકરાં બીજાં જન્મ્યાં સાહેબ, પણ અમારી ગાડી બરાબર ગડગડશે જાય છે, સાહેબ.” મિ. ડોમ્બીને પિતાની ઘોડાગાડીના ગડગડતા પૈડા નીચે આ માણસને છુંદી નાખવાનું મન થઈ ગયું. પણ પેલાએ આગળ ગડગડાવ્યું રાખ્યું – ' અમારું એક બાળક ગુજરી ગયું, સાહેબ, એની ના પાડી શકાય તેમ નથી, અલબત્ત.” “તાજેતરમાં જ ને ?” મિ. ડોબીએ ઉમેર્યું. ના સાહેબ, ત્રણેક વરસ થયાં. પણ બાકીનાં બધાં મજામાં છે. અને સાહેબ, તમને મેં કહ્યું હતું તેમ, મારા છોકરાઓએ ભેગા થઈ મને છેવટે વાંચતો કરી નાખ્યો છે—” ચાલો મેજર,” મિડાબીએ વાત કાપવા પ્રયત્ન કર્યો. માફ કરજો સાહેબ,” ટૂડેલે વચ્ચે આવી તેઓને રોકતાં કહ્યું; “પેલો મારે છોકરો હતો ને, બાઈલર–જેને તમે ચેરિટેબલ ગ્રાઈન્ડર બનાવવા મહેરબાની કરી હતી, તે બહુ બગડી ગયો સાહેબ.” બગડી ગયો?” મિ. ડેખિીએ કંઈક સંતોષ સાથે પૂછયું. “બહુ બેટી સેબતે ચડી ગયો સાહેબ. કોઈનું સાંભળતો નથી; પેલી બિચારી બહુ ચિંતા કરે છે.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ નવા ચહેરા મિ. ડીએ હવે મેજરને સંબોધીને કહ્યું. “આ માણસના છોકરાને કેળવણી અપાવવા મેં પ્રયત્ન કર્યો હતો તેની વાત છે.” સાહેબ આ બુટ્ટા - “જો’ની સલાહ માને, તો આ લોકોને કેળવણુ અપાવવા કદી પ્રયત્ન ન કરતા. હંમેશાં તે નિષ્ફળ જ જાય છે.” ડાઘિયા કૂતરા જેવો એક માણસ બધાં છોકરાંને ધર્માદાની રીતે મારેપીટ, બાંધે મૂડે, ગાળો ભાંડે કે લોહીલુહાણ કરે, એ કંઈ તેમને કેળવણું આપવાની સાચી રીત ન હોઈ શકે, એમ કદાચ ટૂડલ કહેવા જાય, તે પહેલાં મિ. ડાબી તુચ્છકારપૂર્વક બોલી ઊયા, “આ નાલાયક લેકને કેળવણું આપી ભલું કરવા જાઓ, તેને કેવો બદલે મળે, તે જોયું ? ઉપરથી તેને બગાડી મૂક્યો એવી ફરિયાદ કરવા આવે છે ! ” મેજર એ બાબતમાં પૂરા સંમત જ હતા. વખત થતાં ગાડી એક મોટી ચીસ નાખી, ગર્જના અને ખટાખટ કરતી ઊપડી. ૨૧ નવા ચહેરા લાર્મિઝન આવી મેજર અને મિત્ર ડોમ્બી યલ હોટલમાં ઊતર્યા. ત્યાં આવ્યા બાદ મિ. ડોમ્બીને પોતાની જૂની ટેવ પ્રમાણે પિતાના ઓરડામાં ભરાઈ રહેવાનું જ મન થતું; પણ મેજરના આગ્રહથી તે તેમની સાથે બહાર ફરવા નીકળતા. મેજર આખે રસ્તે સામે મળતાં ઓળખીતાં માણસની સારીનરસી વાતો કર્યા કરતો. એમ સવારે જ્યારે મેજર ફરવા નીકળવા બોલાવે, ત્યારે કે મિ. ડેબી પ્રથમ તો ના જ પાડે; પણ પછી મેજરની સાથે ફરવા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ડે બી એન્ડ સન નીકળ્યા બાદ, તેમના શરીર-મનને જે આનંદ અને તાજગી મળ્યા જેવું લાગે, તે કારણે પછીને દિવસે પાછા મેજર જેડે તે ફરવા નીકળે જ. આજે પણ તેઓ એક બીજાની સાથે હાથમાં હાથ મિલાવી ફરવા નીકળ્યા હતા, તેવામાં તેમણે તેમની સામે એક પૈડાં-ખુરસી ગબડી આવતી જોઈ. એ પૈડાં-ખુરસીમાં એક બાજુ બેઠેલી હતી, અને તેના હાથમાં ખુરશીને મન ફાવે તે દિશામાં વાળવા માટે સુકાન જેવો દાંડે હતો. અલબત્ત, એ ખુરશી કઈ શક્તિથી ચાલતી, એ આગળથી તો દેખાતું ન હતું. એ બાનુ જુવાન નહોતી જ; ખાસી સિત્તેર વર્ષની હશે; પણ અનેક કરામતેથી તેણે પોતાના ચહેરાને ખીલતી ગુલાબની કળી જેવો દેખાડવા પ્રયત્ન કરેલો હતો, તે ઉઘાડું દેખાઈ આવતું હતું. તેને પિશાક તથા ચેષ્ટાઓ પણ સત્તાવીશ વર્ષની યુવતીને છાજે તેવાં જ હતાં. એ ખુરશીની સાથે સાથે હાથમાં પેરેલ (છત્રી) પકડી જે એક યુવતી ચાલતી હતી, તે ખરેખર યુવાન હતી, સુંદર હતી, અને વધુમાં તો ગૌરવશાળી હતી. તેના હાથનું પેરેસલ પણ તે હમણાં હાથમાંથી નાખી દેશે, એ રીતે તેણે પકડી રાખ્યું હતું. તે પોતાનું માથું અવારનવાર છંટકારતી રહેતી તથા પાંપણો વારંવાર નીચી ઢાળ્યા કરતી – જાણે આ તુચ્છ દુનિયામાં તેને નિહાળવા જેવી કોઈ વસ્તુ જ નથી. અલબત, અરીસો એકલે એમાં અપવાદરૂપ ગણાય; કારણ કે, એ તો તેનો જ દર્શનીય ચહેરે પ્રતિબિંબિત કરવા જેટલે સમજદાર હતો. મેજર એ કાફલાને નજીક આવેલો જોઈ તરત જ પોકારી ઊઠયા, “વાહ, આ વળી શી આક્ત સામે આવીને ખડી છે !” પેલી ખુરશીમાં બેઠેલી બાનુએ લલકારની રીતે કહ્યું, “વહાલી એડિથ, જેયું, મેજર ઑગસ્ટક !” તરત જ મેજર મિ. ડેબીને હાથ છોડી, આગળ ધસ્યા અને ખુરશીમાંની બાનુને હાથ પોતાના હાથમાં લઈ, તેમણે પોતાને Page #182 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરા ૧૫૧ હાડે ચાંપી દીધા. પછી પેાતાનાં અંતે હાથ-માજાં છાતીએ ખાવી, તેમણે નીચા નમી બીજી યુવતીને નમન કર્યું. ખુરશી ઊભી રહી. તરત જ તેની પાછળથી માથા વડે તેને ધકેલનારા પણ ઊભા થયે।. ટાપા સાથે ખુરશી-ગાડીને ધકેલતે હેવાથી, તેને ટાપે તેના માથા ઉપર વિચિત્ર રીતે ચપટા બેસી ગયેા હતેા. : મેજરે હવે જાહેર કર્યું, હું જૉ ’બૅંગ્સ્ટીક આજની આ અણુધારી મુલાકાતને કારણે આજના દિવસથી માંડી આખી જિંદગી સુધી એક સુખી અને ગૌરવશાળી માણસ બની રહેશે.” ** જુઠ્ઠા માણસ, તું કયાંથી સામે આવી પડયો ? મારાથી તારું મેાં જોયું જતું નથી.” પેલાં ખુરશી-ખાતુએ ણુકા કર્યાં. “તા બુઢ્ઢા-જૉતે પેાતાના એક સંભાવિત મિત્રની રજૂઆત કરવા પરવાનગી આપેા; મિ॰ ડેાશ્મી, મિસિસ કયૂટન.” ખુરસીમાં એડેલીએ એળખને સુંદર ચેટા સાથે સ્વીકાર કર્યાં. પછી મેજરે પેલી યુવતીની આળખ આપતાં કહ્યું, “ મિ॰ ડામ્બી, મિસિસ ગ્રૅંગર. "" જવાબમાં તે યુવતીએ મિ॰ ડામ્બીને ટાપા હાથમાં લઈ નીચા નમી નમન કરતા જોવા જેટલી નજર તે તરફ ફેરવી. પછી મેજરે મિ॰ ડેામ્મીને સંખેાધીને કહ્યું, “મિસિસ સ્કટ્યૂટન હંમેશાં મુટ્ઠા-જૉશના હૃદયમાં તરખાટ મચાવતાં રહે છે.’’ મિ. ડામ્મીએ જવાબમાં સૂચક ચેષ્ટા કરી કે, એ બાબતમાં નવાઈ પામવા જેવું શું છે? “દુષ્ટ પિશાચ, હવે તારી ખુશામતા રહેવા દે; પણ તું કયારને અહીં આવ્યા છે, એ તેા કહે.” : “ એક દિવસ થયા.’ ‹ અને તારા જેવા ભૂંડને, વળી આ રમણીયતાની શી કદર? ’’ સ્વર્ગીય કુદરતની Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ડી એન્ડ સન મારા મિત્ર ડેબી, પરંતુ, કુદરતી સંદર્યના કદરદાન છે; તે આ દુનિયાના સૌથી મોટા શહેરની એક સંભાવિત જાણીતી વ્યક્તિ છે—” રહેવા દે; એમનાથી અને એમના વૈભવથી કોણ પરિચિત નથી ?” મિસિસ ક્યૂટને જવાબ આપ્યો. મિડોમ્બીએ એ વખાણનો સ્વીકાર પોતાની ડોક થેડી નીચી નમાવીને કર્યો. પેલી યુવતી એ બધું તીરછી ઝીણી આંખે તુચ્છકારપૂર્વક જોઈ રહી. મિ. કૅમ્બીએ તેને પૂછયું, “તમે અહીં જ રહો છો, મેડમ ?” ના, ને; અમે ધણી ઘણું જગાઓએ ફર્યા કરીએ છીએ. સમાને એક જગાએ સ્થિર થઈને રહેવા કરતાં જુદાં જુદાં સ્થળોએ ફરવાનું બહુ પસંદ છે.” “જોકે એડિથને એ વસ્તુ પસંદ નથી.” મિસિસ ક્યૂટને પુત્રીની વાતમાં ઉમેરો કર્યો. પણ આ બધાં સ્થળામાં જુદાપણું જેવું જ હવે શું રહ્યું છે? બધે એકસરખું જ જીવન થઈ ગયું છે.” એડિથે તુચ્છકારથી કહ્યું. સાચું પૂછે, મિ. ડોબી, તો હું ગોવાળણ થઈ ગાયો વચ્ચે જ રહેવાનું વધુ પસંદ કરું. પણ જીવનની શરૂઆતથી ભારે “સોસાયટી માં જીવન ગાળવાનું જ આવ્યું, અને મારી અંતરની ઈચ્છાઓનું એ સોસાયટીને બલિદાન ચડાવવું પડયું. મને તે સાચું હૃદય બહુ ગમે – ખુલ્લાદિલી, વિશ્વાસ, કૃત્રિમતા સિવાયનો અંતરને મુક્ત વ્યવહાર ! પણ આજકાલ બધે કૃત્રિમતા સિવાય કશું સામું મળતું જ નથી. ચારે તરફ નિર્ભેળ કુદરત જ હેય, એવું મારે તો જોઈએ.” તો ચાલો ને મા, કુદરત તરફ જ ચાલેને, તમે તો વચ્ચે અહીં જ રોકાઈ પડયાં!” પેલી યુવતી કટાક્ષમાં હોઠ જરા મરડીને બેલી. તરત પેલા ખુરસી ધકેલનારે પિતાનું માથું ખુરસીને જોડી દીધું અને ખુરસી આગળ ગબડવા માંડી. * સમાજનાં ફેશનેબલ લોકે. Page #184 -------------------------------------------------------------------------- ________________ મિ॰ ટામ્બી એડિથને પહેલીવાર જુએ છે. - પૃ૰૧પર. Page #185 -------------------------------------------------------------------------- ________________ Page #186 -------------------------------------------------------------------------- ________________ નવા ચહેરા ૧૫૩ વિધર્સ, થેાભ, થાભ ! ” મિસિસ સ્યૂટને બૂમ પાડી. પછી `મેજર તરફ વળીને પૂછ્યું, “તું કાં ઊતર્યાં છે, વિકરાળ પ્રાણી ! ?” મેજર રૉયલ હૈટલમાં મિ॰ ડૅામ્બી સાથે ઊતરેલા હતા. << “ જ્યારે તારું ચિત્ત ઠેકાણે હોય, ત્યારે તું કાઈ પણ સાંજે અમને મળવા આવી શકે છે. મિ॰ ડામ્બી પણ અમારે ત્યાં પધારીને અમને સંમાનશે, તે અમે ઘણાં રાજી થઈશું. ચાલ વિધર્સ હવે !” મેજરે ક્રીથી મિસિસ યૂટનની આંગળીએનાં ટાયલાં પેાતાના ભૂરા હાડે લગાડયાં, અને મિ॰ ડેાશ્મીએ નીચા વળી નમન કર્યું; એ મુઠ્ઠીએ બંનેને કૃપાવંત હાસ્ય અને હાથતી યુવતીનેાચિત ચેષ્ટાથી નવાજ્યા. સુંદરતાને કૃત્રિમતાથી જાળવી રાખવાના મહા-પ્રયત્ન રૂપ એ ડેાસી, અને સ્વાભાવિક સુંદરતાથી જ લેાલ ઊભરાતી અને ઘમંડના નમૂનારૂપ એની સુપુત્રી, એ અંતે આછા સૂર્યના પ્રકાશમાં વિદાય થયાં ત્યાર બાદ પણ મેજર તથા મિ॰ ડેામ્બી એકસાથે જ પાછા વળીને તે તરફ નજર કરી રહ્યા. છેવટે ચાલવાનું કરી શરૂ કરતાં મેજરે કહ્યું, જો આ બુઢ્ઢો બૅગસ્ટોક થાડા વધુ જુવાન હેાત, તે પેલી સ્ત્રી કરતાં બીજી કાઈ શ્રી મિસિસ બેંગસ્ટોક ન બની શકી હોત. સેંટ જ્યોર્જના સેણંદ, એ અદ્ભુત છે!” ' ' તમે પુત્રીની વાત કરે છે! તે?” મિ॰ ડામ્બીએ પૂછ્યું. તે! જા—ખતે તમે તડબૂચ ધારી લીધેા કે જેથી તે એની મા વિષે આવું બેલે? ” 22 ** · પણ તમે માનાં જ વખાણ કર્યાં કરતા હતા ! “ એ પણ એક પ્રાચીન જ્વાળા હતી, સાહેબ; અતિ પ્રાચીન. એટલે હું જરા તેને ખુશ કરતે રહું છું. "" “એ બાઈ પૂરેપૂરી ખાનદાન હેાય, એવી મારા ઉપર છાપ "" પડી છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ડેસ્સ ઍન્ડ સન “ ખાનદાન કુટુંબની ? અરે મારા સાહેબ, એ સદ્ગત લૉર્ડ ફ્રિનિસની સગી બહેન થાય; અને અત્યારના લાડું ફિનિક્સની સગી ઈ. કુટુંબ જોકે તવંગર રહ્યું નથી; પરંતુ ખાનદાનની વાત કરતા હો, તા ખીજા કાઈને તેની સાથે સરખાવનાર સાથે મેજર બૅગસ્ટીક યુદ્ધ લડી લેવા તૈયાર છે!” ૧૫૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નવા ચહેરા જુઓ સાહેબ, બેંગસ્ટોક વંશના લોકોને “સ્ત્રી ના પાડે” એ જાતની મુશ્કેલી હોતી જ નથી. જોકે, બેંગસ્ટક વંશનો હુમલો ન હોવા છતાંય એડિથે ધાર્યું હોત તો તે અત્યારે આગમચ વીસેક વખત પરણું ચૂકી હોત, પણ એ બહુ અભિમાની બાઈ છે.” મિ. ડેબીએ એ બદલ એડિથની મને મન પ્રશંસા જ કરી. “અલબત્ત, એ બહુ ઊંચી કરીને ગુણ છે, એ હું કબૂલ રાખું છું, ડાબી ! તમે પોતે જ એ ગુણના અવતાર સમા છે, અને તમારો મિત્ર બુદ્દો- જો” તમારા એ ગુણને કારણે જ તમારો આ ગુલામ બની રહ્યો છે.” તે પછીના દિવસોએ એ બે મંડળીઓ અવારનવાર જ્યાં ત્યાં સામસામી ભેગી થતી જ ચાલી. આમ ત્રણ કે ચાર વખત બન્યું, એટલે મેજર ઑગસ્ટકને લાગ્યું કે શિષ્ટાચાર ખાતર પણ મિસિસ ન્યૂટનને હવે ઘેર મળવા જવું જોઈએ. અને એ પ્રમાણે સમય ભાગીને બંને જણ તેમને ત્યાં જઈ પણ પહોંચ્યા. મિસિસ સ્કયૂટન સારા ફેશનેબલ લત્તામાં આવેલા અને તેથી મોકળાશ વિનાના ફલૅટમાં ઊતર્યા હતાં. મુલાકાતને સમયે તેમણે પિતાની જાતને શણગારવામાં માથું રાખી ન હતી. તેમને તેમના જુવાન દિવસોમાં તેમને કોઈ પ્રસંશકે કિલયોપેટ્રા રાણું સાથે સરખાવેલાં, એટલે અત્યારે પણ તે સામાન્ય સેફા ઉપર બેસતી વખતે રાજસિંહાસન ઉપર દુનિયાભરની ખંડણું ઝીલવા બેઠા હોય, એ અદાથી જ બેસતાં. એડિથ આજે રાજ કરતાં વધુ ઘમંડભરી અને તેથી વધુ સુંદર દેખાતી હતી. એડિથના સૌંદર્યની એવી ખાસિયત હતી કે, તેના તરફથી સહેજ પણ કોશિશ વિના અને ખાસ કરીને તેની મરજી વિરુદ્ધ જ તે પ્રગટી ઊઠતું. આ લોકો આવ્યા ત્યારે તે બહાપ* * એક તંતુવાદ્ય. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ડેબી એન્ડ સન વગાડતી હતી. પરંતુ તેમને આવેલા જાણે તેણે એ વગાડવાનું તરત બંધ કરી દીધું. મિ. ડેબીએ તેના તરફ નજર કરીને પૂછ્યું, “અમે તમારા સંગીતમાં ડખલરૂપ તો નથી બન્યા ને ?” “તમે ? જરાય નહિ.” “તો પછી વહાલી એડિથ, તે બંધ કેમ કરી દીધું ?” ક્લિયોપેટ્રા રાણી બેલી ઊડ્યાં. “બસ મારી મરજીથી મેં શરૂ કર્યું હતું, તેમ મારી મરજીથી મેં બંધ કરી દીધું, વળી.” કિલોપેટ્રા રાણુએ પુત્રીની આડોડાઈને છાવરવા પિતાની જૂની ફરિયાદ આલાપવા માંડી – “બધું કેવું કૃત્રિમ બની રહ્યું છે? આ શિષ્ટાચાર – વિનયવિવેક બધું કેવું ઉપર-ઉપરનું હોય છે ? મિત્ર ડોબી, મારું તો માનવું છે કે, આ બધો કૃત્રિમ શિષ્ટાચાર આપણું અંતરની સ્વાભાવિક લાગણીઓને નાહક સુંધી રહ્યો છે. લોકો શા માટે સ્વાભાવિક – કુદરતલક્ષી નહિ બનતા હોય ? કુદરતમાં – કુદરતીપણામાં જે છે, તે જ ખરી જીવંત વસ્તુ છે. બાકી તો બધો કેવળ બાહ્યાડંબર છે – કેવળ બીજાઓને દેખાડવાને, ખરું ને ?” મિ. ડેબી આજે આ ઘરમાં બધું જ માની લેવા તત્પર હતા. જવા દો, વાત !” મેજર બેલી ઊઠડ્યા; “દુનિયાને નર્યા જે. બી. એથી જ, બુદ્દા-“જ” લોકોથી જ ભરી ના કાઢે, ત્યાં સુધી બધું ઉપર ઉપરનું – દેખાડનું જ ચાલવાનું, મેડમ! સાચા દિલની વાત નહીં જ મળવાની !” તું તોફાની કાફર, ચૂપ રહીશ?” ક્લિયોપેટ્રા રાણીને આદેશ છે, અને એન્ટની બેંગસ્ટોક માથે ચડાવે છે,” મેજરે રાણુને હાથને ચુંબન કરતાં જણાવ્યું. અહીં તમને બહુ સોબત હોય એમ લાગતું નથી?” મિ. ડેબીએ એડિથ તરફ જોઈને પૂછયું. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭ - નવા ચહેરા “નથી જ.” એડિથે ટ્રક જવાબ આપ્યો. ખરી વાત તો એ છે કે, અમે જેમને મળી શકીએ, એવા કોઈ માણસ જ અહીં નથી.” લિયોપેટ્રા રાણીએ પુત્રીની વાતને સુધારી. આમ તો આ બહુ સુંદર પ્રદેશ છે, નહીં?” મિડાબીએ એડિશને જ પૂછયું. હશે કદાચ, બધા એમ જ કહે છે.” “વાહ, તારે પિત્રાઈ ફિનિક્સ તો આ પ્રદેશ પાછળ ગાંડે છે.” ભા વચ્ચે બોલી ઊઠી. એડિથે ફિનિકસ જેવાને અભિપ્રાય આવી બાબતમાં ગણનામાં લેવાનો હોતો હશે, એવા અર્થમાં માથું જરા મરડયું અને મિ. ડબ્બીને જણાવ્યું “મારી સુરુચિને વફાદાર રહેવા ખાતર પણ મારે કહેવું જોઈએ કે, હું તો આ પ્રદેશથી કંટાળી ગઈ છું.” “આ પ્રદેશનાં જુદાં જુદાં સ્થળાનાં આ બધાં ચિત્રો જો તમે જ દેયાં હોય, તો ખરેખર તમને કંટાળો આવવાનું કારણ રહે જ; કારણ કે જોવાલાયક બધાં દ તમે ચીતરી કાઢયાં છે.” મિ. ડિમ્મીએ એરડામાં આસપાસ ભરાવેલાં કુદરતી દોનાં ચિત્રો તરફ નજર કરીને કહ્યું. એડિથ છેક જ બેતમા દાખવીને કશે જવાબ આપ્યા વિના બેસી રહી. એની એ અદા ખરેખર નોંધપાત્ર હતી. એ બધાં ચિત્રો તમારાં દોરેલાં છે?” “હા.” “તમે વાજિંત્ર વગાડી શકે છે, એ તે અમે આવતાં વેંત જ જાણી લીધું છે.” “ઠીક.” તમે ગાતાં પણ હશે.” Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ડેલ્સી એન્ડ સન હા.” આ બધા ટૂંકા જવાબે જાણે તેની પાસેથી પરાણે કઢાવાતા હોય, એ જ રીતે તેણે આપ્યા; અને છતાં તે જરાય ગભરાઈ હોય કે મૂંઝાઈ હોય એમ લાગતું જ નહોતું; તે પૂરેપૂરી સ્વસ્થ હતી. તેમ છતાં તે આ વાતચીત ટાળવા માગતી હોય એમ પણ નહોતું લાગતું. કંટાળાને રોકવા, ત્યારે તો, તમારી પાસે ઘણું ઘણું સાધનો છે,” મિડેબીએ કહ્યું. એ બધાથી કંટાળો રોકાય છે કે નહિ એ તો જુદી વાત થઈ. પણ એ સિવાય બીજાં વિશેષ સાધનો મારી પાસે નથી, એ સાચી વાત છે.” એ સાધનોથી કંટાળે દૂર થઈ શકે તેમ છે કે નહિ, એ વાતની ખાતરી માટે કરી જેવી છે; તમે જરા “હાર્ડ વગાડશો ?” જરૂર: જો તમારી ઈચછા હોય તો ! ” એડિથ પિતાના કમરામાંથી બહાર્પ” લઈ આવવા ગઈ. મેજર આ દરમ્યાન લિયોપેટ્રા સાથે પિકેટ રમવા બેસી ગયા હતા. એડિથે આવી “હાર્પ” વગાડવાની શરૂ કરી. મિ. ડોમ્બીને સંગીતની કશી સમજ ન હતી; છતાં એડિથે વગાડેલા રાગની તેમના અંતર ઉપર અસર થયા વિના ન રહી. હાર્પ” વગાડવાનું બંધ કરી, ધન્યવાદ સાંભળ્યા ન સાંભળ્યા કરી, એડિથે તેમના કહ્યા પહેલાં જ પિયાને સાથે એક ગીત ગાવાનું શરૂ કર્યું. પણ આ શું? એડિથે આ કર્યું ગીત ગાવા માંડયું ? આ ગીત તો સદાકાળ તુચ્છકારાયેલી ફલેરન્સ પૅલને વારંવાર ગાઈ સંભળાવતી હતી ! Page #192 -------------------------------------------------------------------------- ________________ મેનેજર મિ. કાર્કર મનેજર મિ. કાર્કર પિતાના ડેસ્ક પાસે બેસી, ટપાલનું કામકાજ પતાવી રહ્યા હતા. જે કાગળ પેઢીનાં બીજાં ખાતાં તરફ મોકલવાના હતા, તેમના ઉપર તે એ જાતની નેંધ કરતા. કોઈ કુશળ ગંજીફાબાજ પિતાનાં કાર્ડ જોઈ–તપાસી, બીજા જે રમત રમે તે ઉપરથી તેમની કુશળતા કે ભૂલેનો અંદાજ બાંધી, તથા તેમના હાથમાંનાં કાર્ડને ક્યાસ બાંધી લઈ પોતાના ખેલ ખેલ્યું જાય, તેવી રીતે મિ. કાર્કર પોતાનું કામકાજ ચલાવતા. તે બધી ભાષાઓ જાણતા, અને બધી જ ભાષાઓમાં લખાયેલા પત્રો વાંચી લેતા. આખા કાગળ ઉપર એક જ નજર નાખતાં જાણે તે એને મજમૂન પામી જતા; અને બીજા જે જે કાગળ સાથે તે કાગળનો મજમૂન ભેગા કરી લેવાનો હોય, તે આપોઆપ કરતા જતા. આ બધી બાબતોમાં તે પેઢીના ભાગીદાર માટે જોઈએ તે કરતાં વધુ ઊંડાણ દાખવતા; અને એક પ્રતિસ્પર્ધામાં હોવું જોઈએ એના કરતાં ક્યાંય વધારે! બિલાડીને કાઈ ધંધેદારી પેઢીમાં મેનેજર બનાવતું નથી; છતાં મિ. કાર્કર-મેનેજર તો પગથી માથાની ટોચ સુધી બિલાડીના જ પૂર્ણાવતાર હતા. બિલાડીની પેઠે જ તેમની રીતભાત લુચ્ચાઈભરી, તેમના દાંત તીણા, તેમની અવરજવર ચુપકીદીભરી, આંખે જાગ્રત, જીભ લીસી, હૃદય લેહીતરસ્યું, 2 ચેખી, અને કામકાજ મક્કમ તથા ધીરજભર્યું હતું – ઉંદરના દર ઉપર ટાંપીને બેઠેલી બિલાડી જેટલું જ ! ૧૫૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ - ડી એન્ડ સન બધા કાગળોનું વાચન પૂરું થયું; માત્ર એક કાગળ તેમણે પછી વાંચવા જુદો રાખે; અને ખાનગી” ગણુય તેવા પત્રો એક ખાનામાં બંધ કરી દીધા. પછી બાકીને પત્રો ઉપાડી જવા તેમણે પટાવાળાને ઘંટડી વગાડીને બોલાવ્યો. જવાબમાં તેમને ભાઈ કાર્કર-જુનિયર જ આવ્યો. “તમે કેમ પધાર્યા ?” “ટપાલકામવાળી કર્મચારી બહાર ગયો છે, તેના પછી મારો નંબર આવે છે.” વાહ, આ પેઢીમાં તમે ટપાલકામના બીજા નંબરના કર્મચારી છો, એ મારે માટે બહુ આબરૂ વધારનારી વાત તો ખરી !” આટલું કહી, તેમણે ટેબલ ઉપર પડેલા કાગળો લઈ જવા ભાઈને નિશાની કરી. પેલે કાગળ સમેટતાં સમેટતાં બોલ્યો, “ભાઈ જેમ્સ, તમને તકલીફ આપતાં મને ખરેખર દુઃખ થાય છે, પરંતુ મને હરિયેટ વિષે હવે ચિંતા થાય છે.” હેરિયેટ કાણુ ? કઈ હેરિયેટ ? એ નામના કોઈ પ્રાણીને હું ઓળખતે નથી.” તેની તબિયત ઠીક નથી; અને છેવટના તે બહુ બદલાઈ ગઈ છે.” તે બહુ બદલાઈ ગઈ હતી, ઘણું વર્ષ પૂર્વે, અત્યારે આપણે તે વાતને યાદ કરવાની જરૂર નથી.” “ભાઈ, તમે મારી વાત એક વખત પૂરી સાંભળી તે લે.” “શા માટે મારે તમારી વાત સાંભળવી જોઈએ, ભાઈ જેન?” કાર્કર એ બે છેલ્લા શબ્દ ભારે કડવાશથી કટાક્ષમાં બે હેરિટ કાકરે પોતાના બે ભાઈઓમાંથી એકની પસંદગી ઘણું વર્ષ અગાઉ કરી લીધી છે. હવે તેને પસ્તાવો થતો હોય તોપણ પિતાની પસંદગીને Page #194 -------------------------------------------------------------------------- ________________ મેનેજર મિકાર્કર જ તેણે આખર સુધી વળગી રહેવાનું છે. કશો ફેરબદલો કરવાપણું તેને માટે હવે રહેતું નથી, સમજ્યા ?” “ભાઈ ગેરસમજ ન કરશો; તેને કશી વાતનો પસ્તા નથી થતો, –હું એવી વાત એ લાવું એ તો ગુનો કહેવાય. તેણે આત્મબલિદાન આપી, મારી સાથે રહેવાનું નક્કી કર્યું, તે બદલ હું પણ તમારા જેટલો જ દિલગીર છું.” “દિલગીર છું ? મારા જેટલા દિલગીર છે, એમ તમે બાલ્યા ?” “ભલે, દિલગીર નહિ, તો ગુસ્સે થયા છે.” “ગુસ્સે થયો છું, હું ?” નાખુશ થયા છે, એમ કહો. તમને ઠીક લાગે તે શબ્દો ગણો; પણ મારા કહેવાનો ભાવાર્થ તમે સમજે છે એટલે બસ. મારા ઈરાદો તમને ખેટું લગાડવાનો નહોતો.” તમે જે કંઈ કહો-કરો છો, તેથી મને ખોટું જ લાગે છે. માટે વધુ કશું બોલ્યા વિના ગુપચુપ આ કાગળો લઈ ચાલતા થાઓ; હું કામમાં છું.” જ્યારે હું નાશીમાં આવી પડ્યો, અને તમે મારા ઉપર વાજબી રીતે ગુસ્સે થઈ ગયા, ત્યારે આપણું બહેન હોરિયેટ મારે માટે વકીલાત કરવા તમારી પાસે આવી હતી. ત્યારે તમે ઉચિત રીતે મારી સાથે કરશે સંબંધ રાખવા ના પાડી. તે વખતે કોઈની સાથેસંબંધ વિના મારી ભારે દુર્દશા થશે, એમ માની, મારી ઉપર દયા લાવી, તે મારી સાથે રહેવા આવી. તે બહુ જુવાન અને સુંદર હતી. અને આપણે બંને તે વખતે માનતા હતા કે, બહુ જુવાન વયે જ તેને પસંદ કરનાર અને પરણનાર સારી સ્થિતિના યુવાનો મળી આવશે, અને તે ઠેકાણે પડી જશે. પરંતુ તેણે પોતાની બધી કારકિર્દીને ભોગ આપી, મારા બદનામીભર્યા દુર્ભાગ્ય સાથે પોતાનું ભાગ્ય જોડવાનું પસંદ કર્યું. અત્યારે હવે તેની સ્થિતિ ખરેખર દયામણી થઈ ગઈ છે; પરંતુ છે.-૧૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ડેએ ઍન્ડ સન તેણે કઈ દિવસ એ બાબત મનમાં જરાય દુઃખ માન્યું નથી, કે ફરિયાદ કરી નથી.” પણ જે તે પોતાને માટે નિરધારેલે માર્ગે રાજીખુશીથી ચાલી જાય છે, તો તેને કહેજો કે, હું પણ મારે નિરધારેલે માર્ગે એટલી જ રાજીખુશીથી ચાલું છું અને ચાલવાનો છું : મારા નિશ્ચયો આરસપહાણ જેટલા કઠણ હોય છે, એ વાત તે કદી ન ભૂલે. હું હરિયેટ કાર્કર નામની કોઈ વ્યક્તિને ઓળખતા નથી; કારણ કે, મારે મન એવી કોઈ વ્યક્તિ જ નથી. તમારે એક બહેન છે; તો તેનાં જે વખાણ કર્યા કરતાં હોય તે કર્યા કરજે; મારે કાઈ બહેન નથી.” - આટલું કહી મેનેજર મિ. કાકરે એવી તીવ્રતાપૂર્વક તેને બારણું બતાવ્યું કે, કાર્નર-જુનિયરને હવે ગુપચુપ બહાર ચાલ્યા વિના છૂટકા જ ન રહ્યો. મેનેજર મિ. કાર્કરે હવે પેલો વાંચવો બાકી રાખેલો કાગળ વાંચવા માંડ્યો. તે મિડ ડેબીને લીમિંટનથી આવેલે કાગળ હતો. મિ. ડોબીએ એ પત્રમાં જણાવ્યું હતું કે, આ પ્રવાસથી તેમના તનમનને બહુ લાભ થતો જાય છે, એટલે તે પાછા કયારે કરશે એ બાબત કશું નકકી કહી શકાય તેમ નથી; દરમ્યાન, કાર્ટર પોતે લીમિંગ્ટન આવીને મળી જાય, અને કામકાજ કેમ ચાલે છે, તે અંગે વાત કરી જાય, તો સારું છે. પણ મિ. કાર્કરનું ધ્યાન પત્રમાં નીચે તા. કટ કરીને લખેલી વાતે જ ખેંચ્યું : “પેલા વૉલ્ટર-ગે અંગે તમને કહેવાનું ભૂલી ગયો. જે તે “સન એન્ડ એર ” જહાજમાં રવાના ન થઈ ગયો હોય, અથવા “સન એન્ડ એર' હજુ ઊપડયું ન હોય, તે વેટરને હાલ તુરત લંડનમાં જ રોકી રાખજો. હજુ તેને અંગે શું કરવું એને આખરી નિર્ણય હું કરી શક્યો નથી.” Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મેનેજર મિ. કાર્કર પણ મેનેજર મિ. કાર્કર માં ફાડીને બોલી ઊઠયા – “વાહ, એ ખાસું ! એ તો કયારને મધદરિયે પહોંચી ગય!અને પછી કેપ્ટન કટલ સાથેની મુલાકાત યાદ કરીને, વોલ્ટરનું જહાજ ન ઊપડયું હોત તો પણ, પોતે આ કાગળ મળ્યા પછી તેને કેવી રીતે દરિયા ઉપર કે દરિયામાં વિદાય કરી દીધો હોત, તેનો વિચાર કરી તે જરા હસી પડ્યા. કારણ કે, ડોમ્બી એન્ડ સન પેટીમાં કોઈ પણ રીતે કાઈ બીજું જરા સરખે અધિકાર જમાવવા આવે, એ મિ. કાર્કરે પિતા માટે મનમાં ગુપ્ત રીતે ઘડી રાખેલી યોજનામાં બંધ બેસતું થાય તેવું ન હતું. અને મિત્ર ડોમ્બીના એકમાત્ર સંતાન ફલેરન્સના હૃદયમાં સ્થાન મેળવીને આવનારે એ છોકરડે વેસ્ટર-ગે, મિ. કાર્કરના હિસાબે, પિતાના હરીફ થઈને ઊભો રહે તે પહેલાં વિદાય થઈ જાય, એ અતિ આવશ્યક હતું. તે જ ઘડીએ હજૂરિયા મિત્ર પર્ચે આવીને જણાવ્યું કે, મિ. જિસ, વહાણવટાનાં માપ-યંત્ર બનાવનાર, પોતાનો હપતો ભરવા આવ્યા છે. અને બીજો પણ એક છોકરો આવ્યો છે. પોતાની મા અહીં નર્સ તરીકે કામ કરી ગઈ છે એ નાતે, નોકરી મેળવવા કેટલાય દિવસથી તે રોજ ફેરા ખાધા કરે છે. તેને ઘણી વાર ડરાવીને પાછા કાઢયા છતાં, તે રોજ આવીને હાજર થાય છે. મિ. કાર્કરે અચાનક પર્ચને કહ્યું, “તે છોકરાને પહેલો અહીં રજૂ કરે.” પર્ચ જે છોકરાને પકડી લાવે, તે પોલીને છોકરો –બાઈલર, ખરું નામ રોબિન ટૂલ, જેને મિ. ડોમ્બીએ ગ્રાઈન્ડર-સ્કોલર તરીકે ભણવા દાખલ કરાવ્યો હતો, તે હતો. મિ. કાર્કરે પીને ચાલ્યા જવા નિશાની કરી, અને પછી પેલાનું ગળું પકડી, તેના તરફ તે ગુસ્સાભરી આંખે જોઈ રહ્યા. પેલે રડી ઊઠ્યો, “સાહેબ, મને જવા દે !” Page #197 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન “જવા દઉં ? હવે તું મારા હાથમાં આવ્યો છેઃ તારું ગળું હમણાં જ પૂરેપૂરું દબાવી દઉં છું.” સાહેબ, મારે શું વાંક છે? હું નિર્દોષ છું.” “બદમાશ, તું નિર્દોષ છે? તું કેમ આ પેઢીને દરવાજે આંટા માર્યા કરે છે?” સાહેબ, મારે કશે બદઇરાદો નથી, છતાં હવે ફરી કદી નહીં આવું. મારું ગળું છોડે સાહેબ, હું મરી જઈશ; હું તો કામકાજ શોધવા જ આવવા હતો.” કામકાજ શોધવા? હરામી! આખા લંડનનો તું એક નંબરનો આળસુ ચેર છે; તું વળી ચોરી સિવાય બીજું શું કામ કરવા ઈચ્છે ! હવે તને ઠેકાણે પાડીને જ જંપું; તે આ પેઢીને શું ધારી લીધી હતી ?” સાહેબ, હું ચાર નથી; હું આકાશમાં ઊડતાં પંખીઓને પકડીને વેચી ખાઉં છું –એ વાત ખરી; અને મને મારે ઘેર ગયે દશ મહિના થયા, એ પણ ખરું. પણ સાહેબ, હું જાતને ખરાબ છોકરે નથી. મારી બધી કમબખ્તી પેલી નિશાળથી માંડીને શરૂ થઈ છે, સાહેબ. માસ્તર મને રોજ એટલું બધું મારે કે, પછી હું નિશાળે જવાને બદલે ક્યાંક બહાર ભાગી જતો. એટલે પછી ઘરવાળાંની બીકે ઘેર જતો અટકી ગયો, સાહેબ. મારો બીજે કશો વાંક નથી.” અને તું કામ શોધવા જ અહીં આવે છે, એમ મને સમજાવવા માગે છે ?” હા સાહેબ, તદ્દન સાચું કહું છું. મને એક વખત કામે રાખી જુઓ, સાહેબ.” મિકાર્કરે તેની વાત સાંભળી જાણે વિશેષ ગુસ્સે થઈને એને ધક્કો માર્યો અને એક ખૂણામાં ધમકાવીને બેસાડી દીધા. પછી તેમણે ઘંટડી લગાડીને પર્ચને બેલાવ્યો અને મિત્ર જિસને અંદર લાવવા ફરમાવ્યું. Page #198 -------------------------------------------------------------------------- ________________ મૅનેજર મિત્ર કાર્યરત ૧૬૫ કાકા-સેલ અંદર આવતાં મિકાર્કરે હસીને તેમને જણાવ્યું, “વાહ, તમે તો હપતા ચૂકવવામાં તમારાં સારાં માપ-યંત્રો જેટલા જ ચોકકસ છે, એમ કહેવું જોઈએ !” એટલું કહી, તેણે પૈસા ગણી લીધા અને નેંધ કરી લીધી. એ બધું પત્યું એટલે કાકા-લે જરા ધીમેથી ચિંતાતુર અવાજે પૂછયું, ““સન એન્ડ એરે” જહાજ વિશે પછી કઈ સંભળાયું નહિ, સાહેબ !” “ખરી વાત છે; એ તરફ કંઈક તોફાની આબોહવા હોય એમ લાગે છે, અને તે જહાજ તેના માર્ગેથી આડું ધકેલાઈ ગયું હોવું જોઈએ.” તે સહીસલામત હય, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ, બીજું શું?” બુદ્દો સલ ગણગણ્યો. મારી પણ એવી જ પ્રભુ-પ્રાર્થના છે; તમને તમારા ભત્રીજાની ખેટ ઘણી સાલતી હશે, નહિ વારુ ?” કાકા-સેલે ડોકું હલાવી એ બાબત સ્વીકારી લીધી. તરત જ કાર્કરે ઉમેર્યું, “તો પછી હાલ તુરત તમે એક જુવાન છોકરડો તમારી દુકાને રાખી લે તો? તમને સેબત રહેશે. મારી પાસે એક ફાજલ છોકરે છે. તેને તમારા મકાનમાં પડી રહેવા જેટલી વ્યવસ્થા કરજો એટલે બસ. અલબત્ત, તમારી દુકાનમાં વેચાણ બાબતમાં તો તમારે એવા મદદનીશની અત્યારે જરૂર ન કહેવાય; પણ તમે તેની પાસે વાળઝૂડ, ફેરાફાંટા વગેરેનું કામ - કરાવજે. તમે એને જરૂર રાખી લે, મિ. જિસ, મારે ખાતર. આ રશે એ છોકરે.” એમ કહી મિ. કાર્કરે ખૂણામાં બેઠેલા ટ્રલ-નબીરાને બતાવ્યો. બુટ્ટા સેલે છોકરા તરફ ચશ્માં પહેરીને જોયું; પણ પછી તેમણે તરત કાર્કરને જણુવ્યું, “તમારી કોઈ પણ સેવા બજાવતાં મને આનંદ Page #199 -------------------------------------------------------------------------- ________________ ડોલ્બી એન્ડ સન જ થશે; એને હું જરૂર રાખીશ. તમારી ઈચ્છા એ તો મારે માટે હુકમ જ ગણાય.” “એને માટે હું બીજું કંઈક કામકાજ શોધી રહ્યો છું અને એ નકકી થાય ત્યાં સુધી જ એને તમારે રાખવાનો છે. તમે તેનું બરાબર નિરીક્ષણ કરતા રહેજે, તથા એને વિષે તમે શું ધારે છે, તે મને સાચેસાચું જણાવતા રહેશે. હું પોતે પણ તેનાં મા-બાપને આજે જ મળી, એક-બે બાબતોની ખાતરી કરી જોઈશ, અને પછી કાલે સવારે એને તમારે ત્યાં મોકલીશ.” મિ. જિસ ચાલ્યા જતાં, મિ. કાંકરે રોબિનને ખૂણામાંથી ઓરડાની વચ્ચે ખેંચી આપ્યો અને ધમકીભર્યા સ્વરે કહ્યું, “મેં જે કહ્યું, તે બધું તે સાંભળ્યું ને ?” “હા સાહેબ, તમારો બહુ આભાર માનું છું.” “આભાર માનું છું? બીજાને અત્યાર સુધી જે રીતે આભારી કરતો આવ્યો છે, તેમ જે મારી સાથે દગો રમ્યો, તો તું જે પળે મારી ઓફિસમાં આવ્યો છે, તે પળને જીવનભર આંસુ સાથે યાદ કર્યા કરશે, સમજ્યો ? આજે તારી માને ઘેર મારી રાહ જો; હું અહીંથી પાંચ વાગ્યે નીકળીશ – ઘોડા ઉપર બેસીને. તારા ઘરનું સરનામું બરાબર લખાવ જોઉં.” રોબને – રોબિનને વિદાય કર્યા પછી, મિ. કાર્કરે ઓફિસના કામકાજમાં ઝંપલાવ્યું અને બરાબર પાંચ વાગતાં, તે ઘોડા ઉપર બેસી રેબે લખાવેલા સરનામા તરફ જવા નીકળ્યા. રબ અમુક જગાએ અધવચ જ તેમની રાહ જોતો તૈયાર કૌભો. હતો. મિ. કાર્કરે તેની સાથે આંખ મળતાં પોતાનો ઘોડો જરા દોડાવ્યો. બ પણ તરત તેટલી ગતિએ સાથે દોડવા લાગ્યો. થોડી વાર પછી મિ. કાર્કરે પિતાના ઘોડાને વધુ જોરથી દેડાવ્યો; તો રેબ પણ કશાની પરવા કર્યા વિના એટલા જોરથી સાથે Page #200 -------------------------------------------------------------------------- ________________ મેનેજર મિ. કાકર દેડવા લાગ્યો. જ્યાં કંઈ રસ્તો વળવાનો આવે કે બદલવાનો આવે, ત્યાં વખતસર દરવણું આપવા તે હાજર થઈ જતો. મિત્ર કારને ખાતરી થઈ કે, પોતાને પ્રભાવ તેના ઉપર બરાબર પડ્યો છે, અને તે પોતાની સેવા બજાવવા ખરેખર આતુર છે. રેબનું ઘર આવ્યું, ત્યારે રૅબ તેમનો ઘેડે પકડી બહાર જ ઊભો રહેવા માગતો હતો; ઘરમાં તેના બાપુ હોય, તો તેને કેવો સત્કાર થાય એની તેને ખાતરી હતી. પરંતુ મિ. કાર્કર તેને સાથે લઈને જ તેના ઘરમાં પેઠા; અને ખરેખર, રેબને ઘરમાં પેસતો જોઈ તેના નાના ભાઈભાંડુ એકદમ ચિત્કાર કરી ઊડ્યાં. રેબ કંઈક ખરાબ હેતુસર જ આવ્યો હશે, અને તેને મારીને ભગાડી મૂકવામાં સૌએ મા કે બાપની મદદમાં રહેવું જોઈએ, એટલું જ તેઓ બધાં વગર કહ્યું સમજતાં હતાં. પોલી રેબને કેાઈ સગ્રહથે સાથે આવેલ જેઈ તરત ગાભરી થઈ ગઈ. તે બેલી ઊઠી, “રેબ, બેટા, છેવટે તું આ સાહેબના શા ગુનામાં આવી ગયો ?” મિ. કાકરે તેને આશ્વાસન આપતાં જણાવ્યું, “હું તેના લાભની વાત કરવા આવ્યો છું; તેને કોઈ ગુનાસર પકડીને આવ્યો નથી.” પેલી એ શબ્દો સાંભળી તરત ગળગળી થઈ ગઈ. છોકરાં માની મદદે મુક્કા વાળી રેબ ઉપર તૂટી પડવા તૈયાર થઈ રહ્યાં હતાં, તેમણે પણ પોતાની મુઠ્ઠીઓ ઉઘાડી નાખી. “આ છોકરો તમારે પુત્ર છે, ખરું મેડમ ?” હા જી, હા સાહેબ.” ખરાબ છોકરો છે, નહિ ?” મારી સાથે એ કદી ખરાબ રીતે વર્યો નથી, સાહેબ.” માના આ જવાબથી ગળગળા થવાનો હવે રેબન વારે આવ્યો. “તો કોની કોની સાથે તે ખરાબ રીતે વર્તે છે, વારુ ?” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ડેબી ઍન્ડ સન એ જરા ગરમ સ્વભાવને છે અને ખોટી સોબતે ચડી ગયો છે, એટલું જ; પણ એને એ બાબતનો પૂરો પસ્તા હવે થાય છે, એની મને ખાતરી છે, સાહેબ. તેને જે કંઈક કામે વળગાડી દેવામાં આવે, તો તે જરૂર સુધરી જાય, એમ હું માનું છું. પણ સાહેબ, મારા તથા તેના દુર્ભાગ્યે તેને કયાંય નોકરી જ મળતી નથી.” “તમારા પતિ ઘરમાં નથી, ખરું ?” “ના સાહેબ, તે તો અત્યારે રેલવે-લાઈને હશે.” બને એ જાણુ ભારે હાશ થઈ, એવું મિ. કાર્કરને પણ લાગ્યું. કારણ કે, તેના બાપ આવી ચડે, તો પોતાને માટે માએ કહ્યા કરતાં જુદી જ વાત તે મિ. કાર્કરને સંભળાવે, એની તેને ખાતરી હતી. તો તમારો આ છોકરો મારી સાથે શી રીતે ભટકાઈ પડ્યો, અને તેનું હું શું કરવા માગું છું, તે તમને જ ટૂંકમાં કહી દઉં.” એમ કહી મિ. કાર્કરે રબ “ડોમ્બી એન્ડ સન” પેઢી આગળ નોકરી શોધવાને બહાને શંકાશીલ અવસ્થામાં ભટકતો કેવો પકડાઈ ગયો હતો, અને પોતે તેને કેવી આકરી સજા કરાવવાનો વિચાર રાખ્યો હતો, તેનું ભયજનક વર્ણન કરી બતાવ્યું. પણ પછી પોતે તેની નાની ઉમર ઉપર દયા લાવી, તેને જેલ ભેગો કરવા કરતાં, કંઈક કામે ચડાવી અજમાવી જોવાનો વિચાર કર્યો, તેની વાત લંબાણથી કહી બતાવી: અને પાછું સાથે સાથે ઉમેર્યું કે, તેની માએ મિડ ડોમ્બીના કુટુંબમાં જે સેવા એક વાર બજાવેલી, એ વાતને આ સાથે કરશે સંબંધ નથી. આ તો તેમણે પોતાની અંગત જવાબદારીથી જ કરવા વિચાર્યું છે. “એટલે રેબ જે મને વફાદાર રહેશે, તથા મેં બતાવેલું કામ દિલ દઈને કરશે, તે તેને માટે સારાં વાનાં છે; નહિ તો મારા જેવો કઠાર માણસ દુનિયામાં બીજે કઈ નથી, અને રેબ તેમ જ તેના આખા કુટુંબને હું બરબાદ કરીને જ જંપીશ” ઇ, ઇ . પૌલીએ પોતાના આ પ્રથમ સંતાનની ચિંતામાં કેટલીય રાતો ઊંઘ વગરની ગાળી હતી. તે તો મિત્ર કાર્યરના ચરણને અત્યારે Page #202 -------------------------------------------------------------------------- ________________ મેનેજર મિ. કાર્કર ભગવાનના ચરણ માની ચુંબવા તૈયાર હતી. રેબ પણ પોતાની માએ પોતાનો પક્ષ લીધે એ બદલ ખૂબ ગળગળો થઈ ગયો હતો. તેનો બાપ જે હાજર હેત, તો તેણે તો મિત્ર કાર્કરને સીધું સંભળાવી જ દીધું હોત કે, પોતે એ છોકરાનાથી હાથ ધોઈ નાખ્યા છે, અને એનું જે કંઈ કરવું હોય તેની સાથે પોતાને કશી લેવાદેવા નથી. એટલે મિ. કાર્કરે જ્યારે તેને ઘેર તેનાં મા-બાપને પૂછપરછ કરવા આવવાનું જણાવ્યું હતું, ત્યારે તે હતાશ જ થઈ ગયો હતો. પણ માએ બધી બાજી સંભાળી લીધી તેથી ખુશ થઈ મિ. કાર્કર જ્યારે વિદાય થવા બહાર નીકળ્યા, ત્યારે રૅબ જલદી પાછો ઘરમાં દોડી આવી, હાથમાં ધાવણું બાળકવાળી માને વળગી પડશે અને બેલ્યો, “મા, જોજે, હું હવે ખૂબ મહેનત કરીશ અને સારો થઈ જઈશ.” હા, બેટા ! ભગવાન તારું ભલે કરે; તે સુધરી જાય તો મારા જેવું સુખી માણસ દુનિયામાં કોઈ નહિ હોય.” મિ. કાર્કરે રબ બહાર આવ્યો ત્યારે ઘડાને ધીમે ધીમે હાંકતાં તેને પૂછયું, “તારા બાપ બહુ ખરાબ માણસ છે, ખરું ?” ના સાહેબ મારા બાપુ જેવા ભલા અને સારા માણસ કોઈ નથી. ” તો પછી, તું એમને મળવાથી ડરતો ગભરાતો હોય એમ મને કેમ લાગ્યું ?” સાહેબ, હું સુધરી જઈશ એવો મારા બાપુને મારા ઉપર વિશ્વાસ નથી; પણ મારી માને હંમેશાં મારે માટે ભલી લાગણી જ છે. અને હું તેની એ ભલમનસાઈને આંચકો લાગે એવું કશું કરવાને નથી, એની ખાતરી રાખજે, સાહેબ.” “ઠીક, તો તું કાલે સવારે મારી પાસે આવજે; અને પેલા ભોળા બુઢ્ઢા ગૃહસ્થ ક્યાં રહે છે, તે ઠેકાણું હું તને આપીશ.” બહુ સારું, સાહેબ.” Page #203 -------------------------------------------------------------------------- ________________ ડો ઍન્ડ સન << “ જો, મને એ મુઢ્ઢા ગૃહસ્થમાં ભારે રસ છે; તેમનું હિત થાય એ બાબતમાં જ, સમર્જ્યા ?” રાખ અચાનક મિ॰ કાર્કરના એ શબ્દ પાછળ બીજો કાઈ અર્થ સમજવાને છે કે કેમ, એ શેાધવા પ્રયત્ન કરવા લાગ્યા. મિ કારે તરત ઉમેર્યું, મારે એ બુઠ્ઠા સદ્ગૃહસ્થતી રજેરજ માહિતી જોઈએ છે : રાજ તે શું કરે છે, કાણુ તેમને મળવા આવે છે, અને તેમને દિવસ કેમ અય છે વગેરે. મારે તેમને મદદ કરવી છે, પણ તે ન જાણે તે રીતે; એ માટે મારે એ બધું જાણવું જરૂરી છે. ખાસ કરીને તે એકલા પડી રહે છે કે, કેાઈ તેમને મળવા કરવા આવે છે; અને મળવા આવનારામાંથી કાણુ તેમને કેવી રીતે પજવે છે, અને કાણુ તેમને શી રીતે આશ્વાસન આપે છે, એ બધું તારે જાણી લેવાનું, સમજ્યે! ? તેમને ભત્રીજો પરદેશ ગયા છે, એટલે તે બિચારા એકલા પડી ગયા છે. એક જુવાન બાઈ પણ તેમને મળવા આવતા રહેવાનું મેઢેથી તે કથા કરતી; પણ ખરેખર તે આવે છે કે નહિ, અને અઠવાડિયામાં, પખવાડિયામાં કે મહિનામાં કેટલી વાર આવે છે, તે પણ તારે જોતા રહેવું. એ બાઈ આવે ત્યારે શી વાતા કરે છે, એ પણ મને ખાસ જણાવતા રહેવું, સમજ્યું ? અને આ બધું એ મુઢ્ઢા સગૃહસ્થના મળૅ માટે જ મારે જાણવું છે, એ યાદ રાખજે.” ૧૭૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સ આગળ વધે છે મિત્ર 1૦ કાકરે પાછા ફરતી વખતે રેબને પોતાની સાથે દોડવા દીધો નહિઃ તેને કહેવાની વાત પૂરી થયે એને છૂટો પાડી દીધો. પછી એકલા જ પિતાની યોજનાઓના વિચારમાં ને વિચારમાં તેમણે ઘેડાને મિ. ડોબીના મકાન તરફ લીધો. જ્યારે તે ત્યાં આવી પહોંચ્યા, ત્યારે તેમણે એક વિચિત્ર દશ્ય જોયું : એક કૂતરું એક માણસને વળગ્યું હતું અને બચકાં ભરવા જતાં તેનાં કપડાંની બૂરી ગત બનાવી રહ્યું હતું. એ દશ્યનાં પાત્રમાં જે માનવવંશીય હતું, તે હતા મિત્ર ટ્રસ. મિ. ટ્રસ બ્રાઈટનમાં ડે. લિંબરની સંસ્થાના વડા” વિદ્યાર્થી હતા, એ આપણે જાણીએ છીએ. નાનકડા પલ ઉપર તેમને પહેલેથી ખાસ ભાવ હતો, અને તેના માનીતા કૂતરા ડિજિનિસને તે જ બ્રાઈટનથી લઈ આવીને ફરન્સને સુપરત કરી ગયા હતા, એ બધું આગળ આવી ગયું છે. મિત્ર ટ્રસ પોતે હવે બ્રાઇટનમાંથી છૂટા થઈ ગયા હતા, અને ગૃહસ્થ- અથવા – સદ્ગહસ્થ બનવાને પંથે હતા. તેમના હાથમાં પિતાની મિલકતની ભાળવણું આવતાં, તેમણે એક મકાન લંડનમાં રાખી લીધું અને પછી તેને પોતાના અનોખા ખ્યાલો મુજબ સજાવવા માંડયું. તેમણે બ્રાઈટનના “બ્લેક બેજર પીઠાના એક કાયમની મુલાકાતી ગેમ-ચિકન નામના માણસને પોતાના સલાહકાર અને માર્ગદર્શક તરીકે નિમ્યો-જે દર અઠવાડિયે ત્રણ વખત તેમની મુલાકાત લેતા અને દરેક મુલાકાતની સાડાદશ શિલિંગ ફી વસૂલ કરતો. ૧૭૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ડેબી ઍન્ડ સન ગેમ-ચિકને તરત મિટ્રસ્ટને બિલિયા શીખવનાર એક નિશાનબાજ નીમી દીધો; પટ્ટાબાજી શીખવનાર એક બૉડી-ગાર્ડ નીમી દીધો અને મલ્લકુસ્તી શીખવવા એક પહેલવાનને. ગેમ-ચિકનને મન આ બધી લલિતકળાએ એક યુવાન સદ્ગહસ્થને માટે બહુ જરૂરી હતી. આ બધું કરવા છતાં મિ. ટૂસને એમ લાગવા માંડયું કે, કશું બરાબર મન માન્યું ગોઠવાતું નથી. એટલે તેમણે આ બધી પ્રવૃત્તિએમાં આપમેળે એક નવી પ્રવૃત્તિ ઉમેરી : રોજ મિડાબીને મકાને જવું અને બારણું આગળ દરવાનને પોતાનું કાર્ડ આપી આવવું. ત્યાં તે કદી દાદર ચડીને ઉપર જતા નહિ. સારાં કપડાં પહેરીને તે મિ. ડોબીના બારણું આગળ જાય અને દરવાનને કહે : “પૂડમોર્નિંગ ! મિ. ડોમ્બીને આ પહોંચાડજે.” એમ કહી તે પોતાનું નામ છાપેલું કાર્ડ તેના એક હાથમાં આપે. પછી તરત જ એ દરવાનના બીજા હાથમાં “મિસ ડેસ્બી માટે” એમ કહી બીજું કાર્ડ પકડાવી દે. મિ ટ્રસ આટલું કર્યા પછી તરત જ ચાલ્યા જવા માટે પાછા ફરે. પરંતુ દરવાન તેમની ટેવ જાણું ગયો હતો. મિ. ટ્રસ્ટ તરત પાછા ફરે અને જાણે કશું અચાનક નવું સૂઝી આવ્યું હોય તેમ પૂછે, “તેમનાં તહેનાત-બાનુ ઘેર જ છે કે ?” દરવાન જવાબ આપે : “મારા ધારવા મુજબ ઘરમાં જ છે; પરંતુ હું ખાતરી કરી જોઉં.” એમ કહી તે ઉપરનો ઘંટ વગાડે; એટલે તરત મિસ નિપર નીચે આવે. વાહ, કેમ છો ? ” મિટૂસ તેને પૂછે અને આનંદનો ડચકા વગાડે. સુસાન ખુશીસમાચાર પૂછવા બદલ તેમને આભાર માને અને જવાબ આપે, “બહુ સારી છું.” ડિજિનિસનું કેમ ચાલે છે?” એ મિ. સૂસનો બીજો પ્રશ્ન હોય. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ મિ. દૂસ આગળ વધે છે બહુ સરસ જ ચાલે છે, વળી ! મિસ ફૉરન્સ અને તે એકબીજા સાથે બહુ હળતાં જાય છે.” મિ. ટ્રસ એ સમાચારથી પૂર્ણ સંતુષ્ટ થયાના બે ચાર ડચકારા વગાડી લે. . “મિસ ફલોરન્સ પણ બહુ મજામાં છે, સાહેબ,” સુસાન હવે પિતા થકી તેમને પૂછળ્યા વિના જ કહી દે, એ વાતની કશી ચિંતા નહીં,” મિ. ટ્રસ પોતાના એ પિટ શબ્દો બોલી નાખી, તરત જ ઉતાવળે વિદાય થઈ જાય. અલબત્ત, ડો. ક્લિંબરની શાળામાં કેળવણી મેળવી મિટ્રેસમાં જેટલી વિચાર-શક્તિ બાકી રહી હતી, તેટલા માત્રે પણ તેમને એટલું સમજાતું હતું કે, પોતાને બહુ દૂરના ભવિષ્યમાં પણ કદાચ – કાઈ વાર – અચાનક ફરન્સને પરણવાનું મળે, તો સારું લાગે ખરું. પણ એ મુદા આગળ આવ્યા પછી, આગળ તેમની કશી બુદ્ધિ ચાલતી ન હોવાથી, એ અંગે શું કરવું કે ન કરવું એ બાબતમાં તે શુન્ય જ રહેતા. એક રાતે બહુ ચિંતવન કર્યા પછી ફર્લોરન્સને એક પત્ર લખી નાખવાને તેમણે મરણિયો પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નની શરૂઆતમાં થોડાં આંસુ, થોડાક ડચકારા, થોડાક છાતીના ધબકારા વગેરે પ્રારંભિક ક્રિયાઓ બાદ “ જ્યારે હું જોઉં છું –” એટલા શબ્દો કાગળ ઉપર લખ્યા પછી તે જે વ્યા, તે થોભ્યા. એટલેથી એ કાગળ આગળ વધ્યો જ નહિ. એટલે મિ. ટ્રસે રાજ મિડેામ્બીને બારણે જઈ આમ કાર્ડ આપી આપવાનો રિવાજ જ ચાલુ રાખ્યો. દરમ્યાન ફરન્સની તહેનાત-બાનુ સુસાનનો કંઈક પરિચય થતો ગયો, એ બહુ સારી પ્રગતિ છે, એમ પણ તેમને લાગ્યું. પણ હવે સુસાનને પૂરેપૂરી હાથમાં લેવા અંગે આગળ કંઈક કરવું જોઈએ, એમ તેમને લાગતાં, તેમણે તરત પોતાના સલાહકાર ચિકનની સલાહ લીધી. પિતાના એક મિત્રનું Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ડેબી ઍન્ડ સન નામ દઈને તેમણે પૂછયું કે, તે મિત્રે પોતાની પ્રેમિકાની દાસીને જીતવા શું કરવું ! ચિકને પોતાની રીતે પોતાની ભાષામાં જવાબ આપ્યો, “જુવાન બાઈઓની બાબતમાં હિંમતપૂર્વક સીધા ધસી જવું, એટલે વિજય તમારે છે.” મિ. ટ્રસે એ સૂત્રવાકયનો અર્થ પોતાની રીતે ઘટાવી લીધે અને નક્કી કર્યું કે, બીજે દિવસે જઈને મિસ નિપરને ચુંબન કરવું જ. એટલે બીજે દિવસે બર્જેસ એન્ડ કંપનીનાં સીવેલાં સારામાં સારાં કપડાં પહેરીને મિત્ર ટ્રસ મિ. ડાબીને ત્યાં ઊપડ્યા. દરવાન સાથેનો રાબેતા મુજબને બધે પ્રાથમિક વિધિ પતાવતાં સુસાન આવી એટલે તેની સાથે રાબેતા મુજબના પ્રશ્નોત્તર તેમણે શરૂ કર્યા. સુસાને પણ રાબેતા મુજબ છેવટે વગર પૂજે કહ્યું કે, “મિસ ફૉરન્સ પણ બહુ મજામાં છે. ” ત્યારે તેમણે પણ રાબેતા મુજબ જવાબ આપ્યો ક, “એ વાતની કશી ચિંતા નહીં.” પણ પછી અચાનક તીરની પેઠે સીધા વિદાય થઈ જવાને બદલે તે ત્યાં જ થેલી રહ્યા અને ડચકારા વગાડવા માંડયા. સુસાને બિચારીએ તે ભલા જુવાનિયા ઉપર દયા લાવી તેને પૂછયું, “તમારે ઉપર આવવું છે, સાહેબ ?” ઠીક; મને લાગે છે કે, હું અંદર આવું,” એમ કહી મિ. ટૂટ્સ અંદર દાખલ થયા અને બારણું બંધ થયું એટલે દાદર ઉપર ચડવાને બદલે સીધા સુસાન તરફ ધસી ગયા અને તેના ગાલ ઉપર ચુંબન કરી લીધું. અરે આ શું? જાઓ છો કે તમારી આંખે હમણું ખેતરી કાઢું !” સુસાન તડૂકી. અરે એક જ બીજું !” Page #208 -------------------------------------------------------------------------- ________________ મિદૂટ્સ આગળ વધે છે અરે જાઓ છે કે નહીં ? તમારા જેવા ભલાળા દેખાતા છોકરડા પણ આવું કરવા લાગશે, તો પછી કેણુ શું નહીં કરે ?” સુસાન કે, સાચેસાચ ચિડાઈ હતી; છતાં આ બધું તે ખિલખિલાટ હસતાં હસતાં રંધાતે ગળે જ મહા પરાણે બાલી હતી. પરંતુ દાદર ઉપર ઊભેલો ડિયોજિનિસ આ બધી ધમાલ જોઈ, પોતાનાં ઘરનાં માણસો ઉપર કંઈક હુમલો થયો છે એમ માની, સીધો નીચે ઊતરી આવીને મિ. ટૂસને પગે વળગે તે વળગ્યો. સુસાન એકીસાથે ચીસ પણ પાડવા લાગી અને હસવા પણ લાગી. બહાદુર મિટ્રસ પિતાના પગને નહિ પણ પિતાના બર્જેસ કંપનીના નવા પાટલૂનને બચાવવા સીધા શેરીમાં દોડયા. ડિજિનિસને જેમ જેમ ધકેલી મૂકવામાં આવતો, તેમ તેમ તે વધુ જોરથી મિત્ર ટ્સને વળગતે: પાટલૂને નહિ તે કોટે ! મિ. કાર્કર આ ઘડીએ આ દશ્યમાં દાખલ થયા. ડિજિનિસને તરત જ અંદર બેલાવી લેવામાં આવ્યો અને બારણું બંધ કરી દેવામાં આવ્યું. મિ. કાકરે હવે મિટ્રસ પાસે જઈને પૂછયું, “ખાસ કઈ ઈજા નથી થઈ એવી આશા રાખું છું.” ના, ના, આભાર; એ વાતની કશી ચિંતા નહીં.” પણ કૂતરાના દાંત ચામડીમાં પેસી ગયા તે નથી ?” કાર્કરે પોતાના તણું ધોળા દાંત ખુલ્લા થાય એવું હસીને પૂછયું. ના, આભાર; બધું બરાબર છે; બહુ સારું છે, આભાર.” “હું મિત્ર ડોમ્બીને માણસ છું, અને તેમની ગેરહાજરીમાં આ બનાવ બદલ તમારી માફી માગું છું. જો કે, આ બધું કેમ કરીને બન્યું, એ મને સમજાતું નથી.” “એ વાતની કશી ચિંતા નહીં, આભાર.” એટલું કહી મિત્ર ટ્સ હવે રોજ કરતાં વધુ ઉતાવળથી વિદાય થઈ ગયા. વથી વા થઈ ગયા Page #209 -------------------------------------------------------------------------- ________________ ડૉ ઍન્ડ સન તરત જ મિ॰ કાર્કરે ઉપરની ખારી તરફ નજર કરી, વફાદાર ડિયાજિનિસે તે વખતે જ બારી ઉપર એ પગ ગેાઠવી, મેમાં બહાર કાદી, પેાતાના મકાનના શત્રુને ભસવાનું ચાલુ રાખ્યું. મિ॰ ટૂટ્સ તે ચાલ્યા ગયા હતા; તે પછી તે આ મકાનના બીજા શત્રુને એળખી કાને ભસતા હતેા, શું? ૧૭૬ ૨૪ કાકા-સાલની મુલાકાતે ૧ ફલોરન્સ પોતાના પિતાના ભેંકાર ઘરમાં એકલી જ હતી. અલબત્ત, મકાનને દરવાજે ચેકીદારા હતા, તથા ઘરમાં બીજા નાકરચાકર પણ હતા. પરંતુ નાના બાળકને અને ખાસ કરીને તેના જેવી ભાવુક પ્રકૃતિની છે.કરીને મા-બાપ-ભાઈ એમાંથી કાઈના સ્નેહ-વાત્સલ્યની ટૂંક વિના, પેાતાના મનના ભયેા અને ભાવેા સાથે એકલા રહેવું કેટલું મુશ્કેલ હાય, એની કલ્પના થઈ શકે છે. અલબત્ત, તેના પિતાની લીમિંગ્ટન ખાતેની ગેરહાજરી દરમ્યાન તે પેાતાના પિતાના કમરામાં યશ્રેષ્ટ જઈ શકતી—પિતા કાઢી મૂકે એના ડર વિના જ ! પરંતુ એમ તે। તે એના મૃત નાના ભાઈના કમરામાં પણ જઈ શકતી હતી; પણ પેાતાના હૃદયમાં ભારેલા સ્નેહ એકલી એકલી વાગોળવા જ! તેના મૃત ભાઈ ને કે જીવંત પિતાને પેાતાને સ્નેહભાવ તે આમ પરાક્ષ રીતે જ યયેટ અર્પણ કરી શકતી હતી; તેણે અર્પણ કરેલેા ભાવ સામી વ્યક્તિએ સ્વીકાર્યાં છે, એના કશું! ચિહ્ન કે પ્રમાણુ વિના જ ! એક પછી એક દિવસ એમ જ પસાર થતા જતા હતા. બ્રાઇટનથી સ્કેટલ્સ કુટુંબ ક્લેરન્સને થેાડા દિવસ સ્થળફેર –મનફેર કરવા Page #210 -------------------------------------------------------------------------- ________________ કાકાસેલની મુલાકાતે ૧૭૭ આવવા માટે વારંવાર પત્ર લખ્યા કરતું હતું. છેલ્લા પત્રના આમંત્રણને સ્વીકાર કરતો આભારદર્શક જવાબ ફૉરન્સ અત્યારે લખવા બેઠી હતી, અને સુસાન પાસે ઊભી ઊભી, એ બાબતમાં માથું હલાવી ગુપચુપ સંમતિ દર્શાવી રહી હતી. એ લોકેએ ફરીથી નિમંત્રણ મોકલ્યું, એ એમની સજજનતા કહેવાય.” ફર્લોરસે જવાબ પૂરો કરી બીડતાં બીડતાં કહ્યું. પણ સુસાન નિપર દુનિયાની સજજનતાથી વધુ પરિચિત હતી. તેણે જવાબમાં એટલું જ કહ્યું, “એ લકે શા માટે આગ્રહ કરીને વારંવાર તમને તેડ્યા કરે છે, એ જાણે હું ન સમજતી હોઉં, તો ને ?” મને ત્યાં જવાની ખાસ મરજી થતી નથી, પરંતુ તેમનું નિમંત્રણ વારંવાર પાછું ઠેલવું પણ સારું નહિ, ખરું ને ?” ના જ ઠેલવું જોઈએ, વળી! ખાસ કરીને એવા સંજ્ઞનું !” સુસાને ફરી એ શબ્દ ઉપર ભાર મૂકયો. ડી વાર ચૂપ રહ્યા બાદ ફૉરન્સ બોલી ઊઠી, “ટરના કશા સમાચાર મળે બહુ વખત થઈ ગયો, ખરુંને, સુસાન? ઘણો જ વખત થઈ ગયો વળી, મિસ ફલેય; અને પેલે પ-ડે હમણું આવ્યો હતો, તે કેવીય વાત કરતો હતો; પાછો એ બહુ જાણે ખરો ને ?” શી વાતો કરતો હતો ?” ફરસે ઉત્સુક થઈને પૂછયું, અને એ વખતે તેના મોં ઉપર થઈને શરમની એક આભા પસાર થઈ ગઈ. અરે ભાયડા-જાતની શરમરૂપ એ પર્ચ-ડા કરતાં તો હું વધારે બહાદુર છું; હું એમ ઝટ પિચકાં નાખી બેસું નહિ.” “શી વાતનાં પિચકાં ?”ફરન્સ હવે ગભરાઈને બેલી ઊઠી. જુઓને, એ નાલાયક માણસ, કેવા કેવા વિચાર કરે છે ?” “તો શું તે એમ માને છે તે, વેટરવાળું વહાણ ખરેખર ડૂબી ગયું છે?” ડે-૧૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ડેબી એન્ડ સન અરે મારા મેં ઉપર એ એવી વાત બેલે તો ખરે ! એ તો માત્ર એટલું લવી ગયો કે, વોટરે જતા પહેલાં એની ધણિયાણુંથતી માટે કંઈક ગરમ મસાલે મોકલવાની વાત કરેલી, – સુવાવડ માટે સ્તો ! પણ એક સુવાવડ તો ક્યારની પતી ગઈ એટલે હવે બીજી સુવાવડ વખતે કામ આવે એ માટેય તે કશું મોકલશે કે કેમ, એવું એવું કેટલુંય બોલવા લાગ્યો. પણ છેવટના તો એવી ખરાબ વાત એ બેલ્યો ! હું આમ તો સહનશીલ બાઈ છું; પણ છેક ઊંટ તો નથી જ, કે જેથી એની એવી બધી વાતોનો ભાર મૂંગે મેએ ઉઠાવ્યા કરું જે !” એ વધારામાં શું કહે છે? મને કહો ?” વાહ, મિસ ય, જાણે હું તમારાથી કશું છુપાવતી હોઉં, કે છુપાવવાની હેઉં, એમ શું બોલે છે ? તે મુઓ એમ કહેતો હતો કે, એ માર્ગે ગયેલા કઈ વહાણને પહોંચતાં આટલો બધો વખત થયો હોય, એવું એના બાપ-જન્મારે પણ તેણે જોયું નથી કે સાંભળ્યું નથી. વળી તે કાળમુખો કહેતો હતો કે, એ વહાણના કપ્તાનની બૈયર ઓફિસે આવીને કાલે બહુ બહુ ચિંતાઓ રહી ગઈ” “મારે વોલ્ટરના કાકાને તાબડતોબ મળવું છે. આજે અત્યારે જ ચાલો આપણે ત્યાં સુધી ચાલી જ નાખીએ, સુસાન.” સુસાનને એ સૂચનાના વિરોધમાં કશું જ કહેવાનું નહોતું, એટલે તેઓ તરત જ તૈયાર થઈ એ તરફ જવા નીકળી જ પડ્યાં. જ્યારે તેઓ સૌલકાકાના દુકાન-ઘર પાસે પહોંચ્યાં, ત્યારે બારણા પાસે ઊભા ઊભા ઊંચે ઊડતાં કબૂતરને અવાજ દેતા બાઈલર'ને જોઈને સુસાનને બહુ નવાઈ લાગી. તે તરત જ બોલી ઊઠી, “આ તો મિસિસ રિચાર્ડઝને મોટો ! એની બાપડીની જિંદગીમાં પૂળ મૂકનાર !” સુસાને પાસે જઈ તેના પડખામાં એક ગડદો મારી તેને કહ્યું, “અલ્યા, તારી મા તો કહેતી હતી કે તું હવે તારાં ભૂંડાં કરમનો Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ કાકાસલની મુલાકાતે પસ્તાવો કરે છે! તે આવો પસ્તાવો કરે છે, મૂઆ ! કબૂતરને પકડીને ? મિ. જિલ્લ ક્યાં છે?” પેલાએ સુસાન તરફ જોઈને માની સહિયરને ઓળખી લીધી અને તરત જવાબ આપ્યો, “બહાર ગયા છે.” તો જા, એમને બેલાવી લાવ; તેમને કહે કે, મારાં નાનાં માલિકણ તેમને મળવા આવ્યાં છે.” તે ક્યાં ગયા છે તેની મને શી ખબર ? મને કહીને ગયા હોય તો ને ?” પાછા ક્યારે આવશે એ તો કહેતા ગયા છે ને, વારુ ?” ફર્લોરન્સ પૂછયું. હા મિસ; પાછલે પહોરે આવવાનું કહી ગયા છે; એટલે બેચાર કલાકમાં પાછા આવવા જોઈએ, ખરા.” “તેમને એમના ભત્રીજાની આજકાલ બહુ ચિંતા રહે છે, ખરું ?” સુસાને પૂછયું. રૅબે સુસાન તરફ અવજ્ઞા બતાવવા એ પ્રશ્નનો જવાબ ફૉરન્સ તરફ જોઈને જ આપતાં કહ્યું, બહુ જ રહે છે, મિસ; પાંચ મિનિટ પણ તે સ્થિર બેસતા નથી – બહાર જાય છે ને અંદર આવે છે.” ફૉરન્સ હવે તેને પૂછયું, “એમના મિત્ર કેપ્ટન કટલને તું ઓળખે છે ?” પેલા દક-વાળા ? હા, પરમ દિવસે તે અહીં આવ્યા હતા.” ત્યાર પછી તે અહીં આવ્યા નથી, કેમ?” સુસાને પૂછયું. “ના, મિસ, ” બે હજુ ફરન્સ તરફ ફરીને જ જવાબ આપતાં કહ્યું. “કદાચ ઑલ્ટરના કાકા તેમને જ મળવા ગયા હશે, સુસાન.” ફરસે તેના તરફ ફરીને કહ્યું. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ડેબી ઍન્ડ સન ના, ના, મિસ! તે કેપ્ટન કટલને ત્યાં તો નહિ જ ગયા હોય; કારણ કે તે કહેતા ગયા છે કે, જે કેપ્ટન કટલ અહીં આવે, તે કહેવું કે, “ગઈ કાલે કેમ નહોતા આવ્યા ? અને પછી પોતે પાછા આવે ત્યાં સુધી તેમને અહીં બેસાડવાનું મને કહ્યું છે.” બે વચ્ચે જ જણવ્યું. “કેપ્ટન કટલ ક્યાં રહે છે, તે તું જાણે છે ? ” ફલોરન્સ પૂછયું. રેબે તરત ડોકું હલાવી “હા” કહી, અને ટેબલ ઉપરથી એક મેલી ચાપડી જેવું ઉપાડી, તેમાંથી સરનામું કાઢી મોટેથી વાંચી બતાવ્યું. ફલેરન્સ હવે સુસાન સાથે ધીમેથી વાટાઘાટ કરવા લાગી; અને રોબ પોતાના પેટ્રન મિ. કાર્કરની સૂચના મુજબ બધું ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો,—અલબત્ત, મેં બીજી તરફ રાખીને અને નથી સાંભળતો એ દેખાવ કરીને. ફૉરન્સ સુસાનને કહેતી હતી કે, આપણે કેપ્ટન કટલ પાસે જ જઈએ, તથા “સન એન્ડ એરે” જહાજના કશા સમાચાર આવતા નથી એ બાબત તે શું ધારે છે, તે સાંભળી લઈએ; તથા તેમને પછી અહીં જ તેડી લાવીએ, જેથી તે સેલ-કાકાને કંઈક આશ્વાસન આપી શકે. સુસાનને પહેલાં તે એટલે દૂર ચાલીને જવા બાબત મુશ્કેલી લાગતી હતી; પણ ઘોડાગાડી કરીને જવાની વાત ફલોરન્સ કરી, એટલે તે તરત સંમત થઈ રોબને જ ઘડાગાડી લઈ આવવા મોકલવામાં આવ્યો અને થોડી વાર બાદ, ફલેરન્સ અને સુસાન કેપ્ટન કટલની મકાન માલિકણ મિસિસ મેકસ્ટિંજરની મેઢામેઢ આવીને ઊભાં રહ્યાં. મિસિસ બૅકટિંજર તે જ વખતે પોતાના અઢી વર્ષના છોકરાને કાલું મારી બેઠી હોઈ, તથા તેને છેક જ ચૂપ બની ગયેલ જોઈ Page #214 -------------------------------------------------------------------------- ________________ કાકાસેલની મુલાકાતે શેરીની રસ્તા ઉપરની ઠંડી ફરસબંધી ઉપર સુવાડી પાછો ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતી હતી. ફલોરન્સના મોં ઉપર છેકરા ઉપર દયાકરાને ભાવ છવાઈ રહેલો જોઈ મિસિસ મેકસ્ટિંજરે તેને એના દેખતાં જ ફરી પાછો ધીખ્યો, અને પછી પથ્થર ઉપર સુવાડો. છોકરો જરા શ્વાસ લેતા થે, એટલે જોરસે પૂછયું, “મેડમ, માફ કરજો; પણ આ કેપ્ટન કટલનું જ ઘર છે ને ?” ના, જરાય નહિ.” પેલીએ પિતાનો જંગી હાથ હલાવીને જવાબ આપ્યો. “તો શું, આ નવ નંબરનું મકાન નથી ?” કોણે કહ્યું કે, નવ નંબરનું મકાન નથી ?” સુસાન હવે વચ્ચે બોલી ઊઠી, “મારી બઈ કોની સાથે વાત કરે છે, એ તે વિચારે ? સીધો જવાબ આપતાં શા વચકા પડે છે?” “પણ તારે કેપ્ટન કટલનું શું કામ પડયું છે, એ મારે પહેલાં જાણવું છે.” તારે જાણવું છે કેમ ? તો તો બાલાં માર્યા કર !” . ફ્લેર સે હવે સુસાનને કશું ન બેલવા કહી, પેલીને પૂછ્યું, કેપ્ટન કટલ અહીં રહે છે કે નહીં, એટલું કહેવાની મહેરબાની કરશે?” “કોણ કહે છે કે અહીં નથી રહેતા ? પણ એ કેપ્ટન કટલના બાપનું ઘર નથી, એટલું જ મારે કહેવું છે. તેને વળી “ઘર” શું ને બાર” શું ? એ માણસ ઘરબારી થવાને લાયક જ નથી. મેં તો તેને ઘરબારી થવાને લાયક માણસ ગણીને ઉપરના માળ ભાડે આપ્યો હતો; પણ નાલાયક ! ભૂંડને મેતી ચરવા નાખ્યાં !” કેપ્ટન કટલે હવે નીચે મકાન માલિકણે કરેલા બૂમબરાડા થોડા ઘણું સાંભળ્યા; તે પોતાના કમરામાં એક ખુરશી ઉપર સંકોચાઈને બેસી રહ્યા હતા, અને તેમની આસપાસ આખો કમરે – ભીંત સુધ્ધાં – ધયાનું સાબુ-મિશ્રિત પાણીનું ખાબોચિયું હતું. તેમની ખુરશીની આસપાસની છેડી જગા જ કરી હતી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ડિમ્મી એન્ડ સન પછી ફલેરન્સને સુસાન સાથે ઉપર આવીને બારણું આગળ ઊભેલી જોઈ એટલે કેપ્ટન કટલ ચંકી ઊઠ્યા. તેમણે તરત જ પિતાના કારા ટાપુની કિનારા સુધી ધસી જઈ બંને જણને પેલો પણું-ક્લકાતો દરિયો એળગાવી દીધો. ફલેરસે તરત જ પૂછવા માંડયું, “ કેપ્ટન-કાકા, વહાલા વોટર વિષે તમે શું ધારો છો ? હવે તે મારો ભાઈ થયો છે, એ તમે જાણો છે ને ? એ અત્યારે ક્યાં છે? અને એની સલામતી વિષે કંઈ ચિતા રાખવા જેવું કહેવાય કે નહિ ? તથા તમે રોજ જઈને તેના કાકાને મળતા રહો તે ? કંઈ નહિ તો એની સહીસલામતીના સમાચાર આવે ત્યાં સુધી તો ખાસ ! ” કેપ્ટને તરત જવાબ આપ્યો, “મારી આંખના નૂર ! વૉલર વિષે તમારે જરાય ચિંતા રાખવાની જરૂર નથી. એ તરફ આ વર્ષે આહવા ખૂબ ખરાબ થઈ ગયેલી સંભળાય છે; પણ વૈલર જેવા નક્કર હૃદયના છોકરાઓ એવી આબેહવાને તો ક્યાંય ભરીને પી જાય. અને જે જહાજમાં એ ગયો છે, તે જહાજ પણ ઢીલુંપોચું નથી. વહાણ અને માણસ બંનેનું ઘડતર નક્કર હેય, તો ગમે તેવી આબેહવા પણ તેમને પછાડી ન શકે, સમજ્યાં ? એટલે એ બાબતની મને હજુ સહેજે ચિંતા નથી.” “પણ?” હા, હા, મને હજુ જરાય ચિંતા થતી નથી, મારાં દિલરૂબા! અને ચિંતા થવા લાગે તે પહેલાં તો વલ'ર ગમે તે ટાપુ ઉપરથી કે ગમે તે બંદરેથી આપણને કાગળ લખી, કશી ચિંતા ન કરવાની ખબર મેકલાવશે જ. અને સલ જિસની ચિંતા દૂર કરાવવાનો તે મારી પાસે એક સીધે ઉપાય છે. બંઝબી જે દરિયાના પાણીના ટીપેટીપાની માહિતીવાળો બીજે કઈ માણસ નથી. એને એ બધી વાત કહેવડાવીએ, એટલે પછી સેલ જિલ્સને પણ માન્યા કહેવું પડે.” Page #216 -------------------------------------------------------------------------- ________________ કાકાસોલની મુલાકાતે ફરસે તરત જ કેપ્ટન કટલને પોતાની ઘોડાગાડીમાં સાથે આવી બંઝબીને પણ સાથે લઈ સેલ-કાકાને મળવા આવવા વિનંતી કરી. કેપ્ટન કટલને હવે સાચી વાત કહી દેવી પડી કે, પિતાને આખું મકાન ધોવાના કામમાં લેવો હતો તે કારણે, તેમની મકાન માલિક મિસિસ બૅકટિંજરે તેમનો ટોપો કબજે લઈ, તેમના બહાર જવાના સ્વાતંત્ર્યનો નાશ કર્યો છે, એટલે જ તે ગઈ કાલે કે આજે પણ પોતાના મિત્ર સેલ જિલ્સને મળવા આવી શક્યા નથી ! પણ તે જ ઘડીએ કમરાનું બારણું જેરભેર ઊઘડયું, અને કેપ્ટન કટલનો ટોપો અંદર ઊડી આવ્યો. કેપ્ટન કટલ હવે બહાર જવાની પરવાનગી મળેલી જોઈ રાજી થતા, ફલોરન્સ સાથે ઘોડાગાડીમાં બંઝબીને ત્યાં જવા નીકળ્યા. જ્યારે બધી મંડળી કાકા-સેલને ત્યાં આવી, ત્યારે તે ઘેર પાછા આવી ગયા હતા. તેમણે સૌને આવકાર્યા. અત્યારે તે ટેબલ ઉપર નકશો પાથરી, વહાણ આડું અવળું થઈ ગયું હોય, તો પણ તેની આશા મૂકવાને માટે કેટલા દિવસ પસાર થવા દેવા જોઈએ, તેની ગણતરી કરવાનો પ્રયત્ન કરતા હતા. આ બધાં આવ્યાં એટલે તેમની આગળ તે એ બાબતના પિતાના નિર્ણય જાહેર કરવા લાગ્યા; પણ ફલોરન્સ જોઈ ગઈ કે, એમની આંખે અને ખાસ કરીને તેમની સમજશક્તિ કંઈક ચકળવકળ થઈ ગયાં છે. તેની ચિંતાનો પાર રહ્યો નહિ. ફર્લોરસે અત્યાર આગમચ પોતે તેમને મળવા ન આવી શકી, તે બદલ દિલગીરી વ્યક્ત કરી, ત્યારે સોલોમને તરત જણવ્યું, “હું હમણું તમને મળવા જ તમારે ત્યાં ગયો હતો. કારણ કે, મારે તમને પહેલાં એક વાર મારી આંખે જોઈ લેવાં હતાં, – પછી. . . .” Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ડી એન્ડ સન “? એટલે શાની પહેલાં ? અને Tછી શું ?” ફલેરસે રડવા જેવી થઈ જઈને કાકા-સેલના હાથ ઉપર પોતાનો હાથ ભારપૂર્વક મૂકીને પૂછયું. પહેલાં ? હું શું એવું બોલ્યો હતો? હા, હા, વલ્ટરના સમચાર આવે તે પહેલાં, એમ માની લેને.” - “માની લઉં? એટલે શું કહેવા માગો છો, કાકા-સેલ? તમારી તબિયત બરાબર નથી શું ? ” પણ હવે કેપ્ટન કટલે બંઝબીને વાતચીતમાં વચ્ચે નાખવા પ્રયત્ન કર્યો. બંઝબીએ મોટા મોટા જ્યોતિષીઓની રીતે સારું નરસું એમ બંને પ્રકારે એક સાથે જ વેટર અને તેના જહાજનું નસીબ ભાખી આપવા પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, “વહાણ ન હૂખ્યું હોય, તો ન જ ડૂખ્યું હોય, વળી; તથા વહાણ ન હૂખ્યું હોય તો ઑલ્ટર પણ ડૂખ્યો ન હોય, એ ચોક્કસ વાત છે. અને જો એ તરફ ખરાબ આબેહવા નડી હોય, તો એવડું મોટું જહાજ પણ ન ડૂબે એમ ન કહી શકાય. ઈસ.” પોતાના અનુભવનો એ પ્રમાણે લાભ આપી, તેઓશ્રી વિદાય થયા; ત્યાર બાદ કેપ્ટન કટલે સૌને એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, બંઝબીએ આપણને આશાવંત રહેવાનો જ આદેશ આપ્યો છે, – નિરાશ થવાનો નહિ. પણ કાકા-સેલ એ કશા ઉપર ધ્યાન આપ્યા વિના નકશા તરફ જોઈ જોઈને કંપાસ વડે કંઈને કંઈ નિશાનીઓ કરવા લાગ્યા. ફૉરન્સ ચિંતાતુર નજર એમના તરફ જોઈ રહી. કેપ્ટન કટલે પોતાના મિત્રને હવે ભારપૂર્વક કહ્યું, “દોસ્ત ! જરા હિંમત રાખે – હું આપણે આ દિલરૂબાને તેમને ઘેર પહોંચાડી આવી હમણું જ પાછો આવું છું. પછી આપણે બંને આજે સાથે જ જમવા જઈશું. આજે હું તમને એકલા છોડવાનો નથી.” સલેમને જવાબ આપે, “આજે નહિ, ભાઈ નેડ! આજે મારાથી જમવા નહિ આવી શકાય.” Page #218 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલ કામે ચડે છે. “કેમ?” કેહને નવાઈ પામી પૂછ્યું. મારે ઘણું કામ છે– ઘણું ઘણું વિચારવાનું છે તથા ગઠવવાનું છે. મારાથી નહિ આવી શકાય. મારે હમણાં જ બહાર જવાનું છે.” કેપ્ટન કટલ પોતાના મિત્ર તેમ જ ફરન્સ તરફ નવાઈ પામી વારાફરતી જોઈ રહ્યા. પછી તે બેલ્યા, “તો કાલે રાખો.” “હા, હા, કાલે; જરૂર. જે મારો વિચાર કરજો–મને યાદ કરજે; હા, હા, કાલે, કાલે, જરૂર.” તો હું કાલે વહેલી સવારે આવીશ,” એમ કહી કેપ્ટન કટલ ફલેરન્સને અને સુસાનને તેમને ઘેર પહોંચાડવા ઊપડ્યા. છતાં, પાછા ફરતી વખતે પોતાને ઘેર સીધા જવાને બદલે તે કંઈક વિચાર કરી સલેમનને ત્યાં બહારથી જ ડેયુિં કરી જેવા આવ્યા. તેમણે જોયું કે, સેલ જિસ ટેબલ આગળ બેસી કંઈક ઉતાવળે લખી રહ્યો હતો, અને રેબ ગ્રાઈન્ડર ગલ્લા નીચે પિતાની પથારી પાથરતો હતો. ૨૫ કૅપ્ટન કટલ કામે ચડે છે કન કટલ કે ઊંઘણશી માણસ ન હતા; છતાં સેલ જિલ્લને મળવા માટે વહેલા ઊઠીને તે પહોંચી જાય તે પહેલાં જ પોતાને બારણે રેબ ગ્રાઈન્ડરને આવી રહેલ જોઈ તે ખૂબ નવાઈ પામ્યા.” કેપ્ટને પૂછ્યું, “શી વાત છે ?” બે કૂંચીઓનું એક ઝૂમખું અને સીલબંધ પાકિટ કેપ્ટનને આપતાં આપતાં કહ્યું, “આજે સવારે હું સવાપાંચ વાગ્યાના અરસામાં જાગી ઊઠશે, ત્યારે મારા એશિકા આગળ આ વસ્તુઓ મૂકેલી હતી, દુકાનનું બારણું અંદરથી આગળ અને તાળું માર્યા વિનાનું હતું, તથા મિ. જિસ ચાલ્યા ગયેલા હતા.” Page #219 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન ચાલ્યા ગયેલા હતા ?” “વિદાય થઈ ગયા હતા, સાહેબ. પણ પછી ચાવીઓના આ ઝૂમખા ઉપર તથા આ સીલબંધ પાકિટ ઉપર “કેપ્ટન કટલ માટે? એવું લખેલું હોવાથી એ બધું લઈને સીધો હું દોડતો અહીં આવ્યો છું.” પણ સેલ જિસ ક્યાં?” કેપ્ટને એકદમ રેબ ઉપર ધસી જતાં આંખો ફાડીને પૂછયું. મારી ઈજજતના સોગંદ, સાહેબ, જે હું બીજું કશું જાણતો હોઉં તે ! મને તે હમણું જ નોકરી મળી છે, એટલામાં તો શેઠ પોતે જ ઘરમાંથી ભાગી ગયા ! મારી જ પરિસ્થિતિ વિચારો ને સાહેબ ” પણ કેપ્ટન કટલના મનમાં વસી ગયું કે, આ ખરાબ સમાચાર લાવનાર છેકરે જ એ ખરાબ હકીકત માટે પણ કાઈ ને કઈ રીતે જવાબદાર હોવો જોઈએ; એટલે તેમણે રેબ નાસી ન જાય એવી વ્યવસ્થા કરી લઈ પહેલાં પેલું પાકિટ ફેડયું, અને અંદરનો કાગળ વાંચવા માંડયો– મારા વહાલા રેડ કટલ, આ સાથે મારું વિલ અને વસિયત બીડેલું છે. તે એક વરસ બાદ ફેડીને વાંચજે. અથવા મારા વહાલા ઑલ્ટરના કંઈક ખાતરીબંધ સમાચાર મળે ત્યારે ફોડજે.” કેપ્ટન કટલે આગળ વાંચવાને બદલ તરત રેબ ઉપર તરાપ મારી અને પૂછયું, અલ્યા વિલ અને વસિયત બે વસ્તુઓ અંદર બીડ્યાનું લખ્યું છે, તો વિલનું પાકિટ તો અંદર છે, પણ વસિયત ક્યાં છે? સાલા ચેર, એ વસિયત એકદમ આપી દે, નહીં તે તારું આવી બન્યું જાણુ.” રેબ બિચાર કરગરવા લાગ્યો, “સાહેબ, હું તો મારે ઓશિકે મૂકેલું હતું તે પાકીટ સીલબંધ લઈને સીધો અહીં દોડી આવ્યો છું. મને બીજી કશી ખબર નથી.” આ પૂરું વાંચી લઉં, પછી તારી વાત,” એમ કહીને કેપ્ટન કટલે પેલે કાગળ આગળ વાંચવા માંડયો– “મારે વિષે તમને કશા Page #220 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલ કામે ચડે છે ૧૮૭ સમાચાર ન મળે, અથવા મને ફરી કદી મળવા ન પામો, તો પણ મનેતમારા જૂના મિત્રને યાદ તો કરજે જ. હું પણ તમને છેવટ સુધી યાદ કરીશ. ગમે તે થાય, મેં ઉપર કહ્યું તે મુદત સુધી વેંટર માટે એનું ઘર સાચવી રાખજો. એ મકાન ઉપર હવે કશું દેવું રહ્યું નથી; ડેબીની પેઢીની લોન ભરપાઈ થઈ ચૂકી છે, અને એ ઘરની બધી ચાવીઓ આ સાથે તમને મોકલું છું. મારા ગયાની વાત ગુપ્ત રાખજે. તથા મારી કરી તપાસ કરશે નહિ.” હવે, આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે, એની તપાસ કરવાને કામે કૅપ્ટન લાગ્યા. તેમની સામે રોબ સિવાય બીજું કઈ હતું જ નહિ, એટલે તેમણે તેની જ સરતપાસ લેવાનું વિચાર્યું. પણ તે અર્થે “સ્થળ ઊપર પહોંચવું જોઈએ, એટલે રેબને ખભા આગળથી પકડી, તે તરત સેલેમન જિસની દુકાન તરફ ઊપડ્યા. મકાનમાં પિસી તેમણે બારણને અંદરથી તાળું માર્યું જેથી રેબ ભાગી ન છૂટે. પછી તેની સરતપાસ તેમણે આરંભી. તેમણે રેબને હુકમ કર્યો કે, તું ઊંઘમાંથી ઊઠો ત્યારે તને એશિકા આગળ કેવી રીતે ચાવીઓ અને બંધ પાકીટ મળ્યાં, એ બધું ફરીથી બરાબર કરી દેખાડ. એ રિહર્સલ રબને બે-પાંચ વાર કરી બતાવવી પડી. પછી, કેપ્ટન કટલ મકાનને ખૂણેખાંચરે સેલેમન જિલ્સનું મડદું છુપાવી રાખેલું મળે છે કે નહિ તે તપાસવા, રેબને સાથે રાખીને જ ફરી વત્યા. પણ કશું હાથ ન આવ્યું; ઉપરને માળ સલેમન જિસને હજામતને સામાન, પહેરવાનાં ચાલુ કપડાં તથા જેડા ઘરમાં ક્યાંય દેખાતાં ન હતાં. અને સલેમન જિસે પોતાના હસ્તાક્ષરમાં લખેલા કાગળમાં પિતે વિદાય થવાની વાત લખેલી હોવાથી, કેપ્ટન કટલ હવે એટલા નિર્ણય ઉપર પહોંચ્યા કે, સલેમન જિલ્સનું ખૂન રેબે કર્યું હોય એમ માનવાની જરૂર નથી; તથા સેલેમન જિલ્લ આ ઘરમાં મેજૂદ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ડોમ્બી અન્ય સન નથી તેનું કારણ તે પાતે ઘરમાંથી ચાલ્યા ગયા હેાય, એમ જ માનવું જોઈ એ. અને આ નિર્ણય ઉપર પહેાંચ્યા પછી, કૅપ્ટન કેટલ સ્વાભાવિક રીતે જ અને વધુ જલદીથી એ ધારણા ઉપર પણ પહોંચી ગયા કુ, વાલ્ટરની ચિંતા અસદ્ઘ બની જતાં, સાલ જિસે બહાર જઈને આપઘાત જ કર્યાં છે. કૅપ્ટન કટલ એ વિચાર આવતાં છેક ભાગી પડયા. વોલ્ટરની ચિંતા તેમને પણ ઓછી ન હતી; તેમાં પાછી પેાતાના આ મિત્રની ચિંતા ઉમેરાઈ. તેમણે હવે રૅબને તેના આરાપમાંથી મુક્ત કર્યાં. પછી સૅલેામન જિસે આપઘાત કર્યાં હેાય તે તેનું મડદું હાથ કરવા તેમણે રાબની મદદથી કિનારે ઠેર ઠેર તપાસ કરી. તથા બીજે પણ જ્યાં જ્યાં મડદાંની તપાસ કરી શકાય, તે બધે ઠેકાણે તે ફ્રી વળ્યા. એક અઠવાડિયું ઊંચે શ્વાસે ભારે પ્રયાસ કર્યાં પછી કૅપ્ટન કટલે એ પ્રયત્ન પડતા મૂકયો. પછી સેલેમન જિસે પેાતાને લખેલેા પત્ર તેમણે વારંવાર વાંચવા માંડયો. તે ઉપરથી તેમણે નક્કી કર્યું કે, વૅાલ્ટર માટે એનું ઘર સાચવી રાખવાનું કામ હવે તેમના ઉપર આવી પડે છે. એટલે તેમણે જાતે જ ત્યાં રહેવા આવવાનું અને દુકાનને ચાલુ રાખવાનું નક્કી કર્યું. અલબત્ત તેમ કરવા માટે તેમણે મિસિસ મેકસ્ટેજરનું મકાન છેડવું પડે. અને તે કાઈ પણ હિસાબે સહેલી વાત ન હતી ! એ મક્કમ બાઈ, પેાતાને તેનું ઘર છેાડી જવાની સીધી પરવાનગી આપે, એ તે તેમને અશકય જ લાગતું હતું; એટલે તેમણે તેના મકાનમાંથી ભાગી આવવાને જ નિશ્ચય કર્યાં. તદનુસાર તેમણે રખને સાધવા માંડયો - જો દીકરા, આપણે આ મકાન અને આ દુકાન સંભાળી રાખવાનાં છે, — ચાલુ રાખવાનાં છે. અને આપણે એ મળી મક્કમ પ્રયત્ન કરીએ, તે! આ દુકાન ધમધેાકાર કેમ ન ચાલે, એ મને સમજાતું નથી. અને દુકાન ધમધેાકાર ચાલે, << -- Page #222 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કેટલ કામે ચડે છે ૧૮૯ તેા પછી તને હું પગારમાં પણ બઢતી કેમ ન આપું ? પણ એ બધા માટે તારે એક કામ બહુ કાળથી કરવાનું છેઃ આજરાજ હું મારે ઘેર જાઉં છું, તે કાલે મેડી રાતે મધરાતે જ કદાચ પાછો આવીશ. પણ ગમે તેટલી રાત ગઈ હોય તે!પણુ, હું બારણું ઠેકું કે તરત તારે બારણું ઉધાડી દેવું, અને મને પાને જ પેસવા દઈ ઝટ બારણું બંધ કરી દેવું તથા આગળે ચડાવી દેવે. કારણ કે, મારા પી પકડવામાં આવ્યે હશે, અને જો બારણું બંધ હાવાથી મારે બહાર વધુ ઊભા રહેવાનું થશે, તેા કદાચ મને બારણા બહારથી જ એ લેાકેા પાછા ઉપાડી જશે— અલબત્ત, મારે પેાતાને ઘેર પાળેા લઈ જશે. પણ મારે હવે મારે ઘેર નહીં, પણ અહીં જ રહેવું છે, સમયૈા ને?” કૅપ્ટન કટલ જ્યારે તે રાતે મિસિસ મૅકસ્ટિંજરને ઘેર જમવા બેઠા હતા, ત્યારે પાતે આ બાઈની જાણ બહાર તેના મકાનને છેડી જવાના નિર્ણય કર્યાં હતા, તે બદલ તેમને અંતરાત્મા ડંખવા લાગ્યા. એટલે ખાતાં ખાતાં અધવચ જ તેમણે પૂછ્યું, “ મૅડમ, મહેરબાની કરીને મારી પાસેથી ત્રણ મહિનાનું ભાડું તમે અગાઉથી સ્વીકારશે ? પણ શા માટે કૅપ્ટન કટ્ટલ ?' પેલીએ પણ સામી એટલી જ લાગણી બતાવીને કહ્યું. >> r કૅપ્ટન કટલ મડદા જેવેશ કંઈ નહિ, મૅડમ, પણ તમે જો થશે; કારણ કે, મને મારા પૈસા એટલે તમે જો સ્વીકારે! તે! મેટી મહેરબાની ! ’ ખાસ ફીકા પડી ગયા. તેમણે કહ્યું, સ્વીકારશેા, તેા મારા ઉપર ઉપકાર બરાબર સાચવતાં આવડતું નથી. “ ભલે કૅપ્ટન કટ્ટલ; હું પણ બહેાળા કુટુંબવાળી બાઈ છું, એટલે પૈસા મળતા હેાય તેની ના શા માટે પાડું? ભલે તમારે જેટલા આપવા હોય તેટલા આપો ને !” Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ડે ઓી એન્ડ સન પછી કેપ્ટને પરચૂરણ ભરી રાખવાને ડબો ઠાલવીને કહ્યું, “તમારા કુટુંબના દરેક નાના જણને અઢાર-અઢાર પેન્સ પણ આમાંથી તમે વહેંચી આપજે. અને હવે એ બધાને અહીં મારી પાસે થોડી વાર રમવા મોકલે, તો મેટી મહેરબાની ?” આ બધાં બાળક કેનને બહુ વહાલાં હતાં; અને એ બધાં પણ કૅપ્ટન-કાકા ઉપર બહુ ખુશ હતાં. તે બધાં સાથે કલાક બે કલાક ધમાલમાં ગાળી, તે બધાંને છેવટે કેપ્ટન કટલે ઊંડા નિસાસા સાથે રવાના કર્યા. તે વખતે, તેમને બધાને પોતે છેતરીને ચાલ્યા જવાના છે એ વિચારથી, કેપ્ટનને વળી પાછું ખૂબ દુ:ખ થઈ આવ્યું. મોડી રાતે ગુપચુપ કેપ્ટને પિતાને ભારે સામાન એક પટારામાં ભર્યો અને તેને તાળું મારી દીધું. એ બધો સામાન પોતે કદી ત્યાંથી લઈ જઈ શકશે, એવી તેમને આશા જ ન હતી. પછી હલકા સામાનનું તેમણે એક પોટલું બાંધ્યું અને જ્યારે નીચે બધાં નિરાંતે ઊંઘતાં હતાં, ત્યારે કેપ્ટન ધીમે રહીને દાદર ઊતર્યા અને બારણું ઉઘાડી બહાર નીકળ્યા. પછી બારણું સાચવીને પાછું બંધ કરીને તે જોરથી નાઠા. મિસિસ મેકસ્ટિંજર પથારીમાંથી ઊઠી પિતાને પકડીને પાછા લઈ જવા પિતાની પાછળ પડી છે, એની તાદશ કલ્પનાથી તથા પોતે કરેલા મહા-અપરાધના દિલ-ડંખથી ત્રાસેલા કેપ્ટન કટલ આખે રસ્તે જોરથી દોડતા જ આવ્યા. સેલ જિસની દુકાન આવતાં તેમણે તેનું બારણું ધપધપાવ્યું. રેબે ઇંતેજારીથી તેમની રાહ જોઈને જ બેઠો હતો. તેણે બારણું ઉઘાડયું તેની સાથે કેપ્ટન ઝટ અંદર પેસી ગયા અને પેટલું બાજુએ નાખી, બીજું કાઈ પોતાની પાછળ પાછળ અંદર પેસી ન જાય તે માટે બારણું બંધ કરી પીઠ વડે ધકેલીને ઊભા રહ્યા ને દરમ્યાન રેબે આગળ બરાબર ભિડાવી દીધો. કેટલીય વાર બાદ બારણું ઉઘાડાવવા બહારથી કોઈ ધપધપાવતું નથી એની ખાતરી થયા પછી, કેપ્ટન સાંસતા થઈ ખુરશીમાં બેઠા. રેબે હવે હોતાં હાંફતાં પૂછયું, “કોઈ પાછળ પડયું છે ખરું ?” Page #224 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલ કામે ચડે છે ૧૯૧ કેપ્ટને કહ્યું, “ના, ના, પણ જે દીકરા યાદ રાખજે કે, પેલાં બે બાનુ થોડા દિવસ ઉપર અહીં આવ્યાં હતાં, તે સિવાયની કોઈ બાઈ કદી અહીં આવીને પૂછે કે કેપ્ટન કટલ અહીં છે– તો તરત કહેજે કે, એ નામના કોઈ માણસને તે કદી આંખોથી પણ જે નથી કે કાને પણ સાંભળ્યો નથી; અને આ ઘરમાં તો એ નામનો માણસ છે જ નહિ.” “ચોકકસ, જરૂર, કેપ્ટન; એમ જ કહીશ.” “અને તારે કહેવું હોય તો વધારામાં એટલું પણ કહેજે કે, છાપામાં એ નામનો કેપ્ટન ઓસ્ટ્રેલિયા તરફ ચાલ્યો ગયો હોવાની ખબર આવી હતી; એ આખું-જહાજ ભરેલા માણસો ત્યાંથી કદી અહીં પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઈને ગયા છે.” રેબ હવે ગલ્લા નીચેની પિતાની પથારીમાં સૂઈ ગયો અને કેપ્ટન ઉપરને માળ સલેમન જિલ્લના કમરામાં જઈને સૂઈ ગયા. મકાનના આગલા ભાગમાં દુકાન હતી, અને પાછલા ભાગમાં રહેવાનું ઘર. બે ભાગ વચ્ચે કાચનું બારણું હતું, જેથી મકાનના પાલ્લા ભાગમાં બેઠા બેઠા પણ દુકાનમાં નજર રાખી શકાય. કેપ્ટન કટલે બીજે દિવસે એ કાચના બારણું ઉપર પડદો લટકાવી દીધે, જેથી વહેલી સવારે જ દુકાનમાં પેસનાર પોતાને દેખી ન શકે. જોકે, રસ્તા ઉપરથી કોઈ સ્ત્રી દુકાન તરફ આવતી હોય, તો પોતે તે તેને પડદા પાછળથી જોઈ શકે. એવું કાઈ આવતું દેખાતું કે તરત તે વચલા બારણુને આગળ ચડાવી દઈ, પાછળની કિલ્લેબંદીમાં સુરક્ષિત થઈ જતા ! દરમ્યાન દુકાનના બધા સાધન સરંજામથી તે પરિચિત થવા લાગ્યા, તથા બધું ખૂબ જાતે ઘસી ઘસીને તથા રબ પાસે ઘસાવી ઘસાવીને ચકચકિત બનાવી દીધું. પછી એ બધા સરંજામ ઉપર પિતાની કલ્પના મુજબને ભાવ લખેલી ટિકિટો પણ બાંધી દીધી. આ બધો સુધારો કરી લીધા પછી કેપ્ટન કટલ પોતે એક વૈજ્ઞાનિકની અદાથી દુકાનમાં ઘરાકની રાહ જોઈ કલાક સુધી બેસી રહેતા. Page #225 -------------------------------------------------------------------------- ________________ ડેપ્શી એન્ડ સન અલબત્ત, ફલેરન્સ આવી ચડે, તો તેને કાકા-સેલના સમાચાર આપી દેવાની તેમને ઉત્કંઠા હતી; પરંતુ તે તે બહારગામ ચાલી ગઈ હતી. મેજર બેંગસ્ટક કામે લાગે છે ન કાકર મેનેજર, મિ. ડેમ્નીએ લીમિંટનથી મોકલેલા સંદેશા મુજબ ત્યાં જઈ પહોંચ્યા. અલબત્ત, ઘેરથી નીકળતા પહેલાં તે લૅરન્સને મળવા તથા પિતાના પિતાને કંઈ સંદેશ કહેવરાવવો હોય તો તેને પૂછવા ગયા હતા. પરંતુ ફલેરન્સને પોતાની આખી બત્રીસી બતાવીને વાત કરવા છતાં, તે પિતા પ્રત્યે વિશ્વાસ ઉપજાવી શક્યા નહીં. અને ફર્લોરસે પિતાને માત્ર પોતાની યાદ આપવાનું જ જણાવી પતાવી દીધું હતું. મિકાર્કર આવતાં મિ. ડોમ્બીએ મેજર ઑગસ્ટકનો તેમની સાથે પરિચય કરાવ્યો. જવાબમાં મિત્ર કાકરે મેજરને મીઠાશથી જણાવ્યું – તમારી આનંદપ્રદ–બલપ્રદ સોબતથી મિ. ડોમ્બીના તન-મનમાં આવું સારું પરિવર્તન સાધી આપવા બદલ, અમે સૌ તમારા ખાસ આભારી છીએ!” મેજરે જવાબમાં જણુવ્યું કે, “મને ધન્યવાદ આપવાની કંઈ જરૂર નથી; કારણ કે, મિ. કૅમ્બી જેવા મહાન મિત્રની સોબતમાં રહેતાં મને પોતાને ઓછો લાભ નથી થયો.” આટલું કહી, મેજર બૅગસ્ટોકે, રાષ્ટ્રના એક મહાન ધંધેદારીને પોતાના મેનેજર સાથે કામકાજની વાતો પતાવી લેવા માટે એકાંત આપવા, જાતે ખસી જવાની રજા માગી. મિ. ડોબી ના પાડતા રહ્યા, છતાં મેજર “સમજદાર ” માણસ Page #226 -------------------------------------------------------------------------- ________________ મેજર બંગસ્ટોક કામે લાગે છે ૧૯૩ હતા; એટલે તે એ કમરામાંથી બહાર જવા નીકળ્યા. પણ તરત જ પૂછવા લાગ્યા, “પેલાં લોકોને માટે કંઈ સંદેશ કહેવરાવવાનો છે, ડોમ્બી ? હું ત્યાં જ જાઉં છું.” “મારા વતી સાદર અભિવાદન જણાવજે.” મિ. ડાબીએ જરા સંકોચ સાથે કહ્યું. મેજર ચાલ્યા જતાં મિ. કાર્કરે કહ્યું, “મેજરને અહીં સારા પરિચયો હોય એમ એમના બેલવા ઉપરથી લાગે છે. અને તે તમને એ રીતે સોસાયટી માં ખેંચી ગયા એ સારું જ થયું. તમે બધી રીતે “સોસાયટી” માટે જ સરજાયેલા છો; પરંતુ અત્યાર સુધી તમે સોસાયટી, ને નવ હાથ દૂર રાખી રહ્યા છે, એ જોઈ મને ઘણો સંતાપ થતો હતો.” મિ. ડીને મિ. કાકરે ભરાવેલો ખુશામતને આવડો મોટો ઘૂંટડો ગળે ઉતારતાં જરા વાર લાગી; પણ પછી તેમણે સ્વસ્થ થઈને કહ્યું, “મને એ મિત્ર, અર્થાત મેજરનાં મિત્રો સાથે તમારી ઓળખાણ કરાવતાં બહુ આનંદ થશે. બહુ સારા લોકો છે.” “બહુ “સારા” એટલે એ મિત્રામાં સ્ત્રી જાતિનાં લેક પણ છે, એમ માની જ લઉં ને?” એ બધાં જ–અર્થાત બંને જણ બાનુઓ જ છે.” માત્ર બે જ ?” “તેઓ માત્ર બે જ જણ છે, હું તે લોકાની જ મુલાકાતે જાઉં છું; બીજા કોઈ વધુ ઓળખાણ મેં અહીં ઊભાં કર્યા નથી.” બંને બહેનો હશે, કદાચ ?” મા-દીકરી છે.” એટલું કહી, મિ. ડાબી જરા સંકોચથી આંખો નીચી કરવા રહ્યા, તેટલામાં મિ. કાર્કરનું મેં અચાનક કાળું અધાર થઈ ગયું. તેમને અ-પુત્ર બનેલા ડેામ્બી લગ્ન કરી, પાછી * સમાજને ફેશનેબલ વર્ગ. ડે-૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ડાી ઍન્ડ સન : . સ-પુત્ર બનતા દેખાયા. પણ મિ૰ ડાખીએ પેાતાની આંખેા પાછી ઊંચી કરી, તેવામાં તરત જ મિ॰ કાર્કરે પેાતાની મુખાકૃતિ સરખી કરી લીધી, અને કહ્યું, “ તમારા આભાર માનું છું; તેમની એળખાણુ કરતાં મને ઘણે! આનંદ થશે. અને ‘દીકરી ' શબ્દ ઉપરથી મને યાદ આવ્યું. હું મિસ ડેામ્મીને મળીને આવ્યા છું. મેં તેમને પૂછ્યું કે, હું લીમિંગ્ટન જાઉં છું – તમારે કંઈ સંદેશ! તમારા પિતાશ્રીને કહેવરાવવે છે ? – તેમણે તેમને કશે! સંદેશ આપીને મને આભારી કર્યાં નહિ. અલબત્ત, એમની સપ્રેમ યાદ તમને દેવરાવવાનું તેમણે ફરમાવ્યું જ છે.” મિ॰ ડામ્બીનું માં ફ્લોરન્સનું નામ આવતાં વિચિત્ર બની ગયું. કાર્કરની તીક્ષ્ણ નજરથી એ વાત છૂપી ન રહી. << મિ॰ડામ્મીએ હવે કાર્કરને પેાતાના વેપારધંધાના સમાચાર પૂછ્યા. કાર્કરે થાડા કાગળેા રજૂ કર્યાં બાદ ટૂંકમાં સાર જણાવ્યા કે, સામાન્ય રીતે આપણા ધંધા ઉપર નસીબની જે યારી રહેતી હાય છે, તે છેવટના ઓછી રહી છે; પણ એ અંગે કશું ચિંતા કરવાપણું નથી. લોઇડ્ઝવાળાઓએ સન ઍન્ડ ઍર ’જહાજને ડૂબી ગયેલું માનીને લખી વાળ્યું છે—જોકે, આપણે તેને તળિયેથી સઢ સુધીના વીમે ઉતરાવ્યે જ હતા. ' >> ' ઠીક; વીમેા છે, એટલે કશું નુકસાન નહિ જાય. જોકે, એમાં પેલા છેાકરા વેક્ટર-ગે હતાઃ પણ એ છેકરા પહેલેથી જ મને ખાસ ગમ્યા હોય એમ મને લાગ્યું નથી. ” tr મને પણ તે ગમ્યા નથી. ” કાર્કર વચ્ચે કરેલી ડખલને અવગણીને મિ૰ડામ્બીએ વૅલ્ટર બાબત પેાતાનું કહેવું પૂરું ! કર્યું. જ “ છતાં મને લાગ્યા કરે છે કે, એ છેાકા એ વહાણુ ઉપર કદી ચડયો જ ન હેાત, તેને પરદેશ મેકણ્યેા જ ન હેાત, તે વધુ સારું થાત. 22 “ તમે તમારા મનની એ વાત પહેલેથી ન કહી દીધી, એ ખાટું થયું. તેમ છતાં હું પોતે એમ માનું છું કે, જે થયું તે સારું જ થયું Page #228 -------------------------------------------------------------------------- ________________ મેજર ઑગસ્ટક કામે લાગે છે. છે. તે અહીં ઘેર રહ્યો હોત, તેના કરતાં અત્યારે જ્યાં હશે ત્યાં તે હોય એ વધુ સારું છે. મને પિતાને એ બાબતમાં લવલેશ શંકા નથી. કારણ કે, મિસ ડેબી બહુ વિશ્વાસુ સ્વભાવના અને જુવાન છે- કદાચ તમારી પુત્રી તરીકે હાવાં જોઈએ તેટલાં અતડાં રહી જાણતાં નથી– અલબત્ત, . એ વાતની કશી ચિંતા કરવા જેવું કાંઈ બન્યું નથી, એની મને ખાતરી છે. પણ, તમે મારી સાથે આ સરવૈયાં જરા તપાસી જોશો ?” ફૉરન્સની બાબતમાં કાર્કરે કરેલ ઘા મિત્ર ડાબીના મર્મસ્થાનમાં સચેટ પહોંચી ગયો. અને બાકીની મુલાકાત દરમ્યાન પણુ કાકરે મિ. ડાબીને ફરન્સ પ્રત્યેના ગુસ્સાને આડકતરી રીતે અવારનવાર સં કાર્ય કરવાનું જ કામ કર્યા કર્યું. દરમ્યાન મેજર ઑગસ્ટક ક્લિયોપેટ્રા રાણુ પાસે પિતાની સલામ સાદર કરવા પહોંચી ગયા હતા. મેજરને જોતાં જ રાણીજી તડૂક્યાં, “આ કયું અસહ્ય પ્રાણી અહીં આવ્યું છે? મારાથી એ દેખ્યું જતું નથી. તું જે જાનવર હોય, તે અહીંથી વિદાય થા !” “જે. બીને દેશનિકાલ કરવાની કઠોરતા તમારાથી ધારણ કરી શકાય તેમ જ નથી, મૅડમ; અને સેવક-જોશને એ વાતની ગળા સુધી ખાતરી છે.” આમ કહી મેજર લિયોપેટ્રાની બરાબર સામે આવીને ગોઠવાઈ ગયા. તરત જ મિસિસ સ્કયૂટને પિતાના હજૂરિયા વિધર્સને પૂછી લીધું કે, મિસિસ ટૅગર ક્યાં છે? અને મિસિસ ટૅગર પોતાના કમરામાં છે, એમ તેને મેએ જાણી, તેને કમરાની બહાર વિદાય કરતાં કહ્યું, “બારણું બંધ કરતો જા, અને હમણાં હું મુલાકાતમાં છું, એ જાણું રાખ.” વિધર્સ ગયો એટલે મેજર આગળ બોલ્યા–“મેજર તો બુટ્ટો માણસ છે; તે કબૂલ કરી લે છે કે, એક જણે અને માત્ર એક જ જણે (મિસિસ ક્યૂટને સ્તો !) તેના અંતરને હંમેશને માટે ભેદી નાખ્યું છે– કવચ-બર સુધ્ધાં ! પરંતુ આ દુનિયાની નવી અજાયબી મેં એ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ડી એન્ડ સન જોઈ કે, ડોમ્બી જેવા માત્ર તિજોરીને પતરાનું હૃદય પણ છેક ચાળણી જેવું થઈ ગયું છે, મેડમ, તેના ઉપર હવે જરા દયા દાખવવામાં આવે તો ઠીક; નહિ તો મારો મિત્ર બિચારે યોનેટના ઘાથી માર્યો જાય તેમ સદંતર માર્યો જશે.” ક્લિયોપેટ્રાએ જરા સાબદી થઈ મેજર સામે તીણી નજર કરી લીધી. પછી પાછી રાણીસાહેબાની બેફિકરાઈ ધારણ કરીને તે બોલી, “મેજર ઑગસ્ટોક, હું પોતે તો આ દુનિયાની રીત બહુ ઓછી જાણું છું; અલબત્ત, મારા એ બિન-અનુભવનો મને કદી પસ્તા પણ નથી થ; કારણ કે, હું જાણું છું કે, આ દુનિયા એ માત્ર રૂઢિ-શિષ્ટાચારથી ભરેલું જૂઠું સ્થાન છે, તેમાં કુદરત-પ્રકૃતિ-સ્વાભાવિકતા-સાહજિકતાને લેશમાત્ર સ્થાન નથી. ત્યાં હૃદયના સંગીતની કે આત્માના ઊભરાની અને એવી બધી કાવ્યમય બાબતોની કશી કિંમત નથી. છતાં તમારા કહેવાને સાચો અર્થ હું સમજી હાઉં, તો તમે મારી વહાલી એડિથની બાબતમાં કાંઈક કહ્યું છે, ખરું ને ?” “વાહ મેડમ ! બધા બાહ્ય કેટલાને ભેદીને તમારી દૃષ્ટિ અંદરના રહસ્ય સુધી કેવી પહોંચી જાય છે!” “તો મેજર ઑગસ્ટોક, એ બાબતમાં જ મારી ખરી નિર્બળતા છે. હું મા તરીકે બહુ નિષ્ફળ નીવડવા સરજાયેલી છું. પોતાની પુત્રીને કેમ કરીને આગળ કરવી, કે તેને માટે યોગ્ય – સમુચિત સ્થાન કેવી રીતે શેધી આપવું, એ કશાનું મને કાંઈ જ જ્ઞાન નથી કે કાંઈ ભાન નથી. હું તો કુદરતનું નિર્દોષ મુગ્ધ પંખી માત્ર છું, કેવળ ગાવાનું અને કુદરતમાં ઊડવાનું જાણું છું. દુનિયાના વ્યવહારોની કૃત્રિમતા કે કાવતરાખેરી મને લેશમાત્ર પસંદ નથી.” મૅડમ, મેજર ઑગસ્ટક બહુ બુટ્ટો માણસ છે; હું પૂછું છું કે, આપણે દેખીને એડિથ ગ્રેગર સાથે પરણાવી દે છે કે નહીં ?” “પણ આપણે શી રીતે પરણાવી દઈએ, રહસ્યમય પ્રાણું ?” “મેડમ, મેજર ઑગસ્ટક પૂછે છે, ગાળે ડોમ્બીને એડિથ Page #230 -------------------------------------------------------------------------- ________________ મેજર ઑગસ્ટોક કામે લાગે છે ૧૯૭ સાથે પરણાવી દેવો છે કે નહીં ?” આટલું કહીને તેમણે એક આંખને મિચકારે રાણી તરફ કરી, ચકારો વગાડયો. મિસિસ ક્યુટને શબ્દમાં કશે જવાબ આપવાને બદલે મેજર તરફ એવી દૃષ્ટિથી જોયું કે, એ શુરા અફસર, પોતાના પ્રેમશૌર્યને પડકારાયેલું માની, તેમના અતિ લાલ હોઠ ઉપર એક ચુંબન જ દબાવી દેવાના હતા, પરંતુ મિસિસ ક્યૂટને તરત પોતાના હાથમાંના નાજુક પંખાને, જ્યાં હુમલો થવા વકી હતી ત્યાં, વચ્ચે ધરી દીધો. મેડમ ડેબીને ફાંદીએ, તો મારી માછલી પકડી કહેવાય.” ધત , પૈસાપૂજક પાજી માણસ! આવા બિન-કુદરતી વિચાર તને શી રીતે આવી શકે છે ?” પણ મેજર તો મિસિસ સ્કયૂટનની જાળને આરપાર પામી ગયે હતે; એટલે તેણે તો પોતાની રીતે જ જવાબ વાળ્યો – “ડોમ્બી પણ એ માટે આતુર હોય એમ લાગે છે. બેંગસ્ટોક બધું જાણે! જેબીથી કશું છાનું ન રહે, મેડમ, હવે ડોમ્બી છટકી શકે તેમ નથી ! તમે તમારી જાળ સક્કસ કરતાં ચાલે, અને પરિણામ માટે જેબી. ઉપર વિશ્વાસ રાખો.” પણ મેજર તમે કહો છો તે સાચી વાત છે ? આપણે એ પરિણામ માટે આશા રાખી શકીએ ?” મિસિસ સ્કયૂટન હવે “કુદરતી” વાત ઉપર આવ્યાં. પિતાનો ઇરાદો તે મેજરની મદદ વિના પાર પાડી શકે તેમ નહોતાં, એમ તે બરાબર જાણતાં હતાં. જરૂર આશા રાખી શકીએ, મેડમ; આ જગતની અજોડ સુંદરી ક્લિયોપેટ્રા અને તેને માનીતે એન્ટની બેંગક, એડિથ ડેસ્મીના વૈભવશાળી મહેલમાં, એક દિવસ જરૂર પોતે મેળવેલી આ સિદ્ધિ વિષે આનંદપૂર્વક વાતો કરતાં બેઠાં હશે. ડોમ્બીને જમણો હાથ કહેવાય એ એને મેનેજર આજે આવ્યો છે. અને એને પણ આ વાતની ખબર પડતી થાય એવી ડોમ્બીની અંતરની ઈચ્છી હું પામી ગયો છું. ઠીક, પણ ડેબીએ કાલે સવારે વૈરવિક કેસલ અને કેનિલવર્થ સુધી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ડોમ્બી ઍન્ડ સન જવાની પાર્ટી ગેાવી છે. તમને બંનેને – મા-દીકરીને સાથે જોડાવાની વિનંતી કરતા તેના હસ્તાક્ષરવાળે! પત્ર આ રહ્યો. પણ એટલામાં એડિથ કમરામાં આવતાં જ મિસિસ કયૂટને વાતચીતને ઉત્સાહભર્યાં ઢંગ છેાડી, એકદમ થા આળસને ભાવ ધારણ કરીને કહ્યું, “ વહાલી એડિથ, તું કયાં ચાલી ગઈ હતી ? અત્યાર સુધી તારી ગેરહાજરી મને આડી તે અવળી સાલતી હતી. >> - ' વાહ તમે વિધર્સ મારફત કહેવરાવ્યું હતું કે, તમે મુલાકાતમાં છે, એટલે હું બહાર રહી. " ' “મૅમ, તમે મને મુલાકાતી ગણીને બહાર રહ્યાં, એ આ બુઢ્ઢાજે॰ ઉપર ક્રૂરતા – અત્યાચાર કર્યાં કહેવાય. "" “ ખરે જ, ભારે અત્યાચાર કહેવાય, એ હું જાણું છું.” એડિથે એટલી સ્વસ્થતાથી જવાબ આપ્યા કે, મેજર છેભીલેા પડી ગયેા. “ મેજર ખેંગસ્ટૉક, સામાન્ય રીતે દુનિયાનું એવું નિરુપયેાગી અને અણગમતું પ્રાણી છે. મિસિસ કયૂટન નિરપેક્ષતા બતાવવા માટે ખેલવા ગયાં. 22 "" ** મમા આપણે એકલાં જ છીએ; આ બધા ભાષા-પ્રયાગેાતા દેખાડ કરવાની જરૂર નથી. મેજર તમારે મન કેવા છે, તે હું જાણું છું. ’ આટલું તે એવા શાંત તુચ્છકારથી અને એવી હળવી કડવાશથી એલી કે, તેની મા પણ એ પ્રહારથી ધણુધણી ઊઠી. “ મારી વહાલી દીકરી ! ” * “ હા, હા, હું હજી · સ્ત્રી ’ નથી થઈ, એ હું જાણું છું. * આજે તું કેમ આવી આકળી બની ગઈ છે, વારુ? જો, મેજર બેંગસ્ટોક મિ॰ ડામ્બી તરફથી કેવી ચિઠ્ઠી લાવ્યા છે! તેમણે કાલે નાસ્તા માટે તેમ જ વાવિક અને નિલવર્થ જેવા જવાની પાર્ટી માટે આમંત્રીને આપણને આભારી કર્યાં છે. તું આવીશજ ને ? ” Page #232 -------------------------------------------------------------------------- ________________ મેજર બગસ્ટક કામે લાગે છે હૈ, હું આવીશ, એમ ?” તે, લાલ લાલ થઈને તથા ઉતાવળે શ્વાસ લેતી બોલી. “જાણતી જ હતી કે, તું આવીશ, મારી લાડકી. પૂછવાનું એ તે, તું કહે છે તેમ, એક શિષ્ટાચાર છે. આ રહી મિ. ડોમ્બીની ચિઠ્ઠી.” “આભાર; મારે તે વાંચવી નથી.” “તો પછી હું તેનો જવાબ આપી દઈશ. જોકે, એનો જવાબ આપવામાં તને મારી સેક્રેટરી બનાવવાની મારી મરજી હતી.” છેવટે, મિસિસ સ્કયૂટને લખી આપેલ જવાબ લઈને મેજર બંને બાનુઓની પ્રેમશૌર્યભરી વિદાય લઈને ચાલતા થયા. હોટલે પાછા ફરી, મેજર જ્યારે મિ. ડોમ્બીને મળવા તેમના કમરામાં ગયા, ત્યારે ત્યાં એકલા મિ. કાર્કર જ બેઠેલા હતા. તેમણે તરત પોતાના ઊજળા દાંતની બત્રીસી મેજરને સાદર કરી. કેમ સાહેબ ! ક્યાંય ફરવા કરવા નીકળ્યા હતા કે નહિ ? ” મેજરે પૂછયું. “ભાગે અર્ધોએક કલાક બહાર નીકળ્યો હોઈશ.” “અત્યાર સુધી બિઝનેસની જ વાતો ચાલી, કેમ ?” નર્યો બિઝનેસ તો નહીં, બીજું પણ ઘણુંય હાય ને મારા સાહેબ ? પણ તમને મિ. ડોમ્બીના અંગત મિત્ર ગણીને –” અને તમારા પણ, મારા સાહેબ, બુદ્ધો મેજર બી. પિતાને તમારે પણ અંગત મિત્ર ગણવા વિનંતી કરે છે સાહેબ.” ઠીક, ઠીક, સાહેબ! મને આટલું બહુમાન એક સાચા દિલના માણસ તરફથી મળે છે, એને હું મારું ધન્યભાગ્ય માનું છું. પણ હું એ કહેવા માગતો હતો કે, આજે મિડેબી મને કંઈક બેધ્યાન જેવા લાગ્યા. અલબત્ત, એમના જેવા વિચક્ષણ માણસ તો આંખો મીંચી રાખે તોપણ કામકાજની બધી વાત પામી જાય; છતાં આજે તે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ડી એન્ડ સન બધા કાગળો જોતી વખતે, હંમેશની જેમ એકાગ્ર ન લાગ્યા, એ સાચી વાત.” એમ ને ?” મેજર ડચકારો વગાડીને બેલ્યા; “મારા સાહેબ, એ બાબતમાં એક સ્ત્રી જવાબદાર છે !” એમ ? શી વાત છે ? મિ. ડોમ્બી અને સ્ત્રી ? અશક્ય !” કાર્યરે મેજર પાસેથી બધું કઢાવવા પંપ શરૂ કર્યો. અરે હા,” મેજરે કાર્કરના કોટના બટનને હાથમાં પકડતાં તેના કાન પાસે માં લઈ જઈને કહ્યું; “અને ભારે સુંદર છે – અસામાન્ય સુંદર ! જુવાન વિધવાસ્તો; પણ સારા કુટુંબની છે. ડોમ્બી કાન સુધી એના પ્રેમમાં ડૂબી ગયા છે, એ હકીકત છે સાહેબ કારી કકડતી હકીકત છે, સાહેબ. બંને પક્ષે સારી વાત છે. ડેસ્બિી પાસે ઢગલાબંધ મિલકત છે, ત્યારે આડેથ પાસે ઢગલાબંધ “માલ” છે – સો ટચનો સુંદર માલ !” ૨૭ એડિથ Iભ૦ કાર્કર વહેલી સવારે ઉઠી ગયા. તેમના મનની સ્થિતિ જરા ગૂંચવાયેલી હતી. એટલે શાંતિ માટે તે એકલા જ ફરવા માટે બહાર નીકળી પડ્યા. તે શહેર બહાર નીકળી આવ્યા હતા. દૂર વૃક્ષનું એક ઝુંડ હતું. ત્યાં ફરવા-બેસવા આવનાર માટે ક્યાંક ક્યાંક બાંકડા પણ મૂકેલા હતા. અલબત્ત, ફરનારાઓની પણ એ બાજુ ઝાઝી અવરજવર નહોતી રહેતી : તથા આ સમયે તો ત્યાં કોઈ આવ્યું હોવાનો સંભવ મિત્ર કાર્કરને પણ લાગતું નહોતે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ એડિથ પણુ જેવા તે એક વિશાળ થડવાળા ઝાડનો ચકરાવો લઈ બીજી બાજુ નીકળ્યા કે સામે એક બાંકડા ઉપર બેઠેલી સ્ત્રી તેમની નજરે પડી. તે સ્ત્રીને પિશાક બહુ સુઘડ હતો; અને તે નીચી આંખ કરી, પોતાના અંતરમાં ચાલતા તુમુલ યુદ્ધને જાણે ગુપચુપ નિહાળી રહી હતી. ડી વાર બાદ તે સ્ત્રી તુચ્છકારદર્શક ચેષ્ટા સાથે ઊઠીને ઊભી થઈ. તે વખતે કાર્કર જોઈ શક્યો કે, એ સ્ત્રી સૌંદર્ય અને ગૌરવની બાબતમાં જાણે એક મહારાણુની અદા ધરાવતી હતી. પણ કાર્યર ઉપરાંત એક જિપ્સી જેવી કદરૂપી બુઠ્ઠી બાઈ પણ આ સુંદરી તરફ તીવ્ર નજરે દૂરથી જોઈ રહી હતી. એ સુંદરીને ઊભી થતી જોઈ પેલી બુટ્ટી તરત આગળ આવીને તેનો રસ્તો રોકીને ઊભી રહી. “મને તમારું ભવિષ્ય ભાખવા દે, મારાં સુંદર બાનુ,” એ ડેસીએ કહ્યું. હું મારી જાતે જ ભાખી શકું છું.” જવાબ મળ્યો. “હા, હા, પણ સાચું ભવિષ્ય નહિ ભાખી શકો: તમારા ચહેરા ઉપરથી ભારે દોલત, ભારે વૈભવ હું પારખી શકું છું, મને એક રૂપૈયે જ આપજો; હું તમારું સાચું ભવિષ્ય ભાખી આપીશ.” “મને મારા ભવિષ્યની બરાબર ખબર ન હોય તોને !” પેલી સુંદરી હસતાં હસતાં બેલી. શું ? તો તમે મને કશું જ નહિ આપો ? તો તમારું ભવિષ્ય ન ભાખવા માટે મને કાંઈક આપો. નહિ તો હું તમારી પાછળ પાછળ એ ભવિષ્ય મોટેથી બેલી સંભળાવીશ !” મિ. કાર્કર હવે આગળ આવ્યા અને પેલી સુંદરી બાજુએ થઈ ચાલી જતી હતી તેના તરફ હેટ ઊંચી કરી, સલામ ભરી, પેલી ડેસીને ચૂપ રહેવા અને પેલાં બાનુના રસ્તામાં ન આવવા ધમકાવવા લાગ્યા. Page #235 -------------------------------------------------------------------------- ________________ • ડોમ્બી ઍન્ડ સન પેલી સુંદરી મિ॰ કાર્કરે ખજાવેલી સેવા બદલ પેાતાનું માથું સહેજ નમાવી તેમને! આભાર માની ચુપચુપ ચાલતી થઈ. પેલી ડેાસી હવે કાર્કર તરફ વળીને ખેાલી ઊઠી, “ તે! તમે મને કંઈક આપે!; નહીં તેા હું તેની પાછળ તેનું ભવિષ્ય ભાખી બતાવીશ.’ પણ પછી મિ॰ કાર્ટર તરફ જરા તીણી આંખે જોઈ, જરા વિચારમાં પડી, તે એટલી ઊઠી, “હા, હા, તમે જ મને કંઈક આપી દે, નહિ તેા હું તમારી પાછળ તેનું ભવિષ્ય ભાખી સંભળાવીશ !” ઃઃ મૅનેજર કારે ખીસામાંથી શિલિંગ २०२ “ મારી પાછળ, મુઠ્ઠી ? ” કાઢી તેના હાથમાં મૂકતાં કહ્યું. “હા, હું જાણું છું ! મુઠ્ઠીએ શિલિંગ હાથમાં લેતાં કહ્યું. "" * તું શું જાણે છે? એ સુંદર સ્ત્રી કાણુ છે, એ તું કયાં જાણે છે? ' ડેાસી ગુપચુપ એક ઝાડના થડ આગળ બેસી ગઈ, અને સુંગી સળગાવી ફૂંકવા લાગી. પછી મિ॰ કાર્કર થાડું હસી આગળ ચાલવા લાગ્યા, એટલે તેમની પાછળ તે મેલી-~~~ “ તા સાંભળે!! એક બાળક મરી ગયું છે, એક જીવતું છે : એક પત્ની મરી ગઈ છે, અને બીજી આવે છે. જાએ, તેને મળવા જા ! મિ॰ કાર્ટર અચાનક થાભ્યા અને પાછા વળી તેની સામે જોવા હતી. મિ॰ કાર થેાડુંક ધેાભી ફરી બૂમ પાડી, “ જાએ!, તેને લાગ્યા. એ મુઠ્ઠી ચુંગી ફૂંકયે જતી આગળ ચાલ્યા, એટલે એ ડેાશીએ મળવા જાએ !'' २ મિ॰ કાર હોટલે પહોંચ્યા, ત્યારે મિ॰ ડામ્બી અને મેજર નાસ્તાની તૈયારી કરાવી, પેલી ખાનુએ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. અંતે બાનુએ ઘેાડીક મેાડી આવી; અને મેડું થવાનું કારણ જણાવતાં મિસિસ કયૂટને કહ્યું કે, એડિથ મારું ચિત્ર ચીતરવા માટે ચેાગ્ય દ્રષ્ટિકાણુ પસંદ કરવામાં રહી, એટલે મેાડું થઈ ગયું. "" Page #236 -------------------------------------------------------------------------- ________________ ર C ' ) 1 - 1 છે ? _ _ કઇએ આ , -:--- Rી L જી ખા ( DINNI ' . ર YA" INDHI | HINDI j/AI :: Sk , T ; : , : બે , ની એક છે A G ૧ / કેમ આ (fift. ) કાજો, ' M , જિપ્સી જેવી બાઈના ત્રાસમાંથી મિ. કાર્કર એડિ ને છોડાવે છે. – પૃ. ૨૦૨. Page #237 -------------------------------------------------------------------------- ________________ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ એડિથ પણ એડિથની ઓળખાણ મિ. ડાબી કાર્કરને કરાવે, તે પહેલાં જ તે બંને એકબીજાને ઓળખી ગયાં હતાં : પેલી જિપ્સી બાઈ જેને રોકીને પજવવા ઈચ્છતી હતી, તે જ એ હતી ! પણ એડિથ એટલું વધુ પણ સમજી ગઈ કે, કાર્કર જે મિત્ર ડોમ્બીને મેનેજર હોય, તો તે જ્યારે પેલી જિપ્સી બાઈ આગળ પ્રગટ થયો, તે પહેલાં ઝાડ પાછળ છુપાઈ રહી, તેની જાસૂસી કરતો હેવો જોઈએ! રવિક અને કેનિકવર્થ તરફ જવાની આજની ગોઠવાયેલી પાર્ટીની વાતમાં જ નાસ્તો પૂરો થયે; અને પછી તૈયાર રખાયેલી ઘોડાગાડીમાં બંને બાનુઓ મિડોબી અને મેજર બેસી ગયા. મેજરનો નેટિવ હજૂરિયે અને મિસિસ ક્યૂટનને વિધર્સ ઘેડાગાડી પાછળ ઊભા રહ્યા. અને મિત્ર કાર્યર ઘેડેસવારી કરી એ ઘેડાગાડીની પાછળ પાછળ આવવા લાગ્યા. નિયત સ્થળે પહોંચી, સૌ ઘોડાગાડીમાંથી ઊતર્યા, એટલે મિસિસ સ્કયૂટને કિલ્લાની ખૂબીઓ મિ. કાર્કરને બતાવવાનું પોતાને માથે લીધું અને તેને હાથ પોતાના હાથમાં લીધે; એટલું જ નહિ, મેજરનો હાથ પણ પિતાના બીજા હાથમાં પકડી રાખ્યો. અર્થાત્ મિડાબી એડિથનો હાથ પકડી અળગા થઈ શકે એવી સગવડ કરી દીધી. ત્યાર બાદ, મિસિસ ક્યૂટન ગમે તે બહાને એવી રીતે આ લેકાને પાછળ રેકી રાખવા લાગી કે જેથી પેલાં બે એકલાં આગળ જઈ શકે ! વોરવિક-ફેંસલનું નિરીક્ષણ પૂરું થયું એટલે સૌ આસપાસનાં જેવા લાયક સ્થળોના નિરીક્ષણ માટે ઊપડયાં. એક સ્થળે તેઓ ઘોડાગાડીમાંથી નીચે ઊતર્યા હતાં, તે વખતે મિ. ડોમ્બીએ આજના દિવસના સંભારણું તરીકે તે સ્થળનું ચિત્ર દેરી આપવા એડિથને વિનંતી કરી. ચિત્ર દેરતી વખતે એડિથની પાસે ઊભા રહી પેન્સિલે તૈયાર રાખવા તથા આપવા મિ. ડોમ્બીએ કાકરને જણાવ્યું; અને કાર્કરે એ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ડી એન્ડ સન કામ પૂરી નિષ્ઠાથી બજાવ્યું. તેમણે એગ્ય દાક્ષિણ્ય સાથે, અવારનવાર ચિતરાતા ચિત્રના સૌંદર્યનું વર્ણન, ચીતરનારના સૌંદર્યને લાગુ પડે એવી બેભથ્થુ ભાષામાં કર્યા કર્યું ! છેવટે કેનિલવર્થનાં ખંડેરેનું નિરીક્ષણ પૂરું કરી, સૌ પાછાં ફરતાં હતાં, તે વખતે કાર્કર ઘોડાગાડીની પાછળ આવતાં આવતાં વિચારવા લાગ્યો કે, આ બેનું લગ્ન થશે, તોપણ એની પાછળ એકબીજા પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ તો ભાગ નહીં જ ભજવતું હોય. અને આ લગ્નની શક્યતાથી તેના મનમાં જે ગુપ્ત ભયનો સંચાર થયો હતો, તે ઘણે અંશે દૂર થઈ ગયો. કારણ કે અંતરથી અળગાં રહેતાં એ બે જણ તેને માટે સરખાં જ ભેદ્ય બની રહે ! આ લગ્નથી મિડોમ્બી કશું વિશેષ બળ મેળવવાના ન હતા ! હોટલે પાછા ફરી જમ્યા બાદ પિલાં બે પોતાને મુકામે પાછાં ફરવા માટે કાચગાડીમાં બેઠાં, ત્યારે મિડોમ્બીએ મિસિસ સ્કયૂટન બેઠાં હતાં તે તરફની બારીએ જઈને ધીમે અવાજે કહ્યું, “આવતી કાલે મિસિસ ગેંગરની એક ખાસ કારણસર મુલાકાત મેં માગી છે, અને તેમણે મને બાર વાગ્યા બારને સમય આપી આભારી કર્યો છે. એ મુલાકાત પછી તમે પણ મને ઘેર જ મળશો, એવી આશા છે.” મિસિસ યૂટન એ સાંભળી, એવાં ગાભરમાં થઈ ગયાં કે, જાણે એમના જુવાનીના દિવસોમાં એમને જ કાઈ મનપસંદ યુવાને પરણવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હોય ! ૩ ઘેર ગયા પછી માએ રાતને માટે પોતાના બધા શણગાર પોતાની તહેનાતબાનુ પાસે ઉતરાવવા માંડ્યા : વાળ ઊતરી ગયા; કાળી કમાનદાર ભંમરે નીચેનાં ભૂખરાં ઠૂંઠાં બહાર નીકળ્યાં; ચિમળાયેલા ફીકા હોઠ ઊંડા ઊતરી ગયા; ચામડી ઢીલી પડી ગઈ અને કિલપેટ્રા રાણની જગાએ એક બુઠ્ઠી ઠચરી સ્ત્રી આવીને ઊભી રહી. દાંત વગરના તેના મનો અવાજ પણ બદલાઈ ગયે. Page #240 -------------------------------------------------------------------------- ________________ કે તેણે આપી ભયે ભાર . એટલું જ એડિથ ૨૦૫ એકલાં પડ્યા પછી તેમણે એડિથને પૂછ્યું, “કાલે પેલો મુલાકાત માગીને મળવા આવવાનો છે, એ વાત તું કેમ મને કરતી નથી, રે?” “કારણ કે, તમે જાણો છે, માતુશ્રી !” એ એક છેલ્લા શબ્દ ઉપર એડિથે જે કટાક્ષભર્યો ભાર મૂક્યો હતો, તેથી ડેસી આખી ને આખી કંપી ઊઠી. “તમે જાણો છો કે, તેણે મને ખરીદી લીધી છે,” એડિથે આગળ ઉમેર્યું; “તેણે પિતાને સે ઈ-વિચારીને કર્યો છેએટલું જ નહિ, પોતાના મેનેજરને પણ એ સોદાની બાબતમાં પૂછી લીધું છે. એ સાદો આટલી સહેલાઈથી પતવી શકવા બદલ તેને અભિમાન પણ થાય છે, કારણ કે, બીજા યુવાનોને બીજી યુવતીઓનાં હૃદય જીતવા જે કાંઈ તકલીફ લેવી પડે છે, તેવી કશી જ તેને લેવી પડી નથી ! “માલ” તેને ખરીદવા માટે જ ધરવામાં આવ્યો હતો, અને તેની પાસે એ માલ ખરીદવા માટે પૂરતા પૈસા હતા જ ! એટલે કાલે સદો પાકે થઈ જશે. હે ભગવાન, છેવટે આ માટે હું જીવતી રહી હતી ?” એ છેલ્લા શબ્દો બોલતી વખતે એના આખા સુંદર માં ઉપર પોતાની જાત પ્રત્યેની ઘણુનો ભાવ વ્યાપી રહ્યો હતો.. મા હવે હવે તકી ઊઠી, “તું તારા મનમાં શું સમજે છે ? નાની છોકરી હતી ત્યારથી તું –” હૈ? નાની છોકરી ? તમે મને ક્યારે નાની છોકરી રહેવા દીધી છે? પહેલેથી તમે મને પુરુષોને ફાંદવા માટેની કાવતરાખોર, ધંધેદારી, નખરાંબાજ સ્ત્રી જ બનાવી રાખી છે – હું મારી જાતને કે તમને ઓળખું તે પહેલાં ! તમે એક પૂરી સ્ત્રીને જ જન્મ આપે છે; અને આજે એ સ્ત્રીએ તમારા ધાર્યા મુજબનો એક માતબર શિકાર તેડી પાડ્યો છે.” આટલું બોલી તેણે પોતાની છાતી ઉપર પોતાને હાથ જોરથી પછાડ્યો અને આગળ કહ્યું, “જુઓ મા, મારી સામે જુઓ. તમારું આ ફરજંદ પ્રમાણિક હૃદય શું છે કે પ્રેમ શું છે, એ શીખ્યું જ નથી. www Page #241 -------------------------------------------------------------------------- ________________ २०६ ડમ્મી એન્ડ સન નાનાં છોકરાં ખેલતાં કૂદતાં હોય, તે ઉંમરથી તમે મને ફરેબબાજી અને કાવતરાંખરી જ શીખવી છે. મારી જુવાનીની શરૂઆતમાં જ તમે મને એવા જણ સાથે પરણાવી, જેના પ્રત્યે મને ઉપેક્ષા સિવાય બીજે કશે ભાવ જ નહોતો. અને જ્યારે તેને મળનારો વારસો તેને મળે તે પહેલાં અને વિધવા મૂકીને એ મરી ગયો, ત્યારે પણ તમને પૂરતી સજા ન થઈ હતી, એટલે એ પછીનાં દશ વર્ષે પણ મારે કેવું જીવન ગાળવું પડયું છે !” “કેવું જીવન ગાળવું પડયું છે, રે ? તને સારું ઠેકાણું મળે એની રાહ જોતાં અને કાશિશ કરતાં એ દશ વર્ષ આપણે ગાળ્યાં છે. અને હવે તારે જોઈએ તેવું ઠેકાણું મળી આવ્યું છે, એને વિચાર કેમ નથી કરતી ?” હા, ખરી વાત છે, બજારમાં એવો કોઈ ગુલામ નહિ હોય, ગુજરીમાં એવો કોઈ ઘેડો નહિ હોય, જેને દશ દશ શરમભરેલાં વર્ષો સુધી મારી પેઠે બીજાઓને બતાવવામાં કે તપાસવા માટે આગળ ધરવામાં આવ્યો હોય! ગમે તેવી મૂર્ખાઓ, ઉછુંબલ દુરાચારીઓ અને તવંગર બદમાશે મને ખરીદી શકે તે માટે મને ધર્યા કરવામાં આવી છે: અને તમારી ચાલાકી તથા કાવતરાખોરી પામી જઈ, તેઓએ મને પડતી મૂકી છે. અરે, કોઈ બજારુ માલ જેવું જ મારું નામ મશહૂર થઈ ગયું છે. ઈગ્લેંડના નકશા ઉપરનાં આરામ-વિશ્રાંતિનાં બધાં મથકેએ તમે મને હરાજીમાં મૂકી છે; અને જેને મન થાય તે બધા આવી મને ફાવે તેમ તપાસી ગયા છે. આ બધાથી મારામાં સ્વમાન જેવી કોઈ ચીજ રહી નથી, અને મને મારા પ્રત્યે જ ઘણું આવી ગઈ છે. આ મારું “બચપણું તમે મને યાદ કરાવવા બેઠાં છે ? ખાસ કરીને આજની રાતે તો એ શબ્દ મને યાદ ન જ કરાવશે.” અરે તે યોગ્ય ઉત્તેજન આપ્યું હોત, તો અત્યારે આગમચ તું વીસ વખત સારે ઠેકાણે પડી ગઈ હોત.” Page #242 -------------------------------------------------------------------------- ________________ એડિથ r તેા અધાતી ના, ના; હું કાઈ ને શું ઉત્તેજન આપું ? પડતી મુકાયેલી ઠંડી ચીજ છું. કાર્યની સામે ધરવા જેવું મારાપણું મારામાં શું છે? જેને જોઇતી હેાય તે મને હરાજીમાં ઠીક લાગે તે ખરીદી લઈ શકે છે. તે સૌ મારી આવડતા જોવા જાણવા માગે છે, અને હું તેમને બતાવું છું; તેમની આવડતા જોવા જાણવાને મને અધિકાર જ નથી ! જેમ મનગમતા પતિ પસંદ કરવાને પણ ! ” “તું આજે એડિથ, તારી મા- થતી સાથે બહુ વિચિત્ર વાતે કરી રહી છે !” ** તમારા કરતાં મને જ આ બધી વાતા કરવા જતાં આછી નવાઈ નથી લાગતી. પણ મારી કેળવણી ઘણા વખત પહેલાં પૂરી થઈ ગઈ છે. હવે હું ધણી પાકટ બની ગઈ છું; ધીમે ધીમે હું એટલી નીચી ઊતરી ગઈ છું કે, હવે મારી મરજી મુજબનું નવું જીવન શરૂ કરવાનું મારે માટે શકય રહ્યું નથી; કારણ કે, એમ કરવા માટે મારે તમારì મરજી મુજબનું જીવન ગાળવાનું છેાડવું જોઇએ. પરંતુ કાઈ પણ સ્ત્રીના હૃદયને સાચું અને સારું બનાવનાર કાઈ પણ ચીજ કદી મારા હૃદયમાં પ્રવેશી નથી; સારા અને સાયા થવાના મારા પ્રયત્નમાં સાથ આપે એવું કશું બળ હું મારામાં પામી શકતી નથી. આપણે દીન-ગરીબ છીએ, અને આપણે કાઈ તવંગરને ાંદીને જ તવંગર બનવાનું છે, એટલું હું જાણું છું. તમે મારામાં એટલે જ સંકલ્પ ઊભા થવા દીધા છે; તે ઉપરાંત બીજું કશું આપવાનું દેખાડીને આ માણસને પણ છેતરવા મેં પ્રયત્ન કર્યાં નથી.” २०७ << આ માણસને? તું તે જાણે કે એને ધિક્કારતી હેાય એમ તેને વિષે ખેલે છે !” “તા શું હું તેને પ્રેમ કરું છું, એમ તમે માને છે? એને મુનીમ પણ આપણને અંતર-બહારથી બરાબર પામી ગયા છે. તેની સમક્ષ સ્વમાનપૂર્વક ઊભા રહેવાનું કે તેની સાથે આંખ મેળવવાનું પણ મારે માટે મુશ્કેલ બની ગયું છે.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ડોબી ઍન્ડ સન “તું પેલા બિચારા કાર્યરની વાત કરે છે ? એ માણસ તે મને બહુ નમ્ર અને અનુકૂળ લાગ્યો. અને ધારો કે, તેના પ્રત્યે તને વિશ્વાસ મૂકવા જેવું ન લાગતું હોય, કે તેની સાથે વર્તવામાં સ્વમાન જેવું ન લાગતું હોય, તો પણ તેથી તારા ઘરસંસાર ઉપર તેની શી અસર પડવાની વારુ?” ૨૮ નવી મા ! જર બાનેંટ સ્કટલ્સના કુટુંબમાં આદરભરી અને પ્રેમભરી મહેમાનગત પામીને ફલોરન્સ સુસાન નિપર સાથે પોતાના પિતાને ઘેર પાછી ફરવાની થઈ. પિતાને ત્યાંથી ગેરહાજરીને આ લાંબા ગાળા દરમ્યાન મિત્ર કાર્ટર ફલેરન્સની બીજી બે મુલાકાત લઈ ગયા હતા. દરેક વખતે તે આવીને એક જ સમાચાર આપી જતા કે, પેલા “સન એન્ડ એરે” જહાજના કાંઈ જ સમાચાર નથી, અને તેના માઠા સમાચાર માટે જ તૈયાર રહેવું જોઈએ. અલબત્ત, ફલેરન્સને એ જહાજના સમાચાર બાબત છે રસ હોઈ શકે, એ અંગે મિ. કાર્કરની શી કલ્પના હશે, તે ફલેરન્સ વિચારી શકતી નહોતી; તેમ જ જહાજના સમાચાર ફલેરન્સને આવી ચીવટથી અને આવી ગંભીરતાથી આપી જવાનો તેમનો અધિકાર પણ ફલેરન્સને સમજાતો નહોતો. સુસાન ફૉરન્સને એટલું કહી શકતી હતી કે, મિ. કાર મિત્ર ડાબીને વિશ્વાસુ તથા જમણે હાથ જેવો માણસ છે. શહેરમાં મિત્ર ડોમ્બીનો જે વેપાર-ધંધો ચાલે છે, તેનો બધો દોર તેના હાથમાં છે, – તે જ બધું સંભાળે છે એમ કહોને ! મિ. ડોમ્બી એ માણસને સૌથી Page #244 -------------------------------------------------------------------------- ________________ નવી સા! ૨૦૯ વધુ સાચવે છે: બીજા કાઈને તે સાચવવા જરાય કાળજીથી રાખતા હાય એમ છે જ નહિ. મિ॰ કાર્કર વર્ષાથી મિ॰ ડામ્બી ઉપર પેાતાના અધિકાર જેવા તે તેવા ચાલુ રાખી શકયા છે; અને પર્ચના કથા મુજબ તે, મિ॰ ડામ્બી મિ॰ કાર્કરને પૂછ્યા વિના કંઈ જ કરતા નથી, તેમના કહ્યા મુજબ જ બધું કરે છે; તથા મિ॰ કાર્કરને હંમેશાં પાસે રાખે છે. ફ્લોરન્સ પેાતાના પિતાના આટલે વિશ્વાસ સંપાદન કરનાર અને તેમના ઉપર અધિકાર જમાવનાર આ માણસ તરફ હવે આશ્ચર્યને ભાવ ધારણ કરી રહી. પેાતાની અતિશય મરજી હેાવા છતાં પેાતાના પિતાને સહેજ પણુ પ્રેમ તે સંપાદન કરી શકતી ન હતી. એટલે પેાતાના પિતાના આ એકમાત્ર મિત્રતા અભ્યાસ કરવાથી અને તેમના ઉપર વિશ્વાસ ધારણ કરવાથી, કદાચ તે પેાતાના પિતાના હૃદય સુધી પહેાંચવાના માર્ગે મેળવી શકશે, એમ તેને લાગતું હતું. તેથી જ્યારે સ્કેટસ કુટુંબે ફ્લોરન્સને વિદાય આપતી વખતે મિ॰ ડામ્મીને પેાતાની યાદ અપાવવા ખાસ ભલામણુ કરી, ત્યારે લારન્સને બહુ એછું આવી ગયું. કારણ કે પિતાના એકમાત્ર સંતાન લારન્સને ખુશ કરી, તેની મારફત તે મિ॰ ડામ્બીને સદ્ભાવ પ્રાપ્ત કરવાની ધારણા રાખતા હતા! પણ ફ્લોરન્સ જાણતી હતી કે પેાતાનું જ સ્થાન પેાતાના પિતા આગળ કેવું અને કેટલું છે! ર - ઘેર પાછાં ફરતાં રસ્તે લેારન્સ પેાતાના ધરને આનંદપૂર્વક યાદ કરવા લાગી. અલબત્ત, એ ધર હેાઈ શકે તેટલું શાકઘેરું હતું તેની રચનામાં તેમ જ સજાવટમાં ઉજજવળતા કે ઉમંગભર્યું કશું જ નહેાતું; છતાં કલારન્સના હૃદયના બધા ભાવે! એ જૂના ઘર સાથે જ સંકળાયેલા હતા. સુસાન નિપરને પણ, આટલાં વરસેાથી જે ધર જોડે પેાતે જોડાયેલી હતી, તે ઘર પ્રત્યે કંઈક મમતાને ભાવ ઊભા થયેા હતેા. એટલે તેણે પણ લૅારન્સને ટેકા આપતાં કહ્યું, મિસ, એ ઘરમાં tr ડા.-૧૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ડિબી ઍન્ડ સન વખાણવા લાયક કશું નથી; છતાં હું તેને બાળી મૂકવાની કે તોડી પાડવાની રજા હરગિજ ન આપું !” બધા જૂના ઓરડાઓમાં એક વખત ફરી વળવાની મજા આવશે, નહિ સુસાન ?” “ખરી વાત કહું, મિસ, તો એક વાર તો મને બધે ફરી વળવાનું મન થશે જ; છતાં આવતી કાલથી જ હું એ આખા ઘરને ધિકકારવા લાગીશ, એની પણ ના નહિ !” ફરન્સને એ ઘરમાં બીજા કોઈ સ્થળ કરતાં વધુ શાંતિ મળતી. કારણ તેની ઊંચી કાળી દીવાલની અંદર પોતાના અંતરનું રહસ્ય સાચવી રાખવું, એ બહારના પ્રકાશમાં હજારો સુખી નજરથી તેને છુપાવવાને પ્રયત્ન કરવા કરતાં વધુ સહેલું હતું. એકલા પોતાના જ અંતરને તપાસ્યા કરવું, તથા સામે જવાબ ન મળે છતાં આશા રાખ્યા કરવી, પ્રાર્થના કર્યા કરવી, અને પ્રેમ ક્ય કરવો, એ આ કટાતા, અને લૂણે ખાતા મકાનમાં વધુ શક્ય હતું! પરંતુ એ શેરીમાં ઘોડાગાડી દાખલ થઈ કે તરત સુસાન શ્વાસ બંધ પડી જતો હોય તેમ ચીસ પાડી ઊઠી, “લે, આપણું મકાન ક્યાં ઊડી ગયું ?” આપણું મકાન ?” સુસાને બારીમાંથી મેં અંદર ખેંચી લઈને તથા ફરી પાછું બહાર કાઢી, ગાડી ઊભી રહી એટલે પાછું અંદર ખેંચી લઈને, ફરન્સ તરફ નવાઈભરી આંખોએ જોયું. આખા ઘરની આસપાસ, નીચેથી ઉપર સુધી, પાલખો અને વળાઓનું વિરાટ પાંજરું ખડું કરી દેવામાં આવ્યું હતું. તથા પહોળી શેરીને અર્ધો ભાગ ઈટોના ઢગલા, ચૂનાના ઢગલા, પથ્થરના ઢગલા, તથા લાકડાંના ઢગલાથી ભરાઈ ગયો હતો. સેંકડો મજૂરે પાલખની નિસરણીઓ ઉપર જા-આવ કરતા હતા; અને ઘરની અંદરની બાજુ રંગનારા, ધોળનારા, ચીતરનારા અને ધોનારાઓની એટલી જ ભાગદોડ Page #246 -------------------------------------------------------------------------- ________________ નવી મા! મચી રહી હતી. પોલિશ કરનારા, નવી ગાદીઓ ભરનારા અને સીવનારાઓ અંદરના સરસામાનની આસપાસ વીંટળાઈ વળ્યા હતા. રસોડાથી માંડીને બગીચા સુધીનો બધો હિસ્સો જુદા જુદા કારીગર તથા સરસામાનથી ભીડવાળો બની ગયો હતો. ચારે તરફ વહેરવાને, ઠેકવાને, ઘસવાનો, ફાડવાને એમ જુદા જુદા અવાજે આવતા હતા, તથા જુદા જુદા રંગરોગાનના ગંધ પણ. મિ. ડોમ્બીને હજૂરિયો ટેલિસન સામે મળતાં જ ફરજો પૂછ્યું, “આ બધું શું ચાલે છે ? કશું અજૂગતું તો બન્યું નથીને ?” “ના રે મિસ.” “ઘણું ફેરફાર થતાં લાગે છે ?” હા મિસ, ઘTT TTT !” ફરન્સ એ “ઘણું ઘણું’ શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યા વિના, સ્વપ્નાવસ્થામાં હોય તેની પેઠે ઘરમાં દાખલ થઈ અને દાદર ચડી ગઈ ઈગ-રૂમ ખાસી અજવાળાવાળી થઈ ગઈ હતી. પગથિયાં તથા લૅટફેમ નંખાઈ ગયાં હતાં; તેની માનું ચિત્ર ખસેડી લેવામાં આવ્યું હતું; તથા ચાક વડે તે જગાએ લખેલું હતું, “આ એારડો લીલા અને સોનેરી રંગમાં.” તેનો પિતાને એરડે અંદરથી બહુ બદલાયો નહોતો; પણ તેની બહાર પાલખો અને વળાઓ ખડા કરી દેવામાં આવ્યાં હતાં. તે પલવાળી બેડરૂમમાં ગઈ તો ત્યાં પણ એક કાળે રાક્ષસ જેવો માણસ માથે ફટકે બાંધી, મૂંગી પીતે, બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. સુસાન નિપરે ફલેરન્સને આ એારડામાં પકડી પાડી, તથા હાંફતાં હાંફતાં તેને સમાચાર આપ્યા, “ચાલ મિસ, નીચે તમારા પપા તમારી સાથે વાત કરવા માગે છે.” પપા વેર જ છે શું? અને મારી સાથે વાત કરવા માગે છે ?' ફલોરન્સ આવેગથી કંપતી બોલી ઊઠી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ડેમી એન્ડ સન ફલેરન્સ ગાભરી ગાભરી દાદર ઊતરતાં વિચારવા લાગી કે, પપ્પાને ચુંબન કરવાની પિતાની હિંમત ચાલશે કે કેમ ? તેના અંતરમાં દબાઈ રહેલી એ જૂની ઇચ્છા આજે ઉપર ઊછળી આવી હતી. પણ નીચે તેના પપા એકલા નહોતા; સાથે બે બાઈએ હતી. એટલે ફલેરન્સ એકદમ તો ખચકાઈને ઊભી રહી. પણ તે જ ઘડીએ તેને કૂતરે ડિજિનિસ, તેને આવેલી જાણી, દોડતો દોડતો અંદર ધસી આવ્યો અને લૅરન્સને આવકારતો ઊછળી ઊછળીને તેને ચાટવા લાગ્યો તથા તેની સાથે ગેલ કરવા લાગ્યો. એ કદરૂપા કૂતરાને જોઈ બે બાજુઓમાંની એકે એકદમ ભયંકર ચીસ નાખી. ફરન્સ,” તેના પિતાએ હાથ આગળ ધરતાં કહ્યું, “તને કેમ છે?” પિતાનો અક્કડ હાથ જાણે ફલેરન્સને પોતાનાથી વેગળી રાખવા જ આગળ કરાયો હતો. ફર્લોરસે તેને પોતાના હાથમાં લીધો અને બીતાં બીતાં પોતાના હોઠે લગાવ્યો. તરત જ મિડોબીએ તે હાથ પાછો ખેંચી લીધો. આ કૂતરે ક્યાંથી લાવી છો !” મિ. ડોમ્બીએ ચિડાઈને પૂછયું. “પપા, એ તો બ્રાઇટનવાળે કૂતરે છે.” એમ ?” મિ. ડોમ્બી સમજી ગયા કે એ પેલવાળો કૂતરો છે. એ બહુ માયાળુ સ્વભાવનો છે,” ફૉરસે પેલી બે બાજુઓને પોતાની સ્વાભાવિક મધુરતાથી સંબોધીને કહ્યું“મને ઘણું દિવસે જોઈને તે ગેલમાં આવી ગયો છે, એટલું જ; આપ લોકોને કંઈ ત્રાસ થયો હોય તો માફ કરજે.” તે બંને બાનુઓએ એકબીજા સામે અર્થસૂચક નજર કરી લીધી. ફૉરન્સ જોઈ શકી કે, જે બાનુએ ચીસ પાડી હતી તે બેઠેલી હતી, અને વૃદ્ધ હતી; તથા જે બાનુ મિ. ડોબી પાસે અદાથી અને ઠસ્સાથી ઊભી હતી, તે બહુ સુઘડ તથા સુંદર હતી. Page #248 -------------------------------------------------------------------------- ________________ નવી મા! ૨૧૩ મિસિસ ટન,” મિડેબીએ પેલી વૃદ્ધા તરફ ફરીને તથા પોતાના હાથ લંબાવીને કહ્યું, “આ મારી પુત્રી ફૉરન્સ છે.” વાહ કેવી ફૂટડી છે, કેવી કુદરતી છે ! મારી લાડકી ફર્લોરન્સ મને તારે ચુંબન કરવું પડશે.” ફૉરન્સ તેમ કરી, બીજી બાજુ તરફ વળી. એડિથ.” મિ. ડેબીએ કહ્યું; “આ મારી પુત્રી ફૉરન્સ; અને ફલૅરન્સ, આ બાનું હવે થોડા વખતમાં તારી મા બનશે.” ફલોરન્સ “મમા’ શબ્દ સાંભળી ચોંકી. તે શબ્દ સાંભળી તેની આખેમાં એકદમ ઊભરાઈ આવેલાં આંસુ તેને પેલી સ્ત્રીના સુંદર મુખ તરફ અચંબે, અને પ્રશંસાના ભાવથી નિહાળતાં રોકી શક્યાં નહિ. તરત જ તે ન ધારેલા શબ્દો બેલી બેઠી, “પપા, તમે સુખી થજે ! આખી જિંદગી તમે ખૂબ ખૂબ સુખી રહેજે !” અને એટલું કહી તે ઊછળીને રડતી રડતી પેલી યુવતીને વળગી પડી. થોડી વાર એકદમ ચુપકીદી છવાઈ રહી. પેલી સુંદર યુવતી શરૂઆતમાં તો દ્વિધામાં પડી ગઈ. પણ પછી તેણે તરત ફલેરન્સને પોતાની છાતીએ ચપસીને દબાવી દીધી, તથા પોતાની કમરે વીંટળાયેલે તેને હાથ પણ જોરથી દબાવી દીધો. તે યુવતીને મેંમાંથી એક શબ્દ પણ નીકળે નહિ; પરંતુ તેણે પોતાનું માથું ફૉરન્સ ઉપર નમાવી, તેના ગાલ ઉપર એક ભાવભર્યું ચુંબન કર્યું. મિ. કૅમ્બીએ થોડી વાર બાદ, બધા કમરામાં ફરીને કામકાજ કેવું થાય છે તે જોવા આવવા બંને બાનુઓને વિનંતી કરી, અને મિસિસ કયૂટનનો હાથ તેમને ટેકો આપવા માટે પકડીને ચાલવા માંડયું. છતાં ફલેરન્સ અને એડિથ એકબીજાના આલિંગનમાં વળગેલાં જ રહ્યાં. ફૉરન્સનાં ડૂસકાં હજુ શમતાં જ નહોતાં. થોડી વાર પછી દૂરથી મિ. ડેબીને અવાજ સંભળાયો, “આપણે એથિને જ પૂછી લઈએ; તે ક્યાં છે !” Page #249 -------------------------------------------------------------------------- ________________ ડેમ્મી ઍન્ડ સન પેલી સુંદર યુવતીએ હવે લેરન્સ ઉપરની પેાતાની પકડ દીલી કરી; અને પેાતાના હાઠ તેના મેાં ઉપર ફરીથી દબાવી, તે જલદી જલદી પેલાં એ ગયાં હતાં ત્યાં જઈ પહેાંચી, લૅરન્સ એ જગાએ સ્થિર થઈ તે ઊભી રહી. સુખની, દુઃખતી, આનંદભરી, આંસુભરી – એમ કાણુ જાણે શી રીતે એકી સાંથે કેવી કેવી લાગણીએ તેના અંતરમાં છલકાઈ રહી હતી. અચાનક તેની નવી-માએ ત્યાં પાછી દોડી આવીને લારન્સને પેાતાના બાહુમાં કરીથી ભીડી લીધી, અને તેની આંખમાં પેાતાની આંખ મિલાવીને ઉતાવળે પૂછ્યું - “ ક્લારન્સ, તું મને ધિક્કારશે તે નહીં ને?” ૨૧૪ “ મમા, તમને ધિક્કારું, હું?” એમ કહી ફલૅારસે પેાતાના અંને હાથ તેના ગળાની આસપાસ વીંટી દીધા અને તેની નજરમાં પેાતાની પ્રેમભૂખી નજર એવી તે એક કરી લીધી કે, એ એનાં અંતર પણ એકરસ થઈ ગયાં. “ તે, મારે માટે કશા ખોટા ખ્યાલ મનમાં ન લાવીશ; હું તને સુખી કરવાને જ પ્રયત્ન કરીશ, એતી ખાતરી રાખજે. હું તારા ઉપર પ્રેમ જ રાખવાની છું. ફ્લોરન્સ, આવજે, આપણે બહુ જલદી ફરી પાછાં મળીશું; પણ તું હવે અહીં વધુ વખત ઊભી ન રહીશ.” ફરીથી તેણે ફ્લોરન્સને પેાતાની છાતી સાથે જોરથી દબાવી અને પછી પેલા લેાકા સાથે ભેગી થવા જલદી જલદી તે ચાલી ગઈ. હવે લાર્સને આશા પડવા લાગી કે, પેાતાના પિતાને પ્રેમ કેમ કરીને મેળવવે। એ વસ્તુ પેાતાની નવી સુંદર મા પાસેથી જ તેને શીખવા મળશે. રાતે જ્યારે તે ઊંઘમાં પડી, ત્યારે તેની પેાતાની સદ્ગત મા જાણે હસતી હસતી તેની એ આશા સફળ થાય તેવા આશીર્વાદ. તેના ઉપર વરસાવી રહી હતી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મિસિસ ચિકની આંખે ઊઘડે છે | મ મ્મીની લીમિંગ્ટન તરક્કી ગેરહાજરી દરમ્યાન મિસ ટોક્સ તેમને ત્યાં જતી આવતી બંધ થઈ હતી. પણ આજે સવારે તેણે મેજર ઑગસ્ટકની બારી ઉઘાડી જોઈ હતી; એટલે મેજર પાછા આવ્યા હોય તો મિત્ર ડોમ્બી પણ આવી ગયા હશે, એવું અનુમાન તેણે કરી લીધું. મેજર ઑગસ્ટકે, ઉઘાડી બારીએ એકબીજાની નજર એક થતાં તેને “લટક-સલામ પણ ભરી હતી. ત્યારથી માંડીને મિસ ટસના વિચારે મિડેસ્બી તરફ વળી ગયો, અને જ્યારે પિતાની સાહેલી મિસિસ ચિક – મિ. ડોમ્બીની બહેન લુઈઝા– મિડોમ્બીને ઘેર લઈ જવા પિતાને તેડવા આવે, તેની રાહ જોતી, તે, કાતર લઈને છોડવાનાં પાન કાતરવા લાગી. અને થોડી વારમાં, ધાર્યા પ્રમાણે મિસિસ ચિકની ગાડી આવીને ઊભી જ રહી; અને મિસિસ ચિક જ્યારે મિસ ટોક્સના ઓરડામાં દાખલ થઈ ત્યારે મિસ ટોસ જાણે તેના આવવાની કલ્પના પણ ન હોય, તેમ, કુંડાના છોડને કાતરવાના કામમાં મશગૂલ થઈ ગઈ હતી. મિસિસ ચિક ઓરડામાં દાખલ થયા એટલે મિસ ટોકસે હાથમાંની કાતર મૂકીને, પહોળા કરેલા હાથે તેમને આવકાર આપતાં જણાવ્યું – મારી મધુરી સખી કેમ છે ?” પણ મિસ ટોક્સની “મધુરી” સખી આજે કંઈ ઓર દમામમાં હતી. તેણે મિસ ટેક્સને ચુંબન કરીને કહ્યું, “લુઝેશિયા, તારે આભાર માનું છું; હું સારી છું, અને તે પણ હશે એવી આશા રાખું છું.” ૨૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ડેબી એન્ડ સન તમે મને મળવા આટલાં વહેલી સવારે આવ્યાં એ તમારી કેવી ભલમનસાઈ છે? નાસ્તો બાસ્તો પરવારીને આવ્યાં છે કે નહિ, એ મને પહેલું કહી દો !” “આભાર, લુક્રેશિયા, હું આજે વહેલી નાસ્તો પરવારીને નીકળી છું – ઘેર પાછા આવેલા મારા ભાઈને ત્યાંથી સ્તો.” તેમની તબિયત તો સારી છે ને.” મિસ ટેસે યુવતીજનોચિત લજજાથી સહેજ સંકેચ સાથે પૂછયું. “આભાર, તેમની તબિયત બહુ સારી થઈ છે.” [ ગળામાં સૂચક ઉધરસનું ઠપકું.] “હાં, હાં, સખી, આ ઉધરસથી ચેતતાં રહેજો.” મિસ ટેસે લાગણી બતાવી. એ તો હવા બદલાઈ છે એ કારણે સહેજ થઈ હશે. આપણે દુનિયામાં હરહંમેશ ફેરબદલીની જ અપેક્ષા રાખવી જોઈએ ને !” આ હવાની બાબતમાં જ ને ?” અરે દરેક બાબતમાં, વળી. આ દુનિયા જ ફેરબદલાની દુનિયા છે – તેમાં સતત ફેરફાર થયે જ જાય છે. અને તે સ્વત:સિદ્ધ બાબત જે કબૂલ ન રાખે, તેની સમજદારી વિષે મારો અભિપ્રાય તક્ષણ બદલાઈ જાય.” માફ કરજે, વહાલાં લુઈઝા ! પણ ઘોડાગાડીમાં મિચિક બેસી રહ્યા છે કે શું?” “બેસવા દે ને, બહેન ! એમના હાથમાં છાપું છે, એટલે તેમના બે કલાક ક્યાં નીકળી જશે, તે ખબરે નહિ પડે. તું તારું ફૂલેનું કામ કર, અને હું જરા અહીં બેસીને આરામ કરું.” મિસ ટોક્સ તરત સમજી ગઈ કે, લુઈઝા કંઈક અગત્યની વાત કરવા આવી છે અને પોતાના ભાઈને મળીને આવી છે, એટલે બીજી કઈ વાત હશે, વળી ! તેથી તે મીઠી શરમથી ધબકતે હૃદયે એક આકર્ષક ચેષ્ટા સાથે છેડ કાતરવાને કામે લાગી. Page #252 -------------------------------------------------------------------------- ________________ મિસિસ ચિકની આંખ ઊઘડે છે ૨૧૭ મિસિસ ચિકે હવે આગળ ચલાવ્યું, “ફૉરન્સ પણ ઘેર પાછી આવી ગઈ છે. તે હવે મોટી થઈ છે, અને પહેલાંની પેઠે ઘરકૂકડી થઈ રહ્યું હવે તેને ચાલવાનું નથી, એ બાબતમાં શંકા જ નથી. અને જે કોઈ એવી નિઃશંક બાબતમાં શંકા લાવે, તેને માટે મારા મનમાં ખાસ કશે આદર જ ન રહે.” મિસ ટેસે ખાસ કશી સમજ ન પડવા છતાં, “હા” ભરી. ફલેરન્સ બહુ વિચિત્ર છોકરી બનતી જાય છે. અને પોલના મૃત્યુથી જે કંઈ નિરાશા મારા ભાઈને થઈ છે, તે પછી ફલોરન્સની સોબત તેમને છેક અકારી થઈ ગઈ છે. તો પછી શું કરવું ? મારા ભાઈએ કંઈક કશિશ કરવી જ જોઈએ—અને ડોમ્બી કુટુંબને પુરુષ કોશિશ કર્યા વિના રહે જ નહિ. મારો ભાઈ હવે ડબ્બી કુટુંબનો એકમાત્ર વડે તેમ જ એકમાત્ર અવશેષ છે. મને તો ગણનામાં લેવાય જ નહિ – ” વાહ મારી પ્રેમસખી, એમ તે હોય ? તમે પણ પૂરાં ડાબી જ છે !” નારે ના, હું તો બહુ ઢીલી પ્રકૃતિની છું; આરસપહાણ જેવી મક્કમ થઈ શકતી જ નથી. હવે મને એટલું જ જોવાની ઈચ્છા છે કે, તે પણ ડાબી” કુટુંબના નામને લાયક નીવડે.” તમારાથી જુદા અભિપ્રાયવાળી બનવાની નાલાયકી દાખવવાને અપરાધ કર્યા વિના, મારી પ્રિય સખી, હું એમ કહેવાની હિંમત કરી શકું, કે તે એટલે કે તમારી મીઠી ભત્રીજી પણ ડોમ્બી કુટુંબને લાયક જ નીવડશે.” મારી ભત્રીજી ફલેરન્સની વાત વળી ક્યાં કરું છું તે ? પણ કદાચ મારું બેલવાનું અધૂરું હોવાથી તને એમ સમજાયું હોય, તે એ મારે વાંક ગણાય. હું જેને મનમાં રાખીને કુટુંબના નામને લાયક નીવડવાની વાત કરું છું, તે તો છે મારા ભાઈની બીજી પત્નીની વાત ! મારા ભાઈ ફરી લગ્ન કરવાનો વિચાર કરે છે અને જેના Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ડેબી ઍન્ડ સન ઉપર તે એ પસંદગી ઢળવા માગે છે, તે ડોમ્બી કુટુંબની આ વસ્તુ બરાબર યાદ રાખશે, એવી હું આશા રાખું છું.” મિસ ટેક્સ હવે ધમણની પેઠે હાંફવા લાગી. આગળ શું આવી રહ્યું છે–પિતાનું નામ જ આવવાનું વળી!– તેની આગાહી થવા લાગતાં તે લજજાથી લાલ લાલ પણ થઈ જવા લાગી. લગ્નનું કહેણ આટલું જલદી આવશે, એવું કદાચ તેની કલ્પનામાં પણ ન હતું. હજુ ઘણું કાશિશ” કરવી પડશે કે ચાલુ રાખવી પડશે,–એમ જ તે માનતી હતી. જે મારા ભાઈ પલે મારી સલાહ લીધી હતી, – કોઈ કોઈ વાર તે લે છે; અથવા વધુ ચોક્કસ ભાષા વાપરીએ તો પહેલાં તે મારી સલાહ લીધા કરતા; કારણ કે, સ્વાભાવિક રીતે જ હવે તે મારી સલાહ નહીં લે, અને મને પણ તેથી એક જવાબદારીમાંથી છૂટવાની જ નિરાંત લાગે છે.” મિસિસ ચિક જાણે આવેશમાં આવી જઈ બેલતાં હોય તેમ બેલવા માંડયાં; “કારણ કે, ઈશ્વરકૃપાએ હું એવી અદેખી પ્રકૃતિની નથી,-એટલે જે મારે ભાઈ પલ મારી પાસે આવ્યો હતો અને મને પૂછત કે, પત્નીમાં ક્યા કયા ગુણ હોવા જોઈએ એવી સલાહ તું આપે છે? તે જરૂર કહેત કે, પત્ની ખાનદાન કુટુંબની હોવી જોઈએ, પ્રભાવશાળી હેવી જોઈએ, સુંદર હોવી જોઈએ, તેમ જ સારા સંબંધેવાળી હોવી જોઈએ. હું એ શબ્દો જ વાપરત. ભલે પછી એ શબ્દો બોલવા બદલ મને તરત જ કોઈ ફાંસીએ ચડાવી દે ! હું મારા ભાઈને તેમ છતાં કહેતા કે, “પેલ ! તમે ફરી પરણવા તૈયાર થાઓ અને સારા ખાનદાન વિનાની સ્ત્રીને પરણો ! સૌંદર્ય વિનાનીને પરણે ! પ્રભાવશાળી ન હોય તેવી સ્ત્રીને પરણો ! સારા સંબંધો વિનાની હોય તેને પરણે ! આખી દુનિયામાં એવો અણઘડ અભિપ્રાય ધરાવનાર કેણ મૂવું છે, તેનું મેટું તો હું જોઉં !” મિસ ટોક્સને હજુ પણ મિસિસ ચિકના આ આવેશ પાછળ પિતાને જ આગળ કરવાની ભાવના છે, એમ લાગતું હતું. Page #254 -------------------------------------------------------------------------- ________________ મિસિસ ચિની આંખો ઊઘડે છે ૨૧૯ ― “હું કંઈ મૂરખ નથી; જો કે બહુ બુદ્ધિશાળી હાવાને દાવા પણ કરતી નથી જોકે કેટલાક લેાકા મને બુદ્ધિશાળી માનવાની અને કહેવાની અસાધારણતા બતાવે છે, એ વાતને હું નકારતી નથી, – છતાં મને કાઈ કહેવા આવે કે, મારા ભાઈએ એ ગુણ્ણા વિનાની સ્ત્રી સાથે લગ્ન કરવું – ભલેને એ સ્ત્રી ગમે તે હોય – તે મને મારી બુદ્ધિનું અપમાન જ થયું લાગે : ભલેને મારામાં એછી બુદ્ધિ હોય તે! એછી ! એટલે મારા ભાઈએ ક્રીથી લગ્ન કરવાનું નક્કી કરતી વેળા, તેમની પાસેથી જેવી અપેક્ષા કાઈ પણ રાખે, તેવું જ તેમણે કર્યુ છે. તે જ્યારે બહાર પ્રવાસે ગયા, ત્યારે પાછળ કાઈ સ્રી પ્રત્યે કશું પ્રેમઅંધન મૂકીને નહાતા ગયા [મિસ ટ્રીક્સને ચમકારે] અને બહાર જઈને કશું પ્રેમબંધન ઊભું કરી આવશે એમ પણ કાઈ માનતું ન હતું. પરંતુ જે કંઈ તે કરી લાવ્યા છે, તે બધી રીતે ઇચ્છનીય છે.— પ્રસંશનીય છે. મા છે તે બહુ સંસ્કારી અને ગૌરવાન્વિત બાઈ છે; અને લગ્ન બાદ તે એ લેાકા સાથે જ રહેવાની છે, એ વાતમાં વિરેધ ઉઠાવવાને મને કશે। જ હક હાય, એમ હું જોતી નથી. એ પેાલને લગતી બાબત છે, મારે લગતી નહિ. અને પૉલની પસંદ કરેલી સ્ત્રીની વાત ઉપર આવું, તે મેં હજુ તેનું ચિત્ર જ જોયું છે; તેટલા ઉપરથી પણ તે ભારે સૌ દર્યવાન હોય એમ લાગે છે. તેનું નામ પણ સુંદર છે. ‘એડિથ’– એ નામ બહુ સામન્ય નથી, અને મને તે બહુ વિશિષ્ટતાવાળું લાગે છે. અને લુક્રેશિયા તું જાણીને રાજી થશે કે, લગ્ન પણ તાત્કાલિક જ લેવાવાનું છે. અને મારા ભાઈએ તારા પ્રત્યે અવારનવાર જે ભલી લાગણી દાખવી છે, તેટલા માત્રે પણ, મારા ભાઈ એ ક્રીથી લગ્ન કરવા બાબત જે નિર્ણય લીધેા છે, તેથી તારે રાજીપા દાખવવા જોઈએ.’’ મિસ ટૉક્સ આ ઉદ્દેાધન પૂરું થયું, તેની સાથે જ કાતર છેડીને તાજેતરમાં હાથમાં લીધેલા પાણીના ઝારા સાથે, વિચિત્ર રીતે આંખા ફાડીને, તથા મેટેથી હસીને ઊભેથી ગબડી. અને તે જ ક્ષણે Page #255 -------------------------------------------------------------------------- ________________ २२० ડેબી એન્ડ સન બારણામાંથી પેસતી વ્યક્તિના હાથમાં તે ઝિલાઈ ગઈ ન હોત, તો ખરેખર જમીન ઉપર પછડાઈ હતી. બારણુમાં પેસનાર એ વ્યક્તિ બીજી કાઈ નહિ, પણ મેજરે મિસ ટોકસની ખબર પૂછવા મેકલેલો તેમને નેટિવ હતો. અને બારીમાંથી મેજર પોતાના દૂરબીનની મદદથી એ દશ્ય પૂરા સંતોષ સાથે જોઈ રહ્યા હતા. મિસિસ ચિકે મિસ ટોસને પથારી ઉપર સુવાડી દેવા ફરમાવ્યું, અને પછી તેને ભાનમાં લાવવાના ઉપચારે સ્વહસ્તે શરૂ કર્યા. ઈવની પુત્રીઓ એકબીજાની બેહોશ બનવા માટેની લાગણીઓ કે નાજુકાઈ પારખીને જે સભાવથી હળવી નાજુક મરામત કરે એ રીતે નહિ, પણ બેભાન બનેલા ગુનેગારોને ભાનમાં લાવી ઝટ સજાનો અમલ કરવાનું પતવવા જલ્લાદ જે રીતે પ્રયત્ન કરે તે રીતે ! તેમણે સંધવાની દવાની શીશી લગભગ મિસ ટૌક્સના નાકમાં જ બેસી દીધી, મેં ઉપર પાણી પણ કંઈક જોરથી ઢેર ઉપર છાંટે એ અદાથી છાંટયું, તથા મિસ ટેકસના હાથે વગેરે જોરથી થપથપાવ્યા. છેવટે જ્યારે મિસ ટેકસે ધીમે ધીમે આંખ ઉઘાડી, ત્યારે મિસિસ ચિક કોઈ ગુનેગાર પાસેથી દૂર ખસે તે રીતે તેનાથી દૂર ખસી ગયાં અને મોટેથી બોલ્યાં, “લુઝેશિયા ! મને જે લાગી આવ્યું છે તે છુપાવવાને હું સહેજે પ્રયત્ન નહિ કરું : મારી આંખે ઊઘડી ગઈ છે, – મને કોઈ સંત મહાભાએ આવીને કહ્યું હતું, તે પણ આ વાત મેં માની ન હોત.” હું આમ બેહોશીને વશ થઈ ગઈ એ મારી નિર્બળતા ગણાય, પણ હું હવે ઝટપટ સ્વસ્થ થઈ જઈશ.” હા, હા, ઝટપટ સ્વસ્થ થઈ જઈશ, તેમાં જ તારું ભલું છે. તું શું એમ માને છે કે હું આંધળી છું ? શું હું નાદાન બાળકી છું ? ના, ના, લુક્રેશિયા, મેં આવું નહોતું ધાર્યું.” મિસ ટોસે સખીના ટાણુઓથી નવાઈ પામી, દુઃખી થઈને અવશપણે આંખે ઉપર રૂમાલ ઢાંકી દીધો. Page #256 -------------------------------------------------------------------------- ________________ મિસિસ ચિકની આંખ ઊઘડે છે. ૨૨૧ અરે, મને ગઈ કાલે જ કાઈએ કહ્યું હોત, અથવા એક કલાક પહેલાં જ કહ્યું હોત, તો હું તેને ફટકા મારી જમીન ઉપર જ તોડી પાડત; પણુ લુક્રેશિયા ટેક્સ મારી આંખો આંગળાં ઘાલીને ખોલી નાખવામાં આવી છે. મારી આંખનું પડી એકદમ હટી ગયું છે, અને તે કારણે હું જ આભી બની ગઈ છું. મેં મૂરખીએ કે અંધ વિશ્વાસ મૂક્યો હતો, અને તેનો કેવો દુરુપણ કરવામાં આવ્યો? કે ગેરલાભ લેવામાં આવ્યું ?” સખી, તમે આમ વારંવાર કઈ વસ્તુ મનમાં રાખીને મને સંભળાવવા લાગ્યાં છે ?” “લુક્રેશિયા, તું તારા મનને પૂછે ને ! અને હવેથી તારે મને આવા નિકટના સંબંધવાળા સંબંધનથી સંબોધવી નહિ. આવો સાપ મેં મારા હાથે મારા ભાઈના ઘરમાં ઘાલ્યો ! જે સાપ મારા ભાઈના ઘરનું દૂધ પીને, તેને વિશ્વાસ મેળવીને આ કારણે ઠંખ મારવા તૈયાર થઈ ગયે હતો ! વાહ, તારે એમની સાથે લગ્ન કરવું હતું કેમ ? કઈક વિચાર તો કર હતો કે, એ કેવી તારા ગજા બહારની – તારી લાયકાત બહારની વાત છે ! તેં અમને શું ધારી લીધાં હતાં, વારુ ?” “લુઝા, મહેરબાની કરીને આવા કઠેર શબ્દો ન વાપરશે.” “કઠોર શબ્દો ? કઠોર ! મારા દેખતાં જ તારા અંતરમાં શું હતું, તે તે બેભાન બનીને પુરવાર કરી નથી આપ્યું ? અને એ વસ્તુ મારે માટે કેવી આઘાતરૂપ નીવડે એને તને વિચાર સરખો આવ્યો હત વારુ !” પણ કયાં કેાઈ સામે કશી ફરિયાદ કરી છે કે, એથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો છે? તમે આપેલા નવા સમાચારથી હું જરા ડઘાઈ ગઈ એટલું જ. મિ. ડબ્બી મારી બાબતમાં અત્યાર સુધી કિંઈક ભાવ જેવું દાખવતા આવ્યા હતા, એ ઉપરથી કશું મેં માની લીધું હોય, તો તેમાં મારે કશે ખાસ અપરાધ થતા હોય એમ તમારે માની લેવું ન જોઈએ.” Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ડોબી ઍન્ડ સન હા, હા, તારે આગળ જે કહેવું છે, તે હું સમજી ગઈ છું. તારે એમ જ કહેવું છે ને કે, મેં જ તને મારા ભાઈ તારી સાથે લગ્ન કરશે એમ માનવા પ્રેરી હતી, ખરું ને ?” મારે કોઈની સામે કંઈ કહેવું નથી, કે મારે કોઈની સામે કંઈ ફરિયાદ પણ કરવી નથી. હું તો માત્ર મારા બચાવમાં કંઈક કહેવા માગતી હતી.” હા, હા, લુક્રેશિયા ટેકસ તારે જે કહેવું હોય તે સંભળાવી દે, હું તૈયાર છું.” “હું તમારા દૂર આક્ષેપ સામે મારા બચાવમાં તમને એટલું જ પૂછવા માગતી હતી કે, ખરેખર, લુઝા, તમે મને એવી કલ્પનાએ ચડવામાં સહેજે મદદ નથી કરી ? કે એ બનવું અસંભવિત નથી, એમ મારા મનમાં ઠસાવવા જરાય પ્રયત્ન નથી કર્યો ?” “અહા ! માણસની સહનશક્તિની પણ કંઈક હદ હોય છે. હું ઘણું ઘણું સહન કરી શકું તેમ છું; પણ આટલું બધું નહિ. હું આ ઘરમાં અત્યારે શાથી ખેંચાઈ આવી એ નથી કહી શકતી; પણ મને મનમાં કંઈક એવી આગાહી જેવું થતું જ હતું કે આવું જ કંઈક બનવાનું છે. મારો વર્ષોને વિશ્વાસ એક ક્ષણમાં ઊડી ગયો છે; હું આજે તને સાચા સ્વરૂપે જોઈ શકી છું, એટલે અહીં આગળ જ હવે આ પ્રસંગ પૂરો થાય એમ હું ઈચ્છું છું. હું હંમેશાં તારું ભલું જ ઈચ્છતી આવી છું; પણ ડોમ્બી કુટુંબની એક સ્ત્રી તરીકે, અને મારા ભાઈની બહેન તરીકે, મારે તને ગૂડ મોર્નિંગ” કહીને વિદાય જ થવું ઘટે.” આટલું કહી, મિસિસ ચિક ધૂંવાધૂંવાં થતી, પોતાના પતિ બેઠા હતા ત્યાં ધેડાગાડીમાં જઈને બેઠી. મિ. ચિક વસ્તુસ્થિતિ કંઈક પામી ગયા હતા, એટલે તેના તરફ જોયા વિના અથવા જેતા હોવાનો દેખાવ કર્યા વિના છાપામાં માં રાખી ચૂપ રહ્યા. થેડી વારે મિસિસ ચિકે મોટેથી જણાવ્યું, “અહા, Page #258 -------------------------------------------------------------------------- ________________ મિસિસ ચિકની આંખ ઊઘડે છે ૨૨૩ આજે મારી આંખેા કેવી ઊઘડી ગઈ... કેવી ખળાકારે ઉઘાડી નાખવામાં આવી ! ’” “શી વાત છે, ડિયર ? ” મિ॰ ચિકે હવે પૂછ્યું. << અરે, મારા ભાઈ સાથે લગ્ન કરીને અમારા ડેમ્ની કુટુંબમાં પેસવાની આ મિસ ટૅક્સની ધારણા હતી, એવી કલ્પના પણ કાઈને આવે? અરે, પાલને રમાડતી વખતે તેના મનમાં તેની મા થઈ તે આવવાને વિચાર રમતા હતેા, એમ કાને વહેમ સરખા પણ હાય? તેના મનમાં આવા આવા વિચાર! રમતા હતા, અને હું આંધળી તેને સીધી મારા ભાઈના ઘરમાં હાથ પકડીને દેરી ગઈ! તે મૂરખીને કદી વિચાર પણ ન આવ્યે! કે, એવી ધારણા રાખવાની તેને કેવી કોર સજા એક દિવસ વેઠવી પડશે ! ’ ઃઃ પણ ડિયર, હું પણ આજ સુધી · અત્યાર સુધી એમ જ માનતા હતેા કે, તું એને એ રસ્તે જ દોરી રહી હતી; તથા તારા મનમાં એમ જ હતું કે, એ મિસ ટૉક્સ, મિસિસ ડામ્બી બની રહે તે! તને મિ॰ ડામ્બીના ઘરમાં ઘણી સગવડ થઈ જાય ! ” મિ॰ ચિક આટલું ખેલે ખેતી જ વાર હતી; તરત જ મિસિસ ચિક દગાબાજ દુનિયાની હૃદયહીનતાથી અભિભૂત થઈ ને ચાધાર આંસુએ રડી પડયાં, અને એલી ઊઠયાં, આના કરતાં તે તમારા ખૂટની એડી નીચે મને આખી ને આખી છૂંદી નાખેા ને ! પણ મારું સદ્ભાગ્ય, કે આજે મેં એ રાંડ સાથેને સંબંધ ખતમ કરી નાખ્યા છે, અને હું તથા મારા ભાઈ એ રાંડનાં કરતૂત્તાથી વધુ છંદાતાં બચી ગયાં. ભગવાન અમારી મદદે છે, ભલે તમારા જેવા ગમે તેમ કહે અને ઇચ્છે, તે પણ ! '” << Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લગ્નની આગલી રાત ૧ જ્યાં સુધી ઘરમાં સમારકામ · સજાવટકામ ચાલ્યું, ત્યાં સુધી ડિયેાજિનિસ આખા વખત ભસતે જ રહ્યો. તેને એમ જ લાગતું કે, તેના દુશ્મને છેવટે ક્ાવ્યા છે, અને છેક અંદર ઘૂસીને મકાનને કબજો લઈ બેઠા છે. ફ્લોરન્સના જીવનમાં આ બધી ધમાલને લીધે ખાસ કંઈ ફેર પડયો ન હતા. સાંજે જ્યારે ધર ચૂપ-નિર્જન થઈ જતું, તે વખતે લેં।રન્સના મનને એ શાંતિ પેાતાને કેાઈ જૂતા મિત્ર આવી મળ્યા હાય તેવી લાગતી. પરંતુ હવે એ મિત્ર પણ કંઈક બદલાયેા હતેા ~ તે આશાના નવા કિરણ સાથે જાણે ખુશનુમા ચહેરાવાળે! બન્યા હતા; પેલી સુંદર સ્ત્રીએ જ્યારથી લારન્સને પેાતાની કૈાટે વળગાડી હતી, ત્યારથી લારન્સને ચેાતરફ નવી આશા-નવા ઉમંગ પ્રતીત થવા લાગ્યાં હતાં. પેાતાની નવી મા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની આ ભરતી તેના નિર્દોષ મુગ્ધ અંતરમાં જામવા લાગતાં, તેની પેાતાની મૃત માતા પ્રત્યે તેને પ્રેમ વિશેષ પ્રગટવા લાગ્યા. તેના અંતરમાં પેાતાના જૂના પ્રેમને નવા કાઈ હરી ઊભા થયા, એવું તેને હરિંગજ લાગતું ન હતું. ઊલટું ખૂબ ઊંડે મૂળ નાખેલા અને સંભાળપૂર્વક સાચવેલા જૂના છેડ ઉપર જ જાણે આ નવું પુષ્પ પ્રગટયું હતું ! ફ્લોરન્સ એક દિવસ પેાતાના કમરામાં બેઠી બેઠી વાંચતી હતી, તે દરમ્યાન એ ચાપડીને વિષય પણ સરખા જ હેાવાથી, પેલી સુંદર બાનુએ ક્રીથી જલદી મળવા આવવા આપેલી ખાતરીને! જ વિચાર તેને ૨૨૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ લગ્નની આગલી રાત ૨૨૫ આવવા લાગ્યા. એટલામાં તેણે આંખ ઊંચી કરીને જોયું, તે બારણામાં તે જ ઊભી હતી. kr મમા ! ” કહેતાંકને ર્ફોરન્સ ઊછળીને સામી દોડી; “ શ્રીથી આવ્યાં ખરાં ! "> << હજુ હું તારી મમા નથી થઈ,” પેલી બાનુએ ગંભીરતાથી હસીને કહ્યું, તથા ફલોરન્સના ગળાની આસપાસ પેાતાના બંને હાથ વીંટાળી દીધા. (( ઃઃ પણ બહુ જલદી થવાનાં છે. ” “હવે બહુ જલદી; ખરી વાત છે. ” એડિથે એટલું કહી ફ્લોરન્સના ખીલતા ગાલ ઉપર પોતાના હોઠ દબાવવા મેાં નીચું કર્યું . તેની એ પ્રક્રિયા પહેલા પ્રસંગ કરતાંય એટલી વિશેષ ભાવભરી હતી કે, ફ્લોરન્સ એ જ સ્થિતિમાં સ્થિર થઈ તે આનંદભરી ઊભી રહી. એડિથ હવે લૅારન્સને પાસેની એક ખુરશી તરફ ખેંચી ગઈ; અને એની સાથે જ બેઠી. લારન્સ આનંદાસ્કુલ્લ થઈને તેના અદ્ભુત સૌંદર્ય તરફ નવાઈભરી આંખેાએ જોઈ રહી. ફ્લોરન્સ, હું છેવટના મળી, ત્યાર પછી તું આમ એકલી જ રહે છે ? ’ “હા, મમા ! એકલી જ રહેવાનું મને કાઠે પડી ગયું છે; એટલે મને લાગતું જ નથી કે હું એકલી છું. કેટલીક વાર હું અને ડિ કેટલાય દિવસે સુધી એકલાં જ હોઈએ છીએ.” << ડિ॰ તારી તહેનાતખાનુ છે, પ્રિય ? ” t સમા, એ તેા મારા કૂતરાનું નામ છે; મારી તહેનાતખાનુ તે "" સુસાન ! r¢ અને આ તારા કમરે છે, કેમ ? તે દિવસે મને આ ભાગ ખતાબ્યા જ ન હતા. આ કમરે પશુ સુધરાવવા પડશે ઃ આખા ઘરમાં આ કમરે। જ સુંદરમાં સુંદર અનવે જોઈ એ.” ડે. ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ડી એન્ડ સન મમા, મારે કમર જે બદલી શકાય એમ હોય, તો મને ઉપરનો એક કમરે વધુ ગમશે.” કેમ આ કમરે તને પૂરતે ઊંચે આવેલે લાગતો નથી ?” પેલો, કમરે મારા ભાઈને કમરે છે, અને મને તે બહુ ગમે છે. હું અહીં આવી, ત્યારે કારીગરોને કામે લાગેલા જોઈને મારે કમર બદલી આપવાનું પપાને કહેવાનું મને મન થયું હતું, પરંતુ મને લાગ્યું કે, પપાને કદાચ દુઃખ થશે, એટલે મેં તે વાત જ ન કરી. પછી મને થયું કે, આમા તો થોડા જ વખતમાં અહીં પાછાં આવવાનાં જ છે, ત્યારે તેમને વાત કરીશ.” એડિથ ફર્લોરન્સના માં સામે જ જોઈ રહી. ફલેરન્સ હવે જ જોઈ શકી કે, આ સ્ત્રીનું સૌંદર્ય બહારથી જેવું દઝાડે તેવું તેજસ્વી લાગે છે, તેવું ખરેખર નથી; ખાસ કરીને પોતાના પ્રત્યે તો તેનું પ્રતાપી મુખ નમ્ર અને મધુર બની રહે છે. એડિથે તરત જ ફર્લોરન્સને એ કમરે બદલાવી આપવાનું વચન આપ્યું; તથા એ કમરામાં જોઈતો ફેરફાર જાતે જ દેખરેખ રાખીને કરાવી આપવાનું પણ. પછી તેણે સગત પૌલ વિષે કેટલાક પ્રશ્નો પૂછળ્યા, અને અંતે જણાવ્યું, “ પ્રિય, હું તને મારી સાથે મારે ઘેર લઈ જવા આવી છું. હું અને મારાં મા હવે લંડનમાં આવી ગયાં છીએ અને ઘર રાખીને રહીએ છીએ. હું પરણી જાઉં ત્યાં સુધી તું મારી સાથે જ રહે, જેથી આપણે એકબીજાને વધુ ઓળખીએ અને એકબીજા ઉપર વધુ વિશ્વાસ મૂકતાં થઈએ.” “મમા, તમે કેટલાં બધાં સારાં છે ? મારા ઉપર કેટલે બધો ભાવ રાખે છે ? હું તમારે ઘણે ઘણે આભાર માનું છું.” પણ વહાલી, અત્યારે જ એક વાત હું કહી દઉં, કારણ કે એ કહેવાની કદાચ અત્યારે જ સારામાં સારી તક હોય;” એમ કહી એીિ તરફ નજર કરી લીધી અને બંને એકલાં જ છે એવી ખાતરી કર્યા બાદ ધીમે અવાજે કહ્યું, “હું પરણીને થોડા દિવસ Page #262 -------------------------------------------------------------------------- ________________ લગ્નની આગલી રાત રર૭ તારા પપ્પા સાથે મધુરજની માટે બહારગામ જાઉં, ત્યારે પણ જે તું અહીં એકલી આ ઘરમાં જ રહીશ, તે મને મનમાં બહુ નિરાંત રહેશે. તને બીજે ક્યાંક રહેવા કેાઈ ગમે તેટલું ભાવભર્યું આમંત્રણ આપે કે આગ્રહ કરે, પણ તું એકલી અહીં જ રહેજે !” “મમાં, તમે જશો તે દિવસે જ હું અહીં જરૂર પાછી આવી જઈશ.” એમ જ કરજે; હું તારા એ વચન ઉપર વિશ્વાસ રાખીશ. તે હવે મારી સાથે આવવા તૈયાર થઈ જા. હું નીચે જ તારી રાહ જોઉં છું.” ઓનરેબલ મિસિસ સ્કયૂટને લંડનમાં પોતાના એક સગાનું મોટું મકાન લગ્નપ્રસંગ નિમિતે થોડા વખત માટે માગી લીધું હતું. તે સગો પિતે આ દિવસો દરમ્યાન લંડનમાંથી બહાર રહેવાનો હતો. એ સગાએ પણ ઘણુ ખુશીથી પોતાનું મકાન મિસિસ સ્કયૂટનને વાપરવા આપ્યું હતું. કારણ કે, અત્યાર સુધી કેટલીય લોન મિસિસ ક્યૂટનને આપી આપીને તે થાકી ગયે હતો; પણ હવે તેમની દીકરીને મિડોમ્બી સાથેના લગ્ન પછી તેમને બીજા પાસે લેન માગવાનું નહીં રહે, એ વાતની તેને નિરાંત લાગતી હતી ! એડિશને ફૉરન્સ સાથે આવેલી જોઈ, મિસિસ ક્યૂટને કહ્યું, મારી મીઠડી ફલેરન્સ કે ? તું અહીં પાસે આવીને મને ચુંબન કર જોઉં, વહાલી.” પછી ફૉરન્સને જરા અજવાળા તરફ રાખી તે બોલી ઊઠી, “એડિથ, તું જ્યારે આ ઉમરની હતી ત્યારે બરાબર આપણું આ મોહિની જેવી જ દેખાતી હતી; અને આપણું આ વહાલી દીકરીને પણ સંભાળપૂર્વક બરાબર સજી-સજાવીને તૈયાર કરી હોય, તો તે અત્યારે પણ તારાથી જરાય પાછળ ન પડે.” હશે !” એડિથે કડક થઈને જવાબ આપ્યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ २२८ ડી એન્ડ સન મિસિસ યૂટન પિતાની પુત્રીનો મિજાજ તરત પારખી ગયાં; તેમણે વિષય બદલી નાખ્યો અને ફરન્સને કહ્યું, “મારી વહાલી મીઠડી, તું જાણે છે કે, બરાબર અઠવાડિયા બાદ તારા વહાલા પપા મારી વહાલી એડિશને પરણાવાના છે ?” હું એટલું જાણતી હતી કે, લગ્ન જલદી થવાનું છે; પણ ચોકકસ દિવસની મને ખબર ન હતી.” વાહ દીકરી એડિથ, તે ફલેરન્સને એ વાત નથી કરી ?” શા માટે ફરન્સને એ વાત કરું વળી ?” એડિથે હવે લગભગ તે છડાઈથી જ પૂછયું. મિસિસ ક્ટને હવે ફલેરન્સને વધુ સહીસલામત કહી શકાય તેવા પ્રસંગ ઉપર લાવવા માટે કહ્યું, “તારા પપા, મારી મીઠડી, આજે અહીં જમવા આવવાના છે; તે વખતે તને અહીં અચાનક જોઈ કેવા ચેક અને ખુશી થશે, વારુ ?” ફલેરન્સને જેકે, આ સમાચારથી મૂંઝવણ જ થઈ, કારણ કે, તેના પિતા તેને અહીં આવેલી જોઈ ખરેખર રાજી જ થશે, એ તેને ભરસો ન હતો; અને તેનું ચાલ્યું હોત તો તે અબઘડી જ પગપાળી પિતાને ઘેર પાછી ચાલી ગઈ હોત. જેમ જેમ પિતાને જમવા આવવાનો સમય પાસે આવવા લાગે, તેમ તેમ ફૉરન્સ લગભગ ગાભરી થઈને મિસિસ ટનની પથારી પાસે જ બેસી રહી. મિસિસ યૂટને પણ બચપણના રમતિયાળપણુના ભાવથી હસતાં હસતાં ફૉરન્સ ઉપર પોતાની શાલ નાખી દીધી. ફૉરન્સ એ શાલ કાઢી નાખે તે પહેલાં તો મિત્ર ડોમ્બીનાં પગલાં એ ઓરડામાં દાખલ થતાં સંભળાયાં; એટલે ફરન્સને હવે ગુપચુપ બેસી રહ્યા વિના છૂટકો ન રહ્યો. મિ. ડેબીએ અંદર આવી મિસિસ ક્યૂટન તથા એડિથને અભિવાદન કર્યા. પોતાના પિતાને વિચિત્ર અવાજ સાંભળી ફલોરન્સ આખે શરીરે કંપી ઊઠી. મિસિસ સ્કયૂટને કહ્યું – Page #264 -------------------------------------------------------------------------- ________________ લગ્નની આગલી રાત ૨૨૯ “મારા પ્રિય ડોમ્બી, અહીં પાસે આવી મને કહે જેલ, કે તમારી ફૂટડી ફૉરન્સના શા ખબર છે?” કુલેરન્સ ભલીચંગી છે,” મિડેબીએ પથારી પાસે આગળ વધતાં કહ્યું. “ઘેર જ છે ને ?” હા, ઘેર જ છે. ” “વાહ, પ્રિય ડોમ્બી, તમે મને છેતરતા તો નથી ને? હું કહું તે મારી લાડકી એડિશને કેવું લાગશે, તે તો નથી જાણતી; પણ વહાલા મિડાબી તમે ભારે જૂઠા માણસ છે!” એટલું કહી તરત જ મિસિસ ક્યૂટને પેલી શાલ ખેંચી લીધી અને ફરન્સ એકદમ ફીકી પડી જઈ ઘૂજતી ધ્રુજતી ઊભી થઈ. મિ. ડોમ્બી પણ એને ત્યાં જોઈને થેડા ચોકીને પાછા સ્વસ્થ થાય, તે પહેલાં તો ફલોરન્સ સીધી તેમના તરફ ધસી ગઈ અને પિતાના હાથ તેમના ગળાની આસપાસ વીંટાળી દઈને, તેમને ઉતાવળે એક ચુંબન કરી લઈ, તે ઓરડામાંથી બહાર ભાગી. મિ. ડોબી આ બધાનો ખુલાસો પૂછવા એડિથ સામે જુએ, તે પહેલાં તો એડિથ પણ ફલેરન્સની પાછળ પાછળ બહાર ચાલી ગઈ. હવે મારા પ્રિય ડેબી, તમે કબૂલ કરી દો કે, તમે આજના જેવા તમારી જિંદગીમાં કદી ચોંક્યા ન હતા.” મિસિસ ટને લાડ કરતાં કહ્યું. ખરે જ, મને આજના જેવો અચંબે કદી નહોતો થયો.” તેમ જ આજના જેટલો આનંદ પણ?” “હા, હા, ફલેરન્સને અહીં જોઈને મને ખૂબ જ આનંદ થયો છે.” “તમને એમ થતું હશે કે, તે અહીં કેવી રીતે આવી હશે નહીં ?” “એડિથ, કદાચ –” અરે, કેવા ચાલાક છે તમે ? બરાબર જ કલ્પી લીધું! એડિથને તમારા વિના ચાલે નહિ; એટલે તમે પાસે ન છે, ત્યારે તમારું કોઈ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ડી એન્ડ સન તેની નજીક હોય તો સંતોષ થાય એમ માની, તે એને અહીં લઈ આવી! કેવું કુદરતી ? કેવું સ્વાભાવિક ” પછી જમવાને વખત થતાં મિ. ડોમ્બી મિસિસ સ્કયૂટનને જમવાના ઓરડા તરફ દોરી ગયા. ત્યાં ફલેરન્સ અને એડિથ ટેબલ આગળ સાથે જ બેઠાં હતાં. ફલૅરન્સ પિતાને માટે એડિથ પાસેની ખુરશી ખાલી કરવા ઊભી થઈ ગઈ. પણ એડિથે તેનો હાથ ખેંચી તેને પાછી બેસાડી દીધી. મિ. ડાબી બાજુએ જઈને બેઠા. જમતી વેળા મિસિસ યૂટને વાત વાતમાં મિડોમ્બીને ભલા માણસની પેઠે પૂછયું, “લગ્ન અંગેની બધી તમારી તૈયારીઓ પૂરી થવા આવી હશે, નહિ વારુ ?” “હા, હા, બધું જ લગભગ પૂરું થવા આવ્યું છે.” વકીલના કાગળ – બાગળે પણ?” “હા, મૅડમ; કાગળો તો તૈયાર થઈ ગયા છે; હવે એડિથ એના ઉપર સહી કરવા આવવાનો સમય આપે એટલી જ વાર.” એડિથ બોલ્યા ચાલ્યા વિના પૂતળાની પેઠે ચૂપ રહી. મિસિસ ક્યુટને એડિથને સંકોરતાં પૂછયું, “મારી વહાલી એડિથ, મિ. ડોમ્બીએ શું કહ્યું, તે સાંભળ્યું ?” મારે કશું સૂચવવાનું નથી; તે કહે ત્યારે હું જવા તૈયાર છું.” તો કાલે?” મિ. ડોમ્બીએ પૂછયું. “જેવી તમારી મરજી.” “ક પછી, તમારી આવતી કાલની મુલાકાતો ગોઠવાઈ ગઈ હોય, તો પરમ દિવસે રાખીએ?” “મારે કોઈ મુલાકાતો ગોઠવાયેલી નથી; એટલે તમે જ્યારે કહો ત્યારે આવવા હું તૈયાર છું.” વાહ, મુલાકાતે છે જ નહીં, એમ તે કહે છે, વહાલી એડિથ ? કેટકેટલા વેપારીઓ, દુકાનદારો વગેરેની સાથે આખો દિવસ તો તું રોકાયેલી રહે છે !” Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ લગ્નની આગલી રાત “તો પછી તમે જ મિ. ડોમ્બી સાથે નક્કી કરી લોને!” એડિથે ઘુરકિયું કર્યું. અઠવાડિયું જલદી પસાર થઈ ગયું. દરજી, પિશાકવાળાઓ, ઝવેરીઓ, વકીલો, માળીઓ, કંદોઈઓ – વગેરેને ત્યાં દોડાદોડી કરવાની હતી, અને ફરન્સ હંમેશાં એડિથની સાથે જતી. એડિથનો આગ્રહ હતું કે, ફલૅરન્સ શેકનાં કપડાં તજી, સારાં કપડાંમાં લગ્ન વખતે હાજર રહેવું. એટલે તેને માટે પણ સુંદર પિશાક તૈયાર કરાવવામાં આવ્યો. - બધા પોશાકો તૈયાર થઈને આવવા લાગ્યા, તેમ તેમ મિસિસ સ્કયૂટન જ એ અંગે દરજી વગેરે સાથે ચર્ચામાં ઊતરતાં. એડિથ તો તે બધા પહેરી જોઈને એક શબ્દ પણ બેલ્યા વિના ઉતારી નાખતી. બજારમાં ખરીદી વખતે પણ એડિથ ઘણુય વાર ઘોડાગાડીમાં જ બેસી રહેતી; મિસિસ ક્યૂટન જ દુકાનમાં જતાં-આવતાં. એડિથ આ બધા તરફ જાણે પિતાને કશી લેવાદેવા ન હોય તેવો તુચ્છકારને ભાવ જ દાખવતી. લગ્નની આગલી રાત હતી, અને મિડોમ્બી મિસિસ ન્યૂટન સાથે વાતો કરતા બેઠા હતા. એડિથ ખુલ્લી બારીમાંથી બહાર જોઈ રહી હતી, અને ફલોરન્સ મોડું થયું હોવાથી અને થાકી ગઈ હોવાથી ઊંઘી ગઈ હતી. કિલોપેટ્રા રાણુએ હવે મિ. ડોમ્બીને આજીજીને સૂરે કહ્યું, “કાલે મારી વહાલી એડિથને તમે ઉપાડી જાઓ, ત્યારે બદલામાં ફૉરન્સને મારી પાસે મૂકતા જશો, એવી હું આશા રાખું છું.” અચાનક એડિથે પિતાનું માં પાછું ફેરવ્યું અત્યાર સુધી તે કેવળ ઉપેક્ષા-ભાવ ધારણ કરી રહી હતી, તેને બદલે હવે તે ધ્યાનપૂર્વક આ વાતચીત સાંભળવા લાગી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન << મિ॰ ડેામ્મીએ . જવાબમાં જણાવ્યું કે, રેખ નીચે ફ્લેરન્સ થેાડા દિવસ રહે, અને ૨૩૨ * લાભદાયક વસ્તુ માનું.” << મારા વહાલા ડામ્મી, તમારા એ સદ્ભાવ બદલ હજાર હજાર ધન્યવાદ ! બાકી, હું તે! એમ જ માન્યા કરતી કે, તમે મને એકાંતવાસની ભારે સજા કરવા જ ધાયું' છે.” વહાલાં મૅડમ, મને એટલે! મેાટે અન્યાય કરવાની જરૂર?” કારણ કે, મારી ફૂટડી લૅારન્સ મને ભારપૂર્વક જણાવે છે કે, તે તે! કાલે તમારે ઘેર જ પાછી ફરવાની છે.” “ મૅડમ, હું તમને ખાતરી આપું છું કે, મેં ક્લેરન્સને એવા કશા હુકમ આપ્યા નથી.” * વાહ, મારા વહાલા ડામ્બી, તમે કેવા રાજદરબારી જીભવાળા માણસ છે! પણ રાજદરબારી માણસને હૃદય જેવી ચીજ હોતી હોતી નથી; ત્યારે તમારું હૃદય તે! તમારા આખા જીવન અને ચારિત્રને ચેાતરફ વ્યાપી રહેલું છે.” ek તે તમારા જેવાંની દેખ હું એને માટે ભારે હવે મેડુ થઈ ગયું હેાવાથી મિ॰ ડેમ્નીને વિદાય લેવી પડી. તેમણે જતાં જતાં એડિશને! હાથ પકડીને કહ્યું, “ આવતી કાલે સવારે આ હાથ ઉપર મિસિસ ડે।મ્મીના હાથ તરીકે દાવા કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થશે ! "" ' અરે રે, આ સત્ય છે કે સ્વમ છે? આવતી કાલે સવારે તમે આવીને મારા જીવનની એક મધુર સેાખતણને મારી પાસેથી ઝૂંટવી જશે! એમ ?” એડિથ કરશે! જવાબ આપે તે મિસિસ કયૂટન આક્રંદ કરી ઊચાં. ४ મિ॰ ડામ્બી ચાલ્યા જતાં બંને જણ એકલાં પડયાં એટલે એડિથ તરત પેાતાની મા સામે આવીને આગ વરસાવતી આંખાએ ખેલી, “મારી વાત સાંભળી લે, મા; હું પરણીને મધુરજની માટે Page #268 -------------------------------------------------------------------------- ________________ લગ્નની આગલી રાત જાઉં અને પાછી આવું, ત્યાં સુધી તમારે આ ઘરમાં રહેવાનું છે.” “આ ઘરમાં એકલાં જ રહેવાનું છે, એટલે ?” એ વાક્યનો અર્થ તમે બરાબર સમજ છે; તમારે ફરન્સને તમારી સાથે રાખવાની નથી; અને જો તમે રાખવાની જરા પણ પેરવી કરશે, તો સમજી રાખજો કે, કાલે ચર્ચમાં જ હું લગ્ન કરવાની ના પાડી દઈશ.” માએ હવે ભયગ્રસ્ત નજરે દીકરી સામું જોયું. આપણે જેવાં છીએ તેવાં બસ છીએ. પરંતુ હવે તમારે હાથે બીજી બાળકીના યૌવન અને સતને મારી કક્ષાએ નીચે ખેંચી લાવવા નહીં દઉં,–ફૉરન્સના નિર્દોષ, મુગ્ધ સ્વભાવને તમારે હાથે હું હરગિજ ભ્રષ્ટ-નષ્ટ થવા દેવાની નથી. ફૉરન્સ તેને ઘેર જશે જ જશે.” “ તું મૂરખ છે છોકરી ! ફૉરન્સ પરણીને એ ઘર છોડી નહીં જાય, ત્યાં સુધી તને તારા નવા ઘરમાં જરાય શાંતિ મળશે, એમ તું માને છે ?” g ઘરમાં મને શાંતિ કે સુખ મળવાની જરાય આશા છે કે નહિ, તે તો તમારી જાતને જ પૂછો ને !” હું ? આટઆટલી મહેનત-મથામણ પછી, મેં તારે માટે સ્વતંત્ર સધ્ધર જીવન ઊભું કરી આપ્યું, ત્યારે તું મને સંભળાવવા બેઠી છે કે, ત્યાં તને સુખશાંતિ મળવાનાં નથી; તથા મારી સોબત કોઈ છોકરીને માટે નુકસાનકારક છે, હૈ?” જ મારી જાતને ઘણી વાર પૂછયું છે કે, જે તમે બચપણમાં મારે સ્વાભાવિક વિકાસ થવા દીધો હોત, તો હું અત્યારે છું તેના કરતાં કેટલી જુદી બની શકી હોત !” માએ હવે, એડિથ સામે ગુસ્સો કરે નકામો માની, માત્ર પોતે લાંબા સમય જીવતી રહી છે એ જ ખેરું થયું છે – જમાનો કે બદલાઈ ગયો છે કે સગી છોકરી તેની દુશમન બની રહી છે– માબાપ પ્રત્યેનું પણ આજકાલ છોકરાં કયાં સમજે છે-ઈ. રાણું રડવાં શરૂ કર્યા. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ડી એન્ડ સન એડિથે માનાં એ બધાં રોદણું ખ્યાલમાં લીધા વિના જ ફરીથી કડક સ્વરે કહ્યું, “મેં તમને છેવટનું કહી દીધું કે, ફરન્સ તેને ઘેર જ જવી જોઈએ.” પણ તે છોને જાય ! મારે શું ? મારે તેને મારી પાસે રાખીને શું કરવી છે રે ? મારી તે એ શી સગી થાય છે, વળી ?” પણ મારી તો તે મેટી સગી થાય છે, એ જાણી રાખો. એટલે મારા અંતરમાં જે જે બધું અનિષ્ટ ભરેલું છે, તેને એક લવલેશ પણ હું તેના અંતરમાં પેસવા દેવાની નથી કે કોઈ પેસાડવા ઇચ્છતું હશે તો તેને પેસાડવા દઈશ પણ નહિ. જો તમે તેમ કરવા જશે, તો તમારે હું ખુશીથી ત્યાગ કરીશ, તેમ જ કાલે જેને હાથ હું પકડવાની છું, તેને પણ! માટે ખબરદાર ! હું જીવતી છું ત્યાં સુધી મને ભણાવવામાં આવેલા પાઠેમાંથી એક પણ તમારે તેને ભણુંવવાને નથી.” પણ તારે જે કહેવું છે, તે આવી કઠોર રીતે કહેવાની શી જરૂર છે રે ?” આપણી વચ્ચેની આ વાતચીત હવે છેલી જ છે; હવેથી તમે તમારી મેળે આનંદથી ખાજે.પીજે-જીવજે. આપણે જીવનનો એ હેતુ હતો, તે હવે પાર પડ્યો છે. આજથી માંડીને આપણું ભૂતકાળ વિષે મારા હોઠ ચૂપ થઈ જશે. કાલે જે લગ્ન રૂપી ભયંકર દુષ્ટતા હું અચરવાની છું, તેમાં તમે લીધેલા ભાગની હું હંમેશને માટે તમને ક્ષમા આપી દઉં છું. મેં એમાં જે ભાગ ભજવ્યો હોય, તેની ઈશ્વર મને ક્ષમા બક્ષે !” આટલું કહી એડિથ માને “ગૂડ નાઈટ” કહી પોતાના કમરામાં આવી ગઈ. પણ ત્યાં એકલા પડયા પછી તેને કશો જંપ વળવાને ન હતો. તેના અંતરમાં તુમુલ ઘમસાણ મચી રહ્યું હતું. કેટલાય વખત સુધી તેણે આમથી તેમ આંટા માર્યા કર્યા. છેવટે ન રહેવાયું, ત્યારે તે ફૉરન્સ સૂતી હતી તે કમરામાં દાખલ થઈ એક ઝાંખે દીવ ટમટમતો હતો. અને ઊંઘતી ફલેરન્સનું નિર્દોષ – મુગ્ધ મુખ એમાં પ્રકાશમાં પૂર બહારમાં ખીલી રહ્યું હતું. એડિશન “વાસ થંભી ગયો. તે જાણે અવશપણે ફરન્સ તરફ ખેંચાવા લાગી. Page #270 -------------------------------------------------------------------------- ________________ લગ્ન ર૩૫ વધુ ને વધુ નજીક ! છેવટે એટલી બધી નજીક, કે તેણે નીચી નમીને પથારી બહાર લટતા તેના સુંવાળા હાથ ઉપર પિતાના હોઠ ચાંપી દીધા, અને પછી તે હાથ હળવેથી પોતાને ગળે વીંટાળ્યો. એડિથની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. પછી પોતાનું વેદનાથી ફાટી જતું માથું ફર્લોરન્સના માથા પાસે જ ઓશિકા ઉપર તેણે ઢાળી દીધું. એડિથ ગેંગરે પોતાના લગ્નની આગલી રાત એ એશિકે જ ગાળા. સવારે ઊગેલા સૂર્યે પણ તેને એ જ સ્થિતિમાં જોઈ ૩૧ લગ્ન લગ્નને દિવસે ખાસી ધમાલ મચી રહી હતી. જે ચર્ચમાં લગ્ન થવાનું હતું, તેની અલગ આંતરેલી બેઠકમાં, એ વિધિમાં જેમને આમંત્રણ નહોતું છતાં જેમને કોઈ ને કોઈ કારણે એ વિધિ અછતા રહી જે હતો, તેવાઓએ ચર્ચની બાઈને છાના પૈસા આપી, બેઠક મેળવી લીધી હતી. ખાસ કરીને મિ સે; તેમને પોતાના સલાહકાર ચિકનને ફૉરન્સનું ઓળખાણું પાડીને કબૂલ કરી દેવું હતું કે પોતાના કોઈ મિત્રને નામે અત્યાર સુધી તેમણે જે સલાહ માગ્યા કરી હતી, તે ખરી રીતે એ લૌરન્સનો પ્રેમ પિતે જ મેળવી શકે એ બાબતમાં હતી ! પછી મિસ ટીસે પણ અણુછતી રહી આખો લગ્ન-વિધિ જોવાનું નકકી કર્યું હતું, અને તેમણે પણ ખૂણાની એક બેઠકની વ્યવસ્થા કરી હતી. અલબત્ત, એ વિધિ એમને માટે તો પોતાની બધી આશાઓની હોળી રૂપ હત; પરંતુ ઘણુને એવી છેવટની હોળીઓ નજરે જોઈ લેવાનું કારમું આકર્ષણ હોય છે, એ વાતની ના પાડી શકાય તેમ નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ડેએ ઍન્ડ સન આ ઉપરાંત કેપ્ટન કટલે પણ નિમંત્રણ ન હોવા છતાં, દેખી કુટુંબ સાથેના સંબંધને કારણે પોતાની ફરજ ગણી, ગેલરીમાં હાજર રહેવા નકકી કર્યું હતું, જેથી શુભેચ્છાદર્શક કંઈક નિશાની કરીને મિત્ર ડમ્બાને અભિનંદન આપી શકાય. આ તરફ મિ. ડોબીના ઘરમાં મેજરે વહેલી સવારે પહોંચી કેમ છો ?” એવા પ્રશ્ન સાથે ખુશીસમાચાર પૂછળ્યા, તથા હસતાં હસતાં જણાવ્યું કે, “મારું ચાલે તો ડાબી, આજ લગ્ન-વિધિ ડબલ લગ્નને બનાવી મૂકું અને દીકરીને તમે, તો માને હું જ પરણી નાખું! ” મિડેન્મી એ સાંભળીને હસ્યા પણ, પણ પિતાની જે સાસુ થવાની છે, તેની મશ્કરી બીજાઓ કરે, એ તેમને પસંદ ન આવ્યું. પછી મેજરે બીજે સપાટ લગાવ્યો : “ડેબી, હું તમને અભિનંદન આપું છું; થોડા કલાકમાં તમે એક સૌંદર્યવતી સ્ત્રી પામવા માટે આખા ઈંગ્લેન્ડના પુરુષોની ઈર્ષાની વસ્તુ બની રહેશે.” આ કથન પણ મિ. ડેબીને ગળે બહુ ન ઊતર્યું; કારણ કે, ખરી રીતે પોતે એક સ્ત્રીને ભારે પ્રતિષ્ઠા બક્ષવાના હતા, અને એ કારણે એ સ્ત્રી સૌની ઈર્ષાની વસ્તુ બની રહેવી જોઈએ. પણ પછી મેજરની છેલ્લી ઉક્તિ યાચિત હતી : “અને સાહેબ, એડિથ ગેંગરની બાબતમાં કર્યું, તે આખા યુરોપમાં એક સ્ત્રી એવી નહિ હોય, જે તેની જગા લેવા માટે પોતાના કાન, કાનનાં એરિગે સાથે બદલામાં આપી દેવા તૈયાર ન થાય!” તમે એમ કહે છે, તે તમારી સજજનતા છે, મેજર, મિ. ડોબીએ હવે ખુશ થઈને કહ્યું. જુઓ ડોમ્બી, તમે એ વાત બરાબર જાણે છે, ખરું કે નહિ ? મારી આગળ બેટી નાજુકાઈ ન દાખવશે, સાચેસાચું કહી દે; બુટ્ટા જોસફ બી. ની પેઠે જ – બુટ્ટા થઈને. કે પછી તમારે મારી સાથે કેવળ ઉપરએટિયે શિષ્ટાચારને જ સંબંધ રાખવો છે?” Page #272 -------------------------------------------------------------------------- ________________ લગ્ન “ મેજર, હું એટલું જ કહેવા માગું છું પ્રાપ્ત થવામાં તમારે પણ પૂરેપૂરા હાથ છે!” <6 તે જ વખતે મિ૰ કાકુર દાખલ થયા. તે તે પેાતાની જીભ લીસી કરીને જ આવ્યા હતા : વાહ, આજના દિવસ અને તેની આખેહવા પણ કેવાં રળિયામણાં છે? હું જરા મેડેા પડી જઈશ, એવેા મને ડર હતેા. હું મિસિસ ડામ્બી માટે જરા સારાં સારાં ફૂલ લઈ આવવા દૂર સુધી ગયા હતા. મારા મનમાં કે, મિસિસ ડેામ્બીને ઘણી ઘણી કીમતી ભેટા મળશે; એ પરિસ્થિતિમાં મારી આ ભેટની કંગાળતા જ તેમનું ધ્યાન ખેંચશે ! ’ >" "" ‘રૂખી લે થવાનાં મિસિસ ડેામ્મી તમે આટલા વિચાર અને આદરથી આપેલી વસ્તુ જરૂર લક્ષમાં લેશે, કાર્ટર!” મિ॰ ડામ્બીએ જવાબમાં કહ્યું. te પણ તે તે આજે સવારે જ મિસિસ ડામ્બી બનવાનાં હાય, તેા આપણે અહીંથી નીકળવાના વખત થઈ ગયા છે, ” મેજરે ઘડિયાળ સામું જોઈને અને પેાતાને કોફીના પ્યાલા નીચે મૂકીને કહ્યું. "" ગ્ ચર્ચમાં બધાં ભેગાં થયાં, ત્યારે મિસિસ સ્ટયૂટને એડિથ સાંભળે તેવી રીતે મિ॰ ડેામ્મીને કહ્યું, મારા વહાલા ડેમ્મી, આજે એડિથને ગુમાવ્યા પછી, મારામાંથી જીવન જેવું એટલું બધું ઓછું થઈ ગયું હશે કે, મેં વહાલી લારન્સને પણ એક મડદા પાસે રાખી મૂકવાનું ઊંચત ધાર્યું... નથી. એટલે તે ભલે તેની મરજી મુજબ તમારે ઘેર જ જાય. ' • k ‘ના, ના, મારા વહાલા ડેામ્બી; મને એની સેાખતની એવી જરૂર લાગતી નથી; કદાચ હું એકલી હેાઈશ તે જ મારાથી એડેિથને વિયેાગ સહન કરી શકાશે – અર્થાત્ છૂટથી રડી શકાશે! ઉપરાંત, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ડેબી ઍન્ડ સન ફલેરન્સ એડિથના જ વાલીપણું નીચે આવશે, એટલે એની વસ્તુ ઉપર મારે મારા સુખ ખાતર હક કરતા જવું એ પણ ઠીક ન કહેવાય ! એડિથને કદાચ ઈર્ષ્યા થાય !” લગ્નનો સોગંદવિધિ પત્યા બાદ રજિસ્ટરમાં સહીઓ થઈ ગઈ પછી મેજરે પ્રેમશૌર્યની રીતે નવવધૂને સલામ ભરી; આસપાસ સાહેલી તરીકે હાજર રહેલી બધી બાનુઓનો પણ તેમણે ચુંબનસત્કાર કર્યો. અલબત્ત, મિસિસ ક્યૂટને તે વચને એવી ચીસ પાડી કે, જાણે કોઈ યુવતી પોતાની છેડછાડ વખતે પાડે ! મિ. કાર્કર જ્યારે એડિથને હોઠ ઉપર ચુંબન કરવા નમ્યા, ત્યાર મંદ હાસ્યને કારણે તેમના ધોળા ઝીણું દાંત એટલા બધા ચમકી ઊઠયા કે, તે જાણે એડિથને બચકું ભરવા જ નમ્યા હોય એમ લાગ્યું. એડિથના માં ઉપર પણ તે વખતે તેના પ્રત્યે ઘણાનો ભાવ સ્પષ્ટ તરી આવ્યો હતો. કાકરે સૌની જેમ શુભેચ્છા વ્યક્ત કરીને સાથે સાથે ઉમેર્યું : “આવા સર્વોત્તમ લચ-જોડાણથી જોડાયેલાં ભાગ્યશાળીઓ માટે એવી શુભેચ્છા દાખવવી પણ અનાવશ્યક જ કહેવાય !” એડિથ મનમાં પહેલેથી સમજી ગઈ હતી કે, મિ. ડોમ્બીને આ મેનેજર તેને જાણે આરપાર જોઈ ગયો છે, અને તેના બધા હેતુઓ બરાબર પામી ગયો છે– તેથી તેની નજરમાં પોતાને માટે કશી સંમાનબુદ્ધિ જ રહી નથી ! બધાં ઘોડાગાડીમાં બેસી નવવધૂને ત્યાં નાસ્તા વગેરે સત્કાર માટે ચાલ્યાં ગયા બાદ, ચેરીછૂપીથી આ વિધિ જેવા હાજર રહેલાં એકે એકે નીકળવા લાગ્યાં. મિસ ટેક્સ પોતાની રડી રડીને લાલ લાલ થયેલી આંખો ઉપર રૂમાલ દાબતાં; મિ. ફરન્સને જોઈને પ્રેમબાણથી ઘાયલ થયેલી અવસ્થામાં પિતાના વફાદાર ચિકન સાથે; અને છેવટે મિ. ડોમ્બી પ્રત્યેના સર્ભાવથી જ અને પોતાની ખાનગી વ્યવસ્થાથી જ હાજર રહેલ કેપ્ટન કટલ. તે તો ચર્ચમાંથી રવાના થતા પહેલાં નાનકડા પલની કબર ઉપરની તખ્તી સુધી પણ હાથમાં હેટ ઉતારીને જઈ આવ્યા. Page #274 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે કષ્ટન કટલ સામાન્ય રીતે બહાર નીકળતા જ નહિ; અને રાતે ખુલ્લી હવામાં બહાર નીકળે, ત્યારે પણ બહુ ડરતા ડરતા તથા છુપાઈને. મિસિસ મેકેટિંજર જે દુશમન પિતાને શોધવાનો પ્રયત્ન કર્યા વિના રહે, એ વાતમાં માલ નથી, એમ તે બરાબર સમજતા હતા. ગમે તે ઘડીએ પોતાનું અપહરણ થઈ જવાનું છે એવી તેમને ખાતરી જ હતી. એટલે બને તેવે વખતે શું કરવું તેના પાઠ તે શીખવ્યા જ કરતા. મિસિસ મૅકટિંજર દ્વારા આવવાની એ આફતનું સ્પષ્ટ સ્વરૂપ બને સમજાવ્યા વિના, તેમણે એને સીટી વડે અમુક પરિચિત રાગો વગાડતાં શીખવી રાખ્યા હતા. તથા પોતે લાગલગાટ ૨૪ કલાક સુધી પાછા ન આવે, તો બે મિસિસ બૅકટિંજરવાળા પોતાના જૂના મકાન આગળ આવી, એ રાગ સીટીમાં વગાડો, અને પોતે જ એ જ રાગની સીટી વડે ઘરમાંથી જવાબ આપે, તો તરત ત્યાંથી તેણે પાછા ભાગી જવું અને બરાબર ચાવીસ કલાકે ત્યાં પાછા આવીને હાજર થવું, એમ શીખવી રાખ્યું. પણ પોતે જે બીજા રાગની સીટી વગાડે, તો તેણે થોડે દૂર જઈ પાછી આવવું અને પોતે જે કંઈ નવી નિશાનીઓ કરે, તે સમજીને તે પ્રમાણે વર્તવું, એવી તાકીદ પણ આપી. કેપ્ટન કટલ જ્યારે મિ. ડેબીના લગ્ન વખતે ચર્ચમાં ગયા ત્યારે પણ બંધ ઘોડાગાડીમાં જ ગયા હતા. ત્યાંથી સહીસલામત ઘેર પાછા આવવાની તેમને આશા ન હતી, પરંતુ તે સહીસલામત ઘેર ૨૩૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ २४० ડી એન્ડ સન પાછા આવી જ ગયા, ત્યારે ફરન્સને ચર્ચમાં નજરે જોયા પછી, તેમના મનમાં વેટરના કશા સમાચારનો અભાવ, તથા ઉપરથી સલામન જિટ્સનું પણ અદશ્ય થઈ જવું, એ બે બાબતો ઘૂમવા લાગી. સૌ મન જિલ્લના સમાચાર ફલેરન્સને પહોંચાડવાનું તેમને ઠીક નહોતું લાગ્યું; જો કંઈ સારા સમાચાર પહોંચાડવાના હોત, તો તો કેપ્ટન મિત્ર ડોમ્બીના નવા સમરાવેલા અને સવેલા ભવ્ય મહેલમાં પણ પેસવાની હિંમત કરી હોત. શિયાળાની અંધારી ઠારી નાખનારી રાત હતી; અને કેપ્ટન કટલ અંગીઠીમાં ભડભડાટ અગ્નિ સળગાવરાવી દુકાનના પાછલા ભાગમાં ગમગીન થઈ બેઠા હતા. વરસાદ પડતો હતો અને બહારની એ ખરાબ આબેહવા ઉપરથી કેપ્ટનને દરિયા ઉપરની ખરાબ આબેહવા અને તેમાં થતી ઑલ્ટરની વલે યાદ આવ્યા કરતી હતી, અચાનક કોઈએ બારણું થપથપાવ્યું. કેપ્ટન તરત સાબદા થઈ, પિતાની સહીસલામતીની પેરવીમાં પડી ગયા; કારણ કે તેમને ગળા સુધીની ખાતરી હતી કે, આવી ખરાબ આબેહવામાં, તેમને પકડવા આવનાર ખરાબ દુશમન મિસિસ મેકસ્ટિંજર વિના બીજું કોઈ બહાર ન નીકળે ! રેબને સ્ત્રી-જાતિથી જ સાવધાન રહેવાની સૂચના અપાયેલી હોવાથી, અને તેણે બારણું બહાર પુરુષ જાતિના કોઈને ઊભેલું જોઈ બારણું તરત ઉઘાડયું, અને આખે શરીરે વરસાદના પાણીથી છંટકાઈ ગયેલા મિટ્રસે અંદર પ્રવેશ કર્યો. કૅપ્ટને લગ્નવિધિ વખતે આ જુવાન સગ્રહસ્થને દેવળમાં હાજર રહેલા જોયા હતા એટલે તેમણે બહાર આવી તેમને પરિચયસૂચક નમન કર્યું. મિ. ટ્રસે ડચકારો વગાડ્યો, પણ પછી મુંઝવણના માર્યા તેમણે જોરથી હાંફવા માંડયું. પછી બીજું કંઈ ન સૂઝતાં તેમણે રોબને જોઈ તરત તેને હાથ પકડી જોરથી હસ્તધૂનન કર્યું. Page #276 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કેટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૧ cr કહું છું, મિ॰ જિસ, જો સાંભળવા મહેરબાની કરી તે મારે એક વાત કહેવી છે. તમે મિસ ડી ને તે! એળખા છે તે?” કૅપ્ટને તરત મિ॰ ટ્સ જેટલી જ ગૂઢતા ધારણ કરી, પેાતાના દૂક વડે, મિ॰ ટ્રૂટ્સને પાછલી બાજુ આવવા નિશાની કરી. રાખ એ જોઈ તરત એ એની વાતે સાંભળવા વધુ સાબદે થઈ ગયેા. મિ॰ ટ્રૂટ્સે તરત જ પૂછ્યું : તમે ચિકનને ગેમ ચિકનને તેા આળખતા હશેા. તે બહાર ઊભા છે, એટલું જ. પરંતુ તેની કશી ચિંતા નહીં; આ વરસાદમાં તે બહુ ભીના તે। નહીં જ થઈ જાય, ખરું ને ? ” (( 66 અરે, એમને અંદર બેસાડવાની વ્યવસ્થા હું એક મિનિટમાં કરી દઉં છું, ” કૅપ્ટન કટલે કહ્યું અને તરત મિ॰ ચિકનને દુકાનમાં અંદર એલાવ્યા. મિ॰ ચિકને એક બાજુ ફૂંકીને કહ્યું, “ કંઈ ઘૂંટડા ભરવાનું અહીં મળશે કે?” કૅપ્ટન કટલે તેમને મને પ્યાલેા ભરી આપ્યા જે તેમણે પીપમાં રેડી દે તેમ પેટમાં રેડી દીધે!. પછી મિ॰ ફ્રૂટ્સ અને કૅપ્ટન બંને પાલા ભાગમાં આવ્યા. ત્યાં મિ॰ ટ્રેટ્સે હવે વાત માંડી ઃઃ મિ॰ જિટ્સ — "" "< મારું નામ કટલ છે; તમે તે મારા મિત્ર સાલ જિસનું નામ ખેલા છે. પણ તમે હવે તેને મળી શકે તેમ નથી, અને તેને શાથી નહીં મળી શકે ? કારણ કે તે અલેપ થઈ ગયા છે. "" મિ॰ ટૂટ્સના મોં ઉપર તેમનું પ્રિય વાકય તરત આવી ગયું, “ એની કંઈ ચિંતા નહીં ! '” પણ પછી તેમણે નવા ઉમેરાથી વાત સુધારી લીધી, “ ભગવાન તેમનું ભલું કરે ! ” '' “ તે માણસ એક કાગળ લખીને મને આ બધું સોંપી ગયે છે. પણ તે મારા સગા ભાઇ જેવા હેાવા છતાં તે કયાં ગયા છે એ હું જાણતા નથી. પેાતાના ભત્રીજાને શેાધવા ગયા છે કે પછી મનની અસ્થિરતામાં કાંક રખડે છે –એ કશાની મને ખબર પડી નથી. મેં 31.-૧૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ડેબી એન્ડ સન શોધખોળ કરવામાં માથું રાખી નથી, પરંતુ મારી આંખ કે મારા કાન તેની ઉપર તે દિવસથી કદી પડ્યાં નથી.” પણ ભલા ભગવાન, મિસ ડેબીને એ વાતની કશી ખબર નથી...” પણ શા માટે તેમને આવા માઠા સમાચાર મારે જણાવવાય જોઈએ ? બુઠ્ઠા સેલ જિલ્સ ઉપર તેમને ખૂબ ખૂબ ભાવ હતા – કે ભાવ એનું નામ પાડવાની શી જરૂર છે? તમે તો મિસ ડેબીને ઓળખે જ છે ને ?” “હા, હા, ઓળખું જ છું, વળી.” અને તમે તેમના તરફથી જ આવો છો ને?” હું એમ માનું છું.” તો તો તમે એક દેવદૂત તરફથી આવ્યા છે, એમ માનજે. તેમના જેવો બીજે દેવદૂત કેઈ નથી, એ જાણતા જ હશો.” હું એમ માનું છું – ” એટલું કહેતાંકને મિટ્રસે અણધાર્યા જ ઊભા થઈ કેપ્ટનને હાથ ભાવપૂર્વક પકડ્યો અને કહ્યું, મારી ઈજજતના સોગંદ, તમે તમારું ઓળખાણ મને વધારવા દેશેતો હું ખૂબ આભારી થઈશ. મારે તમારા જેવા મિત્રની બહુ જરૂર છે. નાનો પલ ડોમ્બી બુટ્ટા ક્લિંબરની સંસ્થામાં ભણવા રહ્યો હતો, ત્યારે હું હું તેનો મિત્ર હતોઅને તે જે હજુ જીવતો રહ્યો હોત, તો મારે મિત્ર રહ્યો હોત. ચિકન માણસ ઠીક છે – બહુ ચાલાક છે, એમ બધા કહે છે- જોકે મને પોતાને એના બધા ગુણોનો પરિચય નથી. પણ એ કંઈ સર્વાગ સંપૂર્ણ ન હોઈ શકે – ખરે જ મિસ ડેબી દેવદૂત જ છે. જે ક્યાંય દેવદૂત જેવી ચીજ હશે, તો તે મિસ ડોમ્બી જ હશે. હું હંમેશ એમ જ કહેતો આવ્યો છું; પણ તમેય એ વાત જાણે છે, એટલે તમારો પરિચય મને વધારવા દેશે તો હું તમારો ઘણો આભારી થઈશ. જો કે, અત્યારે હું આવ્યો છું, તે મિસ ડાબી તરફથી નહીં– પણ સુસાન તરફથી; તમે તેને ઓળખો છોને?” Page #278 -------------------------------------------------------------------------- ________________ કંટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ર૪૩ “હા, હા, આગળ હંકારે.” “તો હું કાઈ કોઈ વાર મિસ ડેબીને મળવા જાઉં છું; અલબત, ખાસ ઇરાદો રાખીને નહિ; પણ એ તરફ થઈને નીકળ્યો હોઉં, તો વળી તે તરફ પણ જાઉં, સમજ્યા ?” “બરાબર છે.” આજે હું , તર ગયો હતો ત્યારે અચાનક સુસાન મને અંદર એક બાજુ બોલાવી ગઈ અને મને તે દિવસનું છાપું બતાવીને તેણે કહ્યું, “આ છાપું આજે મેં આખો દિવસ દબાવી રાખ્યું છે. તેમાં એવા ખબર છે કે, સાઉધાસ્ટન બંદરે આવી પહોંચેલા “પિયન્સ' જહાજના કમાન્ડર હેત્રી જેમ્સના જણાવ્યા પ્રમાણે, જમૈકાથી તે પાછા આવવા નીકળ્યા, ત્યારે તેમને દરિયામાં એક જહાજનો ભંગાર તરત જોવા મળ્યો. તેમણે એક હેડીને તરત તેની વિગતો જાણવા તથા તેના ઉપર કોઈ માણસ વળગી રહ્યું હોય તો તેને લઈ આવવા મોકલી. પણ સુકાન ઉપર “સન એન્ડ ર’ – એવા અક્ષરો સિવાય એ જહાજની બીજી કશી ઓળખ થાય એવી નિશાની એ હોડીવાળાઓને ન મળી. તેમ જ કાઈ માણસ પણ એ ભંગારને આધારે તરતું ન હતું. પછી થોડી વારમાં જ એ ભાગમાં તોફાન શરૂ થયાથી એટલે ભંગાર પણ દરિયામાં અદશ્ય થઈ ગયો. એ માહિતી ઉપરથી હવે લાપતા બનેલા જહાજ “સન એન્ડ ચેર' નું શું થયું હશે તે બાબતની જે દ્વિધા રહેતી હતી, તે ખતમ થાય છે, અને એ જહાજને ડૂબી ગયેલું જાહેર કરવામાં આવે છે. એમાં કોઈ માણસ બચે હોય તેવું માની શકાતું નથી.' સુસાને મને એ સમાચાર સંભળાવીને પછી કહ્યું કે, “આ સમાચાર મિસ ડેસ્મીને ન મળે એવી કાળજી તેણે આ દિવસ રાખી છે; પણ એ સમાચાર સાચા છે કે નહિ તેની ખાતરી કરવા, મિ. સેલેમન જિસની દુકાને જઈને તેમને તમે પ્રથમ મળી આવે.” એટલે હું એ છાપું લઈને અહીં દોડી આવ્યો છું.” હતા અને હાકી છે Page #279 -------------------------------------------------------------------------- ________________ ળાવ્યો. લેર મારા એક બાપને કેમ ર૪૪ ડેબી એન્ડ સન મિ. (સે છાપામાંથી એ ફકર શબ્દશઃ કેપ્ટનને વાંચી સંભળાવ્યા. કેપ્ટન કટલની તો એ સાંભળી છાતી જ બેસી ગઈ. તે ગણગણ્યાઃ “વૉલર, મારા દીકરા, તો છેવટે તું ગયો જ! હું તારે કશે સગો થતો નથી, છતાં એક બાપને પુત્ર જતાં જે દુઃખ થાય તેથી વધુ દુઃખ મને થાય છે. આ ઘરમાં હું આવતું ત્યારે તું દરિયાની મુસાફરીઓની કેવી કેવી વાતો મને પૂછતો ! અને અમે દિલરૂબા – મિસ ડેબીની વાતો કરીને તારી કેવી મશ્કરી કરતા ? પણ બધું જ હવે ગયું ! તે જતી વખતે તારા કાકા સેલની સંભાળ રાખવાનું મને સોંપ્યું હતું, પણ તેય ક્યાં ગયો એની મને ખબર નથી.” પછી મિસૂટ્સ તરફ ફરીને કેપ્ટન બેલ્યા – “ભાઈ, તમે જઈને સુસાનને કહી દો કે, એ સમાચાર તદ્દન સાચા છે. જહાજની નોંધમાં જે સમાચાર લખાય, તે કોઈ પણ માણસ લખી શકે તેના કરતાં વધુ સાચા સમાચાર હોય છે. કારણ કે, દરિયા ઉપર નસીબજોગે જે કંઈ માહિતી સામી આવી મળે, તેની પૂરી ખાતરી કરી લેવામાં આવે છે અને પછી તે અંગે નોંધ કરવામાં આવે છે. છતાં હું કાલે સવારે જઈને વધુ ખાતરી કરી આવીશ; પછી પાછલે પહેરે તમે મને આવી મળજે. જોકે, એથી એ સમાચારમાં કંઈ ફેર પડશે એવી આશા હરગિજ નથી.” “તમે એમ માને છે કે, આ સમાચાર મિસ ડેબી જાણશે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થશે, હૈ ? જરૂર થશે; કારણ કે મિસ ડેસ્બી નાનાં હતાં ત્યારથી વેલર પ્રત્યે બહુ ભાવ રાખતાં આવ્યાં છે. તે બે એકબીજા માટે જ સરજાયેલાં હતાં, એમ અમે તો માનતા હતા. પણ હવે શું ? બધું પતી ગયું.” પણ મારી ઈજજતના સોગંદ, એ વાત સાંભળીને હવે તો હું પહેલાં હતા તે કરતાં વધુ દુઃખી થઈ ગયો છું. કારણ કે, કેપ્ટન જિલ્સ, હું મિસ ડેબીને ભક્ત છું – હું તેમને ખૂબ ચાહું છું – Page #280 -------------------------------------------------------------------------- ________________ કંટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૪૫ એટલે એમને દુઃખ થશે, એ જાણી મને ખૂબ જ દુઃખ થાય છે. તેમને કારણે મારે કશા નીચે છુંદાઈ મરવાનું હોય કે ઊંચેથી ભૂસકે મારવાનો હોય તો પણ હું વાર ન કરું –મને એમ કરવામાં ખૂબ આનંદ થાય—” બિચારા કેપ્ટન મિ. સને આશ્વાસન આપવા તેના બરડા ઉપર ભાવથી હાથ ફેરવ્યો. ટ્રસ તરત બોલી ઊઠયો, “આભાર કેપ્ટન જિલ્સ, તમે આટલી ચિંતામાં છે, છતાં મને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે, તેથી તમારે ઘણો ઘણો આભારી છું. મેં કહ્યું હતું તેમ, મારે એક મિત્રની બહુ જરૂર છે; અને તમારો પરિચય તમે મને વધારવા દેશે, તો મારા ઉપર આભાર થશે. મારી સ્થિતિ સારી છે; મારી પાસે ખૂબ પૈસા છે. છતાં મારા જે દુઃખી કોઈ નથી. હું મિસ ડોમ્બીને કારણે બહુ રિબાઉં છું, કૅપ્ટન જિસ; મને ખાવાનું પણ ભાવતું નથી; સારાં કપડાં પહેરવાનું ગમતું નથી. એકલે હોઉં છું તો રડયા જ કરું છું. એટલે તમે મને અહીં વારંવાર પાછો આવવા દેશો – તો મને ઘણે આનંદ થશે.” બીજે દિવસે સવારે ઓફિસો ખૂલવાનો સમય થયો એટલે કેપ્ટન કટલ તરત મિડેબીની ઓફિસ તરફ દોડી ગયા, અને મિ. કાર્કર આવ્યા તેમની સાથે સાથે જ તેમને કમરામાં પેસી ગયા. મિ. કાર્કરે પિતાની બત્રીસી બતાવીને કેપ્ટનને કહ્યું, “તે બહુ બેટના સમાચાર છે ખરું ને ?” તો તમે કાલનાં છાપાંમાં સમાચાર વાંચ્યા, ખરું ને ?” હા; અમને તો સીધા સમાચાર મળ્યા છે. વીમાવાળાઓને ભારે ખોટ જશે, બીજું શું? અમને પણ નફે નહિ થાય એ ખોટ જ ને? પણ એનું જ નામ જીવન છે ! લાભ – હાનિ ! નફો-નુકસાન !” Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ડી ઍન્ડ સન કૅપ્ટન એ માણસ સામે તાકીને જોતા બારણા આગળ જ ઊભા રહ્યા. : “ મને બિચારા ગે’ બદલ બહુ દિલગીરી થાય છે; ઉપરાંત અમારા કેટલાક સારામાં સારા ખલાસીએ ગયા તેની પણ. ઘણા તે કુટુંબીઓ હતા. એટલું સારું છે કે, બિચારા ગે 'તે કુટુંબ ન હતું; ખરુંને, કૅપ્ટન કટલ !” કૅપ્ટન મૅનેજર તરફ હજી તાકતા જ ઊભા રહ્યા. મૅનેજરે હવે પેાતાની ટપાલ તરફ નજર કરતાં કરતાં હસીને કહ્યું, તમારી સી વિશેષ સેવા બજાવી શકું, કૅપ્ટન કટલ ?' અને એમ કહી તેણે બારણા તરફ સૂચક નજર નાખી. * “તમે મને એક બાબતનેા ખુલાસા કરે, તેા મારા મનને નિરાંત થશે,” કૅપ્ટને છેવટે કહ્યું. “ ખેલે, શી બાબતને! ખુલાસા જોઈ એ છે ? તમને જરા ઉતાવળ કરવા માટે વિનંતી કરવી પડશે; કારણ કે, હું બહુ કામમાં છું. "" cc જુએ મારા મિત્ર વેલર આ તમારી ખતરનાક મુસાફરીએ ગયે! તે પહેલાં "" "C , “ જુએ, જુએ, કૅપ્ટન કેટલ, - ખતરનાક મુસાફરીએ ’ને એવી વાત અહીં ન કરતા. ‘ અમારે ” ખતરનાક મુસાફરીઓ સાથે કશી લેવા દેવા નથી. તમે આજે વહેલી સવારથી જ પીવાનું શરૂ કરી લીધું લાગે છે; હિ તે તમને તે ખબર હાવી જોઈએ કે, દરિયાની કે જમીન ઉપરથી બધી જ મુસાફરીઓને પાતપેાતાનાં આગવાં જોખમ હાય છે જ. તમે એવી તે ચિંતામાં પડયા નથી ને કે, તમારા જુવાનિયા શું તેનું નામ છે તે જે ખરાબ તાકાનમાં સપડાઈને માર્યાં ગયે, તે તેાન અમે અહીં અમારી ઑફિસમાં ઊભું કર્યું હતું? જા, જાએ, કૅપ્ટન જરા ઊંઘી જાઆ અને સે।ડા-વૅટર - Page #282 -------------------------------------------------------------------------- ________________ મજાક કરવા અટલે એ સદગ્રહસ્થ કેપ્ટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૪૭ પી લો; વધારે પડતું ચડવું હોય ત્યારે એ જ સારામાં સારી દવા કહેવાય; આમ ભાગાભાગ કરવી એ નહિ!” દીકરા– તમે મારા દીકરા જેટલી જ ઉંમરના છો એટલે એ શબ્દ પાછો નથી ખેંચી લેતો – પણ તમને આવી મજાક કરવામાં આનંદ આવે છે તે જોઈ મેં તમને જે ગૃહસ્થ માની લીધા હતા, તે તમે નથી એમ મને લાગે છે; અને એવું મને લાગે છે એટલે મારા મનની ચિંતા એર વધી જાય છે. એ બિચારો છોકરો આ મુસાફરીએ તમારા હુકમોથી ગયો, તે પહેલાં તેણે મને કહ્યું હતું કે, તેને ત્યાં મોકલવામાં આવે છે, તે એના ભલા માટે કે બઢતી માટે મોકલવામાં નથી આવતે, એવું તેને લાગતું હતું. મેં તેને મારી માન્યતા કહી સંભળાવી અને જણાવ્યું કે, તેની ભૂલ થાય છે... અને તેને બઢતી માટે જ ત્યાં મોકલવામાં આવી રહ્યો છે. અને પછી મારી વાત સાચી હતી કે નહિ તેની ખાતરી કરવા હું જાતે અહીં આવ્યો હતો અને તમારા શેઠ ગેરહાજર હતા એટલે તમને મળ્યો હતો. તમે ત્યારે મારી માન્યતાની પુષ્ટિ કરે એવા જ ખુલાસા કર્યા હતા. પણ હવે બધું પતી ગયું છે, એટલે મારે મારા મનની શાંતિ માટે એટલી જ ખાતરી કરી લેવી છે કે, મારી ભૂલ થતી હતી કે નહિ; તેમ જ વરે જે કહ્યું હતું તે મેં તેને બુઠ્ઠા કાકાને ન કહ્યું, એ મેં બેટું કર્યું હતું કે સારું કર્યું હતું. તમારી સાથેની એ મુલાકાત વખતે આપણે બહુ આનંદથી વાતચીત ચલાવી હતી; આજે હું તમને જરા ખિન્ન દેખાતો હઈશ, પણ તેનું કારણ પીવા બીવાનું નથી, પરંતુ વૉલરના સમાચાર જાણે હું સુકાન-બહાર થઈ ગયો છું.” પણ કેપ્ટન કટલ, મારે તમારી પાસે એક વિનંતી કરવાની શી બાબતની, સાહેબ ?” “કે તમે ભલા થઈને અબઘડી અહીંથી ચાલ્યા જાઓ.” કેપ્ટનના મોં ઉપર લેહીનું ટીપું જાણે ન રહ્યું. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મોર જગ જીત મા ન ડી ઍન્ડ સન જુઓ કેપ્ટન કટલ, ગયે વખતે તમે અહીં આવ્યા હતા, ત્યારે મેં જરૂર કરતાં વધુ ભલમનસાઈ તમારા પ્રત્યે દાખવી હતી. તમે બહુ ચાલાક અને ધીટ લેકો છો. પેલા છોકરાને ઓફિસમાંથી લાત મારીને કાઢી ન મૂકે એટલા માટે જ મેં તમે કહેલું બધું સાંભળી લીધું હતું. પણ એ તો એક જ વખત એમ કર્યું હતું. ફરીથી એમ નહિ કરી શકાય; માટે તમે અબઘડી ચાલતા થાઓ.” કેપ્ટનની જીભ પકડાઈ ગઈ અને તેમના પગ પણ જમીન ઉપર ચોંટી ગયા. “જાઓભલા થઈને ચાલ્યા જાઓ. નહિ તે તમને ધક્કા મરાવીને કઢાવવા પડશે. મને પોતાને એવાં ત્રાસદાયક પગલાં પસંદ નથી; પણ મિ. ડોબી જે અહીં હોત, તો તમારી એથી પણ વધારે બૂરી વલે થાત. હું તો માત્ર તમને ચાલ્યા જવાનું જ કહું છું.” કેપ્ટને હવે શ્વાસની રૂંધામણ ખાળવા જોરથી પોતાની છાતી ઉપર હાથ દાખ્યો; તથા પોતે ક્યાં છે એની ખાતરી કરવા જાણે તરફ નજર ફેરવી. “કેપ્ટન કટલ, તમે બહુ ઊંડા માણસ છે. પણ તમે લોકો પાગલ તો નહીં જ બની ગયા છે – તમે તેમ જ તમારે લાપતા મિત્ર ! તમે લોકો ફકકડ કાવતરાં ગાઠ છે; ફક્કડ ફક્કડ વિચારણાઓ ચલા છે; સારી સારી મુલાકાતે ગોઠવે છે; સુંદર સુંદર નાના મુલાકાતીઓને મળે છે, હું ? પણ એ બધા ઉપર પાછા સીધા અહીં આવવાની પણ હિંમત કરે છે, એથી તો હદ થઈ જાય છે. તમે કાવતરાબાજે, અને ભાગેઓએ વધુ અક્કલ દાખવવી જોઈએ ! હવે તમે અહીંથી જવા મહેરબાની કરે છે કે નહિ?” દીકરા,” કેપ્ટન હવે રૂંધાતે તથા ધ્રુજતે સ્વરે બોલ્યા, “તમને ઘણું ઘણું સંભળાવવાની મને ઇચ્છા થાય છે, પણ મારા શબ્દો બધા ક્યાં તણાઈ ગયા, તેની મને ખબર પડતી નથી. મારે જુવાન મિત્ર ગઈ કાલે રાતે જ ડૂબી ગયો એમ મને લાગતું હોવાથી, હું જર Page #284 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૪૯ સ્વસ્થ નથી. પણ ફરી તમે અને હું ભેગા થઈશું જ એની ખાતરી રાખજે – જે આપણે જીવતા રહ્યા હોઈશું તો.” “જે જિંદગીમાં ફરી તમે મારી સામે આવ્યા, તો તમે ભારે મૂર્ખામી જ કરી હશે, એટલું તમે પણ જાણું રાખજે. કારણ કે, હું તમને ચેતવણી આપી રાખું છું કે, તમારાં બધાં કરતૂતો હું ઉઘાડા પાડી દઈશ. આ ઘરના કોઈ પણ માણસના વિશ્વાસનો દુરુપયોગ હું જીવતો હોઈશ ત્યાં સુધી નહીં થવા દઉં, તથા કાઈની ભલમનસાઈનો ગેરલાભ તમને નહીં લેવા દઉં સમજ્યા ? તમે લોકો શેઠની છોકરીને ફોસલાવી, ભેળવીને પેલા તમારા હરામજાદા સાથે પરણાવી દઈ શેઠની આખી મિલકતના માલિક બનવા ચાહતા હતા કેમ ? બેટમજીએ, જરા અક્કલ ઠેકાણે રાખે; અમે બધા અહીં ઘાસ કાપતા નથી કે જખ મારતા નથી, સમજ્યા?” મિ દ્વટ્સ જ્યારે કેપ્ટનને વાયદા પ્રમાણે મળવા આવ્યા, ત્યારે કેપ્ટને તેમને એટલું જ કહ્યું, “છાપામાં આવેલા સમાચાર તદ્દન સાચા છે; અને એ બાબતમાં જરાય આશંકા રાખવાની નથી. એટલે પેલાં જુવાન બાનુ સુસાનને કહી દેજે કે તે તેમનાં નાનકડાં લેડીને એ સમાચાર જેમ એ છે આઘાત લાગે એ રીતે સંભળાવી દે.” કેપ્ટન કટલે વેટરના મૃત્યુનો શેક દર્શાવવા, તૈયાર પિશાકોવાળાને ત્યાં રોબ સાથે દોડી જઈ તેને માટે તથા પોતાને માટે શોકના કાળા પોશાકે ખરીદી લીધા. મોડી રાતે જ્યારે રબ નીચે સૂઈ ગયે, ત્યારે કેપ્ટન કટલ પ્રાર્થનાસંગ્રહમાંથી સ્મશાન-સ્તોત્ર કાઢીને ચોધાર આંસુ વહેતી આંખે તેને પાઠ કરવા લાગ્યા. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભાઈ-બહેન નીરવડ પાસેના ઝાડીવાળા પ્રદેશમાં મેનેજર કાર્કરનું સુંદર મકાન આવેલું હતું. કદમાં નાનું હતું, પણ શેખથી સજાવેલું હતું. લેન, બગીચે, ફર્નિચર, ચિત્રો વગેરે બધું કઈ રસજ્ઞની પસંદગી અને કાળજી વ્યક્ત કરતાં હતાં. પણ આ મકાન ઉપરાંત બીજું એક મકાન લંડનની ઓતરાતી બાજુએ આવેલું હતું. એ વિભાગ ચીમનીઓના ધુમાડાથી ભરેલો, કંગાલ, અને લીલેરી વિનાનો હતો. ત્યાંના વસવાટ પણ અંદર રહેનારાઓની કંગાલિયત અને અસહાય સ્થિતિ જ વ્યક્ત કરતા હતા. તે વિભાગમાં, બીજા મકાનેથી જરા છૂટું એવું એક મકાન એવું હતું કે, જે બીજી બધી રીતની કંગાલિયત છતાં કોઈની મમતાભરી સંભાળ અને કાળજી વ્યક્ત કરતું હતું. ઘરમાં જે કંઈ થોડું ફર્નિચર હતું, તે બધું સાફ-સુથરું તથા કાળજીપૂર્વક ગોઠવેલું – રાખેલું હતું. તેમાં કાર્યર જુનિયર અને બંને ભાઈઓની બહેન હરિયેટ કાર રહેતાં હતાં. હેરિયેટના મોં ઉપર કંગાલિયત સામે ઝઝૂમવાથી તથા ચિંતા અને ખિન્નતાના ચાલુ ખેડાણથી અમુક ઝાંખપભરી રેખાઓ દઢ થઈ ગઈ હતી, છતાં એ ચહેરાનું મૂળ શાંત સૌંદર્ય હજુ જેમનું તેમ અકબંધ હતું. પોતાના નાના ભાઈની શરમ અને હડધૂત વખતે, પસ્તાવાના અને સદાચારના માર્ગે વળગી રહેવાના તેના નિશ્ચયમાં બળ અને સાથ પૂરવા, તે મોટાભાઈની સમૃદ્ધિ અને આદર છોડી અહીં ચાલી આવી હતી. ૨૫૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાઈબહેન ૨૫૧ ભાઈને આજે કંઈક વહેલો તૈયાર થઈ બહાર જવા નીકળતો જોઈ તે બેલી, “જોન, ક્યાં આટલા વહેલા ચાલ્યા ?” “હેરિયેટ, રોજ કરતાં થોડુંક જ વહેલું છે, પણ મારે પુના ઘર પાસે થઈને નીકળવું છે, જ્યાંથી મેં એને બહુ પહેલાં વિદાય આપી હતી.” એને મેં પણ જોયો હોત અને ઓળખ્યો હોત તો સારું થાત, એમ મને પણ લાગ્યા કરે છે.” “પણ બહેન, એની જે વલે થઈ એ જાણ્યા પછી, એને તમે નહોતા ઓળખતાં એ જ સારું થયું, એમ મને લાગે છે.” પણ ભાઈ, તમને એને માટે જે દુઃખ થાય છે એ જોઈ મને જે દુઃખ થાય છે તેથી વધારે દુઃખ તો એને મેં એાળખે હેત તો પણ ન જ થાત.” “પણ બહેન, તમે ખરે જ એમ માને છે કે, મેં તેનો પરિચય વધુ સાધ્યો હોત, તો તેને વધુ નુકસાન થયું ન હોત ?” હા, હું એમ માનું છું તો શું, પણ ગાણું !” પણુ એ નિર્દોષ જુવાનિયાની આબરૂને મારી સેબતને કારણે જરાય ડાઘ ન લાગે, એવી જ મારી ઈચછા રહ્યા કરતી; અને તેથી આજે પણ મારું મન સહેજ હળવું રહે છે. ભલે તે ઘડીએ તો મને એ વાતનું બહુ દુઃખ રહેતું.” ભાઈ ચાલ્યો ગયો તે પછી હરિયેટ ઘરના કામકાજે લાગી ગઈ. બધું નાનું મોટું કામકાજ પરવાર્યા બાદ, ખરીદવાની થોડી વસ્તુઓ લઈ આવવા માટે તે બહાર નીકળી ગઈ. તે દરમ્યાન બીજે રિતે થઈને એક પુખ્ત ઉમરના, ખુશનુમા ચહેરાવાળા, તથા ટટાર ઉઠાવવાળા સગૃહસ્થ ત્યાં આવી પહોંચ્યા. ઘરમાં કોઈ નથી એમ જાણું, તે બહારના બાંકડા ઉપર રાહ જેતા બેઠા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉપર ડેમી એન્ડ સન ડી વાર બાદ હેરિટને આવતી જોઈ તે ઊઠીને ઊભા થયા અને થોડુંક સામે આવ્યા. ફરીથી તમે આવી પહોંચ્યા કંઈ સાહેબ ?” “મેં એ છૂટ ફરીથી લીધી છે, અને વધારામાં હું તમારી ફુરસદની પાંચેક મિનિટ માગું છું.” એકાદ ક્ષણ દ્વિધામાં પડી ગયા બાદ, હેરિયેટે, બારણું ઉઘાડ્યું અને એ સદગૃહસ્થને અંદર બેસાડ્યા. એ સહસ્થ સ્વસ્થતાથી ધીમે અવાજે હેરિટને સંબોધીને કહ્યું – મિસ હેરિટ, તે દિવસ સવારના હું આવ્યો હતો, ત્યારે તમે મને કહ્યું હતું કે, તમને અભિમાન છે; પરંતુ તમારા માં સામું જોઈને જ મને લાગ્યું હતું કે, એ વાત સાચી ન હતી. તમારા ચહેરા ઉપર મને તમારામાં સત્ય અને નમ્રતા જ ઝળકી રહેલાં દેખાયાં હતાં. અને તે ઉપર વિશ્વાસ રાખીને જ હું આજે પાછો આવ્યો છું. આપણું ઉમર વચ્ચે એટલો મોટો તફાવત છે કે, મને તમારી સાથે વાતચીત કરવા આવવામાં બીજી રીતનો જરાય ખચકે થયો નથી.” હેરિયેટ ઘેડુંક ચૂપ રહીને બેલી, “સાહેબ એક જાતનું અભિમાન એવું હોઈ શકે, કે જે ધારણ કરવું કર્તવ્ય કહેવાય. એ સિવાય બીજું કોઈ અભિમાન મને ન હો, એમ જ હું પણ ઈચ્છું.” “તમારા ભાઈ માટેનું અભિમાન ધારણ કરવું કર્તવ્ય કહેવાય, એ જ ને ?” હા છે; મને તેનો પ્રેમ મેળવ્યાનું અભિમાન છે; મને મારા ભાઈનું જ ખરેખર અભિમાન છે. અને સાહેબ, તમે ગઈ વખતે આવ્યા ત્યારે મારા ભાઈની બધી વાત જાણતા હો એમ મને કહી બતાવતા હતા, અને તેથી તમે –” “માત્ર તમારો વિશ્વાસ સંપાદન કરવા માટે જ; ભગવાનને ખાતર તેની પાછળ બીજે કશે જ હેતુ ન કલ્પતાં.” મને ખાતરી છે કે, તમે એ બધી વાત મને યાદ કરાવી હતી, તે ભલા અને શુભ હેતુથી જ કરાવી હતી.” Page #288 -------------------------------------------------------------------------- ________________ ભાઈબહેન ૨પ૩ તમારે આભાર માનું છું કે, તમે એ અર્થમાં જ એ બધું લે છે; પણ તમે કંઈક એમ કહેતાં હતાં કે, હું તમને એ વાત કહી બતાવતો હતો અને તેથી હું –” હા, તેથી કરીને મને મારા ભાઈનું અભિમાન છે, એમ જે હું કહું છું તે વાતને જ કદાચ તમે મારું મિથ્યા ઘમંડ માની લે. પરંતુ મને મારા ભાઈનું ખરેખર અભિમાન છે. એક વખત એવો હતો જ્યારે મને મારા ભાઈનું અભિમાન ન હતું; કેવળ દુઃખ હતું. પરંતુ આટલાં વર્ષોથી તેણે ધારણ કરેલી દીનતા, કોઈની સામે કશી ફરિયાદ કર્યા વિના તેણે કરેલું હાર્દિક પ્રાયશ્ચિત્ત, તેને થયેલે ભારે પસ્તાવો, અને મારે સ્નેહ તેને મળતો રહેવા બદલ પણ તેને થતું દુઃખ – કારણ કે, તે એમ માને છે કે, તે સ્નેહ દાખવવા બદલ મારે બહુ મોટો ભેગા આપ પડયો છે; જ્યારે ખરી વાત ભગવાન જાણે છે કે, મને એથી સુખ જ થયું છે એ બધું જોયા પછી, તમને જ હું એ આગ્રહ કરવા ઈચ્છું છું કે, તમે પણ ખરેખર કોઈ સત્તાને સ્થાને હો, અને તમારા અપરાધમાં કાઈ આવી જાય, તો તે અપરાધ ગમે તે મેટો હોય તો પણ, તેને કદી એવી સજા ન કરી બેસતા કે, જે પાછી ખેંચી ન લેવાય. કારણ કે, આપણું સૌની ઉપર જે ઈશ્વર બેઠેલે છે, તે માનવ હૃદયમાં કે પલટે લાવી શકે છે, તે આપણે પામર મનુષ્યો કલ્પી શકતાં જ નથી.” તમારો ભાઈ સદંતર બદલાઈ ગયેલે માણસ બની ગયો છે, એ બાબતમાં મને જરાય શંકા નથી, એની ખાતરી રાખજે.” જ્યારે તેણે પેલે અપરાધ કર્યો હતો, ત્યારે જ તે બદલાઈ ગયો હતો, અને હવે ફરીથી પલટાઈને તો તે તેની મૂળ સાચી દશાએ આવી ગયો છે, સાહેબ.” ખરી વાત છે; આપણે બધા બહારના પૂલ વ્યવહારમાં જ રમમાણ લોકો, અંતરમાં થતા આ ફેરફારનો કાયદો જોઈ કે જાણું શકતા નથી. એ ફેરફારે બહુ ગૂઢ વસ્તુ છે– અતિભૌતિક, આધ્યાત્મિક Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ડિબી એન્ડ સન જ કહોને ! આપણને શાળા-કોલેજોમાં એ જ્ઞાન કે સમજ મળતાં નથી; અને આપણે કેવળ બહિર્મુખ ભૌતિક વસ્તુઓ જેવા કેવળ જડ નિયત કાયદાઓને વશવતી બની રહીએ છીએ.” આટલું કહી, એ સદગૃહસ્થ ઊભા થઈ જઈ બારી સુધી જઈને પાછા આવ્યા. તેમને જે વાત કરવી હતી, તે કહેતાં જાણે હજુ તે ખચકાતા હતા. તે બેલ્યા – મિસ હરિયેટ, તમે મારા સામું નજર કરે : હું પ્રમાણિક માણસ લાગું છું કે નહિ ? અત્યારે આ વાત કરતી વખતે તો છું જ, એની ખાતરી રાખશે. તમે જે કહ્યું તે બધું હું શબ્દશઃ માનું છું; અને મને હવે પસ્તાવો થાય છે કે, બાર બાર વરસ વીતી ગયાં તે દરમ્યાન મારે આ બધું જોવું જાણવું જોઈતું હતું અને તમને ઓળખીને બહુ પહેલેથી તમને મળવા આવવું જોઈતું હતું. હવે પણ ખરેખર હું અહીં શી રીતે આવી ચડશે તેની પણ મને કલ્પના નથી. આપણે બધાં આપણું રોજિંદા વ્યવહારમાં એવાં બેવાયેલાં રહીએ છીએ કે, કેટલીય આવશ્યક બાબતો તરફ દુર્લક્ષ કરીએ છીએ. પણ હવે જ્યારે તમને બરાબર જાણું-ઓળખીને હું અહીં આવ્યો જ છું, તો હવે મને કંઈક મદદ કરવા દો : એમ કરવાથી મને સંતોષ થશે, શાંતિ થશે.” સાહેબ, અમને અમારી વર્તમાન સ્થિતિથી પૂરે સંતોષ છે.” “ના, ના, પૂરો સંતોષ ન હોઈ શકે; એવી નાની નાની ઘણી સગવડો છે, જેથી તમારું જીવન વધુ સરળ બને. તમારું તેમ જ તેનું! અત્યાર સુધી જે કે એમ માનતો હતો કે, તેને માટે કંઈ વિશેષ કરવાનું રહેતું નથી – એ બધું પતી ગયું. પરંતુ હવે મારા વિચારે બદલાયા છે. મને અને માટે કંઈક કરવા દો. તમારે માટે પણ; કારણ કે તમારે પણ તમારી તબિયત બાબત કંઈક વિશેષ કાળજી રાખવી જોઈએ – કંઈ નહિ તો અને ખાતર પણ તમારે વધુ જીવવાની જરૂર છે. અને મને લાગે છે કે, તમારી તબિયત ઘસાતી જાય છે.” www Page #290 -------------------------------------------------------------------------- ________________ ભાઈબહેન ૨૫૫ તમે કેણ છે તે હું જાણતી નથી, સાહેબ, તમે જે હો તે હે; પણ તમારી અંતઃકરણપૂર્વક આભારી છું. તમે જે કંઈ કહો છો, તેમાં તમારે હેતુ અમારા પ્રત્યે શુભેચ્છા દાખવવાનો છે, એની મને ખાતરી છે. પણ મારા ભાઈએ બહારની કશી મદદ લીધા વગર, ગુપચુપ, સૌથી ભુલાઈ-તજઈને જે પ્રાયશ્ચિત્ત આદર્યું છે, તેને કારણે તે મને આટલો પ્રિય પણ બન્યા છે. બહારની મદદ કે આશ્વાસન સ્વીકારવાથી તેના એ આપમેળે ફરીથી ખડા થવાના પ્રયત્નનું ગૌરવ જ હશે. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કર્યા કરું છું કે, તે તેના બધા અપરાધે માફ કરે અને તેને એવો શુદ્ધ-સબળ કરે, જેથી તે પોતે ખાયેલું મૂળ સ્થાન અને પ્રતિષ્ઠા ફરીથી પ્રાપ્ત કરે” ના, ના, એ આશા રાખવી વ્યર્થ છે. તમારા પેલા બીજા ભાઈના હાથમાં જ તમારા આ ભાઈને એના મૂળ સ્થાને સ્થાપવાની સત્તા છે. પરંતુ હું બરાબર જાણું છું કે, તમારા આ ભાઈને તમારા સ્નેહ અને દૂફ રૂપી જે અમૂલ્ય ધન મળ્યું છે, તે કારણે જ પેલો ભાઈ આના ઉપર વધારે વેરભાવ દાખવે છે.” તમે હવે એવી વાત ઉપર આવ્યા છે, જે વાત અમે બે ભાઈ બહેન પણ કદી મેએ લાવતાં નથી.” ઠીક, ઠીક, હું તમારી માફી માગું છું; મારે આ બધી વાતે અહીં ઉપાડવાની ન હોય – મને એવો કશો અધિકાર નથી. તો પણ આજે તમારી પાસે બે મહેરબાનીઓ માગ્યા વિના હું જવાનો નથી.” “શી ?” “પહેલી તો એ કે, અત્યારે કેાઈની મદદ ન લેવાનો તમારો નિશ્ચય જ્યારે પણ કદી બદલ પડે, ત્યારે તમે મારી પાસે જ મદદ માગશે.” અમારા સંબંધીઓ અને શુભેચ્છકોની સંખ્યા એટલી મોટી નથી કે જેથી કોઈ પસંદગી કરવાની તક અમને હેય. એટલે તમારી એ વાત હું એકદમ સ્વીકારી લઉં છું. પછી ?” Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ડી એન્ડ સન અને બીજી વાત એ કે, દર સોમવારે સવારે નવ વાગ્યે હું આ રસ્તે થઈને પસાર થઈશ. તે વખતે તમારે બારીએ કે બારણે ઊભા રહેવું. મારે તમારી સાથે કશી વાત કરવાની નહિ હોય. પણ તમને દૂરથી જોઈને હું એટલું જાણી શકીશ કે તમે ભલાં ચંગાં છે; તથા તમારે પણ મારી પ્રથમ વિનંતી અનુસાર કાંઈ મદદની જરૂર ખરેખર ઊભી થઈ હોય, તો મને શોધવા ક્યાંય જવું નહિ પડે.” આટલું બોલીને તે ભલા માણસ તરત ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા. પેલા સગૃહસ્થના ગયા પછી હેરિટ બહુ વિચારમાં પડી ગઈ. તેના મનમાં અનેક લાગણીઓ એકી સાથે ઊભરાઈ આવી. તેમના ઘરનો ઊમરો ઓળંગી આટલાં વર્ષ દરમ્યાન કોઈ કદી આવ્યું ન હતું; અને જે માણસ આમ આવ્યું, તે આટલું બધું જાણકાર અને આટલું બધું ભલું હતું! એ જ વિચાર કર્યા કરતી, હરિયેટ બારી આગળ સોયનું કામ લઈને બેઠી. ધીમે ધીમે બહારની શાંત ઋતુ પલટાતી ગઈ, અને પછી તો ઠારી નાખનારા પવન સાથે વરસાદ શરૂ થયો. સાથે સાથે ગાઢું ધૂમસ પણ ઊતરવા લાગ્યું. પાસે થઈને જ લંડન તરફનો ધોરીમાર્ગ પસાર થતો હતો. તેના ઉપર થઈને ગ્રામ પ્રદેશમાંથી દૂર દૂરથી એ શહેર તરફ કંઈક કમાણની આશાએ પગપાળા આવતા કેટલાય લોકો પસાર થતા. પણ આવી ખરાબ ઋતુમાં રસ્તા ઉપર અધવચ સપડાનાર વટેમાર્ગુની શી દશા થાય, એનો વિચાર હેરિટને આવ્યા વિના ન રહ્યો. અને એટલામાં ખરેખર જ વરસાદમાં પલળતી અને ઠારી નાખનારા કાતીલ પવનમાં ઠૂંઠવાતી એક જુવાન બાઈ સામેથી એ રસ્તે આવતી નજરે પડી. તે બાઈ ત્રીસેક વર્ષની હશે. તેને બાંધો સુઘડ હતો અને તે દેખાવે પણ ફૂટડી હશે એમ ક૯પી શકાય. તેના ચીંથરેહાલ પોશાક ઉપર Page #292 -------------------------------------------------------------------------- ________________ ભાઈબહેન ૨૭ કેટલાય રસ્તાઓની જુદા જુદા રંગની ધૂળ તથા કાદવનાં ધાબાં પડેલાં હતાં, એ ઉપરથી તે ઘણે દૂરથી પગપાળી આવતી હોય એમ સમજાતું હતું. તેના ગુચ્છાદાર વાળને વરસાદમાંથી પલળતા બચાવે તેવું તેને માથા ઉપર બેનેટ જેવું કશું ન હતું. માત્ર એક ફાટેલો રૂમાલ તેણે ત્યાં જેમ તેમ વીંટી રાખ્યો હતો. પણ પવનથી ઊડતા તેને છેડા તથા વાળની લટે, તેની આંખો ઉપર ફરી વળી તેને છેક જ અંધ બનાવી દેતાં, ત્યારે તે ડુંક થોભીને એ બધું પાછળ ખસેડી લેતી અને પાછી આગળ ચાલવા લાગતી. એવે એક વખતે હરિયેટને તેનું મેં કંઈક સ્પષ્ટ દેખાયું. તે મેં ઉપર એક પ્રકારનું નફિકરું, અને ખરાબ ઋતુ તો શું પણ સૌ બાબતની અવજ્ઞાભરેલું સૌંદર્ય છવાઈ રહેલું હતું. તેના ખુલ્લા માથા ઉપર ઈશ્વર કે મનુષ્ય જે કંઈ વરસાવે, તેની તરફ છેક જ ઉપેક્ષાને ભાવ તેના ચહેરામાં પ્રગટ થતો હતો; જાણે તેના અંતરમાં બધું શુભ, બધું સુંદર થીજીને પથ્થર બની ગયું હોય, અને તેના છૂટા ઊડતા વાળની પેઠે, ઈશ્વર તરફથી મળેલી બધી બક્ષિસે તેણે હવામાં ઉરાડી દીધી હોય ! પણ તોફાન વધતું જતું હતું, અને રાત પડતી જતી હતી. પેલી બાઈ ધૂમસમાં થઈને શહેર કેટલું દૂર રહ્યું તે વારંવાર જોવા પ્રયત્ન કરતી હતી. તે હિંમત અને મક્કમતાથી પગલાં ભરતી હતી, પણ ખૂબ થાકી ગઈ હોવાથી છેવટે વરસાદનો વિચાર કર્યા વિના, રસ્તાની કિનારે પડેલા પથ્થરના ઢગલા ઉપર બેસી ગઈ. તે બરાબર હરિયેટની બારી સામે જ બેઠી હતી. થોડી વાર હાથના પંજા ઉપર ટેકવી રાખ્યા બાદ જેવું તેણે માથું ઊંચું કર્યું કે તેની અને હરિયેટની નજર એક થઈ એકદમ હરિયેટ ઊભી થઈ ગઈ. બારણું આગળ આવી, તેણે પિલી બાઈને પાસે આવવા નિશાની કરી. પેલી ઊઠીને ઘૂરકતી ઘૂરકતી તેની તરફ આવી. ડ–૧૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ડેબી ઍન્ડ સન “તમે વરસાદમાં કેમ બેઠાં છે ?” મારી પાસે વરસાદ વગરનું બીજું સ્થાન નથી તેથી, વળી!” પણ ઘરને બહાર છજાં તો હોય છે ને ! તમે અહીં અમારા ઘરના છજા નીચે જ બેસોને ?” પેલીએ જરા શંકા અને નવાઈની નજરે હેરિયેટ તરફ જોયું; પરંતુ પછી જરાય આભારની લાગણી દર્શાવ્યા વિના તે બહાર છજા નીચે બેસી ગઈ. બેઠા પછી પોતાનો ફાટેલો એક જોડે અંદર પેઠેલા કાંકરા અને કાદવ ઠાલવી કાઢવા પગ ઉપરથી તેણે ખેંચી કાઢયો. તેનો પગ લેહીલુહાણ થઈ ગયો હતો. હેરિયેટ ત્રાસની એક હળવી ચીસ નાખીને બેલી ઊઠી, “અરે, પગ કપાઈ ગયો છે કે શું?” મારા જેવીને પગના એવા કાપાની શી પરવા? અને મારા જેવીને પગ કપાયો હોય તેની તમારા જેવીને પણ શી પરવા ? ” અરે અંદર આવો અને ઘા સાફ કરી નાખે; પછી હું પાટે બાંધવાનું કંઈક આપું.” હેરિટે તેની કડવાશ તરફ લક્ષ ન આપતાં કહ્યું. પેલી બાઈએ તરત હેરિટનો લાંબે થયેલો હાથ પકડી લીધે અને પિતાના મોં ઉપર દાબી દીધો. તેની આંખમાંથી આંસુની ધાર ફૂટી નીકળી : કાઈ સ્ત્રી રડતી હોય એની પેઠે નહિ; પરંતુ કોઈ પુરુષ રડી પડવાની લાગણીને દબાવવા – છુપાવવા પ્રયત્ન કરે એ રીતે. હરિયેટ તેને ઘરમાં દોરી ગઈ, ત્યારે કશી આનાકાની કર્યા વિના તે અંદર ગઈ હરિયેટે તેને પગ ધા અને ઘા ઉપર પાટો તાણી બાંધ્યો. પછી ઘરમાં થોડું ઘણું જે કંઈ ખાવાનું તૈયાર હતું તે તેની આગળ મૂકી દીધું. પેલીએ તેમાંથી થોડુંક ખાધું. પછી હેરિયેટે તેને જતા પહેલાં પોતાનાં કપડાં આગ પાસે સૂકવી લેવા આગ્રહ કર્યો. પેલી હરિયેટના આગ્રહને પાછો ન ઠેલવા ખાતર જ આગ સામે બેસી ગઈ. તેણે માથા ઉપર રૂમાલ છોડ્યો, અને તેના ભીને લાંબા વાળ Page #294 -------------------------------------------------------------------------- ________________ ભાઈ-બહેન ૨૫૯ કમર સુધી નીચે પથરાઈ ગયા. હૅરિયેટ એ વાળ તરફ આશ્ચર્યભરી નજરે જોઈ રહી. '' તમે એવા વિચાર કરેા છે કે, એક વખત હું ખરેખર સુંદર હાઈશ, ખરું ને ? ” પેલીએ પૂછ્યું. << તમે આ તરફનાં અજાણ્યાં છે ? ” હૅરિયેટે બીજો જ સવાલ પૂછ્યો. "" · અજાણી? હા; દેશ કે બાર વર્ષે જેટલી અજાણી ખરી. હું ગઈ ત્યાર પછી બધું ઘણું બદલાઈ ગયેલું લાગે છે.” તે! તમે બહુ દૂર દૂર ગયાં હતાં ?” << ઘણે દૂર ! મહિના સુધી તે દરિયા ઉપર જ હતી; ગુતે સ્તે ! ’’ << (6 ગારાને જ્યાં લઈ જવાય છે, ત્યાં જ હું ગઈ હતી; ગુનેગાર તરીકે ભગવાન તમને માફી બક્ષે અને તમને મદદ કરે !” હું ! ભગવાન મદદ કરે અને માફી બક્ષે ? અરે, માણસ જ જો અમારાંમાંનાં કેટલાંકને જરા વધુ મદદ કરે, તે ઈશ્વર તેા અમને કદાચ બહુ જલદી ક્ષમા બક્ષે. કારણ કે, જાણી જોઈને તે કાઈ ઈશ્વરનું અપરાધી બનતું નથી.” << પ્રાયશ્ચિત્તથી અને પસ્તાવાથી · પણ ગમે તેવા અપરાધ પણ ધાઈ કઢાય છે, બહેન ! ’' t k “ના, ના; હું શા માટે પસ્તાવેા કરું? ગાત્રો જે ખરા અપરાધી છે, તેએ મજા કરે છે અને છૂટા છે! ઘણા લેાકેા મને પસ્તાવા કરવાનું કહે છે; પરંતુ મારા પ્રત્યે અપરાધે। આચરનારા કાણુ પસ્તાવા કરે છે, વારુ ?” આટલું મેલી, તે ઝપ દઈને ઊભી થઈ ગઈ, અને પેાતાને રૂમાલ માથા ઉપર તાણી બાંધી બહાર જવા તૈયાર થઈ. કઈ તરફ જશે, બહેન ? ” પેણે – લંડન તરફ.” ‘ત્યાં તમારે ધર જેવું કંઈ છે?” CC (C Page #295 -------------------------------------------------------------------------- ________________ २९० ડી એન્ડ સન ત્યાં મારે મા છે ખરી; પણ તેના ઘેલકાને ઘર કહી શકાય, તો તેને પોતાને મારી મા કહી શકાય !” એ જરા કડવું હસીને બેલી. હેરિયેટ હવે તેના હાથમાં થોડા પૈસા આગ્રહપૂર્વક મૂકીને બેલી, બહેન, આ લેતાં જાઓ; બહુ થયું છે, પણ એક દિવસ માટે તે તમને તકલીફમાંથી બચાવી લેશે.” તમે પરણેલાં છે ?” “ના, હું મારા ભાઈ સાથે રહું છું. મારી પાસે વધુ હોત, તો હું તમને થોડું વધારે આપત.” “તમે મને ચુંબન કરવા દેશો?” હેરિયેટના મોં ઉપર અણગમાને કે તિરસ્કારનો કશે ભાવ ન દેખતાં, પેલીએ નીચા નમી હેરિટના ગાલ ઉપર પોતાના હોઠ ચાંપી દીધા; અને પછી તેને હાથ ફરી પિતાના હાથમાં લઈ પોતાના આખા મોં ઉપર દબાવી દીધું. ત્યાર પછી, ઘેરી બનતી રાતમાં, ઘૂઘવતા પવનમાં અને પછાડ ખાતા વરસાદમાં તે પેલા ધૂમ્મસ-ઢાંક્યા શહેર તરફ રવાના થઈ ગઈ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મા-દીકરી પાલીને ઘેર જતાં નાનપણમાં રન્સ ભૂલી પડી હતી તે વખતે તેને પોતાના ઘેલકામાં લઈ જઈ તેનાં કપડાં ઉતારી લેનાર બુટ્ટી ડેસી મિસિસ બ્રાઉનની યાદ વાચકને હશે જ. તે અત્યારે વરસતા વરસાદમાં ટાઢે ઠૂંઠવાતી પોતાના ઘેલકામાં થોડા ઘણું તણખા આગળ કેકડું વળીને બેઠી હતી. ઘેલકામાં એ તણખા સિવાય બીજા કોઈ દીવાને પ્રકાશ નહતો. એક ખૂણામાં ચીંથરાને ઢગલો હતો; બીજામાં હાડકાંનો. એક બાજુ ભાંગ્યો તૂટો ખાટલે હતો અને બે કે ત્રણ ખંડિત ખુરશીઓ અને ટેબલેને ભંગાર. અચાનક બારણું ઉપર થપથપાટ અવાજ આવ્યું, અને પછી એરડામાં કોઈ દાખલ થયું તેનાં પગલાંનો. “કોણ છે?” ડેસીએ પાછી વળીને ચેકીને પૂછયું. “સંદેશ લાવનાર.” એક સ્ત્રીને અવાજ આવ્યો. “સંદેશો ? ક્યાંથી ?” દરિયા પારથી.” ડેસીએ દેવતા જરા સંકર્યો અને પછી તેના પ્રકાશમાં પેલી મુલાકાતી બાઈ પાસે જઈ તેના મેં સામે જેવા પ્રયત્ન કર્યો. પણ પછી તરત એક નિસાસો નાખી પોક મૂકી. શું છે, શું છે ?” પેલી મુલાકાતી બાઈએ પૂછયું. ૨૬૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૬ર ડેબી એન્ડ સન મારી દીકરી ન હોય; મારી લાડકી લિસ કોણ જાણે ક્યાં હશે ? તેઓએ મારી એ ફૂટડી દીકરીને મારી નાખી !” ના, ના, તમારું નામ મારવૂડ સાચું હોય, તો એને હજુ પેલાએ મારી નાખી નથી શક્યા એ પણ સાચી વાત છે.” તો તમે મારી દીકરીને જોઈ છે? તેણે મને કશો સંદેશ લખી મોકલ્યો છે ?” “તેણે એમ કહ્યું હતું કે, તમે વાંચી શકતાં નથી.” નથી જ વાંચી શકતી તે,” પેલીએ હાથ આમળતાં કહ્યું. “તમારે અહીં દીવો નથી ?” ડિસીએ પોતાની ફૂટડી દીકરી વિષે રગરગાટ કરતાં કરતાં એક ખૂણના તાકામાંથી મીણબત્તીનું ઠુંઠું કાઢયું અને દેવતામાં બેસી, ગમે તેમ કરી તેને સળગાવી, ટેબલ ઉપર મૂકયું અને પૂછયું – “તે ઍલિસે તમારી મારફત મોંએ સંદેશો કહાવ્યો છે?” મારા માં સામું જુઓ તો, મા,” પેલી મુલાકાતી બાઈએ ડોસીએ તરત મીણબત્તી હાથમાં લઈ, તેના માં સામી ધરી, અને તરત જ મીણબત્તી પાછી ટેબલ ઉપર મૂકી દઈને તે પેલીના ગળે જ વળગી પડી. “મારી દીકરી ! મારી લાડકી ! જીવતી પાછી આવી ! મારી એલિસ!” આટલું કહીને તે જમીન ઉપર બેસીને દીકરીના ઢીંચણે વળગી પડી તથા ત્યાં પોતાનું માથું ધીમેથી પછાડવા લાગી. એલિસ માની આ વિચિત્ર ચુંગલમાંથી છૂટવા ખેંચાખેંચી કરવા લાગી. તેણે એક આંચકો મારીને કહ્યું, “મા, મા, આ શું કરે છે ? ઊભાં થાઓ; તમારી ખુરશીમાં બેસી જાઓ. આમ કરવાથી શો ફાયદો, વારુ?” લે, મારી દીકરી ગઈ હતી તેના કરતાં કેવી નહેર થઈને આવી છે! આટલાં વર્ષે તે પાછી મળી હેય ને મને કશું ન થાય? પણ Page #298 -------------------------------------------------------------------------- ________________ માદીકરી એને તો ક્યાં પૂછવાનું પણ મન થાય છે કે, એ વર્ષો મેં કેમ કરીને કાઢયાં તથા કેવી બૂરી હાલતમાં ?” પણ મા ! હું પણ કઈ સારી હાલતમાં રહી આવી છું? અને નઠેર થવાની વાત કરો છો, તો તમારા સિવાય બીજા કોણે મને નઠેર બનાવી છે? છતાં આપણે બંને સમજીને રહીએ તો હજુ ભેગાં રહી શકીએ તેમ છીએ. હું ગઈ ત્યારે હતી તેવી નાની કીલી નથી રહી; અને હું અત્યારે આ ઘરમાં આવી, તેના કરતાં પાછા નીકળી જવાનું મારે માટે જરાય અઘરું નથી!” હાય, હાય, આ છોકરી તો જુઓ ! આટલાં વર્ષ બાદ પાછી આવી, તે પહેલાં તો પાછી ચાલી જવાની વાત કરે છે! બુઠ્ઠી માં પ્રત્યેની તારી ફરજને તો કંઈક વિચાર કર !” મા, મેં ઘણે ઘણે વિચાર કર્યો છે. ત્યાં પણ મને લોકો ફરજ'ની જ ઘણું વાત સંભળાવતા. પણ બીજા પ્રત્યેની મારી ફરજની જ ! બીજાઓને કદી મારી પ્રત્યે કશી ફરજ બજાવવાની હતી કે નહિ તેની વાત કાઈ કરતું નહોતું. તમે જ મારા પ્રત્યેની તમારી ફરજો બરાબર અદા કરી હતી, તો શું થાત તેનો વિચાર મને ઘણી વાર આવ્યો છે.” તારા પ્રત્યેની મારી ફરજે ? કેવી વાત કરે છે, તું?” “હા, હા, નાનપણથી મારી કોઈએ કાળજી જ રાખી ન હતી; કેઈએ કંઈ મને શીખવ્યું નહિ, કે કોઈએ મને મદદ કરી નહિ. જ્યારે ને ત્યારે, કંઈ કારણ હોય કે ન હોય, તો પણ મને મારવી–પીટવી એટલી જ મારી કાળજી લેવાતી. મને ઘરની બહાર ગમે તે સેબતમાં ભટક્યા કરીને દહાડે પૂરો કરવાની જ સ્વતંત્રતા હતી. એ સ્થિતિમાં પણ કોણ જાણે શાથી મારામાં સુંદરતા પ્રગટી. પછી તે તમે મારી કાળજી બરાબર લેવા માંડી! તે વખતે તમારી સ્થિતિ પણ કંઈક સારી હતી. પણ મારી જે કાળજી તમે લીધી, તે જ મારી બરબાદીનું Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ડોમ્બી ઍન્ડ સન "" કારણ બન્યું. હજારા છેાકરીઆની દર વરસે એ જ રીતે બરબાદી થાય છે; અને હું પણ એ જ બરબાદી નસીબમાં લઈ તે જન્મી હતી. જીએ તેા ખરા ! આટલે વર્ષે પાછી આવેલી આ છે।કરી મને શું શું સંભળાવવા બેઠી છે? ” << “હવે વધુ કશું સંભળાવવાનું રહેતું નથી; એ ઍલિસ મારવુડ હજી છે।કરી હતી. એટલામાં જ તે ત્યક્તા બની ગઈ; અને સમાજબહાર પણ. તેના ઉપર કામ ચાલ્યું અને તેને સજા થઈ. અદાલતમાં ન્યાય ચૂકવવા બેઠેલા સદ્ગુહસ્થે મેાંમાં આંગળાં નાખીને નવાઈ બતાવી કે, મને મળેલી કુદરતી બક્ષિસાને મેં કા દુરુપયેગ કર્યાં હતા ! તેને ખબર હાવી જોઈતી હતી કે, એ બધી અક્ષિસા જ મને શાપરૂપ થઈ પડી હતી. પણ ન્યાયના બળવાન બાહુની વાત કરનારા તે જાણતે। ન હતા કે, એ બળવાન બાહુએ મારા જેવી નિર્દોષ અસહાય નાની બાળકીને બચાવી લેવામાં પેાતાનું બળ વાપરવું જોઈતું હતું —— મને વધુ બરબાદીને માર્ગે ધકેલવામાં નહીં ! મેં એ બધી બાબતેને આ બધાં વરસા દરમ્યાન વારંવાર વિચાર કર કર કર્યાં છે. મને મારી ફરજો શીખવવા દેશના કાયદાએ એવી જગાએ મેકલી દીધી, જ્યાં ક્રજના ખ્યાલને સદંતર અભાવ જ હોય; તથા દુષ્ટતા, બદમાશી અને અન્યાય જ વધારે પ્રવર્તતાં હોય. એટલે ઍલિસ મારવુડ હવે ત્યાંથી બાળકી મટી એક સ્ત્રી બનીને આવી છે; અને તે પણ દેશના કાયદાએ તેને જ્યાં ધકેલી મૂકી હતી ત્યાંથી જેવી બનીને આવી શકે તેવી ! થાડા વખત ખાદ ન્યાયને વધુ બળવાન બાહુ પેાતાની કામગીરી શરૂ કરશે, અને સંભવ છે કે ઍલિસ મારવુડ નામની હસ્તીને! તે પછી અંત આવશે. પણ ન્યાય ચૂકવવા બેસનાર એ સગૃહસ્થને તે। કામ મળ્યા જ કરશે અને બઢતી પણ; કારણ કે, દેશની શેરીએમાં એવી ઍલિસ મારવૂડે ઢગલાબંધ સરજાયે જ જાય છે. એટલે માતુશ્રી, તમારે ને મારે ફરજ” બાબત વાતચીત ઉપાડવાની જરૂર નથી. હું માનું છું કે, તમારું બચપણેય કદાચ મારા જેવું . Page #300 -------------------------------------------------------------------------- ________________ માજીકથી ૨૬૫ જ વીત્યું હશે. એટલે આપણે બંને એકબીજાને દેશ આપવાને બદલે, આપણું કમનસીબને જ દોષ દઈએ, એ પૂરતું છે.” તેની મા થોડા વખત ચૂપચાપ દીકરી સામે જોઈ રહી. પછી ધીમે ધીમે તેની પાસે સરકવા લાગી. દીકરીએ કશે વાંધો ન લીધો, એ જોઈ તે વળી વધુ નજીક ગઈ અને તેના મોં ઉપર અને માથા ઉપર ધીમે ધીમે હાથ પસારવા લાગી. પછી તેણે એના વાળનો મૂડ ફરીથી બાં, તથા તેના ભીના છેડા પગમાંથી ખેંચી કાઢયા. “મા, તમે બહુ કંગાળ હાલતમાં જીવતાં લાગો છે, ખરું ને?” દીકરીએ ચોતરફ નજર કરીને પૂછયું. “હા બેટા, બહુ કંગાલ હાલતમાં.” - “તમે શે ધંધો કરીને જીવો છો ?” “ભીખવાને સ્તો.” અને સાથે સાથે ઉઠાંતરી કરવાનો પણ, ખરું ને, મા ?” “કઈ કઈ વાર જ, એલિસ; ઉપરાંત હું ઘરડી થઈ અને બહુ બીકણ પણ છું. એટલે નાનાં છોકરાં પાસેથી કઈ કઈ વાર નવી ચીજો જ પડાવી શકું. એ પણ વારે ઘડીએ નહિ. પણ મારા પગ સાબદા છે; અને મેં ખૂબ ફરાફર કરીને બરાબર નજર રાખી છે.” નજર રાખી છે ? શાના ઉપર ?” “તેના કુટુંબ ઉપર ” “કાના કુટુંબ ઉપર ?” “બેટા, મારા ઉપર ગુસ્સે ન થઈશ. તારા ઉપરની મમતાને ખાતર જ મેં એમ કર્યું છે–દરિયાપાર કરાયેલી મારી લાડકી ખાતર. અને બેટા, વરસ પહેલાં સ્ત્રાની દીકરી પણ મારા હાથમાં આવી પડી હતી.” કોની દીકરી ?” તેની નહીં; તેને દીકરી શી રીતે હેય? તેને કશું સંતાન નથી. » Page #301 -------------------------------------------------------------------------- ________________ ડિમ્મી એન્ડ સન “તો પછી કોની ?” મિડેબીની. પરંતુ બેટા, ત્યાર પછી તે એ લોકોને મેં ઘણી વાર જોયાં છે. હું તેને પણ મળી છું. એને તે કલ્પના પણ નહીં હોય કે હું કોણ છું !” અને તમે કોણ છો તે જાણવાની તેને બહુ દરકાર પણ ખરી ને !” પણ અમે બંને મોઢામેઢ થઈ ગયાં હતાં. તે મારી સાથે બેલ્યો; અને હું તેની સાથે બેલી. પછી તે લાંબી ઝાડીમાં થઈને ચાલતો થયો, ત્યારે તેના દરેક પગલે મેં તેના ઉપર શાપ વરસાવ્યા હતા.” “તમારા શાપ છતાં એ તો ઊલટે વધારે ફાલશે – કૂલશે! પણ તે હજુ પર છે કે નહીં?” “ના, બેટા.” “તો પરણવાની તૈયારીમાં હશે, ખરું ને?” “ના બેટા, એવું પણ કંઈ જાણમાં નથી આવ્યું. પણ તેનો શેઠ અને મિત્ર પરણી ગયો. પણ એ લગ્નથી એ બધા કરતાં, આપણને જ રાજી થવાનું વધારે મળવાનું છે, યાદ રાખજે.” દીકરીએ માને વધુ ખુલાસો કરવા જણવતી હોય એ રીતે તેની તરફ જોયું. “પણ બેટા, તું ભૂખી-તરસી હશે. મારી પાસે તો આ અર્થે પિન્સ જ છે. તારી પાસે કંઈ છે? થોડું ઘણું ખાવા-પીવાનું ખરીદી લાવું.” દીકરીએ તેને તાજેતરમાં હરિયેટ પાસેથી મળેલા પૈસા બહાર કાઢી, હાથમાં જ રાખીને બતાવ્યા. “બસ આટલા જ છે ?” “એટલા પણ મને દયાદાનમાં આજે જ મળ્યા છે?” ૮૮ પ Page #302 -------------------------------------------------------------------------- ________________ માદીકરી २५७ પેલી ડેાસી એટલા પૈસાનું પણ જે મળે તે ખાવાનું લઈ આવવા બહાર જવા તૈયાર થઈ. ઃઃ પણ મા, પેલા લગ્નથી આપણે શું રાજી થવાનું છે, તે તેા કહેતાં જાઓ. 33 ' ‘વાહ, રાજી એ થવાનું કે, એ લગ્ન પ્રેમને કારણે જરાય નથી થયું; અરસપરસ ધમંડ અને ધિક્કારની લાગણીથી જ એ લગ્ન થયું છે. એ લગ્નને કારણે એ લેકેામાં નરી ગૂંચવણ અને નર્યાં ઝઘડા જ પેદા થશે અને છેવટે જોખમ પણ ! જોખમ, બેટા ઍલિસ ! '' “ શાનું જોખમ ? ’’ “ એ તે હું ન જાણું છું – અને જે જાણું છું તે ખરું જાણું છું. મારી એ જાણકારીનેા લાભ લઈ, જેમણે ચેતવાનું છે, તે ચેતે તે કેવું સારું થાય? પણ એ કાંઈ ચેતવાના નથી અને મારી દીકરીને એકલીને જ હવે નામેાશીને ભાર વેઠવે! નહિ પડે! થેાડા જ વખતમાં મારી દીકરીની સેખતમાં બીજાં પણ હશે ! >> ડેાસીએ હવે ઍલિસ પાસેથી તેના હાથમાંના પૈસા માગ્યા. ઍલિસે એ પૈસા આપતા પહેલાં તેમને હાઠ લગાડી ચુંબન કર્યું.. * · એટા, તું પણુ પૈસાને ખચ્ચી કરે છે કે શું? મને પણ મેટા એવી જ ટેવ છે. પૈસા દૈવી સારી વસ્તુ છે? પણ આપણી પાસે ઢગલાબંધ આવે તે! ને? ” tr "" પણ મા, મેં પહેલાં કદી પૈસાને ખચી નથી કરી; અત્યારે કરું છું તે પણ આ પૈસા જેણે મને આપ્યા છે, તેને યાદ કરીને ઠીક, પણ તમે ઘણી ઘણી વસ્તુએ જાણે છે, એમ કહે છે; આપણે છૂટાં પડયાં ત્યાર પછી તમે બહુ જાણુકાર બની ગયાં લાગે છે. “ હા, હા, બેટા હું ઘણું ઘણું જાણું છું. તું માને તે કરતાં પણ ઘણું વધારે જાણું છું; તે માને તે કરતાં પણ ઘણું વધારે. તને હું ધીમે ધીમે બધું કહીશ. તેના વિષે પણ હું ઘણું ઘણું જાણું છું.” દીકરી માની બડાશે! ઉપર કેવળ થેાડુંક હસી. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ડેબી એન્ડ સન દીકરી, હસે છે શા માટે ? હું ખોટું કહેતી નથી. જે તેના ભાઈને પણ મેં ખેળી કાઢયો છે. તે પણ પૈસા ચેરવા બદલ તું જ્યાં ગઈ ત્યાં જ ગયો હો જોઈતો હતો. જોકે હવે એ તેની બહેન સાથે ત્યાં – લંડન બહાર ઓતરાતા રસ્તાને કિનારે રહે છે.” ક્યાં? ક્યાં ?” લંડનથી જતાં ઓતરાતે રસ્તે બેટા, બહુ સામાન્ય ઘર છે. ઘણું દૂર છે; માઈલને પથરો આવે છે ત્યાં – સામે પથરાનો મેટો ઢગલો પણ છે. કાલે જ જે ઋતુ સારી હશે, તો તને હું ત્યાં લઈ જઈશ; પણ અત્યારે તો હું ખાવાનું લઈ આવું – ” ભ, થંભો !” એટલું કહેતાં તો દીકરી ઊભી થઈ ગઈ અને મા ઉપર ધસી આવી. “એની બહેન ગોરી ગોરી તથા કિરમજી વાળ વાળી છે ને?” હા !” “તેના મોં ઉપર જુના મેની રેખાઓ હવે મને ઓળખાય છે. લાલ ઘર છે; બીજાં ઘરેથી છેટું – અને બારણું આગળ લીલા રંગનું છ છે, ખરું ને?” “ખરી વાત !” આજે હું ત્યાં જ બેઠી હતી, ત્યાં જ મેં ખાધું પીધું અને અને ત્યાંથી જ મને પૈસા પણ મળ્યા છે. મને એ પૈસા પાછા આપી દે જેઉં, મા !” એલિસ, બેટા! તું ભૂખી છે; મને ખાવાનું ખરીદી આવવા દે !” મા, એ પૈસા મને પાછો આપી દે, નહિ તો તમને નાહક વાગી બેસશે.” એમ કહેતાંકને દીકરીએ માનો હાથ આમળી એ પૈસા તેમાંથી કાઢી લીધા અને પછી જે કંઈ કપડાં સૂકવવા તેણે ઉતાર્યા હતાં તે ઝટપટ પાછાં પહેરી – વીંટી લઈ તે ઉતાવળે બહાર દોડી. Page #304 -------------------------------------------------------------------------- ________________ મા દીકરી મા બિચારી ગતી – ઠોકરો ખાતી તેની પાછળ પાછળ નીકળી. બહાર વરસાદ અને પવનનું તોફાન હજુ જેવું ને તેવું હતું. મધરાત થવાને એકાદ કલાક જ બાકી હશે, અને મા-દીકરી લંડન શહેરને પાછળ મૂકી, ધૂમસ-ઘેરા પેલા સ્થળ આગળ આવી પહોંચ્યાં. એલિસ બેટા, એ પૈસા પાછા ન આપી દેતી. આપણે હજુ ભૂખ્યાં છીએ. પૈસા એ તો પૈસા જ છે, ગમે તેણે આપ્યા હોય.” દીકરીએ માત્ર પેલું ઘર બતાવીને પૂછ્યું, “જુઓ મા, પેલું જ ઘરને??” ડેસીએ માથું હલાવી, “હા' પાડી. બારણું ઠેકતાં જ જન કાર્કર બહાર આવ્યું. રાતને આ વખતે આવા મુલાકાતીઓ જોઈ તેને નવાઈ લાગી. “કાનું કામ છે?” એમ તેણે ઍલિસને પૂછ્યું. તમારી બહેનનું; જેણે મને આજે દિવસ દરમ્યાન પૈસા આપ્યા છે.” તેને અવાજ સાંભળી હરિયેટ હવે બહાર આવી પહોંચી. આજે દિવસે હું અહીં આવી હતી, એ યાદ છે ને?” “હા” એલિસે હવે હેરિટના મેં સામું એવી અવજ્ઞા અને ગુસ્સાભરી નજરે જોયું કે, હરિયેટ બિચારી સરકીને પિતાના ભાઈની નજીક પહોંચી ગઈ “મેં તારી સાથે એટએટલી વાતો કરી અને છતાં તને ન ઓળખી, એ વાતની જ મને નવાઈ લાગે છે. તારી નસોમાં કયું લોહી વહે છે તેના મને મારી નસોના ધબકારા ઉપરથી જ ખબર પડી જવી જોઈતી હતી.” Page #305 -------------------------------------------------------------------------- ________________ ડૉ ઍન્ડ સન ;& પણ તમારે શું કહેવું છે? મેં તમને શું કર્યું છે?” · “શું કર્યું છે? મારી પાસે બેસી મને ખાવાનું અને પૈસા આપ્યા છે! મારા ઉપર દયા દાખવી છે! તેં ! જેના આખા કુટુંબના નામ ઉપર હું ચૂંકું છું!” ડેાસીએ પણ પેાતાના સૂકા ચિમળાયેલા હાથ ઉગામી સામે ઊભેલાં બંને ભાઈ અહેતા પ્રત્યે પેાતાને ધિક્કાર વ્યક્ત કર્યાં. છતાં સાથે સાથે દીકરીનેા છેડે ખેંચી, પૈસા પાછા ન આપી દેવા માટે તે દબાણુ પણ કરવા લાગી. << ૨૭૦ — તારા હાથ ઉપર મારાં આંસુ પડયાં છે એ હાથ ચીમળાઈ જજો! તારા કાને મારા આશિષના શબ્દો પડયા છે-એ કાન ફૂટી જો! તને મેં હોઠ વડે સ્પર્શ કર્યાં છે એ તને ઝેરરૂપ નીવડો ! મને આશરે આપનાર આ છાપરા ઉપર શાપ – ધ્યાનત વરસજો ! તારા માથા ઉપર શરમ અને શે!ક તૂટી પડજો! તારું જે કાઈ હાય તેના ઉપર બરબાદી વરસો !’’ ×× આટલું મેલી, ઍલિસે પૈસા જમીન ઉપર પટકી દીધા; પછી પગની લાત જમીન ઉપર ઢાકીને તે એલી, “મારા જે લેાહિયાળ પગ મને આ ધરમાં લાવ્યા, એ પગ તે પહેલાં કાહવાઈ પ્રેમ ન ગયા ? કપાઈ કેમ ન ગયા? "" આટલું બેલીને, તથા પેલાં ભાઈ-બહેનને આશ્ચર્ય અને દુ:ખમાં ગરકાવ થયેલાં મૂકીને ઍલિસ ત્યાંથી રાતના શીતળ અંધારામાં પાછી ફરી. તેની મા પણ જમીન ઉપર પડેલા પૈસા ઉપર લેાભી નજર નાખતી દીકરીની પાછળ ચાલી. મેડી રાતે અંતે મા-દીકરી ઘેર પાછાં આવી ભૂખ્યાં જ સૂઈ ગયાં. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સુખી જોડું મિ. ડોમ્બી અને એડિથ, – હવે મિસિસ ડોમ્બી – મધુરજની માટે પેરીસ જઈને પાછા ફર્યા. ફલોરન્સ પિતાને સામી મળવા આવી ત્યારે તેમણે, “કેમ છે, ફૉરન્સ ?” એમ કરીને હાથ લાંબો કર્યો. ફૉરન્સ પ્રૂજતાં ધ્રૂજતાં એ હાથ પોતાના હોઠ સુધી ઊંચો કર્યો, ત્યારે તે જોઈ શકી કે, પિતાની નજર હમેશની માફક ઠંડી જ હતી. પરંતુ આ વખતે તેના ઉપર નજર પડતાં વેંત પિતાની નજરમાં પહેલાં કદી ન દેખાયેલે એવો કશેક નવાઈનો ભાવ તેને દેખાય. ફરન્સ ફરીથી પિતાની નજર સામે પોતાની નજર ઊંચી ન કરી શકી; પરંતુ તેને લાગ્યું કે, પિતા તેને કંઈક “ગમાની રીતે નિહાળી રહ્યા હતા : અણગમાની રીતે નહિ. એડિથ તો શિષ્ટાચાર પૂરતી પોતાની માના ગાલ ઉપર સહેજ હોઠ દબાવી, ફૉરન્સ તરફ જ ઉતાવળે પહોંચી અને તેને ભેટી પડી. મિસિસ ક્યૂટને હવે ઘરમાં થયેલા બધા સુધારાઓ તરફ મિત્ર ડબ્બીનું લક્ષ ખેંચીને સંતોષ તેમ જ આનંદ વ્યક્ત કરવા માંડયો, તથા કહ્યું કે, “ઘર હવે મહેલ જેવું જ દેખાય છે.” મિ. ડેબીએ પણ જવાબમાં કહ્યું, “ખરે જ, ઘર હવે સારું શોભે છે; મેં હુકમ આપ્યો હતો કે, એ બધા અંગે જેટલું ખર્ચ કરવું પડે તેટલું કરવું અને જોઉં છું કે, પૈસાથી જે કંઈ થઈ શકે, તે બધું જ કરવામાં આવ્યું છે.” અને પૈસા શું ન કરી શકે, વહાલા ડોમ્બી ?” Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ડી એન્ડ સન હા; પૈસા બહુ શક્તિશાળી ચીજ છે, મેડમ.” આટલું કહી, મિ. ડોમ્બીએ પોતાની પત્ની સામે સંમતિ માટે જોયું; પણ તે તો એક શબ્દ પણ ન બેલી. એટલે મિડોમ્બીએ થોડી વાર ચૂપ રહીને તેને જ સંબોધીને કહ્યું, “આ બધા ફેરફાર, મિસિસ ડાબી, તમને ગમે છે, એમ હું માનું છું.” “બધા સુધારા જેટલા સુંદર કરી શકાય તેટલા કરવામાં આવ્યા છે. અલબત્ત તે એવા જ હોવા જોઈએ, અને હું માનું છું કે, એ તેવા થયા છે.” એડિથના મેં ઉપર સામાન્ય રીતે અવજ્ઞાન ભાવ જ જડાયેલો રહેત; પણ જ્યારે મિત્ર બની ધનસંપત્તિને કારણે તેમના પ્રત્યે પ્રશંસા કે આદર બતાવવાના થતાં, ત્યારે તેના મોં ઉપર જે નફરત અને તિરસકાર છવાઈ રહેતાં, તે જુદી જ કક્ષાનાં હતાં. મિ. ડોમ્બી પિતાના જ ઘમંડના અંધાપામાં એ વસ્તુ જોઈ શકતા હતા કે નહિ, તે જુદી વાત છે; પરંતુ તેમને એ બાબતનું ભાન થાય એવી તકે આપવામાં એડિથ કશી જ કસર રાખતી નહોતી ! મિ. ડેબી એ બધું જોઈ શકતા હોત, તો એ પણ જોઈ શકયા હોત કે, તેમની અત્યારની અફાટ ધનસંપત્તિ દશહજાર ગણી વધી જાય, તો પણ આ તુમાખી સ્ત્રી તરફથી તેમને પ્રશંસા કે આદરનું એક બિંદુ પણ વિશેષ ન મળત. ધનસંપત્તિની તાકાતને સ્વીકારીને તે ભલે બદલામાં તેમની પત્ની થવા કબૂલ થઈ હતી, છતાં એ કારણે જ એ ધનસંપત્તિને વધુ ધુત્કારતી પણ હતી; અને એ ધનસંપત્તિનો દરેક ઉલ્લેખ તેને પોતાની જ નજરમાં વધુ હલકી પાડવાનું કામ કરતો. ' લગ્ન બાદના પ્રથમ સહભજન દરમિયાન કશી ખાસ વાતચીત ન ચાલી; ત્યાંથી ઊઠીને ઈગરૂમમાં ગયા પછી પણ ! મિસિસ યૂટન એક કલાક પોતાના પંખા પાછળ બગાસાં છુપાવવાના પ્રયત્ન કરીને, આનંદ કથી પિતાને થાક લાગ્યો છે એવું બહાનું કાઢી સૂવા જ ચાલ્યાં ગયાં. એડિથ પણ ગુપચુપ ચાલી ગઈ તે પછી Page #308 -------------------------------------------------------------------------- ________________ સુખી જોડું ર૭૩ પાછી જ ન આવી. દરમ્યાન, ફૉરન્સ, ઉપરને માળ પોતાના સીવણભરતની બાસ્કેટ લેવા ગઈ હતી, તે જ્યારે ડિજિનિસ સાથે થોડી વાર વાતો કરવામાં રોકાઈને નીચે પાછી આવી, ત્યારે ડ્રોઈંગ-રૂમમાં તેના પિતા જ એકલા આમતેમ આંટા મારતા હતા. માફ કરજો, પપા, હું પાછી ચાલી જાઉં?” ફલૅરન્સ છોભીલી પડી જઈ બારણુમાં જ ઊભાં ઊભાં પૂછયું. ના; તું આ ઓરડામાં તારી મરજી મુજબ આવ-જા કરી શકે છે, આ માટે ખાનગી એારડે નથી.” ફરન્સ અંદર પેસી એક બાજુ ટેબલ આગળ પિતાનું સીવણભારતનું કામ કરવા લાગી. પોતાના જીવનમાં પહેલી વાર, અલબત્ત, તેની યાદદાસ્ત પહોંચતી હતી તે દરમ્યાન, તે પિતાના પિતા સાથે તેમની એકલી સોબતણ તરીકે આમ બેઠી હતી. ખરી રીતે તે એમનું એકનું એક સંતાન હોઈ, એમનું સ્વાભાવિક સોબતી ગણાય; અને તેને પિતા તરફ એ જ રીતના કાયમ ઉમળકો આવ્યા કરતા, પરંતુ પિતા તરફથી તેને ઉપેક્ષા અને અવજ્ઞા જ મળતાં હોઈ, તેનું હૃદય છેક જ ભાગી પડયું હતું. અલબત્ત, રોજ રાતે પ્રાર્થના વખતે તે પિતાના નામ ઉપર રડતાં રડતાં પરમેશ્વરનાં કૃપા અને આશીર્વાદ જ યાચતી તથા પોતે નાની ઉંમરમાં પોતાના પિતાના હાથમાં જ મરી જાય, એવું ઈચ્છતી. એટલે આ ઓરડામાં તે બેઠી હતી અને તેના પિતા આંટા મારતા હતા, ત્યારે પણ તે એમની પાસે જઈ તેમને વળગી પડવા ઈચછતી હતી, અને છતાં તે ફરતા ફરતા પાસે આવે, ત્યારે ભય અને ત્રાસથી સકાચાઈ જતી. થોડી વાર આંટા માર્યા બાદ તેના પિતા વધારે અજવાળા વિનાના એક ખૂણામાં પડેલી એક આરામ ખુરશીમાં આડા પડયા, અને મેં ઉપર રૂમાલ ઢાંકી સૂઈ ગયા. ડે.-૧૮ Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ ડેરી ઍન્ડ સન પિતાના પિતા ઊંઘતા હોય ત્યારે પોતે તેમની સંભાળ રાખવા પાસે બેઠી હેય, એ જાતની પરિસ્થિતિથી ફલેરન્સને એવો આનંદ આવ્યો કે, તે ઉત્સાહથી પોતાના કામમાં મચી રહી. અત્યાર સુધી તેને એવો અનુભવ હતો કે, પોતાની હાજરી પિતાને બહુ જ અણગમો ઉપજાવે છે; એટલે અત્યારે તેની સમીપમાં જ તે આમ સૂઈ ગયા, એ જોઈ ફૉરન્સના અંતરમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પણ મિ. ડેબી ઊંઘી નહોતા ગયા; તે તો મોં ઉપર રૂમાલની આડ રાખી, ખરી રીતે ફૉરન્સ તરફ જોયા કરતા હતા. જ્યારે જ્યારે ફલેરન્સ પોતાનું ભાવભર્યું માં તેમના તરફ ઊંચું કરતી, ત્યારે તેમના અંતરમાં એક તીવ્ર ખટકા પેદા થતો કે, આ છોકરી પ્રત્યે તેમણે એગ્ય ભાવ રાખ્યું નથી કે દાખવ્યું નથી. અને તેથી ફલેરન્સ પાછી જ્યારે પોતાના હાથના કામ તરફ મેં નીચું નમાવતી, ત્યારે તે છૂટથી વાસ લઈ શકતા. છતાં ફલેરન્સના મોં સામું જોયા કરવાનું આકર્ષણ પણ તે ટાળી શકતા નહોતા. ઘેડી વાર બાદ તે તેમને ફરન્સને પાસે બેલાવીને તેની સાથે વાત કરવાનું એટલું બધું મન થયું કે, “ફરન્સ, અહીં આવ !” એ શબ્દ તેમના હોઠ સુધી આવી પણ ગયા; પરંતુ એટલામાં તેમને દાદર ઉપરથી કાઈ આવતું હોવાનાં પગલાં સંભળાયાં. તે એડિથ હતી; તેણે હવે ભજન વખતનો પોશાક બદલી નાખ્યો હતો અને વાળ છૂટા કર્યા હતા. પણ મિ. ડોબી તેના આ સાદા પોશાકમાં પ્રગટ થતા તેના અદ્ભુત સૌન્દર્યથી એટલા ન ચાંક્યા, જેટલા તેના મધુરતાભર્યા–વહાલભર્યા અવાજથી ચુંક્યા. વહાલી, હું તો તને બધે જ ખોળી વળી.” આટલું કહી એડિથ ફલેરન્સને પડખે જ બેસી ગઈ અને તેના હાથ ઉપર તેણે ચુંબન કર્યું. મિ. કૅમ્બીએ એડિશને પોતાની સાથે આવી મધુરતાથી વાત કરતી કે ભાવભરી રીતે વર્તતી કદી જોઈ ન હતી. તે તો એમ Page #310 -------------------------------------------------------------------------- ________________ २७५ સુખી જોડું જ માનતા હતા કે, એડિથ ગૌરવ અને પ્રતાપિતા જ દાખવી શકે તેમ છે-ભાવ-પ્રેમ કદી નહિ. “મમાં, જરા ધીમેથી બેલ; પપા ઊંઘી ગયા છે.” હવે એડિશન ચેકવાને વાર.આવ્યો. તેણે મિ. ડેામ્બી જે ખૂણામાં સૂતા હતા તે તરફ નજર કરી અને કહ્યું, “તું અહીં તેમની પાસે હઈશ એની મને કલ્પના જ શી રીતે આવે ? હું તો અહીંથી વહેલી ચાલી ગઈ હતી જેથી ઉપર તારી સાથે નિરાંતે બેસાય. પણ જ્યારે તારા કમરામાં ગઈ ત્યારે ખબર પડી કે, મારું પંખીડું ક્યાંક બહાર ઊડી ગયું હતું. તો ચાલ હવે, તારા કમરામાં.” પપા ઊઠશે, ત્યારે હું અહીં જ બેઠી હઈશ, એવી અપેક્ષા તે તે નહીં રાખે ને ?” ફલોરન્સ ખચકાતાં ખચકાતાં બેલી. “ તું અહીં હાજર હોય એવી અપેક્ષા તે રાખશે, એમ તું માને છે, ઘેલી ?” ફરજો માથું નીચું નમાવી દીધું અને પછી બધું ટોપલીમાં સમેટી લીધું. પછી બંને જણ સગી બહેને હોય તેમ એક બીજનો હાથ પકડી સાથે સાથે ચાલતી થઈ એડિથની ચાલ અને પગલાં પણ કેવાં જુદાં બની ગયાં હતાં ? મિ. ડાબી એ તરફ જોઈ રહ્યા. પછી વિચારમાં પડી જઈ પાસેના ચર્ચના દેવળમાં ત્રણ વખત ટકોરા પડ્યા ત્યાં સુધી તે એ ખૂણામાં જ બેસી રહ્યા. મીણબત્તીઓ એક પછી એક બુઝાઈ ગઈ, પરંતુ મિત્ર ડોમ્બીના ઉપર જે કાળાશ છવાઈ રહી હતી, તે રાત્રીના અંધારાની ન હતી. ફરન્સ અને એડિથ, નાના વૅલના કમરામાં અંગીઠી સામે ઘણુ વાર સુધી વાતો કરતાં બેઠાં. ડિજિનિસે પહેલાં તે ઓડિશને દેખીને ખૂબ ભસવા માંડ્યું હતું. પણ ફરજો તેને કયો એટલે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ડી એન્ડ સન તે ચૂપ થઈ ગયો. પરંતુ પછીથી એડિથને જે ભાવથી ફર્લોરન્સ સાથે બેસીને વાત કરતી તેણે જોઈ તે ઉપરથી તેને ખાતરી થઈ ગઈ કે, એડિથ તો ફલેરન્સની પરમ હિતેચ્છું છેએટલે તે બંનેના પગની લગોલગ અને બંનેના માં સામે નજર રહે તે રીતે શાંતિથી આડે પડયો. પ્રથમ તો ફરસે આ બધા દિવસે શી રીતે વીતાવ્યા તે વિષે વાત ચાલી; પછી ફલેરન્સના રસનાં પુસ્તકો તથા પ્રવૃત્તિઓ ઉપર વાત આવી. પરંતુ ફૉરન્સ વચ્ચે જ પોતાના મનમાં ઘુમતી વાત ઉપાડી – ઓ મમાં ! એક વાત એવી બની ગઈ છે, જેનાથી હું બહુ જ ખિન્ન બની ગઈ છું.” એવું તે શું બની ગયું છે, ફલેરન્સ ? ફૉરસે પિતાના બંને પંજા મોં ઉપર ઢાંકી દઈ, એક વખત તો ડૂસકાં ભરતાં ભરતાં રડી લીધું, પછી વોટરનું જહાજ ડૂબી ગયાની વાત તેને કહી. પણ વહાલી, વોલ્ટર કેણ હતો, અને તારે મન શું હતો, તે મને કહે જેઉં.” મમા, એ મારે માનેલો ભાઈ હતો; વહાલ પલ મરી ગયો ત્યારે અમે બંનેએ એકબીજાનાં ભાઈબહેન બનવાનું સ્વીકાર્યું હતું. હું નાની હતી ત્યારથી તેને ઓળખું છું. કારણ કે, એક વખત હું ભૂલી પડી હતી, ત્યારે તે મને ઘેર પાછી લાવ્યો હતો. નાના પૉલને પણ તેના ઉપર બહુ ભાવ હતો, અને તેણે મરતી વખતે પાપાને કહ્યું હતું, “વહાલા પપા, વેટરની સંભાળ રાખજે. છેલ્લી ઘડીએ તેણે ઑલ્ટરને મળવા પણ તેડાવી મંગાવ્યો હતો; અહીં આ ઓરડામાં જ !” “અને તારા પપાએ વોટરની કશી સંભાળ રાખી ખરી ?” એડિથે કડવાશ સાથે પૂછયું. Page #312 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ સુખી જોડું “પપાએ ? તેમણે તો તેને પરદેશ રવાના કર્યો, અને રસ્તામાં જ જહાજ સાથે તે ડૂબી ગયો.” “તારા પપા જાણે છે કે, તે ડૂબી ગયો ?” “મમા, મને એ વાતની ખબર કેમ કરીને પડે ?” આટલું કહેતાંમાં તો ફલેરન્સ એડિશને વળગીને તેની છાતીમાં મેં સંતાડી દીધું અને કહ્યું, “અને તમે જોયું છે જ કે પપાને હું--” “ભ, ભ,” એડિથે એકદમ ફીકી પડી જઈને કહ્યું; પહેલાં તું વૉટરની બધી વાત પૂરી કહી સંભળાવ.” ફલોરસે બધી વાત ફરીથી માંડીને વિસ્તારથી કહી સંભળાવી. એડિથે પછી કહ્યું: “હવે કહે કે, મેં શું જોયું છે, એમ તું માને છે ?” એ જ કે, પપાને હું જરાય દેખી ગમતી નથી. તેમણે કદી મને ચાહી નથી; તથા મને કેમ કરીને તે ચાહતા થાય એ પણ હું જાતી નથી. કોઈએ મને એનો રસ્તો બતાવ્યો નથી; પણ મામા, તમે પપાને પ્રેમ ઝટ સંપાદન કરી શક્યાં છે, તો પપાને હું વહાલી કેમ કરીને બની શકું તેનો રસ્તો બતાવો ને ?” આટલું કહી ફરન્સ એથિની છાતી ઉપર જ ડૂસકે ચડી. એડિથના હોઠ સુધ્ધાં ફીકા પડી ગયા. તેણે ફૉરન્સને પોતાની છાતીએથી વેગળી કરી દીધી અને પછી કઠેર અવાજે કહ્યું, “ફલેરન્સ તું મને ઓળખતી નથી ! તું મારી પાસેથી ઇ વસ્તુ શીખવાની આશા રાખે, એ વાતમાં શો માલ છે?” કેમ, કેમ ? તમારી પાસેથી કેમ આશા ન રાખું ?” “પ્રેમ કેમ કરો કે પ્રેમ કેવી રીતે સંપાદન કરે, એ વસ્તુ મારી પાસેથી શીખવાની આશા રાખે છે? તું જ કદાચ મને એ વસ્તુ શીખવી શકે, એમ કહું તો એ સાચું કહેવાય. પણ હવે તો એ વાતનું પણ બહુ મોડું થઈ ગયું છે. તું મને બહુ વહાલી છે, એ વાત અલબત્ત સાચી છે; મને કલ્પના પણ ન હતી કે કોઈ માણસ આટલા થેડા સમયમાં મને આટલું વહાલું થઈ શકે.” Page #313 -------------------------------------------------------------------------- ________________ ડારી ઍન્ડ સન રન્સ કંઈક ખેલવા જતી હતી તેને હાથ વડે રોકીને એડિથે આગળ ચલાવ્યું – ૨૭૮ “હું હંમેશ તારી સાચી મિત્ર બની રહીશ; તેમ જ આ દુનિયાનું બીજું કાઈ માસ તારી જેવી સંભાળ રાખે, તેથી ભલે નહિ તેા પણ તેટછી સંભાળ તા હું જરૂર રાખીશ. તું મારામાં તારા નિર્દોષ અંતઃકરણથી જેટલે! વિશ્વાસ રાખી શકે તેટલે રાખશે. મારા કરતાં વધુ સારી તેમ જ સાચી ઢગલાબંધ સ્ત્રીએ હશે, જેમને તારા પપા પરણી શકયા હોત; પરંતુ તેમની પત્ની બનીને આવનારી કાઈ સ્ત્રી તારા પ્રત્યે મારા જેટલી ભાવનાવાળી ન જ બની હેત, એવું હું છાતી ઠોકીને કહી શકું છું.” ' “ હું જાણું છું મમા; તમને હું પહેલવારકી મળી તે મારા જીવનના સૌથી વધુ સુખી દિવસથી હું એ વાત જાણતી આવી છું.” ' તારા જીવનને સૌથી વધુ સુખી દિવસ! જો કે મને એનું શ્રેય જરાય ઘટતું નથી; કારણ કે, તને જોઈ તે પહેલાં મને તારા વિચાર જ આવ્યે। ન હતા; પરંતુ વિશ્વાસ અને પ્રેમપૂર્વક તું જે શ્રેય મને અર્પે છે, તે ભલે ખરેખર મારું બની રહા! પણ – "" ૉારન્સને હવે આગળ જે આવશે તેની બીક લાગવા માંડી, << પણ મારા હૃદયમાં જે વસ્તુ છે જ નહિ, તે ત્યાં શે!ધવા વ્યર્થ પ્રયત્ન ન કરીશ. અને લૅારન્સ, એ વસ્તુ ત્યાં નથી તેથી કરીને મારાથી વિખૂટી પણ ન પડીશ. ધીમે ધીમે તું મને વધુ સારી રીતે સમજતી થઇશ. અને એક દિવસ એવા આવશે જ્યારે તું મને મારા જેટલી જ સમજતી હેાઈશ; તે વખતે પણ તું મારા પ્રત્યે ક્ષમાભાવ દાખવજે અને જીવનમાં મારી પાસે રહેનારી એક માત્ર મીઠી સ્મૃતિને કડવી ન બનાવી મૂકતી,” અને આ ખેલતી વખતે ખરેખર તેની આંખેામાં આંસુ ભરાઈ આવ્યાં. તેને તુમાખીભર્યાં ચહેરે કદી આંસુ ધારણ કરે, એ વાત ફ્લરન્સની પેઠે જેણે નજરે જોયું ન હેાય, તે તેા માની જ ન શકે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ સુખી જોડું તું જે કહે છે, તે અલબત્ત મેં જોયું છે. એ કેટલું સાચું છે, તે હું જાણું છું. પરંતુ આ પૃથ્વી ઉપર તને એ વસ્તુ સુધારી આપવા માટે કે તે સુધારવામાં મદદ કરવા માટે મારા જેટલું બિન-લાયક બીજું કોઈ નહિ હોય. શાથી એમ છે, એ કદી ન પૂછીશ; તેમ જ મારા પતિ વિષે પણ મને કદી વાત ન કરીશ. એ બાબતમાં આપણું બે વચ્ચે એક મોટો આંતરે કે કબર જેવી ચુપકીદી જ રહેશે.” આટલું બેલી એડિથ એકદમ તે કમરાની બહાર ચાલી ગઈ પછી મોડી રાતે ફૉરન્સ સૂઈ ગઈ હતી, ત્યારે તે પાછી આવી અને અંગીઠી પાસે જ બેસી રહી. દરમ્યાન ઊંઘમાં ફલેરન્સને પિતા વિષે, એડિથ વિષે, કેવાં કેવાં દુ:સ્વપ્નો આવ્યાં! અને છેલ્લા સ્વપ્નમાં તો એડિથને એક ઊંડી કબરને તળિયે મરેલી પડેલી જોતાં તે ચીસ પાડી ઊઠી. તે વખતે એડિથ પાસે આવી, તેની પથારીમાં બેસી, તેને શાંત પાડવા થાબડયા કરી. પછી સવારના અજવાળામાં જ્યારે તેને ફરજો પોતાના ઓરડાની બહાર જતી જોઈ, ત્યારે તેણે આંખે ચાળીને એ જાણવા પ્રયત્ન કર્યો કે, ખરે જ પિતે જાગે છે કે સ્વપ્ન જુએ છે! પણ એ સ્વપ્ન ન હતું. એડિથ છેક સવાર થયે જ ફરન્સના કમરામાંથી ચાલી ગઈ હતી. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઘરમાં ગરમા આવે છે પછીના ઘણા દિવસો એક જ ઘરેડમાં પસાર થયા; ઘણીય મુલાકાતો અપાઈ અને લેવાઈ. ઉપરાંતમાં મિસિસ ક્યૂટન પોતાના કમરામાં કેટલાય આગવા દરબાર ભર્યો જતાં,જેમાં મેજર ઑગસ્ટક હાજર હોય જ. ફલોરન્સ પોતાના પિતાને જ જતી, પણ ફરીથી તેના તરફ તેમણે બીજી નજર કરી નહોતી. એડિથ જયારે બહાર જઈને પાછી આવતી, ત્યારે નિયમ તરીકે ફલેરન્સને મળવા પોતાની પાસે લાવતી અથવા જાતે તેની પાસે જતી. અને રાતે તો ગમે તેટલું મોડું થયું હોય તે પણ પોતાના કમરામાં જાય તે પહેલાં ફલેરન્સ સાથે કે તેના કમરામાં લાંબે વખત તે બેસતી જ – અલબત્ત ગુપચુપ- ખાસ કંઈ વાતચીત કર્યા વિના જ ! પરિણામ એ આવ્યું કે, મિ. ડાબી પોતાના કુટુંબ સાથે ભેગા બેસી વાતો કરવાનું ઊભું ન કરી શક્યા; એટલે તેમણે બીજાઓને નિમંત્રણ આપી, તેમની સાથે જાહેરમાં સહકુટુંબ બેસવાનો રસ્તો અમલમાં મૂક્વા માંડ્યો. અને એ માટે કેટલીય “પાટી” એ ગોઠવાઈ ગઈ એ પાર્ટીઓમાં એડિથ હંમેશાં ફલેરન્સને સાથે જ રાખતી – અલબત્ત, એ બેને એમ સાથે જોઈ, મિડોબીનું માં મધુરજનીએથી પાછા આવ્યાની રાતે જેવું કાળું અંધાર થઈ ગયું હતું, તેવું જ થઈ જતું. પણ ફલેરન્સની તો પિતાના એ મોં સામું જોવાની હિંમત રહેતી નહિ, અને એડિથ મિ. ડોબીના મેં સામું જોવાની પરવા કરતી નહિ. ૨૮૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં ગરમાવો આવે છે ૨૮૧ મિ. કાર્કર એ પાર્ટીઓમાં હંમેશ સામેલ હોય જ. ફલેરન્સને એ માણસ જોતાં જ અણગમો અને અવિશ્વાસની લાગણું થઈ આવતી. પણ એ ધીટ માણસ હંમેશાં પોતાની બત્રીસી ખુલ્લી રાખી, કશાની પરવા કર્યા વિના એ સૌ સાથે હળતે મળતો – વાતચીત કરતો. મિ. ડોમ્બી અને એડિથ વચ્ચે વધતું જતું અંતર જોઈ ફર્લોરન્સ બહુ દુઃખી થતી. જોકે, એડિથના કહ્યાથી જ એ વિષે કશી વાતચીત તે તેની સાથે ઉપાડતી નહિ. ફૉરન્સ એ વાત પણ સમજી ગઈ હતી કે, એડિથ તેના ઉપર ભાવ રાખે છે, એ વસ્તુ જ તેના પિતાની પિતા પ્રત્યે વધતી જતી ઉપેક્ષાવૃત્તિનું કારણ છે. એટલે કોઈ કોઈ વાર તેને એમ પણ લાગી આવતું કે, પિતે પહેલાંની પેઠે એકલવાયી, સોબતી કે મિત્ર વગરની, ભુલાઈ ગયેલી જ રહી હોત, તો વધુ સારું થાત. મિસિસ ચિક પણ પિતાની રીતે ખૂબ દુભાયાં હતાં. તેમને કેટલીય પાર્ટીઓમાં નિમંત્રણ જ મળતું નહોતું. અને તેથી જ જ્યારે જ્યારે તેમને નિમંત્રણ મળતું, ત્યારે ભારે ખર્ચ વેઠીને પણ એડિથ અને મિસિસ સ્કયૂટન આગળ પોતાના વૈભવને ડાળ દાખવવા તે પ્રયત્ન કરતાં. પરંતુ છેવટે તો તેમને મિચિક આગળ એક જ રોદણું રડવાનું રહેતું-“વાત તો જુઓ ! મને તેઓએ છેક ફલેરન્સ જેવી બનાવી મૂકી છે: કોઈ મારે ભાવ જ પૂછતું નથી ! ” મિ. ચિકને પોતાનો પણ કશો જ ભાવ પુછાતો ન હોઈ, તેમને પોતાની પત્નીની આ વાત સામે કશે વિરોધ નહોતો. મારી અહીં જરૂર હોય, એવું તમને લાગે છે?” મિસિસ ચિકે પાર્ટી દરમ્યાન જ તેમને પૂછયું. ના, ડિયર, કોઈને જરૂર હોય તેવું મને તો નથી લાગતું.” પતિએ જવાબ વાળ્યો. પેલ ગાંડો થઈ ગયો છે !” મિ. ચિકે જવાબમાં સીટી વગાડવા માંડી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ડેબી એન્ડ સન તમે નય ગમાર ન હો – જોકે મને કોઈ કોઈ વાર લાગે છે કે, તમે છો જ – તો અહીં સીટી વગાડતા બેસી રહેવાને બદલે, મરદ માણસની પેઠે મને હાથ પકડી બહાર દેરી જાત.” આટલું ફરી કહી મિસિસ ચિક જવા ઊભાં જ થઈ ગયાં. અને મિત્ર ચિક ખરેખર મરદ માણસની પેઠે ચાલુ પાર્ટીએ તેમને બહાર દોરી ગયા – ઘેરસ્તો. પણ નવાઈની વાત એ છે કે, મિત્ર ડોમ્બીની સગી બહેન, પતિ સાથે ચાલી ગઈ તો પણ આ ઘરમાં કાઈને લક્ષમાં એ વાત આવી જ નહિ! એ જ પાર્ટી વખતે, બધા મહેમાનો ચાલ્યા ગયા ત્યાર બાદ, મિ. ડાબી મિ. કાર્કર સાથે વાતો કરતા એક બાજુ ઊભા હતા. તેમની વાતો પૂરી થઈ એટલે મિકાર્ટર એડિથ અને તેનાં મા બેઠાં હતાં તે તરફ વિદાય લેવા આવ્યા. તેમણે સૌને પોતાની બત્રીસી બતાવીને કહ્યું, “આજની ખુશનુમા સાંજની મોટી પાર્ટી વખતે લીધેલા પરિશ્રમથી મિસિસ ડોમ્બીને આવતી કાલે કંઈ અગવડ નહિ થાય એવી આશા રાખું છું.” - મિ. ડોમ્બી તરત વચ્ચે બેલી ઊડ્યા, “મિસિસ ડોમ્બીએ આજની રાતે કશા પરિશ્રમ જેવું કાંઈ લીધું જ નથી, જેથી તેમની આવતી કાલની ચિંતા તમારે કરવાની થાય. પણ મિસિસ ડોમ્બી, મને દિલગીરી થતી હોવા છતાં મારે કહેવું પડે છે કે, તમે આજની પાટી વખતે પણ હરહંમેશની જેમ અતડાં રહેવાને બદલે થોડે વધુ પરિશ્રમ લીધો હોત તો સારું થાત.” એડિથે તેમની સામે અવજ્ઞાપૂર્વક એક નજર નાખીને મેં ફેરવી લીધું. મિ. ડેબીએ આગળ જણાવ્યું, “ખરેખર મને ખેદ થાય છે કે, આવા પ્રસંગોએ તમને તમારી ફરજ નથી સમજાતી કે—” એડિથે તેમના સામે ફરી નજર કરી. Page #318 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં ગરમાવો આવે છે ૨૮૩ “હા, હા, મૅડમ, આવા પ્રસંગોએ મારા મિત્રો અને પરિચિતોને તમારે જરા વધુ આદરથી સત્કારવા જોઈએ. જેમના પ્રત્યે આજે રાતે ખાસ અનાદર દાખવવાનું તમે યોગ્ય માન્યું છે, તેઓ તો તમારી મુલાકાતે અહીં આવે એટલા માટે તમને ગૌરવ બક્ષે છે.” અહીં બીજું કોઈ હાજર છે, એ તમને ખબર છે?” એડિશે મિ. ડોબી સાથે સ્થિર નજરે જોઈને પૂછયું. મિ. કાર્કર પિતા તરફ થયેલે ઈશારો સમજી જઈ, ત્યાંથી ચાલ્યા જતા હતા, તેમને રોકીને મિ. ડોમ્બીએ કહ્યું, “નહિ, નહિ, કાર્કર ! તમારે જવાનું નથી; મારે ભારપૂર્વક આગ્રહ છે કે, તમે હાજર જ રહો ! મેડમ, તમે જાણો છો તેમ મિ. કાર્કર મારા વિશ્વાસુ માણસ છે. હું અત્યારે જે વિષય ઉપર બાલી રહ્યો છું, તેનાથી તે સુપરિચિત છે જ; એટલે, મિસિસ ડોમ્બી, હું તમારી જાણ માટે તમને કહેવા ઈચ્છતો હતો કે, એ બધા તવંગર અને પ્રતિષ્ઠિત માણસે મારે ત્યાં આવી અને પ્રતિષ્ઠા અને ગૌરવ અપે છે.” એડિથે ફરીથી એક જ વાત સુણાવી, “હું તમને એમ પૂછું છું કે, અહીં કોઈ સ્ત્રીનું માણસ હાજર છે એ વાતની તમને જાણ છે ખરી?” મિ. કાર્કર હવે આગળ આવીને બોલ્યા, “હું વિનંતી કરું છું, યાચના કરું છું, માગણી કરું છું કે, મને અહીંથી ચાલ્યો જવા દે; આ કેાઈ એ અગત્યને મતભેદ પણ નથી કે જેથી –” મિસિસ ટન હવે વચ્ચે પડયાં, “ખરી વાત છે; મારે કહેવા હતા તે જ શબ્દો તમે મિ. કાર્કર વાપર્યા. આ મતભેદ તો તદ્દન નજીવી બાબત છે; અને પ્રેમના અંકુરો ફૂટી બે આત્માઓ જોડાવાના થાય છે, ત્યારે આવું આવું વચ્ચે થઈ આવે એ સ્વાભાવિક છે – તન કુદરતી છે. માટે હું બંનેની મા હોવા છતાં, મને તેમાં વચ્ચે પડવા જેવું કે ચિંતા કરવા જેવું સહેજે નથી લાગતું. જુવાનિયાં થોડું ડું ઝઘડે છે તે તેમના એકબીજાની નજીક આવવાની નિશાની છે. ” Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ડેલ્ટી એન્ડ સન મિ. ડાબીએ મિ. કાર્કરને વિદાય આપતાં જણાવ્યું, “અમારા લગ્નજીવનના પ્રારંભે જ મેં મિસિસ ડોમ્બીના લક્ષ ઉપર એ વાત આણવા પ્રયત્ન કર્યો છે કે, તેમની આ પ્રકારની વર્તણૂક મને પસંદ નથી, અને તેથી તેમણે એ સુધારી લેવા કોશિશ કરવી જોઈએ. ગૂડ-નાઈટ કાર્કર.” ૩૭ એક કરતાં વધુ ચેતવણીઓ ફર્લોરન્સ, એડિથ અને મિસિસ સ્કયૂટન બીજે દિવસે બહાર જવા તૈયાર થયાં હતાં. તેમની ઘોડાગાડી બારણે ઊભી હતી. મિસિસ સ્કટન સવારે પિવાતી ચોકલેટ પાલે પહોરે ત્રણ વાગ્યે પી રહ્યાં હતાં, તથા તેમની તહેનાતબાન. તેમના પોશાકમાં રહીસહી ટાપટીપ પુરી કરતી હતી. તેમને તહેનાતી વિધર્સ ટીપટોપ થઈને પાસે ઊભો હતો. માની આ ટાપટીપ જેવી ન પડે તે માટે એડિથ ફર્લોરન્સને લઈ બારી પાસે ગઈ અચાનક તેણે બારી બહાર નજર કરતાં વેંત જ મેં અંદર ખેંચી લીધું. થોડી વારમાં જ બારણું આગળ ટકારા પડવા, અને બહાર આવેલા નોકર પાસેથી લઈને વિધર્સ મિસિસ ડાબી માટે મુલાકાતીનું એક કાર્ડ લઈ આવ્યો. એડિથે તે તરફ જોયા વિના જ કહી દીધું, “કહી દે કે હું હમણું બહાર જાઉં છું.” વાહ દીકરી, કાનું છે એ જોયા વિના જ “ના” શું પાડી દે છે? લાવ જેઉં, વિધર્સ, કોનું છે? ઓહ આ તો મિત્ર કાર્કરનું છે ને ?” Page #320 -------------------------------------------------------------------------- ________________ એક કરતાં વધુ ચેતવણીઓ ૨૮૫ “હું બહાર જાઉં છું,” એ શબ્દો એડિથ એવો ઘાંટો પાડીને ફરીથી બેલી કે, વિધસેં બારણા પાસે જઈ પેલા નોકરને પણ એવા જ જેરથી સંભળાવ્યું કે, “મિસિસ ડોમ્બી બહાર જાય છે, ચાલતો થા.” અને તરત તેના મોં ઉપર બારણું બંધ કરી દીધું. પણ થોડી વાર બાદ પેલો નેકર પાછો આવ્યો અને વિવર્સના કાનમાં કશોક સંદેશો બેલી ગ. વિધર્સની હિમત ચાલતી ન હતી, છતાં તેણે એડિથ પાસે જઈને કહ્યું, “મેડમ, મિ. કાર્કર આપને નિવેદન કરવા રજા લે છે કે, ધંધાકીય અગત્યનું કામ હોઈ એક મિનિટ પૂરતાં આપ તેમને મળશે તે આભાર થશે.” મિસિસ ક્યૂટને હવે મિ. કાર્કરને આવવા દેવા એડિથને આગ્રહ કર્યો. એડિથે કહ્યું, “વિધર્સ, તેમને આ ઓરડામાં જ લઈ આવ.” વિધર્સ ગયો એટલે એડિથે માને કહ્યું, “તમારા આગ્રહથી તેને તેડાવો છો, તો અહીં તમારા ઓરડામાં જ ભલે આવે.” દરમ્યાન ફૉરન્સ એડિથના કહેવાથી એ ઓરડામાંથી ચાલી ગઈ. કારે અંદર આવીને પોતાની બત્રીસી બતાવતાં કહ્યું, “મેં અત્યારે જ મુલાકાત માટે આગ્રહ રાખ્યો તે બદલ ક્ષમા આપશો; અને મેં ધંધાને લગતું કામ છે એમ જણાવ્યું હતું, કારણ કે...” હા, હા, તમને મિ. ડોમ્બીએ કંઈક ઠપકાને સંદેશ લઈને , મોકલ્યા છે. તમે મિડ ડેબીના અંગત વિશ્વાસુ માણસ છે, એટલે તમને / ધંધાકીય અગત્યને કામે મારી પાસે મોકલ્યા હશે, તો મને નવાઈ નથી લાગવાની.” મિ. ડેબીના નામ ઉપર પ્રભાવ પાથરનારાં બાન માટે હું કશો જ સંદેશો લઈને આવતો નથી. હું તો ગઈ કાલે આપ દંપતી વચ્ચે નાનીથી મતભેદની વાત હતી, તેમાં મારે પરાણે હાજરી પુરાવવી પડી, તે બદલ ક્ષમા માગવા આવ્યો છું. અનિચ્છાએ મારે એ દરમ્યાન જે ભાગ લેવો પડશે, તેનું મને ભારેભાર દુઃખ વસી ગયું છે. અને. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ડો ઍન્ડ સન તમારા ઉદાર ક્ષમાશીલ હૃદય પાસેથી જ એ માફીની હું આશા રાખી શકું. "" ઃઃ પણ હવે તમે જે ધંધાકીય' કામ અર્થે આવ્યા છે, તે શરૂ કરી ને!” ' એટા એડિથ, મિ॰ કાર્કર ઊભા છે, તે તે જો ! મિ॰ કાર્કર હું વિનંતી કરું છું કે, તમે બેસી જાઓ. >> કાર્કરે હવે મિસિસ સ્કયૂટન તરફ ખત્રીસી બતાવીને કહ્યું, “મારે જે કંઈક કહેવાનું છે તે હું મિસિસ ડેાખીને જ કહું, અને પછી તેમને ડીક લાગે તે તમને ખુશીથી જણાવે, એવી હું માગણી કરું, તે તમારા જેવાં સમજદાર બાનુ તેમાં કશું અજુગતું નહીં જ ગણે.’ મિસિસ સ્ટયૂટન તે કમરામાંથી ચાલ્યાં જવા ઊભાં જ થયાં, પણ એડિથે તેમને થેાભાવ્યાં, એડિથે તે મિ॰ કાર્કરને પણ બધાંની વચ્ચે જે કહેવું હેાય તે કહી દે, નહીં તેા ચાલતા થાએ, એવા જ હુકમ આપી દીધે! હાત, પણ એટલામાં મિ॰ કાર્કરે ફ્લોરન્સનું નામ દઈને ધીમેથી વાત શરૂ કરી દીધી, એટલે તે થેાભી ગઈ. મિસ લૉરન્સની સ્થિતિ બહુ નાજુક છે << · કમનસીબ જ માફ કરો છે, એમ કહેા ને ! તેમના તરફ તેમના પિતાશ્રીએ બહુ ઉપેક્ષા દાખવી છે – અવજ્ઞા જ કહેા ને ! અલબત્ત, તેનું બીજું કાંઈ કારણ નથી, સિવાય કે મિ॰ ડામ્બીને એવે! અતડા સ્વભાવ જ છે – પણ પરિણામે ભાડૂતી નાકરાને હાથે જ મિસ ફલોરન્સને ઉછેર થયા છે, અને તે કારણે યેાગ્ય દારવણી અને માર્ગદર્શનને અભાવે તેમના સંસ્કારની યથાયેાગ્ય કેળવણી થઈ નથી. એટલે તે પેાતાનું પદ ભૂલી ઘણી વાર વર્તે છે. પહેલાં એક વોલ્ટરનેા કિસ્સા બન્યા હતેા એક અતિ સામાન્ય છોકરા, જે હવે સદ્ભાગ્યે દરિયામાં ડૂબી પણ ગયા છે – તેની સાથે તેમનું નામ બહુ ગવાયું હતું. ઉપરાંત તેના દેવાળિયા ભાગેડુ કાકા સાથે અને સામાન્ય રખડેલ ખલાસીઓ જેવા માણુસ સાથે તેા હજુ પણ તે લટપટ રાખે છે.” -- Page #322 -------------------------------------------------------------------------- ________________ એક કરતાં વધુ ચેતવણીઓ ૨૮૭ “મેં એ બધી વાત સાંભળી છે, અને તમે એ વાતને વિપરીત રીતે રજૂ કરે છે અથવા અધૂરી જ જાણે છે, એમ મારે કહેવું જોઈએ – ઠીક, આગળ ચાલે.” મારા જેટલું એ વાતને પૂરી કઈ જાણતું નથી, એ મને વચ્ચે જ કહેવા દો. તમારે ઉદાર અને આગ્રહી સ્વભાવ તમારા પતિના કે તેમના કુટુંબની આબરૂમાં સહેજ પણ ઊણપ આવે એ ન જ સહન કરી શકે, એ હું સમજું છું. પરંતુ હું મારાં સમગ્ર સાધનો વડે પૂરી ખાતરી કરી લીધા બાદ જ આટલું કહેવાની હિંમત કરી શક્યો છું, એવું માનવા વિનંતી કરું છું. તમે મિસ ફલૅરન્સમાં રસ ધરાવો છો, એ મને ખબર છેઃ અને અલબત્ત, તમારા પતિને લગતી બધી બાબતોની જેમ આ બાબતમાં પણ રસ ધરાવો છે, એ પણ હું કબૂલ કરું છું. આ બધી વાત મિડાબી જાણતા નથી, અને તમારા તરફથી સહેજ પણ ઈચ્છા પ્રગટ કરાશે, તો તે કદી જાણુ પણ નહિ; કારણ કે, તમને એ બધું હું કહી દઉં, એટલે મેં મિત્ર ડોમ્બીના સાચામાં સાચા હિતૈષીને જ કહી દીધું એમ જ હું માનું. મારે એટલું જ કહેવું છે કે, મિસ ફૉરન્સ જે પેલા સંબંધે હજી ચાલુ રાખશે – અને હજી ચાલુ રાખી રહ્યાં છે, એની મને છેલ્લામાં છેલ્લી તારીખવાર ખબર છે - અને ભોગમે તેમના પિતાના જણવામાં આવશે, તો તેમને ઘરમાંથી – મિલકતમાંથી – બધામાંથી દૂર કરશે, એ મને ડર છે. કારણ કે, મિ. ડેામ્બીનો મિસ ફલેરન્સની બાબતમાં પૂર્વગ્રહ કેટલે ભારે છે તે હું જ જાણી શકું.” એડિથનું મેં લાલ લાલ થઈ ગયું તથા અંતરમાં ધૂંધવાવા લાગેલા ગુસ્સાથી તેનાં નસ્કોરાં ફૂલી જવા લાગ્યાં. કાર્કર એ જેવા છતાં જાણે ન જોયું હોય તેમ બેલવા લાગ્યું – “આ વાત અંગે જ મિ. ડેબીએ મને લીમિંટન બેલા હતો. ત્યાં મને પહેલી વાર તમને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. તે વખતથી જ હું જાણું ગયો હતો કે, તમે આ ઘરનાં ભાગ્યવિધાતા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ડેબી એન્ડ સન – યોગ્ય ગૃહિણી થવાનાં છો. તે જ વખતે મેં નક્કી કર્યું હતું કે, આ વાત તમે અહીં તમારું સ્થાન પ્રાપ્ત કરે ત્યાર પછી તમને જ કરવી. તમારો જે કંઈ પરિચય આ દરમ્યાન મને થયું છે, તે ઉપરથી મને લાગે છે કે, તમને આ ઘર અંગેની કોઈ વાત કરું અને મિ. ડાબીને ન કરું, તો પણ હું મારી ફરજમાંથી ચૂક્યો ન ગણાઉં. કારણ કે, તમારા હાથમાં આ ઘરનું બધું ભેગક્ષેમ સહીસલામત છે, એમ હું માનું છું. તો આ વાત તમને કરી દીધા બાદ, હું મારી જવાબદારીમાંથી મુક્ત થયો, એમ હું માની શકું ?” ઠીક છે; તમારી વાત તમે મને યોગ્ય રીતે સુપરત કરી છે, એમ તમે માની શકે છે. અને હવે એ આગળ નહીં જાય, એ જોશો એવી હું આશા રાખું છું.” પેલ નમ્રતાપૂર્વક માથું નીચું નમાવી નમન કરી ચાલતો થયો. સાંજના મિ. ડેબી, મિસિસ ડોમ્બી અને મિસિસ ડ્યૂટન બહાર જમવા જવાનાં હતાં. તે માટે ત્રણે તૈયાર થતાં હતાં, એવામાં મિસિસ સ્કયૂટનની તહેનાતબાનુ ફલાવર્સ એડિથના કમરામાં દોડતી આવી અને કહેવા લાગી – “મેડમ, ચાલો તે; મિસિસને કંઈક થયું છે અને માંના વિચિત્ર ચાળા કરે છે.” એડિથ માના કમરા તરફ દોડી ગઈ અને જોયું તો મને લકવો થઈ ગયો હતો. તરત તેમનો બધો કૃત્રિમ સાજ-શણગાર ઉતારી નાખવામાં આવ્યો. અને તેમને “કુદરતી” સ્થિતિમાં લાવી મૂકવામાં આવ્યાં. ડોકટરે આવ્યા અને તેમણે અભિપ્રાય આપ્યો કે, આ હુમલામાંથી તે ભારે ઉપચારેથી ઊભાં થઈ શકશે, પણ આવો બીજો હુમલે તેમને માટે ખતરનાક નીવડશે. Page #324 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન ઍડવર્ડ ટલનાં વધુ પરાક્રમે ૨૮૯ આ હુમલામાંથી તે બેઠાં તે થયાં, છતાં તેમના મગજ ઉપર કંઈક વિચિત્ર અસર રહી ગઈ. અને તે વારંવાર એડિથે મના કરેલા ભૂતકાળની વાતે જ ઉપાડયા કરતાં: પેાતે તેને સારે ઘેર ઠેકાણે પાડી છે; છતાં તે પેાતાના પ્રત્યે વહાલ દાખવતી નથી; લૅારન્સ તેની શું થાય છે કે જેથી તેના ઉપર તે વહાલ રાખે છે ઇ. એડિથ આ બધાથી કાયર કાયર થઈ ગઈ. ૩૮ કૅપ્ટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમા સાલેામન જિસે રાખ મારફત કૅપ્ટન કટલને પહેોંચાડેલા પત્રમાં જણાવ્યું હતું કે, સાથેનું પાકિટ એક વર્ષ વીત્યા બાદ ખેલવું. તે પ્રમાણે એ મુદત પૂરી થવા આવી હતી; અને કૅપ્ટન કટલ વારંવાર એ પાર્કિટ હાથમાં લઈ ટેબલ ઉપર સામે મૂકી, ચુંગી ફૂંકતા ફૂંકતા કલાકે સુધી જોયા કરતા. અલબત્ત, કૅપ્ટન કટલ, પેાતાના મિત્રે નાખેલી મુદ્દત કરતાં એક કલાક પણ વહેલું એ પાકિટ ઉઘાડીને વાંચી લે તેવા ન હતા. એમ કરવું એને તે પેાતાના શરીરને ચીરીને અંદર શું છે તે જોવા જેવું નાપાક કામ તે મૅનેજર-કાર સાથેની છેલ્લી મુલાકાત પછી, કૅપ્ટન કટલની પેાતાની જાત પ્રત્યેની શ્રદ્ધા છેક જ ઘટી ગઈ હતી; અને તે એમ માનતા થયા હતા કે, વૅલ્ટર તથા મિસ ફ્લોરન્સની બાબતમાં તે માથું મારીને તે બંનેને કાયદા કરવાને બદલે નુકસાન જ કર્યું છે. અને તેથી પેાતાની જાતને બહુ જોખમકારક માનીને તેમણે ગણતરીમાંથી જ કાઢી નાખી હતી! ગણે. તેથી કરીને તે તે કદી મિ॰ ડેમ્નીના ઘર પાસે જત! જ નહિ; તથા ફ્લેરન્સ કે નિપરને કશી ખબરઅંતર આપવાના કે પૂવાને પ્રયત્ન પણ કરતા નહિ. સાલેમન જિસના દુકાન-ધરમાં જ તે પુરાઈ ડા.-૧૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ડી એન્ડ સન રહેતા, અને રૅબ ગ્રાઈન્ડર સિવાય કોઈની સાથે તે કશી વાતચીત કરતા નહિ. રેબ પાસે તે નિયમિત અમુક ચોપડીઓ વંચાવતા અને પોતે પાસે બેસી સાંભળતા. તે પોતે ચોપડીમાં લખેલું બધું જ સાચું માનતા તથા ફૈબને પણ એમ જ ઠસાવતા. કેપ્ટન કટલ પૂરા ધંધાદારીની પેઠે દુકાનના હિસાબનો ચેપડે લખતા: કાંઈ વેચાણ તો થતું જ નહિ, પણ રોજની આબેહવા, રસ્તા ઉપર થઈને જતાં વાહને અને માણસો બાબત કંઈક અનોખાપણું જોવામાં આવે તો તે, અને કોઈ ઘરાક દુકાન સિવાયના જ ભાલ વિષે કંઈ પૂછવા આવે છે તે વિષે–એવું બધું તે એ ચેપડામાં નિયમિત ટપકાવ્યા કરતા. અને એનાં પાનાં ભરાતાં જોઈ એમ માનતા કે ધંધાની રૂખ સુધરતી જાય છે. કેપ્ટનને ખાસ પજવણી થતી હોય તો મિત્ર ટ્રસ્ટની મુલાકાતોની. તે જુવાનિયો અવારનવાર તેમની મુલાકાતે આવ્યા કરતો અને એકના એક સવાલો પૂછયા કરતો. કેપ્ટન જિલ્સ, તમારી ઓળખાણ અને પરિચયને સદ્ભાગી મને બનાવવા માટે જે વિનંતિ મેં કરી હતી તે અંગે તમે સહાનુભૂતિ મને બનાવવા માં હશે, વારુ?” ના હતા કે, એ જુવાન પણ કેપ્ટન હજુ નક્કી કરી શકતા નહતા કે, એ જુવાનિયે ખરેખર દેખાય છે તે ભલે-ભેળો છે, કે પછી કાઈ ખેપાની ચાલાક માણસ છે. એટલે તેમણે આજે તો સીધો જવાબ આપી દીધો – હજુ હું એ બધું ઉપર-તળે કર્યા કરું છું; વાત એમ છે કે, હું તમને હજુ પૂરા ઓળખત નથી.” પણ જ્યાં સુધી તમે મને તમારા ગાઢ પરિચયમાં આવવાને સદ્ભાગી ન બનાવો, ત્યાં સુધી તમે મને ઓળખી શકે જ શી રીતે ?” કેપ્ટનને આ જવાબ તર્કશુદ્ધ લાગ્યો, અને તેથી મિ. ટૂટ્સના હૃદયની શુદ્ધતા બાબત પણ તેમને છેવટની ખાતરી થઈ ગઈ. પણ ફલેરન્સ બાબત એ જુવાનિ જે ઉલ્લેખ કર્યા કરતો, તે બાબત Page #326 -------------------------------------------------------------------------- ________________ * પ્રશંસા કરી લાગણીથી જ કાળ કૅપ્ટન અંડવર્ડ કટલનાં વધુ પરાક્રમે ૨૯૧ કેપ્ટનને કંઈક સમજૂતી ઉપર આવવું જરૂરી લાગ્યું. તેમણે પૂછયું, “તમે વારંવાર એક મધુર પ્રાણી બાબત મારી પાસે પ્રશંસાભરી વાત કાલ્યા કરે , ખરું ને?” અરે કેપ્ટન જિન્સ, “પ્રશંસા' એ શબ્દ જ ખોટો છે– તદ્દન ખાલી છે. મારી ઈજજતના સેગંદ, મારી લાગણીઓ એ બાબતમાં કેવી છે, એ તમે સમજી જ શકવાના નથી. મને કોઈ એક જ કાળો રંગી નાખે, અને મિસ ડોમ્બીનો હબસી ગુલામ બનાવી દે, તો તેણે મારા ઉપર મેટામાં મોટો ઉપકાર કર્યો, એમ હું માનું. જે મારી બધી મિલકત લઈને કોઈ મારા જીવને મિસ ડેબીના કૂતરાની શરીરમાં દાખલ કરી આપે, તો મને લાગે છે કે, મારી પૂંછડી હું રાતે ઊંઘતી વખતે પણ હલાવવાનું બંધ ન કરું. અહા, મને એટલે બધો આનંદ થાય ! ” મોટાભાઈ, તમને ખરેખર એટલી બધી ઇંતેજારી હોય—” “અરે કેપ્ટન જિસ, મને એટલી બધી ઈંતેજારી છે કે, હું તપાવેલા લેખંડ ઉપર બેસીને કે સળગતા અંગારા ઉપર બેસીને કે ઊકળતા સીસા ઉપર કે ગરમાગરમ લાખ ઉપર બેસીને તે બાબતના સોગંદ ખાવા તૈયાર છું.” અને મિટ્રસ એ પદાર્થોમાં કઈ એ ઓરડામાં આસપાસ તૈયાર છે કે નહિ તે જોવા માટે ત્યાં ને ત્યાં ચારે ખૂણે ફરી વળ્યા. કેપ્ટને હવે સીધી વાત સંભળાવી દીધી -- જુઓ દીકરા, તમારી એ સ્થિતિ જ હોય, તો તમારા ઉપર દયા લાવવા જેવી પરિસ્થિતિ છે, એ હું કબૂલ કરું છું. પરંતુ તમારી આ વસ્તુમાં હું તમારી સાથે ભાગીદાર બની શકતો નથી; કારણ કે, એ જુવાન બાનુનું નામ મારે મોઢે વારંવાર લીધા કરવાથી મેં તેને કેટલું નુકસાન પહોંચાડયું છે, તે હું કલ્પનામાં પણ લાવી શકતો નથી. તેથી જે તમારે મને મળવા આવવું હોય, તો તમારે એ નામ આ મકાનમાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ડોમ્બી ઍન્ડ સન મારી સામે ન લેવું; એ શરત તમને મંજૂર હાય તે! તમે અહીં મને મળવા આવી શકે! છે.” કૅપ્ટન જિલ્સ, મને માફ કરો, કાઈ કાઈ વાર તમારી વાત મને સમજાતી નથી. મિસ ડેમ્નીનું નામ ન દેવું એ મારે માટે બહુ મુશ્કેલ વાત છે. અહીં મારા હૃદય ઉપર એને એટલે મેટ ભાર દિવસ અને રાત રહે છે કે, જાણે ત્યાં કાઈ ચડી બેઠું હાય, એમ જ મને લાગે છે.” જુએ દીકરા, મારી એ શરતા છે; અને તમને મંજૂર ન હેાય, તે તમે અહીંથી તમારું વહાણુ લંગર ઉપાડીને હંકારી જઈ શકે છે.” કૅપ્ટન જિલ્સ, હું અહીં પહેલ પ્રથમ આવ્યા, ત્યારે તમે મને જે વાત કરી હતી, તે ઉપરથી હું કહી શકું છું કે, તમારી સેાબતમાં મિસ ડામ્બીને! વિચાર કરવાનું પણુ, બીજા કાઈ સાથે એ વિષે વાતચીત કરવા કરતાં મને વધુ ગમશે. એટલે હું તમારી આગળ એમને વિષે વાતો ન કરવા બંધાઉં છું; માત્ર વાર કરીશ.” દીકરા, વિચાર તે। પવન જેવા છે, એમને વિષે કાઈ કંઈ મનાઈ ન કરી ન શકે. પણ શબ્દો વિષે તે આપણી વચ્ચે કરાર થયા એમ ગણી જ લેવાનું ને ?” Page #328 -------------------------------------------------------------------------- ________________ २४३ કંટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમે ૨૯૩ કેપ્ટન, તમારે મારાં કબૂતર જોઈએ છે, સાહેબ ?” ના, બેટા.” “કારણ કે, મારાં કબૂતર મારે કાઢી નાંખવાં છે.” કેમ, કેમ ?” કારણ કે, હું જાઉં છું.” કયાં જાય છે ?” તમને શું ખબર નથી કે, હું તમારી નોકરી છોડીને જાઉં છું ? હું તો માનતો હતો કે, તમને ખબર હશે; પણ તમને ચેતવણી આપવી જોઈએ એમ માનીને જ કહું છું કે, કાલ સવાર સુધીમાં જેમ બને તેમ જલદી તમે નવો માણસ શોધી લેશે, તે આભાર થશે.” એમ? તું તારા જહાજનો વાવટે છોડીને ચાલ્યો જવા માગે છે?” કૅપ્ટન કટલે આંખે ફાડીને કહ્યું. , વાહ! તમે કોઈ પણ કાયદેસર નોટિસ આપીને છૂટો થવા ઇચ્છતો હોય, તેય તેની સામે આંખો કાઢવાના અને ઘુરકિયાં કરવાના, ખરું ? હું નોકર હોઉં, અને તમે શેઠ હો, તેથી તમને એમ ઘુરકિયાં કરવાનો અધિકાર મળી જાય છે? મેં તમારે શું ગુને કર્યો છે તેનું નામ પાડશો? કાયદેસર નોટિસ આપવાને મારો હક છે, ગુનો નહિ, સાહેબ. મેં શું કંઈ તમારી મિલકત ચોરી છે, કે તમારા ઘરને આગ લગાડી છે કે શું કર્યું છે ? કશું કર્યું હોય તો નામ પાડાને. હું તમારે નોકર હોઉં ને મારી નોકરી મેં વફાદારીથી બજાવી હેય, અને પછી મને તમારી નોકરી કરવી ફાયદાકારક ન લાગે, તે માટે તેને હું કાયદેસર છેડી દેવા ચાહું, એ કંઈ મારો ગુનો થઈ ગયો ? વફાદારીથી નોકરી બજાવવાનું આ જ પરિણામ ? આમ જ લોકોને બગાડી મૂકવામાં આવે છે, અને તેમને ખોટે માર્ગે જવાની ફરજ પાડવામાં આવે છે. કેપ્ટન, મને તમારી વર્તણૂકથી આશ્ચર્ય થાય છે. હું આભો થઈ ગયો છું, સાહેબ.” Page #329 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન એટલે કે, તને નવી નેાકરી મળી ગઈ છે, એમ તે ? ’’ “ હા, હા; અહીં કરતાં વધુ સારી નેકરી મળી ગઈ છે. પશુ શું એ કંઈ ગુને છે, કૅપ્ટન ? તમે શું કહેવા માગે! છે ? મારે તમારી પાસે ભલામણપત્રની જરૂર નહિ પડે, એટલું વળી મારું સદ્ભાગ્ય ! નહિ તે, તમે તે! હું ગરીબ છું અને તમારી નોકરી કરવા આવ્યે! હતે! તે માટે જ, મારા ઉપર – મારા નામ ઉપર – મારી ઇજ્જત ઉપર - કેટલાય કદવ ઉરાડત. તમને તેાકર મળે તે પહેલાં એકદમ ચાલ્યા જવાની મારી મરજી ન હોવાથી જ હું અહીં હજુ ઊભે! રહ્યો છું; નહિ તે તમારાં ઘુરકિયાં ખાવા અહીં એક અર્ધી િિનટ પણ રહ્યો ન હેાત, સમજ્યા ?” ૨૯૪ ' “ જો દીકરા, સાવધાન ! મતે આ બધા શબ્દો ચૂકવવાની જરૂર નથી.” * “તે! પછી તમે પણ વધુ શબ્દ ન ચૂકવશે. મારી ઇજ્જત તમે લઈ લે, તેના કરતાં તે મારું લેહી તમે કાઢી લે, એ હું વધુ પસંદ કરું.” “તેં દારડાને છેડે નામતી ચીજ તે સાંભળી જ હશે, ખરુંને દીકરા ? ’’ rr ના, કૅપ્ટન, મને એવી ચીજતેા કરશે! પરિચય નથી.” '' તા પછી થોડા વખતમાં જ તને એ ચીજને નિકટના પરિચય થઈ જશે, એવાં એંધાણ મને ચાખ્ખાં દેખાય છે. એટલે હવે તું અબઘડી જઈ શકે છે.’” હું તે। અબઘડી જવા તૈયાર છું, પણ પછી મારા દોષ ન કાઢશે કે હું એકદમ ચાલ્યેા ગયા, – કે તમને મુશ્કેલીમાં મૂકીને ચાલ્યા ગયા. તમે મને તમારી રાજીખુશીથી જવા દે છે અને હું માની લઉં છું કે મારા પગાર તમે વૈકી નહિ રાખેા.” પેાતાને પરચૂરણને તરત જ કૅપ્ટને પગાર ગણી આપ્યા. મે ઉતારી, તેના Page #330 -------------------------------------------------------------------------- ________________ કંટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમી રહ્યું પેલાએ રૂમાલમાં એ બધાની તફાવાર ગાંઠે વાળી લઈ પછી લટક-સલામ કરી કેપ્ટનને આશ્વાસનની રીતે કહ્યું, “હું તમારા ઉપર કશે જુદો ભાવ રાખ્યા વિના કે બેટું લગાડયા વિના જાઉં છું, એની ખાતરી રાખજો.” રેબ ગ્રાઈન્ડરના ચાલ્યા ગયા પછી કેપ્ટન કટલ છાપું વાંચવા બેઠા, પણ તેમને છાપામાં કશો અક્ષર દેખાવાને બદલે આખા બ જ દેખાયા કર્યો. આજે હવે તે પહેલી વાર ખરેખર એકલા પડયા હતા. મૅનેજર – કાર્કરના જાસૂસ તરીકે જ રેબ અહીં રહ્યો હોવા છતાં, કેપ્ટન તેની સબતમાં આ દુકાન-ઘરમાં નિરાંતે રહેતા હતા. - અલબત્ત, સાંજ પડયે લીડનહેલ માર્કેટમાં જઈ તેમણે એક ચોકીદાર સાથે રેજ સવારના અને સાંજે આવી દુકાન ઉઘાડવાની અને બંધ કરવાની ગોઠવણ કરી લીધી. ઉપરાંત હોટલમાં જઈ ભાણું રાજ કરતાં અડધું મેકલવાનું પણ કહી દીધું. જોકે, હવે તેમને મિસિસ મેકસ્ટિંજર દુકાનમાં ધસી આવે તે સામે સંરક્ષણાત્મક પગલાં વધુ જલદ બનાવવાની જરૂર લાગી. વળી આખા ઘરમાં એકલા તેમને પિતાને અવાજ જ તેમને કાને વિચિત્ર જે સંભળાવા લાગ્યો. છતાં, ધીમે ધીમે તેમને રોજિંદા વ્યવહાર ગોસ્વાઈ ગયો, અને તે પાછી સ્વસ્થ થવા લાગ્યા. આ અરસામાં પોતાના મિત્ર સેલ જિસનું પાકિટ ઉઘાડવાની વરસની મુદત પૂરી થઈ. પહેલાં તો એ પાકિટ લાવનાર રેબ ગ્રાઇન્ડરની રૂબરૂ જ એ પાકિટ ઉઘાડવાનો તેમનો વિચાર હતો. પણ તે તો હવે રહ્યો નહીં. એટલે એ પાકિટ ખોલવાનું મહત્ત્વનું કામ તેમણે પોતાના ત્રિકાળજ્ઞ મિત્ર કેપ્ટન જોન બંઝબીની રૂબરૂ કરવાનું નક્કી કર્યું. અને એ પ્રમાણે તેમને ટપાલ-પત્ર લખી વહેલામાં વહેલી તકે પોતાને નવે સરનામે સાંજના વખતે મુલાકાત આપવા કેપ્ટન કટલે વિનંતી કરી. જોકે, પોતાનું નવું ઠેકાણું ગુપ્ત રાખવા તેમને ખાસ આગ્રહ પણ કર્યો. Page #331 -------------------------------------------------------------------------- ________________ २८६ ડી એન્ડ સન બંઝબી જેવા ભવિષ્ય ઋષિઓ ફુરણું થાય ત્યારે જ કશી હિલચાલ કરે. એટલે દરિયાઈ મુસાફરીએથી પાછા આવ્યા બાદ દારૂના પ્યાલાઓની ભરમાર વચ્ચે જ્યારે તેમને કેપ્ટન કટલના પત્રની યાદ આવી, ત્યારે પોતાના નોકર મારફતે તેમણે કહાવી મોકલ્યું કે, તે પોતે આજે સાંજના આવશે. કેપ્ટન કટલે તેમના આગમન માટે બધી તૈયારીઓ કરી રાખી. પછી જ્યારે તે દૂરની દુનિયાની કોઈ વસ્તુ જ એકસાઈથી નિહાળી રહ્યા હોય તેવી સ્થિતિમાં આવી પહોંચ્યા, ત્યારે કેપ્ટન કટલે તેમનું હાર્દિક સ્વાગત કરી, શા માટે તેમને બોલાવ્યા છે એ વાત ટૂંકમાં જણાવી. પણ પોતે તેમને બેલાવવાનો આગ્રહ શા માટે રાખ્યો તે જણાવતાં આગળ ઉમેર્યું કે, “આ જ મકાનમાં પહેલાં મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં હીરા જેવો ચળકતો જે અભિપ્રાય તમે આપ્યો હતો, તે શબ્દશઃ ખરે પડ્યો છે.” (પૃ. ૧૮૪.) બંઝબીએ કેપ્ટન કટલની એ શ્રદ્ધાંજલિના જવાબમાં ગૂઢ ભાષામાં જણાવ્યું, “કેમ પણ? શા માટે ? એમ કેમ ન હોય ? તેથી કરીને.” કેપ્ટન કટલે હવે બંઝબીની રજા માગીને પિલું પાકિટ ખેલ્યું. તેમાંથી બે કાગળો નીકળ્યા. એક ઉપર લખ્યું હતું: “સોમન જિલસનું છેવટનું વિલ અને વસિયતનામું.” અને બીજા ઉપર લખ્યું હતું : “નેડ કટલ માટે.” બંઝબી દરિયા પાર આવેલા ગ્રીનલેન્ડના કિનારા ઉપર આંખે. માંડીને રેડ કટલ ઉપરના કાગળનું વાચન સાંભળવા લાગ્યા. વહાલા કટલ, મારા વહાલા દીકરાના સમાચાર મેળવવા માટે હું વેસ્ટ ઈન્ડિઝ જવા ઊપડી જાઉં . તમારાથી આ વાત ગુપ્ત રાખી હતી તેનું કારણ એ હતું કે, કાં તો તમે મને મારો એ પ્રવાસ બંધ રખાવવા પ્રયત્ન કરે, અથવા મારી સાથે આવવા તૈયાર થાઓ. તમે આ કાગળ વાંચવા પામશો ત્યારે કદાચ હું મરણ પામ્યો હોઈશ; એટલે તમે મારા આ સાહસને વધુ સહેલાઈથી માફ કરી શકશે. Page #332 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન ઍડવર્ડ ટેલનાં વધુ પરાક્રમે ૨૯૦ મને એવી જરાય આશા નથી કે, મારા બિચારા દીકરા આ શબ્દો કદીય વાંચવા પામશે કે, પેાતાના ખુશનુમા ચહેરાથી તમારી આંખાને ફરીથી આનંદિત કરી શકશે.” 22 કૅપ્ટન કટલે નિસાસે નાખીને અંઝી તરફ જોઈને કહ્યું,. “નારે ના; એ બિચારે! તે। કયારને દરિયાને તળિયે ચિરનિદ્રામાં પેાદી ગયા પશુ અંખીએ તે! પેાતાની હીરા જેવી ચળકતી વાણી હમણાં ન વાપરવાનું નક્કી કર્યું. હેાય તેમ, તે ગ્રીનલૅન્ડના કિનારા તરફ જ તાકી રહ્યા. કૅપ્ટન કટલે હવે કાગળ આગળ વાંચવા માંડયો પણ જો આ કાગળ તમે ઉઘાડે!, ત્યારે વોલ્ટર પાસે હાય, અથવા પછીથી ખીજે કાઈ સમયે તે આ કાગળ વાંચવા પામે, તે તેને નારા આશીર્વાદ છે. જોડેના કાગળમાં કરેલું લખાણ કાયદેસર કરેલું ન લાગે, તે પણ તે તમારે અને વોલ્ટર માટે જ છે; એટલે મારી ઇચ્છા જ તેમાં વ્યક્ત કરી રાખી છે કે, જો તે તે હેાય, તા, ñ મારી દુકાનતી જે કંઈ મિલકત હાય તે મળે; અને મ ન હેાય તે! તમને મળે. મારી આ ઇચ્છા પૂરી થાય એવા પ્રયત્ન તમે જરૂર કરજો નેટ. ભગવાન તમારું ભલું કરે. અત્યાર સુધી તમે મારા પ્રત્યે જે મિત્રાચારી દાખવી છે, તે અદ્લ પણ તમને મારી અંતરની આશિષ છે. · સૉજોમન નિલ્સ.” -- << કૅપ્ટન કટલે હવે બંઝખીને પૂછ્યું, “ ખેલે, ખંઝમી, તમે આને શે! અર્થ કરે છે ? નાનપણથી મેાટા થતા સુધીમાં તમારું માથું કેટલીય વાર ફૂટયું છે, અને દરેક ફાટ વખતે નવું નવું જ્ઞાન જ અંદર પેડુ છે. તે! તમે આને શે। અર્થ કરા છે, તે મને કહે જો’ “ જો એમ હાય, અને તે મરી ગયા હેાય, તે તે કારણે, મારા અભિપ્રાય એવા થાય છે કે, તે હવે પાછા નહિ જ આવે. પણ જો એમ હાય, અને તે જીવતે હાય, તે મારા અભિપ્રાય એવા થાય છે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ - ડેબી એન્ડ સન કે, તે પાછો આવશે. મેં શું કહ્યું, તે પાછો આવશે જ ? ના. શા માટે નહિ? તો મારા અભિપ્રાયની સચ્ચાઈ તેને અમલમાં મૂકવાથી જણાશે.” કેપ્ટન કટલને તો પોતાના માનનીય મિત્રનું કથન જેટલે અંશે ન સમજાય એવું હોય, તેટલા પ્રમાણમાં જ મૂલ્યવાન લાગતું. એટલે તે બેલ્યા, “દોસ્ત, આ જે વિલ છે અને વસિયતનામું છે, તે તે ઉઘાડવા માગતો જ નથી. તથા આ મિલકતને કાયદેસર કબજે પણ અબઘડી લેવા માગતો નથી. કારણ કે, આ મિલકતનો ખરે હકદાર સેલ જિલ્સ હજુ જીવે છે અને તે જરૂર પાછો આવશે. જોકે, તે જીવતો હોય છતાં અત્યાર સુધી તેણે એક પણ કાગળ મને નથી લખે, એ વાત જરા વિચિત્ર લાગે છે ખરી. તો પણ આ કાગળ, તમારી રૂબરૂ આજે મેં ખોલ્યા હતા, એવી ઉપર નોંધ સાથે હું પાછા સીલ કરી દઉં છું, એ બાબતમાં તમારે શું મત છે ?” બંઝબીને ગ્રીનલેન્ડના કિનારા ઉપર કે બીજે ક્યાંય આ પ્રસ્તાવ સામે વાંધો લેવા જેવું કશું ન દેખાયું, એટલે તેમણે એ પ્રસ્તાવ મંજૂર રાખ્યો. કેપ્ટન કટલે પછી એ પ્રમાણે નોંધ તથા સહી-દકત કરી, એ કાગળો તિજોરીમાં પાછા મૂકી દીધા. અને પછી મિત્ર બંઝબીને પોતાને માટે આટલે બધે પરિશ્રમ લીધા પછી વધુ એક પ્યાલાને તથા વધુ એક ચુંગીને ન્યાય આપવા વિનંતી કરી. પરંતુ એ ક્ષણે એક ઉલ્કાપાત થયો, જેનું પરિણામ કેપ્ટન બંઝબી પાસે ન હોત, તો કેપ્ટન કટલ માટે કેવું આવત, તેની કશી જ કલ્પના કઈ કરી શકે તેમ નથી. વાત એમ છે કે, કેપ્ટન બંઝબીને બારણું ઉઘાડી મકાનમાં દાખલ કરતી વખતે, કેપ્ટન કટલ બારણુને અંદરથી બંધ કરવાનું ચૂકી ગયા હતા. એટલે એ બારણમાં થઈને મિસિસ મેકસ્ટિંજર પિતાનાં છોકરાંની લંગાર સાથે એકદમ અંદર ધસી આવ્યાં,– કેપ્ટન કટલનાં મકાનમાલિકણ સ્તો. તેમનાં છોકરાએ આવતાંની Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ કેપ્ટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમે સાથે કેપ્ટન કટલને પગ, તથા કોટના છેડા વગેરેથી એકદમ પકડીને જકડી લીધા, અને મિસિસ મેકસ્ટિંજરે એ બંદીવાન હતભાગી માણસના માથા ઉપર તરત ઠેક પાડવા માંડયા – હે, કેપને કટલ, કેપન કટલ, મારા મેં સામું તમે જુઓ છે ને છતાં ભેંય ફાડીને અંદર પેસી જતા નથી ? શરમ છે તમને ! હું કેવી મૂરખ અબળા કે મેં વિશ્વાસ રાખી તમને મારા છાપરા તળે સંઘર્યા. મેં તમારા ઉપર કેવા કેવા ઉપકાર અને ફાયદા વરસાવ્યા કર્યા હતા – તમારા મહિનાના બિલમાં જરાય વધારો કર્યા વિના – અરે, મારાં બધા છોકરાને તમારા ઉપર સગા બાપ જેવો જ પ્રેમભાવ રાખવાનું મેં શીખવ્યું હતું – અને આસપાસનાં બધાં પાડપાડોશી જાણે છે કે, મને કેટલું બધું આર્થિક નુકસાન દરેક મહિને જતું હતું -– પણ એ બધાને આ બદલો? હાય, અને એ કાયર માણસ નાસી ગયો પણ ચોરીછૂપીથી ! લયાનત છે - નફરત છે એ પુરુષ કહેવાતા ઉપર ! એક બાઈ માણસને સામે એ વાત કરવાની હિંમત બતાવી હોત, તો તે કંઈક પાણી બતાવ્યું કહેવાત. પણ મને તમે ઓળખતા નથી! અરે આ મારો ટચૂકડો છોકરે પણ છાનોમાનો નાસી જાય, તો હું એને છેક વેલ્સમાંથી પણ શેધી કાઢ્યા વગર ન રહું. તો પછી તમારા જે ફૂલેલે સઢ મારાથી કેટલો વખત છુપાઈ રહેવાના હતા ? પણ મારી કેવી વલે તમે કરી મૂકી? મારી ઊંઘ કયાં ગઈ? મારા હોસકેસ ક્યાં ચાલ્યા ગયા ? પણ ખરી રીતે તો મારું ભાન જ ક્યાં દેવાઈ ગયું કે, તમારા જેવા ભાગેડુ માટે હું આખા શહેરમાં ગાંડીની પેઠે આમથી તેમ અને તેમાંથી આમ દોડયા કરતી. આવા નફફટ, નકટા માણસ માટે, હે ? પણ હવે હું એ જાણવા માગું છું કે, તમે ઘેર પાછા ફરે છે કે નહિ ?” કેપ્ટન કટલ બિચારા બધી રીતની લાચારી જોઈને પોતાના ટોપા સામું જ જોઈ રહ્યા –- જાણે અબઘડી ઉપાડીને માથે મૂકી મિસિસ બૅકટિંજરની સાથે સાથે જવા માંડશે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન મિસિસ મેકસ્ટિજરે પિતાને અવાજ મોટો કરીને ફરીથી પૂછયું, “હું જાણવા માગું છું, કેપ્ટન કટલ, કે તમે ઘેર આવવા માગે છે કે નહિ ?” પણ એટલામાં બંઝબીએ જ હળવે અવાજે કહ્યું, “લાડકી ભ, થંભ !” અને તમે મહીંશય કર્યું હશે વારુ? તમે શું કદી મારા મકાનમાં રહી ગયા છો ? મારી યાદદાસ્ત ગમે તેટલી ખરાબ થઈ હશે, પણ મારી પોતાની બાબતમાં કદી મને દગો દેતી નથી. અલબત્ત, મારી પહેલાં એ મકાનમાં મિસિસ જોલસન રહેતી હતી, અને તમે કદાચ તેને ભાડવાત હશે, અને મને ભૂલથી એ માની લીધી હશે; નહીં તો તમારે આવી રીતે મારી સાથે બેસવાની શી જરૂર ?” “ભ ભ, મારી લાડકી; ચાલ, આમ આવ જોઉં!” કેપ્ટન કટલ પોતે જાગતા છે કે ઊંઘમાં, એ જ નક્કી ન કરી શક્યા. પણ તેમણે બંઝબીને મિસિસ મેકટિંજરની પાસે જઈ પોતાને હાથ તેની કમરે વીંટાળી દેતા જોયા; અને પેલી પણ તરત મણ ઓગળે તેમ ઓગળી ગઈ અને એકદમ રોધાર આંસુએ રડી પડી. પછી તો બંઝબી અંદરથી એક પ્યાલો તેને માટે ભરી લાવ્યા, અને પછી એક સળગતી મીણબત્તી હાથમાં લઈને કેપ્ટન કટલને સંબોધીને બેલ્યા, “હું ઘેર મૂકવા જાઉં છું.” અને જાદુ કર્યો હોય તેમ તરત જ આખું લંગર ગુપચુપ દુકાનની બહાર વિદાય થઈ ગયું. કેપ્ટન કટલ માંડ પોતાને પરચૂરણનો ડળે ઉતારી, તેમાંથી થોડા સિક્કો લઈ, પિતાનાં માનીતાં બે છોકરાંના • હાથમાં આપી શક્યા. બધાં ચાલ્યાં ગયાં, છતાં કેપ્ટન કટલના મનનો ભય દૂર ન થયો. તેમને એમ જ ભણકારા વાગ્યા કરતા કે, મિસિસ મૅકટિંજર હમણું બંઝબી ઉપર સીધો હુમલે કરી, તેમને રસ્તા ઉપર તોડી પાડી, Page #336 -------------------------------------------------------------------------- ________________ કાતાના તર પાતાની આવવાની અન્ય હાર કેપ્ટન ઍડવર્ડ કટલના વધુ પરાક્રમે ફરીથી બમણું જોરથી પોતાની ઉપર હુમલો કરવા દોડી આવશે. અથવા બંઝબી સાથે પિતાને ઘેર ગુપચુપ ચાલી ગયા બાદ, તેને એકાદ એરડામાં ભરમાવીને દાખલ કરી દઈ, બહારથી બારણું બંધ કરી, પોતાની તરફ પાછી આવશે. અથવા મિસિસ મૅકટિંજર ડે દૂર ગયા બાદ પાછી પોતાની તરફ આવવા નીકળી હશે, ત્યારે બંઝબીએ તેને ટૂંક રસ્તે અહીં લઈ આવવાની લાલચ આપી, જુદે દુરને માર્ગે ચડાવી દીધી હશે. એ બધું ગમે તે બન્યું હશે, પણ મિસિસ બૅકટિંજરે હવે પોતાનું સરનામું બરાબર મેળવ્યું હોઈ તે પિતાને પીછો પકડયા વિના રહેવાની નથી, એ વાત નક્કી ! છતાં મોડી રાત સુધી બંઝબી કે મિસિસ મેકસ્ટિંજર કોઈ પાછું ન આવ્યું, એટલે કેપ્ટન કટલે બીજે દિવસે શું થાય છે, એ જોવું રહ્યું” એવા વિચાર સાથે સૂવાની તૈયારી કરી. તે જ ઘડીએ દુકાનના બારણું બહાર એક ગાડી આવીને ઊભી રહ્યાનો અવાજ આવ્યો. કેપ્ટન કટલે માની જ લીધું કે, મિસિસ મેકસ્ટિંજરે નહીં જ માન્યું હોય એટલે તેને ઘોડાગાડીમાં બેસાડીને પાછી અહીં લાવવામાં આવી હશે. પણ ના! માત્ર બંઝબી જ આવ્યા હતા, અને તેમની સાથે કેપ્ટન કટલે મિસિસ મૅકટિંજરને ત્યાંથી કદી કાઢી નહિ જવાય એમ માનીને પાછળ મૂકેલે પટારો હતો ! કેપ્ટન કટલથી બંઝબી સાથે કશી વિશેષ પૂછપરછ થઈ શકે તેમ ન હતું —- કારણ કે તે ખૂબ પીને સાતમે આસમાને પહોંચી ગયા હતા. તેમણે માત્ર એટલું જ પૂછયું, “કટલ, આ તારી વાત છે ને ?” કેપ્ટન કટલે હા પાડી. અને આભાર માનવા બંઝબીને હાથ તે પકડવા જાય, તે પહેલાં તો બંઝબી તેને હાથ આમળીને છૂટા થઈ બહાર જ નાઠા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०२ ડેબી ઍન્ડ સન પણ આ આખા પ્રસંગની ફલશ્રુતિ એ આવી કે, બંઝબીએ ભાખેલા ભવિષ્ય ઉપરથી, કેપ્ટન કટલને, સલેમન જિન્સ જીવતો છે, અને તે જરૂર પાછો આવશે, એવી ખાતરી થઈ ગઈ અને કેટલીય વખત પોતાના મનમાં પોતાનો મિત્ર “આજે જરૂર આવશે જ' એવો આભાસ થાય, ત્યારે તે હોટલમાં જઈ તેને માટે વધારાના ભાણુને ઓર્ડર પણ સેંધાવી આવતા. ૩૯ કૌટુંબિક સંબંધ મિ. બી. જેવા માણસોના અભિમાનનું ઠંડું કઠણ કેટલું, તેની સામે તુમાખીભરી અવજ્ઞા અને સંઘર્ષના ઠોક પડે તોપણ સહેજે ઢીલું કે નરમ ન થાય. ઊલટું, એવા માણસોના સ્વભાવની કમનસીબી જ એ હોય છે કે, તેઓ તેમના પ્રત્યે બતાવાતાં આદર અને નમ્રતાથી જેમ માને છે, તેમ જ તેમના એ હક-અધિકાર સામે બતાવાતા વિરોધ અને કરાતા પડકારથી ઊલટા વધુ ભભૂકી ઊઠે છે. તેમની પ્રથમ પત્નીએ તો પરણ્યાના દિવસથી માંડીને મરવાના દિવસ સુધી, તેમના એ હક-દાવાને ગુપચુપ માથે જ ચડાવ્યા કર્યો હતો. પોતાની બીજી પત્નીની તુમાખી અને તેનું અતડાપણું પોતાના ગૌરવમાં જ વધારો કરનાર બનશે, એવી તેમની માન્યતા હતી. એ બધું તેમની સામે ટેકવવામાં આવશે, એવી તો તેમને કલ્પના જ ક્યાંથી હોય? એટલે હવે જ્યારે ડગલે ને પગલે – દરેક તબક્કે તે વસ્તુ તેમની સામે આવીને ઊભી રહેવા લાગી, ત્યારે તેમનું અભિમાન જરા દીલું થવાને બદલે કે કંઈક ચિમળાવાને બદલે, નવા નવા ફણગાઓ રૂપે ઊલટું પાંગરી ઊઠયું. ખાસ તો ફલેરન્સ ઉપર તેમને ઉકળાટ વધી ગયો : એ છોકરી પ્રથમ તેમના પુત્રનો કબજો લઈ બેઠી હતી, અને હવે તેમની નવી Page #338 -------------------------------------------------------------------------- ________________ કૌટુંબિક સંબંધ પત્નીને પણ લઈ બેઠી છે. ઉપરાંત, પિતે પિતાનાં મબલક સાધનોથી એડિશને જે પ્રેમ સંપાદન નથી કરી શકતા, તે એ છોકરી પોતાના એકાદ શબ્દથી કરી શકે છે. અને પોતે તે છોકરી તરફ જરાય પ્રેમ કે મમતા બતાવ્યાં નથી કે, તેના તરફ લક્ષ પણ આપ્યું નથી, તેમ છતાં તે છોકરી તે કશાની મદદ વિના ઊલટી વધુ ફૂલતી ફાલતી જાય છે –– વધુ સુંદર બનતી જાય છે! મધુરજનીના પ્રવાસમાંથી પાછા ફર્યાની પહેલી રાતે તેને ફૉરન્સ પ્રથમ વાર સુંદર દેખાઈ હતી. તેની સુંદરતા મીઠી હતી – મધુર હતી. ફરન્સનું એ બધું આંતર-બાહ્ય સૌંદર્ય અને મધુરતા મિત્ર ડોમ્બીની જ મિલકત હતી, અને મિત્ર બીએ ખરી રીતે એ સંપત્તિના માલિક હેવા બદલ આનંદ અને ગૌરવ અનુભવવાં જોઈતાં હતાં. તેને બદલે તે કમનસીબ માણસ એમ જ માનવા લાગ્યો કે, ફરન્સ એ બધું પોતાની સામે વાપરી રહી છે– પહેલાં તે પિતાના પુત્રને ખેંચી ગઈ અને હવે પોતાની નવી પત્નીને પોતાનાથી અળગી પાડી રહી છે. મિ. ડોબીએ એડિથની તથા ફલેરન્સની સાન ઠેકાણે લાવવાનો. દઢ નિશ્ચય કર્યો. એક વખત એડિથ મોડી રાતે ઘેર પાછી આવી, ત્યારે મિ. ડોમ્બી તેના કમરામાં જઈ ચડયા. “મિસિસ ડેબી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે.” “ કાલે કરજે,” પેલીએ જવાબ આપ્યો. વર્તમાનકાળ જેવો બીજો કોઈ કાળ નથી, મેડમ, અને તમે તમારું સ્થાન ભૂલીને વાત કરતાં લાગે છે; મને મારો સમય પોતે. જ પસંદ કરવાની ટેવ છે; બીજું કાઈ મારે સમય નકકી કરી આપે. એવી નહિ. હું કોણ છું અને શું છું, તે તમે ભાગ્યે જ સમજતાં. હે, એમ લાગે છે, મિસિસ ડોમ્બી.” Page #339 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન << હું તમને ખરાબર સમજું છું, એમ હું માનું છું.' આટલું કહી, તેણે તરત પેાતાની આંખેા બાજુએ ફેરવી લીધી. ** ૩૦૪ મિસિસ ડામ્બી, આપણે કંઈક સમજૂતી ઉપર આવીએ એ બહુ જરૂરી છે; તમારી વર્તણૂક મને હરિગજ પસંદ આવતી નથી, મૅડમ. "> એડિથે જવાબમાં મિ॰ ડેામ્બી તરફ એવી નજર નાખી, અને તરત ફેરવી લીધી કે, એક કલાક સુધી તેણે જવાબ આપ્યા હેત, તેપણ એવા જવાબ મિ॰ ડામ્બીને ન મળી શકયો હત. “ મિસિસ ડામ્બી, હું ફરીથી કહું છું કે, તમારું વર્તન મને જરાય ગમતું નથી. એ સુધારી લેવામાં આવે એવી વિનંતી મેં અત્યાર અગાઉ કયારની કરેલી છે. અને હવે તે! હું એ બાબતને આગ્રહ કરું છું.” 66 ‘તમે આગ્રહ કરી છે!, મને? "" ** હા મૅડમ; મેં તમને મારાં પત્ની બનાવ્યાં છે અને તમે મારું નામ ધારણ કરે છે. તમે મારી પ્રતિષ્ઠા અને મારી આબરૂ સાથે સંકળાયેલાં છે. એ સંબધથી તમને સારી પેઠે પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી સામાન્ય રીતે દુનિયા માને છે, એમ હું મારે મેએ કહેવા માગતા નથી. હું તે। એટલું જ કહેવા માગું છું કે, મારાં સબંધીએ અને મારાં આશ્રિતા પ્રત્યે મને ગાઢ બતાવવાની જ ટેવ છે. '' અને તમે મને એ એમાંથી શું ગણે છે, વારુ? (( ,, “ મારી પત્ની મારી સંબધી તેમ જ આશ્રિત વને કહેવાય, એમ જ હું કદાચ માની લઉં, મિસિસ ડેામ્મી. ’ "" એડિથે તેની ઉપર પેાતાની સ્થિર નજર ટેકવી દીધી, અને પેાતાના કંપતા હેાઠ પણ સ્થિર કરી દીધા. તેની છાતી ઊછળવા લાગી અને તેને ચહેરા લાલ લાલ થઈ જઈને પછી તદ્ન સફેદ થઈ ગયા. આ બધું મિ॰ ડામ્બી અલબત્ત જોઈ શકા; પરંતુ એડિથના હૃદયમાં તે વખતે પણ જે એક શબ્દ ગાજી-ગજીને તેને Page #340 -------------------------------------------------------------------------- ________________ કૌટુંબિક સંબંધો ૩૦૫ પરાણે ચૂપ રાખી રહ્યો તે, એ શી રીતે સાંભળી શકે? એ શબ્દ હતા ફ્લોરન્સ. પણ એ મૂરખ એમ જ સમજી બેઠે કે, તે તેનાથી ડધાઈ ગઈ છે. વવાદ્ ગઈ છે! એટલે તેણે દબાણ ચાલુ રાખવા આગળ ―― ચલાવ્યું વળી, મૅડમ, તમે ઘણાં ખર્ચાળ છે. ઉડાઉ જ છે. તમે એવા સંબધે! ખીલવવા પાછળ અઢળક ધન ખર્યાં છે, જે સબધા મારે માટે તદ્દન નિરુપયેગી છે. મારે એ બાબતમાં પણુ જલદી પૂરેપૂરા સુધારા થયેલે જોવે છે. નસીબે તમારા હાથમાં જે વિપુલતા મૂકી દીધી છે, તેથી શરૂઆતમાં સ્ત્રીએ સામાન્ય રીતે બીજે છેડે જઈને બેસે, એ હું સમજું છું; પણ મિસિસ ગ્રૅંગર તરીકેના તમારે અનુભવ મિસિસ ડામ્બી તરીકે તમને સારી શીખ દેશે એવી હું અપેક્ષા રાખું છું.” એડિથના કાનમાં ફ્લૉરન્સ જ હજી ભારપૂર્વક કંઈક કહી રહી હતી. tr --- હરહંમેશ પોતાના પ્રત્યે અવના દાખવતી આ સ્ત્રીને જરા ઢીલી પડેલો જોઈ, તેને તદ્ન નરમ બનાવી દેવાની આ તક જવા દેવી મિ॰ ડામ્બીતે ઠીક ન લાગી. તેમણે ઉપરાઉપરી સપાટા લગાવવા માંડયા - “તમારે મૅડમ સ્પષ્ટ સમજી રાખવાનું છે કે, મારી પ્રત્યે તમારે આદરભાવ અને આજ્ઞાંકિતતા ધારણ કરવાનાં છે; એટલું જ નહિ એ જાતને દેખાવ અને કબૂલત દુનિયા સમક્ષ પ્રગટ રીતે થવા દેવાનાં છે. મને એવું જ જોવાની ટેવ છે; અને એ મારા હક છે, એમ હું માનું છું. ટૂંકમાં, મને એ જાતનાં આદરભાવ અને આજ્ઞાંકિતતા મળવાં ન જોઈએ. મેં તમને દુનિયામાં જે અગ્રિમ મેાભા ખઢ્યા છે, તેના બદલામાં હું તમારી પાસે એ માગું એમાં કાઈને કશી નવાઈ ન લાગવી જોઈ એ.’ 31.-20 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ડી એન્ડ સન એડિથ પાસેથી હજુ કશો જવાબ ન આવ્યો ! “તમારાં મા પાસેથી મને જાણવા મળ્યું છે કે, તેમને બ્રાઈટનનાં હવાપાણીની દાક્તરેએ સલાહ આપી છે. મારા મેનેજર મિ. કાર્કર ત્યાં જઈને એક ઘર રાખી આવ્યા છે. ત્યાંથી જ્યારે પાછી અહીં ફરવાનું થશે, ત્યારે આ ઘરની દેખરેખ અને વ્યવસ્થા માટે મેં ત્યાંથી મિસિસ પિપચિન નામનાં બાનુને અહીં લાવવાનું વિચાર્યું છે. પહેલાં એ બાનુને મારા કુટુંબમાં વિશ્વાસને કામે લેવામાં આવ્યાં હતાં. તે હવે આ ઘરમાં વ્યવસ્થાપકને હોદ્દો સંભાળશે. આવડા મોટા ઘર ઉપર એવું અનુભવી પીઢ કોઈક દેખરેખ રાખનાર હોવું જ જોઈએ.” મિ. કાર્કરનું નામ સાંભળતાં અચાનક એડિથ થેડુંક ચોંકી; પણ પાછી તરત જ એ તેની મૂળ અવજ્ઞા-મુદ્રામાં આવી ગઈ. પહેલાં પણ મિ. કાર્કર સમક્ષ મેં કંઈક વાત તમને કરી હતી, ત્યારે તમે તેમની હાજરીનો વાંધો ઉઠાવ્યો હતો; પણ હવે તમે એક વખત સાંભળી લે, મૅડમ, કે તમે જે તમારા રસ્તા નહિ સુધારો, અને મારી ઈચ્છાઓને અનુકૂળ નહિ થાઓ, તો મારે મારા એ વિશ્વાસુ માણસ મારફત જ મારો વિરોધ તમને પહોંચાડવો પડશે. જે બાનુને મેં આટલો મોભો બક્યો છે, તેની સમક્ષ હર હમેશ વાંધાવિધ રજૂ કરવાનું કે સુલક તકરારો કરવાનું મને પસંદ નથી.” મિ. ડખ્ખી હવે પોતાનો વિજય સંપૂર્ણ બનેલો જાણી, તરત ઊઠીને ઊભા થયા. હવે એડિથ ઉતાવળે એટલું બેલી – “થે, ભગવાનને ખાતર ! મારે તમને કંઈક કહેવું છે.” આટલું કહ્યા પછી પણ પિતાના અંતરમાં ચાલતી ભારે ગડભાંજને કારણે તે ઝટ કંઈ બેલી નહિ. પછી થોડી વારે તે બોલી – તમને મારી સાથે લગ્ન કરવા મેં કદી લોભાવ્યા છે ખરા ? તમને જીતવા માટે મેં કશી ચાલાકી વાપરી છે ખરી ? તમે જ્યારે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ કૌટુંબિક સંબંધ મારી પાછળ પડયા હતા, તે વખતે, લગ્ન બાદ હું છું તે કરતાં તમને વધારે મળતાવડી દેખાઈ હતી ખરી ? અત્યારે વર્તે છે તે કરતાં હું કદી તમારી સાથે જુદી રીતે વર્તી છું ?” “આવી ચર્ચામાં ઊતરવું તદ્દન નકામું છે, મેડમ.” તમે શું એમ માનીને મને પરણ્યા છો કે, હું તમને ચાહું છું ? હું તમને નથી ચાહતી એ જાણવાની પણ તમે દરકાર કરી છે ? તમે કદી મારા તુચ્છ હદયને જીતવા પ્રયત્ન કર્યો છે ? આપણે જે સોદો કર્યો, એમાં તમારે પક્ષે કે મારે પક્ષે કદી એ જાતનો ઢગ કરવામાં આવ્યો હતો ?” “આ બધા પ્રશ્નો તહ્ન અપ્રસ્તુત છે, મેડમ.” આટલું કહી મિડોમ્બી ચાલ્યા જતા હતા, તેમને રોકવા ઝટ એડિથ બારણુ વચ્ચે જઈને ઊભી રહી. તમારે એકેએક પ્રશ્નનો જવાબ મને આપવો પડશે. હવે તમે મને એ કહે કે, જે હું તમને ભક્તિભાવથી પ્રેમ કરતી હોત, તે તમે હમણું માગ્યું તેમ મારી સમગ્ર આકાંક્ષાઓ અને જીવન તમને આપ્યા વગર રહી શકત ? મારા હૃદયની તમે ઈષ્ટ મૂર્તિ બન્યા હોત, તો તમારે મારી પાસેથી કશી વસ્તુ આમ માગવી પણ પડત? ” કદાચ ન માગવી પડત.” તેણે ટાઢાશથી જવાબ આપ્યો. પણ હવે તમે જાણો છો કે, તમે મારે પ્રેમ સંપાદન કર્યો નથી, અને મેં મારું હૃદય તમને અપ્યું નથી. છતાં જો તમે મને અપમાનિત કરીને, લાંછિત કરીને, મને નમાવવા કે આજ્ઞાંકિત બનાવવા પ્રયત્ન કરશે, તો તમે સફળ નીવડશો એવી તમને આશા છે?” મિ. ડોબીએ તુચ્છકારદર્શક માત્ર હુંકાર કર્યો. તેમને જેવા માણસ એક સ્ત્રીને નહિ નમાવી શકે, એમ એમને પૂછવું, એ તેમના જે તવંગર માણસ દશ હજાર પાઉડ ઊભા કરી શકશે કે કેમ, એમ પૂછવા જેવું હાસ્યાસ્પદ હતું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી અન્ય સત “ લગ્ન બાદ તમે મારા પ્રત્યે ઉદ્ધતાઈથી વર્યાં છે!; અને મેં તમને એ જ ચલણ ચૂકતે કર્યું છે. મને તથા આસપાસનાં બધાંને હર ક્ષણે તમે એમ ઠસાવવા પ્રયત્ન કર્યાં છે કે, તમારી સાથેના લગ્નથી મારા મેાભા વચ્ચે છે. હું એમ નથી માનતી; અને તેથી મેં એ વસ્તુ પણ ખરાખર બતાવ્યા કરી છે. મને લાગે છે કે, આપણે આપણા જુદા રાહે જ જવું જોઈએ, એ વાત તમે સમજતા નથી અથવા સમજવા માગતા નથી; અને તમે મારી પાસેથી આદર અને સંમાનની અપેક્ષા રાખેા છે, જે કદી તમને મળવાનાં નથી. આપણે બહુ કમનસીબ પતિ-પત્ની છીએ; લગ્ન પાછળ સામાન્ય રીતે જે ભાવનાએ હોય છે અને હેવી જોઈએ, તે બધીને પહેલેથી આપણા લગ્નમાં સદંતર અભાવ રહ્યો છે. છતાં વખત જતાં કદાચ આપણી વચ્ચે કંઈક મિત્રતા જેવા ભાવ પ્રગટશે એમ હું માનું છું; એટલું જ નહિ, તમે જો એ જાતને પ્રયત્ન કરશેા, તે આપણે કદાચ એકબીજા માટે કંઈક વધુ લાયક પણ બનીશું. એટલે તમે શાંતિ અને ધીરજ ધારણ કરા; સામેથી મારા પક્ષે પણ તેમ કરવાનું હું વચન આપું છું.” ૩૦૮ ' મૅડમ, આવા અસાધારણ પ્રસ્તાવ હું મંજૂર રાખી શકું તેમ નથી. તમારા પ્રત્યે હળવાશ ધારણ કરવાનું કે સમાધાનને રાહુ પકડવાનું મારે માટે શકય નથી. તમારી બાબતમાં મારે શાની અપેક્ષા છે, તે બદલનું મારું બાવરીનામું તમને મેં સભળાવી દીધું છે, તે બદલ તમારે એના ઉપર ગંભીરપણે વિચાર કરી લેવાનું જ બાકી રહે છે!” “ તે! સાહેબ, વિદાય થાઓ ! આપણી પહેલી અને છેલ્લી અંતરની વાતચીત પૂરી થાય છે; અને આજથી માંડીને આપણે એકબીજા માટે જેવાં અજાણ્યાં બની રહીએ છીએ, તેથી વધુ કશાથી આપણે બની નહિ શકીએ, એ જાણી રાખજો ! ” "" ટ તમે પણ જાણી રાખજો કે, મારે જે જે યેાગ્ય માર્ગો લેવા પડશે, તે હું તમારી આ બધી વાતાથી જરાય ડઘાયા વિના અવશ્ય Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૦e કૌટુંબિક સંબંધે લઈશ જ. પણ એ ઉપાય હું લઉં તે પહેલાં તમે તમારા કર્તવ્ય બાબત અને ઉચિત વ્યવહાર બાબત ફેર-વિચાર કરશો અને ગ્ય માર્ગે આવશો, એવી હજુ હું આશા રાખું છું.” મિડોમ્બી કુટુંબ સાથે બ્રાઇટન જવાના ન હતા, પણ તેમણે નાસ્તા વખતે મિસિસ ક્યૂટનને કૃપા કરીને જણાવ્યું કે, તે અવારનવાર ખબર કાઢવા ત્યાં જરૂર આવશે જ. બ્રાઈટનમાં ડોકટરોએ મિસિસ ક્યૂટનને ઘોડાગાડીમાં બેસી બહાર રેજ ફરવા નીકળવાની સલાહ અને છૂટ આપી હતી. થોડે દૂર ગયા બાદ ઘોડાગાડી થોભાવી તે નીચે ઊતરતાં અને થોડું ચાલતાં. આજે પણ તે પ્રમાણે તેઓ ઘોડાગાડીમાંથી ઊતરી પગપાળાં ચાલવા લાગ્યાં. એક ઘેરી છાયાવાળી ટેકરી સામે દેખાતી હતી. તે તરફથી અચાનક બે સ્ત્રીઓ આવતી દેખાઈ. તેઓ પાસે આવતાં એ બંનેની આકૃતિ પોતાની અને પિતાની માની આકૃતિની જ પ્રતિકૃતિ હોય એમ લાગવાથી નવાઈ પામીને એડિથ એકદમ ઊભી રહી. એડિથ ઊભી રહી, તેની સાથે જ સામેથી આવતાં પેલાં બે પણ ઊભાં રહ્યાં. તે બેમાં પોતાની મા જેવી જે બાઈ હતી, તેણે પિતાના જેવી જે બીજી યુવતી હતી, તેને આ લોકો તરફ આંગળી કરીને કંઈ કહ્યું. બંનેને પોશાક બહુ કંગાળ હતો; જુવાન બાઈના હાથમાં ગૂંથણકામ જેવી કંઈક વસ્તુઓ વેચવા માટે હતી; અને જે બુદ્દી હતી તે ખાલી હાથે હતી. કેણ જાણે શાથી, પણ કપડાં, દમામ અને સૌંદર્યની બાબતમાં પેલી યુવતી દેખીતી જ પોતાનાથી ઘણી ઊતરતી હતી, છતાં એડિથ એ યુવતીની પોતાની સાથે સરખામણું કર્યા વિના ન રહી શકી. કદાચ એ યુવતીના ચહેરા ઉપર પણ તે પોતાના અંતરાત્મામાં હજુ અંકિત થયેલી લાગતી કેટલીક રેખાઓ જોઈ શકી હાય ! ગમે Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ડોમ્બી એન્ડ સન તેમ પણ, એ યુવતી જેમ જેમ તેના તરફ સ્થિર પલકે જોઈ રહી, તેમ તેમ એડિથના આખા શરીરમાં થઈને જાણે ટાઢની એક લહરી પસાર થઈ ગઈ પેલાં પાસે આવી ઊભાં રહ્યાં એટલે બુઠ્ઠીએ તો મિસિસ ક્યૂટન પાસે કંઈક ભીખવા તરત જ હાથ લાંબો કર્યો; એડિથે પિતાની સામે જ જોઈ રહેલી પેલી જુવાન બાનુને પૂછયું – તારી પાસે શું વેચવાનું છે, બાઈ?” “માત્ર આ વસ્તુઓ છે,” પિતાના હાથમાંથી વસ્તુઓ આગળ ધરીને તેણે જવાબ આપ્યો, “બાકી, મારી પિતાની જાત તો કેટલાય વખત પહેલાં વેચાઈ ચૂકી છે.” બાનુ સાહેબા, એ જે કંઈ કહે તે માનશો નહિ;” પેલી બુદ્ધી મિસિસ ક્યૂટનને સંબોધીને બરાડી; “એને એવી ભાષામાં વાત કરવાનું જ ગમે છે. તે મારી ફૂટડી પણ ઉચશૃંખલ દીકરી છે. મેં તેને માટે કેટકેટલું કર્યું છે, પણ મને બદલામાં તે ઘુરકિયાં-ઘરચિયાંથી પામ્યા જ કરે છે. જુઓને, અત્યારે જ પોતાની સગી મા તરફ તે કેવાં કાતરિયાં ખાય છે તે.” મિસિસ સ્કયૂટને ધ્રુજતે હાથે પિતાની પર્સ કાઢી. પેલી બુદ્ધી તેમાંથી શું મળે છે એ ઈંતેજારીથી જોવા લાગી. પણ એટલામાં એડિથ એ બુદ્ધી પ્રત્યે જોઈને બોલી ઊઠી, “બાઈ મેં તને પહેલાં ક્યાંક જોઈ છે.” હા, મારાં જુવાન બાનુ! વૈરવિકશાયરની ઝાડીમાં તે દિવસે સવારે તમે તો મને કાંઈ જ ન આપ્યું, પણ તે સદ્ગહસ્થ મને કંઈક આપ્યું હતું ! ભગવાન તેમનું ભલું કરે !” પિતાની મા પેલી બુદ્દીને કંઈક આપવા લાગી, ત્યારે એડિથે તેને રોકી; એટલે તે બોલી ઊઠી, “એડિથ મને રોકીશ નહિ. આ બહુ સારી બાઈ લાગે છે, અને પોતાની દીકરીની ભલી મા છે, – ભલે તેની દીકરી એને ઉપકાર ભૂલી જવા માગે.” Page #346 -------------------------------------------------------------------------- ________________ મિ॰ ટ્રેટ્સ જાન ઉપર આવી જાય છે ૩૧૧ ' ખરી વાત છે, ખાતુ, ખરી વાત છે; ભગવાન તમારું ભલું કરે. મને છ પેન્સ વધુ આપે; કારણ કે, તમે પણ પેાતાની દીકરીનું 23 ભલું વાંનાર સારાં મા લાગેા છે. te “હા, અને દીકરીનું ભલું તાકવા બદલ જ તારી પેઠે મને પણ દલામાં ઘુરકિયાં જ મળે છે.” આ પછી બંને મંડળીએ પેાતપેાતાને માર્ગે આગળ ચાલી. એડિથ અને પેલી જુવાન ખાઈ વચ્ચે એકાદ સવાલ-જવાબ પછી વિશેષ એક શબ્દ પણ ઉચ્ચારાયે! ન હતેા. પરંતુ પેલી યુવતી આગળ ચાલ્યા પછી પાછી વળીને ગણગણી, “તું બહુ સુંદર છે; પરંતુ સુંદરતા આપણને બચાવી શકતી નથી. તું બહુ અભિમાની છે; પરંતુ અભિમાન પણ આપણને બચાવી શકતું નથી ! આપણે ફરીથી મળીએ, ત્યારે એક બીજાને વધુ ઓળખવાની જરૂર છે.” '' ૪૦ મિ॰ ટ્સ જાન ઉપર આવી જાય છે ૧ ફ્લોરન્સ બ્રાઇટનમાં આવ્યા પછી, વારંવાર દરિયાકિનારે પેાતાના નાનકડા ભાઈ પૅાલ સાથેનાં સંભારણાં યાદ કરતી અવારનવાર ફરવા નીકળતી. મિ॰ ટ્રેટ્સે પણ તેની પાછળ પાછળ બ્રાઇટન મુકામે પેાતાના કેંમ્પ નાખ્યા હતા; અને ફ્લારન્સ ફરવા નીકળે ત્યારે દૂર રહ્યા રહ્યા તેને નિહાળવાના આનંદ તે માણુતા, તેમને બૉડી-ગાર્ડ ચિકન અત્યારે તેમની સાથે બ્રાઇટન આવ્યા નહેાતા; તે એક બૅક્સિંગ-મૅચમાં ઊતરવાની તૈયારીમાં લાગ્યા હતેા. ધીમે ધીમે મિ॰ ટ્રુટ્સ હિંમત ધારણ કરવા લાગ્યા. અને એક વખત અચાનક આવી ચડયા હેાય તેમ લારન્સની સામે જઈ તેમણે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ડી એન્ડ સન જાહેર કર્યું કે, આખી જિંદગી દરમ્યાન આ ગામે, આ સ્થળે, મિસ ડેમ્ની સાથે આમ ભેગા થવાનું થશે, એની તેમને કલ્પના જ નહોતી ! જોકે, લંડનથી જ ભાળ મેળવીને ફરન્સની ગાડીની લગોલગ જ પાછળ ઊડતી ધૂળથી રૂંધાઈ ભરવાની પરવા કર્યા વિના, તે આવ્યા હતા, એ સાચી વાત હતી. અને તમે ડિજિનિસને પણ સાથે લાવ્યાં હશે, મિસ ડોબી ?” ડિજિનિસ પાસે જ હતો, અને મિત્ર ટુર્સે તેની હાજરી વગર કશે લક્ષમાં ન લીધી તેની સજા તરીકે તરત જ તે મિત્ર ટ્રસ્ટના પગ તરફ કૂદ્યો. ફૉરન્સે તેને વખતસર રેકી લીધે. ડિજિનિસ તો તેના વતનની હવામાં આવ્યો હોવાથી બહુ ખુશમિજાજમાં છે, નહિ મિસ ડેસ્બી ?” મિટ્રસે છોભીલા પડ્યા વિના પૂછયું. ફૉરન્સ જવાબમાં મીઠું હસી. મિસ ડોમ્બી, તમારી માફી માગું છું, પણ હું ડોક્ટર ક્લિંબરને ત્યાં જાઉં છું; તમારે આવવું હોય તે !” ફલોરન્સ તરત જ પોતાના નાનકડા ભાઈ પલના ભણતરના મથની ફરીથી મુલાકાત લેવા તેમની સાથે જવા તત્પર થઈ ગઈ અને મિ. સના હાથમાં પોતાનો હાથ તેણે ભેરવી દીધો. મિ. ટ્રસ્ટના પગ ધ્રૂજી ઊઠ્યા અને તેમને પોતાનો બર્જેસ એન્ડ કંપનીને સીવેલ સારે પોશાક પણ અચાનક ઘાંધા જેવો જ લાગવા માંડ્યો. મિટ્રસ ડો. ક્લિંબરને ત્યાં પહોંચી પોતાના જૂના પરિચય તાજા કરવા લાગ્યા. દરમ્યાન ફરન્સ પિતાના ભાઈની ઓરડીમાં જઈ આવી. તે પાછી ફરી ત્યારે તેની આંખમાં આંસુ જોઈ મિત્ર ટ્રેસનું અંતર ચિરાઈ જવા લાગ્યું, અને પોતે તેને ડે. લિંબરને ત્યાં લઈ આવ્યા, તે ખોટું કર્યું એમ તેમને લાગવા માંડયું; અને ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં ફરન્સને તેમણે એમ કહી પણ દીધું. Page #348 -------------------------------------------------------------------------- ________________ મિ. કસ જાન ઉપર આવી જાય છે ૩૧૩ મિ. ડોમ્બીનું ઘર નજીક આવતાં, ફત્તેરસે આભારદર્શક હાથ લંબાવ્યો, ત્યારે મિ. સૂર્સ તેને પકડી લઈને બોલ્યા મિસ ડોમ્બી, તમારી માફી માગું છું; પણ તમે મને જે પરવાનગી આપે તો –” ફલેરન્સ કશું ન સમજાવાથી તેમની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. “મિસ ડેબી, મેં અનધિકાર છૂટ લીધી એમ ન ગણતાંપણ મને એમ માનવા જરાય સામેથી ઉત્તેજન ન મળ્યું હોવા છતાં હું આશા રાખું છું કે – ” ફૉરન્સ હજુ કંઈ ન સમજવાથી આગળ શું આવે છે તે સાંભળવા ઈતેજારીથી તેમની સામું જોઈ રહી. મિસ ડેબી, હું તમારી એટલી બધી ભક્તિ કરું છું કે, મારે મારી જાતનું શું કરવું તે મને સમજાતું નથી. હું આ દુનિયામાં બહુ દુઃખીમાં દુઃખી જીવ છું. અત્યારે તમારું ઘર નજીક ન આવી ગયું હોત, તો હું ઘૂંટણિયે પડીને તમારી આગળ યાચના કરત, વિનંતી કરત; અલબત્ત, મને કશું ઉત્તેજન આપવામાં નથી આવ્યું, એ હું જાણું છું; છતાં હું આશા રાખી શકું ? – હું એવું શક્ય માનું કે તમે—” મિ. ટૂટ્સ, હવે આગળ એક શબ્દ પણ ન બેલશે;– કશું જ ન બેલશે.” મિત્ર ટૂર્સનું મેં ફાટી ગયું. તમે હંમેશાં મારી સાથે સારી રીતે વર્યાં છે -માયાળુ રીતે જ; અને તે બદલ હું તમારી ઘણું ઘણું આભારી છું. એક ભલા મિત્ર તરીકે તમે મને બહુ ગમે છે. અને તમે મને છૂટા પડતી વખતે ગૂડબાય' કહેવા ઈચ્છો છો, એમ જ હું માની લઉં છું.” “હા, હા, જરૂર મિસ ડોમ્બી –– હું એ જ કહેવા માગતો હતો? પણ એની કંઈ ચિંતા નહીં –-” Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ડી એન્ડ સન “ગૂડબાય !” ફરન્સે કહ્યું. “ગૂડબાય, મિસ ડેબી ! ” મિસૂર્સ જવાબમાં થોથવાતા થોથવાતા બેલ્યા. મિ. ટૂટ્સ હોટલમાં પોતાને ઉતારે પાછા ફર્યા, ત્યારે મરણિયા થઈ ગયા હોય તેમ સીધા પિતાની પથારીમાં તેમણે ઝંપલાવ્યું અને પછી લાંબે વખત એ સ્થિતિમાં જ પડી રહ્યા. અને એ સ્થિતિમાં તે કદાચ ક્યામતના દિવસ સુધી પણ પડી રહ્યા હતા, પરંતુ ડૉ. લિંબરના મદદનીશ અને મિત્ર ટ્રસ્ટના મિત્ર મિ ફીડર તેમને મળવા આવતાં, મિ. ટૂટ્સ એકદમ બેઠા થઈ ગયા. અને એક વાર તે બેઠા થઈ ગયા એટલે તેમની બધી માનસિકશારીરિક પ્રક્રિયાઓ પણ પાછી બેઠી થઈ ગઈ તેમાંય વળી જ્યારે મિફીડરે, પિતાની આંખ હૈલિંબરની સુપુત્રી નલિયા ક્લિંબર ઉપર છે, એ ગુપ્ત વાત મિ. ટ્રસ જેવા સહૃદયી મિત્રને જણાવી, ત્યારે તો મિત્ર ટુર્સ પાછા ફરન્સ પ્રત્યેના પોતાના જ ભાવમાં ફરીથી તણાવા લાગ્યા અને ડૂબવા લાગ્યા. તેથી મિ. ફીડરને તે ડૉ. લિંબરના મકાને વળાવી આવ્યા, ત્યાર બાદ તે ફર્લોરન્સના ઉતારાની આસપાસ, આમથી તેમ અને તેમાંથી આમ, આંટા જ મારવા લાગ્યા. પરંતુ તે વખતે એ મકાનમાં મિસિસ ક્યૂટન પોતાની સુપુત્રી એડિથની કાયમની વિદાય લઈ રહ્યાં હતાં. મિસિસ ટનના મૃત્યુના સમાચાર તરત મિ. ડોમ્બીને શહેરમાં પહોંચાડવામાં આવ્યા. મિસિસ સ્કયૂટનના નજીકના સંબંધી – પિત્રાઈ ફિનિક્સને પણ તરત ખબર આપવામાં આવ્યા. લગ્ન કે સ્મશાનયાત્રા બને પ્રસંગે હાજર રહેવા માટે અને ટેકે લેવા માટે પિત્રાઈ ફિનિકસ જેવો બીજો કોઈ ન ગણાય. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અકસ્માત કેપ્ટન કટલની નોકરી છોડીને, તે જ રીતે પોતાનાં કબૂતરને ઉતાવળમાં થોડી ખોટ ખાઈને વેચી મારી, રેબ ગ્રાઈન્ડર પોતાના ખરા શેઠ મિ. કાર્કરને ત્યાં આવી હાજર થઈ ગયો. તેને આશા હતી કે, પોતે સોલોમન જિસને ત્યાં બજાવેલી જાસૂસીને લગતી અત્યાર સુધીની કામગીરીથી મિ. કાર્કર તરફથી શાબાશી જ મળશે. કેમ મહેરબાન, તમે તમારી નોકરી છોડી, મારી પાસે કેમ દોડી આવ્યા ?” મિ. કાકરે રેબના હાથમાંના બંડલ તરફ નજર કરતાં કહ્યું. સાહેબ, આપે હું છેવટના અહીં આવ્યો ત્યારે મને કહ્યું હતું ને કે...” શું? મેં કહ્યું હતું? શું કહ્યું હતું?” મિ. કાર્કરના પ્રશ્નથી છળી જઈને રોબે તરત જ ફેરવી તોળ્યું, “ના, ના સાહેબ, આપે કશું જ નહોતું કહ્યું.” તેના માલિકે એ જવાબથી ખુશ થઈને પિતાની આખી બત્રીસી તેને બતાવી; તથા પછી તેને વધારે નરમ કરવા તેમણે ભવિષ્યવાણી ઉચ્ચારતાં કહ્યું – તારી માઠી વલે થવાની છે, મિત્ર. મને તારી પાયમાલી અને બરબાદી સ્પષ્ટ નજરે પડે છે.” માફ કરે, સાહેબ ! હું માત્ર આપને માટે જ કામ કરવા માગું છું; મને કંઈ પણ કામ બતાવો, હું વફાદારીથી કરીશ, સાહેબ.” ૩૧૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ ડેબી ઍન્ડ સન “મારી સાથે કામ કરનારે તે વફાદારીથી જ કામ કરવું પડે છે; બીજી રીતે કોઈ કામ કરી જુએ, તો ખબર પડે !” હા જી, મને બરાબર ખાતરી છે સાહેબ. આપ મહેરબાની કરી મને અજમાવી જુઓ, સાહેબ! આપની મરજી વિરુદ્ધનું કંઈ કરતો મને જુઓ, તો તરત મને ગળું દાબી મારી નાખવાની મારી પરવાનગી છે, સાહેબ !” કુત્તા! મને છેતરવા ગયો તો સીધે સીધે મારી નાખીને તને હું આભારી નહીં જ કરું.” હા, સાહેબ ! આપ મારી બહુ બૂરી ગત બનાવશે, એની મને ખાતરી છે, સાહેબ. પણ મને સોનાની ગિનીઓની લાલચ આપે, તો પણ એવું કશું કરું જ નહિ, સાહેબ! ” તો તું તારી જૂની નોકરી છોડીને, અહીં મારી નોકરીમાં રહેવા આવ્યો છે, કેમ ?” હા, સાહેબ!” “ઠીક, તે તું મને મને ઓળખે છે ?” “હા, સાહેબ! હા જી?” “તો સાવધાન! ખબરદાર! તને ચોરીછૂપીથી બીજાની વાતો સાંભળવાની ભારે ટેવ પડી છે કેમ?” “પણ સાહેબ, અહીં હું કદી એવું કશું નહિ કરું, સાહેબ. તેના કરતાં તો હું એકદમ મરી જવાનું જ પસંદ કરું, સાહેબ! આપનો હુકમ ન હોય, તો આખી દુનિયા મને આપી દે, પણ એ કામ બીજા કોઈને માટે ન કરું, સાહેબ!” હા, એવી કશી ચાલાકીઓ તારે અહીં કરવાની નથી; ઉપરાંત, તને કેાઈની વાતો કોઈને કહેતા કરવાની અને બબડયા કરવાની બૂરી ટેવ છે નહિ? પણ અહીં જે એમ કર્યું, તો મૂઓ પડો છે, જાણજે.” Page #352 -------------------------------------------------------------------------- ________________ અરમાન ૩૧૭ ગ્રાઈન્ડરનો શ્વાસ થંભી ગયો. તેણે પોતાના શુભ ઇરાદાઓ અને નિષ્ઠાની ખાતરી આપવા પિતાના માલિક આગળ છેવટનો પ્રયત્ન કરી જોવાનો પ્રયત્ન કર્યો, પણ મિ. કાર્કરે તેના તરફ ચુપકીદીથી થોડી વાર તાકી રહી, તેને નીચે જવા હુકમ કર્યો. અર્થાત તેને નોકરીમાં રાખી લેવામાં આવ્યો હતો. અને કહેવાની જરૂર નથી કે, મિ. કાર્કરે યોગ્ય દબાણ અને લાગ સાથે દરેક મિનિટે તેને સેંકેલો રાખી, નિષ્ઠાપૂર્વક પોતાનું કામ બજાવતો કરી મૂક્યો. એમ નેકરીમાં રહે ગ્રાઈન્ડરને થોકાક મહિના થયા હતા, એવામાં એક દિવસ મિ. ડાબી કાર્કરને ત્યાં આવ્યા. કાર્કરે તેમને આજે નાસ્તા માટે ખાસ નિમંત્રણથી જ તેડ્યા હતા. મિ. ડોમ્બીએ આસપાસ નજર કરીને જોયું તો મિત્ર કાર્કરનું મકાન વિશાળ હતું, એટલું જ નહિ, પણ સુખસગવડની સામગ્રીથી સુસજજ હતું. અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ વાત કાર્કરને કહી પણ સંભળાવી. મિ. કાર્કરે નીચા નમી, હસતે ચહેરે, મિ. ડોમ્બીની એ ટીકા” સ્વીકારી લીધાનો દેખાવ કર્યો. મિડોબી, અંદર આવ્યા બાદ પણ ચેતરફ બધી વસ્તુઓ બારીકાઈથી નિહાળવા લાગ્યા. ખાસ કરીને એક ચિત્રે તેમનું ધ્યાન ખેંચ્યું. એ ચિત્ર એક સ્ત્રીનું હતું, પરંતુ એમાંની કેટલીય રેખાઓ અભુત રીતે એડિથને મળતી આવતી હતી. જોકે, એ ચિત્ર, એડિથનું નહોતું, એ પણ સ્પષ્ટ હતું. બે નાસ્તો પીરસ્યો એટલે ખાતાં ખાતાં કાર્લરે મિ. ડેપ્પીને પૂછ્યું, “મિસિસ ડેબી હવે સ્વસ્થ થયાં હશે ?” હા, હા; માના મૃત્યુનું દુઃખ હવે ભૂલ્યાં જ હાવાં જોઈએ; પણ કાર્યર, તમારા એ પ્રશ્ન ઉપરથી, હું આજે જે ખાસ વાત તમને કરવા આવ્યો છું, તેની યાદ આવી.” Page #353 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન રેબિન, તું હવે અહીંથી બહાર જઈ શકે છે.” અને રેબ બહાર ચાલ્યો ગયો એટલે કાકરે મિડોમ્બીને પૂછયું, “એ છોકરે કોણ છે તે કદાચ તમને યાદ નહીં હોય.?” ના.” “તમે નર્સ તરીકે જે બાઈ રાખી હતી, તેને એ દીકરે થાય. કદાચ હવે તમને યાદ આવશે કે, તમે એને કેળવણી આપવા એક સંસ્થામાં દાખલ કરવાની વ્યવસ્થા કરી હતી.” “એમ કે ? એ જ એ છોકરો કે? પણ તે ભાગ્યે જ પોતાની . કેળવણુને જેબ આપતો હોય !” અરે ભારે દુત્ત જ છે; પરંતુ તમારા ઉપર તેની માને કારણે પોતાને કંઈક હકદાવો છે એમ માની, નોકરી માટે તે અરજી લઈ ઓફિસે તમને મળવા આંટા માર્યા કરતો હતો. અને મારે ખરી રીતે તમારી સાથે વેપાર-ધંધાને લગતી બાબતો પૂરતો જ સંબંધ હોવો જોઈએ, છતાં તમારે લગતી કોઈ પણ બાબત માટે મને એટલી બધી લાગણી રહે છે કે – ” હા, હા, મને ખબર છે, કાર્લર, કે તમે તમારી નિષ્ઠા અને સભાવ માત્ર ધંધેદારી બાબતો પૂરતાં જ મર્યાદિત રાખતા નથી. તમે મારી લાગણીઓ, આશાઓ અને નિરાશાએ એ બધાંની બહુ ચીવટભરી ખેવના રાખો છો, અને તેથી જ આજે મારે ધંધા બહારની – અંગત જ કહોને –-એવી બાબત અંગે જ વાત કરવી છે, તે હું કશા સંકોચ વિના કરવા ઈચ્છા રાખું છું.” તમારી એટલી ઈચ્છા માત્રથી જ મારી જાતને હું સમ્માનિત થયેલી માનું છું.” મિસિસ ડોમ્બી અને હું અમુક મુદ્દાઓ ઉપર સહમત થઈ શકતાં નથી. અમે બંને જાણે હજુ એકબીજાને સમજી શકતાં જ નથી. મિસિસ ડોમ્બીએ હજુ કેટલીક બાબતો શીખવાની બાકી રહે છે.” Page #354 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત ૩૧૯ મિસિસ ડોમ્બીમાં ઘણું વિરલ આકર્ષણ છે, અને તેથી તેમને સૌ તરફથી પ્રશંસા અને સ્તુતિ મેળવવાની જ ટેવ છે. પરંતુ સાથે સાથે તેમનામાં જે પ્રેમ, આદર અને કર્તવ્યભાવના છે, તેથી આવાં તેવાં કારણોએ ઊભી થતી નાની સરખી ભૂલે ઝટ ટાળી શકાય, એમ હું માનું છું.” “મિસિસ સ્કયૂટનના મૃત્યુ પહેલાં મારે અને તેમને આ અંગે વાતચીત થઈ હતી. તમે પણ એવા એક પ્રસંગે હાજર હતા એટલે એ અંગે થોડાઘણુ માહિતગાર છે જ –-” “મારા જીવનનો એ કમનસીબ પ્રસંગ હું કદી નહિ ભૂલું. એકબીજાના પ્રેમમાં અતૂટ રીતે બંધાયેલાં તમે દંપતી વચ્ચે ઊભા થયેલા એક નાનાશા પ્રસંગે હું હાજર હતો, એ સામે મિસિસ ડોમ્બીને વાજબી રીતે ઘણે વિરોધ હતો. તમારા જેવા માણસ કે જેમણે મિસિસ ડોમ્બીને આ જગતમાં સ્ત્રીમાત્રને જેની ઈચ્છા રહે એ બધું અપ્યું છે, તેવા માણસને કંઈક નાખુશી થાય, એ કંઈ જેવી તેવી બાબત નથી; એટલે કોઈ ત્રીજા માણસની સમક્ષ એ નાખુશી વ્યક્ત કરાતી હોય, ત્યારે તેમના જેવાં સ્વાભિમાની બાનુને--અને એમનું એ સ્વાભિમાન તેમને કેટલું બધું છાજે છે --એ વસ્તુ ન ગમે, એ પણ યોગ્ય જ છે –-” “મિસિસ ડોમ્બી અને હું એ બંને જણ જે બાબતમાં ભેગાં સંકળાયેલાં હાઈએ તેમાં તેમની ખુશી-નાખુશીનો નહિ, પણ મારી ખુશી-નાખુશીને વિચાર કરવો જોઈએ –-” “અલબત્ત, અલબત્ત ! અને તમારા વિચાર કરીને જ, તમારાં માનવંત અને સમ્માનિત ધર્મપત્નીની ખુશી-નાખુશીને વિચાર અમારે કરવો જોઈએને?” પણ હું જે કહેવા માગું છું, તે સાંભળો; મિસિસ ડેબી એવો વર્તાવ રાખી રહ્યાં છે કે, તેમની શાંતિ અને હિત જોખમાય તથા મારા મેભાને હાનિ પહોંચે મેં તેમને તેમનું વર્તન સુધારવા Page #355 -------------------------------------------------------------------------- ________________ કર૦ ડેબી ઍન્ડ સન, આગ્રહ કર્યો, પરંતુ હું તેમને એ બાબતની આવશ્યકતા વિષે પૂરી ખાતરી નથી કરાવી શક્યો, એમ મને લાગે છે. એટલે મેં તેમને જણુવ્યું કે, મારે ફરીથી જે એ બાબતનો આગ્રહ તેમને કરવો પડશે, કે તેમને ટોકવાની જરૂર પડશે, તો હું તમારી મારફત તેમના ધ્યાન ઉપર એ વસ્તુ લાવીશ.” કાર્કર જાણે નવાઈ પામી તેમના મેં સામું જોઈ રહ્યો. “કાર્કર, હું તમને એમ કહેવા માગું છું કે, તેમની આગળ આગ્રહ જ ચાલશે. મારી અવગણના કે અનાદર કાઈ ન કરી શકે. મિસિસ ડોમ્બીએ સમજવું જ જોઈએ કે, મારી ઈચ્છા એ જ કાયદો હોવો જોઈએ; અને મારા આખા જીવનને એ નિયમનો હું કઈ પણ અપવાદ માન્ય રાખી શકું તેમ નથી. એટલે મારું આ કામ પણ તમારે મારા તરફથી સોંપાતાં બીજાં કામોની પેઠે જ પાર પાડવાનું છે –– ભલે તમને એ કરવા જતાં અમુક સ્વાભાવિક સંકોચ થતો હોય.” “તમે જાણો છો કે, મને તો તમારે હુકમ જ કરવાનું હોય છે; પછી તે હુકમ પાર પાડતાં, હું બીજો કોઈ વિચાર કરતો જ નથી.” હા હું જાણું છું કે, તમારે મન મા હુકમ એ કેવી મહત્ત્વની બાબત બની રહે છે. સાથે સાથે હું કહી દઉં કે, છેવટના મેં જ્યારે મિસિસ ડોલ્બી સાથે આ અંગે વાતચીત કરી, ત્યારે તે બેડાં ડઘાયાં છે અને નરમ પડયાં છે, એમ મને લાગ્યું. એટલે તે વાતચીતની યાદ તેમને આપીને તમારે તેમને કહેવાનું છે કે, તેમણે તે પ્રમાણે હજુ તેમનું વર્તન સુધારી લીધું નથી, અને હું તેથી બહુ નાખુશ છું. અને તેથી જે હજુ પણ તે તેમની રીતભાત નહિ સુધારે, અને જૂનાં મિસિસ ડેસ્મીની જેમ મારી ઈચ્છાઓને અનુકૂળ બનવાની વૃત્તિ નહીં રાખે, તે મારે તમારી મારફતે બીજી પણ ઘણી કડવી તાકીદો તેમને મોકલવી પડશે.” Page #356 -------------------------------------------------------------------------- ________________ ર૧ અકસ્માત ખરી વાત છે; જૂનાં મિસિસ ડોમ્બી બહુ સુખી જીવન ગાળી ગયાં. ” જૂનાં મિસિસ ડોલ્બીમાં સારી સમજદારી તથા સાચી ભાવના હતી.” અને મિસ ડેબી પણ તેમનાં પિતાનાં મા જેવાં જ થયાં છે, નહિ વારુ?” તરત જ મિ. ડોળીનો ચહેરો બદલાઈ ગયે; તેમના વિશ્વાસુ કારભારીથી એ વાત છાની રહી નહિ. કાર્યર, નવાં મિસિસ ડોમ્બીની મારી પુત્રી પ્રત્યેની વર્તણૂક પણ મને મંજૂર નથી, એ વાતેય મારે તમને કરવાની છે. માફ કરજે, તમારી વાત મને સમજાઈ નહિ.” તો સમજી લે કે, મિસિસ ડોમ્બીને તમારે એમ પણ જણાવવાનું છે કે, મારી પુત્રી પ્રત્યે તે જે ભાવ બતાવે છે, તે પણ મને પસંદ નથી. કારણ કે, એને કારણે લેકીને તરત જ જોવા મળે છે કે, મિસિસ ડોમ્બી મારી પ્રત્યે કેવું વર્તન રાખે છે, અને મારી પુત્રી પ્રત્યે કેવું રાખે છે. તમે મિસિસ ડોમ્બીને જણાવજો કે, મારે એ સામે વિરોધ છે, અને તેમણે એ બાબતમાં પણ મારી ઈચ્છાને માન આપવાનું છે. તે મારી પુત્રી પ્રત્યે જે ભાવ બતાવે છે, તે તેમને કેવળ એક તરંગ પણ હોઈ શકે; કે મારા પ્રત્યેનો તેમનો વિરોધ બતાવવાની તેમની એક રીત પણ હોઈ શકે; પરંતુ એ બંને બાબતો મને નામંજૂર છે. અને ફરન્સ પ્રત્યે ભાવનો એ દેખાડ કરવાથી તે મારી પુત્રીનું કશું ભલું નહિ કરી શકે ! મારા પ્રત્યેની આજ્ઞાંકિતતા દાખવવા માટે જોઈએ તે કરતાં મિસિસ ડાબી પાસે વધારાનાં નમ્રતા કે કર્તવ્યભાન હોય, તો તે બીજે ગમે ત્યાં ઢળી શકે છે; પરંતુ મારી પુત્રી પ્રત્યે હરગિજ નહિ ! ” ડો.—૨૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ડાબી એન્ડ સન કાકરે હવે થોડો વખત ચૂપ રહીને પૂછ્યું – “તમે તમારી નાખુશી વ્યક્ત કરવાનું વાહન મને બનાવવાના છે, એવું મિસિસ ડાબી જાણે છે ખરાં ?” હા, જાણે છે જ; કારણ કે, મેં પિતે જ તેમને એ વાત કરી છે.” પણ મિસિસ ડેબીની મારા ઉપર ખફામરજી જેવું જ હોય, તે વખતે તમે મારી જ મારફતે એ બધું કહેવરાવે, તો એ બધું તેમને વિશેષ અણગમતું થઈ પડે, એમ તમે નથી માનતા ?” તેને શું અણગમતું થઈ પડે કે ન પડે, તેનો વિચાર કરવાની મારે શી જરૂર વારુ ?” ઠીક, સમજ્યો.” અને જુઓ, હું જે કંઈ તમારી મારફત કહેવરાવું, તેનો કશે જવાબ તમારે લાવવાનો નથી. મેં મિસિસ ડોમ્બીને કહી જ દીધું છે કે, મારે તેમની સાથે કશી વાટાઘાટ કે સમાધાન- કરવાપણું હોય નહીં; હું જે કહું તે આખરી જ હોય.” નાસ્તો પૂરે થઈ રહેતાં બંને જણ પોતપોતાના ઘોડા ઉપર બેસી શહેર તરફ વળ્યા. કાર્કર બહુ મોજમાં આવી ગયો. બધું તેની ધારણું મુજબ જ થતું હતું, અને તેથી તે ઉત્સાહમાં આવી ખૂબ ખૂબ વાતો કરવા લાગ્યો. કાર્કરની વાતો કરવાની ફરજ છે એમ માની, મિ. ડોબી ગંભીરતાથી અને ગૌરવપૂર્વક એ બધું સાંભળી રહ્યા. જ્યાં વાતને આગળ ચલાવવા માટે જરૂરી એવું કંઈક બોલવું પડે તેટલું જ તે થોડા શબ્દોમાં વચ્ચે વચ્ચે બેલતા. મિડોમ્બી, રૂઆબભેર, પિંગડાં લાંબાં રાખી અને લગામ ઢીલી મૂકી, ઘેડ કયાં ચાલે છે તે જોવા નીચું વળ્યા વિના, અદાથી આગળ વધતા હતા. તેવામાં, રસ્તામાં કેટલાક છૂટા પથ્થર આવતાં, વળાંકભેર ચાલતા ઘડાનો પગ એક પથ્થર ઉપરથી ખસ્યો. પહેલાં મિડોમ્બી Page #358 -------------------------------------------------------------------------- ________________ અકસ્માત ૩૨૩ ઘેાડા ઉપરથી ગબડી પડયા, અને પછી ઘેાડા તેમના ઉપર પડયો. પછી પાછે ઊભા થવાને! પ્રયત્ન કરવા જતાં ઘેાડા પેાતાના લેખંડી એડી જડેલા પગ ઉછાળવા લાગ્યા, તેમાંની ઘણી લાતા મિ૰ ડામ્બીને જ સીધી વાગી. મિ॰કાર્કર તરત જ નીચે ઊતરી પડયા. તેમણે ઘેાડાને લગામ પકડી ઊભા કરી દીધે!. થે ુ જ મેડું થયું હેાત, તે મિ॰ ડામ્બીની આ ઘેાડેસવારી છેલ્લી જ બની રહેત. મિ ડામ્બી મેહેશ બની ગયા હતા, અને માથા ઉપર તથા ચહેરા ઉપર વાગેલી લાતાથી લાહીલુહાણુ પણુ. મિ॰ કારે રસ્તા ઉપર કામ કરતા મજૂરાને મેલાવી, તરત તેમને એક હૅટલ આગળ લેવરાવ્યા. પછી તે ગીધે! જેમ રણમાં મરેલા ઊંટની જાણ કેાઈ ગૂઢ સંદેશાથી મળતાં એકાએક ભેગાં થઈ જાય, તેમ આસપાસના કેટલાય દાકતરે। અને સર્જને ત્યાં ભેગા થઈ ગયા. એક સર્જનનું માનવું હતું કે, પગ ઘણી જગાએથી તૂટી ગયે છે; હોટલવાળે! પણ એમ જ માનતે હતેા. પરંતુ છેવટે પાટાપિંડી કરતાં કરતાં માલૂમ પડયું કે ખૂબ ધાયલ થયે હેવા છતાં દરદી એકાદ નાની પાંસળી બાદ કરતાં બીજાં સોં હાડકાંની બાબતમાં સાજોસમેા હતેા. દાક્તર ને અભિપ્રાય એવા થયા કે, રાત પહેલાં દરદીને ઉતાવળે ઘેર ખસેડવા એ સલાહભર્યું. નથી; એટલે મિ॰ કાર્કર મિ૰ ડામ્બીને હૉટલમાં જ રાખી, પેાતાના ઘેાડા ઉપર બેસી આ અકસ્માતના સમાચાર આપવા મિ॰ ડામ્બીના ઘર તરફ ઊપડયા. ત્યાં પહોંચી તેમણે મિસિસ ડે!મ્મીની તત્કાળ મુલાકાતની માગણી કરી. એડિથે જવાબમાં કહાવ્યું કે, “ અત્યારે મુલાકાતીઓને મળવાને મારે! સમય નથી. ” મિ૰ કાર્કરે ચિઠ્ઠી લખીને તરત જ પેાતાને મુલાકાત આપવા આગ્રહ કર્યાં, તથા જણાવ્યું કે, પેતે શા માટે મુલાકાત માગે છે, Page #359 -------------------------------------------------------------------------- ________________ ડો ઍન્ડ સન ३२४ એ જાણ્યા પછી, મિસિસ ડેાખી એમ જ નહીં જ માને કે, આ મુલાકાત માટેને આગ્રહ સહેજ પણ ગેરવાજબી હતા. એડિથ અને કૉારન્સ એઠાં હતાં, ત્યાં મિ॰ કાર્કરને મેલાવવામાં આવ્યા. ગભરાટ ન ફેલાય તેમને કરી. મિ॰ કાર્કરે પૂરી સ્વસ્થતાથી તથા ખેટા એ રીતે મિ॰ ડેામ્મીને નડેલા અકસ્માતની વાત લૅારન્સ એકદમ ચીસ પાડીને રડી ઊડી કે, પેાતાના વહાલા પપા ખતમ જ થઈ ગયા છે. એડિથે સ્વસ્થતાથી લારસને શાંત પાડવા પ્રયત્ન કર્યાં. મિ॰ કાર્કરે ખાતરીપૂર્વક જણાવ્યું કે, મિ॰ ડામ્બી પહેલાં મેહેાશ થઈ ગયા હતા, પણ હવે પૂરેપૂરા ભાનમાં છે; તથા ગભરાવા જેવું જોખમકારક કશું નથી. પછી તેમણે મિ॰ ડામ્બીને ઘેર પહોંચાડવા એક ઘેાડાગાડીની વ્યવસ્થા કરવાની માગણી કરી; તથા એડિથને પૂરેપૂરા ઘા કરવા ખાતર ઉમેર્યું, “ મને મિ॰ ડામ્બીએ નવાં નિમાયેલાં ગૃહ-વ્યવસ્થાપિકા મિસિસ પિચિનને એમ કહેવા ફરમાવ્યું છે કે, તેમને માટે નીચેને માળ તેમના પેાતાના એકરડામાં જ પથારી તૈયાર કરાવવી. ’ (6 આટલું કહી, ફરીથી કાઈને કશી ચિંતા ન કરવાનું જણાવી, ઘેાડાગાડી કયાં મેકલવી તેનું સરનામું બતાવી, એડિથને નમન કરી, ઘેાડા ઉપર બેસી, જ્યાં મિ॰ ડામ્બી હતા તે તરફ મિ॰ કાર વિદાય થયા. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૪૨ રાતના ચોકીદાર ફલોરન્સ કેટલાય વખતથી પિતાના બ્રમમાંથી જાગી ઊઠી હતી. પિોતાના પિતા અને એડિથ વચ્ચેનો વધતો જતો વિખવાદ તે ખિન્ન ચિતે જોઈ રહી હતી. તેના પિતા, પિતા પ્રત્યે જેમ કરતા હતા તેમ જ, એડિથ પ્રત્યે ઠંડા તથા જકકી બનતા જતા હતા. અને ફૉરન્સને ઘણું વાર એ વિચાર આવી જતો કે, પોતાની વહાલી માતા પણ આમ જ પિતાને હાથે અવજ્ઞા અને અવગણના પામીને પૂરી ઝૂરીને તો નહિ મરી ગઈ હોય ? એડિથ પણ પતિથી વેગળી રહેતી અને તેમના પ્રત્યે તુચ્છકારથી જ વર્તતી. હવે ફર્લોરન્સને કોઈ કોઈ વાર એમ પણ લાગી આવતું કે, પોતે પોતાના પિતાની તનમનથી વિરોધી એવી એડિશને ચાહતી હતી, એ વાતની પિતાને જાણ હોવાથી, તે પોતા વિષે એમ તો નહિ ધારતા હોય કે, પિતાના સ્નેહને ન જીતી શકનારી પિતાની દીકરી હવે પોતાના અપરાધમાં એ ન દેજ પણ ઉમેરી રહી છે? અલબત્ત પછીથી એડિથ તરફની એક માયાળુ નજર કે એક મીઠે શબ્દ મળતાં જ ફલેરન્સને તરત મનમાં બીજો વિચાર આવતો કે, એડિથને પ્રેમ અને મમતા પિતાને ન મળ્યાં હતાં તે તેનું આ ઘરમાં શું થયું હોત ! અલબત્ત એક બીનાથી ફલેરન્સ અજ્ઞાત હતી, અને તેથી જ તેનું દુઃખ અસહ્ય બનતું અટકી ગયું હતું. તેને જરા સરખો વહેમ ન હતો કે, એડિથ ફર્લોરન્સ પ્રત્યે માયાળુતા બતાવવાને કારણે જ પોતાના પિતા તરફથી વિશેષ અળગી બનતી જતી હતી. જે ફલેરન્સને એ વાતની Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ડેમ્મી ઍન્ડ સત જાણુ થઈ હાત, તે! તેનું મમતાળુ હૃદય એ વસ્તુ શકવા શે! શે! આત્મભાગ આપવા તૈયાર ન થાત, તે કાણું કહી શકે? ફ્લોરન્સના મનતી સ્થિતિ આ પ્રમાણે ડહેાળાયેલી હતી તે અરસામાં જ તેના પિતાને ઘાયલ અને પીડિત અવસ્થામાં ઘેર લાવવામાં આવ્યા. પણ તે ધર કેવું હતું? મિ॰ ડામ્બી એકલા પેાતાના ખાનગી કમરામાં જ પથારી કરાવીને પડી રહેવા માગતા હતા; નેકરચાકરા જ સારવાર માટે તેમની પાસે જતા; એડિથ તેમની સરસી પણ જતી નહેાતી. મિ. ડામ્મીના સાથી અને સેાખતી તરીકે એકલા મિ૰ કાર્ટર રહેતા, જે મધરાત પછી પેાતાને ઘેર ચાલ્યા જતા. અને બીજી હતી મુકાદમ મિસિસ પિચન, જે મિ॰ ડામ્બીના કમરામાં ઘરનું કાઈ ન પેસે તે માટે મિ॰ ડામ્બીના હુકમથી કમરામાં બેસી ચેકી-પહેરા ભર્યાં કરતી ! “ અને સેાબત કહે તે! કાર્કરની! કેવી રૂપાળી સેક્બત ! અને મિસિસ પિચિને! આપણે કાઈ મિ॰ ડામ્બીના કમરામાં ન જઈએ તે માટે રાતદિવસ ચૈાષ્ટ્રી કર્યાં કરે ! આ તે ઘર છે?' સુસાને લારસને આવીને કહ્યું. સુસાન આટલી ચિડાઈ હાવાનું કારણ એ હતું કે, મિ॰ ડામ્બીને જે રાતે ઘેર લાવવામાં આવ્યા, તે રાતે ફ્લારસે મેાડા તેમની ખબર કાઢવા સુસાનને મેાકલી હતી. પણ મિસિસ પિપચિને તેને બારણા બહારથી જ ફાવે તેમ જવાબ આપીને વિદાય કરી દીધી હતી. સુસાનને સૂવા વિદાય કર્યાં બાદ, ફ્લોરન્સ એકલી પડતાં મેડી રાત સુધી ચિંતામાં પડી ગઈ. પેાતાના ધાયલ પિતા એકલા તેકરાની વચ્ચે પડી રહે, એ વિચાર જ તેનાથી સહન થતેા ન હતા. નાનપણમાં તેને મેડી રાતે ચારીછૂપીથી પેાતાના પિતાના કમરા પાસે જઈને તેમને જોઈ આવવાની ટેવ હતી. આજે પણ છેવટે તે ઊઠી જ, અને ધીમે ધીમે દાદર ઊતરી પિતાના કમરા પાસે આવી. Page #362 -------------------------------------------------------------------------- ________________ રાતના એકીદાર ર૭ આખા ઘરમાં પૂરેપૂરો સેપે પડી ગયો હતો. પિતાના કમરાનું બારણું, અંદર ગરમી કરવામાં આવી હોવાથી, હવાની અવર-જવર માટે ડું ઉઘાડું રાખવામાં આવ્યું હતું. અંદર બધું સૂનકાર હતું અને અંગીઠીની આગને ભડભડ અવાજ તથા ઘડિયાળનો ટકટક અવાજ સ્પષ્ટ સંભળાતા હતા. તેણે અંદર નજર કરી, તો મિસિસ પિપચિન અંગીઠી પાસે જ આરામ ખુરશી ઉપર બૅકેટ ઓઢી ઘસઘસાટ ઊંઘતાં હતાં, એવું તેમના શ્વાસોચ્છવાસના અવાજ ઉપરથી લાગતું હતું. ફ્લોરન્સ હવે ઝટપટ, ધીમે પગલે, અંદર પેઠી અને પિતાની પથારી પાસે જઈને ઊભી રહી. મિ. ડોમ્બીના કપાળમાં માટે ઘા થયો હોય તેમ ત્યાં બાંધેલા પાટા ઉપરથી લાગતું હતું. તેમને એક હાથ પણ ખૂબ પાટાપિંડીથી વીંટાળેલો પથારીની બહાર લાંબો થયેલો હતે. તેમનો ચહેરે તત સફેદ થઈ ગયે હતો. આટલી નજીકથી અને આટલા લાંબા સમય સુધી ફ્લોરસે તેની જિંદગીમાં કદી પિતાના મુખ સામે જોયું ન હતું. એ મેં ઉપર જ્યારે ત્યારે તેને પોતા પ્રત્યે અણગમો, અવજ્ઞા અને ઉપેક્ષા જ જોવા મળ્યાં હતાં. પણ અત્યારે તે ચહેરાની સ્વસ્થ સ્વાભાવિક સ્થિતિમાં તેને પોતાના સાચા પિતાનાં જાણે અચાનક દર્શન થયાં ? કદાચ તે પોતાના ઉપર આશીવંદ વરસાવતા, પિતાને યાદ કરતા જ ઊંઘી ગયા હશે! તે તરત જ પથારીની વધુ નજીક ગઈ. તેણે નીચી નમી, ધીમે રહી, પિતાને મુખ ઉપર ચુંબન કર્યું, અને પિતાનું માં ઓશિકા ઉપર તેમના મુખ સાથે જ થેલી વાર ગઠવી રાખ્યું. પછી પિતાને બીજે હાથે બીજી બાજુ લઈ જઈ, તે અધ્ધરથી જાણે પિતાને ભેટી પડી. તેણે ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરવા માંડી: તે મિ. ડોબી ઉપર કૃપાદષ્ટિ રાખે; પિતા પ્રત્યે અકારણ કરતા દાખવવાના દેશમાંથી તેમને મુક્તિ આપે ! પછી તે ઝટપટ પિતાના કમરા તરફ પાછી વળી. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ડી એન્ડ સન પણ તે વખતે તેને એડિથ યાદ આવી. આજે એડિથ રોજના નિયમ મુજબ, સૂતા પહેલાં, ફૉરન્સને મળવા નહોતી આવી. અને તે કારણે જ, તેની રાહ જોઈને, ફલેરન્સ આટલી મોડી રાત સુધી જાગતી બેસી રહી હતી. એટલે સીધી પોતાના કમરામાં જવાને બદલે ફરન્સ એડિથના કમરા તરફ વળી. એડિથના કમરાનું બારણું અંદરથી બંધ નહોતું. તેના કમરાના બધા દીવા ઝગઝગાટ બળતા હતા, અને બુઝાઈ ગયેલી અંગીઠીની રાખ પાસે તે બેઠી હતી. તેની આંખો શૂન્યપણે હવા સામે જ જોઈ રહી હતી. પરંતુ બીજી રીતે તેના મોં ઉપર એવી કોઈક તીવ્ર લાગણીઓ અંકાઈ ગયેલી દેખાતી હતી કે, ફલોરન્સ બીનીને અંદર દોડી જઈ • બેલી ઉઠી, “મમાં ! મમા ! તમને શું થયું છે?” એડિથ ચેકી, અને તેણે એવા કારમા માં સાથે ફલેરન્સ સામે જોયું કે, ફલોરન્સ વિશેષ બની ગઈ અને તેણે ફરીથી પૂછયું, “મમાં ! મમાં ! તમને શું થયું છે ?” “વહાલી, મારી તબિયત સારી નથી અને મને બહુ ખરાબ સ્વપ્નો ઘેરી વળ્યાં છે.” મમાં, તમે હજુ પથારીમાં તો સૂતાં નથી ...” “હા મારી માઠડી, જાગતાં સ્વપ્ન તો : પણ મારું વહાલું પ્રાણપંખી હજુ કેમ જાગે છે ?” મમાં, પહેલાં તો તમે આજે રાતે મારી પાસે ન આવ્યાં, એટલે હું કંઈક ચિંતામાં પડી હતી, અને પછી મને પપાની તબિયતને પણ વિચાર આવ્યા કરતો હતો.” “ઘણું બેડું થઈ ગયું છે, વહાલી ? ” “વાહ, સવાર થવા જ આવી છે ને!” , હું ? સવાર થવા આવી ?” “મમાં, પણ તમે તમારા હાથને આ શું કર્યું છે ?” જવાબમાં એડિથે પોતાને હાથ અચાનક પાછો ખેંચી લીધો. વાત એમ બની હતી કે, Page #364 -------------------------------------------------------------------------- ________________ રાતના એકીદારે કાર્કર ઘાયલ થયેલા ડમ્બીને નીચેના ઓરડામાં સુવડાવી, એડિથ અને ફરન્સને ચિંતા ન કરવાનું કહેવા અને સહાનુભૂતિ દાખવવા આવ્યો હતું, ત્યારે વિદાય થતી વખતે તેણે એડિશને હાથ હિંમતપૂર્વક પિતાના હોઠ પાસે લઈ જઈ, તેના ઉપર ચુંબન કર્યું હતું. તે વખતે તો એડિથે હાથ પાછો ખેંચી લીધો ન હતો, પણ પિતાના કમરામાં જઈ તેણે તરત અંગીઠીની આરસપહાણની કમાન ઉપર એ હાથ જોરથી પછાડ્યો હતો અને ત્યાં ચામડી છુંદાઈ જઈ લેહી નીકળ્યું, ત્યારે તેને અંગીઠીમાં જાણે બાળી નાખવા માટે જ ધરી દીધો હતો. એડિથે ફૉરન્સને જવાબ આપવા પ્રયત્ન કર્યો, “કંઈ નથી, મારી ફરન્સ; મને સહેજ વાગ્યું છે. ” પણ એટલું કહેતાં કહેતાંમાં તો તે ડૂસકે ચડીને રડવા જ લાગી. ફૉરન્સ પણ રડવા જેવી થઈ ગઈ. તેની લાગણીઓ પણ આજે ઓછી આઘાત નહોતી પામી. તેણે તરત જ કહ્યું, “મમાં ! મારી મમા ! હું શું કરું તો આપણે સુખી થઈ એ ?” “ કંઈ જ નહિ; મને માત્ર ખરાબ સ્વપ્ન આવ્યાં છે, અને એ ખરાબ સ્વપ્ન સુધારવાનો કે તેમને આવતાં રોકવાનો કશે જ ઉપાય નથી.” મને કંઈ સમજાતું નથી, મા ! મારા ઉપર દયા કરો !” બેટા, મારાં સ્વપ્ન એવા અભિમાન વિષેનાં છે કે, જે કંઈ સારું કરવા માટે સહેજે શક્તિમાન નથી, પણ ભૂંડું કરવા સર્વશક્તિમાન છે. ઘણાં ઘણાં શરમભરેલાં વર્ષો દરમિયાન એ અભિમાનને સંકારી સંકારીને અને ગોદાવી ગોદાવીને છંછેડવામાં આવ્યું છે, પણ છેવટે તે બીજા કોઈને બદલે મારા ઉપર જ પાછું વળીને ધસી આવ્યું છે. એ અભિમાને મને જ ઊંડી હીણપતની લાગણીથી અવમાનિત કરી છે, પણ હિંમતપૂર્વક તેને નકારવાની કે ટાળવાની તાકાત આપી નથી. એ અભિમાન કે જેને જે યોગ્ય માર્ગે વાળવામાં આવ્યું હોત, તો કદાચ ઉન્નતિકર નીવડયું હોત, પણ અત્યારની તેની ધારકના હાથમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ ડબી એન્ડ સન વિપરીત માર્ગે દોરાઈને તેને માટે જ આત્મ-અવજ્ઞા, કઠોરતા અને બરબાદી રૂપ બની રહ્યું છે.” પછી તો તે ફરન્સ તરફ જોયા વિના કે તેને સંબોધ્યા વિના પિતે એકલી જ બેઠેલી હોય તે રીતે બેલવા લાગી – “એ આભઅવજ્ઞામાંથી પછી એવું અવિચારીપણું અને ઉપેક્ષાભાવ જન્મ્યાં કે, તે તુચ્છ અભિમાન તેની ધારકને લગ્નવેદીનાં પગથિયાં સુધી લઈ ગયું – અંતરથી એ વાતને હાડોહાડ ધિક્કારવા છતાં !” અને પછી લાગણીના ઊભરાથી એથિનું મેં એકદમ વિકરાળ બની ગયું. ફરન્સ આ ઓરડામાં આવી, ત્યારે તેણે એડિથનું મેં એવું જોયું હતું. અને મને સ્વપ્ન આવ્યું છે કે, કાંઈક લક્ષ્ય સિદ્ધ કરવાનો મેડે મોડે પ્રયત્ન કરવા એ અભિમાન પ્રયત્નશીલ બન્યું, ત્યારે એક હલકટ પગે તેને છુંદી નાખવા માંડયું છે. તેના ઉપર શિકારી કૂતરા છોડી મૂકવામાં આવ્યા છે. પરંતુ તે કદી નહિ નમે – ના, કદી નહિ ! તે તેને ધિક્કારશે તેનો સામનો કરશે !” પણ પછી ફલેરન્સના છળેલા ચહેરા તરફ જોતાં જ તે એકદમ દીલી પડી ગઈ અને તેના મોં ઉપર ગાઢ ચુંબન કરીને બેલી, “ઓ ફૉરન્સ, મને લાગે છે કે, આજ રાતે હું લગભગ પાગલ બની ગઈ છું.” આટલું બેલી તે ફલેરન્સને ગળા ઉપર પોતાનું ટટાર માથું નમાવી દઈ ફરીથી રડવા લાગી. મને તજી ન દઈશ ! મારી નજીક રહેજે; તારા સિવાય મને બીજા કશામાં આશા રહી નથી, મારી મધુરી !” એટલું બોલી, તેણે ફલેરન્સને પોતાના હાથમાં વીંટી લીધી, અને સંભાળપૂર્વક વહાલથી પોતાની પથારીમાં સુવાડી દીધી. પછી તે તેની પાસે બેઠી અને થાકેલી તથા દુ:ખી થયેલી ફરન્સને ઊંઘી જવા પ્રયત્ન કરવાનું કહેવા લાગી. પણ મા, તમે પણ થાક્યાં-પાક્યાં જ છે અને દુઃખી છો.” Page #366 -------------------------------------------------------------------------- ________________ સુસાનની વિદાય ૩૩૧ “ના, તું જ્યારે મારી આટલી નજીક સૂર્ય તે ઊંઘતી હાય, ત્યારે હું જરાયે દુ:ખી નથી રહેતી; ત્યારે તે મારી મીઠડી, હું રાતેાની રાતેા તારી સંભાળ રાખવા, તારી પાસે જાગતી બેસી રહું. પણ વહાલી, ફરીથી કહું છું છું કે, મને તજી ન દઈશ ! મારી નજીક રહેજે ! તારા સિવાય હવે મતે બીજા કશામાં આશા રહી નથી !” ૪૩ સુસાનની વિદાય સુસાનને કલારન્સે પેાતાની પાસેથી સૂવા માટે વિદાય કરી તે ખરી; પરંતુ તે ભલી બાઈનું અંતર ઊકળી ઊઠયું હતું. એટલે બીજે દિવસે ગમે તે રીતે મિ॰ ડેમ્ની પાસે પહેાંચી જઇ, પેાતાને ઉકળાટ તેમની આગળ ઠાલવવાને! તેણે દૃઢ નિશ્ચય કર્યાં. બીજે દિવસે આખા વખત તે એમના એરડાની આસપાસ આંટા મારતી રહી; અને ક્યારે તે એકલા હોય અને લાગ જોવા લાગી. છેવટે સાંજ થવા આવી ત્યારે મિસિસ પિચિન, પાતે આખી રાત જાગી હોવાને નિમિત્તે જરા આરામ લેવા 'પેાતાના એરડામાં ચાલી ગઈ, ત્યારે સુસાનને જોઈતી તક મળી. મિ. ડામ્બી તે વખતે એકલા જ પેાતાની પથારીમાં સૂતેલા હતા. ( સુસાનને પાસે આવેલી જોઈ, મિ॰ ડામ્બીએ જર! નવાઈ પામીને ગુસ્સે થઈ, પૂછ્યું, અહીં તમારે શું કામ છે ? ’’ ઃઃ જરા મહેરબાની કરા, મારા સાહેબ, તે મારે તમને કંઈક વાત કરવી છે. << પેાતાને આમ સીધા સંમેધન કરવા આવવા જેટલી આ બાઈની ધૃષ્ટતાથી મિ॰ ડેામ્બી એવા તે। આભા અને આકળા બની ગયા કે એકદમ તે! તેમણે પેાતાના હાઠ કરડયો. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ડેરી એન્ડ સન સુસાન નિપરે હવે કહેવા માંડયું, “મને મિસ ફલેયની તહેનાતમાં બાર વર્ષ ઉપર થઈ ગયાં સાહેબ અને હું કહેવા માગું છું કે, એમના જેવાં ભલાં અને પ્રેમાળ બાન બીજાં જોયાં નથી. જોકે, તેમના જેવાં ભલાં બાનુની નોકરી કરવામાં બાર-પંદર વર્ષ થઈ જાય, એ કંઈ કરી કરનારની લાયકાત નહિ, પણ એ બાનુની ભલમનસાઈ અને લાયકાત છે, એ હું કબૂલ કરું છું, સાહેબ.” અરે બાઈ તું શું કહેવા માગે છે ? આ બધું બોલવાની હિંમત તું શી રીતે કરી શકે છે ?” આટલું કહી કાઈને લાવવા માટેનો ઘંટ વગાડવા દોરી પકડવા મિ. ડેબીએ હાથ લાંએ કર્યો, પરંતુ ઘંટની દોરી કમરામાં અંગીઠી તરફ ન હતી, અને જે બાજુ હતી ત્યાં સુધી ઊઠીને તેમનાથી જવાય તેમ ન હતું. સુસાન એ વસ્તુ જેઈ ગઈ, એટલે ઝટપટ પોતાની વાત આગળ વધારવા લાગી – મિસ ફૉય જેવી પ્રેમાળ અને આજ્ઞાંકિત બીજી કોઈ દીકરી આખી દુનિયામાં શોધી ન જડે, એમ હું કહેવા માગું છું; અને આખા ઈંગ્લેંડના બધા તવંગર સંગ્રહસ્થાને ભેગા કરીને બનાવ્યો હોય એ ગમે તે તવંગર બાપ હોય, પણ તેને એવી દીકરી પિતાને હોવા બદલ અભિમાન થાય. તે જે તેની કિંમત બરાબર જાણતો હોય, તો તેના નાજુક હૃદયને દુઃખ થાય એવું કાંઈ કરવાને બદલે, પોતાના બધા પૈસા જતા કરી, ચીંથરાં પહેરી, ઘેરઘેર ભીખવાનું પણ કબૂલ બાઈ એકદમ આ ઓરડા છોડી ચાલતી થા!” મિ. ડોમ્બીએ બિરાડો પાડો. તમારી માફી ચાહું છું, સાહેબ, પણ મારે બાર બાર વર્ષની આ નોકરી છોડવી પડે તો પણ હું મારે જે કહેવાનું છે તે તમને કહી દીધા વિના અહીંથી ખસવાની નથી. તમારી નોકરીમાં મારા જેટલું તમારાથી બીજું કોઈ બીતું નહિ હોય, પરંતુ હજાર હજાર વખત વિચાર કર્યા પછી છેવટે આ બધું તમને સંભળાવવાનો જ મેં નિશ્ચય Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ સુસાનની વિદાય કર્યો છે. હું કંઈ હિંદુસ્તાનની વિધવા નથી; છતાં મેં નકકી કર્યું છે એટલું હું તમને આ બધું સંભળાવવાની જ – ભલે પછી મારે એ બદલ જીવતા સળગી મરવું પડે.” મિ. ડોમ્બીએ ફરીથી ઘંટની દોરી પકડવા હાથ લાંબે કર્યો, અને તે હાથમાં ન આવતાં પિતાના માથાના વાળ જ પકડીને ખેંચ્યા. મેં મિસ ફૉય નાનાં હતાં ત્યારે, નાના માસ્ટર પોલને ભણવામાં મદદ થાય તે માટે, તેમને માસ્ટર પૉલનું લેસન તૈયાર કરવા, પિતાનું લેસન પૂરું કરી અધરાત –મધરાત કરતાં મારી સગી આંખે જોયાં છે. અને હવે તે કોઈની મદદ વિના અને કોઈના ટેકા વિના એવાં સુંદર બાનું બન્યાં છે કે, ગમે તે ટોળામાં પણ તે આગળ દીપી આવે. પણ આ ઘરમાં તેમના તરફ બેદરકારી જ દાખવવામાં આવે છે. એવું તે કંઈ બનતું હશે સાહેબ ? મારે, એ જ વાત તમને મોઢામોઢ સંભળાવવાની છે, સાહેબ; અને ગમે તેમ થશે તો પણ સંભળાવીશ જ.” અને આ ઘરમાં કોઈ જ નથી શું? નોકરે બધા ક્યાં ગયા ? નોકરડીઓ બધી ક્યાં ગઈ?” મિ. ડોમ્બીએ ત્રાડ નાખી. “ગઈ કાલે રાતે જ મારાં જુવાન બાનુ મોડી રાત સુધી જાગતાં બેસી રહ્યાં. તેમને પોતાના બાપને કેવું લાગ્યું છે તે જાણવું હતું. મને તેમણે ખબર કાઢવા મોકલી; પણ ગમે તેવી નાલાયક બાઈએ બારણું રોકીને બેઠી હોય ને જવાબ પણ ન આપે ! પછી હું મારા ઓરડામાં પાછી ફરીને વિચાર કરતી બેઠી હતી ત્યારે મેં શું જોયું ? મારાં જુવાન બાન પોતાના બાપની ખબર કાઢવા મોડી રાતે છાનાંમાનાં નીચે ઊતર્યા – જાણે પિતાના પપાની ખબર કાઢવી એ પણ મોટો ગુનો થતો હોય ! અને પછી પોતાના કમરામાં જઈ એટલું બધું રડ્યાં કે મારે જીવ જ કપાઈ ગયો. તમે સાહેબ, તમારી દીકરીને ઓળખતા નથી, અને તમે શું કરે છે તેનું તમને ભાન નથી. એ બધું પાપ છે – શરમ છે ! હું તમને પણ એ જ કહું છેઅને બીજાં સૌને પણ એવું જ સંભળાવવાની છું, ભલે કોઈ મારા કાન કાપી લે!” Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૪ ડોમ્બી એન્ડ સન તે જ વખતે મિ. ડોમ્બીની બૂમો સાંભળી મિસિસ પિપચિન ઉતાવળાં અને રઘવાટમાં એ કમરામાં દાખલ થયાં અને સુસાનને અંદર જોઈ એકદમ તેના ઉપર તડૂક્યાં – “આ શું માંડયું છે, બિલી ? તું અહીં ક્યાંથી ?” સુસાન તેના તરફ માત્ર ઘૂરકતી નજરે જોતી ચૂપ રહી. મિ. ડાબી હવે તડૂક્યા, “આ બધું આ ઘરમાં શું ચાલે છે? તમને આ ઘરમાં દેખરેખ રાખવા નીમવામાં આવ્યાં છે, અને તમે શું જુઓ છો? આ બાઈને ઓળખો છો કે નહિ ?” જરાય સારી નથી, એટલું જરૂર કહી શકું છું. હે દેડકી ? પણ તું અહીં શી રીતે ઘૂસી આવી ? નીકળે છે કે નહીં ? પણ નિપરે તો માત્ર બીજી તિરસ્કારભરી નજર એના ઉપર નાખી. “તમે આવી વ્યવસ્થા જાળવો છો, મેડમ ?” મિ. બીએ હવે જીવે ઉપર આવીને પૂછયું, “આવાં માણસોને મારા કમરામાં સીધાં મારી પાસે આવી મને પૂછપરછ કરવાની રજા તમે આપો છો, એમ? એક સગૃહસ્થને – એના પિતાના ઘરમાં – એના પિતાના કમરામાં – નોકરડીઓ આવીને નફફટ રીતે ફાવે તેવી વાતો સંભળાવે ?” ખરી વાત છે, સાહેબ, કોઈ પણ ઘરમાં આવું તે ના ચાલે; પણ આ બાઈને મિસ ડોમ્બીએ ચડાવી મારી છે એટલે તે કોઈને કહ્યામાં નથી રહી, સાહેબ. શરમ છે તને, બિલી ! તું અહીંથી ટળે છે કે નહીં ?” “પણ મારા ઘરની નોકરીમાં એવાં માણસ હોય કે, જે કેઈન કાબૂમાં ન હોય, તો તેવાંને શું કરવું, એ તમે જાણતાં હશે, એમ હું માનું છું. એકદમ એને અહીંથી બહાર કાઢો.” સાહેબ, મારે શું કરવું જોઈએ, એ હું બરાબર જાણું છું; અને હું તેમ જ કરવાની છું; ચાલ એય, આ કલાકથી માંડીને તને એક મહિનાની નોટિસ છે, સમજી ?” Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ સુસાનની વિદાય “વાહ, વાહ; ખરેખર?” સુસાને જરા હસીને જવાબ આપ્યો. “હા, અને મારી સામે જોઈને હસવાની જરૂર નથી, દુત્તી ! તારું હસવાનું હું કાઢી નાખીશ, સમજી? અહીંથી અબઘડી બહાર નીકળ !” “પણ અબઘડી જ ચાલી જવાની છું, ખાતરી રાખજે. બાર બાર વરસથી હું મારાં બાનુની નોકરીમાં રહી છું, પણ પિંપચિન નામના પ્રાણીએ આપેલી નોટિસ હેઠળ એક કલાક પણ હું રહેવા માગતી નથી.” તો તારા જે ઉકરડે જલદી ટળે તેની પંચાત પણ કાણું કરે છે, મારી બારાત ! પણ તું જે હજુ આ કમરામાંથી નહિ નીકળે, તો તને ધક્કા મરાવી બહાર કઢાવવી પડશે.” સુસાન સ્વસ્થતાથી મિત્ર ડાબી તરફ ફરીને એટલું જ બોલી, “મને એટલી નિરાંત છે કે, સાચી વાત મારે તમને સંભળાવી હતી તે મેં સંભળાવી દીધી છે અને હવે પાંચસો પિપચિનો અહીં ભેગી થશે, તો પણ એ વાત ન-સંભળાવી થવાની નથી.” આટલું કહી, મિસ નિપર તરત પોતાના કમરામાં ચાલી ગઈ અને ત્યાં પોતાની પેટીઓ ઉપર બેસી નિરાંતે રડવા લાગી. પણ ડી જ વારમાં બારણાં બહાર ઊભેલી મિસિસ પિપચિનને અવાજ સાંભળી, તે પાછી ઉકેરાટમાં આવી ગઈ “ મની ડાકણ, એને મળેલી નોટિસનો સ્વીકાર કરવાની છે કે નહિ ?” મિસિસ પિપચિને બહારથી પૂછયું. મિસ નિપરે અંદરથી જ જવાબ આપ્યો કે, “એ વર્ણનવાળા મેંઢાની બાઈ, આ ભાગમાં નથી રહેતી; તેનું નામ તે પિપચિન છે અને તે હાઉસકીપરના કમરામાં રહે છે.” તું કૂતરી વધારે તારે સરસામાન લઈને ઘરમાંથી ચાલી જા ! તારે મહિનાની નેટિસનો પગાર પણ ઉપાડતી થા ! જેણે સારા દહાડા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ડોમ્બી ઍન્ડ સન જોયેલા છે એવી એક સગૃહસ્થી ભાઈ સાથે તું આવી રીતે વાત કરવાની હિંમત શી રીતે કરી શકે છે ? ’ “ જે સારા દહાડાઓએ મિસિસ પિપચિનની મુલાકાત લીધી હશે, તેમની મને દયા આવે છે. પણ તું મારા બારણાના કાણાને તારી ફૂટેલી આંખ વડે શા માટે અભડાવે છે ? હું હમણાં જ મારા સરસામાન લઈને ચાલી જાઉં છું, સમજી ? ’ મિસિસ પિચિન હવે ધૂંવાંપૂવાં થતી નિપરને પગાર ગણી લાવવા ગઈ. દરમ્યાન નિપરને રુખસદ મળ્યાની ખબર આખા મકાનમાં ફેલાઈ ગઈ. ફ્લોરન્સ તરત દેાડી આવી. સુસાને તેને ગળે વળગીને માત્ર એટલું જ કહ્યું, “મેં મારી ફરજ બજાવી છે; મને પણ તમને છેાડીને જતાં બહુ દુ:ખ થાય છે; પણ મહેરબાની કરી તમે અહીં ન ઊભાં રહેતાં; કારણ કે પિપચિનીના દેખતાં હું અપરાધીની જેમ રડતાં રડતાં. વિદાય થવા માગતી નથી. ’ tr ,, r¢ પણ સુસાન તું જ્યાં જઈશ, અને શું કરીશ ?” “ મારા એક ભાઈ છે; તે ગામડાં ભણી રહે છે અને ઢેર ઢાંખ પાળે છે. ત્યાં હું ચાલી જઈશ અને તેની સાથે રહીશ. ઉપરાંત, મારી પાસે બૅંકમાં બચતના પૈસા પણ છે, એટલે મારે બીજા કેાઈની નોકરી કરવાની જરૂર નથી પડવાની. અને તમારી તાકરી કર્યાં પછી બીજે કયાંય તેકરી કરવા હું જાઉં પણ નહીં, મારા વહાલાં બાનુ ફેલાય !” એમ કહી સુસાન ક્રૂસકે ધ્રૂસકે રડી જ પડી. * * ઘેાડી જ વારમાં મિસિસ પિપયિને પાસે આવીને સુસાનને કબજો લઈ લીધે. કાઈ ને!કરચાકર આગળ તે કાંઈ ખેલે નહિ, તથા કાઈ તેની સાથે વાત કરે નહિ, એ તેને જોવું હતું. તે આખા ઘરમાં દાખલે બેસાડવા માગતી હતી. તેથી ઘેાડાગાડી પણ મંગાવી રાખીને તે તડામાર કરતી સુસાનને જાણે ધરમાંથી હાંકી કાઢવા જ લાગી. * Page #372 -------------------------------------------------------------------------- ________________ સુસાનની વિદાય ૩૩૭ બીજી બાજુ દરવાને આવી મિત્ર ટુર્સ મળવા આવ્યાની ફર્લોરન્સને ખબર આપી. તરત ફરજો મિત્ર ટ્રસ્ટની પાસે જઈને કહ્યું, “વહાલા મિ. સૂટ્સ, તમે મારા મિત્ર છે અને તમારી પાસે એક યાચના કરું છું, તે તમે જરૂર સ્વીકારશો.” મિસ ડેબી, તમે કશે પણ હુકમ મને કરે, તો મારી કેટલાય વખતથી મરી ગયેલી ભૂખ ફરી સજીવન થાય, એટલું જ મારે કહેવું છે. બ્રાઇટન મુકામે મેં જે વાનરવેડા કર્યા, તે પછી મેં ખાધું જ નથી, એમ કહો તો ચાલે.” મારી જૂની તહેનાત-બાનુ સુસાન, જેને તમે ઓળખો છો, તેને અહીંથી એકદમ કાઢી મૂકવામાં આવી છે. તે ભલી બાઈને જ્યાં જવું છે તે તરફ જતા કેચમાં એ વિદાય થાય, ત્યાં સુધી તમે તેની સંભાળ લેશે ? મારાથી વિખૂટા પડતાં તે તદન ભાગી પડી હશે.” મિત્ર ટૂર્સ, તરત દોડી જઈને, સુસાનની ઘોડાગાડી ચાલવા માંડી હતી તે ભાવી; અને તેનું બારણું ઉઘાડી તે પોતે અંદર બેસી ગયા. પછી ઘેડાગાડીને તેમણે પોતાને ઘેર લેવરાવી. આખે રહે અને પોતાને ઘેર ગયા પછી પણ ભલા મિ. ટ્રસ્ટ ફૉરન્સ પોતે આવી હોય તેમ સુસાનની સરભરામાં પડ્યા. તેને બરાબર જમાડી કરીને, પછી તેને જે ગામ જવું હતું તે તરફનો કોચ રાતે ઊપડતો હતો તેમાં, તેને તેમણે બેસાડી દીધી. પછી કાચ ઊપડવાને થયો ત્યારે તેમણે સુસાનને પૂછયું, “કહું , સુસાન ! મિસ ડોમ્બીને તમે જાણો છોને – ” “હા, સાહેબ.” “તમે માનો છો કે, તે – તમે જાણો છો ને ?' તમે શું પૂછયું તે મને સમજાયું નહિ.” “ કહું છું કે, એકદમ તો નહિ, પણ ધીમે ધીમે પણ–બહુ લાંબા વખત બાદ પણ – તે મને ચાહે એમ થવાની આશા રખાય કે નહીં ?” ડો.-૨૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ડે એ ઍન્ડ સન ભલા મિટ્રેસ, તમને ઓળખું છું, તથા તમારે મિસ ડબ્બી પ્રત્યેનો ભાવ પણ જાણું છું; પણ તમને હું જતી વખતે છેતરીશ નહિ – એ આશા તમે કદી રાખશે નહિ – કદી નહિ.” આભાર, આભાર; ગૂડ-નાઈટ; એની કશી ચિંતા નહિ. ઠીક ત્યારે આવજો ! આવજો !” ४४ વિશ્વાસુ એજંટ એડિથ તે દિવસે એકલી જ બહાર ગઈ હતી. તે પાછી આવી અને ઘરના બારણું આગળ ઘોડાગાડીમાંથી ઊતરી, ત્યારે કમરામાંથી કોઈ એ ખુલ્લા માથે આગળ ધસી આવીને નોકરને ખસેડી મૂકી, પોતાનો હાથ એડિથને ટેકો આપવા આગળ કર્યો. એડિથને તે હાથ પકડયા વિના છૂટકો ન હતો. પરંતુ તે કોનો હાથ છે એ જાણ્યા પછી તેણે પૂછયું, “તમારા દરદીને કેમ છે, સાહેબ?” બહુ સારું છે; સારી પ્રગતિ થયે જાય છે; હું હવે રાત પૂરતા તેમને છેડી, મારે ઘેર જાઉં છું ! ” એડિથે માથું નમાવી, તેને વિદાય આપી. પણ તે દાદર ચડવા લાગી, ત્યારે તેણે પાછળ આવી નીચેથી જ પૂછ્યું, “મૅડમ, મને એક મિનિટ મુલાકાત આપી, આભારી કરશો ?” એડિથે થેબીને કહ્યું, “આ બહુ વખત છે; હું થાકી ગઈ છું; તમારું કામ એવું તાકીદનું છે?” ઘણું જ તાકીદનું છે, મૅડમ અને સભાગે અત્યારે ભેગે જ થઈ ગયો છું, તો મને મુલાકાત બક્ષવા આગ્રહ કરવાની રજા લઉં છું.” એડિથે નોકરને પૂછ્યું, “મિસ ડોમ્બી કયાં છે ?” Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ વિશ્વાસુ એજંટ “સવારે બેસવાના ઓરડામાં, મેડમ,” નેકરે જવાબ આપ્યો. “ ત્યાંનો રસ્તો બતાવ.” પણ એ સાંભળી કાકરે નીચેથી જ કહ્યું, “માફ કરજે, મૅડમ, પરંતુ મિસ ડોમ્બી એ મુલાકાત વખતે હાજર ન હોય, એવી મારી વિનંતી છે.” એડિથ તેના તરફ સ્થિર પલકે જોઈ રહી. “મેડમ, મારે જે કંઈ કહેવાનું છે, તે મિસ ડેબી ન જાણે, એ જ સારું છે. કંઈ નહિ તો, એમને એ વિષે કંઈ કહેવું કે નહિ એ નક્કી કરવાનું તમારા હાથમાં જ હું છોડવા માગું છું.” એડિથે નોકરને કહ્યું, “બીજા કાઈ ઓરડામાં લઈ ચાલ.” નોકરે બીજો એક ડ્રોઇંગ-રૂમ ઝટઝટ ઉઘાડ્યો, અને ત્યાં દીવો કરી દઈતે ચાલતો થયો. એડિથે અંગીઠી પાસે એક સોફા ઉપર બેસી ગેડે દૂર ઊભેલા કાર્કરને કહ્યું – - “તમારી વાત હું સાંભળું, તે પહેલાં તમે મારી વાત સાંભળી લો. ” ઘણી ખુશીથી, મિસિસ ડેબી.” “તમે જે માણસના કમરામાંથી હમણાં આવ્યા, તેના તરફથી કશો સંદેશે મને સંભળાવવા આવ્યા હો, તો એ સંદેશો બેલી બતાવવાનો સહેજે પ્રયત્ન ન કરતા; કારણ કે, હું તે સાંભળવાની નથી.” “મારું કમનસીબ છે કે, મારી મરજી વિરુદ્ધ હું એ પ્રયોજનસર જ અહીં આવ્યો છું. પરંતુ એ તો 9 પ્રયોજન છે; અહીં આવવામાં મારું વીનું પ્રયોજન પણ છે” તો પહેલું પ્રયોજન તો પૂરું થઈ ગયું; હવે તે હાથ ધરવાનો પ્રયત્ન ન કરતા.” તમારી સ્પષ્ટ મનાઈ પછી હું એવો પ્રયત્ન કરું, એવું તમે માનો છો ? તમે મને એ સંદેશ કહાવનારથી સહેજ પણ જુદો ન માની લેવાનો અન્યાય કરશે?” Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ડી એન્ડ સન જુઓ, હું ચેખે ચેખી વાત કહી દઉં છું. તમે જાણો છે કે, અમારું લગ્ન સુખી નથી; અમે પતિ-પત્ની વચ્ચે જરાય પ્રેમ નથી, ઊલટાં અવજ્ઞા અને પરસ્પર ધિક્કાર છે, તેમ છતાં તમે મને મારા પતિ પ્રત્યે પ્રેમ અને ફરજની વાત કરવાની ધષ્ટતા કરતા આવ્યા છો; એટલે તમને “ન્યાય” જ કરવો હોય, તો તમે મારું જે રીતનું અપમાન કર્યા કરે છે, તે બદલ મારે તમને ક્યારના કતલ જ કરાવી નાખવા જોઈએ.” પેલાએ શાંતિથી જવાબ આપ્યો, “મેડમ, હું જાણું છું કે, મારા ઉપર તમારો ભારે અણગમે છે. તથા તે શા કારણે છે, એ પણ હું જાણું છું. હું એ વાત છુપાવવાને જરાય પ્રયત્ન નહીં કરું કે, મિડોમ્બી પ્રત્યે તમને સહેજે સ્નેહ નથી એ વાત હું પ્રથમથી જ જોઈ ગયો છું; ઉપરાંતમાં હું એ પણ જોઈ રહ્યો છું કે, એ ઉપેક્ષાભાવ હવે વધીને વધુ ખાટો થઈ ગયો છે. જે સંજોગોમાં તમે મુકાયા છો, એ સંજોગોમાં એથી બીજું ન થાય એ પણ હું સમજી શકું છું. છતાં, તમારા જેવી પ્રતાપી બાઈ પિતાને પતિના સ્વભાવને થોડે ઘણે અંશે પણ બદલવા શક્તિમાન થશે, એવી આશા શરૂઆતમાં રાખવી મારે માટે સ્વાભાવિક ન કહેવાય ?” . મારામાં એવો પ્રયત્ન કરવાને ઈરાદો કે અપેક્ષા જ ન હતાં.” તેમ છતાં, લગ્ન કર્યા બાદ, તમે મિડોમ્બીને તાબેદાર બન્યા વિના તથા તેમની સાથે આ માટે સંઘર્ષ ઊભું કર્યા વિના તેમની સાથે રહેવું શક્ય માન્યું હોય, એમ પણ સ્વાભાવિક નથી ? કારણ, તમને તે વખતે ખબર ન હોય કે, મિ. ડાબી કેવા અક્કડ તથા અભિમાની જીવે છે. પિતાની મહત્તાના જ તે એવા ગુલામ છે કે, પોતાના જ વિજ્ય-રથને બળદિયાની પેઠે જોતરાયેલા તેમને, એ રથને ગમે તેની ઉપર થઈને તથા ગમે ત્યાં ખેંચી જવા સિવાય બીજો વિચાર જ આવતા નથી.” Page #376 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસુ એજંટ ૩૪૧ મિ. કાર્કરને પિતાને મિ. ડેન્મીના સ્વભાવના આ પૃથક્કરણથી સંતવ થયો હોય તેમ પિતાની આખી બત્રીસી ખુલ્લી કરી, ડું હસી લઈ, તેમણે આગળ ચલાવ્યું – “મિડોમ્બી તમારી લાગણીઓની કદર કરી શકે એમ છે જ નહિ–જેમ મારી લાગણીઓની પણ કરતા નથી. અલબત્ત, તમારી સાથે મારી જાતને મૂકવી એ બેહૂદું છે, પરંતુ એ સરખામણ સાચી છે, એટલું જ હું કહેવા માગું છું. પોતાની સત્તાને ઘમંડમાં મિત્ર ડોમ્બીએ, પોતાની મરજી તમને જણાવવા માટે એજંટ તરીકે – દૂત તરીકે મને પસંદ કર્યો છે, તે એટલા માટે જ કે, તે બરાબર જાણે છે કે, તમને મારી પ્રત્યે ભારોભાર અણગમે છે. એટલે મને જ તમારી પાસે મોકલવાથી, તમારા સ્વમાન ઉપર ઘા થઈ તમને ઠીક સજા થઈ રહેશે, એવી તેમની ધારણા છે. આ બાબતમાં મારી પોતાની લાગણીઓ પણ જુદી હોઈ શકે, તેનો વિચાર તે શા માટે કરે ? અલબત્ત, અમે તેમના સેવકે એ પણ શરૂઆતથી તેમની ઈચ્છાને નમી નમીને તેમના સ્વભાવને આ ઉદંડ બનાવી મૂક્યો છે, એ હું કબૂલ કરું છું. પરંતુ પહેલેથી તેમને પોતાને તાબેદાર અને આજ્ઞાંકિત પ્રાણીઓ સાથે જ વ્યવહાર ચલાવવાની ટેવ છે. કોઈ દિવસ તેમની વર્તણૂકથી ગુસ્સે થઈ તેમને સામનો કરનાર તેમને હજુ સુધી કોઈ મળ્યું જ નથી.” પણ હવે તેમને કાઈ એવું મળ્યું છે' એ ભાવની ચેષ્ટા એડિથે અજાણતાં કરી, તે બરાબર લક્ષમાં લઈને કારે હવે પિતાને વધુ એક અંકેડો છૂટો કર્યો– “મિ. ડોબી આમ તો પૂરા સંભાવિત સંગ્રહસ્થ છે; પરંતુ તેમને વિરોધ થાય ત્યારે તે સીધી હકીકતોને પણ મનસ્વીપણે એવી વિપરીત રીતે સમજવા માંડે છે – જેનો એક જ દાખલો હું આવું – તે ખરેખર એમ માને છે કે, મિસિસ સ્કયૂટનના મૃત્યુ પહેલાં તેમણે તમને જે કડકપણે પોતાના વિચારે કહી સંભળાવ્યા હતા, તેની તમારા Page #377 -------------------------------------------------------------------------- ________________ ડેડી ઍન્ડ સન ૩૪૨ ઉપર સચોટ અસર થઈ હતી અને તમે તત્ક્ષણ તે તેમની આગળ નમી પડયાં હતાં.” એડિથ ખડખડાટ હસી પડી. અને હવે સાપે પેાતાનું છેલ્લું ગૂંચળુ ઉકેલવા માંડયું - Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ વિશ્વાસુ એજંટ વર્તનની સરખામણું બીજાઓના ધ્યાન ઉપર આવે છે, અને તેથી તે ઈચ્છે છે કે, એ વસ્તુ એકદમ બદલવી જોઈશે. અને તમે જે નહિ બદલે, તો જેના પ્રત્યે તમે ભાવ બતાવો છે, તે વ્યક્તિને અચૂક નુકસાન થશે.” “તે તો એ મને ધમકી આપે છે, એમ ?” “હા ધમકી તો છે જ, પરંતુ તે તમારા પ્રત્યે નથી.” એડિથે તુચ્છકારથી હસીને કાર્યર સામું જોયું; પરંતુ તે જ ઘડીએ તેણે એવું લથડિયું ખાધું કે જાણે તેના પગ નીચેથી જમીન એકદમ સરકી ગઈ હોય. કાર્કરે તેને તરત પિતાના હાથમાં પકડી લીધી. પણ તેને સ્પર્શ થાય તે ઘડીએ જ તેણે તેને ધક્કો માર્યો અને આ ધકેલી દીધો. તથા પછી માત્ર હાથ આગળ ધરીને કહ્યું, “બસ, હવે વિદાય થાઓ; આજે રાત્રે કશું વિશેષ સંભળાવશો નહિ.” “પરંતુ હું મારા થકી એટલું ઉમેરવા માગું છું કે, ઉના મનની સ્થિતિ તમે જાણતાં નથી, એટલે આમાંથી શાં શાં નહિ ધારેલાં પરિણામ ઊભાં થશે, એ કલ્પવાં અશક્ય છે. મિસ ડોબીની જૂની તહેનાત-બાનુને ડિસમિસ કરવામાં આવી હોવાથી તે અત્યારે દુ:ખી હાલતમાં જ છે. અને આ મુલાકાત વખતે તેમને મેં હાજર ન રહેવા દીધાં, તેનું કારણ તમે હવે સમજી શકયાં હશો.” ઠીક છે; હવે વિદાય થાઓ, સાહેબ.” હું બરાબર સમજું છું કે, તમને મિસ ડોમ્બી પ્રત્યે જે સાચે ભાવ છે, તેથી તમને એમના વિશેષ દુઃખ કે અહિતનું નિમિત્ત બનવાનું નહિ જ ગમે; અને તેથી જ મેં આ બાબત આગ્રહપૂર્વક તમારું ધ્યાન ખેંચવાનો અવિનય દાખવ્યો છે.” “સારી વાત છે, પણ આજે હવે કંઈ વિશેષ બોલશો નહીં; અને મહેરબાની કરીને વિદાય થાઓ.” મારે તો મિડોબીની સાથે તેમની સારવાર નિમિત્તે તેમ જ ધંધાદારી કામકાજ અંગે પણ સતત સંપર્ક રાખવો જ પડશે. એટલે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ડેલ્બી ઍન્ડ સન તમે મને ફરી જલદી મુલાકાત બક્ષશો તથા તમારી એ બાબતમાં શી ઈચ્છાઓ છે તે જણાવશે, એવી આશા રાખું છું.” એડિથે જવાબમાં માત્ર બારણું તરફ આંગળી કરી. “તમે મારી વાત સમજ્યાં નહિ; મેં તમને તેમનો સંદેશો કહી દીધો છે, એવું મારે તેમને કહેવું કે, હજુ કહેવાની તક મળી નથી એવું કે બીજું કારણ રજૂ કરવું, એ હું નકકી કરી શકતો નથી. એટલે તમે જલદી તમારો અભિપ્રાય જાણવાની તક આપે એ આવશ્યક છે. ” “અત્યારે તો નહીં જ.” “પણ મારી વિનંતી છે કે, તમે એવું સમજી રાખજે કે, જ્યારે પણ હું તમને મળું ત્યારે મિસ ડોમ્બી હાજર ન હોય; અને હું તમારી મુલાકાત ઈચ્છું છું, તે તમારા વિશ્વાસુ તરીકે, તથા મિસ ડેબી ઉપર આવનારી આફતો દૂર કરવામાં તમને મારાથી શક્ય એવી મદદ કરવા ખાતર ઇચ્છું છું, એમ જ માનજો.” એડિથે ટૂંકમાં જ જવાબ આપ્યો, “વારુ.” ૪૫ માનસિક ફેરફારો આ સમય દરમ્યાન મિ. કાર્કરના જીવનમાં અને તેમાં જે નાનામેટા ફેરફાર થયા, તેમાં સૌથી વધુ નોંધપાત્ર ફેરફાર એ હતો કે, તે “ડોમ્બી એન્ડ સન” પેઢીના બધા વ્યવહારોની એકે એક વિગતની બરાબર ચપડતાલ કરવા લાગ્યા. અલબત્ત, આ બધી બાબતોમાં તે પહેલેથી જ વધુ સક્રિય તથા ઊંડા ઊતરવાની ટેવવાળા હતા, પરંતુ હવે એમની નજર વીસ ગણું વધુ તીવ્ર બની ગઈ હતી. ઘણી વાર બધા કારકુનો જતા રહ્યા હોય, અને ઑફિસ અંધારી અને Page #380 -------------------------------------------------------------------------- ________________ માનસિક ફેરફાર ૩૪૫ ખાલી થઈ ગઈ હોય, ત્યારે પણ મિ. કાર્કર ચેપડાઓનો અને કાગળને ઝીણવટથી અને કાળજીથી અભ્યાસ કરતા બેઠા હોય, એમ વારંવાર બનતું. પેઢીને કામકાજમાં તેમણે ઊંડો રસ દાખવવા માંડ્યો, તેની સાથે સાથે તેમણે પોતાની અંગત બાબતમાં પણ એટલી જ ચીવટ રાખવા માંડી. પિટીમાં તે ભાગીદાર તો નહોતા જ-કારણ કે, એ હક તો ડાબી-નામધારી વ્યક્તિઓ પૂરતો જ મર્યાદિત રાખવામાં આવ્યું હતો – છતાં મિ. કાકરને પેઢીના બધા વ્યવહારો ઉપર અમુક ટકા મળતા. અને તે પૈસા પણ, પેઢી સાથેના સંબંધને લીધે મળતી સગવડોને પરિણામે, વધુ નફાકારક વ્યવહારમાં તે રોકયે જતા હતા. આમ, પૂર્વના દેશો સાથે વેપાર કરતા વેપારીઓમાં તે ભારે પૈસાદાર માણસ ગણુતા. એક વિશિષ્ટ કહેવાય એ ફેરફાર તેમનામાં થયો હોય તો તે એ કે, હવે વારંવાર, અને ઘોડા ઉપર બેસીને આવ-જા કરતી વખતે પણ, તે એવા ઊંડા વિચારમાં મશગૂલ થઈ જતા કે, પિતાના લય સ્થાને પહોંચે તે દરમ્યાન રસ્તામાંય એ બીજું કશું જોઈ શકતા નહિ કે સાંભળી શકતા નહિ. એક દિવસ તે એ રીતે ઘોડા ઉપર બેસી ડાબી-પેટીના મકાન નજીક આવી પહોંચ્યા. તે વખતે પાસે થઈને જતી બે સ્ત્રીઓ તેમના તરફ તીવ્ર નજરે જોઈ રહી હતી. બેમાંથી જે વૃદ્ધા હતી, તે બેલી ઉઠી, “જે, તે કયાં જાય છે તે !” “મારે તેની તરફ ફરી કદી નજર નાખવી ન હતી; પણ તે નજરે પડ્યો તે પણ ઠીક થયું.” મિસિસ બ્રાઉનની પુત્રીએ જવાબ આપ્યો. “જરાય બદલાયો છે ? ” પેલી બુઠ્ઠી મનમાં ડંખ સાથે બોલી ઊઠી. ' “g શું કરવા બદલાય? તેને શું દુઃખ વેઠવું પડયું છે ? મારામાં વીસ વીસ જણને પૂરતો થાય એટલે ફેરફાર થઈ ગયો છે, એટલું બસ નથી ?” Page #381 -------------------------------------------------------------------------- ________________ તેની પાસેથી મારા પણ રા ધાડાના ૩૪૬ ડેબી એન્ડ સન . જે એ ક્યાં જાય છે, તે! કેવો ટીપટોપ, ઘોડા ઉપર બેસીને! ત્યારે આપણે તો કાદવ ખૂંદતાં –” અને એ કાદવ પણ એના ઘોડાના પગ તળેનો ! આપણે એથી બીજા શાની અપેક્ષા પણ રાખી શકીએ ? ” લાડકી, મારી ફૂટડી એલી, તું એને એમ ને એમ જવા દઈશ? તેની પાસે પૈસા નથી કઢાવવા ? ” “તમને કહી દીધું છે કે, મારે તેના પૈસા જોઈતા નથી. મેં તેની બહેનના પૈસા ન લીધા, તે જ તમે જોયું નહીં ? તેના હાથમાં થઈને પસાર થયો હોય એવા પેનીને પણ હું ન અડકું – સિવાય કે, તેના ઉપર ઝેર ચોપડીને તેને પાછો મોકલવાને હાય! માટે ચાલે, મા, ઊભાં ન રહેશે ” એની પાસે અઢળક ધન છે; અને આપણે આટલાં કંગાળ છીએ, તે પણ!” પેલીએ ત્યાંથી જરાય ખસ્યા વિના જવાબ આપ્યો. કંગાળ એટલી જ બાબતમાં છીએ કે, એણે આપણને કરેલા નુકસાનને બદલે આપણે ચૂકવી આપી શકીએ એવાં સાધન વિનાનાં છીએ. એ જાતની સાધન-સંપત્તિ તો એ જેટલી આપી શકે, તે બધી જ હું સ્વીકારી લઉં ! અને એનો બરાબર ઉપયોગ કરે ! ચાલો મા, હવે શા માટે ઊભાં રહ્યાં છે ?” ડી વાર બાદ રેબ ગ્રાઈન્ડર મિ. કાર્કરના ઘેડાને લઈને એ તરફ અવતો દેખાયો. તેને ઓળખીને મિસિસ બ્રાઉન તરત તેના ઉપર લપકી અને તેના ખભા ઉપર પોતાના હાથ ચપસીને જડી દઈ, બોલી વાહ, ભારે ખુશમિજાજી હૈબ આજ સુધી ક્યાં હતો?” પણ એ બુદ્દીને જોઈને બનો બધો જ ખુશમિજાજ એકદમ ગુમ થઈ ગયો. તે આંખમાં આંસુ લાવીને બોલ્યો, “હું, મિસિસ, બ્રાઉન, તમે બિચારા જણને એનો નિર્વાહ પ્રમાણિકપણે ચલાવીને પ્રતિષ્ઠિત બનવા નહીં દો? તમે શાથી આમ આવીને તેની આબરૂ ઉપર હાથ Page #382 -------------------------------------------------------------------------- ________________ માનસિક ફેરફાર ૩૪૭ નાખે છે ? અને તે પણ જ્યારે એ બિચારા જણ તેના માલિકના ઘેાડાને પ્રમાણિક રીતે તળેલા તરફ દોરી જતા હોય, ત્યારે? હું તે એમ જ માનતેા હતેા કે તમે અત્યાર અગમચ કયારનાં આ ફાની દુનિયામાંથી વિદાય થઈ ગયાં હશે! ! '' .. સાથે જુએ, જુએ, એ કેવી વાત કરે છે? અને તે પણ મારી - કે જે પંખીએ અને કબૂતરા પકડનારાઓ વચ્ચે તેને પડખે મિત્ર તરીકે કેટલાય વખત મદદમાં ઊભી રહી છે!” ઃઃ પણ એ બધી જૂની વાતે રહેવા દેને, મિસિસ બ્રાઉન ! તમે કેમ છે ? અને તમારે શું જોઈએ છે? ’’ 66 જીએ, જુએ, એ પેાતાના પુરાણા મિત્ર સાથે કેવું મેલે છે તે! પણ તેના કેટલાક જૂના સાગરીતે મારા જેવા સમજણા હિ હોય; અને જેમને જેમને તેણે છેતર્યા છે, એ બધામાંથી થેાડાકને જ હું કહી દઉં કે, રૅબ કાં હાથમાં આવે તેમ છે—” 46 ‘ મિસિસ બ્રાઉન, તમે તમારી જીભ પકડી રાખશે!, વારું ? એક બિચારા જણને બરબાદ કરવામાં તમને શે। આનંદ આવે છે? અને તે પણ આ ઉંમરે ? અત્યારે તે! તમારે બીજી બાબતે ને વિચાર કરવા જોઈએ. 22 << વાહ કેવા સરસ વેાડે! છે!” ડેાસી હવે ઘેાડાને ગળા ઉપર થાબડતાં મેલી. “ મિસિસ બ્રાઉન ! તમે એ ધેડાને ભૂલી જશે? તમારું ચાલે તે તમે એને બિલાડી અને કૂતરાના માંસના બદલામાં વેચી ખાએ, એ હું જાણું છું. પણુ એ તે મારા શેઠને ઘેાડે છે, અને હું તેને પ્રમાણિક કામે લઈ જાઉં છું, એટલું યાદ રાખજો. 27 બેટા, હું તારા ઘેાડાને થાબડું છું, તેમાં તેનું શું કાી લઉં << છું, હું ?” ઃઃ અરે કાઢી લેવાની કયાં વાત કરે છે ? આ ઘેાડાતે જે માલિક છે, તેને તે! આ ઘેાડાને તણખલાથી કાઈ અડવુ' હાય, તે Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ડેબી ઍન્ડ સન પણ ખબર પડી જાય તેમ છે.” આટલું કહી, જયાં એ બુઠ્ઠીએ ઘોડાને થાબડ હતો ત્યાં રેબે ફૂંક મારી અને પછી આંગળીથી એ ભાગ પોલિશ કરી લીધો. હું બેટા રબ, તને સારી નોકરી મળી લાગે છે; તું ખરે ભાગ્યશાળી છે, હું ?” “ભાગ્યને ક્યાં રડે છે, મિસિસ બ્રાઉન? તમે કદી સામાં ન મળે, અથવા તમે અત્યારે પણ ચાલ્યાં જાઓ, તો તો એ જણ ભાગ્યશાળી કહેવાય ખરે; પણ તમે તમારે રસ્તે કેમ ચાલતાં થતાં નથી ? કે આ જુવાન બાઈ તમારી મિત્ર થતી હોય, તો તે પણ તમને અહીં વચ્ચે શા માટે આટલું બધું રોકાવા દે છે, વારુ ? અને શા માટે તમે મારી પાછળ પાછળ આ છો?” ઍહ, તું તારી જૂની દસ્તીને ભૂલી જવા માગે છે, હૈ? તું પચાસ વખત તો મારે ત્યાં આવ્યો હશે અને ઘરના ગરમાગરમ ખૂણામાં આવીને નિરાંતે સૂઈ ગયે હશે, - જ્યારે તારા નસીબમાં ખુલ્લા ફૂટપાથ ઉપર જ સૂવાનું હતું! અને અત્યારે તું મારી સાથે આ રીતે વાત કરે છે, એમ ? તારા કેટલાય ધંધામાં હું સાથે રહી છું – નિશાળેથી ભાગી આવતો હતો ત્યારથી માંડીને ચેરીને માલ વેચવા સુધીમાં, અને હવે જોજે, કાલે જ તારા કેટલાય સાગરીતોને પડછાયાની પેઠે તારો પીછો પકડવા મોકલી દઉં છું કે નહિ ? હરામી, તું મારી સાથે આવી તુમાખીથી વાત કરે છે, હૈ ? ચાલ બેટા એલિસ, હવે કાલે વાત !” ઊભાં રહો, ઊભાં રહે, મિસિસ બ્રાઉન ! તમે ગુસ્સે શા માટે થઈ જાઓ છો ? મારા કહેવાનો અર્થ તમારું અપમાન કરવાનો નહોતો; મેં તો ઊલટું તમને મળતાં વેંત પૂછયું કે, “તમે કેમ છે ?” પણ તમે મને એ પ્રશ્નનો કશો જવાબ જ કયાં આવ્યો ? ઉપરાંત કાઈ જણ પોતાના માલિકને ઘડે ખરેરે કરવા લઈ જતો હોય, ત્યારે રસ્તામાં શી રીતે ઊભો રહે, અને તે તેનો માલિક જ્યારે આખો વખત એણે શું કર્યું એ બધું જ જાણી શકતો હોય ત્યારે ? Page #384 -------------------------------------------------------------------------- ________________ માનસિક ફેરફાર ૩૪૯ એટલે તમે રસ્તા વચ્ચે મને ઊભો રાખવાને બદલે તબેલાઓ સુધી મારી સાથે આવે, તો હું તમને કંઈક ગરમાગરમ પાઈશ પણ ખરે.” * અને તબેલે પહોંચી, ઘડાને ખરે કરનારને સંપીને, પછી રેબ એ બે જણ માટે ગરમાગરમ પીણું લઈ આવ્યો. ડેસીએ ધીમે રહીને હવે પૂછયું, “તારા માલિક મિત્ર કાર્કર બહુ સારા માણસ છે, નહિ ?” હે ? મેં તમને તેમનું નામ તે દીધું નથી!” પણ અમે તેમને આ ઘોડા ઉપર બેસીને જતા આવતા ઘણી વાર જોયા છે તથા તને એમને ઘોડે પકડીને ઊભો રહેતો પણ જો છે. તે શહેર બહાર રહે છે, ખરું ને?” હા, જ્યારે તે ઘેર રહે ત્યારે; પણ હમણું અમે ઘેર રહેતા નથી.” ત્યારે ?” મિ. ડોમ્બીના મકાન નજીક ભાડાના મકાનમાં અમે હાલમાં રહીએ છીએ. મિ. ડોબી ઘોડા ઉપરથી પડી ગયા છે, એટલે મારા માલિકને તેમની તથા મિસિસ ડોમ્બીની કે ત્યાંનાં કેટલાંયની તહેનાતમાં રહેવું પડે છે; એટલે હમણાં અમે શહેરમાં જ રહીએ છીએ.” પણ બેટા, તું આવી સારી નોકરીએ ચડી ગયો તો પણ મારે ત્યાં આવીને મને ખબર ન કહી ગયો, એ કેવું ?” “એક જણનો માલિક સો સો આંખેવાળો અને બસો બસો કાનવાળો હોય, અને આખો વખત કામમાં જ રોકી રાખતો હોય, ત્યારે તે જણ શી રીતે કયાંય જઈ શકે ?” પણ હવે તું અવારનવાર મને આપણે ઘેર મળવા આવતો રહીશ, એવું વચન આપે છે ?” હા, હા, હું જરૂર આવી જઈશ.” “અને તેય બહુ જલદી આવીશને ? તે પછી હું તને રસ્તામાં મળીશ તો પણ નહિ બેલાવું, તથા તું ક્યાં રહે છે, તે પણ બીજા કેાઈને નહિ કહું, હાં ?” Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ડી એન્ડ સન રેબ એ આશ્વાસનથી બહુ રાજી થયો, અને કહેવા લાગ્યો, “તમે કેવાં સારાં છો, મિસિસ બ્રાઉન” તો બેટા, અત્યારે મને એકાદ શિલિંગ આપ જોઉં. હું ભારે તંગીમાં છું; અને આ મારી ફૂટડી છોકરી મને ભૂખે જ મારે છે.” ગ્રાઈન્ડર આનાકાની કરતો ખીસામાંથી એકાદ સિક્કો કાઢી, જે ડોસીના હાથમાં મૂકવા ગયો કે તરત ઍલિસે પોતાની માનો હાથ પાછો ખેંચી લીધો અને તેને ધમકાવીને કહ્યું, “ આ શું માં, તમે જેની ને તેની જોડે પૈસા જ માગ્યા કરે છે ?” અને તરત ડોસીનો હાથ પકડી, તેને ઉઠાડીને, રસ્તા ઉપર તે ખેંચી ગઈ ઓફિસમાં મિ. કાર્કર આખો દિવસ વિવિધ કામકાજમાં, – જેવા કે, બહાર ધંધાને સ્થળે જવર-અવર, મુલાકાત, પત્રવ્યવહાર વગેરેમાં ડૂબેલા રહ્યા. ટેબલ ઉપરના બધા કાગળો એક પછી એક પતી રહ્યા, ત્યારે તે પાછા વિચાર ઉપર ચડી ગયા. તે વખતે તેમનો ભાઈ જોન કાર્કર થોડા વધુ કાગળો લઈને અંદર આવ્યા અને ગુપચુપ ટેબલ ઉપર મૂકી ચાલવા લાગ્યો. તરત મેનેજર-કાકરે તેને થોભાવીને પૂછયું, “હે, તમે લેકો આવે છે અને જાઓ છો, પણ કાઈવખત શેઠ મિડોમ્બીની હાલત કેમ છે, એ વિષે કેમ કરી પૂછપરછ કરતા નથી ? આજે સવારે પેટીમાં અમને ખબર મળ્યા હતા કે, તેમની તબિયત સુધારા ઉપર છે.” વાહ, તમે બધા તેમને કંઈક અજુગતું થાય, તો ખરેખર રડવા બેસો, ખરું ?” હા, મને પિતાને તો ખૂબ જ દુઃખ થાય.” વાહ, આ મારો ભાઈ મને એમ મનાવવા પ્રયત્ન કરે છે કે, જે શેઠે તેને એક જ ખૂણામાં કચરાની પેઠે નાખી મૂક્યો છે, તે શેઠને કંઈક થાય તો તે રડવા બેસે ? વાહ!” Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ માનસિક ફેરફારો “તમે જે પૂછયું, તેને મેં જવાબ આપ્યો.” પણ હું એમ પૂછું છું કે, મારા ભાઈને તેના શેઠ વિષે કંઈ જ ફરિયાદ નથી ? તેણે તેનું અપમાન કર્યા કર્યું હોય, તુચ્છકાર જ દાખવ્યો હોય, તેને હડધૂત કર્યા કર્યો હોય, – એ કશા સામે તેને કશે વિરોધ નથી? મોટાભાઈ તે માણસ છે કે ઉંદર ?” માલિક અને નોકર તરીકે બે માણસો વરસથી ભેગા રહ્યા હોય, તો કોઈ વખત ગેરસમજથી કે ખરેખર પણ હડધૂત, અપમાન, તિરસ્કાર વગેરે ન થયાં હોય એમ તો બને જ નહિ. ઉપરાંત મારી બાબતમાં તો જુદો જ ઈતિહાસ છે – છતાં મારા જેવાને તેમણે પેઢીમાં નભાવી લીધો હોય, તો તે બદલ મારે તેમના આભારી રહેવું જ જોઈએ; પણ મારા સિવાય બીજા પણ જે કાઈ પટીના કામદારે છે, તેઓને પણ શેઠની તબિયત બાબત એવું જ લાગે.” સાળા ઢોંગીઓ – લબાડો – જુફાઓ! આ પેઢીમાં કામ કરનાર એવું કઈ ન હોઈ શકે, જે એને અભિમાની શેઠને ઘેડી લપડાકો વાગે અને તેમનો તોર ઊતરે, તે રાજી ન થાય; એવું કાઈ ન હોય કે જે અંતરમાં છાને છાનો તેમને ધિક્કારતો ન હોય, અને ખરેખર પોતાની તાકાત હોય તો તેમની સામે પણ ન થઈ જાય, તથા તેમને પછાડવા ન ઈચ્છે. જે માણસ તેમની કૃપાને પાત્ર થયો હશે, તે ભાણસ તેટલા જ પ્રમાણમાં તેમની અવજ્ઞાને પાત્ર પણ થયો હશે; અને તેથી જે માણસ તેમની વધુ નજીક ગોઠવાયેલ હશે, તે અંતરથી તેમના કરતાં વધુ દૂર બન્યો હશે, સમજો ?” હું નથી જાણતો કે, કેણે તમારા કાન આમ ઊંધી રીતે ભર્યા છે? અથવા તો હું માનું છું તેમ, તમે કેવળ મારી પરીક્ષા કરવા જ આવું અવળું બેલે છે.” અરે, હું તમને બધાને ઓળખું છું તમે બધા દીન-હીન–પૂંછડી પટપટાવનાર કુત્તાઓ માત્ર છો. બધા સરખો જ દેખાવ, સરખો જ ઢોંગ આચરો છે; પણ ગુપ્ત રીતે તો તમે બધા શું વિચારો છે, એની Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩પર ડિલ્મી એન્ડ સન મને ખબર છે. તમારામાં તાકાત હોય તો તમારા ઘમંડી, અભિમાની શેઠને ધૂળ ભેગા કરવા અને ધૂળ ચાટત થયેલું જોવા તમે ન ઇચ્છો, એ વાત હું માની શકતો નથી ! મને મારા પિતાનો અને તમારા બધાનો અનુભવ ન હોય તો ને !” આ છેલ્લું વાક્ય તેમના મોંમાંથી અજાણપણે બહાર નીકળી પડયું. ૪૬ વાપાત મિ. ડોબીને અકસ્માત થયે છ મહિના થઈ ગયા હતા; છતાં એડિથ અને મિડાબી વચ્ચે એ જ જાતને – અતડાપણને –સંબંધ જ ચાલુ રહ્યો હતો. ફૉરન્સના હૃદયમાં આ નવા લગ્ન વખતે પિતાનું સુખી ઘર વસવાની જે આશા ઊભી થઈ હતી, તે સદંતર લુપ્ત થઈ ગઈ હતી. બે વર્ષ થવા આવ્યાં હોવા છતાં આ ઘરનો એક દિવસ ફરન્સના સ્વપ્નને લુપ્ત કરી નાખે એવા બનાવો વિનાનો ગયો ન હતો. એડિથ અને તેના પિતા દૂરના ભવિષ્યમાં પણ કદી શાંતિથી ભેગાં રહી શકે, એવી જરાય આશા દેખાતી ન હતી. ફરન્સ હજી પિતાને ચાહતી હતી. અલબત્ત, પિતા તેને મન કદી પ્રત્યક્ષ નક્કર વસ્તુ નહોતા ! પ્રત્યક્ષ નક્કર વસ્તુ જે પ્રમાણમાં તેના હૃદયનો ભુક્કો કરતી જતી હતી, તેટલા પ્રમાણમાં ફલૅરન્સનું મમતાળુ હદય એ પથ્થર ઉપર પોતાની માયા-મમતાનું એક જુદું જ આવરણ વીંટળે જતું હતું. પરિણામે, તેના મનમાં વસેલા પિતાને પ્રત્યક્ષ દુનિયાના પિતા સાથે કશું સરખાપણું રહ્યું ન હતું. એડિથ સાથે તેને સંબંધ હવે બદલાઈ ગયો હતો. ફરન્સ અકસ્માતના દિવસથી જ જેતી આવી હતી કે એડિથ હવે તેને મળવા Page #388 -------------------------------------------------------------------------- ________________ વિજયાત ૩૫૩ કરતાં ટાળવાને વધુ પ્રયત્ન કરતી હતી. એ વસ્તુ તેને અસહ્ય બનતી જતી હતી. તેથી એક દિવસ તેણે તેના કમરામાં જ તેને પકડી પાડી અને પૂછયું – “મમાં, તમને મારા ઉપર કશું બેટું લાગ્યું છે?” ના.” મારા હાથે મારો કંઈક અપરાધ થયો જ હવે જોઈએ. તમારી રીતભાત હવે મારા પ્રત્યે છેક બદલાઈ ગઈ છે. તમારામાં સહેજ પણ ફેરફાર થાય તે મને ખબર પડ્યા વિના ન જ રહે– કારણ કે હું તમને પૂરેપૂરા હૃદયથી ચાહું છું.” “મારી પેઠે જ ફૉરન્સ ! તું વિશ્વાસ રાખ કે અત્યારે હું તને ચાહું છું, તેટલી પહેલાં કદી પણ ચાહતી નહોતી !” તો પછી તમે મારાથી દૂર ભાગતાં જ કેમ દેખાઓ છો ? તથા કઈ કઈ વખત તમે મારી સામે વિચિત્ર નજરે કેમ જોઈ રહે છો ? મને કહો, જેથી હું તમે ખુશ રહે તેવા પ્રયત્ન કરું અથવા તો એમ કહી દે કે, હવેથી તમે મારાથી અતડાં નહિ રહે.” મારી ફરન્સ,” એડિથ ગળગળી થઈને તથા ફલેરન્સને ગળે વળગી પડીને બેલી, “રાથી તારાથી અળગી રહું છું, તે હું તને કહી શકતી નથી. મારે કહેવું પણ ન જોઈએ તથા તારે સાંભળવું પણ ન જોઈએ. પણ એ વાત સાચી છે, અને એમ જ ચાલુ રહેવાની છે. મારું ચાલે તેમ હોય, તે એ વસ્તુ હું એક ક્ષણ પણ મંજૂર રાખું ખરી ?” ગાળે એકબીજાથી અલગ થવાનું છે, એવો તેનો અર્થ સમજવો ?” હા, મારા જીવન ! તું મારી વાત સાંભળી લે; તને સહેજે દુઃખી થતી જોતાં મારું હૃદય ફાટી જાય છે. પણ તે મારા સામું જોઈને કહે કે, હું એ વસ્તુ બરાબર સહન કરી લઉં છું કે નહિ ? એમ દેખાવા માટે મારે શું શું નહિ કરવું પડતું હોય, તે તું જ નથી સમજી શકતી, પ્રિય? તારાથી મારી અલગતા દેખાવ પૂરતી છે; કારણ કે, ડે–૨૩ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ડી એન્ડ સન અંતરમાં તો હું જેવી ને તેવી છું. મારે જે કરવું પડે છે, તે મારે કારણે નથી કરતી, એની ખાતરી રાખજે.” “તો શું મારા હિતમાં તમારે એમ કરવું પડે છે, મમા ?” વહાલી, એ બધો દેખાવ છે, એટલું જ જાણવું બસ છે. શા માટે કે કેને માટે એમ કરવું પડે છે, એ બધું કહેવું જરૂરી નથી. એમ કરવું આવે છે; અને જીવનમાં કેવી કેવી આવશ્યકતાઓ માણસને મૂંગે મેએ સ્વીકારી લેવી પડે છે! એટલે મારી ને તારી વચ્ચેનો સંબંધ વછોડ જ પડશે.” હંમેશને માટે, મમાં ?” હું એમ કહેતી નથી. મને પિતાને જ ખબર નથી. અહીં મારે જે માર્ગોએ થઈને પળવું પડે છે, તે માર્ગે તારે જવાનું ન હો ! મારો માર્ગ કયાં જાય છે – ભગવાન જાણે – હું પોતેય દેખી શકતી નથી – ” “મમા, મને તમારામાં કંઈક વિચિત્ર ફેરફાર થયેલો લાગે છે – તમે મને કહો છો તે કરતાં ઘણું ઘણું તમારા મનમાં છે. મને બીક લાગે છે; અત્યારે જ મને થોડુંક વધુ તમારી પાસે બેસવા દો.” ના, વહાલી, ના; મને એકલી જ રહેવા દે; તારાથી તો અળગી જ રહેવા દે. મને વધુ પ્રશ્નો પણ ન પૂછતી. માત્ર એટલું જ જાણી રાખ કે, હું જે કંઈ કરું છું તે કોઈ અવિચારી ચંચળ પ્રકૃતિનું મનસ્વી કાર્ય નથી. તારા ઘર ઉપર હું કાળી છાયાની પેઠે આવી પડી છું – એ હું જાણું છું. હું કદી ન આવી હોત તો સારું થાત – પણ હવે આ વાત વધુ ન લંબાવીશ.” “મમાં, આપણે વિખૂટા જ પડવાનું છે?” આપણને ખરેખર વિખૂટાં પાકવીમાં ન આવે, તે માટે આટલું આપણે કરવાનું છે. જા ફૉરન્સ, મારો પ્રેમ અને પસ્તા તારી સાથે હંમેશ રહેશે.” Page #390 -------------------------------------------------------------------------- ________________ વાપાત તે કલાકથી માંડીને ફરન્સ અને એડિથ જાણે ઘરમાં સાથે રહેતાં જ ન હોય તેવાં બની રહ્યાં. દિવસો સુધી તેઓ એકબીજાને ભેગાં જ થતાં નહિ. ભોજન વખતે તેઓ ભેગાં થાય, પણ તે મિત્ર ડોમ્બીની હાજરીમાં. તે વખતે તો એડિથ ફૉરન્સની સામે નજર પણ નાખતી નહિ. મિ. કાર્લર, મિ. ડોમ્બીની ઘાયલ અવસ્થા દરમ્યાન અને પછી પણ, સામાન્ય રીતે ભોજન વખતે સામેલ રહેતા; ત્યારે તો એડિથ ફરન્સના અસ્તિત્વને જ ભૂલીને વર્તતી હોય તેમ વર્તતી. આ બધાથી ફલેરન્સને એક ફાયદો એ થયો કે, હવે તે પોતાને પિતાની અપરાધી માનતી બંધ થઈ પહેલાં, પિતાને ન ગમતી ચીજ કરવા પૂરતી તે પોતાને અપરાધી માનતી હતી. હવે પોતાના પિતાને તથા એડિથને બંનેને, કોઈની ગુનેગાર બનવાના ડર વિના, તે સભાનપણે અંતરથી ચાહવા લાગી. પ્રત્યક્ષ પ્રેમ તો હવે બંનેને તેણે ગુમાવ્યો હતો. પિતાના એડિથ સાથેના લગ્નની બીજી સાલગરહ આવી. તેની આગલી રાતે બધાં ભોજન કરવા ભેગાં બેઠાં હતાં. એડિથે સારાં વસ્ત્રાભૂષણ પહેર્યા હતાં; અને મિત્ર કાર્કર એડિથની તેમ જ મિત્ર ડોમ્બીની તહેનાતમાં ખડે પગે હાજર હતા. ભેજન વખતે કશી સામાન્ય વાતચીત ન ચાલી. ફૉરસે જોયું કે, તેના પિતાએ ધંધારોજગાર અંગે મિ. કાર્કર સાથે થોડી ઘણી વાતો કરી હતી, અને તેમણે ધીમેથી તેના જવાબ આપ્યા હતા. ભોજન પૂરું થતાં, નોકરે ચાલ્યા ગયા એટલે મિ. ડોમ્બીએ એડિથને સંબંધીને કહ્યું – મિસિસ ડોબી, હું ધારું છું, તમે જાણતાં હશે કે, કાલે આપણે ત્યાં ભેજનસમારંભમાં કેટલાક માણસોને નિમંત્રણ આપ્યાં છે; એ અંગેની સૂચના મેં હાઉસકીપરને આપી છે.” “હું કાલે ઘેર જમવાની નથી.” Page #391 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન બહુ મોટી પાર્ટી નથી; બાર કે ચૌદ જણ હશે. મારાં બહેન, મેજર ઑગસ્ટક અને બીજા કેટલાક, જેમને તમે બહુ ઓછું ઓળખતાં હશે.” “હું કાલે ઘેર જમવાની નથી.” “જે બનાવની યાદગીરીમાં એ ભોજન સમારંભ રખાયો છે, તેની યાદ રાખવા જેવી છે કે નહિ, એની મને ખાતરી નથી; છતાં આવી બાબતમાં કેટલાક દેખાવ દુનિયા આગળ કરવો જ પડે છે. તમને તમારી જાત માટે સંમાન ન હોય, તેપણુ, મિસિસ ડોમ્બી—” મને જરાય સંમાન નથી.” મેડમ,” મિ. ડાબી ટેબલ ઉપર હાથ પછાડીને બોલી ક્યા, “હું કહું છું તે મહેરબાની કરીને સાંભળો – હું એમ કહું છું કે, તમને તમારી જાત માટે સંમાન ન હોય...” અને હું કહું છું કે મને નથી, બસ !” “કાર્યર” મિ. ડોબીએ હવે એ સગૃહસ્થ તરફ નજર કરીને સ્વસ્થતાથી કહ્યું, “જીવનવ્યવહારમાં શિષ્ટતા અને સ્વમાન જાળવી રાખવાના ઇરાદાથી, મિસિસ ડોમ્બીને કાંઈક સૂચન કરવું હોય ત્યારે મેં તમારો ઉપયોગ પહેલાં કરેલો છે; તો આ વખતે પણ જરા તકલીફ લઈને તમે એમને કહેશે કે, જે તેમને તેમની જાત માટે સ્વમાન જેવી કંઈ લાગણું ન રહી હોય, તો પણ મને તો મારી જાત માટે તેવી લાગણું હજુ છે જ; એટલે કાલની મારી ગોઠવણોનું પાલન થાય એ હું આગ્રહ રાખું છું.” એડિથે એના જવાબમાં મરડાટ સાથે કારને ઉદ્દેશીને કહ્યું, “તમારા માલિકને કહી દો કે, આ બાબત અંગે હું યોગ્ય પ્રસંગે જે વાત કરવી હશે તે કરીશ, અને તે પણ તે એકલા હશે ત્યારે.” મારી સાથે સીધી વાત કરવાનો તમારે અધિકાર માન્ય ન રાખવાનું મને શું કારણ છે, તે મિ. કાર્કર સારી રીતે જાણે છે; Page #392 -------------------------------------------------------------------------- ________________ વાપાત ૩૫૭ એટલે તમારે એ સંદેશ મને પહોંચાડવાની ફરજ મિ. કાર્કર ઉપર નથી.” મિ. ડેબીએ એડિશને સંબોધીને કહ્યું. “તમારી દીકરી અહીં હાજર છે, સાહેબ,” એડિશે કહ્યું. “મારી દીકરી આ ચર્ચા વખતે હાજર રહેશે જ, મેડમ.” એડિથની કાર સાંભળી, ફરન્સ જવા માટે ઊભી થઈ ગઈ હતી, તે મિડોમ્બીને આ જવાબ સાંભળી, પોતાના પંજામાં મેં છુપાવી દઈ, ધ્રુજતી ધ્રૂજતી પાછી બેસી ગઈ. “મારી દીકરી, મેડમ – ” મિ. ડોમ્બીએ આગળ ચલાવ્યું. પરંતુ એડિથે શાંત પણ સ્પષ્ટ અવાજે તેમને આગળ બેલતા ભાવીને કહ્યું – “તમને કહી તો દીધું કે, હું તમારી સાથે એકલી વાતચીત કરી લઈશ. અને તમે જે છેક જ પાગલ ન બની ગયા હો, તો મેં જે કહ્યું તે લક્ષમાં રાખે.” તમારી સાથે કરે મારી મરજી હોય ત્યારે અને જ્યાં મારી મરજી હોય ત્યાં બેસવાને મને અધિકાર છે, અને અહીં અને હમણાં જ બેલવા માગું છું.” એડિથ એકદમ ઓરડો છોડી ચાલી જવા ઊભી થઈ ગઈ, પણ પછી મિડ ડેબીની સામે બહારની સ્વસ્થતા દાખવતી થોડી વાર જોઈ રહી અને બોલી – “તમે બેલશે જ, એમ ! ” - “મારે તમને પહેલાં તો એ કહી દેવું જોઈએ કે, તમારી રીતભાતમાં ધમકીનો જે દેખાય છે, તે તમારે એકદમ તજી દેવો જોઈએ. એ તમને છાજતો નથી.” એડિથ હસી પડી. અને મારી પુત્રીને પણ હું હાજર એટલા માટે રાખવા માગું છું કે, કેવી રીતભાત સ્ત્રીને ન છાજે, એનો પદાર્થપાઠ તે મેળવી શકે. અત્યારે તમે જે ખરાબ દાખલે રજૂ કરી રહ્યાં છે, તે જોઈને તે કંઈક શિખામણ લેશે, એમ હું માનું છું.” Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ડોમ્બી એન્ડ સન “હું હવે તમને બેલતા ભાવવાની નથી, કે અહીંથી ઊઠીને ચાલી જવાની નથી; તથા આ એારડા સળગી ઊઠ્યો હશે તો પણ તમારે કહેવાનું પૂરું સાંભળીને જ જઈશ, બસ ?” “મારી દીકરી એ વાત જુએ અને તેમાંથી બેધ લે કે, પોતાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ સંતવાઈ રહે, ત્યાર પછી કૃતઘતાપૂર્વક જે સ્ત્રીને સ્વભાવ જક્કીપણે વિરોધી બની રહે, તે કેટલો બધો વખેડવા એગ્ય કહેવાય તથા તેને ડામવો અને સુધારવો કેટલો બધો જરૂરી કહેવાય.” થોભો છો શા માટે ? બે જાઓ; આ ઓરડે હજુ સળગી ઊડ્યો નથી; અને સળગ્યો હશે તો પણ હું ચાલી જવાની નથી.” “આ બધાં કડવાં સત્યો બીજા કોઈની હાજરીમાં સાંભળવા તમને ન ગમે એ સ્વાભાવિક છે. પરંતુ તમારામાં જે બંડાર પ્રકૃતિ છે, તેને તમારે ઝટપટ દબાવી દેવી જોઈએ – કચરી નાખવી જ પડશે. આવતી કાલે કેટલાક બહારના માણસો હાજર હશે, અને તમારે દેખાવ પૂરતો પણ તેમની સાથે અને તેમની હાજરીમાં ઉચિત વર્તાવ દાખવવું પડશે.” એટલે કે મારી ને તમારી વચ્ચે જે કંઈ બન્યું છે તે જાણવું તમને પૂરતું થતું નથી; આ મિસ્ટર (કાર્યર) ની મારફતે તમે જે કંઈ અપમાન મારી ઉપર લાદ્યાં છે, તે તમને પૂરતાં લાગતાં નથી; તમે આને (ફૉરન્સની તરફ આંગળી કરીને) ઉપલક્ષ બનાવીને હરરોજ હરઘડી મને જે રિબામણ ઊભી કરી છે, તે પણ તમને પૂરતી લાગતી નથી; એ દિવસ કે જે આખા વર્ષમાં મને એક એવા સંઘર્ષની યાદ અપાવે છે કે, જે દરમ્યાન હું મરી જ ગઈ હોત તો સારું થાત, એમ મને લાગ્યા કરે છે, તે દિવસ પણ તમને પૂરત થતો નથી. તમારે તો મને હું જે નીચલી કક્ષાએ ઊતરી પડી છું, તેની ફલેરન્સને સાક્ષી બનાવવી છે; જે કે, તમે જાણે છે કે, એની શાંતિ માટે તમે મારા જીવનની એકમાત્ર માયાળુ લાગણીને મારી પાસે બલિદાન દેવરાવ્યું છે! Page #394 -------------------------------------------------------------------------- ________________ વાપાત તથા હું એમ પણ કહ્યું કે, જેને ખાતર હું તમારી ગમે તેવી ઉદંડ મરજીને તાબે થવા પણ કદાચ તૈયાર થઈ હેત !” પણ એડિથનું આ છેલ્લું વાક્ય મિ. ડોમ્બીને માટે અંતિમ ફટકારૂપ નીવડયું: આ બંડાર સ્ત્રી એડિશને નમાવવામાં પિતે જ્યાં અશક્તિમાન નીવડ્યા, ત્યાં પણ આ અવગણાયેલી છોકરી સફળ નીવડી શકે તેમ છે. એ છોકરી જ એને માર્ગમાં જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે આગળ આવીને જ ઊભી રહે છે, જેની ઘણાસ્પદ હસ્તીને જ પોતે લક્ષમાં લેવા તૈયાર નથી ! મિ. ડોમ્બીએ ફલેરન્સ સામે જોઈ, તેને એકદમ ઓરડામાંથી બહાર ચાલ્યા જવા કહ્યું. જાણે એડિથે નહિ પણ તેણે તેમનું ઘર અપમાન કર્યું હોય ! પછી તેમણે એડિથને કહ્યું, “હું જાણું છું કે, મારે વિરોધ કરવા ખાતર જ તમે તમારે સ્નેહ એ છોકરી તરફ વાળ્યો હતો; કારણ કે, તમે જાણતાં હતાં કે, એ છોકરી મને ગમતી નથી. પણ તમારા એ સ્નેહને પણ ત્યાં વળતે સફળતાથી રોકવામાં આવ્યો છે, અને રોકવામાં આવશે જ.” “તમારું દુર્ભાગ્ય છે કે તમે એવું માનો છે અને જાણે છે.” “મિસિસ ડોમ્બી, આ રીતે તમે મારી સાથે સમાધાન નહિ કરી શકે કે, મને મારા માર્ગમાંથી પાછો નહિ વાળી શકે.” મેં કહ્યું, તે તમારી સાથે સમાધાન કરવા નહીં, પણ તમારા સુખ અને હિત માટે કહ્યું હતું. બાકી, તમારું કહેલું કે ધારેલું હું હરગિજ નથી કરવાની, એ જાણી રાખજે.” હું કોઈને કહેવા જતો નથી, મિસિસ ડી ; મને આદેશ આપવાની જ ટેવ છે. ” હું કાલે તમારા ઘરમાં ભોજન સમારંભ વખતે હાજર રહેવાની નથી. તમારા ખરીદેલા ગુલામ તરીકે તમે કયાંય મારું પ્રદર્શન નહિ કરી શકે. મારા લગ્ન-દિવસ એ મારે મન ભયંકર શરમનો દિવસ છે.” Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ડેબી ઍન્ડ સન કાર્ટર, હવે મિ. ડેબી આખર ઉપર આવી જઈને બેલ્યા; “મિસિસ ડોબી પોતાને અને મને ભૂલીને, મને એવી સ્થિતિમાં લાવી મૂકવા માગે છે કે, જે મારા સ્વભાવને બિલકુલ પ્રતિકૂળ છે. અને તેથી હું આ વસ્તુસ્થિતિને અંત જ લાવવા માગું છું.” તો પછી જે સાંકળે અને તમે બાંધી છે, તેમાંથી મને મુક્ત કરે, અને મને જવા દો.” મેડમ, તમે શું બોલે છે, એને તો વિચાર કરો ?” મિત્ર ડાબી એકદમ તડૂકી ઊઠ્યા. મિ. કાર્કર, તમે એમને કહો કે, હું તેમનાથી છૂટી થવા માગું છું. અને એ વસ્તુ જ બંનેના હિતમાં છે. તેમને જે શરતે કરવી હોય તે શરતે –મને તેમની મિલકતની જરાય પરવા નથી – પણ આ છુટકારો એકદમ થઈ જાય એ જરૂરી છે.” ભલા ભગવાન, મિસિસ ડાબી, તમારે આ પ્રસ્તાવ હું સાંભળવા પણ માગતો નથી. હું કોણ છું તે તમે જાણો છો ? “ડાબી એન્ડ સન” નામ તમે કદી સાંભળ્યું છે? લેકા એમ કહે કે, મિ. ડાબી તેમની પત્નીથી છૂટા થયા ! સામાન્ય લોકો મારા ગૃહજીવનની વાત કરે ! મિસિસ ડેસ્મી, તમે શું ખરેખર એમ માને છે કે, મારા નામને હું એવી તુચ્છ જીભ ઉપર ચડવા દઉં ? શરમ છે! તમે અર્થહીન વાતો ઉપર આવી ગયાં છો ! તમે જાણું રાખજો કે, તમારી અને મારી વચ્ચે લગ્નવિચ્છેદની કોઈ શક્યતા જ નથી. એટલે મારી સલાહ છે કે, એવા ખ્યાલો છોડી, તમે તમારી કર્તવ્યભાવના પ્રત્યે જાગ્રત થઈ . અને કાર્કર, હું તમને એ કહેવા માગતો હતો કે કાર્લર આ બધું નીચે એ સાંભળી રહ્યો હતો. તેણે હવે ઊંચું જોયું, તેની આંખમાં કંઈક વિચિત્ર ચમક ભરેલી હતી. હું તમને, કાર્લર, એમ કહેવા માગતો હતો કે, તમે મિસિસ ડેબીને કહી શકો છો કે, મારા જીવનમાં કોઈ મારો વિરોધ કરે કે મારા માર્ગમાં આડું આવે, તેને હરગિજ સહન ન કરી લેવાનો મારો Page #396 -------------------------------------------------------------------------- ________________ વાપાત ૩૬૧ નિયમ છે. તેમ જ, મારા પ્રત્યે જે આજ્ઞાંકિતતા તેમણે ધારણ કરવી જોઈએ, તે આજ્ઞાંકિતતા ધારણ કરવા માટે બીજું કાઈ પ્રયેાજન મારી સમક્ષ રજૂ કરવામાં આવે, તે પણ હું સાંખી શકું તેમ નથી. મારી પુત્રીનું નામ આ બાબતમાં આગળ કરવામાં આવ્યું છે, તથા મારા વિરોધ દાખવવામાં અને મને છેાબીલેા પાડવામાં મારી પુત્રીને ઉપયાગ કરવામાં આવ્યા છે. મારી પુત્રી મિસિસ ડેામ્બી સાથે એ બાબતમાં કંઈ સંતલસમાં છે કે નહિ, તે હું જાણુતા નથી, કે તેની પરવા કરતે! નથી. પરંતુ મિસિસ ડે!મ્મીએ આજે જે કહ્યું છે અને મારી પુત્રીએ પણ સાંભળ્યું છે, તે પછી, મિ॰ કાર્કર, હું તમને મિસિસ ડામ્બીને એમ જણાવી દેવા વિનંતી કરું છું કે, તે જો મારા ઘરને આવા ઝઘડાનું કાયમી રણક્ષેત્ર બનાવી મૂકવા માગતાં હશે, તે! મારે મારી પુત્રીને પણ એ માટે જવાબદાર ગણી, તેના પ્રત્યે મારી કઠેર નાખુશી દર્શાવવી પડશે. અને તેને અર્થ શા થાય, તે મિસિસ ડેાશ્મી સમજી શકશે, એમ હું માનું છું. "" (C પણ હવે કાર્કરે પહેલી વાર જવાબ આપ્યા, “ મને એક વાત વચ્ચે કહી લેવા દે નેકે, મને એ કહેતાં દુઃખ થાય છે, અને ખાસ કરીને એટલા માટે કે, મારા મત તમારાથી જુદા પડતા દેખાશે કે તમારે છૂટાછેડાના પ્રશ્ન ઉપર ફરીથી વિચાર કરવ! જોઈએ. અલબત્ત, તમારી જાહેર પ્રતિષ્ઠાને એથી હાનિ પહેાંચે એ બરાબર છે; પરંતુ તમારે સમજવું જોઈએ કે, મિસિસ ડેામ્બી અહીં આ ઘરમાં રહેશે એટલે બધે। વખત આ ધર, તમે કહ્યું તેમ, કૌટુંબિક શાંતિને નાશ કરનાર ઝઘડાનું જ સ્થાન બની રહેશે અને સાથે સાથે મિસ ડેામ્મીની સ્થિતિ પણ તેથી નાહક ોખમાશે. એના કરતાં તે મિસિસ ડામ્બીને આ સળગતી હેાળીમાંથી મુક્ત કરવાં એ વધુ સારું નહિ? અને તમે તેમને મુક્ત ન કરા એ વસ્તુ, કેવળ તમારી પ્રતિષ્ઠા અને આબરૂને જાળવી રાખવા ખાતર, તેમની અને સૌની સુખશાંતિને ભાગ આપવા જેવું ન કહેવાય ? ” Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ ડેબી એન્ડ સન કાર્કર, તમે આ મુદ્દા ઉપર મને સલાહ આપવા જાઓ છો, તે વખતે તમે તમારા હોદાનો અને સ્થિતિને ખ્યાલ ભૂલી ગયા હો એમ લાગે છે. બસ, મારે એથી વધુ કંઈ કહેવું નથી.” ખરી રીતે તો આ બધી (મિસિસ ડાબી તરફ આંગળી કરીને) વાટાઘાટો ચલાવવામાં મારો ઉપયોગ કરતી વખતે જ તમે મારી સ્થિતિ અને હોદ્દાનો ખ્યાલ વીસરી ગયા હતા, એમ કહેવું જોઈએ.” નહિ, નહિ; તમને એ કામમાં એટલા માટે લેવામાં આવ્યા હતા ક –” એટલા માટે કે, મારો દરજજો નીચલે હાઈ મિસિસ ડેબી વધુ અપમાનિત થાય અને હીણપત અનુભવે, ખરું ને ? હા, હા, એવી સ્પષ્ટ સમજ હતી જ, હું ભૂલ્યો !” તરત જ એડિથે પોતાના માથા ઉપર હીરાને જે ત્રિકૂટ મુગટ હતો તે હાથ વડે ખેંચી કાઢી જમીન ઉપર પછાડયો. ઉપરાંત બને હાથમાંથી હીરાના બ્રેસલેટ કાઢીને પણ જમીન ઉપર નાખ્યા અને ઉપરથી તેમને લાત મારી. પછી મિડેબી સામે વિકરાળ આંખે જોતી, તે ઓરડે છોડી ચાલી ગઈ ફૉરન્સ એારડામાંથી નીકળતા પહેલાં એટલું તો સાંભળી લીધું હતું કે એડિથ તેને હજુ ચાહે છે; તથા તેને માટે જ એણે પોતાની ભાવનાઓનું બલિદાન આપ્યું હતું. એ સાંજે તેના પિતા એકલા જ બહાર ગયા; એટલે ફર્લોરન્સ પિતાના ઓરડામાંથી નીકળી, એડિથ ઘરમાં બીજે ક્યાંક હોય તો તેને શોધવા નીકળી. પરંતુ તે એના પિતાના કમરામાં હતી – જ્યાં જવાનું ફૉરજો બંધ કરી દીધું હતું. અને અત્યારે પણ નવી મુશ્કેલી ઊભી ન થાય તે માટે ત્યાં જવાની તેણે હિંમત કરી નહિ. સૂતા પહેલાં પણ તે બીજા એારડાઓમાં ફરી વળી – પણ એડિથ તેના ઓરડામાંથી નીકળી જ લાગતી ન હતી. Page #398 -------------------------------------------------------------------------- ________________ 1 * : . It ટક SET B 1.4 ' '. 4 ELIEF; * છે. આમ, ' એડિથ પિતાનાં ઘરેણાં ઉતારી નાખે છે. – પૃ૦ ૩૬ર. Page #399 -------------------------------------------------------------------------- ________________ Page #400 -------------------------------------------------------------------------- ________________ વાપાત ૩૬૩ થોડે દૂર લંબાઈને દાદર આગળ પહોંચતી એાસરી તે ઓળંગતી હતી, એટલામાં તેણે દાદર ઉપરથી કઈ પુરુષને ઊતરતો છે. તેના પિતા જ હશે એમ માની, તે જરા અંધારામાં છુપાઈ ગઈ– કારણ કે, એ ઓસરીમાં પૂરેપૂરું અજવાળું તો કઈ મોટા પ્રસંગે જ કરાતું. પરંતુ એ તો મિત્ર કાર્યર હતા ! તે એકલા જ ચુપકીદીથી નીચે ઊતરતા હતા – સાથે કાઈ નોકર ન હતો, તથા તે જાય તે માટે ઉપરથી દેરડું ખેંચી ઘંટ પણ ગાડવામાં આવ્યો ન હતો. મિ. કાર્કર જાતે જ બારણું ઉઘાડીને બહાર નીકળી ગયા, અને પછી ધીમેથી તેમણે પોતે જ બારણું પાછું વાસી દીધું. તેમની આ હિલચાલમાં કશુંક એવું છૂપા જેવું લાગ્યું કે, ફલેરન્સ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. ફૉરન્સ અત્યારે પણ એડિથને તેના કમરાની બહાર ક્યાંય મળી શકી નહીં. સાંજના તે બહાર જવાની હતી, એવું તેણે સાંભળ્યું હતું, એટલે દાદર આગળ જ તે આવે તેની રાહ જોઈને એ ઊભી રહી. થોડી વારે દાદર ઉપરથી તેના ઊતરવાને અવાજ આવ્યો. તે પણ એકલી જ નીચે આવતી હતી. સાથે કોઈ નોકર ન હતો ! પરંતુ કલેરન્સ જેવી હાથ લાંબા કરી, રડતે ચહેરે તેના તરફ ધસી ગઈ, તેવી જ એડિથ એકદમ પાછી ખસી ગઈ અને ચીસ પાડી ઊડી – ના, ના, મારી નજીક ન આવતી ! મને અડકતી નહિ ! મને જવા દે! જવા દે !” મમા ફરસે બૂમ પાડી. “મને એ નામે ન બેલાવતી ! મારી સાથે જરા પણ ન બેલતી! મારી સામે તું ન જોઈ શ– ફલેરન્સ !” પણ ફરન્સ તેમ છતાં તેના તરફ આગળ વધી એટલે તેણે બીજી ચીસ નાખી – “મને અડતી નહિ!” Page #401 -------------------------------------------------------------------------- ________________ ડોમી ઍન્ડ સન ફ્લોરન્સ ફ્રાટેલી આંખે એના તરફ જડસડ થઇ તે દૂર ઊભી રહી; એટલે એડિથ ભીંત સરસી લપાતી કાઈ જાનવરની પેઠે ફ્લોરન્સની બાજુએ થઈને આગળ નીકળી અને લંગ મારી બહાર દોડી ગઈ. ફ્લોરન્સ ત્યાં ને ત્યાં બેહોશ થઈ ફરસબંધી ઉપર તૂટી પડી. જ્યારે તે ભાનમાં આવી, ત્યારે તે તેની પથારીમાં પડી હતી અને મિસિસ પિપચિન તથા કેટલાક નાકરા તેને ઘેરીને ઊભાં હતાં. મમા કયાં છે?” - ફ્લૉરન્સે પહેલે પ્રશ્ન પૂછ્યો. છે, મિસિસ પિપચિને જવાબ આપ્યા. 77 ૩૬૪ << “ બહાર જમવા ગયાં * · અને પપા ?” “ તેમના પેાતાના ઓરડામાં છે; પરંતુ મિસ ડેામ્બી, તમે કપડાં બદલી સૂઈ જવાની તૈયારી કરે. "" લારસે તે બધાંને વિદાય કર્યાં : તેને ઊંધ આવે તેમ હતું જ નહિ. એટલે એડિથ ધેર પાછી ન ફરે ત્યાં સુધી તેણે જાગતા રહેવાના જ વિચાર કર્યાં. તેના મનમાં એડિથની સહીસલામતી અંગે જ કાઈ છૂપા ભય વ્યાપી રહ્યો હતેા. સાંજ પૂરી થઈ ને રાત વધતી ચાલી; મધરાત પણ થઈ, પણુ એડિથ ન આવી. આખું ઘર ઊંઘી ગયું હતું; માત્ર બે નેકરે પોતાનાં માલિક પાછાં કરે તેની રાહ જોઈ નીચે બેસી રહ્યા હતા. એક વાગ્યા એ વાગ્યા. પણ એડિથ ન આવી. ફ્લોરન્સ પેાતાના કમરામાં ઉત્સુકતાભરી અને ચિંતાભરી સ્થતિમાં આંટા મારવા લાગી. ચાર વાગ્યા – પાંચ વાગ્યા ! છતાં એડિથને પત્તો ન હતા. પણ હવે ઘરમાં કંઈક હિલચાલ થતી તેને સંભળાઇ, રાહ જોઈ ને એસી રહેલા એક નેકરે મિસિસ પિપચિનને ઉઠાડયાં હતાં. તે ઊડીને મિ॰ ડેમ્મીના કુમરા તરફ ગયાં હતાં. Page #402 -------------------------------------------------------------------------- ________________ વાપાત ફર્લોરન્સ તરત દાદર ઊતરી નીચે ગઈ. તેના પિતા સવારનું ગાઉન પહેરેલી હાલતમાં કમરાની બહાર આવ્યા એટલે તેમને ખબર સંભળાવવામાં આવ્યા છે, તેમનાં પત્ની રાતના ઘેર પાછા આવ્યાં નથી. મિ. ડોમ્બીએ એડિથ જે ઘોડાગાડીમાં ગઈ હતી તેના કોચમેનની તપાસ કરવા નોકરને દોડાવ્યો. દરમ્યાન તેમણે ઉતાવળે કપડાં પહેરી લીધાં. પેલો નોકર કેચમેનને લઈને પાછો આવ્યો. તેણે જણાવ્યું કે, તે તો દશ વાગ્યાને ઘેર પાછો આવી ગયો હતો. એડિથને તે એમને જૂને ઘેર લઈ ગયો હતો (જ્યાંથી તેમનું લગ્ન થયું હતું) —- અને ત્યાં મિ. કાર્કર આવેલા હતા. મિ. કાર્કરે જ કાચમેનને “હવે ઘડાગાડીની જરૂર નથી,” એમ કહી, પાછા ઘેર મેકલી દીધો હતો. મિ. ડોબીનું માં સફેદ થઈ ગયું. તેમણે તરત મિસિસ ડોમ્બીની તહેનાતબાનુને તેડાવી મંગાવી. તેણે જણાવ્યું, “મારાં માલિકણે મને રાતે બહાર જતી વખતે એમ કહીને વિદાય કરી દીધી હતી કે, હવે રાત દરમ્યાન મારી જરૂર નહિ પડે. હું અત્યારે જ તેમના કમરામાંથી સીધી ચાલી આવું છું, પણ અંદરનો કપડાં બદલવાનો ઓરડો બંધ છે અને તાળામાંથી ચાવી કાઢી લીધેલી છે.” તરત જ મિ. ડોબીએ પાસે પડેલી મીણબત્તી ઉપાડી લીધી અને તે દેડતા દાદર ચડી એડિથના કમરા તરફ ધસી ગયા. ફરન્સ તરત જ બાવરી બની પોતાના કમરામાં પેસી ગઈ મિ. ડાબી એડિથના કમરામાંના કપડાં બદલવાના ઓરડાના બારણાને જોર કરી તોડવા પ્રયત્ન કરતા હતા, એવું તેને સંભળાયું. બારણું તૂટયું એટલે તે અંદર પેઠા. ત્યાં તેમણે શું જોયું? કોઈને ખબર ન પડી. એ કમરાની વચ્ચે એડિથે પોતાનાં બધાં ઘરેણાંનો ઢગલો કર્યો હતો – પોતાનાં બધાં કપડાંનો ઢગલે કર્યો હતો – પોતાની બધી ચીજોનો ઢગલે કર્યો હતો. મિ. કૅમ્બીએ એ બધું ખાનામાં તથા કબાટમાં ભરી લઈ તાળાં લગાવી દીધાં. પછી ટેબલ ઉપર કેટલાક કાગળ પડેલા તેમણે જોયા. Page #403 -------------------------------------------------------------------------- ________________ ડેબી એન્ડ સન એક તો લગ્નને દસ્તાવેજ હતો, અને બીજી એક ચિઠ્ઠી હતી. મિ ડેબીએ તે વાંચી : એડિથ ભાગી ગઈ હતી; લગ્નની સાલમરાહને દિવસે જ – મિ. ઓખીના મોં ઉપર મેશ ચોપડીને – અને વિશેષ તો એ કે મિકાકર સાથે તે ભાગી ગઈ હતી ! નોકરની દોડધામ મચી રહી. ચારે તરફ મોટેથી ગુસપુસના અવાજે આવવા લાગ્યા. ફલૅરન્સ બહાર નીકળી તો ખરી, પણ બધું જાણ્યા પછી પાછી પોતાના કમરામાં ભરાઈ ગઈ. તેને પોતાના પિતાની જ દયા આવવા લાગી. પિતાના બધા અપરાધો તે ભૂલી ગઈ તેને ત્યારે પોતાના પિતાની હીણપતભરી અવમાનિત દશાનો જ વિચાર આવવા લાગ્યો. તેમની પત્ની, તેમના જ વિશ્વાસુ સાથી – કર્મચારી સાથે ભાગી ગઈ હતી. મિ. ડોબીએ નોકરને પોતપોતાને કામે ચાલ્યા જવા ફરમાવ્યું. અને પછી તે પોતાના કમરામાં એકલા આંટા મારવા લાગ્યા. ફર્લોરન્સથી હવે ન રહેવાયું. તે તરત જ નીચે ઊતરી અને તેના પપાના કમરા તરફ દોડી. તેમને જોતાં જ, હાથ લાંબા કરી, એ વહાલા પપા !” કરતી એ તેમને ગળે વળગવા ગઈ પરંતુ મિ. ડોમ્બીએ પોતાનો હાથ જોરથી ઊંચો કરી તેની છાતી ઉપર એવો જોરથી ફટકા લગાવ્યો કે, તે આરસપહાણની ફરસ ઉપર લથડિયું ખાઈ ગઈ મિ. ડોબીએ તે વખતે તેને સંભળાવતાં કહ્યું, “તારી મા એડિથ રંડીની પેઠે ભાગી ગઈ છે; તું પણ એની જ સંતલસમાં હતી, એટલે તુંય જ્યાં તે ગઈ છે ત્યાં જા!” ફૉરન્સ હવે ઢીલી થઈને નીચે ગબડી પડી નહિ: અમાનુષી પ્રયત્ન કરી તે ટટાર ઊભી રહી. તેણે મિ. ડોબીના માં તરફથી આંખ ખસેડી લેવાનો પણ પ્રયત્ન ન કર્યો. તેમ જ ઠપકાનાં કશાં વેણ પણ ન ઉચ્ચાર્યા. ફૉરન્સને પહેલી વાર પ્રતીતિ થઈ કે, તેને આ દુનિયામાં વાઘ નથી ! તે તરત જ એ ઘરમાંથી બહાર નીકળી ગઈ,–જે ઘરમાં હવે તેનું કોઈ ન હતું. Page #404 -------------------------------------------------------------------------- ________________ ४७ કૅપ્ટન કટલને ગાંડા બનાવાનું જ બાકી રહે છે ફરન્સ બહાર તે નીકળી; પણ આખી દુનિયામાં હવે તેને ક્યાં જવાનું હતું? તે કશા વિચાર વિના શન્ય ચિત્તે આગળ વધતી હતી, તેવામાં પાછળથી ડિજિનિસ દોડતો દોડતો આવ્યો અને તેના પગની આસપાસ ગોળ પ્રદક્ષિણ ફરતો ફરતો આનંદના ઘુરકાટથી શેરીને ગજાવી મૂકવા લાગ્યો. એ ડિ! એ વફાદાર ડિ! તું આવી પહોંચ્યો? ભલે, તું હજુ મને ભૂલવા માગતો નથી, તો પછી હું તને શા માટે ભૂલું ?” પરંતુ ફૉરન્સને હવે ક્યાં જવું, એ નકકી કરવાનું હતું. સ્વાભાવિક રીતે જ તેણે નાનપણમાં પોતે ભૂલી પડી હતી ત્યારે જે સ્થળે આશરો મેળવ્યો હતો, તે સ્થળ તરફ પોતાના પગ ઉપાડયા: કાકાસેલના દુકાન-ઘર તરફ! તે ત્યાં પહોંચી, તે વખતે બારણું જાણે તેને આવકારવા જ ખુલ્યું હતું. ફલૅરન્સ દોડતી, રસ્તો ઓળંગી, અંદર પેસી, પાછળના ભાગમાં જવાના ઉમરા આગળ બેસી પડી. કેપ્ટન કટલ અંગીઠી આગળ ઊભા ઊભા સવારનો કોકે તૈયાર કરી રહ્યા હતા. કેપ્ટને કપડાંનો સળવળાટને અવાજ સાંભળી, મિસિસ મેકસ્ટિજરને જ આવી પહોંચ્યાં જાણી, છળીને પાછળ વળી જોયું, તો ફલૅરન્સે તેમને પોતાની પાસે જલદી અવિવા હાથથી નિશાની કરી: તે બેહોશ બનવાની તૈયારીમાં હતી. ૩૬૭ Page #405 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન કેપ્ટન એકદમ ફલરન્સ જેટલા જ ફીકા પડી ગયા. તેમણે તરત તેની પાસે દોડી જઈ તેને નાના બાળકની પેઠે ઊંચકી લીધી અને પથારી ઉપર સુવાડી દીધી. પછી તેમણે પાણી લાવી દેવું તેના મેં ઉપર છાંટયું, તથા હળવે હાથે તેની બોનેટ છોડી નાખી. કેટલીય વારે ફૉરન્સના હોઠ ફરકવા લાગ્યા. પછી તો તે હળવેથી બોલી, “કૅપ્ટન કટલ, તમે છે?” “હા, મારાં નાનાં દીકરી !” “વેલ્ટરના કાકા અહીં છે?” “ઘણું દિવસથી તે અહીં નથી; તે વેટરની શોધમાં તેની પાછળ ચાલ્યા ગયા છે.” “તો તમે હવે અહીં રહે. છો?” હા, મારાં નાનાં બાનું.” ફલોરન્સ હવે બે હાથ ભેગા આમળતી ગાભરી થઈને બોલી ઊઠી, “કેપ્ટન કટલ! મને બચાવે ! મને અહીં જ રાખજો! કોઈ જાણે નહીં કે, હું અહીં છું ! હું પછીથી તમને બધી વાત કહીશ. આ દુનિયામાં હવે મારું કોઈ નથી, જેની પાસે હું જાઉં. મને અહીંથી કાઢી ન મૂકશે !” “મારાં નાનાં દીકરીને શું અહીંથી કાઢી મૂકું ? તમને?” એટલું કહેતા કેપ્ટન કટલ સહીસલામતી ખાતર બહારના બારણાને આગળ ચડાવી ચાવી ફેરવીને બંધ કરી આવ્યા. ફલોરસે તેમનો હાથ પકડીને ચુંબન કર્યું, પણ પછી પોતાના ઘવાયેલા હૃદયના છેવટના આશરા રૂપ આ ભલા માણસને ગળે વળગી તેણે તેના પ્રમાણિક ખભા ઉપર પિતાનું માથું મૂકી દીધું. ત્યાર પછી તેમનો આભાર માનવા તે નીચી નમી ઘૂંટણિયે પડવા ગઈ, તેવી જ કેપ્ટન કટલે તેને સ્થિર પકડી રાખી અને પોતે તેનો ઇરાદો સમજી ગયા છે એવું ન જણાવવા ખાતર તેમણે તેને કહ્યું, Page #406 -------------------------------------------------------------------------- ________________ કેટન કટલને ગાંડા બનવાનું જ બાકી રહે છે ૩૬૯ સ્થિર થાઓ, સ્થિર થાઓ, મારાં વહાલાં દીકરી ! આજે હજુ તમારી નબળી હાલતમાં તમારે ઊભા રહેવા જેવું નથી. તમે સૂઈ જાઓ.” એટલું કહી તેમણે ફરી પાછી ફલેરન્સને ઊંચકીને સુવાડી દીધી, અને તેના ઉપર પોતાનો માટે ધિંગે કોટ એરાઠી દીધો. પણ ડી વારે તેમણે કહ્યું, “મારાં દીકરી, પહેલાં તમારે થડે નાસ્તો કરી લેવાનો છે; અને આ તમારા કૂતરાએ પણ. પછી તમે ઉપર બુઠ્ઠા સેલ જિસના કમરામાં જઈને પડી જજે.” કેપ્ટન કટલે પાસે ઊભેલા ડિજિનિસને તેનો ઉલ્લેખ કરતી વખતે થોડો પંપાળ્યો. જ્યારે બેહેશ ફલેરન્સને કેપ્ટન કટલ પાણી વગેરે છાંટીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે ડિજિનિસ પાસે ઊભે, ફલેરન્સને સતાવતા હોય તો તે બદલ કેપ્ટન કટલ ઉપર તૂટી પડવું કે ફલોરન્સની સારવાર કરતા હોય તો તે બદલ તેમને પિતાની અતૂટ મૈત્રી સમર્પવી, એની દ્વિધામાં પડી ગયો હતો. પરંતુ કેપ્ટન કટલના મેં ઉપર વાત્સલ્યનો અને કાળજીને જે ભાવ છવાઈ રહેલ હતો, તે જોયા પછી, તેણે કેપ્ટન કટલ તરફ અવિશ્વાસનો અને દ્વેષનો ભાવ હમેશને માટે તજી દીધે; અને નકકી કરી લીધું કે, આ માણસની દસ્તી રાખવી એ કઈ પણ સારા કૂતરા માટે ઇજજતની વાત છે. પરિણમે ડિજિનિસ કેપ્ટન કટલની નાસ્તાની તૈયારીઓમાં સાથે રહી ભારે રસ લેવા લાગ્યો. ચા અને ટેસ્ટ તૈયાર કરી કેપ્ટને ફલેરન્સને આપ્યાં, પણ તે જરા પણ ખાઈ-પી શકી નહિ. કેપ્ટન કટલ સમજી ગયા અને બોલ્યા “ઠીક, ઠીક, મારાં દીકરી, તમારાથી હમણું નહિ ખાઈ શકાય. થોડાં સાંસતાં થયા પછી ખાજે.” પછી ડિજિનિસ તરફ ફરીને તેમણે કહ્યું, “લે દીકરા, તું તો ખાઈ લે; અને પછી તારાં માલિકણ ઉપર સૂવા જાય ત્યારે સાથે રહી ચોકી કરજે.” | ડિજિનિસને નાસ્તો પીરસવામાં આવ્યું, ત્યારે તે તેના તરફ મેંમાં પાણી લાવી જોઈ રહ્યો હતો, પરંતુ પિરસાઈ રહ્યો ત્યારે તેના ડે.-૨૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ડી ઍન્ડ સન ઉપર તૂટી પડવાને બદલે કાન ઊંચા કરી, એકદમ દુકાનના બંધ બારણા તરફ કૂદ્યો અને બહાર નીકળવા તેની નીચે નહેાર મારી જાણે ખેાદવા લાગ્યા તથા જોર નેરથી ભસવા લાગ્યા. ઃઃ લૅારન્સ છળીને એટલી ઊઠી, “ બારણે કેાઈ ઊભું છે!'' “ના, મારાં દીકરી, ખારણે કાઈ પણ હોય તે બારણું ઠાકચા વિના ચૂપ શા માટે ઊભું રહે? આ તે! રસ્તા ઉપરનું બારણું છે. અને ડિચેજિનિસ નવા નવા છે એટલે રસ્તે જતા આવતા સૌને શરૂઆતમાં ભસ્યા કરશે.” પણ ડિયેાજિનિસ તેા બારણા નીચે સૂંધતા, ખાતરા, જોર જોરથી ભસતા જ રહ્યો. ડિયેજિનિસને એ નકામી પંચાત છેડી નાસ્તા શરૂ કરવા કૅપ્ટન કટલે ખેલાવ્યા; અને તે આવ્યા પણ ખરા; પરંતુ નાસ્તામાં તે એક પણ માં મારે તે પહેલાં તરત બારણા તરફ પાછા ભાગ્યા અને જોર્ જોરથી ભસવા લાગ્યા. લારન્સે કૅપ્ટન કટલના કાનમાં કહ્યું, “મને અહીં આવતી કાઈ જોઈ ગયું હોય અને અત્યારે બારણા બહાર ઊભું રહી ચૂપકીથી અંદરની હિલચાલ સાંભળવા પ્રયત્ન કરતું હોય, એમ ન ખને?’ “તેા તેા, તમારી પેલી જુવાન તહેનાતખાતુ હશે; શું તેનું નામ ?' * “ સુસાન ! પણ તે તેા કેટલાય દિવસથી મને છેાડી ચાલી "" ગઈ છે. હું? તમને છેડીને ચાલી ગઈ ? એમ તેા એ જાય એવી લાગતી નહેાતી !” "" ઃઃ ‘ના, ના, તે તેા ભહુ ભલી ખાઈ હતી; મને છેડીને તે તે કાઈ પણ કારણે ન જાય. પણ એની વાત પણ પછી હું મારી બધી વાત કહીશ ત્યારે સાથે આવશે.'' Page #408 -------------------------------------------------------------------------- ________________ કેપ્ટન કટલને ગાંડા બનવાનું જ બાકી રહે છે ૩૭૧ કેપ્ટન કટલને સુસાન વિષેનો પોતાનો અભિપ્રાય સાચો પડયો તેથી નિરાંત થઈ. નહિ તો તે સુસાનને કદી માફી ન આપત. હવે ડિજિનિસને થાકીને પાછો આવેલે જોઈ કેપ્ટન કટલ ઉપરને માળ સેલ જિસને કમરે જરા ઠીકઠાક કરી લેવા દોડયા, જેથી ફર્લોરન્સ ત્યાં જઈ નિરાંતે આરામ કરી શકે. કશું ખાસ તૈયાર કરવાનું હતું જ નહિ, પણ કેપ્ટન કટલને તે પિતાની દીકરી કેટલે દિવસે બાપને ઘરે આવી હેય એટલો આનંદ થતો હતો; એટલે ફલોરન્સને કશી વાતની જરાય તકલીફ ન પડે તે માટે બનતું બધું કરી છૂટવાની તેમની ચિંતા, ફિકર અને રઘવાટ જોઈને, તથા પરિણામે કશું નવું ન નીપજતું જોઈને, કોઈને પણ હસવા સાથે આંસુ આવ્યા વિના ન રહે. ફલેરન્સને ઉપર સુવાડી દીધા પછી, કેપ્ટન કટલે નીચે આવી, નાસ્તા વખતે બારણું બહાર ખરેખર કોઈ આવીને ઊભું હતું કે નહીં, તેની ખાતરી કરવા ધીમેથી બારણું ઉઘાડયું; અને હજુ આસપાસ તે માણસ આંટા મારે છે કે નહિ એની ખાતરી કરવા, આખી શેરીમાં આમથી તેમ નજર નાખી. એટલામાં બાજુએથી જ આવી પહોંચેલા મિ. સૂટ્સ તેમને સંબોધીને બેલ્યા “કેમ છે, કેપ્ટન જિન્સ ?” તમે કેમ છો, ચિરંજીવી ?” કેપ્ટને જરા ચેકીને સામું પૂછયું. હું? હું ઠીક છું; આભાર; કેપ્ટન જિસ; પણ હમણાં હું ઈચ્છું તે સારી નથી રહી શકતો. હવે હું કદી એ સારો થઈ શકીશ, એમ પણ માનતો નથી. પણ કેપ્ટન જિન્સ, અત્યારે તો મારે તમને એક ખાસ વાત કહેવાની છે.” કેપ્ટન કટલ તેને અંદરની બાજુ લાવતાં બેલ્યા, “દીકરા, પરંતુ અત્યારે હું તદ્દન ફુરસદમાં છું, એમ ન કહી શકાય. એટલે ચપટી વગાડતાંમાં જે કહેવાનું હોય તે કહી દેશે, તે આભાર થશે.” Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ડેલ્મી એન્ડ સન કેપ્ટન કટલ અંદરખાનેથી તે મિસ ડેબી તે વખતે પોતાના છાપરા હેઠળ હતી એ મહાન રહસ્યને પિતાના અંતરમાં છુપાવી રહ્યા હેઈ, ભારે અસ્વસ્થ હતા, અને તેથી મિ. ટ્રસ્ટની નજર સાથે નજર મેળવ્યા વિના જ આડું કે ઊંચું જોઈને જ વાત કરતા હતા. મિ. ટ્રસ્ટ પણ કંઈકે ભારે અસ્વસ્થતા જ અનુભવી રહ્યા હતા. તેમણે વાત માંડી – “ કેપ્ટન જિસ, તમને મારામાં કશો ફેરફાર થયેલો લાગે છે?” ના, દીકરા, ના.” “તમને નહિ જ દેખાય; કારણકે, હું સંવરવાથી મરતો જાઉં છું – મારી મરજીથી જ ! નથી મને ઊંઘ આવતી, અને નથી હું ખાઈ શકતો; પણ એ બધું મને ગમે છે. જે જલદીથી હું છેક જ ઘસાઈને ખતમ થઈ જાઉં, તો બહુ સારું થાય ! પણ કેપ્ટન જિલ્સ, મારે જે વાત કહેવાની છે, તે જ તમને ચપટી વગાડતાંમાં કહી દઉં – આજે વહેલી સવારે (એકાદ કલાક પહેલાં) આ તરફ થઈને હું જતો હતો, ત્યારે મને તમારી સાથે નાસ્તો કરવાનું મન થયું એટલે હું તમારા ઘર તરફ વળે, ત્યારે બારણું બંધ જોઈ–” બારણું બંધ જોઈ તમે બહાર ઊભા રહ્યા હતા, ખરું ?” કેપ્ટન કટલે “હાશ’ને ભાવ અનુભવી પૂછયું. ના, જરા પણ નહિ, કેપ્ટન જિલ્સ; હું તો બારણું બંધ જોઈને તમને બહાર ગયેલા જાણું ચાલ્યો જ જતો હતો, પણ બારણું પાસે કઈ ઊભું હતું, તેણે મને પૂછયું – પણ કેપ્ટન જિસ, તમે કૂતરો પાળા છો” “કદી નહિ.” મેં પણ પેલાને કહ્યું કે, કેપ્ટન જિલ્લની પાસે કૂતર નથી જ. તો પણ તેણે કહ્યું કે, “ના, અંદર કૂતરે છે અને ભસે છે.” કેપ્ટનના કપાળ ઉપર પરસે જામી ગયો; અને તે મિટ્રસ સામે ફાટી આંખે જોઈ રહ્યા. Page #410 -------------------------------------------------------------------------- ________________ કૅપ્ટન કટલને ગાંડા બનવાનું જ બાકી રહે છે ૩૭૩ તેમણે પછી પૂછવું –“પણ એ કોણ હતો, વારુ?” માફ કરજે, કેપ્ટન જિન્સ, મારે ને તેને જરાય ઓળખાણ નહોતી, તથા મારે તેની સાથે કંઈ વાત પણ કરવી નહોતી; પણ મારાથી કોઈને કદી ના પાડી શકાતી નથી–મારું માથું બહુ નરમ છે – એટલે તે મને પોતાની સાથે થોડે દૂર લઈ ગયો અને પૂછવા લાગ્યો કે, “હું તમને ઓળખું છું કે કેમ ?” મેં “હા” કહી. એટલે તેણે મને કહ્યું, મારે તમારી પાસે જઈને તમને એક વાત માટે તૈયાર ' કરવા અને મિ. બેંગ્લીની દુકાને એક મિનિટ આવીને મળી જવા કહેવું. હવે કેપ્ટન જિસ, મને પોતાને એ બાબતમાં કશી સમજ પડતી નથી, પરંતુ હું એટલું કહી શકું, એને તમારું કાંઈક અગત્યનું કામ છે – એક મિનિટનું જ – અને તમે જે “આ સંજોગોમાં’—એ માણસ એ શબ્દો વરંવાર વાપર્યા કરતો હતો – (કેપ્ટન કટલ ચકક્ષા) – તેને એક મિનિટ મળી આવવા માગતા હો, તો તમે પાછા આ ત્યાં સુધી હું આ દુકાનમાં બેસવા તૈયાર છું, જેથી તમારે બારણુને તાળું મારવાની ખટપટ ન કરવી પડે.” કેપ્ટન દ્વિધામાં પડી ગયા : ફૉરન્સની પાછળ જ તેની શોધમાં કાઈ આવ્યું હોય તે, ગ્લીની દુકાને જઈ તેની ખાતરી કરી લેવી જોઈએ, જેથી તે અંગે સાવચેતી લઈ શકાય. પરંતુ, મિ. ટ્રસ્ટને નીચે બેસાડીને પોતે બહાર જાય અને ફર્લોરન્સ ઉપર છે એ વાત કોઈ રીતે તેમની જાણમાં આવી જાય, તે ફૉરન્સની સહીસલામતી માટે એ વસ્તુ જોખમકારક ન ગણાય? છેવટે તેમણે ઉપર જવાના દાદરના બારણાને તાળું માર્યું અને તેમ કરવા બદલ મિત્ર સની માફી માગી. મિ. ટ્રસે જવાબ આપ્યો, “કંઈ ચિંતા નહીં, કંઈ વાંધો નહીં. ઊલટું સારું કર્યું - મને કશી વાતનું ભાન રહેતું નથી, એટલું તાળું મારી લીધું તે સારું જ થયું.” કેપ્ટન કટલ મિ સની ખેલદિલી ઉપર રાજી થતા હવે ગ્લીની દુકાન તરફ ઊપડયા. Page #411 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન કૅપ્ટન કટલને જઈને પાછા આવવામાં ધાર્યાં કરતાં જરા વધુ વાર લાગી. અને જ્યારે તે પાછા આવ્યા, ત્યારે તેમના મેાંની સ્થિતિ જોઈ મિ॰ ટ્રેટ્સ એલી ઊઠયા, “ કૅપ્ટન જિલ્સ, કંઈ ગરબડ તે નથી ને ?” ** ૩૭૪ “ના, ના, દીકરા; જરા પણ ગરબડ નથી, તમારા આભાર માનું છું. "" "" પણ કૅપ્ટન જિલ્સ, તમે જરા અસ્વસ્થ બની ગયા હે! એમ .. લાગે છે! <6 હા, દીકરા, હું જરા અસ્વસ્થ થયા છું; પણ તે કશી અવળી રીતે નહિ!” (" તમારી મૂંઝવણમાં હું કંઈ તમને મદદ કરી શકું તેમ હાય, તે! તમે જરૂર મારા ઉપયેગ કરી શકેા છે. "" ઃઃ આભાર, દીકરા; તમારા ઉપયેગ જ્યારે કરવા પડશે ત્યારે જરૂર કરીશ; પણ અત્યારે તે! તમે મને એકલા મૂકી વિદાય થાએ, તે જ મારા ઉપર મેાટા ઉપકાર કર્યાં કહેવાશે. હું મારા અંતરની વાત તમને કહું તે, મારા દીકરા વાર્ પછી જો આજે બીજા કાઈ તે મારા દીકરા જેવા ચાહતા હાઉં, તે! તે તમે જ છે. ’’ આભાર, કૅપ્ટન જિલ્સ, તમે મારે માટે હંમેશાં સારા અભિપ્રાય જ ધરાવતા આવ્યા છે. ’’ << ૩ મિ॰ ટ્રૂટ્સ ચાલ્યા જતાં, કૅપ્ટન કટલે બારણું બંધ કરી અંદરથી તાળું મારી દીધું. અને પછી બીજું કશું કામ કરવાને બદલે સીધું નાચવા-કૂદવા માંડયું. એ ભલા માણસનું બહારનું કેટલું, જાણે તેમની અંદર ઊભરાઈ આવેલા આનંદને સમાવી રાખવા અશક્ત બની ગયું હતું; અને આવી જ કાઈ પ્રક્રિયાથી તેમને એ આનંદને થાડેાક માર્ગો આપવાની જરૂર લાગી હતી. ઘેાડી વાર કૂદી લીધા પછી તે ઉપર દોડયા એ જોવા કે ફ્લોરન્સ હજી ઊંધે છે કે કેમ, તથા જાગી હેાય તે! તેને કશું જોઈએ છે કે કેમ. - Page #412 -------------------------------------------------------------------------- ________________ ----- CREENWISH વાલ્ટર પાછે. આવતાં કૅપ્ટન કટલના આનંદ. – પૃ૦ ૩૭૪. S Page #413 -------------------------------------------------------------------------- ________________ Page #414 -------------------------------------------------------------------------- ________________ ४८ વૈલર હબી ગયું છે, નહીં ?” મધ્યાહ્ન થયા અને દિવસ પાછલા પહોર તરફ વળ્યો, પણ ફર્લોરન્સ સૂતેલી જ રહી. મનથી અને શરીરથી તે એટલી ભાગી પડી હતી કે, પોતે ક્યાં છે, તથા શું બન્યું છે, તે કશાનો ખ્યાલ જ તેને રહ્યો ન હતો. જ્યારે તેણે જાગીને આંખે ઉઘાડી, ત્યારે પણ તે ન્યપણે જ સામેની બાજુ જઈ રહી. ત્યાર પછી ધીમે ધીમે તેની સ્મૃતિ જાણે જાગૃત થવા લાગી. “મારી ફૂટડી, કેમ છે ?” કેપ્ટન કટલે બારણે ટકોરા મારતાં પૂછયું. તમે છે?” ફલેરન્સ બારણા તરફ ધસતાં બેલી. “શી ખબર છે, મારા ઝવેરાત ?” હું બહુ ઊંઘી; અહીં હું ક્યારે આવી હતી ? કાલે ?” “આજના જ શુભ દિવસે, મારાં નાનકડાં બાનું.” “હજુ રાત પડી જ નથી ?” “હવે ફૂટડી, રાત પડવા જ આવી છે; જુઓ.” એમ કહી, કેપ્ટને બારી ઉઘાડી, અને ફરન્સ તેમના મજબૂત હાથ ઉપર હાથ મૂકી, બારી બહાર આકાશ તરફ નજર કરવા લાગી. “બેટા, હવે હું નીચે જાઉં છું અને કંઈક ભોજનની તૈયારી કરું; સવારે તો તમે કંઈ જ ખાધું નથી. બધું તૈયાર થયે પછી હું તમને લેવા આવીશ.” ના, ના, હવે હું ચાલી શકું તેવી થઈ છું; એટલે મારી મેળે જ નીચે આવીશ.” ૩૭૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન કેપ્ટન કટલ નીચે જઈ રાંધવાની તૈયારી કરવા લાગ્યા. દરમ્યાન ફૉરન્સ હાથ-મોં ધોઈ તૈયાર થવા લાગી. તે વખતે અરીસામાં પિતાનું પ્રતિબિંબ જોતાં તેને ગઈ રાતનો બધો બનાવ યાદ આવ્યો – તેની છાતી ઉપર પોતાના પિતાએ જોરથી મારેલા ફટકાનું કાળું ચકામું ઊપસી આવ્યું હતું. તેને યાદ આવ્યું કે, હવે તે ઘરબાર વિનાની બનીને અહીં આવી છે. તેની પાસે ખીસામાં જે બે-ચાર ગિની હતી, તેમાંથી તેણે પિતાને બદલવાનાં ડાંક કપડાં તાત્કાલિક જ ખરીદવાં જોઈએ. અને ત્યાર પછી ? ત્યાર પછી પોતાના ભવિષ્યમાં શું છે, તેની કશી કલ્પના ન આવતાં, તે બિચારી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પરંતુ પછી, નીચે રાંધવાની તૈયારીમાં પડેલા કેપ્ટન કટલને સોબત આપવાય જલદી જવું જોઈએ એમ માની, તે આંખો અને મેં લૂછી કાઢી, નીચે આવી. કેપ્ટને ફર્લોરન્સને નીચે આવેલી જોઈ પહેલાં તો તેને સોફા ઉપર બેસાડી દીધી અને તેની આસપાસ ટેકારૂપે બે એશિકાં ગોઠવી દઈ પોતે પાછા રસોડાના કામે લાગી ગયા. બધું તૈયાર થયું એટલે ટેબલ ઉપર બધું પીરસી, ટેબલને સોફા ઉપર બેઠેલી ફરન્સ પાસે તે ધકેલી લાવ્યા. પછી આગ્રહ કરી તેને કંઈક મેમાં નાખવાનું સમજાવવા લાગ્યા. ફરન્સનું હૃદય એ ભલા માણસની કાળજી અને દોડાદોડથી ભરાઈ આવ્યું હતું. અત્યારે પણ તે મેંમાં કશું નાખી શકી નહિ. કેપ્ટન કટલ હવે તેને પટાવવા લાગ્યા–“જુઓ બેટા, તમારે થોડુંક ખાવું જોઈએ; તમે ન ખાઓ, તો મારા જેવા નઠાર માણસને ખાસ ન લાગે, પણ આ ઘરનો માલિક મારે દીકરી વૉલર અહીં હાજર હોય, અને તમને કશું ખાતાં ન જુએ, તો – ” હા, એ મારે ભાઈ અત્યારે હોત, તો કેવું સારું થાત –” ફરન્સ વૉટરને યાદ કરીને તરત રડી પડી. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ “વૉલર ડૂબી ગયું છે, નહીં?” મારી લાડકી, મારા ઉપર મહેરબાની કરીને ઓછું ન લાવ્યા કરશે. વૈલર તમારે સાથે જન્મેલે મિત્ર હતો, એ હું જાણું છું. અને એ હોત તો ખરેખર તમને બહુ ધીરજ રહેત, એ પણ હું કબૂલ કરું છું. પણ આપણે એ વૅલર ડૂબી ગયેલ છે–અધવચ દરિયામાં, એ તો જાણે છે ને ?” ફૉરન્સ હકારમાં ડેકું હલાવ્યું. “હા, હા, ડૂબી જ ગયો છે તો ! પણ એ અહીં અત્યારે હાય, તો તમને ખાવા માટે ખૂબ ખૂબ આગ્રહ કરે; અને તમે પણ એના આગ્રહને પાછો ના ઠેલી શકે, ખરું ને લાડકી ! પરંતુ બેટા, વેલર અત્યારે તો અહીં છે નહિ; તો પણ તેના તરફથી હું આગ્રહ કરું છું, એમ માનીને તમે ડુંક ખાઓ તે હું બહુ રાજી થઈશ. હા, હા, વોલર તરથી આગ્રહ કરું છું, વળી !” ફલેરન્સ કેપ્ટન કટલને વોલરના નામથી આગ્રહ કરતા જોઈ દુઃખમાં પણ જરા હસી; પછી તેણે ધીમે ધીમે ખાવા માંડયું. ફરન્સ ખાવા માંડી એટલે પછી કેપ્ટન અને ડિજિનિસે પણ તેને સાથ આપવા માંડયો. અને ખાવાનું પૂરું થયું, એટલે પછી ત્રણે જણ એક માણસની પેઠે બધું સમેટવામાં તથા ઠેકાણે કરવામાં કામે લાગ્યાં. કૅપ્ટન કટલ ગમે તેટલું ના પાડવા ગયા, પણ ફલેરન્સ માની જ નહિ– તે બધા કામમાં સાથે જ રહી, એટલું જ નહિ, પછી કેટલાંક કામ તો તેણે જ કરવા માંડયાં અને કેપ્ટન કટલને ચૂપકીથી બાજુએ ઊભા ઊભા જોતા જ રહેવું પડયું ! પણ છેવટે જ્યારે ફલેર સે આગ્રહ કરી, કેપ્ટન કટલને ખુરશીમાં બેસાડી દઈ, તેમના હાથમાં તેમની ચુંગી તૈયાર કરીને પકડાવી દીધી અને તેને સળગાવીને ફૂંકવા કહ્યું, તથા બીજા હાથમાં તેમને ગરમ પીણું તૈયાર કરીને આપ્યું, ત્યારે ભલા કૅપ્ટન કટલના ગળામાં ડૂમે ભરાઈ આવ્યો અને તેમને ખાંસી ચડી આવી. ફલોરન્સ ગાભરી થઈ “શું થયું” “શું થયું', એમ પૂછવા લાગી, ત્યારે તેમણે ચુંગીની Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ડી ઍન્ડ સન નળીમાં કંઈક ગરબડ થઈ હેવી જોઈએ એવો ખુલાસો કરી, એ નળીને જ બારીકાઈથી તપાસવા માંડી. પણ નળીમાં કશું કારણ માલૂમ ન પડતાં, તેમણે ચુંગી પાછી ફૂંકવા માંડી અને મેંમાંથી નીકળતા ધૂમાડાની આડમાં ઘરમાં બધું ઠીકઠાક કરતી ફૉરન્સને તે નિહાળવા લાગ્યા. ફૉરન્સને આસપાસ જે કંઈ ઠીકઠાક કરવું હતું તે તેણે કરી લીધું, તથા કેપ્ટને ચુંગી પણ ફૂંકી લીધી, એટલે ફરજો કેપ્ટનને પાસેની દુકાનમાં પોતાને લઈ જવા કહ્યું, જેથી પોતાને તાત્કાલિક જોઈતાં કપડાને સેટ ખરીદી અવાય. કેપ્ટને તરત ફલોરન્સના સંરક્ષણ માટે પોતાનો ગઠ્ઠાદાર દંડે હાથમાં પકડી લીધે; અને બીજા હાથમાં હાથ ભેરવીને ચાલતી ફલેરન્સ તરફ જતા, અને તેના સંરક્ષણની જવાબદારી પોતાની ઉપર છે તે માટે ફૂલી ફૂલીને ફાળકા થઈ ચાલતા, થોડે દૂરની દુકાન તરફ તે તેને લઈ ચાલ્યા. કેપ્ટન કટલની એ આનંદપૂર્ણ અને ગૌરવપૂર્ણ અદા, તે રસ્તે થઈને જતાં આવતાં કેટલાંયની નજરે ચડ્યા વિના ન રહી. કૅપ્ટને દુકાનમાં જઈ ફૉરન્સને પોતાને પોશાકની ખરીદી કરવા એકલી મૂકી: સ્ત્રીઓનો પોશાક ખરીદતો હોય ત્યાં પુરુષે ઊભા રહેવું અસભ્ય માનીને. પરંતુ તેમણે ગલ્લા ઉપરની બાઈની સમક્ષ પોતાને ટીનનો ડઓ મૂકી દીધો અને કહ્યું કે, તેમાં ચૌદ પાઉંડ બે શિલિંગ છે; અને પોતાની ભત્રીજીએ કરેલી ખરીદીના બિલમાં વધારાની જરૂર પડે, તો તેણે ઝટ બોલી નાખવું, જેથી પોતે પોતાના ખીસામાંથી તે ગણી આપશે. પરંતુ ફલેન્સ જ્યારે પોતાને જોઈતાં કપડાંનું પાર્સલ લઈ બહાર આવી, ત્યારે કેપ્ટન કટલને ભારે નિરાશા થઈ. તેમણે તો માન્યું હતું કે, એ ગાંસડી કઈ મજૂરને માથે જ ઉપડાવવાની હશે. પણ ઉપરાંતમાં જ્યારે ફલેરન્સે કહ્યું કે, તે કપડાંના પૈસા પોતે પિતાની પાસેની રકમમાંથી ચૂકવી દીધા છે, ત્યારે તો કેપ્ટન કટલ છેક Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ વોલ૨ ડૂબી ગયું છે, નહીં?” જ હતાશ થઈ ગયા. તેથી, પોતાનો પરચૂરણનો ડબો પાછી આપતી ફૉરન્સને તે ડબો પકડાવી દઈને તેમણે કહ્યું, “આ બે પણ તમારી પાસે જ રાખી મૂકો, લાડકી; મારે હમણું એની જરૂર નથી.” “એના રાજન ઠેકાણે જ એ મૂકી રાખું ને?” ફર્લોરન્સ પૂછ્યું. જ્યાં મૂકવો હોય ત્યાં મૂકી રાખજે, દીકરી; જ્યારે જોઈએ ત્યારે તમને જડે એવે ઠેકાણે જ મૂકજે.” પછી ફલેરન્સ જયારે તેમના હાથનો ટેકો લઈ, ઘર તરફ પાછી વળવા લાગી, ત્યારે કેપ્ટન કટલ પાછા જુસ્સામાં આવી ગયા. સવારના ફરન્સ જ્યારે ઊંઘતી હતી, તે દરમ્યાન, કેપ્ટન કટલે પાસેના બજારમાં ધૂળધમાં વેચવા બેસતી એક ડોસીની દીકરીને ફલેરન્સનો કમરે વાળવા-ઝૂડવા તથા ફલેરન્સ બતાવે તે નાનાં મોટાં કામ કરી આપવા રોકી લીધી હતી. આ લોકો ખરીદી કરીને પાછાં ફર્યા, ત્યારે તે આવી પહોંચી, અને ફલૌરસે તેની મદદથી જે કિંઈ ગોઠવાવવું કરવું હતું, તે બધું કરાવી લીધું. પેલી છોકરી બધું પરવારીને ગઈ એટલે કેપ્ટન કટલે પાછું એક પીણું તૈયાર કરી, ટેસ્ટ સાથે ફરન્સને આગ્રહ કરીને પાઈ દીધું. પછી તેને ઉપર તેને સૂવાના ઓરડા પાસે લઈ જઈ તેને ગૂડનાઈટ” કહી ચાલવા માંડયું. ફલોરન્સ પોતાના પિતાને જે રીતે વળગીને ગૂડ-નાઈટ કરવા રાજ ઈચ્છતી, તે રીતે આજે કેપ્ટનને વળગીને તેમના મોં ઉપર ચુંબન કરી, “ગૂડ-નાઈટ' બેલી. કેપ્ટન કટલ ગળગળા થઈ ગયા; આજે ખરેખર તે એક દીકરી પામ્યા હતા, રાત દરમ્યાન કેપ્ટન કટલ ફલેરન્સના ઓરડા પાસે જઈ જઈને કેટલીય વાર ચાવીના કાણામાંથી જેઈ આવ્યા કે ફલેરન્સ ઊંઘે છે કે નહિ, તથા તેને કશાની જરૂર છે કે નહિ. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ડેબી એન્ડ સન બીજે દિવસે પણ આખો વખત તે એ ફિકરમાં જ રહ્યા. ફૉરન્સ તો હાથમાં સોય-કામ લઈ શાંતિથી તેમની સામે જ બેસી રહી હતી. પણ જ્યારે જ્યારે તે સામે બેઠેલા કેપ્ટન તરફ નજર કરતી, ત્યારે ત્યારે તેને લાગતું કે, તે પણ તેના સામું જોઈ કશી વાત કરવા ઉત્સુક થઈ રહ્યા છે. પરંતુ તે જ્યારે તેમના સામું પ્રશ્નાર્થ નજરે જોઈને ઇતેજારી બતાવતી, ત્યારે કેપ્ટન કટલ પાછો વિચાર બદલી ડૂબકું મારી જતા – જાણે કેવી રીતે વાત શરૂ કરવી તે તેમને સમજાતું ન હોય. દિવસ એમ ને એમ કશી વાતચીત વિના જ પૂરો થયો. છેક સાંજના વખતે કેપ્ટન કટલ પિતાનું જહાજ ફલેરન્સની વધુ નજીક લાંગરીને કંઈક નિરાંતે બેઠી; અને ઘણી ગડભાંજ પછી છેવટે બાલ્યા – “મીઠડી, તમે કદી દરિયાની સફર કરી છે?” “ના!” “બહુ વિચિત્ર અનુભવ છે – બહુ અનોખી દુનિયા છે – કેટકેટલા ચમત્કારે એની ઉપર અને એને તળિયે ભરેલા છે– કંઈ પાર નથી. ત્યાંનું અંધારું પણ ગજબનું હોય છે. પોતાનો હાથ પણ પિતાને ન દેખાય. અને અજવાળું હોય ત્યારે એટલું બધું હોય કે આંખ જ આંધળી બની જાય. વળી પવનો ફૂંકાય અને દરિયો તોફાને ચડે, ત્યારે વળી જુદો જ અનુભવ ! ત્યારે તો એ હીંચકામાંથી હેમખેમ નીકળી ગયા ત્યારે ખરા ! એ તોફાનમાં જહાજ જ્યારે સપડાય ત્યારે – ” તમે કદી એવા તોફાનમાં સપડાયા છો?” “હાસ્તો, લાડકી; દરિયે આપણું એાળખાણ થોડો રાખે ? જુઓને આપણે લાડકો વૈલર, દરિયામાં તણાઈ જ ગયો, ખરી વાત ને ?” પણ આટલું બોલી કૅપ્ટન કટલ એકદમ ફીકા પડી ગયા તથા કંઈક સ્તબ્ધ થઈ ગયા. તે જોઈ ફૉરસે તેમના હાથને પકડી લીધે, અને પૂછયું – Page #420 -------------------------------------------------------------------------- ________________ કૅટલ ? “ વાલ’૨ ડૂબી ગયા છે, નહીં?” ૩૧ “ તમારે। અવાજ તથા માં એકદમ ક્રમ બદલાઈ ગયાં, કૅપ્ટન "" << ના, ના, મારાં લાડકાં દીકરી ! કશું નથી; પણ તમે પાછળ ન જોશે! હું કહેતા હતા કે, આપણા વૉલર ડૂબી ગયા. ખરું ને ?' ફ્લોરન્સ તીવ્ર નજરે કૅપ્ટનના માં સામું જોઈ રહી. લાડકી, દરિયામાં ઘણાં જોખમે અને તાકાતા હેાય છે. મજબૂત, દૃઢ હૃદયના કેટલાય માણસે ઉપર એ પાણી એક વાર ક્રી વળે, ત્યાર પછી કશી વાત કહી સંભળાવવા તેએ પાછા આવતા નથી. જોકે, દરિયામાં એ કિલ્લા જેવાં મેટાં મેાાંની વચ્ચે પણ નસીબદાર બહાદુર લેાકેા માટે નાઠા-ખારીએ હાય છે; જેમાંથી તે બચીને ભાગી છૂટે છે. ભલે સામાંથી એક એવી રીતે બચી નીકળે, પણ એવા જેતે સૌએ મરી ગયેલા માન્યા હૈાય છે, તે, ભગવાનની કૃપાથી કેટલેય દિવસે પેાતાની વાત કહેવા જીવતા પાછા આવે છે. એવા એક જણની વાત મને ખબર છે, તે તમારે સાંભળવી છે, મારાં લાડકી? ’’ "C ફ્લોરન્સ અત્યારે કૅપ્ટન કટલની વાતચીત અને ચેષ્ટાઆથી કંઈક અગમ્ય ક્ષેાભમાં પડી ગઈ હતી. કેપ્ટન કટલ તેની પાછળ દુકાનના ભાગમાં બળતા દીવા તરફ તાકીને જોતા હતા તે તરફ વળીને તે નજર કરવા ગઈ, તે। અયાનક કૅપ્ટને ઊભા થઈ તેના વળેલા મે આડે પેાતાને હાથ ધરી દીધે!; અને કહ્યું r મારાં દીકરી, એ તરફ શું જોવા જેવું નથી; માટે એ તરફ નજર ન કરશેા. જુઓ હું પેલી વાત જ તમને કહી સંભળાવું – જે ડૂબી ગયેા હતેા એમ બધા માનતા હતા, તે ઘણે વખતે પેાતાની વાત કહેવા પાછે આવ્યા હતા. એક વહાણ હતું, જે કમનસીબે એવા તાફાની પવનમાં સપડાઈ ગયું કે, જેવા તાકાની પવને વીસ વર્ષે એક વાર આવતા કહેવાય છે. એ વહાણુ મજબૂત હતું અને ભારે તારાન પણ ઘણું ઘણું ટકી રહ્યું. પણ છેવટે તેના સ, કૂવાથંભ - Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ડોમ્બી ઍન્ડ સન વગેરે બધું ભાગીને ઊડી ગયું અને તૂતક ઉપરના મજબૂત ખલાસીએ અને વહાણવટીએ પણ એક પછી એક ધાવાઈ ગયા. ,, હું બધા જ ? બધા જ તણાઈ ગયા ? કેટલાક તે! બચ્યા હશે ? તેા બચ્યા જ હશે, ખરું ને?” “ એ કમનસીબ વહાણુ ઉપર ઇ બહાદુર જુવાનિયા હતેા– તે નાનેા છેાકરેા હતેા ત્યારથી તેાફાનમાં સપડાયેલાં વહાણા ઉપર બતાવાતી બહાદુરી અને હિંમતની વાતે! બહુ રસપૂર્વક સાંભળતા. તેથી જ્યારે મજબૂતમાં મજબૂત માણસે ભાગી પડયાં, ત્યારે તે દૃઢપણે અને બહાદુરીથી અડગ ઊભા રહ્યો. કિનારે પાછળ રહેલાં માણુસેના પ્રેમને યાદ કરીને જ કેટલાય છેવટે ભાગી પડે છે – આપણા પેલા બહાદુર જુવાનિયાને પણ પાછળ કિનારે યાદ કરવાનાં માણસે હતાં – પરંતુ આ જુવાનિયે। સ્વભાવથી જ બહુ હિંમતવાળા હતા – તે ભાગી પડયો નહિ – બચવાની કશી આશા ન હતી છતાં તે હિંમત હાર્યાં નહિ – અને છેવટે “ બચી ગયેા, નહીં ? ’’ ફ્લોરન્સ બૂમ પાડી ઊઠી. એ બહાદુર જુવાનિયા નહીં, મારા સામું જોયા કરા “ કેમ નહીં ? ” '' ' >> “ ત્યાઁ કશું જ જોવાનું નથી એટલેસ્તા, દીકરી ! હું – તે। પછી પેલા બહાદુર જુવાનિયે તૂટી ગયેલા વહાણુના અવશેષને વળગી રહ્યો બીજા બે ખલાસીઓ સાથે. અફાટ સાગરમાં દિવસે અને રાતેા સુધી તેઓ એ ભંગારને વળગી રહ્યા. છેવટે, પાસે થઈને પસાર થતા એક જહાજે તેમને ઉપાડી લીધા એ જીવતા અને એક મરેલા !” ત્રણમાંથી કેણ મરી ગયેા હતેા ? ’’ ઃઃ - પણ દીકરી, પાછળ વળીને જોશેા "" આપણેા બહાદુર જુવાનિયા નહાતા મરી ગયા, દીકરી ! ’ “ ભગવાનનેા આભાર માનું છું! હું ભગવાન ! ’’ ― Page #422 -------------------------------------------------------------------------- ________________ “વૉલર ડૂબી ગયા છે, નહીં?” ૩૮૩ આમીન! પણ બેટા હજુ પાછળ ન જશો. હવે એક મિનિટની જ વાર છે – એ વહાણ બહુ લાંબી મુસાફરીએ જતું હતું – વચ્ચે ક્યાંય થોભવાનું ન હતું – એ મુસાફરી દરમ્યાન બીજે જે જીવતો રહ્યો હતો તે પણ મરી ગયો – આપણે જુવાનિયો એકલે જ જીવતો રહ્યો અને – ” “અને શું, કેપ્ટન કટલ?” અને એ વહાણ જ્યારે પાછું ફર્યું ત્યારે કેટલાય દિવસે તે પોતાને દેશ પાછો ફર્યો પણ તેને તેનાં સૌ મરી ગયેલ માનતાં હતાં. “એક સવારે તે પોતાને ઘેર ગુપચુપ પાછો આવ્યો, અને બહાર જ ઊભો રહી અંદરનો બધો તાલ જોવા લાગ્યો – જેથી પોતાને જીવતો જોઈ પોતાનાં વહાલાં માણસો આનંદનાં માર્યા ગાંડાં ન ન થઈ જાય. એવું ઘણી વાર બન્યું છે લાડકી ! પણ એટલામાં તે ઘરમાંથી અણધાર્યા આવતા—” કૂતરાના ભસવાના અવાજથી, ખરું ને ?” ફૉરન્સ હવે ઝટપટ પૂછયું. “હા, હા, પણ મારાં દીકરી હજુ પાછળ ન જોતાં – કૂતરાના ભસવાના અવાજથી તે પાછો ફરી ગયો. પણ આ સામેની ભીંત ઉપર શું દેખાય છે વળી ?” ફરન્સની પાસેની ભીંત ઉપર એક માણસને પડછાયો બરાબર પડેલ હતા. તે ચેકીને ઊભી થઈ ગઈ અને તેણે વળીને પાછળ જોયું તો વેટર-ગે ત્યાં ઊભો હતો. ફલેરસે તરત આનંદની એક ચીસ પાડી અને સીધી દેડતીકને તે તેના હાથમાં સમાઈ ગઈ– તેના હાથમાં, જેને તે પિતાને ડૂબી ગયેલે ભાઈ માનતી હતી – તથા આખી દુનિયામાં જેને તે હતાશાના કારમાં તોફાન વખતે પોતાની એકમાત્ર આશા, પોતાના એકમાત્ર આશરારૂપ સ્વાભાવિક સંરક્ષક માનવા તૈયાર હતી. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ડી એન્ડ સન ફલેરન્સના મેમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં. અને બહાદુરીથી મોટી મોટી વાતો કરતા કેપ્ટન કટલ પણ ડૂસકાં ભરતા ભરતા ત્યાંથી દુકાન તરફના હિસ્સામાં ભાગી ગયા. પણ ડી વારે વૉટર તેમને પાછી પકડી લાવ્યા. કેપ્ટનને એક જ બીક હતી કે, ફલેરન્સ આનંદનો એ આઘાત સહન કરી શકશે નહિ; તેથી જ તેમણે ફરન્સ બરાબર તૈયાર થાય ત્યાં સુધી વોટરની વાત તેને કહી સંભળાવવાની હિંમત જ કરી ન હતી. તે હવે વોટરના માં સામે અને ફરન્સના મોં સામે આનંદભર્યા અને ગર્વભર્યા મેંએ વારાફરતી જોવા લાગ્યા. કોઈ પિતા પિતાનાં બે વહાલામાં વહાલાં છોકરાને જોઈ જોઈને આટલું હરખાયો નહીં હોય. ૩ દુકાનના એ પાછલા ભાગમાં કેટકેટલી વાતે તે રાતે ચાલી ! એ આનંદમાં કાકા-સેલના ગૂમ થયાની વાતે અને ફરન્સ ઉપર આવી પડેલી આફતની વાતે જ થોડી મણુ રાખી. પણ કેપ્ટન કટલને એક અવનવી વાત એ જોવા મળી કે, વેટર ફૉરન્સના મધુર મુખ સામું જોવા વારંવાર મેં ઊંચું કરતે પણ ફલૅરન્સની આંખો તેની આંખો સાથે ભેગી થતી કે તરત તે પોતાની આંખો ફેરવી લેતા. બહુ મોડા સુધી વાત કરતાં તેઓ બેઠાં; કેપ્ટન કટલ તો હજુ પણ એક અઠવાડિયા સુધી સતત ત્યાં જ બેસી રહ્યા હોત, પરંતુ વોલ્ટર ઊઠો અને જવાની રજા માગવા લાગ્યો. જાઓ છો, વોટર? કયાં ?ફૉરસે પૂછયું. અત્યારે તે પાસેની જ બ્રોગ્લીની દુકાનમાં ઊતર્યો છે, લાડકી. બૂમ પાડીએ તો પણ સાંભળે એટલો પાસે !” કેપ્ટન કટલે જવાબ આપ્યો. હું અહીં છું તેથી તમારે ચાલ્યા જવું પડે છે, ખરું ને વેટર? તમારે ઠેકાણે ઘરબાર વગરની તમારી બહેન ઘૂસી ગઈ છે, એટલે ?” “વહાલાં મિસ ડોમ્બી, એક ક્ષણભર પણ તમારી કંઈક નજીવી સેવા બજાવી શકાય તેમ હોય, તો હું ક્યાં કયાં જવા તત્પર ન થાઉં Page #424 -------------------------------------------------------------------------- ________________ “વાલાર ડૂબી ગયા છે, નહીં?” અને શું શું ન કરું? પણ હવે મારાથી અહીં રહી ન શકાય બદલાઈ ગયાં છે! "" "" “ હું બદલાઈ ગઈ છું ? જરાય નહીં. ’ “હા, હા, હું તમને એક બાળકી જેટલાં મૂકીને ચાલ્યે! ગયે હતા, હવે તમે જુદાં જ બની ગયાં છે – બહુ મેટાં. "" re છતાં તમારી તે બહેન જ રહી હું તે, વોલ્ટર ? તમે ગયા હતા ત્યારે મેં તમારી જોડે વચન નહેતું માગી લીધું કે, હવેથી અને હવે હું ખરેખર ઘરબાર ત્યારે તે। . તમારે જ માથે હવે પડી છે, એ કંઈ ઓછું ભૂલી તમે મને તમારી બહેન જ ગણશે ? વગરની નિરાધાર થઈને આવી છું, મારી બધી જવાબદારીએ આવીને શકવાના છે?’’ -- ૩૮૫ તમે હવે '' ---- 'હું કશું ભૂલવા માગતા નથી - હું તમને મદદ કરવા જતાં તે મરવા પણ તૈયાર થાઉં, પરંતુ તમારાં સગાંવહાલાં સૌ તવંગર અને અભિમાની લેાકા છે. તમારા પિતા "" ર “ ના, ના ! વોલ્ટર, એ શબ્દ તમારે માંએ હવે કદી ન લાવતા. મારે એ નામની કાઈ ચીજ હવે રહી નથી. ’ પછી તેણે કૅપ્ટનને ખભે પાતાનું મેાં મૂકી દઈને, પાતે શા માટે ઘેરથી કેવી રીતે નાસી આવી હતી, તેની વાત પહેલી વાર કહી સંભળાવી. તે વાત કહેતી વખતે મિ॰ ડેામ્મીની એ પ્રેમળ પુત્રીએ જે આંસુ સાર્યાં, તે આંસુ જે એક એક મહાશાપ થઈને તે વ્યક્તિ ઉપર તૂટી પડયાં હેત, તે પણ ફ્લરન્સના પ્રેમ અને ટૂંકૂ ગુમાવીને એ અભાગિયાએ જે ગુમાવ્યું હતું, તેનાથી તે એ ભાર આછા જ થાત એવે વિચાર વાલ્ટરને આવ્યા વિના ન રહ્યો. કૅપ્ટન કટલે હવે વાલ્ટરને રાત પૂરતા આ સભા અરખાસ્ત કરવાની દરખાસ્ત મૂકી. અને તે ગયા એટલે, દુઃખી ફૉરન્સને આશ્વાસન આપતા, સંભાળપૂર્વક, તે તેના સૂવાને સ્થાને દોરી ગયા. ડ્રા.-૨૫ - Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મિ. સૂટ્સની ફરિયાદ નાલોમન જિલ્લના દુકાન-ઘરને ઉપરને માળ એક ખાલી ઓરડી હતી, જેને પહેલાં હટરના સૂવાના મરા તરીકે ઉપયોગ થતો હતો. ઑલ્ટરે વહેલી સવારે આવી, કેપ્ટન કટલને જગાડીને પૂછયું કે, “ફરન્સ ઊઠે તે પહેલાં, નીચેથી જોઈતો સરસામાન લઈ જઈ એ કમરાને આપણે ફલોરન્સના બેસવા-ઊઠવાના ઓરડા તરીકે તૈયાર કરી દઈએ તો કેમ?” કૅપ્ટન કટલને તો માત્ર આટલું કહેવાની જ વાર હતી. એ બધી હેરફેર પતી ગયા પછી વેલ્ટરે કેપ્ટન કટલને અચાનક સવાલ પૂછો, “કેપ્ટન કટલ, કાકા-સોલ તરફથી તમને આટલા બધા દિવસ સુધી કશો સંદેશો કે પત્ર કે કઈ જ મળ્યું નથી ?” “ના, દીકરા, કોઈ દહાડે કશું જ નહિ !” બહુ નવાઈની વાત છે, કેપ્ટન કટલ; પણ તે મારી શોધમાં ગયા હોય, તો પણ વહાણવટાના માહિતગાર તરીકે તે એવી જગાએ જઈને રહે કે જ્યાં અમારા ડૂબેલા વહાણમાંથી કોઈ બચ્યું હોય તો પણ તણાઈ આવે; – અથવા જ્યાં એ વહાણુના અવશેષ પણ તણાઈ આવે. વળી તમે મારા કાકાના લખેલા કાગળો મને આપ્યા, તેમાં પણ એવું લખ્યું છે કે, જે એ કાગળ ઉઘાડવાની મુદત પૂરી થતા સુધીમાં તેમના તારથી કશા સમાચાર ન મળે, તો તેમને તમારે મરી ગયેલા ૩૮૬ Page #426 -------------------------------------------------------------------------- ________________ મિ દુશ્મની ફરિયાદ ૩૮૭ ગણવાના. પરંતુ ભગવાન ન કરે, ને તે મરી ગયા હોય તો પણ, તેમને વિષે કંઈક સમાચાર – તેમના મરી ગયાના સમાચાર પણ– તમને મળે જ. કારણ કે, તેમના મરણના સમાચાર તમને પહોંચે એવી વ્યવસ્થા પણ તેમણે કરી જ રાખી હોય તેમને બચ્ચો કૂચ્યો સરસામાન પણ તમને પહોંચાડવાની કંઈક વ્યવસ્થા તેમણે કરી જ રાખી હેય.” કેપ્ટન કટલ, વોલ્ટરની આ દલીલથી એટલા બધા પ્રભાવિત થયા કે, તેમણે તરત જ વોટરની વિચારસરણીને વધાવી લીધી. વેટરે આગળ ચલાવ્યું – એટલે ગઈ રાતથી મને એ જ વિચાર આવ્યા કરે છે કે, મારા કાકા હજુ જીવતા છે, અને ગમે ત્યારે પાછા આવી રહેશે. મારી શોધમાં મારી પાછળ એ નીકળી પડયા, એ તો સમજી શકાય તેવી વાત છે. કારણ કે, મારા ઉપર તેમને ખૂબ જ પ્રેમ હતો; તથા તેમણે મને કહેલી વાતમાં પણ એમ આવતું, તથા મેં દરિયાઈ વાતોમાં એવું વાંચ્યું પણ છે કે, કેઈ સગું દરિયાના તોફાનમાં જહાજ સાથે ડૂબી ગયેલું મનાતું હોય, તો એ જહાજનું કઈ જ બચ્યું નથી એવી ખાતરી કરી, રોજની આશા-આશંકાની આગ હૈયામાંથી બુઝાવવા પણ, લોકો એવા કિનારા ઉપર જઈને વસવાટ કરે છે, કે જે તરફ એ જહાજનો કોઈ બચી ગયેલે માણસ કે જહાજનો ભંગાર તણાઈ આવે. મારા કાકા જરૂર એ તરફના કાઈ ટાપુ ઉપર જઈને રહ્યા હોવા જોઈએ તથા અમારા ડૂબેલા જહાજના કંઈ ને કંઈ સમાચાર મેળવવાની કોશિશમાં પડ્યા હોવા જોઈએ. એટલે એ આખા સમય દરમ્યાન મારા કાકા તમને કંઈ જ ન લખે, અથવા તેમને વિષે તમને બીજું કાઈ ન લખે, એ બનવું મને અસંભવિત લાગે છે. જે મારા કાકા તદ્દન બેદરકાર માણસ હોત, તો તો ત્યાંના વસવાટ દરમ્યાન કોઈને કોઈ લેકે તેમના પૈસા પડાવી લેવા ખાતર પણ તેમને ખતમ કરી નાખે, એમ માની શકાય; પણ મારા કાકા મને જે જે વાતો કહેતા, તેમાં આવાં જોખમે સામે રાખવાની સાવચેતીની વાત પણ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ડેમ્બી ઍન્ડ સન કહેતા; એટલે તે એવી ભૂલ કરી બેઠા હેય, એમ પણ માની શકાતું નથી.” નથી “રામ પ યક્તિ * પછી તમને જ વખતે તો પછી દીકરા વૉલર, એ બાબત અંગે તું શું ધારવા માગે છે?” “પણ કેપ્ટન કટલ, તમને ખાતરી છે કે, તેમણે તમને એક પણ કાગળ કદી લખ્યો નથી ?” લખ્યો હોય દીકરા, તો તે ક્યાં છે? મારી પાસે તો નથી જ !” “એમ પણ બન્યું હોય કે, તેમણે ટપાલમાં પત્રો નાખવાને બદલે કાઈ ખાનગી વ્યક્તિ મારફતે એ પત્ર હાથે હાથ આપવા મેકલ્યા હોય, અને તે માણસ પછી તમને પહોંચાડવાનું ભૂલી ગયો હેય. પણ એ સિવાય જે બીજો વિકલ્પ છે – તે ગુજરી ગયાને – તે તો હું કઈ રીતે માનવાની ના પાડું છું. કારણ કે એ વખતે પણ તેમના સમાચાર તમને મળે એવી વ્યવસ્થા તેમણે કરી જ હોય.” શાબાશ દીકરા વેલ, તારી વાત એવી સીધી છે અને સ્પષ્ટ છે કે, હું પણ હવે એમ જ માનવા તૈયાર છું કે, મારે મિત્ર બુટ્ટો સેલ જરૂર જીવતો જ છે.” “ અને હવે કેપ્ટન કટલ, હું છેવટના એટલું જ ઉમેરવા માગું છું કે, મારા કાકા ને જીવતા જ હોય, તો તેમની બધી મિલકતને કબજે હજુ તેમના સાચામાં સાચા મિત્ર અને દુનિયાના ભલામાં ભલા માણસના હાથમાં જ રહેશે - અને તે માણસનું નામ કટલ ન હોય, તો તેને નામ જ નથી, એમ માની લેજે. હવે આપણે મિસ ડેબ્બી અંગે ડુંક વિચારી લઈએ. પહેલાં તો હું એમ વિચારતો હતો કે, આપણે તેમનાં સગાંવહાલાને તેમની ભાળ આપી દેવી, જેથી તેઓ એમને લઈ જવાં હોય તો લઈ જાય; પણ ગઈ કાલે એમણે એમના બાપ વિષે જે વાત કરી, તે પછી સ્થાપે એ રીતનો વિચાર કરવાનો રહેતો જ નથી.” હાલમાં જ એમ માની Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ મિ. દૂસની ફરિયાદ “હુર, હુરો, દીકરા વૅલર, હુરર્ !” “એમને ઉછેર જે રીતનો થયો છે તે જોતાં, આપણુથી તેમને દુનિયામાં એકલાં તે મૂકી રખાય જ નહિ. તેમ છતાં આપણે ત્યાં પણ તેમને એકલાં રાખી શકાય નહિ.” હા દીકરા, તારે હવે અહીં જ રહેવું જોઈએ, અને તેમને સોબત આપવી જોઈએ.” “અશકય ! કેપ્ટન કટલ, એવું તો આપણાથી થઈ શકે જ નહિ. તેમની અસહાય સ્થિતિમાં આપણું ઉપર વિશ્વાસ મૂકીને તે આપણે ત્યાં આવે, અને આપણે તેમને તેમના સમાજમાં પાછા ફરવાનો રસ્તો સદંતર બંધ કરી દઈએ, એ તો કદી બની શકે જ નહિ. તેમનો પ્રેમી બનવાને વિચાર પણ કરે, એ મારે માટે મોટો અપરાધ ગણાય; ઉપરાંત તે તે મને પિતાનો ભાઈ જ ગણે છે. તે પછી મારે ઇ જીતે તેમની બધી જાતની સહીસલામતીનો વિચાર કરવો જોઈએ.” જે કે, દીકરા, મને મારી રીતે બહુ નિરાશા થાય છે, છતાં જે તે કહ્યું, તેમાં વજૂદ તો છે જ, એટલે હું પણ તારી સમાંતર જ મારું જહાજ હંકારવા તૈયાર છું.” તો પછી કેપ્ટન કટલ, પહેલ પ્રથમ તો આપણે મિસ ડેસ્બી અહીં રહે ત્યાં સુધી તેમની સાથે જ રહી શકે એવું કોઈ માણસ તકાળ શોધી કાઢવું જોઈએ. તેમનાં કઈ સગાંસાગવાં ઉપર તો વિશ્વાસ મૂકી શકાય નહિ. મિસ ડેસ્બી પણ માને છે કે, તે બધાં તેમના પિતાથી દબાયેલાં જ છે; પણ તેમની તહેનાતબાનુ સુસાનનું શું થયું?” સુસાન ? હું પણ માનતો હતો કે, નાનકડાં બાનુ આવ્યાં ત્યારે તે સાથે જ હશે. પણ તેને તે નોકરી છોડીને હંકારી ગયે ઘણો વખત થયો.” Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ડેબી ઍન્ડ સન તો પછી તમે એ ક્યાં ગઈ છે એ વાત મિસ ડેબીને જ પૂછી જુઓ. આપણે ગમે તેમ કરીને તેને લઈ આવીશું. અત્યારે તો તમે જ મિસ ડેામ્બીના પાલક-સંરક્ષક-મિત્ર બધું છો; એટલે તમે જ ઉપર જાઓ; નીચેનું બધું હું પરવારી લઈશ.” સુસાનને બેલાવવાની વાત સાંભળી ફરન્સ ઘણું રાજી થઈ પરંતુ તે તેના ભાઈને ત્યાં ઈસેકસ તરફ ગઈ છે, એ સિવાય બીજું કશું તે જાણતી ન હતી. પણ પછી તેને એકદમ યાદ આવ્યું કે, તેણે સુસાનને કાચગાડીમાં બેસાડતા સુધી સાથે રહેવાનું મિસૂર્સને જણાવ્યું હતું, એટલે તે કદાચ સુસાન જ્યાં ગઈ છે એ ગામનું નામ જાણતા હશે. કેપ્ટન કટલે નીચે આવી ઑલ્ટરને સુસાનનું ઠેકાણું જાણવા મિ. ટૂટ્સનું નામ દીધું; તથા તેમની ઓળખાણ આપતાં જણાવ્યું કે, તે એક તવંગર ભલે જુવાનિય છે – બ્રાઈટનમાં પૉલ અને ફરન્સ હતાં ત્યારને તેમના ઓળખાણવાળે છે; અને મિસ ડોમ્બીને પાગલની પેઠે ચાહે છે. ઉપરાંત, વેટરે એ મિ. ટુર્સ મારફતે જ કેપ્ટન કટલને બ્રોગ્લીની દુકાને આવવાનો સંદેશો પહોંચાડ્યો હતો, એ પણ તેને યાદ દેવરાવ્યું. મિક્યાં રહેતા હતા એ કઈ જાણતું નહોતું. પણ એ અવારનવાર અહીં આવતા હોઈ, ગમે ત્યારે આવી પહોંચશે જ, એમ કેપ્ટન કટલ વેટરને કહેતા હતા, તેવામાં જ મિત્ર ટ્રસ પોતે અંદર આવીને બોલ્યા – “કેપ્ટન જિલ્સ, હું પાગલ થઈ જવાની અણું ઉપર આવી ગયો છું.” પણ પછી ઑલ્ટરને ત્યાં ઉભેલે જઈ મિ. ટ્રસે કેપ્ટન કટલની ની મુલાકાત માગી. Page #430 -------------------------------------------------------------------------- ________________ મિ॰ ટ્રૂટ્સની ફરિયાદ ૩૯૧ ' અરે ભાઈ, અમે હમણાં તમારી જ વાત કરતા હતા, અને તમને જલદી મળવા જ ઈચ્છતા હતા. << વાહ, મને શોધતા હતા ? શા હેતુસર ?” જુએ ભાઈ, આ વૅલ’ર સાલ જિલ્સને ભત્રીજો છે, જેતે દરિયામાં ડૂબી ગયેલેા અમે સૌ માનતા હતા. "" << "" << 66 પણ મિ॰ ટ્રૂટ્સ એ સાંભળી કૅપ્ટનને કૅલર પકડી દુકાન તરફ બાજુએ ખેંચી ગયા અને તેમના કાનમાં ગુસપુસ કરી પૂછવા લાગ્યા, તે! આ જ એ પાર્ટી છે, જેને વિષે તમે એમ કહેતા હતા કે, મિસ ડેમ્ની અને એ બે જણ એકબીજા માટે જ સર્જાયાં છે?” ખરી વાત; ઃ વલત હું એમ માનતે જ હતેા, વળી.” “ અને વે? હવે નથી માનતા ? છતાં એ મારા ધિક્કારપાત્ર હરીફ કહેવાય. પણ હું એવેા ખરાબ માણસ નથી. એને હું શા માટે ધિક્કારું? જો મારા સ્નેહ નિઃસ્વાર્થ હાય, તે! મારે તે હમણાં જ સાબિત કરી બતાવવું જોઈ એ. – એમ કહી મિ॰ ફ્રૂટ્સ તરત વોલ્ટર તરફ્ દોડયા, અને તેને હાથ હાથમાં લઈ ખેાલ્યા, “ અરે, તમે દરિયામાં પડયા હશે ત્યારે તમને ખૂબ ટાઢ વાતી હશે, હેિ? તમે જો મને તમારા પરિચિત – મિત્ર ગણશે। તે હું બહુ આભારી થઈશ. તમારા પરિચયને આજતા શુભ દિવસ વારંવાર આવે ! આભાર ! કંઈ ચિંતા નહીં. ” "" ¢ (6 હું પણુ તમારે આભારી છું; તમને મળીને હું ઘણે રાજી યેા છે. "> મિ॰ ટ્રટ્સ હવે મેલ્યા, “ કૅપ્ટન જિલ્સ, અને લેટેનંટવાટર્સ, હું અત્યારે જે વાત કહેવા દોડી આવ્યેા છું, તે હવે કહેવાની મને પરવાનગી આપશે. મિ॰ ડામ્બીના ધરમાં ભારે ઉત્પાતા મચી ગયા છે, અને મિસ ડેામ્બી એમના પિતાનું ઘર છેાડી કયાંક ચાલ્યાં ગયાં છે. એમના પિતાને તે! જંગલી જાનવર અને આરસપહાણના પથરે જ કહેવા જેવા છે. મારે! એ તદ્દન હદિક અભિપ્રાય છે, સાહેબ, Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ડી એન્ડ સન પણ મિસ ડેસ્બીનું શું થયું હશે. એ વિચાર ને ચિંતામાં મારી ઊંઘ ઊડી ગઈ છે.” તમને આ ખબર ક્યાંથી મળ્યા !” વૉટરે પૂછયું. “વાહ, લેફટનટ વેટર્સ, તમારા પ્રશ્નને હું સીધે જ – પ્રમાણિક જવાબ આપી દેવા માગું છું. જુઓ, હું મિસ ડોમ્બીને લગતી બધી બાબતમાં બહુ ઊંડો રસ ધરાવું છું – તદ્દન સ્વાર્થી રસ છે, અલબત્ત. અને તે કારણે હું ઈચ્છું છું કે, મારા જીવનનો અંત લાવી દઉં તો બધા પક્ષને ભારે નિરાંત થાય – પણ એ રસને કારણે હું મિ. ડોમ્બીના એક નોકરને – ટોલિન્સનને અવારનવાર કંઈક પૈસાબૈસા આપતો રહીને હાથમાં રાખું છું. તેણે મને કાલે રાતે બધા બનાવની વિગત કહી સંભળાવી. ત્યારથી માંડીને આખી રાત ચિતામાં ને ચિંતામાં શેકાતો હું સવાર થતાં જ કેપ્ટન જિન્સને મળવા દોડી આવ્યો છું, કારણ કે, તેમણે મને પોતાનો પરિચિત ગણવાનું બહુમાન આપ્યું છે.” તો મિત્ર ટ્રસ તમને એટલું આશ્વાસન અને એટલી ખાતરી આપવા ચાહું છું કે, મિસ ડેસ્બી તદ્દન સહીસલામત છે અને ભલાં * ચંગા છે.” એકદમ મિ. સૂટ્સ ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને વોલ્ટરનો હાથ પકડી ખૂબ હલાવી બોલી ઊઠ્યા, “આહા, તેમની સહીસલામતીની વાત સાંભળી મને હવે એટલી બધી નિરાંત થઈ છે કે, હવે તમે સાથે સાથે એમ પણ કહે કે, મિસ ડોમ્બી બીજા કોઈ સાથે પરણું પણ ગયાં છે, તોય હું હસતો જ રહીશ. અલબત્ત, પછીથી હું શું કરું એ અત્યારે કહી શકતો નથી.” પણ તમારા જેવા ખુલ્લા દિલવાળા માણસને તો એ જાણીને હજુ વિશેષ આનંદ થશે કે, તમે મિસ ડોમ્બીની એક અગત્યની સેવા હાલ તુરત જ બજાવી શકે તેમ છે.” એમ કહી વોટરે મિ. સૂટ્સને ઉપર લઈ જવાનું કેપ્ટન કટલને સૂચવ્યું. Page #432 -------------------------------------------------------------------------- ________________ મિ. સની ફરિયાદ ૩૯૩ મિત્ર ટુર્સ ઉપર જઈ ફૉરન્સને નજરોનજર જોઈ કે તરત જ તે એની પાસે દોડી જઈ તેને હાથ પકડી, ઘૂંટણિયે પડી, તેના ઉપર વારંવાર ચુંબન કરવા લાગ્યા. ડિજિનિસ પોતાની માલિકણને આ માણસ શું કરી રહ્યો છે તે ન સમજાવાથી તેમની આસપાસ લેથિયું ભરવા યો ય સ્થળ શોધતો ઘૂરકતો કરવા લાગ્યો. ફરસે તરત “ડિને ટોકો, અને મિત્ર ટ્રસ્ટને જણાવ્યું, “વહાલા મિસૂટ્સ, તમને મળીને ખરેખર હું બહુ રાજી થઈ છું.” “આભાર, હું ઘણો સારી સ્થિતિમાં છે, અને તમારું આખું કુટુંબ ભલું ચંગું હશે, એમ હું માનું છું.” મિ. ટ્રસ વગર વિચાર્યું ગોખેલાં વાક્ય બેલી બેઠા. ફૉરન્સની સામે ઊભને તેમનાથી સ્વસ્થપણે કશું બેલાય તેમ જ નહોતું. કેપ્ટન જિસ અને લેફટનટ વેલ્ટર્સે મને કહ્યું કે, હું તમારી કંઈક સેવા બજાવી શકું તેમ છું. તો બ્રાઈટનમાં મેં તમને જે કંઈ ખોટું લગાડયું હતું, તે ધોઈ કાઢવા અત્યારે મારાથી જે કંઈ થઈ શકે તેમ હશે, તે જરૂર કરીશ, એની ખાતરી રાખશે. એ વાત તમે ઝટપટ ભૂલી જાઓ એવું હું કેટલું બધું ઈછયા કરું છું !” “મિ. ટ્રસ મહેરબાની કરીને આપણું પરિચયના ઈતિહાસમાંથી કશું જ ભૂલી જવાનું મને ન કહેશો. આખા પરિચય દરમ્યાન તમે બહુ જ સદ્ગહસ્થની રીતે, બહુ જ સંમાનની રીતે મારી સાથે વર્યા છે.” મિસ ડાબી, તમે મને આ રીતે સંમાનો છો, એ તમારી ભલમનસાઈ છે, અને તેથી જ હું તમને દેવદૂત જેવાં માનું છું. હજાર હજાર ધન્યવાદ. પણ એ વાતની કઈ ચિંતા નહીં.” અમે તમારી મદદ એ બાબતમાં માગવા ઈચ્છીએ છીએ કે, સુસાન ગઈ ત્યારે તેના ગામ તરફ જતી કચગાડીમાં બેસાડવા તમે મારી વિનંતીથી તેને લઈ ગયા હતા. તો તે કયા ગામે ગઈ છે, એ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ડાબી એન્ડ સન તમને યાદ છે? મારે અત્યારે તેની સબતની બહુ જરૂર છે, અને તેને અહીં તેડી મંગાવવી છે.” મિસ ડાબી, તે કયા ગામે જવાની હતી, એ નામ મેં સાંભળ્યું હતું ખરું, પણ એ બાબતની ચિંતા ન કરશે. તે ગમે ત્યાં ગઈ હશે, ત્યાંથી તેને અહીં લઈ આવવાનું મારું અને મારા બેડીગાર્ડ ચિકનનું કામ. તમારા ઉપર આવી પડેલા કમનસીબથી હું બહુ બહુ દુઃખી થઈ ગયો છું; પણ તમે મારા ઉપર કેપ્ટન જિલ્સ જેટલો જ ભરોસો રાખી શકે છે. મારામાં ઘણું ઘણું અપૂર્ણતાઓ છે – એ હું જાણું છું – પણ એની કશી ચિતા નહિ. તમે મારા ઉપર ભરોસો રાખજે, એટલી જ મારી વિનંતી છે, મિસ ડેામ્બી.” * મિત્ર ટસ પછી નીચે આવ્યા. તેમણે કેપ્ટન કટલને ખાનગીમાં કહ્યું, “કેપ્ટન જિન્સ, હજુ લેફટનટ વેટર્સ તરફ પૂરેપૂરી મિત્રતાની લાગણી ધરાવી શકતો નથી, એટલે તેમની સાથે સીધો સંપર્ક રાખવા માગતો નથી. પરંતુ તમને હું કહી દઉં કે, મારી પાસે ઘણું પૈસા છે; અને તમને લોકોને કંઈક આર્થિક મદદ હું કરી શકું તે મને ઘણો આનંદ થશે. એટલું તો શું, એ બધી મિલકત તમે લોકો પોતાના કબજામાં જ લઈ લેશે, તો હું મારી કબરમાં શાંતિથી પ્રવેશ કરી શકીશ.” આટલું કહી, કશા જવાબની આશા રાખ્યા વિના મિત્ર રૂટ્સ ઉતાવળે ત્યાંથી રવાના થઈ ગયા. મિ. ટુર્સ પછીને દિવસે ન આવ્યા. તે પછીને દિવસે પણ. અરે, કેટલાય દિવસ સુધી ન આવ્યા. દરમ્યાન ફરન્સ પાંજરામાં સહીસલામત રહેતા પંખીની જેમ સલેમન જિલ્લના મકાનમાં ઉપરને માળ રહી. અલબત્ત, તેના મનમાં ઘણું ઘણું વિચાર આવ્યા કરતા અને તે ઘણું ઘણું ચિતાઓમાં પડી ગઈ હતી. તે બધાની અસર Page #434 -------------------------------------------------------------------------- ________________ મિ. સની ફરિયાદ તેની નાજુક તબિયત ઉપર થયા વિના ન રહી. પરંતુ બીજી બધી ચિંતાઓમાં વૉલ્ટર વિષેની તેની ચિંતા બહુ મોટી હતી. ફરન્સ જોતી હતી કે, વૉટરને એની યત્કિંચિત સેવા બજાવવામાં ગમે તેટલો રસ હોય, તથા તેના સ્વભાવ મુજબ તે ગમે તેટલો ઉત્સાહ કે ઉમંગ બતાવતો હોય, તે પણ તે પોતાને સંપર્ક ટાળ્યા જ કરતો. આખા દિવસ દરમ્યાન તે ભાગે તેના કમરા પાસે આવતો. તે પોતે તેને બેલાવતી ત્યારે તે હરખભર્યો પહેલાની જેમ જ તેની પાસે દોડી આવતો; પણ તેની રીતભાત તદ્દન સંકેચભરી રહેતી, અને કામ પૂરું થતાં તે તરત જ ચાલ્યો જતો. વગર બેલાવ્યું તો તે કદી તેની પાસે આવતો ન હતો. સાંજ પડતાં બધાં ભેગાં બેસતાં ત્યારે આનંદથી ખૂબ વાતો ચાલતી. છતાં અણધાર્યો બોલાયેલો એકાદ શબ્દ, નજર કે એકાદ નાનોશે પ્રસંગ ફરન્સને પુરવાર કરી આપતાં કે. બંને વચ્ચે કોઈ વિચિત્ર ખાઈ ઊભી થઈ છે, જે એળંગી શકાય એવી નથી. અલબત્ત, ફૉરન્સ એટલું જોઈ– સમજી શકતી હતી કે, વોટર એ વિચ્છેદ છુપાવવા માટે પૂરી કાળજી રાખતા, અને એમ કરવા જતાં કદાચ પારાવાર વેદના એકલો એકલે સહન કરતે. ફલેરન્સ એ પણ જતી કે, તેના પરમ હિતેચ્છુ મિત્ર કેપ્ટન કટલની જાણમાં પણ એ વાત આવેલી છે, અને તેથી તે ભલો માણસ પણ ચિંતામાં પડેલ છે. ફરન્સ હવે નક્કી કરી લીધું કે, આ પરિસ્થિતિનો અંત લાવવો જ જોઈએ; તથા આ વિચ્છેદ ઊભો થવાનું શું કારણ છે, તે જાણી લેવું જોઈએ, આ જગતમાં બાકી રહેલાં પોતાનાં વહાલાં જે બે જણ, તે આમ પોતાના મનમાં દુઃખી થયા કરે, એ વસ્તુ એક ઘડી પણ ચલાવી લેવી ન જોઈએ. રવિવારની બપોર હતી; અને કેપ્ટન કટલ ફલેરન્સની પાસે બેસી ચશ્માં ચડાવી કંઈક વાંચતા હતા. ફૉરન્સે તેમને પૂછયું, “વૈલ્ટિર કયાં છે ?” Page #435 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન તે નીચે હશે, મારાં દીકરી.” મારે તેમની સાથે કંઈક વાત કરવી છે,” એમ કહી ફલેરન્સ નીચે જવા ઊભી થઈ ના, ના, મારાં નાનકડાં બાનુ, હું તેને ઉપર જ મોકલું છું.” એમ કહી કેપ્ટન કટલ પોતાના થથા સાથે નીચે ચાલ્યા ગયા, અને વોલ્ટર ઉપર આવ્યો. કેપ્ટન કટલે મને કહ્યું કે, મિસ ડોમ્બી,” આટલું વોટર કમરામાં પેસતાં બોલ્યો ખરો, પણ ફરન્સના મેં સામું જોતાં તરતા જ થાભી ગયે. “તમે આજે બીમાર પડી ગયાં હો એમ લાગે છે, ને રડ્યાં હો તેવાં પણ દેખાઓ છે.” વટર એ શબ્દો એટલી લાગણીપૂર્વક બેલ્યો હતો કે, ફલેરન્સથી આંસુનો ધોધ ખા ખાળી શકાય નહિ. વૈકટર, આજે મને સારું નથી; હું રડ્યા જ કરું છું, અને મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.” વટર તરત જ ચિંતામાં પડી જઈ, ધ્રુજતે હોઠે તેની સામે બેસી ગયો. “ૉટર, જે રાતે મને ખબર પડી કે, તમે બચી ગયા છે, તે રાતે મને કેવા કેવા વિચાર આવ્યા હતા અને મને એવી આશા બંધાઈ હતી—” વોટર પિતાને પૂજતો હાથ ટેબલ ઉપર લંબાવી તેની સામે જેવા લાગ્યો. – તમે મને જ્યારે કહ્યું કે, હું બદલાઈ ગઈ છું – ત્યારે મને નવાઈ લાગી હતી. પણ હવે હું સમજી શકું છું કે, હું ખરેખર બદલાઈ ગઈ છું.” વોટરને ફરન્સ હવે બચપણમાં જોઈ હતી તેવી જ દેખાઈ– વિશ્વાસુ નિર્દોષ બાળકી. Page #436 -------------------------------------------------------------------------- ________________ મિ દ્વસની ફરિયાદ ૩૭ “તમે જ્યારે દરિયાના પ્રવાસે ચાલ્યા ગયા, ત્યારે હું છેવટના તમને મળી હતી, એ વાત યાદ છે ?” - ટરે તરત પિતાની છાતી તરફ હાથ બેસી અંદરથી એક નાનકડી પર્સ બહાર કાઢી. “આને હરહંમેશ માટે ગળે બાંધી રાખી છે. હું ડૂબી ગયો હેત તે પણ તે મારી સાથે જ સમુદ્રને તળિયે આવી હોત.” અને મારી જૂની પ્રીત યાદ રાખી હજુ પણ તેને ધારણ કરી રાખશે, એવી હું આશા રાખું છું.” મરી જઈશ ત્યાં સુધી !” ફલેરન્સ ઑલ્ટરના હાથ ઉપર પોતાનો હાથ સંકોચ વિના સ્વાભાવિક રીતે મૂક્યો. મારામાં થયેલા ફેરફારને વિચાર તે સાંજે આપણે વાત કરતાં બેઠાં હતાં ત્યારે મારા મનમાં પણ સાથે જ આવ્યો હતો. એ વાત તમારા ધ્યાનમાં આવી હતી છતાં, તમારા હૃદયની ઉદારતાથી તમે એ છુપાવ્યું હતું; પણ હવે તમે એમ નહિ કરી શકો. ભલે ને તમે ઉદારતાપૂર્વક એમ કરવાને પહેલાંની પેઠે વિચાર કર્યા કરો. તમે હજુ એ પ્રયત્ન કરે તો છો જ; અને તે બદલ હું તમારે આભાર પણ માનું છું. પરંતુ તમે સફળ નહિ થઈ શકે. તમારી ઉપર પરદેશ જવાને લીધે, તથા તે પછી તમારા વહાલા કાકાના અદશ્ય થવાને લીધે જે બધાં દુઃખકષ્ટ આવી પડ્યાં છે, તેનું અજાણમાં પણ નિમિત્ત હું છું. આપણે હવે ભાઈ અને બહેન તરીકે રહી નહિ શકીએ. પણ વહાલા ઑલ્ટર, હું આ બધું કહું છું, તે ફરિયાદરૂપે નથી કહેતી. મને માત્ર એટલી જ આશા છે કે, આ લાગણું હવે ગુપ્ત નથી રહી, એ જાણ્યા પછી તમે મારે વિશે બહુ સંકોચ ન રાખશે; તમારી જાત સાથે નાહક યુદ્ધ ને ચડશે.” Page #437 -------------------------------------------------------------------------- ________________ ડેમી ઍન્ડ સન વોલ્ટર આ બધું કહેતી ફલૅારન્સ તરફ આશ્ચર્યચકિત થઈને નિહાળી રહ્યો હતા. તેણે હવે એને હાથ આજીજીના ભાવથી પેાતાના બંને હાથમાં પકડી લીધેા અને કહ્યું ૩૯૮ (( · મિસ ડેામ્બી, તમારા પ્રત્યે મારે શા ભાવથી વર્તવું જોઈએ અને મારા કયેા ભાવ તમને સમર્પિત કરવા જોઈએ. એ બાબત મારી જાત સાથે સંઘર્ષમાં આવી મેં ખૂબ ખૂબ સહન કર્યું છે, એ સાચી વાત છે. પણ ખાતરી રાખજો કે, મારું ગમે તે થાય, છતાં હું તમને મારા જીવનમાં પવિત્ર તથા સંમાનનીય સ્થાન જ આપવાને હું અને તે વસ્તુ હું મરતા લગી ભૂલવાનેા નથી. ’ - “ પણ વૉલ્ટર, તમારી બવી લાગણીએનું બલિદાન આપીને તમે મને કયે। ભાવ અર્પણ કરવા ચાહેા છે?” “ સંમાન અને આદરનેા; મને તમારા સાચા ભાઈ હાવાના અધિકાર નથી, અને તેવે। હું દાવેા પણ કરી શકતેા નથી. તમે જો સુખી હેાત, તથા તમારાં પ્રેમાળ અને પ્રરાંસક મિત્રાથી વીંટળાયેલાં તમારા સમુચિત ઉચ્ચ સ્થાને વિરાજતાં હાત, તે તે! તમે મને પાછલી યાદને કારણે ‘ભાઈ’ કહીને બેલાબ્યા હાત, તેની સાથે જ હું મારે દૂરને નીચેને સ્થાનેથી પણ તમારા એ સંખેધનનેા જવાબ આપત; પણ અહીં અને હવે ! "" ' ઃઃ t માફ કરજો, વોલ્ટર, મેં તમને ખૂબ અન્યાય કર્યાં છે. મારી પાસે કાઈ સલાહકાર હતું નહિ, અને હું છેક જ એકલી હતી. ક્લેરન્સ !” હવે વાલ્ટર આવેશમાં આવી જઈને જ મેલવા લાગ્યા, “ ઘેાડી ક્ષણ પહેલાં હું અત્યારે જે કહેવા માગું છું તે મારે મેએ ન લાવી શકયો હોત; પણ મારે કહી દેવું જોઈએ કે, જો હું સમૃદ્ધ હાત, અથવા ભવિષ્યમાં પણ એક દિવસ તમને તમારા સમાન સ્થળે પહેોંચાડી શકવાનાં મારી પાસે સાધન કે આશા હેાત, તે તે હું તમને છડેચોક કહેત કે, અત્યારની તમારી અસહાય સ્થિતિમાં તમારા સંરક્ષક તથા સંભાળનાર બનવા માટે તમે એક જ નામથી મને "" Page #438 -------------------------------------------------------------------------- ________________ મિ દ્વટ્સની ફરિયાદ ૩૯ સંબોધી શકો, – ભલે બીજા કોઈ કારણે હું તે નામને લાયક ન હોઉં, પણ તમારા પ્રત્યે મારા અંતરમાં જે પ્રેમ અને આદર ઊભરાય છે – મારું આખું હૃદય તમારું જ છે તે કારણે !” “વલ્ટર, વૉલ્ટર ! તમે બહુ જ ગરીબ છો શું?” “હું તો અત્યારે રખડતો માણસ છું; હું સમુદ્ર પાર મુસાફરીએ કર્યા કરીને નિર્વાહ ચલાવું છું.” તો તમે ફરીથી પાછા જલદી મુસાફરીએ ચાલ્યા જવાના છે, શું ?” “બહુ જ જલદી.” વેટર, તો તમે પણ સાંભળી લો ! બીજે કશો સંકેચ રાખ્યા વિના જે તમે મને તમારી પત્ની બનાવશો, તો હું તમને ખૂબ પ્રેમથી ચાહીશ; તથા મને તમારી સાથે જ આવવા દેશો તો જરાય બીત્યા વિના દુનિયાને છેડે તમારી સાથે આવીશ. તમારે માટે મારે કશાને ત્યાગ કરવાનો નથી, હું તો માત્ર તમને આખી જિંદગી ચાહવા જ ઈચ્છું ; અને મારી મરતી વેળાએ પણ જે મને ભાન રહ્યું હશે, તો તમારું નામ જ યાદ કરીને ઈશ્વર પાસેથી તેના ઉપર આશીર્વાદ માગીશ.” ફરન્સ અને વોલ્ટર જ્યારે કેપ્ટન કટલ પાસે આવ્યાં, ત્યારે કેપ્ટન કટલ બેલી ઊઠડ્યા, “મારાં વહાલાં દીકરી, તમે વોલ્ટર સાથે બહુ લાંબી વાતો કરી, કંઈ !” ફૉરન્સ કૅપ્ટનના કોટનું મોટું બટન હાથમાં પાડીને કહ્યું, “વહાલા કેપ્ટન, જે તમે પરવાનગી આપો, તો મારે એક વાત તમને કહેવી છે.” “શી વાત કરવી છે, મારાં વહાલાં બાનુ? વાત જ કરશે ને ?” Page #439 -------------------------------------------------------------------------- ________________ ડેડી એન્ડ સન “હા ! ” “વેલર સાથે પરણવાનું, તુ જ ને ?” કેપ્ટન કટલ પિતાને ટોપો હવામાં ઊંચે ઉછાળતા બોલી ઊઠયા. હા !” ફરન્સ એકી સાથે રડતી અને હસતી બેલી ઊઠી. ૫૦ મિ. ડબ્બી અને દુનિયા આ દિવસો દરમ્યાન પેલો અભિમાની માણસ શું કરતો હતો? તે કદી પિતાની દીકરી વિષે વિચાર કરતો હતો? કે તે ક્યાં ગઈએની જરાય પરવા કરતો હતો? કે પછી તે એમ જ માનતો હતો કે, તે તો ઘેર પાછી આવી જ હશે અને એ ઘરમાં તેની જૂની રીતે જીવન ગાળતી હશે ? કઈ એ પ્રશ્નોના જવાબ આપી ન શકે. જોકે, તેણે તે દિવસથી કદી ફલૅરન્સનું નામ મેએ આપ્યું ન હતું, અને તેના ઘરનાં માણસો એ નામ તેની સામે દેવાની હિંમત પણ કરી શકતાં ન હતાં. તે માણસની બહેન તેને આ વિષે કંઈકે પૂછવાની હિંમત કરી શકે, પણ એને તો તેણે બેલતી એકદમ ચૂપ જ કરી દીધી હતી. વાત એમ બની હતી કે, ફરન્સ જે દિવસે વિદાય થઈ તે દિવસે જ મિ. ડાબીના કમરામાં પેસતાં પેસતાં જ તેમની બહેન બેલી હતી,–“વહાલા પલ, તમારી પત્ની --એ ઊખડેલ રખડેલ બાઈ ! જેનાં અભિમાન અને તુમાખીને સંતોષવા તમે તમારાં સગાંને પણ ભોગ આપ્યો હતો, તેણે કે બદલે આપ્યો ?” આમ કહીને તે ભાઈને ગળે જ વળગી પડી. પણ ભાઈએ તરત અક્કડ હાથે ખસેડીને તેને ખુરશી તરફ ધકેલી મૂકી. તારો આભાર માનું છું, લુઈઝા, મારા પ્રત્યે આ સ્નેહ બતાવવા બદલ; પણ મારી ઈચ્છા છે કે, આપણે વાતચીત તે સિવાયના Page #440 -------------------------------------------------------------------------- ________________ મિ. ડેબી અને દુનિયા બીજા કોઈ વિષય પરત્વે જ ચાલવી જોઈએ. જ્યારે હું પોતે મારા નસીબને રડવા બેસું કે મને સહાનુભૂતિની જરૂર હોય, ત્યારે તારે જેટલી દાખવવી હોય તેટલી દાખવજે.” વહાલા પલ, તમારામાં રહેલા મહાન જુસ્સાને જાણું છું; એટલે આવા દુ:ખભર્યા અને તુચ્છકારવા લાયક વિષય ઉપર કંઈ જ નહિ બેલું. પણ પેલી કમનસીબ જોરન્સની વાત વળી શી છે, તે તો કહો – ભલે મને આઘાત લાગે કે દુઃખ થાય એવું કંઈક સાંભળવા મળવાનું હોય તોપણુ–” લુઈઝા, ચૂપ રહે! એક પણ શબ્દ એ અંગે તારે બેલવાને નથી.” મિસિસ ચિક હવે રૂમાલ આંખે ઉપર દાબી, ડોમ્બી કુળમાં પાકેલાં ગેર-ડોમ્બીઓ ઉપર લ્યાનત વરસાવવા લાગ્યાં. જોકે, ફૉરન્સ એડિથના ગુનામાં સામેલ હતી, કે તે તેની પાછળ પાછળ ચાલી ગઈ હતી, કે તેણે કશુંય કર્યું હતું, કે કશુંય નહોતું કર્યું, – એ કશાની તેને જાણકારી ન હતી. પણ એક વાત નક્કી હતી : મિ. ડોમ્બીને લાગતું ન હતું કે ફૉરન્સ પણ હંમેશને માટે ચાલી ગઈ છે-- કે કદી પાછી નહિ આવે. સાતમે આસમાને ચડેલા તેના ઘમંડમાં હંમેશાં તે એને આજ્ઞાંકિત તથા નમ્ર રહેલી જોતો આવ્યો હતો, અને પોતાની સર્વોપરિતાને ફલોરન્સ તરફથી કશે પડકાર મળે, એમ તે માનતો જ ન હતો. અલબત્ત, એડિથના ભાગી જવાથી તેના સ્વાભિમાનની ઇમારત ધણધણું ઊઠી હતી;- જેકે, છેક ધૂળભેગી નહોતી થઈ. પરંતુ તે તરફ અનુભવતો હતો કે, બહારની દુનિયા અત્યારે તેની આ નામશી અને હીણપતની જ વાત કરવાનો ધંધો લઈને બેઠી છે. તે એ દુનિયા આગળ પિતાના અંતરમાં પિતાને લાગેલી ખરી નામોશીની વાત પોતાની અક્કડતા અને બાહ્ય ખુમારીથી છુપાવવા માગતો હતો, પરંતુ તેનાં ડે-૨૬ Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०२ ડી એન્ડ સન ઊંડાં ઊતરી ગયેલાં ગાલ અને આંખે, તથા ચિંતામાં ડૂબી ગયેલું તેનું વ્યક્તિત્વ બીજી જ વાત જાહેર કરતાં હતાં. અને દુનિયા ! બહારની દુનિયા તેને વિશે શું વિચારે છે, તેને વિષે શું કહે છે, એ ચિંતા તેના મનમાંથી નીકળતી જ નથી. તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ દુનિયા તેની સામે મેજૂદ હોય છે; અને નવાઈની વાત તો એ કે, જ્યાં તે ન હોય, ત્યાં પણ એ દુનિયા બેઠી બેઠી એની જ વાતો કર્યા કરે છે ! જુઓ ને, એડિથનો પિત્રાઈ ફિનિક્સ આ સમાચાર સાંભળી, દૂરથી એની સાથે એ વાત ઉપાડવા જ દોડી આવ્યો છે, અને મેજર ઑગસ્ટક પણ તેની સાથે એ જ હેતુથી આવ્યા છે. મિ. ડાબી ગૌરવપૂર્વક સ્વસ્થતાના દેખાડ સાથે તેમને આવકારે છે; અને જાણે કશું બન્યું ન હોય એમ કહે છે, “વસંતમાં પણ આ વખતે ટાઢ જરા વધારે છે, નહિ !” મેજર ઑગસ્ટક તરત જ બોલી ઊઠે છે, “માફ કરજો મહેરબાન, પણ જોસફ બૅગસ્ટોક આવી ઉપર ઉપરની બનાવટ કરવાનું જાણતો નથી –- જુઓ ડોબી, તમારે તમારા મિત્રોને દૂર જ રાખવા હોય, તો સીધું જ કહી દે, એટલે અમે આવ્યા તેવા અહીંથી વિદાય થઈ જઈએ. પણ બુદ્દો જે. બી. જે આવ્યો જ છે, તો મુદ્દાસરની જ વાત કરશે–આવી હવા ફવા કે ઠંડી બંડીની નહિ.” મિ. ડબ્બી ડોકું હલાવી મેજરની વાત સ્વીકારી લે છે. તો ડોમ્બી, હું દુનિયાદારીને માણસ છું, અને આપણું મિત્ર આ ફિનિક્સ પણ દુનિયાદારીના માણસ છે. અને ડાબી, તમે તો છે જ. અને આમ દુનિયાદારીના ત્રણ માણસો એકઠા થાય, અને અરસપરસ પૂરેપૂરા મિત્ર હોય – ” તદ્દન મિત્રો, મને ખાતરી છે; પરમ મિત્રો, વળી.” પિત્રાઈ ફિનિકસ બેલી ઊઠે છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ મિ ડોમ્બી અને દુનિયા ૪૦૩ અને પૂરેપૂરા મિત્ર હેાય, તે! પછી બુઢ્ઢા-જૉયેને એવે અભિપ્રાય છે કે, તે ત્રણ જણ જે વિચારે અને નક્કી કરે, તેમાં આખી દુનિયાને પણ તે બાબત વિષેને મત બહુ સહેલાઈથી મળી ગયે કહેવાય. - “ ખરી વાત છે; તદ્ન ખાતરીની વાત છે; વસ્તુતાએ જ તે સ્વતઃસિદ્ધ વાત છે. એટલે જ, તે મારી સુંદર પત્રાણુ, જેનામાં પુરુષને સુખી બનાવવા માટેની દરેક લાયકાત વિપુલ પ્રમાણમાં હતી, તે દુનિયાદારીની સમજ છેક જ ખાઈ ખેડી અને આવું અસાધારણ પગલું ભરી બેડી, તેથી મને થયેલું દુ:ખ અને લાગેલી નવાઈ મારે માંએથી મારા મિત્ર ડેામ્મીને સંભળાવવા હું દેડી આવ્યે છું. ’ "" ઃઃ “ તા હવે ડામ્બી ” મેજર ખેંગસ્ટૉક પેાતાને કહેવાનું પૂરું કરવા ભારે જુસ્સાથી આગળ ખેલવા જાય છે. ປີ່ າ << પણ પિત્રાઈ ફિનિક્સ તેમને તરત આગળ ખેલતા રેાકીને કહે માફ કરજો, પણ મને બીજી એક વાત ટૂંકમાં કહી લેવા દો, અને મને થયેલા કારમા દુઃખમાં વધારા કરે એવા બીજો મુદ્દો પાછા ભવ્યેા હેય તે તે એ છે કે, મારી સુંદર પિત્રાણ પેાતાના પતિના કરતાં છેક નીચલી કક્ષાના માનવી સાથે સફેદ દાંતવાળા માનવી સાથે ~~~ ચાલી ગઈ છે. આખી દુનિયાને તેથી ભારે નવાઈ લાગી છે, અને આધાત લાગ્યા છે. પણ મારું માનવું એ છે કે, મારી સુંદર અને સુઘડ પિત્રાને, પૂરી તપાસ વિના તથા તેને આમાં કેટલે દોષ છે- હિસ્સા છે તેની ખાતરી કર્યા વિના દેષિત ન ઠરાવવી, એવી વિનંતી કરવાનું મારા તરફથી તથા મારા કુટુંબ તરફથી મને ગમે તેટલું મન થાય, છતાં હું અમે સૌ તરફથી તમને ખાતરી આપવા માગું છું કે, એ અંગે ભવિષ્યમાં મિ૰ ડામ્બી જે કંઈ માનવંત કારવાઈ શરૂ કરવા ચાહે, તેમાં જરા પણ વચ્ચે ન આવવાન તથા તેમાં સહમત થવાની અમારી સૌની ઇચ્છા છે. તથા મને ખાતરી મેજર, - -- Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ડી એન્ડ સન છે કે, આપણું મિત્ર કેમ્બી આ ખેદભર્યા પ્રસંગ અંગે મારાં આ મંતવ્યની યથાયોગ્ય કદર કરશે.” મિ. ડબ્બી એ વાતના જવાબમાં પણ હકારસૂચક સંજ્ઞા કરે છે. તો ડેપ્શી, આપણું મિત્ર ફિનિક્સની જે વકતૃત્વશક્તિ છે, તેને બુદ્ધો–જો કદી પહોંચી શકે એમ નથી; છતાં તે પિતાની નક્કર ભાષામાં એટલું તો કહી દેવા માગે છે કે, દુનિયા આ બાબત અંગે કંઈક નકકર અભિપ્રાયો ધરાવે છે અને તેને સંતોષ આપવો જોઈએ.” “હું જાણું છું.” હાસ્તો, તમે ન જાણે, એ બની શકે જ નહિ. છતાં બેંગસ્ટકવંશમાં બધું મોઢામોઢ બેલી બતાવવાની ટેવ છે, એટલે હું કહી દઉં છું કે, ઘા માનસને સીધે તે કરવો જ જોઈએ – અને એ બાબતમાં તમારા મિત્ર તરીકે બહુમાન ધારણ કરનાર બુઢ્ઢો જે. બી. તમારી પડખે ઊભવા તૈયાર છે.” મેજર, હું તમારી આ ઓફર માટે આભારી છું. અને જ્યારે એ વખત આવશે, ત્યારે હું જરૂર તમારી મદદ માગીશ.” “પણ એ બદમાશ ક્યાં છે, એની ભાળ મળી છે ખરી ?” ના, હજુ નથી મળી.” “પણ એ મેળવવા તરફ કશી પ્રગતિ થઈ છે ખરી ?” “મેજર, અત્યારે મને વિશેષ વિગત ન પૂછશે. પણ હમણાં જ તેની ભાળ મળવા અંગે કશીક શક્યતા દેખાય છે ખરી. પરંતુ એ શક્યતા એવી અસાધારણ જગાએથી ઊભી થઈ છે કે, ત્યાંથી મળેલા સમાચાર સાચા નીવડે કે ન પણ નીવડે; એટલે એ અંગેનો મારે ખુલાસો અહીં જ પૂરો થાય છે, એમ ગણી લેજે.” પણ એટલી શક્યતા પણ ઊભી થઈ છે, એ જાણું મને ખૂબ આનંદ થયો છે; અને બુટ્ટો–જે.બી. તમને એ બદલ અભિનંદન આપે છે.” Page #444 -------------------------------------------------------------------------- ________________ ४०५ ગુપ્ત બાતમી અલબત્ત, પિત્રાઈ ફિનિકસે પણ એવા અભિનંદન આપવામાં જરાય પાછી પાની કરી નહિ, એ કહેવાની જરૂર નથી. અને ખરે જ આખી “દુનિયાની પણ આ જ હાલત હતી. પેલાં બંને નાસીને ક્યાં ગયાં છે, તથા મિ. ડેામ્બી એ બંનેને કેવી રીતે શી સજા કરવા માગે છે, એ જાણવા સૌ તળે ઉપર થઈ ગયાં હતાં. માત્ર મિસ ટસ, નોકરડીની બનેટ માથા ઉપર બાંધી, છાનીમાની મિડેબીને ઘેર આવી, મિસિસ પિપચિનને મળી, મિત્ર ડેબીની પિતાની શી હાલત છે તે પૂછી જતી. અને વારંવાર પૂછી જતી. મિસ ટેક્સ બચપણમાં મિસિસ પિપચિનની સંસ્થામાં ભણી હતી –એ વાત વાચકને યાદ હશે જ. ૫૧ ગુપ્ત બાતમી 1 મસિસ બ્રાઉનના ઘેલકામાં તેમની પુત્રી એલિસના આવ્યા પછી થોડા ઘણા સુઘડ ફેરફાર અવશ્ય થયા હતા, છતાં ઘરની કંગાલિયત એવી ને એવી જ હતી. મેજર ઑગસ્ટક અને પિત્રાઈ ફિનિસ મિ. ડોમ્બીને આવીને મળી ગયા તે પછી થોડા દિવસ બાદની વાત છે. મિસિસ બ્રાઉન તથા ઍલિસ બંને પિતાના ઘેલકામાં બેઠાં બેઠાં મિ. ડોબીના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. મા, એ નહિ જ આવે, એમ હું માનું છું.” “ના શું આવે ? એ દિવસે શેરીમાં મેં તેમને કોટ પકડીને ઊભા રાખ્યા ત્યારે શરૂઆતમાં તો હું કાઈ દેડકી હોઉં એમ મારી તરફ તતડીને જોવા લાગ્યા. પણ પછી મેં પેલાં બેનાં નામ દીધાં અને પૂછયું Page #445 -------------------------------------------------------------------------- ________________ ४०६ ડી એન્ડ સન કે, તે બને ક્યાં છે તે તમારે જાણવું છે ? – તેની સાથે જ એમનું મોં અને એમનું વર્તન કેવું થઈ ગયું, તે તું શું જાણે?” પણ એટલામાં જ મિડોમ્બીનાં પગલાં બારણું પાસે આવતાં સંભળાયાં. ઍલિસે બારણું ઉઘાડયું એટલે મિ. ડોબી અંદર આવી, આસપાસ નજર કરવા લાગ્યા. “તમારા જેવા મોટા માણસને પગ મૂકવા માટે બહુ કંગાળ જગા છે, એ વાત મેં તમને તે દિવસે કહી જ દીધી હતી; પણ તમને અહીં આવ્યાથી કશું નુકસાન જવાનું નથી, એની ખાતરી રાખજે,” બુદ્દીએ કહ્યું. અને આ કોણ છે, વારુ?” મિડેબીએ એલિસ તરફ આંગળી કરીને પૂછ્યું. એ મારી ફૂટડી દીકરી છે. પણ એની કશી ચિંતા ન કરશે; એ પણ વધું જાણે છે.” કેણ “એ બધું નથી જાણતું ? મિ. ડેબીના મોં ઉપર અણગમાની એક છાયા પસાર થઈ ગઈ. તેમણે કહ્યું – “બાઈ આવી જગાએ આવવા કબૂલ થવા જેટલો હું નબળા મનન બની ગયો કહેવાઉં, એ ખરી વાત છે; પરંતુ તે શેરીમાં મને ઊભો રાખી, જે માહિતી આપવાનું કહ્યું હતું, તે મને આપી દે, એટલે બસ. હું મારાં વિપુલ સાધનોથી જે માહિતી નથી મેળવી શકતો, તે માહિતી તારી પાસેથી મળી શકશે, એવું હું શા માટે માની બેઠે, એ પણ મને સમજાતું નથી. પરંતુ તું જે કેવળ મારી સાથે રમત જ રમવા ઈચ્છતી હોય, તો સાવધાન! મારો મિજાજ કેવો છે, અને હું તારી ચેષ્ટાને કેવો જવાબ વાળીશ, એ તને કહી બતાવવાની મારે જરૂર નથી.” અરે, અરે, અભિમાની, કઠેર સટ્ટુહસ્થ ! જરા સાંસતા તે થાઓ. બધું તમે તમારે કાને સાંભળી શકશે અને તમારી નજરે જોઈ શકશે. પણ તમને જે જોઈતી માહિતી મળી મળી રહે, તો Page #446 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત બાતમી ४०७ પછી, તમે એના બદલામાં કાંઈ વળતર આપવામાં પણ પાછી પાની નહિ કરે, એવી આશા હું રાખું છું.” પૈસાથી નહિ ધારેલાં કામ સાધી શકાય છે, અને નહિ કપે લાં સાધને આવી મળે છે, એ હું જાણું છું; જે મને ખાતરીલાયક માહિતી મળશે, તો હું પૈસા ચૂકવવામાં પાછી પાની નહિ કરું. પણ પહેલાં મને એ માહિતી કહો, અને તે સાંભળ્યા પછી જ તેની કિંમત હું નક્કી કરીશ.” તો તમે પૈસા કરતાં પણ સબળી બીજી કોઈ ચીજ હોઈ શકે, એમ નથી માનતા ખરું ?” એલિસ વચ્ચે બેલી ઊઠી. આવાં ઘરમાં તમારા જેવાં કંગાળ લેક આગળ તો પૈસા કરતાં બીજી કોઈ સબળી ચીજ હોઈ શકે, એવી વાત પણ ક૯પવા હું તૈયાર નથી.” મિડોમ્બીએ જવાબ આપ્યો. “પણ સ્ત્રીને ગુસ્સો આવાં ઘરમાં પણ તમારા લોકોના મહેલો જેટલો જ પ્રબળ હોય છે, એ તમે નહિ જાણતા હ ! કેટલાંય વરસથી મારા અંતરમાં એક ભારે ગુસ્સો સંઘરીને બેઠી છું; અને નવાઈની વાત એટલી જ છે કે, જે માણસ પર તમને ગુસ્સો છે, એ માણસ ઉપર જ મારો ગુસ્સો પણ છે. આ બધું હું એટલા માટે કહું છું કે, આપણી વચ્ચે પૈસાનું અંતર ગમે તેટલું મેટું હોય, છતાં આપણી લાગણીઓ અને વૃત્તિઓ વચ્ચે જરાયે અંતર નથી, એ તમે સમજી શકે. મારી અંગત વાત હું મારા અંતરમાં જ સંઘરી રાખવાની છું; પણ તેને અને તમને હું એકઠા કરી આપીશ જ; જેથી તમારે હાથે ને બરાબર સજા થાય – જે સજા હું મારી કંગાલિયતને કારણે તેને કરી શકે તેમ નથી. મારી મા જોકે લોભિયણ છે તથા દરિદ્ર પણ છે, એટલે તમારી પાસેથી પૈસાના બદલાની અપેક્ષા રાખશે જ – અને તમારાથી અપાય તો તેને આપજો જ; પણ હું તો તમને આ માહિતી મેળવી આપવામાં જે ભાગ ભજવી રહી છું, તે તે માત્ર મારા તે માણસ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ડિબી ઍન્ડ સન પ્રત્યેના ગુસ્સાને કારણે જ ભજવી રહી છું. આથી વધારે હું કશું તમને કહેવા માગતી નથી.” મિ. ડોમ્બીએ હવે ડેસીને પોતાની માહિતી કહી દેવા ઉતાવળ કરાવવા માંડી. જવાબમાં ડોસીએ હવે ખુલાસો કર્યો કે, “હું જેની પાસેથી એ માહિતી કઢાવવાની છું, તેને મેથી, બાજુના ઓરડામાં છુપાઈ રહીને તમારે જાતે જ તે સાંભળવાની છે.” મિ. ડાબી બાજુના ઓરડામાં નજર કરીને ખાતરી કરી લીધી કે, અંદર કંઈ જોખમ છે કે નહિ; અને પછી બારણું આગળ કાઈનાં પગલાં સંભળાતાં અને ડોસીએ નિશાની કરતાં, તે ઝટપટ એ ઓરડાના બારણું પાછળ જઈને ઊભા રહ્યા. ડેસી પિલા આગંતુકની સામે ધસી જઈ તેને ગળે જોરથી વળગી પડી. પેલે આવનાર કંટાળીને, ગૂંગળાઈ મરતો હોય એમ બેલી ઊડ્ય – “અરે, અરે, તમે કેાઈ જણને ગૂંગળાવીને મારી નાખ્યા વિના તમારો આદરસત્કાર દાખવી નથી શકતાં, મિસિસ બ્રાઉન ? અને તેય મારા હાથમાં પાંજરું છે, અને તેમાં એક પંખી છે, જેને કશી આંચ ન આવવી જોઈએ, એમ હોવા છતાં ? તમે ક્યાં જાણે છે કે, તેનાં પીંછાંને સહેજ કાઈના હાથ લાગી જાય, તો પણ તેના માલિક એવા ચાલાક છે કે તેમને ખબર પડયા વગર ન રહે ?” “વાહ, ત્યારે તો તારા માલિકનું પાંજરું છે કેમ ? પણ તારા માલિક હવે અહીં ક્યાં છે, જેથી તે એમના પંખીને શું થયું, તે જાણી શકવાના હતા ? પણ બેટા, તું મને જલદી મળવા આવવાનું કહી ગયો હતો અને કેટલા બધા દિવસે આવ્યો ? હું તો તારી રાહ જોઈને, તું આવે ત્યારે તારે માટે પીવાની વસ્તુ તૈયાર રાખીને બેઠી છું.” પણ ડોસીમા, એક વાત તો સાંભળે; આ પોપટને તમારે ઘેર જ થોડા દિવસ માટે રાખવાનું છે. કારણ કે એના માલિકની Page #448 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત બાતમી ૪૦૯ બીજી બધી વસ્તુઓ વેચી નાખવાની છે તે દરમ્યાન આ બિચારાની સંભાળ કોણ રાખે? અઠવાડિયા પછી જરૂર તેને લઈ જઈશ.” પણ અલ્યા તારા માલિકની બધી ચીજ વેચી નાખવાની છે, તો પછી તું એના પોપટના પાંજરાને શું કરવા સાચવી રાખે છે ? તને એથી શું લાભ?” ડોસીમા, બધી જ બાબતો અંગે મેંએ વાતો ન કરી શકાય, સમજ્યાં ?” “પણ દીકરા, તું જ હવે નોકરી-ચાકરી વગરનો થઈ ગયો હોઈશ, એટલે મને ચિંતા થાય જ ને?” “મારી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ડોસીમા; પણ એ બધી વાત પડતી મૂકો અને બીજી વાત કાઢે, એટલે થયું.” “એટલે કે, તારા ખાવા-પીવાના ખર્ચની – પગારની જોગવાઈ તારા માલિક કરતા ગયા છે, ખરું ને?” કહ્યું તો ખરું કે, એ બધી પંચાત પડતી મૂકીને, ડોસીમા !” લે, તારી પંચાત હું ન કરું તો કોણ કરે, દીકરા? જે આ તારે માટે જે પીવાનું લાવી રાખ્યું છે, તે તો પીવા માંડ! ” એમ કહી ડેસીએ તેને એક પ્યાલે તૈયાર કરી આપ્યો. એ પીધા પછી રોબ ગ્રાઈડરનો જીવ કંઈક સુંવાળો થવા લાગ્યો. “તે બેટા, તારા માલિક તને સાથે જ કેમ લેતા ન ગયા ? જ્યાં ગયા હશે ત્યાં તેમને નોકર તો જોઈશે જ ને ?” જુઓ પાછાં ! એ બધાની તમારે શી પંચાત, ડોસીમા ? એ ને એ વાત કર્યા કરશે, તો પછી મારે ઊઠીને ચાલતા થવું પડશે, સમજ્યાં ?” ડોસી એ સાંભળતાં જ એકદમ તેના તરફ લપકી અને એના ગળે એક હાથ વીંટાળી, તેને એવા જોરથી દબાવ્યું કે, પેલાનું મેં કાળું પડી ગયું. Page #449 -------------------------------------------------------------------------- ________________ તે પછીના હાલ્યાચાહ તૈયાર અને ૪૧૦ ડી એન્ડ સન “આ શું કરો છો ડોસીમા ? મને છોડો, છોડો, અરે જુવાન બાઈ, તમે શું જોઈ રહ્યાં છો ? મને છોડાવો, અરે મિસિસ બ્રાઉન – મિસિસ —” પણ પેલી જુવાન બાઈ તો હાલ્યા ચાલ્યા વિના બેસી જ રહી. ગ્રાઈન્ડર છેવટે અમળાતો પછડાતો જેર કરી ડોસીની ચૂડમાંથી જેમ તેમ કરીને છૂટો થયો. એટલે ડોસી ફરીથી તેના ઉપર લપકવા તૈયાર થવા લાગી. એલિસ તેને પાણી ચડાવતી બેલી, “શાબાશ, મા, શાબાશ! એના ટુકડે ટુકડા કરી નાખે, એટલે થયું.” “, જુવાન બાઈ, તમે પણ મારા વિરોધ-પક્ષમાં છો ? મેં શું તમારું બગાડયું છે, જેથી મારા ટુકડે ટુકડા કરવાના છે? કોઈ બિચારા જણને વાંક વિના બે જણ ભેગાં મળીને ફાડી ખાય, એ શું ન્યાય છે? સજજનતા છે? અને તમારી જાતને તમે બૈરીઓ કહેવડાવો છો ! મને ભારે દુઃખ થાય છે. તમારા લોકોનાં નાજુકાઈ અને સુંવાળાપણું ક્યાં ગયાં ?” બદમાશ કૂતરા ! નાલાયક ! હરામ ! હું પૂછું તેના ગમે તેવા ઉડાઉ જવાબ આપે છે ? મને ? તું મને શું સમજે છે? હું પૂછી પૂછીને શું પૂછું છું ? “તારા માલિક ક્યાં છે? તને પગાર ચાલુ રાખ્યો છે કે નહિ ?” – એટલું જ ને ? અને તેય તારી બદમાશની ચિંતાથી – તારા ખાવાપીવાનું શું થશે – એવી બળતરાથી ! ત્યારે તું તો જાણે કોઈ મોટે લાટસાહેબ હોય એમ મને ચૂપ રહેવાનું કહે છે; તો ઠીક દીકરા, હવે હું ચૂપ જ રહીશ! તું હવે અહીંથી ટળ, એટલે આ જ ઘડીથી તારી પાછળ તારા જુના સાગરીતને એવા લગાડી દઉં છું કે, તું ક્યાં જાય છે ને શું કરે છે તે બધું તેઓ જાણી લાવશે: એટલું જ નહિ પણ, તને પોતાને એવો ખાડો ખેદીને દાટી દેશે કે તારા માલિકને જરૂર પડશે ત્યારે તારું હાડકું પણ ખોળ્યું નહિ જડે !” અરે મિસિસ બ્રાઉન, હું કયાં તમને કશું કહેવાની ના પાડું છું? એ બધી વાતો બહુ ગુપ્ત રાખવાની હોય, અને એ ગુપ્ત રાખવા Page #450 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત મતસી ૪૧૧ માટે જ કેાઈ જણને એના માલિક તરફથી પૈસા મળતા હોય અને પાર વગરની ધમકીએ! પણ મળી હેાય, તે તે બિચારા જણ એ બધું જલદી જલદી મેાંમાંથી બહાર ન કાઢે, તે માટે તેને ગળું દબાવીને મારી નાખવાને અને તેને જીવતા ઘટાવી દેવરાવવાના ? ’’ “તે પછી ખેલ, તારા માલિક અત્યારે જેમ છે, મને કહે જોઉ* ! ” << બહુ ભલાચંગા છે, મિસિસ બ્રાઉન.'' '' અને તારી નોકરી ચાલુ છે?” (C મને હજુ પગાર મળ્યે જાય છે.” "" “ તારે કામ શું કરવાનું ? ખાસ કશું નથી કરવાનું; પણ આજુબાજુ શું થાય છે, તે તરફ મારે મારી આંખે! ઉધાડી રાખવાની છે.” (( ઃઃ તારા માલિક આ દેશમાં છે કે, પરદેશ ચાલ્યા ગયા છે? ’ મિસિસ બ્રાઉન, કાઈ જણ સાથે આ બધા સિવાય બીજી કાઈ વાત કરવાની જ તમને સૂઝતી નથી ? ’’ ** << જવાબમાં ડેાસી પાછી તેના ગળે વળગવા જ દાડી, એટલે તરત રાખ ગ્-ગ-પેં-મેં કરતા ખેાલી ઊઠયો, પરદેશ જ છે તેા.” “ તેા એટા, તું પેલાં લેડીને તે વખત બાદ કદી મળ્યા છે?” :: મિસિસ બ્રાઉન, આ કૈાની વાત તમે કાઢી? કઈ લેડી અને કઈ આનુની વાત તમે મને પૂછે છે ?''... << વાહ, મિસિસ ડેામ્મીની વળી.' ઃઃ 'હા, હા, તેમને હું એક વખત મળ્યા છું.’ “જે રાતે તે ભાગી ગઈ, તે રાતે જ તે? તે કયાં ગઈ? તે અંતે કેવી રીતે ગયાં ? તું તે ખાનુને કયાં મળ્યા હતા? તે હસતી હતી કે રડતી હતી, તે બધું મને કહે જોઉં ! લેાકા એ બધા વિષે ગમે તેવાં ગપ્પાં મારે છે; પણ સાચી વાત જાણવાનું કાને ન ગમે ? અને તેય તારા જેવા લાડકા પાસેથી જ મળી શકે એમ હેાય તે! ! ” "" Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ડેબી ઍન્ડ સન અરેરે, મિસિસ બ્રાઉન, તમે ઘરડાં થઈ મરવાનાં થયાં, તો પણ તમારી આવી બધી વાતની ઇંતેજારી કેવી ભારે છે? મૂકીને પંચાત ! ” જે બેટા રેબ, તને એ બધી વાત મને સંભળાવતાં શું વાંધે નડે છે? મેં અને તે કેટલી બધી ગુપ્ત વાતો નથી સાચવી જાણું ? તેં કરેલી ચેરીઓની —” અરે, અરે, એ બધું યાદ કરવાની શી જરૂર છે, ડેસીમા ? તમે મને એટલું જ પૂછયું ને કે તે બે કયાં ગયાં અને કેવી રીતે ગયાં? તેને તદ્દન સાચે અને આખરી જવાબ એ જ છે કે, તેઓ બંને કયાંય ગયાં જ નથી.” ડેસી હવે ઘૂરકવા લાગી. તરત જ બે ખુલાસો કર્યો કે, “પણું તે બંને સાથે ગયાં નથી, એટલે હું એમ જ કહું ને ? અને તમે પૂછયું કે, તે હસતી હતી કે નહિ, તો તેને જવાબ એ છે કે, તે તો ધૂણુકાની પેઠે અક્કડ બેસી જ રહી હતી. પણ ડોસીમા, જે તમે મારી પાસેથી મને મારી નાખીને - મારા ટુકડા કરીને પણ – બધી જ વાત કઢાવવાનાં હો, તો પહેલાં તમે આકરામાં આકરા સોગંદ ખાઓ કે, તમે મારી પાસેથી સાંભળેલી વાત વાને કી નહિ કહે !” ડેસી જેસુઇટ-પંથની હતી; એટલે સોગંદ ખાય તો પાળે જ; પરંતુ તેને તે બીજા ઓરડામાં સંતાયેલા મિત્ર ડોમ્બીને બધું માત્ર સંભળાવવાનું જ હતું – કહેવાનું હતું જ નહિ, એટલે તેણે તરત સોગંદ ખાધા. હવે બે વાત શરૂ કરી – “હું અને તે બંને સાઉધેપ્ટન ગયાં ત્યાં સુધી તે અક્કડ જ બેસી રહી હતી. રાતે પણ અને સવારના પણું. પછી તો તેને જહાજ ઉપર ચડાવી દઈ હું પાછો આવ્યો. બસ, વાત પૂરી થઈ ડેસીમા ! હવે રાજી થાઓ !” ના, ના બ બેટા, હજુ તારા માલિકનું શું થયું તે તે કહેવાનું રહ્યું ને? અને તે પેલીને ક્યાં ભેગા થયા?” Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગુપ્ત બાતમી તે ક્યાં કેવી રીતે ગયા તેની તો મને તેમણે ખબર પડવા દીધી નથી. જતા પહેલાં તેમણે મારી જીભને બરાબર સીવી દેવા ઘણી ઘણી તાકીદ આપી હતી એટલું જ. પણ મેં તમને આ બધી વાત કહી છે, એવું તે જાણે તે પહેલાં તમારે ને મારે ગુપચુપ આ ઘરને આગ લગાડી અંદર બળી મરવું વધુ સલાહભર્યું છે, એટલું જાણું રાખજો.” “પણ દીકરા, તે બે જણે કયે મુકામે ભેગાં થવાનું નક્કી કર્યું હતું, તે મને કહી દે, એટલે બસ!” મને એ વાતની શી રીતે ખબર પડે, વારુ ? વાહ દીકરા, મને આટલે સુધી લાવ્યા પછી અધવચ છોડીશ એ ચાલવાનું નથી. અને મેં તારી આગળ સેગંદ તો ખાધા જ છે.” “પણ સાચું કહું છું કે, તેમણે મને એ ગામનું નામ વહ્ય જ નથી.” ડોસી તરત જ સમજી ગઈ “તો પછી તે એ નામ ચિઠ્ઠીમાં લખેલું વાંચ્યું છે, એમ ને? તો બસ એ નામની જોડણું વાંચવા માંડ.” રેબે ડોસીની ચાલાકીથી માત થઈ ખીસામાંથી એક ચાક કાઢી ટેબલ ઉપર અક્ષરે લખવા તૈયારી કરી. પણ સાથે સાથે ડેસીને તાકીદ આપી કે, “આ સિવાય બીજું કશું હું જાણતો નથી, એટલે હવે વધારે કંઈ પૂછવા તમારે દબાણ કરવું નહિ. કારણ કે, તેઓ મને કશી જ વાત કરવા બંધાયેલાં ન હતાં, એ તો તમે માનો છો ને ? આ નામ પણ મેં શી રીતે જાણી લીધું તે વાત તમને કહી દઉં એટલે તમને ખાતરી થશે. અમુક પુરુષે અમુક સ્ત્રીને વહાણ સુધી લઈ જવા મને સોંપી, ત્યારે તે પુરુષે સામે પાર જે સ્થળે તે સ્ત્રીએ જવાનું હતું તેનું નામ તે ભૂલી ન જાય તે માટે તેના હાથમાં એ નામ લખેલી ચિઠ્ઠી મૂકી. સ્ત્રીએ એ નામ વાંચી લઈ પેલે પાછો ફર્યો એટલે ઘોડાગાડીમાં બેસતા પહેલાં ફાડીને ફેંકી દીધી. તે બેસી ગઈ એટલે મેં ઘોડાગાડીનાં પગથિયાં ઉપાડી લેતી વખતે એ ટુકડાઓમાંથી એ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ડો ઍન્ડ સન ગામનું નામ લખેલા જે ટુકડા હતા તે ઉપાડી લીધેા. એ નામ હું મેએ કાઈને કદી કહેવાને નથી. પણ તમારા સંતાષ ટેબલ ઉપર લખીને ભૂંસી નાખીશ ખાતર બસ ?” તે પ્રમાણે રાત્રે મેટે અક્ષરે ચાક વડે ટેબલ ઉપર D I J O N ( ડી આઈ જે એએન) નામ લખ્યું. મિ॰ ડામ્બી તે વખતે બારણા પાછળથી નીકળી ચુપચુપ તેની પાછળ આવી ઘેાડા દૂર આવી ઊભા રહ્યા અને તે નામ વાંચી ગયા. પછી જ્યારે રીખ એ અક્ષરેશ જલદી જલદી ભૂંસી કાઢતા હતા, તે વખતે પાછા સંતાવાની મૂળ જગાએ ચાલ્યા ગયા. ડેાસીએ હવે રૅખતે બાકીનું પીણું પાઇ, ખુશ કરી, થેાડા વખતમાં ઊંઘાડી દીધા. મિ॰ ડેામ્બી ત્યારે ચુપકીદીથી પેલા ઓરડામાંથી નીકળીને બહારના બારણા તરફ ચાલ્યા ગયા. ત્યાં પહેાંચી, ડેાસીના હાથમાં સેાનાનાણું સરકાવી, પાછું જોયા વિના જ તે ચાલતા થયા. વાઈ રહેલી બળતા ક્રોધની નજરે પડયા વિના ન રહી. "" તે વખતે મિ॰ ડામ્બીના માં ઉપર ખુન્નસભરી રેખાએ ઍલિસ અને ડેસીની ડેાસીએ પૂછ્યું, “હવે એ શું કરશે, ઍલી ? “તેનું જરૂર ખૂન કરી નાખશે; હવે તેને નહિ છેાડે. ઘવાયેલા અભિમાન અને છંછેડાયેલા ક્રોધવાળા માણસેાના હાથમાંથી કાઈ એ બચી છૂટવું અશકય છે. ” Page #454 -------------------------------------------------------------------------- ________________ પર વધુ માહિતી ૧ ડુંગાબાજ નીવડેલા કાર્કરનાં લેહી-સંબંધી બે જણાં હજુ મિ॰ ડામ્બીની નજર સમક્ષ જ હતાં. અને કાર્કર ઉપર વેર ન લઈ રહેવાય, ત્યાં સુધી એ લેાકા તે હાથમાં જ હતાં. એટલે એક દિવસ હૅરિયેટ અને પૅન કાર્કર ( જીનિયર ) પેાતાના મકાનમાં બેઠાં હતાં, તેવામાં મિ॰ ડેમ્નીને નેાકર પચે આવીને તેમને એક ચિઠ્ઠી આપી ગયેા. '' તેમાં મિ॰ ડામ્બીએ જણાવ્યું હતું કે, “તમારું કુટુંબ-નામ મારા કાનમાં શાથી વાગ્યા કરે છે, તથા એ નામધારી તમારા જેવાં માણસ પણ મારી નજરે પડવાં એ મને શાથી અસહ્ય લાગે છે, તે મારે કહી બતાવવાની જરૂર નથી. એટલે આપણી વચ્ચેના બધે સંબંધ આ સાથે પૂરા થતા હાઈ, તમને નેકરીમાંથી છૂટા કરવા બદલ લાંખી નેટિસ જેટલી રકમ પણ આ સાથે ચૂકતે કરું છું. આ બાબત અંગે હવે મારી સાથે કે મારી પેદી સાથે તમારે કાઈ પણ જાતને પત્રવ્યવહાર કરવાના નથી, એ જાણશે.'' અંતે ભાઈબહેન આ પત્ર મળ્યે જડસડ થઈ ગયાં. અલબત્ત, આવું કંઇક બનશે એવી બીક તેા બંનેને હતી જ; પરંતુ જ્યારે તેમ ખરેખર બન્યું જ, ત્યારે ભવિષ્યમાં નિર્વાહ માટે શું કરવું એની ચિંતા જન કાર્કરને સતાવી રહી. હૅરિયેટે તેને આશ્વાસન આપતાં કહ્યું, “ ભાઈ, મેં તમારાથી એક વાત અત્યાર સુધી છુપાવી રાખી છે. એક સદ્ગૃહસ્થ કે જે આપણને અંતેને ઓળખે છે, અને આપણી બધી વાત જાણે છે, તેમણે જય Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ડેએ ઍન્ડ સન જરૂર પડશે તેમની મદદ માગવાનું મને કહી રાખ્યું છે. તે તો ક્યારના આપણને મદદ કરવા તૈયાર હતા; – જેથી આપણે રહેતાં હતાં તે કરતાં કંઈક વધુ સુખ-સગવડથી રહી શકીએ. પણ મેં તેમને ના પાડી હતી. એટલે તેમણે મારી પાસે વચન માગી લીધું છે કે, જ્યારે ખરેખર જરૂર પડશે, ત્યારે હું તેમની મદદ માગતાં ખચકાઈશ નહિ.” આપણને વનેને ઓળખે છે? તેમનું નામ શું ?” “નામ તો મને પણ ખબર નથી; તે આપણું મકાનમાં તો એક જ વખત આવ્યા છે.” તો પછી બહેન, માગવી હોય તો પણ તમે શી રીતે તેમની મદદ માગી શકવાનાં છે ?” ભાઈ, એ આપણે એવા સાચા શુભેચછક છે કે, આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેમની મદદ માગી શકીએ, તે માટે તે હર સોમવારે આપણા ઘર સામેથી બરાબર નિયત સમયે પસાર થાય છે. તે વખતે મારે માત્ર કશું બોલ્યા વિના, કે નિશાની કર્યા વિના બારી આગળ ઊભા રહેવાનું જ હોય છે, જેથી આપણે બંને ભલાચંગ છીએ, એટલી એમને ખાતરી થાય ! અને એ પ્રમાણે ત્યારથી માંડીને દર સોમવારે તે આપણા ઘર આગળથી પસાર થાય છે. હાં, માત્ર ગયે સોમવારે તે નથી આવ્યા – જે દિવસે આ કારમી આફત મિત્ર ડોબી ઉપર આવી પડી તે જ દિવસે. જોકે, મને નથી લાગતું કે એ બે ઘટનાઓ વચ્ચે કશો જ સંબંધ હોય.” બહેન, આપણી વઘો વાત જાણતા હોવા છતાં, તે આપણું શુભેચ્છક છે, તો મારે તેમનું ઓળખાણ કરવું જ પડશે.” હેરિયેટે આ સોમવારે તે પસાર થાય ત્યારે ભાઈને તેમની સાથે ભેગા કરવાનું નકકી કર્યું. મોડી રાતે બંને ભાઈબહેન દીવા પાસે બેઠાં હતાં –ભાઈ કશુંક વાંચી સંભળાવતો હતો અને બહેન સાયકામ કરતી હતી. તે વખતે બારણે ટકોરા પડ્યા. Page #456 -------------------------------------------------------------------------- ________________ વધુ માહિતી ૪૧૭ આટલી મોડી રાતે પિતાને ત્યાં કોણ આવ્યું હોય એમ વિચારી, નવાઈ પામી, જોન બારણું ઉઘાડવા ગયો, તો મિત્ર ડેબીની પેઢીવાળા મિ. મનિ બહાર ઊભા હતા. જન મિત્ર મફિનને લઈને અંદર આવ્યો અને બહેનને એાળખાણ આપતાં કહેવા લાગ્યો-- “બહેન, આ મિડ મોર્ફિન, જે આપણું ભાઈ જેમ્સ સાથે મિત્ર ડાબીની પેઢીમાં સારા હોદ્દા ઉપર છે.” પણ હોરિયેટ એમના તરફ જોતાં જ એકદમ ચોંકી ઊઠી. દર સમવારે મકાન પાસે થઈને પસાર થનાર શુભેચ્છક મિત્ર જ તે હતા ! મિ. મેફિને બંને ભાઈ-બહેનને સાંસતાં કર્યા, તથા પોતે જ્યારથી કાર્યર-મેનેજરના ઓરડામાં બંને ભાઈઓ વચ્ચે થયેલી તેમની બહેન અંગેની વાતચીત સાંભળી હતી (જુઓ પૃ. ૧૬૦ ઈ.), ત્યારથી જ તેમણે તરછોડાયેલાં બંને ભાઈ-બહેનને મદદ કરવાનું નકકી કર્યું હતું, તે વાત કહી સંભળાવી. તથા આ વાત આમ ગુપ્ત રાખવાનાં કારણ જણાવતાં જોનને કહ્યું કે, “જ્યાં સુધી ખરેખર તમને મદદ કરવાનું મારાથી ન બને, ત્યાં સુધી માત્ર શુભ ઇરાદો દર્શાવવાને જેરે તમને અહેસાન નીચે રાખવાં એ ઠીક ન કહેવાય; ઉપરાંત, બીજું કારણ એ પણું ખરું કે, તમે બંને ભાઈ-બહેન પ્રત્યે કોઈક વખત પણ ઢીલે થઈ જે તમારા ભાઈ તમને ખરેખર અપનાવવા તૈયાર થાય, ત્યારે જે તે એમ જાણે કે, હું તો બંનેના પરિચયમાં છું, તો તે ઊલટો વીફરે અને તમને વધુ નુકસાન કરવા તત્પર થાય. અલબત્ત, વખત આવ્ય, મિત્ર ડોમ્બીને મળી તમારા પ્રત્યેનો તેમનો અણગમો દૂર કરાવી, તમને તમારે ઉચિત સ્થાને પહોંચાડવામાં મદદ કરવાને મારે વિચાર હતો જ; પરંતુ તે સિદ્ધ થાય તે પહેલાં તો, મિ. ડીના પુત્રનું મરણ, તેમનું ફરીથી લગ્ન, અને ત્યાર બાદ તેમના ઉપર આવી પડેલી કારમાં બનાવોની પરંપરા – અને તેમાં તમારા ભાઈએ ભજવેલો ભાગ – એ બધાને કારણે મિડોમ્બીને તમારે વિષે વાત કરવાનું ડે.-૨૭ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ડિબી ઍન્ડ સન આજ સુધી મારાથી બન્યું જ નહિ; અને હવે તે તમને તેમણે પોતે જ છૂટા કરી દીધા છે. એટલે અહીં તમો બંને સમક્ષ આમ પ્રગટ થઈ, મારાથી બનતી મદદ કરી, તમને ફરીથી ક્યાંક ઠેકાણે પાડવાની વ્યવસ્થા કરવા અત્યારે હું આવ્યો છું.” મુદ્દાની વાત પતાવી લીધા બાદ, તે ભલા માણસ, મોડી રાત થઈ હોવાથી, જવા ઊભા થયા. તે વખતે જેને તેમને આભાર માનવા કંઈક બેલવા જતો હતો તેને રોકીને મિત્ર મફિને તેને જરા આગળ જવા વિનંતી કરી, જેથી પોતે હરિયેટ સાથે કંઈક અલગ વાત કરી લે.” જોન જરા દૂર ગયો એટલે મિત્ર મૌફિને હેરિટને પૂછયું, તમે તમારા પેલા ભાઈ વિષે મને કંઈક પૂછવા માગો છો, ખરું ?” હા છે. પણ મને પૂછતાં ડર લાગે છે.” “તમે મારી સામે એવી રીતે જોઈ રહ્યાં હતાં કે, તમારા મનની વાત મને સ્પષ્ટ સમજાઈ ગયા વિના ન રહી. તમે એમ પૂછવા માગે છે કે, તમારે ભાઈ પેઢીમાંથી પૈસાનો પણ કંઈ હાથ મારો ગયો છે કે નહિ, ખરું ?” “હા જી !” તેણે એવો હાથ નથી માર્યો.” “ભગવાનનો આભાર માનું છું, મારા ભાઈ જોનને ખાતર પણ !” જોકે, તેણે પોતા ઉપરના વિશ્વાસનો બીજી રીતે ઘણે દુરુપયોગ કર્યો છે. તેણે પેઢીને નામે એવા એવા સોદા કર્યા છે, જે પ્રતિષ્ઠાની રીતે સારા ગણાય, પણ જે પૂરા કરવા જતાં પેઢીને પાયમાલ થવું પડે.” “પેઢી ઉપરનું એ જોખમ દૂર કરવા વખતસર કંઈ કરી શકાય તેમ નથી ?” મારા જોવામાં બધું હમણું જ આવ્યું છે; મિડેબીએ એ બધું લક્ષમાં લઈ, એ જોખમ વખતસર હળવું કરી નાખવું જોઈએ.” Page #458 -------------------------------------------------------------------------- ________________ વધુ માહિતી ૪૧૯ “પણ તમે એ બાબત તેમના ધ્યાન ઉપર લાવશે જ ને !” ના બાનુ ! મિ. ડેબીને કંઈ કહેવા જવું એ અશક્ય છે. હું એ બધું જાણું છું, એવું પણ એ જાણે, તો તે ગુસ્સે થઈ, ઊલટું જ કરવા માંડે ! ઉપરાંત, અત્યારે તેમના ઉપર આવી પડેલી આ નામેશભરી કૌટુંબિક આફતથી તે એટલા બધા વ્યર્થ છે કે, વેપારધંધા અંગેનું આ બધું ઝીણવટપૂર્વક તપાસી જઈતે અંગે જોઈતા નિર્ણય લેવાને તે શક્તિમાન પણ નથી. પણ અત્યારે હવે હું જાઉં” બીજે દિવસે જન કાર્લર મિત્ર મર્દિને આપેલે નિમણૂક-પત્ર લઈ બહાર ગયો હતો. રાત પડવા આવી હતી અને હેરિયેટ ઘરમાં બેઠી બેઠી વધુ મેટી બદનામી વહોરીને ભાગી ગયેલા પિતાને બીજા ભાઈ નો વિચાર કરતી હતી. તે વખતે પાસેની બારીના કાણામાંથી કાઈ ચહેરો તેના તરફ તાકી રહેલે તેની નજરે પડ્યો. તે જોઈ એકદમ ચીસ પાડીને તે ઊભી થઈ ગઈ. એટલે પેલા ચહેરાએ બારણું ઉઘાડી પિતાને અંદર આવવા દેવા માટે તેને વિનંતી કરી. હેરિયેટ, બારણું ઉઘાડવું કે નહિ, એવો વિચાર કરવા રહી; એટલામાં પેલા ચહેરાએ જણાવ્યું, “હું અહીં એક વખત આવી ગયેલી છું, અને મારે તમને અગત્યની વાત કરવાની છે. માટે ઝટપટ બારણું ઉઘાડો.” હેરિયેટે હવે તેને ઓળખી. તે પેલી બાઈ હતી – ઍલિસ, જેને તેણે એક વખત વરસાદમાં આશરે આપ્યો હતો, તથા પૈસા આપ્યા હતા; અને જે પિતાની મા સાથે પાછી આવીને તે પૈસા પાછો નાખી ગઈ હતી. તમારે શું કામ છે, બહેન? તમારે શું કહેવાનું છે ?” બહુ કંઈ કહેવાનું નથી; પણ અત્યારે જ મને કહી લેવા દે, નહિ તો પછી હું કદી કહી નહિ શકું; અત્યારે પણ કહ્યા વિના Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ડેબી એન્ડ સન જ પાછી ચાલી જવા માટે મને ઘણું મન થયા કરે છે. બહેન, આ એક વાર મારા ઉપર વિશ્વાસ મૂકી મને અંદર આવવા દો.” હેરિયેટે હવે તેની આગ્રહભરી મુખમુદ્રાનો વિચાર કરી તેને અંદર આવવા દીધી અને પૂછયું, “તે દિવસે તમે જે કંઈ કર્યું તેની માફી માગવા જ આવ્યાં છે, તો તે માગવાની જરૂર નથી.” હું માફી માગવા નથી આવી. હું તો માત્ર એટલું જ માગું છું કે, હું જે કંઈ કહું તે તમે પૂરેપૂરું માની લેજો !” પછી વાત કેવી રીતે શરૂ કરવી તેનો થોડો વિચાર કરી લઈ તે બોલી – “જ્યારે જુવાન હતી, ત્યારે ઘણું સુંદર હતી. મારી માએ બચપણમાં તો મારા ઉછેર બાબત કશી દરકાર રાખી નહોતી; પણ જ્યારે હું ઉમરમાં આવવા લાગી અને મેં રૂપ કાઢયું, ત્યારે તે મારી કાળજી રાખતી થઈ. તે બહુ લેભી પ્રકૃતિની અને ગરીબ હતી; એટલે તેણે મારો ઉપયોગ પોતાની મૂડી તરીકે કરવા વિચાર્યું. મોટાં ઘરની સ્ત્રીઓને પોતાની દીકરીઓને એવો ઉપયોગ કરવાનો વિચાર પણ ન આવે. છેવટે એમાંથી જે પરિણામ આવવાનું હતું તે આવ્યું. એ રીતે સસ્તી બનેલી યુવતીઓને કાઈ પરણીને ઘરમાં ગૃહિણપદે સ્થાપવા ઈચ્છે જ નહિ. પરંતુ મારા મનમાં તે પહેલેથી કોઈના ગૃહિણીપદે સ્થિર થવાનું જ હતું એટલે મેં એક યુવાનના મીઠા શબ્દોથી લેભાઈ તેને જ મારું સર્વસ્વ અર્પણ કર્યું. તેણે શરૂઆતમાં મને આશા આપ્યા કરી, પણ પછી લગ્ન કરવાની વાત આવી ત્યારે ક્રૂરતાથી અવજ્ઞાપૂર્વક તેણે મને ફગાવી દીધી. એ જુવાન કોણ હતો તે તમે જાણો છો ?” “મને શા માટે પૂછે છે, બહેન ?” એ જુવાને મારા અંતર ઉપર અને બધી શુભ લાગણીઓ અને વૃત્તિઓ ઉપર જ્યારથી એ કરી ઘા કર્યો, ત્યારથી મારી ખરી અધોગતિ શરૂ થઈ. પછી તો એક ડાકાતીના ગુનામાં હું સંડોવાઈ જેમાંથી પ્રાપ્ત થનારી લૂંટમાં મારો કશો જ ભાગ ન હતો. મને પકડવામાં આવી; મારા Page #460 -------------------------------------------------------------------------- ________________ વધુ માહિતી ૪ર૧ ઉપર કેસ ચાલ્યો. મને એક પૈસાની મદદ કોઈએ ન કરી. પેલો મારે પ્રિયતમ મોઢાનો એક શબ્દ ઉચ્ચારે તે પણ હું નિર્દોષ છૂટી જઈ શકું તેમ હતું. મારી માએ તેની આગળ જઈને, હું નિર્દોષ હતી, એ બાબતની બધી વાત કરી; તથા મને ગુંડાઓ સાથે દેશનિકાલની કારમી સજા ન થાય તેમ કરી છૂટવા બહુ બહુ આગ્રહ કર્યો. પણ તેણે તો, ઊલટું, મારી સાથે એક વખત પિતે કરેલા પ્રેમની વાત બહાર ન પડે તે માટે જ, હું દેશનિકાલ થાઉં એમાં પિતાનું હિત જોયું. માત્ર દશેક પાઉંડની રકમની જોગવાઈ તેણે કરી આપી હોત, તો હું વકીલ રોકીને નિર્દોષ છૂટી ગઈ હોત; તેને બદલે તેણે મને એમ પરદેશ જવા દીધી, – કદાચ ત્યાં સડીને, રોગી થઈને કે આપઘાત કરીને હું મરી પણ જાઉં, અને કદી જીવતી દેશ પાછી ન કરું, એ આશાથી ! પછી જે દિવસે તમને હું આ મકાનમાં મળી હતી, તે દિવસે જ હું પરદેશથી જીવતી પાછી ફરી હતી – પણ પેલા પ્રત્યેના વેરના અને બદલાના ખ્યાલે મારા અંતરમાં ઠસોઠસ ભરીને! ત્યાં પરદેશની યાતનાઓમાં મેં જીવતી રહેવા પ્રયત્ન કર્યો હતો તે પણ એટલા માટે જ ! અને તમે તે દિવસે મારા પ્રત્યે પહેલવહેલ માનવતાભર્યો વ્યવહાર કર્યો, તેથી હું સહેજ ઢીલી થઈ છતાં જ્યારે મેં જાણ્યું કે, તમે પાની બહેન થાઓ છે, ત્યારે તમારા પૈસા, પેલા પ્રત્યેની ઘણુને કારણે જ હું મારી મા સાથે આવીને પાછા નાખી મ મારાથી પરદેશથી મારા અંતરને કંચ તત ગઈ.” “પણ બહેન, તમે અત્યારે અહીં શા ઈરાદાથી આવ્યાં છે ?” તે દિવસથી માંડીને હું તેનો પીછો પકડી રહી છું. તે એક એકાંતમાં મળે તો તેને છરી ભોંકી મારી નાખવા માટે ! પણ તે એવે ઉચ્ચ સ્થાને ગોઠવાયેલ હતો, તથા એવી રીતે રહેતા હતા કે, મારાથી તેને સીધો મારી ન શકાય. પણ પછી તો તે તેના તવંગર માલિકના ગુનામાં આવી ગયો, અને તેની જુવાન પત્નીને લઈને જ ભાગી ગયો. પેલો તવંગર માલિક, હવે મારી પેઠે જ તેને પકડીને મારી નાખવા Page #461 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન ૪૨૨ તેની ખેાળમાં લાગ્યા છે એ જાણી, મને ખરેખર બહુ જ આનંદ થયે.. અને તેથી, પેલા કયાં ભાગી ગયા છે તેની માહિતી જ્યારે અચાનક – અણુધારી જ મારી જાણમાં આવી, ત્યારે પેલાના નાકર મારફતે એ માહિતી પેલા તવંગર માલિક પેાતાને કાને સાંભળે એ રીતે એ તે કરને મેએ મેં કહેવરાવી. પેલેા તવંગર માલિક હવે ફ્રાંસમાં દો” (DIJON) તરફ એ એને પકડી પાડવા, શિકારી સાથી-સેાખતી લઈને વેગે ધસી ગયેા છે. <6 પણ આટલું કર્યાં બાદ, અચાનક કાલે આખી રાત હું વિચારમાં પડી ગઈ અને ઊંઘી ન શકી. તમારા ભાઈને એક વખત મેં ખરા દિલથી પ્રેમ કર્યાં હતેા : કેણુ જાણે શાથી એ વસ્તુ જ મારા અંતરમાં ઉપર આવવા લાગી, અને મેં તેનું છુપાવાનું સ્થાન તેના શત્રુઓને બતાવીને ખેાટું કામ કર્યું છે, એમ મને લાગવા માંડયું. એટલે, તમારા ભાઈ ને કાઈ રીતે અગાઉથી ચેતવવામાં આવે કે, બંને જ્યાં છુપાયાં છે એ સ્થળની ભાળ એ સ્ત્રીના પતિને મળી ગઈ છે, તે એ સ્થળ છેાડી બીજે કયાંક ચાલ્યા જવામાં સલામતી છે એમ માની, ત્યાંથી તેઓ ચાલ્યાં જાય. પણ એ માહિતી તે લેાકાને શી રીતે પહોંચાડી શકાય, એ મને સમજાતું ન હેાવાથી, હું અહીં તમારી પાસે દોડી આવી છું. તમે એ બાબતમાં કંઈ કરી શકશે ?” મારાથી શું થઈ શકે?''હૅરિયેટે વિચારમાં પડી જવાબ ઃઃ આપ્યા. “ અરે તેને કાગળ લખા, કાઈને તેની પાસે મેકલે, પણ તે બધું પેલા તવંગર માલિક કરતાં વધુ ઝડપે પહોંચે તેમ કરવું જોઈએ. હાય, મેં શું કર્યું? આમેય મારા માથા ઉપર આછાં પાપ હતાં, તે છેવટે મારા પ્રિય તિનન્દ હત્યા મેં માથા ઉપર લીધી !” ઘેાડી વાર બાદ હૅરિયેટે જ્યારે વિચારનિદ્રામાંથી ઝબકીને ઊંચું જોયું, ત્યારે પેલી ત્યાં ન હતી. તેણે ઝટપટ બારણું બંધ કરી દીધું. Page #462 -------------------------------------------------------------------------- ________________ પર * ભાગેડુ મધરાત થવાને એક કલાકની વાર હતી. એક મોટી ફ્રેંચ હોટલના પહેલે માળ આવેલા છ કમરાવાળા ફલૅટમાં સ્ત્રીઓ માટેના ખાસ ડ્રોઇંગ-રૂમ “બુદાર માં એક સુંદર યુવાન સ્ત્રી બેઠી હતી. તે એડિથ હતી. આ ફલેટનું મુખ્ય બારણું દાદર ઉપર ઊઘડતું હતું. પરંતુ દરેક કમરાને પિતાનાં અલગ બે કે ત્રણ બારણું હતાં, જેમાંથી આ ફલૅટના બીજા કમરાઓમાં જવાતું હતું, અથવા ભીંતમાં આવેલી નાની ગલિયારીઓમાં પહોંચાતું હતું, જ્યાં થઈને પાછળની સીડીઓ મારફતે છેક નીચે ઊતરી જવાય. એડિથ અત્યારે એકલી જ બેઠી હતી : એવી જ તુમાખીભરી, અને એવી જ ગૌરવયુક્ત ! તે પોતાના વિચારોને જ વાગોળતી બેઠી હતી, એ પણ છૂટાછવાયા નહિ, પરંતુ એક મક્કમ નિર્ણય કે નિરધારે પહોંચેલા,–જેને અમલ કરવાનો સમય નજીક આવ્યો હોય. હોટલવાળા બે વેઈટરે વાળની ચીજો લઈને આવ્યા, અને એથિને એકલી જ બેઠેલી જોઈ જરા મૂંઝવણમાં પડ્યા. કારણ કે, તેમના જણાવ્યા મુજબ, “વે જણના વાળ માટે અમુક નિયત સમયે ગરમાગરમ ખાસ ચીજોને ઓર્ડર મેરે પત્ર મારફતે આપ્યું હત; પણ મર તો હજુ પધાર્યા નથી !' તે લોકો બે જણને જમવા માટેનું ટેબલ સજાવતા હતા, તેવામાં એડિથે અચાનક ઊઠી, દીવો લઈ બેડ-ચેમ્બર તથા ડ્રોઈગ-રૂમમાં જઈ ૪૨૩ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ડે અડ સન બધાં બારણું તપાસી લીધાં – ખાસ કરીને બેડ-ચેમ્બરમાંથી ભીંતની અંદરના પેસેજમાં ઊઘડતા બારણુને. તેમાંથી તેણે ચાવી કાઢીને દાદર ભણીની બાજુએ ખોસી દીધી. પછી તે પાછી આવી. પેલા પીરસનારા હજુ મથ્યાર ન આવ્યાની ફરિયાદ કરતા હતા, તેવામાં તો મારા પિતાની આખી બત્રીસી બતાવતા આવી પહોંચ્યા જ. તેમણે આવીને એડિથને આલિંગન આપ્યું અને ફ્રેંચ ભાષામાં તેને પિતાની પ્રિય પત્ની તરીકે સંબોધી. એડિથ આખી ને આખી ધૂળ ઊઠી. પેલા પીરસનારામાં એક જણ તેને તરફ જોઈને બૂમ પાડી ઊઠ્યો, “અરે જુઓ, જુઓ, મેડમ બેભાન થવા લાગ્યાં કે શું ?” પણ મૅડમ માત્ર થોડાં સંકોચાઈને દૂજતાં ધ્રુજતાં ખુરશીનો ટેકા લઈને ઊભાં રહ્યાં હતાં. મોરે પિતાના ઓરડામાં પોતાનો સામાન પહોંચી ગયો છે તેની ખાતરી કરી લઈ, પીરસનારાઓને બધું પીરસી વિદાય થવાનું અને પછી રાત માટે કેઈની સેવાઓની જરૂર ન હોવાનું જણાવ્યું. પણ મેચ્યોર, વાળના ટેબલ ઉપરથી વાસણકુસણ સમેટવા તો અમારે આવવું જોઈશને ?” ના, આજે રાતે નહિ ?” મોરે જણાવ્યું. પરંતુ મેડમને પણ સૂતાં પહેલાં કેાઈની તહેનાતની જરૂર હશે જ ને ?” તેમની પોતાની તહેનાતબાનુ છે.” - “ના, ના, મોંઢેર, મૅડમ એકલાં જ પધાર્યા છે, તેમની સાથે કાઈ નથી.” હું એકલી જ આવી છું; મારી પોતાની મરજીથી. મને પ્રવાસમાં કાઈની તહેનાતની જરૂર હોતી નથી; અને અત્યારે પણ કોઈને મોકલવાની જરૂર નથી.” એડિથે ઝટપટ ખુલાસો કર્યો. Page #464 -------------------------------------------------------------------------- ________________ Page #465 -------------------------------------------------------------------------- ________________ Sછે.'' ? છે lifti/ કક : - ક * :-- *િ : : = = એડિથ મિત્ર કારને સુણાવી દે છે. – પૃ૦ ૪૨૫. Page #466 -------------------------------------------------------------------------- ________________ ભાગેડુ ૪રપ પેલામાં ચાલ્યા ગયા એટલે મેંરે પાછળ જઈ દાદર ઉપરનું મુખ્ય બારણું અંદરથી રાત પૂરતું બંધ કરી દીધું. એડિથ બારણાને અંદર બંધ કરવાના અવાજને સાંભળી રહી. મેંર એક પછી એક બધાં બારણું બંધ કરતા આવતા હતા. એડિથે ટેબલ ઉપરની છરી પોતાની વધુ નજીક ખેંચી લીધી. કાર્કરે અંદર આવીને એકદમ પૂછ્યું – વહાલી, આખે રાતે એકલાં જ શા માટે આવ્યાં ? એવી કરકસર કરવાની શી જરૂર ? અને તેમાંય મારી સૂચના હોવા છતાં ? ” પેલીએ કઠોર અવાજે એકદમ પૂછયું, “શું કહ્યું?” તમારે વચ્ચેથી એક તહેનાતબાનની વ્યવસ્થા કરી જ લેવાની હતી; મેં તમને ખાસ કહ્યું પણ હતું. પણ તમે મનસ્વીપણે જ હમેશ વર્તતાં આવ્યાં છો ! જુઓને, તમે મને આટલા દિવસ તમારી નજીક પણ ન આવવાની અને પરગામ જ રહેવાની શરત કરી હતી, એ કેવી ક્રૂર શરત કહેવાય ? છતાં તમારા જેવા રત્નને પ્રાપ્ત કરવા, એ કિંમત ચૂકવવા પણ હું તૈયાર થયો. અને આજે હવે મારી એ તપશ્ચર્યાનો અંત આવે છે, અને મારા સુખનો સોનેરી સમય શરૂ થાય છે.” આટલું કહી, તે મીઠું મીઠું હસીને ફરીથી એડિથને આલિંગનમાં સમેટવા નજીક સરક્યો. તરત જ એડિથ ટેબલ ઉપરની છરી હાથમાં લેતીકને તડૂકી ઊઠી – ખબરદાર, દૂર ઊભો રહેજે ! જે નજીક આવ્યું, તો હું તારું ખૂન કરી નાખીશ.” પેલો એકદમ ભી ગયો. બંને જણ એકબીજા સામે ફાટી આંખે જોઈ રહ્યાં. થોડી વારે કાર્યર મનામણની ભાષામાં બોલ્યો – જાઓ જાઓ, આપણે હવે એકલાં છીએ; આવા સતીત્વના દેખાવની જરૂર નથી. હું તેથી કંઈ ડરી જવાનો નથી.” તો તું શું મને અહીં એકલાપણુની બીક બતાવીને તાબે કરવા માગે છે? પણ તું જાણતો નથી કે, હું અહીં યોજનાસર જ પુરી Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ ડે એન્ડ સન રહી છું. જે મને તારી બીક જ હોત, તો અત્યારે અગાઉ ભાગી ન ગઈ હેત ? પણ મારે આ મધરાતે તને છેવટનું જે કહેવાનું છે, તે કહી સંભળાવવા જ હું અહીં હાજર રહી છું.” “અને તમારે શું મને સંભળાવવાનું બાકી રહે છે, સુંદરી ? મારે કબૂલ કરવું જોઈએ કે, આ ગુસ્સામાં તમે વધુ સુંદર અને લેભામણું લાગો છો.” “તું પેલી ખુરશીમાં જઈને પાછો નહીં બેસી જાય, ત્યાં સુધી હું કશું કહેવાની નથી. પણ એટલું ફરીથી કહી દઉં કે, જે તેં મારી નજીક આવવા વધુ એક પગલું પણ આગળ ભર્યું, તે તે તારું આ જન્મમાં છેલ્લું પગલું હશે.” તો તમે મને તમારે જૂને બબૂચક પતિ ધારી લીધું કે શું ? મારી આગળ આવાં બધાં નખરાં નહિ ચાલે.” પણ પેલીએ જવાબમાં હાથ લંબાવી એવા દમામથી તેને ખુરશી બતાવી કે, હોઠ કચરી, ફીકું હસી, તેને છેવટે ત્યાં બેસી જવું જ પડયું. પછી એડિથે પિતાના હાથમાંની છરી ટેબલ ઉપર મૂકીને પોતાની છાતી તરફ હાથ કરીને કહ્યું – “ અહીં આગળ જે બીજી વસ્તુ મેં છુપાવી રાખી છે, તે પ્રેમનું તાવીજ નથી; અને જે તે ફરીથી મને અડકવા આવ્યો તો બીજે કઈ પણ જીવતા પ્રાણી ઉપર તેને ઉપયોગ હું કરીશ તેના કરતાં બહુ ઓછા સંકેચ સાથે તારા ઉપર તેનો ઉપયોગ કરીશ, એટલું જાણું રાખજે.” પેલો હજુ ફીકું હસવાનો ઉપરઉપરથી દેખાવ કરી, મનમાં ભારે અકળામણ અનુભવતો ચૂપ બેસી રહ્યો. એડિથે આગળ ચલાવ્યું – અત્યાર સુધી, મારા સંવનનકાળથી માંડીને લગ્ન દરમ્યાન અને તે પછી, સતત મારા ઉપર તારા કટાક્ષભર્યા શબ્દો અને નજરે વડે જે અપમાન અને હીણપત તે વરસાવ્યાં છે, તથા મારી પેલી દુખિયારી ફલેરન્સ પ્રત્યેના મારા પ્રેમને ઘા ચૂંથ્યા કર્યો છે, અને Page #468 -------------------------------------------------------------------------- ________________ ભાગેડુ ૪ર૭ બબે વર્ષ સુધી મને રોકવા માટે જે અગ્નિ ફૂંક્યા કર્યો છે, તે બધાને આખરી બદલો લેવા માટે હવે હું તૈયાર થઈ છું.” અને એટલા માટે તમે મારી સાથે નાસી આવ્યાં છો, કેમ ? તમે નાના છોકરાને સમજાવે છે, શું ?” હા, હા; મારે કહેવાનું તને આખરી વખત સંભળાવી લેવા માટે જ તારી સાથે હું અહીં આવી છું, અને મારે કહેવાનું પૂરું થશે પછી હું એક ક્ષણ પણ તારી સામે ઊભી રહેવાની નથી. નાનપણથી જ મારે શરમ અનુભવી અનુભવીને કઠોર અને નઠેર થવું પડયું છે. મને બજારમાં વેચવા માટે વારંવાર રજૂ કરવામાં આવી છે, અને વારંવાર એ પ્રમાણે રજૂ થઈને તથા નકારાઈને મારું આખું અંતર વિચ્છિન્ન થઈ ગયું છે. મારી બધી લાયકાત – મારા બધા ગુણે કેવળ બજારમાં ભારે વધુ ભાવ ઉપજાવવા માટે જ ધરવામાં આવ્યા છે. જાહેર હરાજીમાં કોઈ ચીજની પ્રશંસા કરાય તે રીતે મારું વેચાણ કોઈ સારી જગાએ થઈ જાય, તો કંઈક લાભ મળે, એ આશાએ મારાં નિકટનાં બધાં સગાંસંબંધી એ જ કાવતરામાં સામેલ રહ્યાં છે, અને પરિણામે હવે એ કાઈ પ્રત્યે મને જરાય લાગી રહી નથી. છેવટે, થાકીને, કોઈ પણ લગ્ન સ્વીકારી લેવાથી મારી આ હીનતા–દીનતા દૂર થશે, એ આશાએ, આ લગ્ન મને જરાય રચતું ન હોવા છતાં મેં સ્વીકારી લીધું હતું.” હા, મને પહેલેથી ખબર છે !” કાકરે જરા હસીને કહ્યું. અને એ જાણકારી ઉપર પછી તેં તારી આખી જાળ મારી આસપાસ રચી છે. મને મારા પતિ તરફ કંટાળો વધતો જાય, એમના ઘર પ્રત્યે નફરત થતી જાય, એવા બધા માર્ગો, મારા પતિના વિશ્વાસુ સલાહકાર બનીને, તે લીધા કર્યા છે. હું પણ તને પહેલે દિવસથી જ પામી ગઈ છું. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ડેબી ઍન્ડ સન છેવટે જ્યારે મેં મારા ઘમંડી પતિને, વગર વિચાર્યું તારી યોજનાઓને ભોગ બની, મને અપમાનિત અને લાંછિત કરવા જ તત્પર બનેલો જોયો, ત્યારે પણ મેં તેના ઘરમાં તેની અવમાનિત દીકરી પ્રત્યે મને ઊપજેલા પ્રેમને જેરે, તેનો બધો ત્રાસ સહન કરીને પણ પડી રહેવા ધાર્યું હતું. પરંતુ, પછી તો તે અને તેણે બંનેએ મળી, એ બિચારી છોકરીને જ નુકસાન પહોંચાડીને, મને વિધવાની ચેજના વિચારી, ત્યારે હું છંછેડાઈ ગઈ અને મારી જાતનું બલિદાન આપીને તે છોકરીને બચાવી લેવા હું તત્પર થઈ. પણ સાથે સાથે મેં તમને બંનેને પણ આકરી સજા કરવાનો નિર્ણય કર્યો : મારા તુચ્છ અવમાનિત જીવનથી એટલું કાર્ય પણ સિદ્ધ થઈ શકે, તો તે સફળ થયું માનું ! પછી, છેલ્લે દિવસે મારા પતિ સાથે મારે આકરી તકરાર થયા બાદ, તું મારા કમરામાં છાનોમાનો મને તારી સાથે ભાગી જવા સમજાવવા આવ્યા, ત્યારે મેં એ એક જ ઘાથી તને અને મારા પતિને ધૂળ ચાટતા કરવાના ખ્યાલથી જ તે કબૂલ કર્યું અને હવે તારે માલિક જેમ તેની પત્ની તેના વિશ્વાસુ નોકર સાથે ભાગી ગઈ એ જાહેરાતથી સમાજમાં ને દુનિયામાં ધૂળ ભેગો થયો છે, તેમ તું પણ...” “પણ મારાં વહાલાં સુંદરી, હજુ હું તમારી સાથે છું, એ બાબતનો કશો પુરાવો ક્યાં કોઈની પાસે છે ? અને દરમ્યાન તમે તો આખાં ને આખાં મારા હાથમાં છે ! અને હું તમને સિસિલીમાં મેં નક્કી કરેલા એવા એકાંત સ્થળે લઈ જઈશ, જ્યાં બહારની કશી દખલ વિના તમે અને હું લહેરથી અમનચમન કરતાં હોઈશું. માટે આ બધા ગાંડા ખ્યાલો છોડી દો.” હું તારા હાથમાં છું ? કે તું મારા હાથમાં છે ? તે દિવસે રાતે, મારા પતિને ઘેર, તારી સાથે ભાગી જવા હું કબૂલ થઈ, ત્યારે તને છેતરવા મેં તને મારા હોઠ ઉપર ચુંબન કરવા દીધું હતું, એ ખરી વાત છે. પણ આજે અહીંના વેઈટરોના દેખતાં મેં તને “પત્ની” સંબંધન સાથે આલિંગન કરવા દીધું, તે તે મારી ગોઠવણ અનુસાર Page #470 -------------------------------------------------------------------------- ________________ જ થવા દીધું છે. તું આ છે, એ પુરાવા તારે માટે પણ કૈાની સમક્ષ ? ¢¢ "" આજે સાંજના મારા પતિને મેં આ શહેરમાં એક ધેાડાગાડીમાં ફરતા અને તારી તથા મારી શેાધ કરતા નજરે જોયા છે!” << << ભાગેડુઓ ૪૨૯ હોટલમાં મને પત્ની તરીકે રાખીને રહ્યો ઊભા થઈ જ ચૂકયો છે !” જૂઠી વાત ! કેવળ મને ડરાવવા જ તમે એમ કહેા છે. અને એ આવ્યા હાય તેમ છતાં તમે આ બધાં નખરાં છેડી, મને અનુકૂળ થઈ જાઓ, તે આપણે મારીયેાજના અનુસાર અહીંથી સિસિલી તરફ નિરાંતે ભાગી જઈ શકીએ તેમ છીએ.' પણ એટલામાં તે આ એરડાનું બારણું ઉઘાડવાની સૂચના કરતા ઘંટ જોરથી ધણધણી ઊઠયો. તરત જ એડિથ પેાતાના સૂવાના કમરા તરફ ચાલી ગઈ. કાર્યર થાડી વાર દિગ્મૂઢ થઈ ઊભા રહ્યો, પણ પછી તેની પાછળ દોડયો. તે આરડામાં કાઈ જ ન હતું. ભીંતમાંના પૅસેજ તરફ ઊઘડતું બારણું બંધ કરતી વખતે એથિને બુરખા અંદર ભિડાઈ રહ્યો હતા; અને એ બારણું પાછળથી ચાવી ફેરવીને બંધ કરેલું હતું. કાર્કરે પરિસ્થિતિને તાગ મેળવવા વિચાર કર્યાં પ્રથમ તે બારણું ઠેકી કાણુ અવાજ કરે છે, એ જાણવું જોઈએ; તે પહેલાં ભાગાભાગ શા માટે કરવી ? તે મુખ્ય બારણા પાછળ આવી ઊભા રહો અને બહારથી આવતા અવાજો સાંભળવા લાગ્યા. એ અવાજો અંગ્રેજી ભાષામાં ખેલનારાના હતા. તેમાંના એકનેા અવાજ તે બરાબર ઓળખી શકયો – તે મિ॰ ડેમ્મીને હતેા. અને ખીજો કદાચ મેજર ખેંગસ્ટીકના. કાર્કરના પગ અચાનક ભાગી ગયા. પ્રથમ તેા તેણે હિંમત રાખી મિ॰ ડામ્બીને! સામના કરવા વિચાર કર્યાં. એડિથ પેાતાની પાસે કાં હતી ? પણ હોટલવાળા જાણતા હતા કે, આ ફ્લૅટમાં એક સ્ત્રી હતી જ. તરત પેલા ભીંતના બારણામાં ભરાઈ રહેલા એડિથને મુરખે તેને યાદ આવ્યા. તે તરત એ તરફ દાડયો. એ બારણું તેણે જોરથી Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ડી એન્ડ સન ખેંચાખેંચ કરીને ઉઘાડી નાખ્યું. અને પછી તો ત્યાંના દાદરેથી તે સીધો નીચે ઊતરી આવ્યો અને મુખ્ય દરવાજા આગળ થઈને બહાર નાઠો. દરવાન હોટલમાં પેલા ફલૅટના બારણું આગળ ચાલેલી ધમાધમ સાંભળી અંદર દોડી આવ્યો હતો, એટલે દરવાજે સો હતો. કર્ક ઝટ ખમભર્યું હતું અને મિત્ર કેમી ૫૪ રબની નોકરી જાય છે કોઈ ઝટપટ નિર્ણય લેવા માંડયા. અહીંથી ઈટાલી-સિસિલી તરફ ભાગવું એ વધુ જોખમભર્યું હતું. કારણકે, એ તરફ કાયદો અને વ્યવસ્થાની સખતાઈ નામની હોય છે, અને મિત્ર ડોમ્બી થોડા પૈસા આપી ગુંડાઓ મારફતે તેને ઝટ મરાવી નાખી શકે. તેના કરતાં ઈંગ્લેંડ પાછા ફરવામાં જ વધુ સલામતી કહેવાય. કારણકે, ત્યાં કશો પુરાવો હાથમાં ન હોય, ત્યાં સુધી તેને કોઈ કશી સજા કરાવી ન શકે. એડિથ તો હવે તેની સાથે હતી જ નહિ; અને પોતે જાણું જોઈને તેની પાસે જાય, તે સિવાય હવે તેની સાથે પોતાને કશા ગુનામાં સંડવી શકાય જ નહિ. તેણે ઘોડાગાડીના મથકે જઈ ઝટપટ એક ઘોડાગાડી તૈયાર કરાવી; અને હાંકનારને વધુ પૈસાની લાલચ આપી, ઘોડાગાડી પેરીસ તરફ જોરથી હંકાવી મૂકી. પણ કોણ જાણે શાથી, સહીસલામતી અને નાસી છૂટવાની ભાવનાને બદલે એક અગમ્ય ભયે તેને કબજે હવે લઈ લીધો હતો. તેને એમ જ લાગવા માંડયું કે, કોઈ ને કઈ રીતે મેતે તેનો પીછો પકડો છે, અને તેના પંજામાંથી છટકવું અશક્ય છે. તેણે વચમાં ખૂબ દારૂ પીને આ બધા નકામા ભય અને ચિંતાઓમાંથી મુક્ત થવા વિચાર કર્યો, પણ તેને રાતે જરાય ઊંઘ આવતી નહીં, અને દિવસે Page #472 -------------------------------------------------------------------------- ________________ રાખની નોકરી જાય છે થાકયા પાકવા મૂંઝાયેલી દશામાં ઘેાડાગાડીએ બદલતા આગળ વધ્યે જવામાં તેની માનસિક સ્થિતિ વધુ બગડતી ગઈ. સૌથી વધુ ગુસ્સા તેને એડિથ ઉપર ચઢયો હતેા. તેની બધી ચેાનાએ છેવટે એ બાઈ એ ધૂળ મેળવી હતી, – તે પણ જાણી મૂછને. તે એને મિ॰ ડેાશ્મીના હાથમાંથી પડાવવા કાવતરું રચી રહ્યો હતેા, તે વખતથી જ એ બાઈ પણ તેના મનની મુરાદ પામી ગઈ હતી; અને છેવટે પેાતાના વેરને બદલે લેવામાં એ જ ફાવી ગઈ હતી. સુખશીલ સ્ત્રી-જાતિ પેાતાના પગ ઉપર – અરે જીવન ઉપર આમ કુહાડા મારીને વેર લેવા તાકે, એ તેની ગણતરીમાં આજ સુધી આવ્યું નહાતું. ૪૩૧ આમ ને આમ મારતે ધાડે રાતદિવસ સુસાફરી કરતાં, તે પૅરીસ આવી પહોંચ્યા, ત્યારે તે તેણે સ્વસ્થપણે વિચાર કરવાની શક્તિ જ ગુમાવી દીધી હતી. પણ રિયા એળંગી ઇંગ્લેંડ પહેાંચી જવાનું નક્કી હેાવાથી, તેણે એક યંત્રની પેઠે એ મુસાફરી પતાવી. ઇંગ્લેંડ પહોંચી તેણે દૂરના ગ્રામ-પ્રદેશમાં એક જ્ગ્યાએ રહેવાનું અને ત્યાં રહ્યાં રહ્યાં પેાતાની સામે દુશ્મને તરફથી શાં પગલાં લેવાઈ રહ્યાં છે, અને પેાતે તેમને શી રીતે સામને કરી શકે, એ નક્કી કરવાનું વિચાર્યું હતું. એ ગ્રામ-પ્રદેશમાં જવા માટે એક રેલવે જંકશનથી જુદા રેલ્વે-માર્ગ ફંટાતા હતા. તે જંકશનની ટિકિટ લઈને તે રેલવેગાડીમાં બેસી ગયે. એ જંકશને રેલવે-લાઈન ઉપર જ થાડે દૂર એકાંતમાં એક વીશી હતી, તેની તેને ખબર હતી. અદલતા તે વીશીમાં તેણે બે એરડા ભાડે રાખી લીધા અને પેાતાને થાક ઊતરે અને પેાતાનું મન સ્વસ્થ થાય, ત્યાં સુધી તેણે એ વીશીમાં જ થેાભવાને વિચાર કર્યાં. પેાતાના કમરાની બારીએથી તે રેલવેગાડીઓને ધમધમાટ કરતી જતી આવતી જોતા અને સાંભળતા. પછી તે! તે રેલવેલાઈન પર જ, દૂર સુધી ફરતે ફરતા, એ રસ્તે આવતી જતી ગાડીએ જોયા કરતા. તેના અશાંત મનને એ ધણુતાં અને ચીસે પાડતાં Page #473 -------------------------------------------------------------------------- ________________ જરૂર ડી એન્ડ સન જિનોને જતાં આવતાં જોયા કરવાનું જ વિચિત્ર આકર્ષણ ઊભું થયું હતું. ઘણી વાર તો સ્ટેશન ઉપર જઈ એ ઍન્જિનો એકલાં પિતાના ડબાઓથી છૂટાં પડી, થોડે દૂર જઈ પાણી ભરે કે કાલસા ભરે, એ પણ તે જોયા કરતે. પછી એક દિવસ તેણે વીશીમાં આવી, પિતાના કમરામાં ભોજનનું પૂછવા માટે આવેલા વેઈટરને પૂછયું, “આજે ક્યો વાર થયો ? બુધવાર ?” ના છ ! આજે ગુરુવાર થયો, સાહેબ.” કેટલા વાગ્યા છે ? મારા ઘડિયાળને ચાવી આપવાનું હું ભૂલી ગયો છું.” “પાંચ વાગવામાં થોડી મિનિટની વાર છે. “આ વીશીમાં ઘણા ઉતારુઓ આવે છે, ખરા ?” ના સાહેબ, હમણુનું બધું બહુ ઢીલું ચાલે છે, અને અત્યારે તો આ વીશીમાં આપના સિવાય બીજું કંઈ જ નથી.” એ રાતે પણ તેણે ખૂબ દારૂ પીને ઊંઘવા પ્રયત્ન કર્યો. પણ કંઈ વળ્યું નહિ. સવાર થયે તે વધુ થાકેલે અને વધુ અસ્વસ્થ બની રહ્યો. તેણે હવે અહીં જ વધુ થેલ્યા વિના પોતે નિરધારેલા ગ્રામસ્થળે પહોંચી જવાને વિચાર કર્યો. તેણે વેઈટરને પૂછયું, “એ તરફ જવાની ગાડી ક્યારે ઊપડે છે ?” “સવા ચાર વાગ્યે સાહેબ.” તેણે ઘડિયાળ તરફ જોયું–સાડા ત્રણ વાગવા આવ્યા હતા. “તમારી સાથે કોઈ જ સ્ટેશને જવા નીકળવાનું નથી સાહેબ, બે સદ્દગૃહસ્થી આવ્યા છે ખરા, પણ તેઓ તે લંડન તરફની ગાડીની રાહ જુએ છે.” પણ તે મને કહ્યું હતું ને કે, વીશીમાં અત્યારે કોઈ ઉતારુ નથી ! ” Page #474 -------------------------------------------------------------------------- ________________ s રોબની નેકરી જાય છે “મેં કહ્યું ત્યારે કાઈ નહોતા; પણ રાત દરમ્યાન તેઓ આવ્યા છે. ગરમ પાણી લાવું સાહેબ ?” ના.” કાકરે હવે મોં ધોઈ, કપડાં પહેરી લીધાં, અને બિલ ચૂકવી તે સ્ટેશન તરફ જવા નીકળે. સ્ટેશને જઈ તેણે ટિકિટ ખરીદી, અને પછી પાટિયાના બનાવેલા પ્લેટર્ફોર્મ ઉપર આમથી તેમ ફરવા માંડયું. અચાનક તેણે જોયું તો સ્ટેશનના જે દરવાજામાંથી પોતે દાખલ થયો હતો, તે દરવાજામાંથી એક માણસ દાખલ થયો. બંનેની આંખે મળી. તે મિ. ડોબી હતા, જેમનાથી તે દૂર દૂર અહીં ભાગતો આવ્યો હતો. તેમને પાસે જઈ, તે જરા દૂર ખસવા ગયો પણ પ્લેટફોર્મની ધાર ઉપરથી લથડિયું ખાઈ રેલવેના પાટા ઉપર ગબડી પડ્યો. તરત જ તે ઊભો થઈ ગયો અને પાટાને રસ્તે જ બે ચાર પગલાં દૂર દેડી જઈ પાછો વળીને જોવા લાગ્યો કે, મિ. ડબ્બી પાછળ આવે જોયું તો એક કરવા માંડ: થયે હતો તે જ ઘડીએ તેણે એક બૂમ સાંભળી – પછી બીજી – મિ. ડોમ્બીને ચહેરે ક્રોધભર્યો અને વેરભર્યો મટી એકદમ ભય-ત્રીસથી ફકા પડી ગયો હોય એ તેને દેખાયો. અચાનક ધરતી ધણધણ ઊઠી. એક ક્ષણમાં તેને ખબર પડી ગઈ કે, રેલવે છિન તેની નજીક આવી પહોંચ્યું છે. તેણે એક ચીસ પાડીને આસપાસ નજર નાખવા પ્રયત્ન કર્યો, પણ તેટલામાં તો તેના ઉપર અંધારું ફરી વળ્યું, - રાક્ષસી પૈડામાં તેના ચૂંગૂંથા ઊડી ગયા. 1 મિ. ડોમ્બી જ્યારે બેહોશીમાંથી ભાનમાં આવ્યા, ત્યારે તેમણે થોડે દૂર એક પાટિયા ઉપર ઢાંકેલું કશું ચાર માણસો વડે ઊંચકીને લવાતું જોયું. બીજા માણસે રેલવે લાઈન ઉપર સુંઘતાં ફરતાં કૂતરાને હાંકતા હતા અને લોહીના ડાઘા ઉપર રાખ પાથરતા હતા. ડે..-૨૮ Page #475 -------------------------------------------------------------------------- ________________ પપ જેમાં ઘણું રાજી થાય છે : એક જણ સિવાય મિ. ટ્રસ છેવટે સુસાનને લઈ આવ્યા. સુસાન ભાનભૂલી બની ગઈ હોય તેમ ઉપર ફૉરન્સ પાસે દોડી ગઈ “એ મારાં વહાલાં ફૂટડાં મિસ ફૉય, આ બધું શું બની ગયું ? તમને મારે આવી જગાએ જોવાં પડે–ને તમારી સાથે તહેનાતમાં કાઈ ન હોય, અને તમારે ઘર કહેવાય એવું ઠેકાણું પણ ન રહ્યું હોય. અને છતાં હું સૂઈ જવતી હતી–પણ હવે હું કદી તમને છોડીને જવાની નથી!” આટલું કહેતી કહેતી સુસાન ફર્લોરન્સ આગળ ઘૂંટણિયે પડીને તેને પગે વળગી પડી. “સુસાન, વહાલી ભલી સુસાન !” ફર્લોરન્સ એટલું બેલતી બેલતી ગળગળી થઈ ગઈ ભગવાન ભલું કરે ! નાનાં બાળકી હતાં ત્યારે હું તમારી નોકરડી હતી, અને હવે કેવાં મોટાં થઈ ગયાં ? અને વળી પરણવાનાં થયાં !” તને કોણે કહ્યું, સુસાન ?” બીજું કોણ કહે ? પેલા ભલા બિચારા ટ્રસે મને કહ્યું. અને એમણે સાચું જ કહ્યું હશે, કારણ કે એમના જેવો નિર્દોષમાં નિર્દોષ અને ભક્તિમાન બાળક બીજે કઈ ન મળે! તમારાં લગ્ન થતાં જ તે ગુપચુપ ઠંડી કબરમાં પિસી જવાની વાત કરે છે, પણ ખાતરી રાખજે એ એવું કંઈ કરવાના નથી. કારણ કે, બીજાને સુખી થતાં જોઈ, એના જે ભલો માણસ રાજી જ થાય -મરી ન જાય, એની મને ખાતરી છે” ૪૩ Page #476 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણું રાજી થાય છે. એક જણ સિવાય ૪૩૫ ફૉરન્સ સમજી ગઈ કે, મિ. ટુર્સ પોતાની રીતે એને ચાહે છે, અને એ વૉટર જોડે પરણવાની થઈ તેથી તે ભલા માણસને જરૂર દુઃખ થાય છે; – જોકે, એ કારણે પિતા ઉપર કે વોલ્ટર ઉપર તે કશે અણગમે કે દ્વેષભાવ રાખી શકે તેમ નથી. તેણે તકલીફ લઈ સુસાનને શોધી લાવવા બદલ તેમનો આભાર માનવા માટે, તેમને તરત ઉપર બેલાવ્યા. મિસ ડેબી, મને ફરી તમારી સામું જોવાની પરવાનગી તમે આપી તેથી—પણ કોણ જાણે મારે શું કહેવું હતું તે ભૂલી ગયો - તેની કશી ચિંતા નહિ–” ફૉરસે આભારની લાગણીથી ઊભરાતા મેંએ પિતાના બંને હાથ મિ. સની તરફ ધર્યા અને કહ્યું, “તમારે આભાર મારે એટલો વારંવાર માનવાને થાય છે કે, મારી પાસે પણ એ માટે શબ્દો બાકી રહેતા નથી.” “મિસ ડોમ્બી, તમે મારા જેવા નાલાયકને આવા ભલા શબ્દથી નવાજે છે, તેના કરતાં જે તમારા દેવદૂત જેવા સ્વભાવથી અને શક્તિથી મને શાપ આપી દો, તો હું એ છે ધૂળભેગે થાઉં. મારા ઉપર તમારા માયાળુ શબ્દોની એવી જ અસર–પણ એ તો બીજી વાત થઈ અને તેની કંઈ ચિંતા નહીં.” આ બધા વક્તવ્યને પણ, મિટ્રસ્ટને બીજી વખત આભાર માન્યા સિવાય કશો જવાબ જ ન હોવાથી, ફરસે તેમને ફરીથી આભાર માન્યો. મિસ ડેબી, મને સુસાનને શોધી લાવતાં આટલી વાર લાગી તેનો ખુલાસો કરવાની તક આપશો. પ્રથમ તો તે ક્યા સગાને ત્યાં ગયાં છે, એ નામ અમે જાણતા ન હતા- “અમે” એટલે હું અને મારે બડીગાર્ડ ચિકન. બીજું, તે એ સગાને ત્યાંથી પણ નીકળીને દૂર બીજી જગાએ ચાલ્યાં ગયાં હતાં એટલે ચિકનની બાહોશી સિવાય સુસાનને ફરીથી વખતસર શોધી લાવવાનું શક્ય જ ન બન્યું હોત.” Page #477 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન ફૉરન્સને એ બાબતની ખાતરી જ હતી. પણ મિસ ડેબી, મારે કબૂલ કરી દેવું જોઈએ કે, સુસાન સાથે મુસાફરી કરવાના આનંદથી જ મને બધે બદલો મળી ગયો છે! તમારા પ્રત્યેનો તેનો ભાવ જોઈ હું પોતે જ ગળગળો થઈ ગયો છું. મારામાં એ ભાવ તમારા પ્રત્યે બતાવવાની કે રાખવાની તાકાત જ નથી– પણ એ પાછી બીજી વાત થઈ ગઈ– એની કંઈ ચિતા નહીં. પણ મિસ ડોમ્બી, હું કબૂલ કરી દઉં છું કે, બીજાં કરતાં મારા માથામાં કશું જલદી જલદી સમજવાની તાકાત બહુ ઓછી છે. અને ખાસ કરીને લેફટનંટ વોલ્ટર્સ વિષેની પરિસ્થિતિ હજુ મને સમજાતી નથી. પણ ધીમે ધીમે મને એટલું સમજાય છે કે, લેફટનંટ વેલ્ટર્સ ઉપર જે આશીર્વાદ ઊતર્યો છે, તેને માટે એ તદ્ધ લાયક માણસ છે. એ આશીર્વાદની પૂરેપૂરી કદર કરીને તેને એ પિતાના માથા ઉપર ધારણ કરશે, એવી મને ખાતરી છે-જેવું બીજા એક નાલાયક માણસે પણ કર્યું હોત – પણ એનું નામ લેવાની જરૂર નથી, એ બીજી વાત થઈ ગઈ- પણ એની કંઈ ચિંતા નહીં. – પણ મારે કહેવા મુદ્દો જુદો જ છે-હું એમ કહેતો હતો કે, કેપ્ટન જિલ્સ બહુ ભલા માણસ છે; અને હું અહીં તેમને ઘેર અવારનવાર આવું તે બાબત તેમણે ખુશી દર્શાવી છે. મને તો અહીં અવારનવાર આવવામાં ઘણી ખુશી થશે જ. પણ મને એક જ બાબતની ચિંતા છે અને તે એ કે, બ્રાઇટનમાં એક વખત મેં તમારી આગળ એક બેહૂદી વાત કરીને તમને બહુ નાખુશ કર્યા હતાં; એટલે હવે હું અહીં અવારનવાર આવું જાઉં, એ તમને જે ન ગમતું હોય, તો મને સ્પષ્ટ કહી દેજે. તમારા મનની વાત કહેવા જેટલે લાયક મને ગણશો, તો તેથી હું મારી જાતને બહુ સંમાનિત થયેલી માનીશ.” મિ. ટ્રસ્ટ તમે મારા સાચા મિત્ર છે; અને આ વખતે તમે જે આ ઘરમાંથી અળગા રહેશે, તે ખરે જ મને ભારે દુઃખ થશે. તમને મળતાં મને કદીય આનંદ સિવાય બીજી કંઈ લાગણું થાય જ નહીં.” Page #478 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય ૪૩૭ મિસ ડેબી,” મિત્ર ટ્રસ ખીસામાંથી રૂમાલ કાઢતાં બેલ્યા; અત્યારે જે મારી આંખમાંથી આંસુ નીકળતાં લાગે, તો તે આનંદનાં આંસુ છે એમ જ માનજો. તમારે બહુ આભારી છું. અને તમે જ્યારે હવે આટલી માયાળુતાથી મારી સાથે વર્તો છો, ત્યારે મારે પણું મારી જાત પ્રત્યે જરાય બેદરકારી ન રાખવી જોઈએ.” ફરન્સને મિત્ર ટસની આ છેલી વાત સમજાઈ નહિ. એટલે તેણે કંઈક ઉત્કંઠાભરી નજરે મિ. ટૂટ્સ સામે જોયું. “મારો કહેવાનો અર્થ એટલો જ છે કે, મને સામાન્ય રીતે – હમણાં હમણાં ખાસ કરીને – મારી જાત પ્રત્યે બહુ નફરત જેવું રહે છે. અને મારી જાત નફરત કરવા જેવી જ છે, એવું સામાન્ય રીતે સૌ કોઈ મને સૂચવતું પણ રહે છે. પરંતુ તમારા જેવાં તરફથી કે સુસાન તરફથી હમણું તાજેતરમાં મારા પ્રત્યે જે માયાળુતા દાખવવામાં આવી છે, તથા ભલા કેપ્ટન જિલ્સ પણ મને જોઈને જે ખુશી વ્યક્ત કરે છે, તે જોઈને મારી જાત પ્રત્યે મારી નફરત ઓછી થવા લાગી છે. આભાર; પણ એની કંઈ ચિંતા નહિ.” મિ. કૅસે નીચે ઊતરી કેપ્ટન જિલ્સને ફૉરન્સ સાથે થયેલી મુલાકાત અંગે પોતાની ખુશનસીબી વ્યક્ત કરવામાં ઢીલ કરી નહિ; તથા પછી તેમને પૂછયું – મિસ ડોમ્બીનું લેફટનટ વેટર્સ સાથે લગ્ન બહુ જલદી પતાવવાનું છે, કેમ ?” “હા બહુ જલદીથી પતાવવાનું છે, એટલું જ નહિ, લગ્ન બાદ તરત જ પછી તે વોલ્ટર સાથે ચીન તરફ ઊપડી જશે.” ચીન તરફ ?” “હા, હા; જે જહાજે વૉલરને દરિયામાંથી ઉપાડી લીધો હતો, તે ચીન સાથે વેપાર કરતું જહાજ હતું. અને વોલર પિતાની Page #479 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન માહિતીથી અને આવડતથી એ જહાજ ઉપર એટલો માનીતો થઈ ગયો કે, કેન્ટીન બંદરે જહાજને “સુપર-કાર્ગો ૧ મરી જતાં, તેણે જ એ કામ સંભાળી લીધું હતું. હવે એ જહાજી કંપનીએ તેને બીજા મોટા જહાજનો “સુપર-કાગ” નીમ્યો છે, અને એ વહાણ થોડા વખતમાં જ – બહુ જલદીથી ચીન તરફ જવા ઊપડવાનું છે.” મિત્ર ટ્રસે ભારે નિસાસો નાખ્યો. પણ મારી લાડકી દીકરી વેલિરને અને લર મારી લાડકી દીકરીને બરાબર ચાહે છે. જે લોકોએ એને ફૂલની જેમ જાળવવી જોઈતી હતી, તેઓએ તેને ઢેરની જેમ હાંકી કાઢી. જ્યારે ઘેરથી નીકળીને તે અહીં આવી ઉમરા ઉપર જ ગબડી પડી, ત્યારે તેનું ઘાયલ થયેલું હૃદય તદ્દન ભાગી ગયું હતું. માત્ર કેાઈને ચોઓ એકધારે પ્રેમ જ તેના એ ટુકડા સાંધી શકે. એટલે ઑલરનો તેના ઉપરનો પ્રેમ સાચે ન હેત, તો મારા હાથ પગ કપાઈ જવા દેત, પણ મારી લાડકીને દરિયાની આવી લાંબી સફરે કદી ન જવા દેત. પણ હું જાણું છું, કે વૅલરના પ્રેમથી જ મારી લાડકીનું આખું ભંગાણ સંધાઈ જવાનું છે; એટલે ભગવાનને યાદ કરી, તેઓને જતી વેળા હું આશીર્વાદ જ આપવાનો છું.” કેપ્ટન જિન્સ, તમે આ બધું મને કહ્યું તે સારું કર્યું. તમે જાણે છો ને કે એક વખત હું પણ મિસ ડોમ્બીની ભક્તિ કરતો હતો ?” બેટા શાંત થા, સ્વસ્થ થા!” કેપ્ટન જિલ્સ, હું શાંત જ થવા માગું છું, અને સ્વસ્થ રહેવા માગું છું. પણ અત્યારે મને મારી જાત ઉપર ભરેસ નથી. એટલે તમે મારા તરફથી લેફટનંટ વેટર્સને નીચેને સંદેશ કહેશે ?” ૧ વહાણમાં ભરેલા વેપારી માલની દેખરેખ રાખનાર, અને બધા વેપારી વ્યવહારનો નિર્ણાયક અધિકારી. Page #480 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય “નીચેને? બોલી નાખ બેટા.” “ મિસ ડેબીએ કૃપા કરીને મને જણાવ્યું છે કે, હું અહીં આવ-જા કરું તેથી એમને કશે અણગમો નહિ થાય. અને તમે બધા પણ મારા પ્રત્યે – એટલે કે જે માણસ ભલથી જ જન્મી ગયું છે એની મને ખાતરી છે, તેના પ્રત્યે ઓછી માયાળુતા નથી જ દાખવતા. એટલે જે થોડો વખત અહીં આપણે સૌ ભેગા મળી શકીએ તેમ છીએ, તે દરમ્યાન હું અવારનવાર આવતો – જતો રહીશ. એ સંદેશો પૂરે થયો. પણ કેપ્ટન જિસ, કોઈક વખત લેફટનટ વૉલ્ટર્સની ખુશનસીબી મારાથી સહન ન થઈ શકે, અને હું ઘરની બહાર ભાગી જાઉં, તો તમારે એમને એમ જ કહેવાનું કે હું રેયલ ચેંજના ઘડિયાળ સાથે મારું ઘડિયાળ મેળવવા જ બહાર ગયો છું. મને તેમના તરફ કશો ખોટો ખ્યાલ નથી, પણ મારા કમનસીબ વિષે મને હડહડતો ધિક્કાર છે, એવું જ સમજજો.” બેટા, વધુ કંઈ બેલવાની જરૂર નથી, હું અને વૈલર બંને તારા વિષે કશી ગેરસમજ નહીં કરીએ.” ૩ કેપ્ટન કટલને હવે ઘરકામ માટે પેલી બજારમાં બેસનારી બાઈની દીકરીથી ચાલે તેવું ન લાગતાં, તે તરત ટૂડલને ત્યાં દોડી ગયા, અને ભલી પેલીને – મિ. ડોમ્બીને ત્યાં જેનું રિચાઝ નામ હતું તેને – બધી વાત કરી, ફરન્સના લમ સુધી મદદ માટે તે આવશે કે કેમ એ પૂછવા લાગ્યા,– કારણ કે, બીજા કોઈ અજાણ્યા માણસને ઘરમાં પેસવા દેવાય નહીં. પોલી તે ફૉરન્સની સેવા બજાવવા પિતાને યાદ કરવામાં આવી એટલાથી જ ગળગળી થઈ ગઈ અને ઝટ કેપ્ટન કટલ સાથે તેમને ઘેર દેડી આવી. પણ હવે સુસાનને સમજાવવાની ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. પગાર વિના જ, તે ફલેરન્સની સાથે જ ચીન પણ જવા માગતી Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ડેા ઍન્ડ સન માંડીને મેં તમને કદી વીલાં મૂકયાં મારા વિના હું તમને જવા દેવાની હતી. તેનું કહેવું એટલું જ હતું કે, “ તમારાં મા ગુજરી ગયાં ત્યારથી નથી; અને લગ્ન બાદ એટલે દૂર 22 નથી. લૅારન્સ તેને સમજાવવા માંડી – પણ વહાલી સુસાન, હું બહુ લાંબી મુસાીએ જવાની છું ! ” * બસ એટલે જ તમારે મારી લાંબી જરૂર પડશે. << tr પણ સુસાન, હું વૅલ્ટરની સાથે જવાની છું, અને વાલ્ટર બહુ ગરીબ છે, એટલે હું પણ ગરીબ જ કહેવાઉં, માટે મારે મારી પેાતાની અને વાલ્ટરની સેવાએ જાતે ઉઠાવતાં શીખવું જોઇ એ.” મિસ ફૉરન્સ, તમે તેા જાતે કષ્ટ વેઠીને બીજાની સેવા કરતાં જ પહેલેથી શીખ્યાં છે; તમને તમારી જાતનું તેમ જ બીજાનું કામકાજ કરવામાં કશી મુશ્કેલી પડશે એમ હું માનતી જ નથી. હું મિ॰ વોલ્ટર-ગે સાથે સીધી જ વાતચીત કરીને બધું નક્કી કરી લઈશ, પણ તમને દરિયાપાર એકલાં તે! જવા દેવાની નથી તે નથી જ. >> << પણ સુસાન, હું ો કયાં જવાની છું? વોલ્ટર મારી સાથે જ હશે ને ! પણ વહાલી, હું ના કહું તે તું વોલ્ટરને સીધી વાત નહીં જ કરે, એમ હું જાણું છું; અને મહેરબાની કરી તું વૅલ્ટરને તે! આ વાત ન જ કરીશ, 22 << ૮ કેમ, મિસ ફ્લાય ? ” "" “ કારણ એટલું જ કે, હું વોલ્ટરની પત્ની બનવાની છું અને મારું સમગ્ર હૃદય અર્પણ કરી, તેમની સાથે જ જીવવા તથા મરવા તત્પર થઈ છું. હવે જો તું એમને એ બધી વાત કરે, તે તે એમ માને કે, મારી સામે જે જિંદગી આવીને ઊભી રહેવાની છે, તેને મને ડર લાગે છે; અથવા મારે વિષે કંઈક ડર રાખવાનું તને કારણ છે. પણ સુસાન, હું એમને એટલા ચાહું છું કે, તેમની સાથે જીવનની કંઈ પણ મુશ્કેલી વેઠવા તૈયાર છું. તે એ બાબતમાં તેમના મનમાં, જીવનની શરૂઆતથી જ, કશે અંદેશ! ઊભે! કરવા જેવું તું કરશે?” Page #482 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય ૪૪૧ સુસાન પાસે એ વાતનો જવાબ ન હતો; તે કેવળ ડૂસકે ચડીને રડવા લાગી. ફરન્સને માટે લગ્નને પિશાક તૈયારી કરવાની તડામાર તૈયારીઓ ચાલવા લાગી. અલબત્ત, તેના પિતાના બીજા લગ્ન વખતે તેને માટે જે પોશાક તૈયાર કરાવવામાં આવ્યો હતો, તેને હિસાબે અત્યારનો તો કંઈ વિસાતમાં જ ન હતો. કે.ટન કટલ પણ ફલેરન્સને શી ભેટ આપવી તેની પેરવીમાં પડયા. છેવટે તે બે મેટી પેટીઓ ખરીદી લાવ્યા : એક કપડાં ભરવા માટે, અને બીજી ભરત-ગૂંથણ તથા બીજા કામકાજની ચીજો ભરવા માટે. પણ પછી અચાનક ફુરી આવેલા એક વિચારથી તે જ્યારે એ પેટીઓ પાછી લઈ જઈ તે દરેક ઉપર કાંસાની હૃદયની આકૃતિ ચટાડાવી, તેના ઉપર “ફલોરન્સ-ગે” એવું નામ ચિતરાવી લાવ્યા, ત્યારે તેમને જે આનંદ થયો, તેની તુલના કશા સાથે થઈ ન શકે. ઘેર લાવી, પેટીઓ ઉપરના એ નામ ઉપર કલાક સુધી તે સ્થિર પલકે જોતા બેસી રહ્યા. વોલ્ટરને પિતાના જહાજને કામે આખો દિવસ ગેરહાજર રહેવું પડતું. લગ્નને દિવસે જ એ જહાજ ચીનની મુસાફરીએ ઊપડવાનું હતું. પરંતુ વૉટર દરરોજ વહેલી સવારે અને પછી સાંજના અચૂક ઘેર આવતો અને ફૉરન્સને મળી જતો. આજે સાંજે તે આવ્યા ત્યારે ફલૅરન્સે તેને કહ્યું, “વોટર આજ આખો દિવસ મને શે વિચાર આવ્યા કર્યો છે તે કહો જોઉં !” એ જ કે સમય કે ઝડપથી વીત્યે જાય છે અને આપણે થોડા જ વખતમાં જહાજ ઉપર ચડીને વિદાય થવાનું છે !” એ વિચાર જરૂર આવે છે, પણ મને તો એવો જ વિચાર આજે આવ્યા કર્યો કે, હું તમારા ઉપર મેટો બોજો જ થઈ પડવાની છું.” Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪ર ડી એન્ડ સન હા, હા; બહુ અમૂલ્ય પવિત્ર બેજે; ઘણી વાર મને પણ એ વિચાર આવે છે!” “તમે તો હસે છે, વેટર; હું તો કિમતની દષ્ટિએ બેજાની વાત કરું છું. જુઓને, સુસાન અને હું કેટકેટલી તૈયારીઓ કરી રહ્યાં છીએ ? મારે માટે તો તેય બહુ ઓછું જ ખરીદી શકી છું. તમે પહેલાં જ ગરીબ હતા, હવે હું તમને કેટલા બધા વધુ ગરીબ બનાવી મૂકીશ ?” “અને કેટલો બધો તવંગર ? મારા જેવી અમૂલ્ય સમૃદ્ધિ કાને સાંપડવાની છે ?” “ફરન્સ હસી પડી; અને ડોકું ધુણાવવા લાગી. “પણ વેટર, એમ ન માનતા કે તમારા ઉપર બેજારૂપ થવાનો મને જરાય ખેદ થાય છે. મને ઊલટો આનંદ થાય છે. તમે તમારે ઘેર આવી પડેલી ઘરબાર વગરની, સગાંવહાલાં વિનાની, એક અનાથ કંગાલ છોકરીને પરણવા તૈયાર થયા, એ વસ્તુ જ મને વધુ મહત્ત્વની લાગે છે. હું મારી સાથે લાખોની મિલકત લાવી હોત, તો પણ અત્યારે આ સ્થિતિમાં તમને મેળવીને મને જેવો આનંદ થાય છે, તે તે વખતે ન જ થયો હોત.” લગ્નના દિવસની આગલી સાંજ હતી. સૌ ઉપરને માથે ભેગાં બેઠાં હતાં. કેપ્ટન કટલ મિટ્રસ્ટ સાથે ગંજીફે ખેલતા હતા. મિત્ર ટૂટ્સ સુસાનને પૂછીને પાનાં ઊતરતા હતા. ફર્લોરન્સ વૉટર પાસે બેઠી બેઠી કેપ્ટન કટલને વિદાય વખતની ભેટ તરીકે આપવા કહ્યું ભરતકામ કરતી હતી. એવામાં અચાનક ડિયોજિનિસે કાન ઉંચા કરી એક બે વખત ભરી લીધું. કેપ્ટન કટલે તેને જરા ટોક્યો અને કહ્યું, “બેટા આજે આ ઘરમાં તારી છેલ્લી રાત છે, એટલે આમ કરે છે ?” Page #484 -------------------------------------------------------------------------- ________________ Page #485 -------------------------------------------------------------------------- ________________ કરત.E = - = કે ' ' TE. કt : કે - - *. - - - , , it ; ; . જ છે. આ છે સેલ જિલ્સ! - ગળા સુધી ઠાંસેલું વિજ્ઞાન ! – પૃ૦ ૪૪૩. માણી છે... ..tu, presea... ૫,kin, . . . = Page #486 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણું રાજી થાય છે. એક જણ સિવાય ૪૪૩ ડિજિનિસ કેપ્ટનની આ ટોકીથી જરા છોભીલે પડયો ખરે, પણ શેડી વાર બાદ પાછો ભસવા માંડ્યો. મિસિસ રિચાર્ડઝ જે નીચે હતી તે ઉપર આવી હશે, એને એ ભસતો હશે એમ માની, કેપ્ટને ડિજિનિસને સમજાવવા માંડ્યો, “બેટા, તને મિસિસ રિયાઝનું હજુ પૂરું ઓળખાણ નથી, એ વાત સાચી; પણ તને જે જાતનું સમજદાર પ્રાણું માનું છું તેવું તે ખરેખર જ હોય, તો તું મિસિસ રિચાર્ડઝના ભલા દેખાવની કદર કર્યા વિના નહિ રહે !” કેપ્ટન કટલ પિતાનાં પત્તાં તરફ જોતા જોતા જ આ બધું બેલ્યા હતા. પણ અચાનક તેમણે પત્તાંમાંથી મોટું બહાર કાઢયું, તેની સાથે જ તે ચેકીને ઊભા થઈ ગયા અને પોતાને દૂક ટેબલ ઉપર પછાડતા બોલી ઊઠ્યા, “હેય સેલ જિસ !” અને તરત જ પોલીની પાછળ પાછળ આવેલા એક માણસને બે હાથમાં તે જઈને પડયા. બીજી ક્ષણે વૉટર પણ એ માણસના હાથમાં કૂદી પડયો હતો; ત્રીજી ક્ષણે ફલોરન્સ એ માણસના હાથમાં કૂદી પડી હતી. પછી કેપ્ટન કટલે મિસિસ રિચાર્ડઝ અને મિસ નિપરને વારાફરતી જોરથી આલિંગન કર્યું અને મિત્ર ટ્રેસને હાથ તેથી પણ વધુ જોરથી હલાવ્યા. ગળા સુધી ઠાંસીને ભરેલા વિજ્ઞાન ! સૌલ જિલ્સ, સેલ જિલ્લ, દીકરા, આજ સુધી તું ક્યાં હતો ?” કેપ્ટન કટલ આંખમાં આનંદનાં આંસુ સાથે બેલી ઊઠડ્યા. “ભલા નેડ, હમણું હું આંધળો અને બહેરો થઈ ગયો છું; આટલે બધો આનંદ ! મારાથી બોલાતું પણ નથી.” મિ. સને હવે ખબર પડી કે, વોટરના કાકા સલેમના જિન્સ, જે ઘણું વખતથી અલેપ થઈ ગયેલા મનાતા હતા, તે પિતે જ અત્યારે આવી પહોંચ્યા છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ડેરી એન્ડ સન શરૂઆતને ઊભરે શમતાં બધાં જરા શાંત થયાં એટલે તેમના જિલ્લે પેલી તરફ હસતાં હસતાં આંગળી કરીને કહ્યું, “રેડ કટલ, દીકરા, મને બધા સમાચાર આપણું આ ભલી મિત્રે કહી દીધા છે. અને એના રળિયામણું મેએ આટલો મીઠે આવકાર પહેલ પ્રથમ મને – ઘેર પાછા ફરેલા ભાગેડુને મળ્યો, એ મારું ખુશનસીબ જ કહેવું જોઈએ. પણ દીકરા, બધાને ખુશખબર પૂછતા પહેલાં મારે તારી સાથે ભયંકર તકરાર માંડવાની છે. તે મારા એકે કાગળનો જવાબ કેમ ન આપ્યો, તથા વોટર બચી ગયો છે અને સહીસલામત છે એ ખબર પણ મને વેળાસર કેમ ન આપી ?” “હૈ, હું કાગળ લખું? જવાબ આપું ? સેલ જિન્સને ?” હા, બાબેઝ કે જમૈકા કે છેવટે ડિમેરરા–એ બધામાંથી કોઈ પણ સ્થળે તું જવાબ આપી શકતો હતો. મેં મારા કાગળમાં એ સરનામાં તને લખ લખ જ કર્યા હતાં.” કયા કાગળો દોસ્ત ? મને તારી કશી વાત કેમ સમજાતી નથી ?” . “કેમ, તેડ, હું અહીંથી ચાલ્યો ગયો ત્યારે તારે માટે વરસ બાદ ઉઘાડવાનું પાકિટ હું મૂકતો ગયો હતો, તે તો તને મળ્યું છે ને? તેમાં મેં લખ્યું હતું કે, “હું વોલ્ટર વિષેના સમાચારની શોધમાં વેસ્ટ ઇંડિઝ તરફ જાઉં છું, પછી બાર્બીડેઝ જઈને મેં એક કાગળ તરત જ તને લખ્યો અને તેમાં જણાવ્યું કે, “મારા નીકળ્યાને એક વર્ષ થતા પહેલાં આ કાગળ તને મળશે. એટલે આ કાગળ મળે ત્યારે વરસ ન થયું હોવા છતાં પિલું પાકિટ ઉઘાડજે, કારણ કે, તેમાં મેં ઘર છોડી ચાલ્યા જવાનું કારણુ લખેલું છે.” પછી, નેડ, બીજે, ત્રીજે અને કદાચ ચેાથો કાગળ જમૈકાથી લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, “હજુ વેલ્ટર બચી ગયો છે કે ડૂબી ગયો છે તેના કશા સમાચાર મેળવી શકયો ન હોવાથી, હું આ તરફથી નીકળી શકું તેમ નથી.” Page #488 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય ૪૪પ અને તે પછી મેં જ્યારે કાગળ લખે – મને લાગે છે કે ડિમેરરાથી, ખરું ને ?” ડિમેરાથી લખે, એમ એ કહે છે ખરું ને ?” કેપ્ટન ચારે તરફ હતાશની પેઠે જોતા જોતા બોલ્યા. મેં એમાં પણ એમ જ લખ્યું હતું કે, “હજુ મને વેટરના કશા સમાચાર મળ્યા નથી. એ ભાગમાં જવર-અવર કરતા અને ઓળખતા કેટલાય કપ્તાનને હું મળ્યો છું – તેઓ મને અહીંથી તહીં એમ કેટલીય જુદી જુદી જગાએ ફેરવે છે તથા એ મુસાફરીઓ દરમ્યાન મેં પણ મારા હુન્નર-કસબથી તેમની જે કંઈ સેવા બજાવી શકાય તેટલી બજાવી છે. તેઓ બધા મારે માથે આવી પડેલી આફતથી બહુ દિલગીર થયા છે અને મને મારી શેધમાં બનતી બધી મદદ કર્યા કરે છે. પણ અત્યારે તો મને એમ લાગે છે કે, આમ રખડવામાં જ મારી આખી જિંદગી કદાચ પૂરી થશે. પણ પછી હુંબાબેડિઝ પાછો ગયો ત્યારે અચાનક એક દિવસ મને સમાચાર મળ્યા કે, ચીન તરફથી ગ્રેટબ્રિટન પાછા ફરતા એક જહાજ ઉપર મારે દીકરે વોલ્ટર સહીસલામત દેશ પાછો ફર્યો છે. એટલે બીજા જ જહાજમાં હું પણ દેશ પાછો ફર્યો, અને પરમાત્માની કૃપાથી એ સમાચાર સાચા માલૂમ પડ્યા છે.” સલ જિલ્સ! ભાઈ તે આટલા બધા કાગળો મને લખ્યાની વાત કરી ખરી; પણ એમાંનો એક પણ કાગળ એડવર્ડ કટલને, તારી આ દુકાનમાં એક એક કલાક અને એકે એક મિનિટ તારી કે તારા સમાચારની રાહ જોવા છતાં, મળ્યું નથી.” આ દુકાનમાં ? આ દુકાનને સરનામે હું તને ભાઈ શા માટે કાગળ લખું? કાગળ તો મેં તારે ઘેર મિસિસ પેલી મેક કઈ– તેને સરનામે લખ્યા છે !” કેપ્ટન કટલ હવે બધું સમજી ગયા! તેમણે તરત ખુલાસે કર્યો કે, “હું તેને ઘેરથી તો તારે કાગળ રેબ ગ્રાઈન્ડર મારફત Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ડેબી એન્ડ સન મળતાં જ ભાગી આવ્યો હતો. આ દુકાન અને ઘરની સંભાળ તારી તથા વૉલરની ગેરહાજરીમાં રાખવા માટે. ભાગી આવ્યો હતો એ અર્થમાં કે, પેલી મને સીધો તો આવૈવા જ ન દે ! એટલે તેને હું ક્યાં જાઉં છું તે ખબર ન પડે તે રીતે આવીને આ દુકાનમાં હું સંતાઈ ગયો હતો. મારી વસ્તુઓનો આખો ભરેલે પટારે તેને ત્યાં જ મૂકી રાખ્યો હતો. એ બાઈ નરી વાઘણ જેવી જ છે, અને તે મને તેના પંજામાંથી જીવતો છૂટવા દે જ નહિ– તેને દર મહિને મકાનભાડું અને ખાધાખર્ચ નિયમિત ભરતો રહેવા છતાં.” સુસાન તરત જ બેલી ઊઠી, “એ ડાકણને તો હું બરાબર પાઠ શીખવાડીશ.” વહાલી ! તું તુને પાઠ શીખવીશ ? તો તો હું તને ખરી માનું. પરંતુ મને પૂછે તો હું કોઈ જીવતા વાઘ સામે થવાની હિંમત કદીય ભાડું ખરે, પણ મિસિસ મેકસ્ટિજર ઊંઘતી કે મરેલી પડી હોય, તેમ છતાં તેની પાસે થઈને ન જાઉં.” વૉટરે હવે શ્વાસ નીચે મૂકીને કહ્યું, “તે તો આપણે સૌએ આટલી બધી લાંબી ચિંતા કર્યા કરવા બદલ મિસિસ બૅકસ્ટિજરનો આભાર માનવો રહ્યો.” પછી કાકા-સૅલ અને વોલ્ટરે એકબીજાની મુસાફરીઓ તથા ખેડેલા જોખમે બાબત સવાલજવાબ તથા ખુલાસાઓ સાંભળી લીધા. પછી થાકેલી ફૉરન્સ ઊંઘી શકે તે માટે તેને કમરામાંથી બીજાં બધાં નીચે આવીને બેઠાં. ફલૅરન્સ આ બધી વાતો સાંભળી બહુ અસ્વસ્થ થઈ ગઈ હતી. ઑલ્ટર પણ તે થેડી સ્વસ્થ થઈ એટલે નીચે આવ્યો. નીચે સૌ નિરાંતે બેઠાં ત્યારે ફલેરન્સની હાજરીમાં ન નીકળેલી તેની અત્યારની સ્થિતિની વાત ધીમે ધીમે નીકળી. મિ. ટ્રસ મોડી રાતે ચિન સાથે પોતાને ઘેર પાછા ફર્યા, ત્યારે ચિકને મિત્ર ટ્રસ્ટને સંભળાવી દીધું –“તો તો હવે કોઈ છોકરી Page #490 -------------------------------------------------------------------------- ________________ જેમાં ઘણું રાજી થાય છે. એક જણ સિવાય ૪૪૭ ને ઉપાડી લાવવાનું કે કોઈનું ગળું મરડી નાખવાનું રહેતું નથી, ખરું ?” ચિકન, ચિકન, કાઈ કોઈ વખત તું માણસ કરતાં ગીધડા જેવી ભાષા વધુ વાપરે છે. મારે વળી કોને ઉપાડી લાવવાની છે કે કેનું ગળું મરડી નખાવવાનું છે? અલબત્ત, હું મિસ ડોમ્બીને ચાહતો હતો, અને લેફટનટ વેટર્સ તેની સાથે આવતી કાલે જ પરણવાનો છે; પણ તેથી તો તે મને જ સૌથી વધુ આભારી કરશે; કારણ કે, મિસ ડાબીને પૂરેપૂરી સુખી તે જ કરી શકે તેમ છે – મારા જેવા ચપટા માથાવાળે તો તેમને કદી સુખી કરી જ ન શકત.” તો પછી આપણને આવી નોકરી પસંદ નથી. અહીં તે પિતાના હરીફને જ પિતાની પ્રેમપાત્ર છોકરી આશીર્વાદ સાથે સમર્પણ કરવાની વાત છે! કઈ મરદને છાજે તેવી એ વાત નથી. માટે મને જે પચાસેક પાઉંડ ચૂકવી દઈ છૂટો કરી દે, તે અહીંથી આબરૂભેર ચાલ્યો જવા માગું છું.” ચિકન, જે ઘણાપાત્ર ભાવનાઓ તેં હમણું જાહેર કરી, તે જોતાં એટલાથી પણ તારામાંથી છૂટી શકાતું હોય, તો તે બહુ સસ્તું પડયું કહેવાય.” અને મિત્ર ટ્રસે તરત એ સસ્તો સોદો પતાવી દીધે; અને ચિકન પોતે આવા તે કેવા મરઘીના બચ્ચાની નોકરીમાં અત્યાર સુધી પડી રહ્યો, એ બદલ જાતને ધિક્કારતે ત્યાંથી વિદાય થયે. Page #491 -------------------------------------------------------------------------- ________________ પ૬ લગ્ન લગ્નને દિવસે વહેલી સવારે ફલૅરન્સની ઈચ્છાથી વેટર તેને જ્યાં નાનકડા પલની કબર હતી ત્યાં લઈ ગયો. પાછા ફરતાં ફર્લોરન્સ બેલી, “વહાલા વૅટર, તમારો આભાર માનું છું. હવે હું ખુશીથી દેશ છોડીને, તમારી સાથે દેશાવર આવી શકીશ.” અને આપણે જ્યારે પાછાં ફરીશું, ત્યારે જરૂર આ કબર આગળ ફરીથી આવીશું.” જ્યાં લગ્ન થવાનું હતું તે દેવળમાં સૌ ભેગાં થઈ ગયાં છે. કેપ્ટન, . કાકા-સોલ, અને મિસૂટ્સ. કાઈ વધૂ-સખી થનાર તો હતું નહિ, સિવાય કે સુસાન નિપરને ગણી લઈએ તે; અને કન્યાનો બાપ ન હતો – સિવાય કે કેપ્ટન કટલને ગણીએ તે. લગ્નવિધિ પૂરો થતાં વર-વધૂ રજિસ્ટરમાં સહીઓ કરે છે. અને પછી દેવળ પાછું ખાલી થઈ જાય છે. ચર્ચની બહાર ઘોડાગાડી તૈયાર રાખવામાં આવી છે. વર-વધૂ ત્યાંથી જ સીધાં ચાલ્યાં જવાનાં છે – ઘેર પાછાં નથી આવવાનાં. ફલૅરન્સ રડતી રડતી સુસાનને વળગી પડી છે. મિ. સૂટ્સની આંખે રાતીચોળ થઈ ગઈ છે. કેપ્ટન પિતાના નાકને મસળી રહ્યા છે. કાકા-સૌલે પિતાનાં ચશ્માં કપાળ ઉપરથી ઉતારી લીધાં છે અને આડું જોઈ લીધું છે. સુસાન ડૂસકાં ભરતી અને રૂંધાતી પોતાની ફલેરન્સને છેડતી જ નથી. છેવટે મિ. ટ્રસ પાસે જઈ સુસાનને છોડાવીને પોતાની પાસે લે Page #492 -------------------------------------------------------------------------- ________________ લન ૪૪૯ છે. ફૉરન્સ મિ. ટ્રસ્ટને પહેલાં પોતાને હાથ ધરે છે, અને પછી પોતાના હોઠ પણ. કાકા-સલિને અને કેપ્ટન કટલને તે ચુંબન કરી રહે છે એટલે પછી વૉટર તેને ઘોડાગાડીમાં બેસાડી ઊપડી જાય છે. બાકીનાં સૌ કાકા-સેલના દુકાન-ઘરે પાછાં આવે છે, અને નાસ્તો કરવા બેસે છે. પણ કાઈથી કાળિયે ભરી શકાતો નથી. મિત્ર ટ્રસ્ટ સાંજે આવવાનું કહી ત્યાંથી નીકળી જાય છે, પણ શહેરની શેરીઓમાં ભટકીને આખો દિવસ પૂરે કરે છે. મિટૂટ્સ સાંજે પાછા આવે છે અને સુસાનને સાથે લઈ સૌને માટે વાળનું ખરીદી લાવે છે. મિસિસ રિચાર્ડઝની મદદથી તે બધું ટેબલ ઉપર ગોઠવાઈ જાય છે, અને કેપ્ટન કટલ અને કાકાસેલ પાછી આવે તેની રાહ જોવાય છે. તે બંને જણ વૉટર અને ફલેરન્સનો બધો સામાન ડિજિનિસ સાથે જહાજ ઉપર બરાબર ચડી જાય, તેની ગોઠવણ કરવા ગયા છે. કાકા-સેલની સ્થિતિ વધુ કરણ છે. પરંતુ તેમને એટલે સંતોષ છે કે, હવેથી તેમનો જૂનો મિત્ર નેડ કટલ તેમની સાથે જ રહેવાનો છે. એટલે પાછા ફર્યા બાદ તે સૌ સાથે કંઈક સ્વસ્થતાથી વાળુ કરવા બેસે છે. વાળ દરમ્યાન તે પોતાના મનનો ડૂમો દબાવીને કહે છે –“મારે દીકરો બચી ગયો અને લગ્ન કરી નોકરીએ પણ ચડી ગયો છે. મારાથી હવે દુઃખિયારા કેવી રીતે દેખાઈ શકાય ? હું ભગવાનને આભાર માનું છું કે, મને આવો સુખી દિવસ જોવા મળ્યો !” કેપ્ટન કટલ શેડો વિચાર કરી જવાબ આપે છે, “દીકરા લ! તે તારા ભંડારમાં મૅડિરા દારૂની જૂની બાટલી આવા સુખી દિવસ માટે સંઘરી રાખી છે તે જ સાચે માણસ હોય, તો એ બાટલી કાઢ જોઉં આપણે સૌ વોલ’ અને તેની પત્નીની શુભેરછામાં તેને પી નાખીએ.” ડો–૨૯ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ડેબી એન્ડ સન તરત કાકા-સેલિને કશુંક યાદ આવ્યું. તેમણે ખિસ્સામાંથી ડાયરી કાઢીને તેમાંથી એક કાગળ કાઢ્યો. તેના ઉપર લખ્યું હતું : “મિ ડોબીને; મોકલનાર વૉટર. ત્રણ અઠવાડિયાં પછી પહોંચાડવો.” કાકા-લે એ કાગળ મોટેથી વાંચવા માંડચો –“સાહેબ, મેં તમારાં સુપુત્રી સાથે લગ્ન કરી લીધાં છે અને તે મારી સાથે દૂર દેશાવરની મુસાફરીએ આવે છે. તેને આખી દુનિયાની તમામ ચીજો કરતાં વધુ ચાહતો હોવા છતાં, તેને મારા જીવનની અનિશ્ચિતતાઓ તથા જોખમો સાથે જોડવા હું કશા સંકેચ વિના શાથી કબૂલ થયો, તે તમને કહેતો નથી. તમારે તેને અપરાધી ગણવી હોય તો ગણજે; તે તમને કશી બાબતમાં કદી અપરાધી ગણતી નથી. તમે મને કદી માફ કરી શકશે એવું હું માનતો નથી, કે તેવી આશા પણ રાખતા નથી. પણ કોઈ વખત એવો આવે કે જ્યારે તમે એવું ઈચ્છો કે, ફલેરન્સને પડખે હંમેશ રહેનાર કોઈ હોય, અને જેનું જીવન-કાર્ય જ ફલેરન્સને તેના ભૂતકાળના જીવનનાં દુ:ખદ સંસ્મરણે ભુલાવવાનું હોય, ત્યારે તમે એવી ખાતરી રાખજો કે, તે એવા માણસને પડખે જ છે.” સલેમને કાગળ પૂરો વાંચી, તેને પાછો પિતાની ડાયરીમાં મૂકી દીધો અને કહ્યું, “ભાઈ નેડ, મેડિરાની એ છેલ્લી બાટલી તેડવાને વખત હજુ આવ્યો કહેવાય ખરે?” પિતાના મિત્રનો કહેવાનો ભાવાર્થ સમજી જઈ, કેપ્ટન તરત બેલી ઊઠ્યા, “હજુ નથી આવ્યો !” Page #494 -------------------------------------------------------------------------- ________________ પ૭ થોડા સમય બાદ એક વરસ વીતી ગયું છે. આખા વરસ દરમ્યાન “ડોમ્બી ઍન્ડ સન” પેઢી વિવિધ અકસ્માતો, કમનસીબ સમયે, અને સૌથી વધુ તો તેના માલિકના ઘમંડને કારણે, તરતી રહેવા માટે જ ફેગટ ફાંફાં મારતી રહી છે. તેના માલિકે પિતાની પેઢી ઉપરનાં જોખમે વાળપૂર પણ ઓછાં કે હળવાં કરવાની ના પાડી છે; તથા પેઢી એ તોફાનો સામે ઝીંક ઝીલી શકે તેવી નથી રહી, એવી ચેતવણીના સૂરે, કોઈ સંભળાવે તોપણ કાને ધર્યા નથી. વરસ પૂરું થયું અને પેઢી ડૂબી જ ગઈ. દેવાળિયાઓની યાદીને મેખરે એક દિવસ એ પેઢીના માલિકનું નામ ચડી ગયું. મિ. હેબીએ કશું જ બચાવી લેવાને, જરા સરખું છુપાવી રાખવાનો પ્રયત્ન ન કર્યો. નવો ધંધો શરૂ કરવા માટે પણ જરા સરખું સાધન પાસે રહેવા ન દીધું. રતફે થયેલી આખી પેઢીમાં, મિત્ર મફિન જ એવા હતા, જેમને આ પેઢી આમ તૂટી ગઈ તેથી ઘણું લાગી આવ્યું હતું. આટલાં વરસો સુધીની નોકરીમાં તેમણે મિડોબી પ્રત્યે સમુચિત આદરભાવ દાખવ્યો હતો, પણ તેમની સાચી પ્રકૃતિ બાબતનો પોતાનો ક્યાસ છુપાવવાને કદી પ્રયત્ન કર્યો ન હતો; કે પોતાના કેાઈ ગુપ્ત હેતુઓ સાધી લેવા, મોઢેથી તેમની ખોટી ખુશામત કે પ્રશંસા કર્યા Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ડેલ્બી ઍન્ડ સન ન હતાં. એટલે મિ. ડેબીની પડતી થતાં, તેમને અંતરમાં વાળેલી કશી ગાંઠે ઉકેલવાની રહેતી ન હતી કે વેઠેલાં અપમાનો કે ગળેલા કડવા ઘૂંટડાનો હિસાબ ચૂકતે કરવાનો પણ રહેતો ન હતો. છેલ્લા દિવસમાં પેઢીના વ્યવહારમાં જે ગૂંચવાયેલું કે મુશ્કેલ લાગે એવું હતું, તેને તાગ મેળવવામાં તેમણે દિવસ-રાત એક કર્યા હતાં, તથા જે કઈ બાબતનો ખુલાસો પૂછવામાં આવે, તે સમજી રાખવા તે પૂરા તૈયાર રહ્યા હતા. એક વખત તે આખા દિવસના કામકાજથી થાકી પિતાને શાંત કરવા પ્રયત્ન કરતા બેઠા હતા, તેવામાં તેમની મકાન-માલિકણે આવીને ખબર આપી કે, શેકનાં કપડાં પહેરેલી કાઈ બાન તમને મળવા આવી છે. તે હેરિટ કાર્કર હતી. તેણે અંદર આવી, મિ. મેનિને કહ્યું, હું એકલી જ અહીં આવી છું, તથા મારા ભાઈ જોને તમને મારા આવવાની અગાઉથી ખબર ન આપી, તે માટે તમને આશ્ચર્ય જરૂર થશે. પરંતુ હું જે કારણે આવી છું, તે તમે સાચું માનશે, એવી આશા હું રાખી શકું ?” જરૂર રાખી શકશે. મને એ વિષે વધુ કંઈ કહેવાની જરૂર નથી.” “આભાર; પણ તમે અત્યારે ખાસ કામમાં તો નથી ને ?” મિત્ર મફિને પિતાને ખોળામાં પડેલ વાજિંત્ર સામે નિશાની કરી અને કહ્યું, “આખો દિવસ હું કામકાજમાં રહ્યો છું, તેની ના નહિ; પણ અત્યારે તો બધી ચિંતાઓ આને જ સુપરદ કરતો હતો.” “તો ડોમ્બી-પેઢી ખતમ થઈ ગઈ એમ ને ?” “ પૂરેપૂરી.” “ફરી કદી ઊભી ન થઈ શકે ?” “કદી નહિ.” મિડોમ્બી અંગત રીતે પણ પાયમાલ થઈ ગયા કહેવાય?” Page #496 -------------------------------------------------------------------------- ________________ થોડા સમય આદ “ છેક જ બરબાદ, વળી ! ” “ તેમની પાસે ખાનગી કશું બચ્યું નહિ હેાય ? '' kr મિ॰ ડેમ્ની પાસે કુલ કેટલી મિલકત હતી તેની તે મને ચાક્કસ ખબર નથી; પરંતુ તેમની જવાબદારીએ તેથી પણ વધુ છે, એટલું હું કહી શકું છું. અને મિ॰ ડામ્બી એવા ઇજ્જતદાર તથા પ્રમાણિક માણસ છે કે, તે પેાતાનું બધું આપીનેય જવાબદારી ચૂકતે કરવા પ્રયત્ન કરશે. તેમના જેવી સ્થિતિએ બેઠેલા બીઅે કાઈ માણસ હાત, તા થૈડાક પ્રયત્ને જ – કાઈ ને ખબર પણ ન પડે તે રીતે – ધંધે! તેા હિ, પણ પેાતાને ગુજારા સહેલાઈથી ચલાવી શકાય એટલું કાઢી લેત; પરંતુ તેમણે તેા પેાતાનું બધું આપી દઈને પણ પેાતાની જવાબદારી ચૂકતે કરવાનું વિચાર્યું છે; અને એ હિસાબે તેમની પાસે કશું જ બાકી નહિ રહે, એની મને ખાતરી છે.” – ૪૩ હૅરિયેટના માં ઉપર આ સાંભળી જે કંઈક આનંદ-સંતાષને ભાવ અંકાઈ રહ્યો, તેથી મિ॰ મૅાર્ફિન જરા ચોંકવા તથા દુ:ખી પણ થયા. તમે તેમને હમણાંના ભેગા થયા છે ? ” << "" << તેમને કાઈ જ હમણાં મળી શકતું નથી. લેણદારાને હિસાબ કરવા પેઢી ઉપર આવવું પડે તેટલા બહાર આવી, પછી તે સીધા પેાતાને ઘેર જ ચાલ્યા જાય છે અને તેમાં જ પુરાઈ રહે છે. તેમણે મને એક કાગળ છેવટના લખ્યા છે, જેમાં તેમણે અમારા પાછ્યા સંબંધ વિષે જરૂર કરતાં વધુ પ્રશંસા કરી છે, અને પછી મારી વિદાય લીધી છે કહેા કે મને વિદાય આપી છે. સારા દિવસેામાં પણ હું તેમની પાસે બહુ જતે નહિ; એટલે અત્યારે ખરાખ સમયે તેમની મરજી વિરુદ્ધ તેમને મળવા જવાનું તા હોય જ નહિ. અલબત્ત, પત્ર લખીને મેં તેમને ઘણા ઘણા સમજાવ્યા છે – પણ કંઈ પરિણામ આવ્યું નથી. પરંતુ તમે અત્યારે એ બધું મારી પાસેથી સાંભળવા નહિ જ આવ્યાં હૈ!! તમારા આવવાનું કારણ કંઈક જુદું જ હાય ઍમ લાગે છે.” Page #497 -------------------------------------------------------------------------- ________________ ડે ઍન્ડ સન “હું અને મારા ભાઈ જૉન મિ॰ ડામ્બી વિષે જ હમણાંનાં વધુ વિચાર કરીએ છીએ. અત્યારે મિ॰ ડામ્બીની સ્થિતિ છેક જ કંગાળ બની ગઈ છે, ત્યારે અમારી સ્થિતિ ઘણી જ સુધરી ગઈ છે : શાથી સુધરી ગઈ છે, તે કહેવાની જરૂર છે? અમારા ભાઈ જેમ્સ જ્યારે રેલવે-એંજિન તળે કચરાઈ ગયા, ત્યારે તેણે કાંઈ વિલ કરેલું ન હેાવાથી તથા અમારા સિવાય તેને બીજું કાઈ કુટુંબી ન હાવાથી, તેની બધી મિલકત અમને મળી છે. અને તે મિલકત ઓછી નથી. એ અંગે જ તમને એક વિનંતી કરવા હું આવી છું, અને મને આશા છે કે, તમે ના નહિ પાડે. ૪૫૪ << મારા બંને ભાઈ એને ઇતિહાસ તેા તમે જ મિ॰ ડેાસ્ત્રી સાથેના તેમના સંબંધની વાત પણ. પણ જાણેા છે! કે, મારી અને મારા ભાઈ જૉનની બધી ઓછી છે. અમે બંનેએ આટલાં વરસ સુધી જે જાતનું જીવન ગાળ્યું છે, તે તરફ જોતાં તમે સમજી શકશે કે વધુ પૈસાની અમારે જરૂર જ નથી. તમારી મહેરબાનીથી તેને જેટલી આવક થાય છે, તેટલી અમારે બંનેને માટે બહુ થઈ પડે છે. * આજે મારા ભાઈ ભાખત - જીવતા ભાઈ બાબત – એવી એક વાત કરવા હું આવી છું, જે કહેતાં મારી છાતી અભિમાનથી ફૂલી જાય છે. પેાતાનું કર્તવ્ય ગણી, તે એક એવું કામ કરવા માગે છે, જેમાં તમારી મદદની ઘણી જરૂર પડે તેમ છે. એ કામ ઘણું ચુપકીદીથી કરવાનું છે; અને તમારા અનુભવ એ બાબતમાં ઘણા કામ આવી શકે તેમ છે. જાણે! છે; તેમ ઉપરાંત, તમે એ જરૂરિયાતે કેટલી cr વાત એમ છે કે, મારા ભાઈ એમ માને છે કે, મારા મૃત ભાઈ એ જે બધી મિલકત એકઠી કરી છે, તે ખરી રીતે મિ॰ ડેામ્મીની છે; અને તે બધી મિલકત તે એમને પરત કરવા માગે છે. પણ સીધી રીતે તે મિ॰ ડામ્બી એ મિલકત સ્વીકારે નહિ, એટલે ગુપ્ત રીતે એ કામ કરવાનું છે. શી રીતે એ થઈ શકે, તે તમે જ Page #498 -------------------------------------------------------------------------- ________________ ડા સમય બાદ તેમને વિશેનાં અનુભવ ક જાણકારીથી વિચારી કે બતાવી શકે તેમ છે. મિત્ર ડોમ્બીને એમ પણ સમજાવી શકાય કે, એમના જ હકની રકમ અણધારી રીતે જ બચી ગઈ છે; અથવા એમ કહી શકાય કે, એ રકમ તેમની સાથે અત્યાર સુધી વેપાર-સંબંધ ધરાવનારાઓએ તેમની પ્રમાણિકતાથી ખુશ થઈને અલગ કાદી છે; અથવા તેમણે પહેલાં ધીરેલી અને ભુલાઈ ગયેલી એ રકમ હવે દેણદાર પાસેથી અચાનક પાછી વાળવામાં આવી છે. આ બધામાંથી જે રીત તમને વધુ સારી તથા સફળ નીવડે એવી લાગે, તે તમે પસંદ કરજે. મારા ભાઈ જેનને તમે આ અંગે કદી વાત ન કરશે તથા મળશો નહિ; કારણ કે, તેને તો આ બધું બહાર ન ચર્ચાય તે રીતે જ કરવું છે. અમારે માટે એ વારસામાંથી બહુ થડે હિસ્સો જ અનામત રાખવાનો છે, અને બાકીનાનું વ્યાજ મિ. ડોબી જીવે ત્યાં સુધી તેમને મળે એમ ગોઠવવાનું છે, જેથી મિ. ડોબી એ બધું લેણદારને ચૂકવી દેવામાં વાપરી ન નાખે. અને આ આખી બાબતની કશી ચર્ચા ભવિષ્યમાં તમારી અને મારી વચ્ચે પણ ન થાય, એમ હું ઈચ્છું છું. મારા ભાઈએ કરેલા આ સત્કૃત્યને હું મારા અંતરમાં પરમાત્માના આશીર્વાદની પેઠે હંમેશ સંઘરી રાખવા ઈચ્છું છું. કારણ કે, તેનું આ કૃત્ય, તેની જાગૃત થયેલી કર્તવ્યભાવના અને સદ્ભાવનું પ્રતીક છે.” મિત્ર મોર્ફિન આ બધું સાંભળી લઈ, છેવટે એટલું જ બેલ્યા, વહાલાં હરિયેટ, આ જાતના ત્યાગ અને સત્કૃત્યની આશા હું સ્વપ્ન પણ કોઈની પાસેથી રાખી શકે નહિ. છતાં છેવટના હું એટલું પૂછી લેવા ઈચ્છું છું કે, વારસાને તમારો હિસ્સ પણ તમે તમારા ભાઈ જેનની પેઠે જતો કરો છો ? હા, અમે જીવનનું બધું જ સુખદુઃખ કેટલાંય વરસથી એકસાથે જ વહેંચી લેતાં આવ્યાં છીએ; તો પછી આમાંથી પણ હું શા માટે અળગી રહું? મારા ભાઈની છેવટ સુધી બધી બાબતમાં ભાગીદાર તથા સાથીદાર થવાનો મારો અધિકાર નથી શું ?” Page #499 -------------------------------------------------------------------------- ________________ ડી એન્ડ સન તમારા એ અધિકારને માન્ય ન રાખવાનું પાપ મારાથી કદીય ન થાઓ !” તો અમે તમારી મિત્રતા ઉપર આ બાબતમાં આધાર રાખી શકીએ ?” “આ બાબતમાં તમો બંનેને પૂરા અંતરથી સાગરીત બનવાનું સદ્ભાગ્ય મને આપવા બદલ પરમાત્માને હું હાદિક ધન્યવાદ આપું છું.” હરિયે. મિ. મેફિનનો આભાર માનવા પોતાનો હાથ તેમના તરફ ધર્યો. મિ. મફિને રાજી થઈ એ હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, “હેરિયેટ, તમે જે કંઈ કરવા તત્પર થયાં છો, તે મારી લૌકિક સમજથી પર એવી વસ્તુ હોવા છતાં, હું તમને તેમાંથી ચલિત કરવા કે વિચલિત કરવા એક પણ શબ્દ ઉચ્ચારવાનું નથી. માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે, તમારે વફાદાર કારભારી અને પસંદગીને મિત્ર ગણવામાં મને અત્યારે ભારે ગૌરવનો અનુભવ થાય છે.” મિમેફિને હેરિટને ઘેર પહોંચાડવા સાથે જવાની તૈયારી બતાવી; પરંતુ હરિયેટે કહ્યું, “આજે હું અહીંથી ઘેર નથી જવાની; પરંતુ કાલે તમે અમારે ત્યાં આવવાની ખાતરી આપો !” હેરિયેટ મિમેનિને ત્યાંથી ઘોડાગાડીમાં નીકળી, કેટલાય રસ્તાઓ પસાર કરી, બગીચાઓથી ઘેરાયેલાં થોડાં શાંત જૂનાં ઘરના વસવાટ પાસે આવી પહોંચી. તેમાંના એકમાં જઈ, તેણે નર્સને પૂછયું, “તમારા દરદીને કેમ છે, મિસિસ વિકામ?” મિસિસ વિકામની યાદ વાચકોને જરૂર હશે. મિસિસ રિયાઝપિલીને કાઢી મૂક્યા બાદ નાનકડા પલની સંભાળ રાખવા તેને નીમવામાં આવી હતી, અને તે હવે ત્યાંની નોકરીમાંથી છૂટી થયા બાદ તેના “સ્વભાવ અને પ્રકૃતિથી સદંતર વિરુદ્ધ એ નર્સને ધંધો કરતી હતી. Page #500 -------------------------------------------------------------------------- ________________ થોડા સમય બાદ ૪૫૭ તેણે હેરિટના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, “બહુ સારી હાલત નથી, મિસ.” પણ તમે તો મને એમ કહ્યું હતું કે, તેની સ્થિતિ સુધરતી જાય છે!” પણ પછી મિસિસ વિકામ જોડે વધુ ચર્ચામાં ઊતર્યા વિના હેરિયેટ ઉપરને માળ ગઈ. પહેલા ઓરડામાં એક વૃદ્ધા બારી બહાર અંધારા તરફ શૂન્ય નજરે જોતી બેઠી હતી. અંદરના ઓરડામાં એક ચેખી પથારીમાં એક મનુષ્ય-આકૃતિ સૂતેલી દેખાતી હતી. તે ઍલિસ હતી. તેણે હરિયેટને જોતાં જ તેમના તરફ માં આવે તે રીતે ઓશિકા ઉપર માથું જરા જોર કરીને ફેરવ્યું. ઍલિસ, હું આજે જરા મોડી થઈ, ખરું?” “તમારા આવવાની રોજ હું એટલી રાહ જોયા કરું છું કે, તમે હંમેશ મને મેડાં આવતાં જ લાગો છો, જ્યારે ખરી રીતે તમે વહેલાં જ આવ્યાં હો છે.” આજે સારું છે, બહેન?” બહેન, સારું હોય કે નરસું હોય – એ બધે એકાદ-બે દિવસનો ખેલ છે. માટે એ વાતની હવે બહુ ચિંતા ન કરશે.” મિસિસ વિકામે પણ એ બાબતમાં સંમતિસૂચક ડોકું હલાવ્યું, જોકે, દવાને વખત થયો હેઈ, દવા તૈયાર કરવા તે તે ગઈ જ. ઍલિસે આગળ ચલાવ્યું: “દુરાચાર, અને પશ્ચાત્તાપ, મુસાફરી, તંગી, આહવા, અંદરનું તોફાન, બહારનું તોફાન – એ બધાંએ મારું શરીર ઘસી નાખ્યું છે, એટલે હવે એ બહુ ટકવાનું નથી જ. પણ અહીં પડ્યાં પડ્યાં કોઈ કોઈ વાર મને એવું થઈ આવે છે, બહેન, કે ડું વધુ જીવું, તો તમે મારી પાછળ જે મહેનત લીધી છે, તે છેક એળે નથી ગઈ, એટલું હું તમને બતાવી શકે.” મિસિસ વિકામ એલિસને દવા પાઈ કમરાની બહાર ચાલી ગઈ. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ડે ઓ ઍન્ડ સન એલિસે પૂછ્યું, “બહેન, તે દિવસે મેં શું ક્યું હતું તે કહેવા હું તમારી પાસે આવી હતી, અને તમે જણાવ્યું હતું કે હવે એટલે દૂર માણસ દોડાવ અને વખતસર ખબર પહોંચાડવી અશક્ય છે – એ બધી વાતને કેટલો વખત થયે, વારું?” “એક વરસ કરતાંય વધુ વખત થઈ ગયો, બહેન.” “અને મને સારવાર માટે અહીં લાવ્યું પણ મહિનાઓ થઈ ગયા, નહીં ? “હા.” માત્ર તમારી માયાળુતા અને સદ્ભાવને જોરે જ તમે મને અહીં લાવી શક્યાં અને – અને મને ફરીથી માણસ બનાવી શકયાં. નહીં તો હું એવી ને એવી જ નઠેર - ઠેર રહી હોત, બહેન.” હેરિયેટે તેના શરીર ઉપર હાથ પસવારી, તેને શાંતિ અને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો. એલિસે પિતાનું મોં બે પંજ વડે દબાવી દઈ પાસેના ઓરડામાંથી પોતાની માને બોલાવવા જણાવ્યું. ડેસી આવી એટલે એલિસે તેને કહ્યું, “મા હવે પેલી વાત આમને અત્યારે જ કહી દે.” “અત્યારે જ, મારી ફૂટડી ?” હા; આવતી કાલે તો કદાચ મા, બહુ મોડું થઈ ગયું હશે.” “ના મારી મીઠડી, તું હજુ જીવવાની છે – અને પેલી બધી સુંદર કહેવરાવતીઓને શરમાવે એવી ફરીથી થવાની છે.” મા, હવે મને તારા પ્રત્યે પણ કશે અણગમે કે ગુસ્સો નથી રહ્યો. જે સ્થિતિમાં તું મુકાઈ હતી, તે સ્થિતિમાં તારાથી બીજું થઈ પણ શું શકત? ગમે તે સ્થિતિમાં પણ અમુક રીતે અડગ રહેવા જે મનોબળ જોઈએ, તે તો મારાં આવાં મોટીબહેન હરિયેટ જેવાંમાં હોય; દરેક જણમાં નહિ!” એમ કહી એલિસે હેરિયેટ સામે આંગળી Page #502 -------------------------------------------------------------------------- ________________ ડા સમય બાદ કરી; અને પછી પોતાની માને પેલી વાત કહેવાનું શરૂ કરવા આગ્રહ કર્યો. ડેસીએ હેરિયેટ સામે જોઈને કહ્યું, “હું અત્યારે કદરૂપી અને બુઠ્ઠી છું, પણ તે દિવસોમાં હુંય બીજાં જેવી – એડિથની મા જેવી જ કહોને ! – ફૂટડી હતી; અને એડિથના બાપુજીના ભાઈ જ મારા પ્રત્યે બહુ આકર્ષાયા હતા. જોકે, એ એડિથના બાપુજી કરતાં વહેલા ગુજરી ગયા. બંને ભાઈ જેમ બરાબર એકસરખા જ સુંદર અને ઊંચા હતા, તેમ એ બંને ભાઈઓની પુત્રીઓ પણ સરખી જ સુંદર થઈ: એડિથ, અને મારી આ લાડકી ઍલિસ. બંને વચ્ચે ઉંમરમાં એકાદ વરસનું અંતર હશે, બાકી રૂપે ચહેરે તો બંને સરખી જ હતી. પણ હાય, મારી આ ફૂટડી બદલાઈને આવી થઈ ગઈ– ત્યારે બીજી – પેલી એડિથ તો એવી ને એવી જ રહી હશે !” મા, બધાંને વખત આવ્યે – ઉંમર થયે બદલાવાનું જ છે.” હા, પેલીની મા (મિસિસ ક્યૂટન) પણ મારા જેવી બુદ્ધી થઈ ગઈ હતી, પણ તે બીજે ઠઠારો કરી, છેવટ સુધી કેવી સુંદર દેખાતી હતી ? પણ તે તો લગ્ન કરેલી બાઈ હતી; જ્યારે મારી સાથે ઍલિસના બાપુજીએ લગ્ન તો કર્યું જ નહોતું. એટલે કંગાલિયતને કારણે હું એક જ ડાકણ જેવી બની રહી. મારી આ મીઠડી પણ મારી પેઠે જ હવે ભૂખે મરીને અને ઘસાઈને આવી થઈ ગઈ. શાથી હું અને મારી દીકરી જ આમ બદલાયાં ? અને પેલાં કેમ ન બદલાયાં ? અરેરે, મારી મીઠડી, મારી એલી ! તારી સાથે આમના ભાઈ જેમ્સ કાકરે પણ લગ્ન ન કર્યું, એટલે જ ને ?” પછી ચેકેલી હરિયેટ તરફ જોઈને એ બુટ્ટી બેલી, “મારી મીઠડીએ આ વાત જ તમને કહેવા જણાવ્યું હતું. અલબત્ત, આ સગાઈની વાત આ દુનિયામાં કોઈ કબૂલ રાખવાનું નથી જ. કોઈએ જરા પણ કબૂલ રાખી નહિ, તેથી તો મારી અને મારી મીઠડીની Page #503 -------------------------------------------------------------------------- ________________ - લે થઈ મને હા રાજકારણ અને ડેબી ઍન્ડ સન આ વલે થઈ, બાકી, મારી આ મીઠડી પણ પેલીની દીકરી જેટલી જ અભિમાની અને રૂઆબદાર હતી. ઍલિસે હવે હેરિટનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, આ વાત તમારી જાણ ઉપર લાવવાનું મેં એટલા માટે જ ઇરછયું હતું કે, હું આવી નઠેર શા માટે થઈ ગઈ તેનું કારણ તમારા સમજવામાં આવે. મને જીવનભર ઘણાં ઘણાંએ મારી ફરજ – મારું કર્તવ્ય, ઇત્યાદિ માટે ઉપદેશ આપ્યો છે અને ટકી છે. પણ છેક છેવટ સુધી હું એમ જ માનતી રહી છું કે, મારા પ્રત્યે કાણે પોતાની ફરજ અદા કરી છે ? મને એટલું જ સમજાયું છે કે, જ્યારે સ્ત્રીઓને ખરાબ ઘર અને ખરાબ મા મળી હોય છે, ત્યારે તેઓ સહેજે ખરાબ રસ્તે જ વળે છે. પણ હું મારી માને દેવ અત્યારે કાઢવા માગતી નથી. તમે તેને જરૂર ક્ષમા આપજે અને બની શકે તે તેને છેલ્લા દિવસોમાં વિસારી ન મૂકતાં. તમે તેની સંભાળ રાખશે ને ? તે બિચારીએ પણ ઘણું ઘણું સહન કર્યું છે- બીજાઓએ તેના પ્રત્યે પોતાની ફરજ અદા ન કરી તે માટે. પણ ના, અત્યારે હવે તમે છેવટના પરમાત્માને મારે માટે પ્રાર્થના કરો; તમારી પ્રાર્થના તે જરૂર સાંભળશે, અને મને ક્ષમા આપશે.” હેરિયેટે ચેડાંક સ્તવને ગાયાં અને ધર્મગ્રન્થને થડે પાઠ તેને સંભળાવ્યો. પછી બીજે દિવસે સવારે આવવાનું કહી તે ઊઠવા ગઈ ત્યારે તેને ખબર પડી કે, ઍલિસ તેના તરફ જોતી જોતી જ આ જગતમાંથી કાયમની વિદાય થઈ ગઈ છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ પ૮ સજા ! ૨ ડાબીનું પવન અને પાણી સામે અડીખમ ઊભું રહેનારું ધરખમ મકાન હજુ પણ તે છે; પરંતુ અંદરથી તે એક જ બદલાઈ ગયું છે. નોકર વગેરે શરૂઆતમાં તો આસપાસથી આવતી ભાતભાતની અફવાઓ સાંભળી ગૂંચવાયા અને રસોડામાં અવારનવાર ભેગા થઈ અનેક ચર્ચાઓ અને ચિંતા કરવા લાગ્યા. ધીમે ધીમે તેઓની મુખ્ય ચિંતા હવે એટલી જ વાતમાં કેન્દ્રિત થઈ કે, ચડેલે પગાર મળશે કે નહિ ? ઘેડા દિવસ બાદ તો બહારના વિચિત્ર લોકે ઘરમાં આવવા લાગ્યા એવા લોકો કે જે આ ઘરમાં કદી પ્રવેશ કરી શકે નહીં. આ લોકો ભારે ધમાલ અને ધાંધલ કરતા આવીને ઘરની બધી વસ્તુઓ ખસેડીને – ઉલટાવીને – ફૉસીને તપાસવા લાગ્યા. અચાનક એક દિવસ બધા નોકરોને મિસિસ પિપચિનના ઓરડામાં તેડું આવ્યું. તેણે સૌને એકઠા કરી ભાષણ સંભળાવ્યું : “તમારા શેઠ મુશ્કેલીમાં આવી પડ્યા છે. તમે બધા એ અંગે બધું. જાણો છો એની મને ખાતરી છે, તથા તમે સૌ પોતપોતાની ગોઠવણ પણ પિતપોતાની મેળે વિચારી રહ્યા છે, એની પણ.” રસોઈયણ વચ્ચે તણે અવાજે બોલી ઊઠી, – “ તમે પોતે તમારે માટે કરતાં હશે કે કરી હશે તેથી વિશેષ કંઈ નહિ, મેડમ ! ” ૪૬૧ Page #505 -------------------------------------------------------------------------- ________________ ४१२ ડી એન્ડ સન કેણુ બેલ્યુ એ, જરા મેં તો જોઉં !” મિસિસ પિપચિન સળગતી આંખે તેના તરફ જોઈને તડૂક્યાં. “હા, મિસિસ પિપચિન, હું બેલી; તમારે શું કરી નાખવું છે, તે કહેશો ?” તો, તું જેટલી વહેલી અહીંથી ટળે એટલું સારું, અને પછી પણ ભવિષ્યમાં તારું માં મારે કદી જોવાનું થાય નહિ તો વધુ સારું !” તરત જ મિસિસ પિપચિને એક કોથળી કાઢી અને રસાઈયણનો એ દિવસ સુધીનો પગાર તથા એક મહિનાની નોટિસના પૈસા ગણું કાઢ્યા; અને તેની સહીવાળી પહોંચ પહેલી લીધા પછી પૈસા તેના હાથમાં મૂકી દીધા. પછી તો મિસિસ પિપચિને એ પ્રમાણે બધા નોકરોના પૈસા ચૂકતે કરી દીધા; અને જણાવ્યું, “તમારામાંથી કોઈને અહીં રહેવું હોય, તો તે એકાદ અઠવાડિયું વધુ રોકાઈ શકે છે. ખાવાનું મળશે, અને બીજી સગવડે, જે અત્યાર સુધી ભોગવતાં આવ્યાં હો; પણ પેલી રસોઈયણ ડીમચી અત્યારથી જ છૂટી છે.” પછી તો મકાનનું બધું ફરનિચર – રાચરચીલું વેચાવા માંડયું. અને બારણું બહાર એ સામાન ભરી જનાર ગાડીઓ–ગાડાં–હેલકરીઓની ભારે ધમાલ મચી રહી. પછી તો એ ઘરને ઉંદરડાઓએ પણ ત્યજી દીધું. • મિસિસ પિપચિને આ ઘરમાંથી હરાજીમાં એક મોટી આરામ ખુરશી ખરીદી લીધી હતી. પણ તે હવે આ ઘરમાંથી ચાલી નીકળવાની તૈયારીમાં હતાં, એવામાં મિસિસ ચિક અચાનક ત્યાં આવી પહોંચ્યાં. ભાઈને કેમ છે, મિસિસ પિપચિન ?” “હું શું જાણું? કોઈ દિવસ તે કોઈની સાથે બેલે કરે ત્યારે ને? તેમના કમરાની બહારના ઓરડામાં તેમનું ખાવાપીવાનું મુકાય Page #506 -------------------------------------------------------------------------- ________________ સા! છે – પછી કાઈ ન હોય ત્યારે ક્યારે આવીને એ બધું તે પોતાના કમરામાં લઈ જાય છે, તેની ખબર પડતી નથી.” “ભલા ભગવાન, આવું બધું ક્યાં સુધી ચાલશે ? મારા ભાઈ કોશિશ નહિ કરે, તે તેમનું શું થશે ? કોશિશ ન કરવાના ગેરફાયદા અત્યાર આગમચ તેમની જાણમાં આવી જવા જોઈતા હતા. પણ મારા ભાઈ નવાઈના હોય તેમ બધી બાબતમાં શું કરે છે, તે તે જુઓ ! મેં જ્યારે પેલી કદી “ડોમ્બી” નહિ બનેલી – બિનકુદરતી છોકરી ફલૅરન્સ એક રખડતા ખલાસી સાથે પરણીને પરદેશ ચાલી ગયાના સમાચાર તેમને આપ્યા, ત્યારે તે ઊલટા મારા ઉપર તડૂકીને કહેવા લાગ્યા, “તારા બોલવાની રીત ઉપરથી એમ જ લાગે છે કે, ખરી રીતે તું જ તેને તારા ઘરમાં ઉપાડી ગઈ છે !” મેં જ્યારે તેમના વેપાર-ધંધાની પાયમાલીની વાત કાઢી, ત્યારે મારા ઉપર ઊતરી પડીને મને કહે, “હું બેલાવું નહિ, ત્યાં સુધી કદી મને મળવા આવવું નહિ, ખબરદાર !” આ તે કંઈ રીત છે, મિસિસ પિપચિન ?” કોણ જાણે, પુરુષો ક્યારે એકદમ બેસી પડે છે કે મરી જાય છે, તે મને કદી સમજાતું નથી.” પેરુવિયન ખાણમાં મરી ગયેલા પોતાના મરહૂમ પતિને કદી ક્ષમા ન આપી શકેલાં મિસિસ પિપચિન વઘાં. પણુ આમ બેસી રહ્યું અને એરડામાં ભરાઈ રોય ચાલે ? તેમણે કંઈક કરવું તો જોઈએ ને ? ધંધો કંઈ તેમની પાસે દોડી, આવવાને નથી. આખી જિંદગી ધંધારોજગાર કરનારને, ધંધો ક્યાં છે તેની ખબર તો હોયને? તે પછી તે ત્યાં કેમ જતા નથી ? ઉપરાંત આ ખાલી ઘરમાં એકલા ભૂતની પેઠે ભરાઈ રહેવાનીય શી જરૂર છે? જાણે અમે બધાં એમનાં સગાં જ નથી ! અમારે ત્યાં ચાલ્યા આવે, તે શું અમે ના કહેવાના છીએ ? અને આ મકાન ધારો કે લેણદારો તરફથી ભાડે આપવાનું થશે તો તે શું કરશે ? પછી તો તેમને હાંકી જ કાઢવામાં આવશેને ? તો પહેલેથી જ પોતે નીકળી Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ડી એન્ડ સન જાય, તો શું ખોટું? ખરે જ, મને વારંવાર એમ થયા કરે છે કે, આ બધાને અંત શે આવવાનો છે?” મારે એ બધાંની શી પંચાત ? હું તે મારી પંચાત જાણું: અને તે એ કે, મેં અત્યારે જ ગાડી બોલાવી છે, અને તે આવે એટલે મારા સરસામાન સાથે અહીંથી ઊપડું છું.” “પણ તમે મારા ભાઈને વાત તો કરી હશે ને ?” જાણે તમારા ભાઈની સાથે વાત કરવી, એ રસ્તામાં પડયું હેય ને! પણ મેં તો કાલે તેમને પકડવા જ અને જણાવી દીધું કે, હું હવે અહીં નકામી પડી રહી શકતી નથી અને તમારે તમારા ચાલુ કામકાજ માટે મિસિસ રિચાર્ડઝને તેડાવવી હોય તો તેડાવે. તેમણે ગળામાંથી ઘેઘરે અવાજ કાઢીને કંઈક કહ્યું, અને તેનો અર્થ “હા” થત હશે. પણ એ તે કંઈ બેલવાની રીત છે ? મારાથી તો એ બધું ઘડીવાર સહન ન થઈ શકે !” એ જ રાતના મિત્ર ટૂડલ રેલવેના પોતાના કામેથી ઘેર પાછા ફર્યા બાદ પોલીને અને તેના સામાનની એક પેટીને સાથે લઈને મિ ડોમ્બીને ત્યાં મૂકી ગયા. જતી વખતે તે આખા ઘરની ખાલીખમ ભેંકાર દશા જોઈને દુઃખી થતા કહેતા ગયા – “પૌલી, હવે હું ઈજિન ડ્રાઈવર બન્યો છું એટલે તારે કોઈને ઘેર કામ કરવા જવાની જરૂર નથી. ઉપરાંત, અહીં કોઈ બીજું માણસ પણ છે નહિ; એટલે રહેવાનું પણ શી રીતે ગમે ? પણ પલી, આપણે પાછલો ઉપકાર ભૂલી ન જઈ શકીએ. તે પણ આપણા આ જૂના શેઠને દુઃખમાં મદદ કરાય તે કરવી એ જ વિચારથી અહીં આવવા કબૂલ થઈ છે, એ હું જાણું છું. અને માણસે પોતાની ફરજ બજાવવામાંથી તે પાછું કદી ન પડવું જોઈએ, ખરું ને પોલી ? તો ગૂડ-નાઈટ ! ખુશી-આનંદમાં રહેજે, ડિયર !” રાતના પૌલી, આખા ઘરમાં એકલી પોતાનું સામાન્ય કામકાજ પતાવવામાં વ્યસ્ત હતી, એટલામાં અચાનક તેના કમરાના બારણું Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સજા! ઉપર ટકોરા પડ્યા. પલીએ બારણું ઉઘાડયું તો મિસ ટેક્સ! મિસ ટેકસની આંખો લાલચોળ હતી. મિ. ડોબીના ઘરના સમાચાર પિતાને મળ્યા કરે, તે માટે કેટલાય વખતથી તેમણે પેલીને ઘેર તેનાં છોકરાં મફત ભણાવવા જવાનું કબૂલ રાખ્યું હતું. અને તે પ્રમાણે આજે ભણાવવા ગયાં ત્યારે પેલીને અહીં રહેવા આવેલી જાણી, પોતે પણ ભણવવાનું કામ પતાવી અહીં દોડી આવ્યાં હતાં. “પેલી, આ ઘરમાં બીજું કોઈ જ નથી શું ?” “બીજું કઈ જ નથી.” “તેમને તે જોયા ?” “ના, ના; મને કહેવામાં આવ્યું હતું કે, કેટલાય દિવસથી તે તેમના કમરાની બહાર નીકળ્યા જ નથી.” તે માંદા તો નથી ને ?” ના, શરીરે તો માંદા નથી; પણ મનની બાબતમાં એમ ભાગ્યે કહી શકાય.” ભલી મિસ ટેકસ પોલીને લાંબા વખત સુધી સોબત આપીને પછી પોતાને ત્યાં પાછી જવા નીકળી. બીજે દિવસે સવારે પેલીને મળેલી સૂચના મુજબ, તે અમુક ચી તૈયાર કરીને મિ. ડોમ્બીના કમરાની બહારના કમરામાં ગુપચુપ મૂકી આવી. દોરી ખેંચીને કાઈ ઘંટ તો વગાડતું નથી કે બેલાવતું નથી. માત્ર કઈ વાર અંદરના ઓરડામાં મિ. ડોબી ફરતા હોવાનાં પગલાંનો અવાજ સંભળાય એટલું જ. અને સવારમાં એક વખત જોઈતી ચીજો મૂકી આવ્યાં, એટલે પછી બીજે દિવસે સવારે એટલી વસ્તુઓ મૂકી આવવાની ! આખો દિવસ પછી કંઈ જ નહિ કરવાનું –એ તરફ જવાનું પણ નહિ ! મિસ ટેક્સ બીજે દિવસે વહેલાં પાછાં આવ્યાં. મિ. ડેબી માટે તૈયાર કરાતી ચીજોમાં, પોતાની સાથે આણેલી સાધન-સામગ્રીમાંથી, પિતાને ઠીક લાગે તેવી સારી સારી વાનગીઓ તૈયાર કરીને તેમણે ઉમેરી. ડ.-૩૦ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ડેએ ઍન્ડ સન જે દેવે તેમની ભક્તિનો સ્વીકાર કદી કર્યો નથી, એ દેવની સેવા તે કંઈ પણ શાબાશીની આશા અપેક્ષા વિના, કરવા માટે દોડી આવ્યાં હતાં. મેજર ઑગસ્ટક આ બધું પોતાના નેટિવ નોકર મારફત જાણવા પામે છે – અને આનંદના ડચકારા વગાડે છે. મિસ ટોસ જનમથી બેવકૂફ છે, એવી તેમને હવે દઢ પ્રતીતિ થઈ જાય છે. કારણ, ડોમ્બી જેવા ખાલી માણસ સાથે સંબંધ રાખવો હવે શા કામનો ! પણ મિ. ડોબી – બરબાદ થયેલા મિડોમ્બી પોતાનો સમય શી રીતે ગાળે છે ? આર્થિક રીતે તે પિતે બરબાદ થયા છે અને ફરીથી પગભર થવાની કશી આશા નથી, એ તે બરાબર જાણે છે. કૌટુંબિક રીતે એડિથના નાસી જવાથી પોતાના નામને જે ધઓ લાગ્યો છે, તે પણ ભૂંસી શકાય તેવું નથી, તે એ બરાબર જાણે છે. તેમને પ્રિય પુત્ર નાનપણમાં જ ગુજરી ગયો હોઈ, તેમને પૂરેપૂરા મોકળા મનને પ્રેમ સ્વીકારવા ફરી પાછો આવવાનો નથી, એ વાત પણ તે બરાબર જાણે છે. આ બધા વિચાર જ ફરી ફરીને તેમના મનમાં ચૂંટાયા કરે છે. પણ તેમને આ વળી કઈ નવી વસ્તુ યાદ આવી ? તેમની પાસે હૃગ એક વસ્તુ છે ! જોતાની કહી શકાય તેવી ! પ્રેમ કરી શકાય એવી ! બટકે, તેમના જ પ્રેમની સદંતર ભૂખી ! ફલેરન્સ ! એ ફરન્સ નાનપણથી તેમને જ જંખતી આવી હતી–તેમના પ્રેમને પિતાના પ્રેમને ! અને છતાં પોતે પિતા થઈને એ પ્રેમ તેને કદી ધર્યો નથી. અચાનક મિડ ડેખીને આ ભેંકાર ઘરમાં ફલેર સે બચપણમાં ઉચ્ચારેલા “પપ્પા ! પપ્પા !” એવા અવાજો સંભળાવા લાગે છે ! Page #510 -------------------------------------------------------------------------- ________________ સજા! ૪૬૭ પિતાની અત્યારની એકલવાઈ હતાશ સ્થિતિ ઉપરથી, ફલેરન્સની પોતે પહેલેથી કરી મૂકેલી તજાયેલી સ્થિતિની કલ્પના તેમને આવવા લાગી. પોતે બીજું લગ્ન કરીને આવ્યા, ત્યારે પણ એ બાળકીએ, પિતા નવા લગ્નથી સુખી થાય એવી જ શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેણે એ બીજા લગ્નને કારણે પિતા પ્રત્યે જરા સરખો અણગમે દર્શાવ્યો ન હતો. એ છોકરી જ પિતા પ્રત્યે સળંગ એકસરખે ભાવ-પ્રેમ દાખવતી આવી હતી. તેમનો પુત્ર માટીમાં મળી ગયો; તેમની નવી અભિમાની પત્ની હીણપતમાં છેક જ ધૂળભેગી થઈ ગઈ તેમનો ખુશામતિ સાથી મિત્ર ખરાબમાં ખરાબ બદમાશ નીવડશે; તેમની મબલક ધનસંપત્તિ જાણે હવામાં ઊડી ગઈ આ ઘરની ભીંતે પણ તેમના તરફ જાણે અજાણ્યાની પેઠે ઘૂરક્યા કરે છેપણ ફરન્સ હમેશાં તેમના પ્રત્યે ભાવ-પ્રેમ જ દાખવતી આવી હતી ! તે કદી બદલાઈ ન હતી – તેનો એમના પ્રત્યેનો ભાવ કદી ઘટયો ન હતો ! પણ એ છોકરી જ હવે ચાલી ગઈ છે ! પોતે જ તેને હાંકી કાઢી છે ! પોતાના ઘમંડમાં આખી દુનિયાને તેમણે ઠેબે ચડાવી છે. પિતાનું સર્વસ્વ પડાવી જનાર એ દુનિયા પ્રત્યે તેમણે જરાય નમ્રતા કે દીનતા દાખવી નથી. તેમને પ્રત્યે સહાનુભૂતિ કે કરુણાભાવ દાખવતી કે તેમના પ્રત્યે અવજ્ઞા અને તુચ્છકાર દાખવતી દુનિયાની તેમણે યત્કિંચિત પરવા કરી નથી. પણ ફૉરન્સ અત્યારે હોત તો ? તો તેની તે એવી જ અવજ્ઞા કરત ખરા ? ના, ના ! ફલૅરન્સ વિષેના આ બધા વિચારે, અલબત્ત, તેમને તેના પતિ ઑલ્ટરને કાગળ મળ્યા પછી આવવા લાગ્યા હતા. જે તે પાસેના કમરામાં હોત, કે પાસેની શેરીમાં થઈને જતી હેત, તો તે તેની સરસા પણ ન ગયા હોત, કે તેની ઉપર તેમણે નજર પણ ન નાખી હોત. પણ તે દૂર ચાલી ગઈ છે એ નણ્યા પછી અને હવે પાછી કયારેય Page #511 -------------------------------------------------------------------------- ________________ ડાબી ઍન્ડ સન આવશે કે કેમ તેની કલ્પનાય ન રહેતાં, તેમના મનમાં ફરન્સ જ વળી વળીને ઘૂમવા લાગી. તેમને દુઃખ એટલું જ થતું હતું કે, ફલેરન્સ તેમના હતી અને તેમણે તેને અપનાવી રાખી હોત, તો ફર્લોરન્સ લાવી તેમનાથી આમ દૂર ન થાત ! તેમને પોતાનેય હવે આ ઘર છોડીને ચાલ્યા જવાનું હતું. જ્યાં જવું એની તો એમને કલ્પના જ ન હતી. પરંતુ ફૉરન્સને વિચાર આવ્યા પછી તેમણે વધુ એક રાત આ ઘરમાં ગાળવાનું નક્કી કર્યું –એ ઘરમાં ફરી ફરીને બને તેટલી ફલૅરન્સની યાદ તાજી કરવા માટે : અને મોડી રાતે તે પોતાના કમરામાંથી નીકળ્યા અને મીણબત્તી હાથમાં લઈને ઓરડે રડે, દાદરને પગથિયે, ફૉરસની નિશાનીઓ અને સ્મૃતિઓ વીણવા લાગ્યા. બધે તેમને તેમના પ્રેમની જંખના કરતું ફલેરન્સનું દયામણું મેં પોતાની સામે તાકી રહેલું દેખાવા લાગ્યું. થોડી વાર બાદ તેમને લાગવા માંડયું કે, હવે તે પાગલ થઈ જશે અથવા બેહોશ થઈ જશે. છેલ્લા દિવસનો છેલ્લા બનાવોને બધો ભાર હવે ફરન્સના દયામણું મેં રૂપે જ તેમની છાતી ઉપર ચડી બેસવા લાગ્યો. છેક સવાર થવા આવી, ત્યારે તે પિતાના કમરામાં પાછા આવ્યા. આજે જ આ મકાન ખાલી કરવાનો તેમને વિચાર હતો. પણ ફરીથી ફર્લોરન્સની સ્મૃતિઓ પોતાની જાત ઉપર વીંટી પોતાને આકરી સજા કરવા માટે જ તેમણે વધુ એક દિવસ રોકાઈ જવાનું નક્કી કર્યું. અને એ વધુ એક દિવસ પૂરે થાય, એટલે તે પાછો . દિવસ વધુ રોકાવાનો નિર્ણય કરતા. એક દિવસ ઉપર દિવસ પસાર થવા લાગ્યા. રોજ તે ભૂતની પેઠે ઉપરના ઓરડામાં ભમી ભમીને ફૉરન્સની સ્મૃતિઓ – તેના શબ્દો –હવામાંથી ભેગાં કરવા, કંજૂસની પેઠે મથ્યા કરતા. Page #512 -------------------------------------------------------------------------- ________________ - -કાર : * *-- મિ. ડોમ્બીનો પસ્તાવો. – પૃ. ૪૬૮. Page #513 -------------------------------------------------------------------------- ________________ Page #514 -------------------------------------------------------------------------- ________________ સજા! ૪૬૯ અને દિવસ ઉપર દિવસ જતા ગયા તેમ તેમ, ફૉરન્સની સ્મૃતિઓની ગાંઠ તેમના અંતર ઉપર એવી મજબૂત બેસવા લાગી કે, તેમને હવે એ ઘરમાંથી નીકળવાનું છે, એ વિચાર જ તે ભૂલી ગયા. અને પછી તો આવી બધી સ્મૃતિઓમાં અટવાયેલી તેમની માનસિક સ્થિતિ ધીમે ધીમે સ્થળ-કાળનું ભાન જ ભૂલી ગઈ. એ દીર્ધ જાગ્રત-સ્વમમાં અચાનક એક દિવસ તેમના કાને એક પરિચિત અવાજ પડ્યો – મોટે – ચિકારભર્યો – ભાવભર્યો – ભેદક ! પપા ! વહાલા પપા ! મને માફ કરો – ક્ષમા કરો ! ઘૂંટણિયે પડીને તમારી ક્ષમા માગવા પાછી આવી છું. તમારી ક્ષમા નહીં મળે ત્યાં સુધી હું કદી સુખી થઈ શકવાની નથી.” મિ. ડોબીએ ઊંઘમાંથી જાગ્યા હોય તેમ એ શબ્દો ઉચ્ચારનાર સામે જોયું, તો પેલી કરુણ રાતે તેમની ક્ષમા માગતા દીન ચહેરે તેમની નજરે પડ્યો ! “વહાલા ૫૫, તમે આવી વિચિત્ર નજરે મારી સામે ન જોઈ રહેતા. તમને છોડીને જવાનો મને કદી વિચાર નહતો. જ્યારે હું ચાલી ગઈ ત્યારે માત્ર ડરની મારી ચાલી ગઈ હતી. પણ પપા, હવે મને પસ્તાવો થાય છે. મને મારી ભૂલ સમજાય છે. પપા હવે મને અળગી કાઠી ન મૂકશો, નહીં તો હું મરી જ જઈશ !” મિ. ડોબી પોતાની ખુરશીમાં બેઠાં બેઠાં જ લથડિયું ખાઈ ગયા. પેલીએ તેમના હાથ પિતાના ગળાની આસપાસ વીંટાળી દીધા હતા; અને પોતાના હાથે તેણે તેમના ગળાની આસપાસ વીંટાળી દીધા હતા. પેલી તેમના ગાલ ઉપર ચુંબનો કર્યા જ કરતી હતી. તેમના ભીના ગાલ હવે તેણે પોતાના ગાલ ઉપર સીધા ગોઠવી દીધા. અચાનક પોતે તેને શું કર્યા કર્યું હતું તે તેમને એક આંચકાની સાથે યાદ આવ્યું! તેની જે છાતી ઉપર તેમણે જોરથી પ્રહાર કર્યો Page #515 -------------------------------------------------------------------------- ________________ ડોક્ષ્મી ઍન્ડ સન આખા વખત ભાગી ભાગીને ચૂરા કર્યાં તેણે તેમનું મે ખેંચીને દબાવી દીધું હતું ! “પપા, હવે હું મા થઈ છું. થોડા વખતમાં જ હું તમને જે શબ્દથી સંખેલું છું, તે શબ્દથી મારું બાળક વોલ્ટરને સંખેાધશે. જ્યારે તે બાળક જન્મ્યું, - અને હું તેને કેટલું બધું ચાહું છું તેની મને ખબર પડી, – ત્યારે જ મને સમજાયું કે, તમને તવામાં મેં કેવડી ભયંકર ભૂલ કરી હતી – અપરાધ કર્યાં હતા. પપ્પા, મને ક્ષમા કરો; ભગવાન મારા ઉપર અને મારા બાળક ઉપર આશીર્વાદ ઉતારે, એવું તમારે મેએથી એક વાર મેલે !” ૪૭૦ હતા – તેનું જે હૃદય તેમણે તેના ઉપર જ . કર્યું હતું કદાચ મિ॰ ડે.મ્મી એવું ખેલ્યા પણ હાત; પેાતાના હાથ ઊંચા કરી તેમણે તેની જ ક્ષમા માગી હેાત; પણ તેણે તેમના હાથ પેાતાના હાથમાં ઉતાવળે પકડી લીધા હતા. “ પપા, મારું બાળક દરિયા ઉપર જન્મ્યું હતું. મેં તે વખતે ભગવાનને પ્રાર્થના કરી હતી કે હું જીવતી ધેર આવું જેથી તમને મળી શકું. અને કિનારે હું ઊતરી કે, તરત અહીં દે।ડી આવી છું. પપા, હવે આપણે કદી છૂટાં પડવું નથી.” લારન્સે પપાન! સફેદ માથાને પેાતાના હાથમાં પકડી પેાતાની છાતીએ દબાવી દીધું હતું – અને મિ॰ ડામ્મીને જિંદગીમાં પહેલી વાર લાગ્યું કે, તેમનું માથું આવું સારું કાંય કદી ગેાઠવાયું ન હતું. ૫૫ા, તમે મારે ઘેર ચાલેા, અને મારા બાળકને જુએ. એ છેકરા છે; તેનું નામ પણ પોલ છે; અને પપા–મને લાગે છે કે, તે બરાબર મારા ભાઈ જેવા • 23 જ પણ તેની આંખમાં આંસુ આવી ગયાં. તે એ વાકય પૂરું ન કરી શકી. k વહાલા પપ્પા, મારા બાળકને ખાતર, તેને જે નામ અમે આપ્યું છે. તે નામને ખાતર, વાક્ટરને માફ કરે. તે મારા પ્રત્યે એટલા બધે! પ્રેમભાવ રાખે છે, અને હું તેમની સાથે એટલી બધી Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪થી સજા! સુખી થઈ છું – અને એ મને પરણ્યા તેમાં એમનો જરાય વાંક નથી; વાંક ગણે તો મારો જ છે – હું તેમને એટલા બધા ચાહતી હતી ––” ફલેરન્સ વચ્ચે મિ. ડોબીના મેં સામે નજર કરી લીધી અને પછી આગળ કહેવા માંડયું – મારું બાળક મને એટલું બધું વહાલું છે કે, તેને ખાતર હું મારા પ્રાણુ પણ કાઢી નાખ્યું. તે પણ તમને મારી પેઠે જ ચાહશે, અને તમારો આદર કરશે. અમે અમારા સંતાનને તમને ચાહવાનું અને તમારો આદર કરવાનું શીખવીશું. જ્યારે તે સમજણ થશે ત્યારે અમે તેને કહીશું કે, તમારે પણ એ નામને જ પુત્ર હતા, જે તમને ખૂબ વહાલે હતો:તે અત્યારે સ્વર્ગમાં છે, અને ત્યાં આપણે બધાં વખત થયે જઈશું ત્યારે તેને મળીશું. પણ પપા, વોટરનો કશે દેવ તમે મનમાં નહિ લાવો એની ખાતરી તરીકે મને અત્યારે જ ચુંબન કરે; એ મારા વહાલા પતિ છે, તથા મારા બાળકના પિતા છે – જે બાળકે તમારી પાસે દેડી આવવાનું મને શીખવ્યું તે બાળકના ! પપા, તે બાળકે જ મને તમારી પાસે પાછી મોકલી છે !” ફૉરન્સ આટલું બેલી ફરી ચેધાર આંસુએ રડવા લાગી. તે જ વખતે મિકૅમ્બીએ તેના હોઠ ઉપર ચુંબન કરીને ઊંચે આંખો કરી એટલું જ કહ્યું, “હે ભગવાન, મને ક્ષમા કરે; કારણ કે મને અત્યારે એની બહુ જરૂર છે.” આટલું બેલી તેમણે પોતાનું માથું પાછું ફરન્સના ખભા ઉપર જ ઢાળી દીધું અને પછી ફરન્સને પંપાળતા તે પોતે જ ડૂસકે ચડી ગયા. આખા ઘરમાં બીજો કશો જ અવાજ લાંબા વખત સુધી ન આવ્યો. તે બંને એક બીજાની બાથમાં ગૂંથાયેલાં રહ્યાં – જાણે બેમાંથી એકને કદી છૂટા પડવું નથી. Page #517 -------------------------------------------------------------------------- ________________ ४७२ ડી ઍન્ડ સન ફલેરન્સના કહ્યા પ્રમાણે મિ. ડાબીએ ચપોચપ બહાર જવા માટે કપડાં પહેરી લીધાં; અને પછી જે ઓરડામાં તે આટલા લાંબા સમય સુધી ભરાઈ રહ્યા હતા, તે ઓરડા તરફ છેવટની એક નજર કરી લઈ તે ફૉરન્સની પાછળ આજ્ઞાંકિતપણે બહાર નીકળી ગયા. બહાર એક ઘોડાગાડી ઊભી હતી. તેમાં બેસાડી ફલૅરન્સ મિ. ડોમ્બીને પોતાને ત્યાં લઈ ગઈ. મિસ ટેક્સ અને પોલી હવે પિતાની છુપાઈ રહેવાની જગાએથી બહાર નીકળ્યાં; અને જે પાવનકારી દશ્ય તેમણે નિહાળ્યું હતું, તેથી પ્રભાવિત થઈ આંસુભરી આંખે મિ. ડેબીનાં કપડાં, પુસ્તકો વગેરે સરસામાન કાળજીપૂર્વક બાંધવા લાગ્યાં. સાંજના જ્યારે ફલોરસે એ બધું લઈ આવવા માણસ મોકલ્યું, ત્યારે તેમણે એ બધું તેના હાથમાં મૂકી દીધું. છેવટના તેઓ એ ઘરમાં ચાનો છેલ્લો પ્યાલો સાથે પીવા તે “ડોમ્બી એન્ડ સ” એ ખરી રીતે ભેંટર (પુત્રી) છે, પલી, ખરું ને ?” “હા, અને બહુ સારી પુત્રી છે.” “તારી વાત સાચી છે, બહેન; તું પહેલેથી તેની મિત્ર રહી છે. હું તો બહુ પછીથી તેની મિત્ર બની શકી. તું બહુ ભલી બાઈ છે, પોલી.” પછી ખૂણામાં બેઠેલા રેબિનને સંબોધીને મિસ ટેસે કહ્યું, “બિન, હમણું મેં જે કહ્યું તે તે સાંભળ્યું ને, કે તારી મા બહુ ભલી બાઈ છે ?” “હા મિસ, ખરે જ તે બહુ ભલી બાઈ છે.” Page #518 -------------------------------------------------------------------------- ________________ * મુખ્યત્વે લગ્ન વિષયક ૪૭૩ તો હું તારી વિનંતીથી તને એક તક આપવા માગું છું, અને તને મારા ઘરમાં નોકર તરીકે રાખી લઉં છું. પણ તું તારી ભલી માને પસ્તાવાવારો ન આવે એવી રીતે વર્તજે.” મારા પંડના સોગંદ ખાઈને કહું છું, મિસ કે હવેથી મારી ભલી મા મને પ્રેમથી યાદ કરે, એવો જ હું બની રહીશ.” પ૯ મુખ્યત્વે લગ્ન વિષયક કટર ક્લિંબરને ત્યાં ભારે મોટા ફેરફાર થઈ રહ્યા હતા. તે પોતાની સંસ્થા અને પિતાની સુકન્યા મિસ કોર્નેલિયા લિંબરને પિતાના મદદનીશ મિત્ર ફીડર, બી. એ., ને સોંપી નિવૃત્ત થતા હતા. સંસ્થાનું મકાન નવા રંગ વડે બહારથી રંગાતું હતું, તેમ જ અંદરથી પણ મિ. ફીડરના નવા સંચાલન વડે બદલાતું હતું. પણ પહેલાં તો લગ્નવિધિની વાત ઉપર જ આવીએ. સો ચર્ચમાં જતા પહેલાં ડ્રોઈગ-રૂમમાં ભેગાં થયાં હતાં, ત્યાં જ જાહેરાત થઈ કે, મિત્ર અને મિસિસ ટૂટ્સ પધાર્યા છે. અને તરત જ મિ. સૂટ્સ પોતાના હાથ ઉપર સારા પિશાકમાં સજજ થયેલ એક સુંદર સ્ત્રીને ટેકો આપીને દેરતા અંદર દાખલ થયા. મિ. ર્સ કેાઈ કરામતથી ધિંગા મજબૂત થયા હતા – થવા લાગ્યા હતા, એ વાત સૌની નજરે ચડ્યા વિના ન રહી, મિ. ટ્રસે લિંબર-કુટુંબમાં પોતાની પત્નીની ઓળખાણ કરાવતાં જણાવ્યું: “અત્યાર સુધી પૃથ્વી ઉપર આવી ગયેલી સૌથી વધુ નોંધપાત્ર સ્ત્રીઓમાંની એકનું ઓળખાણ કરાવવા હું રજા લઉં છું.” Page #519 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન સુસાનના માં તરફ જોઈ કાઈ ને એ બાબતમાં અસંમત થવાનું કારણ ન લાગ્યું. << કરવાનું કે ખુલાસે તેમ જ મારું લગ્ન એક કૅપ્ટન સિવાય મિ॰ ફીડરે, મિ॰ ટૂટ્સને પેાતાના લગ્નમાં ન નેતરવા બદલ ઊધડા લેવા માંડયા. મિ॰ ટ્રૂટ્સે એ બદલ માફી માગતાં ખુલાસા કર્યાં, મિસ ડામ્બીની બાબતનું મને એવું ઘેલું લાગ્યું હતું કે, ખીજી કાઈ સાથે મારું લગ્ન થવાનું છે એવું જાહેર કરવાનું થાત, તે હું ભાગી જ પડયો હેાત. છેક જ ગુપચુપ કરી લેવાનું થયું – મારા મિત્ર બીજું કાઈ ત્યાં હાજર ન હતું. એટલે મિસિસ ટ્સ સાથે હું પરદેશની મુસાફરીએ ઊપડયો, તે પહેલાં બધી હકીકત તમને લખી જણાવીને જ મારે સંતેાષ માનવે। પડયો. પણ ફીડર, હું મારા લગ્નથી જેટલા ખુશી થયેા છું અને સુખી થયે। છું, એટલા તમે પણ મિસ શિંબર સાથેના તમારા લગ્નથી જો સુખી થશે, તે! તમારે બીજા કશાની જરૂર નિહ રહે. મિસિસ ટ્રેટ્સ એવી અસાધારણ સ્ત્રી છે, કે હું તે ખાબતમાં વિશેષ કંઈ કહી શકતા નથી – પણ એ વાતની કંઈ ચિંતા નહિ. "3 ४७४ ** મિ॰ ફીડરને પણ એ બાબતની ખાસ ચિંતા કરવા જેવું ન લાગતાં, મિ॰ ટ્રૂટ્સે પરિણીત સગૃહસ્થ તરીકે પેાતાનાં મંતવ્યે। રજૂ કરતાં જણાવ્યું, “ફીડર, મારે મારી પત્નીમાં સમજદારી ોઈતી હતી – કારણ કે એ વસ્તુની મારામાં ઊણપ હતી; મારે મારી પત્નીમાં પૈસા જોઈતા ન હતા- કારણ કે, પૈસાની મારી પાસે અસાધારણ છત હતી. "" ઃ પણ પછી મિસિસ ટ્રેટ્સ તરફ વળીને મે॰ ટ્રેટ્સ એકદમ મેલ્યા, સુસાન, ડિયર, તમારે વધારે પડતા શ્રમ લેવાને નથી હાં દાક્તરે શું કહ્યું હતું, તે યાદ રાખજો.” “હું તે। અહીં માત્ર વાતે જ કર્યાં કરું છું, ડિયર, ચિંતા ન કરશે!,” સુસાને જવાબ આપ્યા. Page #520 -------------------------------------------------------------------------- ________________ મુખ્યત્વે લગ્ન વિષયક ૪૫ પછી બધાં ગાડીઓમાં બેસી ચર્ચ તરફ ચાલ્યાં. ત્યાં મિ॰ ફીડર, આ. એ., કુંવારા મરી પરિણીત બન્યા. મિ॰ અને મિસિસ ટૂટ્સ ત્યયાંથી નક્કી કર્યાં મુજબ ખેડક ગયાં. ત્યાં એક પત્ર આવીને પડેલેા હતેા. તે પત્ર વાંચતાં મિ ફ્રૂટ્સને એટલી બધી વાર લાગી કે, સુસાન એકદમ ડરી ગઈ. મિ॰ ટ્રૂટ્સ તરત એલી ઊઠ્યા, સુસાન, ડિયર, ડર એ શ્રમ કરતાં વધુ ગંભીર બાબત છે; માટે મહેરબાની કરી શાંત થાઓ.” તે એ કાગળ કયાંથી આવ્યા છે તે કહે !” “ કૅપ્ટન જિસને કાગળ છે; તે લખે છે કે, વૅલ્ટર્સ અને મિસ ડેામ્બી ઘેર આવે છે. પણ તમારે ઉશ્કેરાઈ જવાની જરૂર નથી, ડિયર, દાક્તરે કહેલી વાત યાદ રાખેા.” CL ડિયર, મને છેતરશે! નહિ; તમારા મે ં ઉપરથી લાગે છે કે, તે ધે ાવી જ ગયાં છે.” “શી અસાધારણ સ્ત્રી છે! ખરી વાત છે, ડિયર, તેએ ઘેર પાછાં આવી જ ગયાં છે. ઉપરાંત મિસ ડેામ્બી તેમના બાપુને પણ મળી આવ્યાં છે, અને તેમતી વચ્ચે સમાધાન થઈ ગયું છે ! ઊડી. << "" “ સમાધાન થઈ ગયું ? ” મિસિસ ટ્રેટ્સ તાળી પાડતી ખેલી tr ડિયર, તમારે વધુ શ્રમ લેવા ન જોઇએ; દાક્તરની વાત યાદ રાખેા. કૅપ્ટન જિલ્સ લખે છે કે, મિસ ડેામ્બી તેમના બાપુને તેમને ઘેરથી પેાતાને ઘેર લઈ આવ્યાં છે; અને ત્યાં તે બહુ ખીમાર હાલતમાં મરવા પડયા છે એમ જ મનાય છે. અને મિસ ડે!મ્મી રાતદિવસ આપની સારવારમાં લાગી ગયાં છે.” ઃઃ મિસિસ ટ્સ હવે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. સુસાન, ડિયર, તમારે આમ ન કરવું જોઈએ. દાક્તરની વાત તે। યાદ કરે. પણ જો તમે જાત ઉપર કાબૂ ન રાખી શકેા— તે એ વાતની કઈ ચિંતા નહિ; પણ જરા ક્રાશિ કરે.” << Page #521 -------------------------------------------------------------------------- ________________ ડોમ્બી ઍન્ડ સન મિટ્સનાં પત્નીએ, તે તરત જ પેાતાને ક્લારન્સ પાસે લઈ જવા વિનંતી કરવા માંડી. અને મિ॰ ટ્રેટ્સ એવા ઉદારાત્મા હતા કે, તે પાતાનાં મહેારદારની આવી વિનંતીને અવગણી શકે જ નહિ. એટલે બંને જણ તરત જ લંડન આવવા ઊપડયાં. *૭૬ સ્ પશુ જેના કાગળથી આ લેાકા દોડધામ કરતાં લંડન આવવા ઊપડયાં હતાં, તે કૅપ્ટન કટલ પેાતે તે કલારન્સ અને તેના બાળકને કેટલીય વાર સુધી તાકી તાકીને જોઈ લીધા પછી, તથા વેંટર સાથે વાતેા કરી દીધા બાદ, માણસની ચડતી પડતી અંગે તથા સુખદુ:ખતી અસ્થિરતા અંગે વિચાર કરવા એકલા જરા બહાર ફરવા નીકળી ગયા. મિ॰ ડામ્બીની પડતી બાબત તે ભલા માણસ કેવળ સહાનુભૂતિની રીતે જ વિચાર કરતા હતા; એટલે તે વિચાર જ્યારે આગળ આવતે ત્યારે તે માથું ધુણાવતા અને તેથી તેમના માથા ઉપરતા અક્કડ ટાપા પણ વિચિત્ર રીતે હાલતા. પણ આગળ ચાલી કલારન્સના બાળકનેા વિચાર તેમને આવતે, ત્યારે તે હસી જ પડતા અને એક વખત તે પેાતાને આનંદ પેાતાના કાબૂમાં ન રહેતાં તેમણે માથેથી એ ટાપે! હાથમાં લઈ ઊંચા ઉછાળ્યા અને પેાતે જ ઝીલી લીધે. અને આ બધી પ્રકિયા રસ્તા ઉપર ચાલતાં ચાલતાં જ તેમણે કરી હતી; તેથી આજુબાજુ ચાલનાર લેક તેમના મનની સ્થિતિ વિશે ભારે શંકામાં પડી જઇ, ડાકું ધુણાવી તેમને જોઈ રહ્યા. કૅપ્ટનને હવે પેાતાના આ બધા ઊંડા ચિંતન માટે, પાતે વનભર જે પરિસ્થિતિથી પરિચિત હતા તે પરિસ્થિતિ તરફ ચાલ્યા જવું આવશ્યક લાગ્યું : અર્થાત્ જે તરફ વહાણે! અને ધક્કા વગેરે આવ્યાં હતાં તે તરફ. આજે તેમને તે બાજી રહેલા એક પ્રાણઘાતક ભયને! ખ્યાલ ન રહ્યો. એક ખૂણા આગળથી વળીને તે સહેજ આગળ ચાલ્યા તેટલામાં એક વિચિત્ર પલટન સામી આવતી તેમની નજરે પડી : મિસિસ મૅકજિર પેાતાના હાથમાં કૅપ્ટન કટલના મિત્ર અને સદ્ગુરુ બંઝખીને હાથ પસીને પકડીને આગળની હરાળમાં ચાલતાં હતાં. પાછળ એ Page #522 -------------------------------------------------------------------------- ________________ મુખ્યત્વે લગ્ન વિષયક ૪૭૭ બાઈઓ આવતી હતી જેમની વચ્ચે એક પુરુષ હતો; અને છેલ્લી ત્રીજી હરોળમાં મિસિસ મેકસ્ટિંજરને સમગ્ર વંશવેલ હતો. કેપ્ટન કટલ એ સરઘસ જોઈ એકદમ ભાગી જવાની જ તૈયારીમાં હતા, પણ મિસિસ મેકટિંજરે તરત તેમને ભી જવા બૂમ પાડી અને કહ્યું કે, પોતે પોતાના હાથમાં પકડેલા ઇસમ સાથે લગ્ન કરવા ચર્ચમાં જાય છે; પાછળ પોતાની વધૂ-સખીઓ તરીકે બે બાનુઓ છે, પણ પુરુષ તો એક જ છે (જે એ બેમાંની એક પતિ જ છે); માટે તમારે બીજી બાજુ (વિધવા મિસિસ બેકુમ)ના સાથીદાર તરીકે ચર્ચમાં આવવું. કેપ્ટન કટલને પોતાની ઉપર તાત્કાલિક કશું જોખમ નથી એ જાણું જીવમાં જીવ આવ્યો, પણ પિતાના ગુરુ બંઝબીનું જીવનભર આ મહિલાને બલિદાન ચડતું જોઈ ચર્ચમાં પહોંચતા સુધીમાં તેમને ભગાડી મૂકવાની તક આપવા માટે તે એ સરઘસમાં વિના આનાકાનીએ જોડાયા. પરંતુ મિસિસ બેનકુમ, બંઝબીની હિલચાલ પાછળથી તપાસતા રહેવાના કામે જ નિમાયેલાં હતાં. એટલે ચર્ચમાં પહોંચતાં સુધીમાં કેપ્ટન કટલને પોતાના મિત્રને કશું પૂછવાની પણ તક ન મળી. ચર્ચમાં પહોંચ્યા પછી પેલી સ્ત્રીઓ જરા પાદરી જોડે વાતચીત કરવા રહી, તે અરસામાં કેપ્ટન મિત્રને પૂછ્યું: “કેમ દોસ્ત, આ બધું શું છે ?” બીજું શું ? ભારે વમળમાં સપડાઈ ગયો છું.” “આ બધું તમારી પોતાની મરજીથી કે રાજીખુશીથી થાય છે?” “જરાય નહિ.” તો પછી મિત્ર, એ કરવાની શી જરૂર ? ભાગી જતા કેમ નથી ?” શી રીતે ભાગું? તે મને પાછો પકડી જ લાવવાની.” Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ડેબી ઍન્ડ સન પ્રયત્ન તો કરે; અત્યારે સરસ પવન છે, સઢ ખુલ્લા કરી દે, હું પાછળથી એ બધાંને રોકી રાખીશ.” પણ બંઝબી જરાય હાલ્યો નહિ. બંઝબી, એક !” બંઝબી જેમનો તેમ સ્થિર. “બંઝબી, બે !” બે પણ નકામ. * બંઝબી, ત્રણ! અત્યારે, કે પછી કદી નહિ !” પણ બંઝબી ત્યારે પણ નહિ કે પછી પણ નહિ,–જરાય હાલ્યો • નહિ અને મિસિસ બૅકસ્ટિકર તેને પરણી જ ગઈ. કેપ્ટન કટલ માણસની ચડતી પડતીના ખ્યાલમાં વધુ ગૂંચવાઈ એ લગ્નમાંથી પાછા ફર્યા. પોતાના ત્રિકાળજ્ઞાની મિત્ર બંઝબીની થયેલી વલે અને આખા વખત દરમિયાન તેણે એ સ્થિતિમાંથી છૂટવા જરાય પ્રયત્ન કર્યો નહિ એ જોઈ, તેમનું મન વિશેષ ખિન્ન થઈ ગયું. પરંતુ બુઠ્ઠા સેલ જિસના દુકાન-ઘરે પાછા ફરતા પહેલાં વટર અને ફૉરન્સ જ્યાં જુદું મકાન રાખીને રહેતાં હતાં, અને જ્યાં મિ. ડોમ્બીને રાખીને તેમની સારવાર કરતાં હતાં, ત્યાં થઈને ગયા વિના કેપ્ટન કટલને ચાલ્યું નહિ. એટલે તે એ તરફ જ વળ્યા. બારણું બંધ હતાં; એટલે કેપ્ટન કટલને બારણું બહારથી ઠેકતાં વિચાર આવ્યો. પણ અંદર ધીમેથી ગુસપુસના અવાજ આવતા સંભળાયા એટલે તેમણે હળવેથી બારણું થપથપાવ્યું. મિ. સે આવીને બારણું ધીમેથી ઉઘાડયું. તે તેમની પત્ની સાથે હમણું જ બહારગામથી આવી પહોંચ્યા હતા. સુસાન તો ફલેરન્સના બાળકને હાથમાં લઈ એવા પ્રેમથી અને આનંદથી રમાડવા બેસી ગઈ હતી, તથા સાથે સાથે નીચી વળેલી Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ મુખ્યત્વે લગ્ન વિષયક ફૉરન્સને પણ એક હાથે એવા જોરથી વળગી હતી કે, તે માને રમાડે છે કે બાળકને, તે જ ન સમજાય. અને તમારા પા બહુ માંદા છે, મિસ ફલેય ?” “ખૂબ જ માંદા છે. પણ સુસાન, તમે પહેલાં મને જે સંબંધનથી બેલાવતાં તે સંબંધનથી હવે મને ન બેલાવવી જોઈએ. પણ આ શું ?” ફલોરન્સ સુસાનનાં કપડાં તરફ નવાઈ પામી જોઈ રહી અને પૂછવા લાગી, “જૂનો તમારે નોકરડીને જ વેશ કયાંથી ?” સુસાન તરત ચેધાર આંસુએ રડી પડી. મિ. ટ્રસ્ટ હવે આગળ આવીને બેલ્યા, “વહાલાં મિસ હોબી, હું એ બાબતનો ખુલાસો કરું. મારી પત્ની એ બહુ અસાધારણ કોટીની સ્ત્રી છે. તેની સમાન આ દુનિયામાં બીજી બહુ મળે એવી મને ખાતરી નથી. તે હંમેશ મને કહેતી આવી છે અને અમે પરણ્યાં તે પહેલાં પણ તેણે શરત કરી હતી કે, તમે જ્યારે જ્યારે દરિયાની મુસાફરીએથી દેશ પાછાં આવશે, ત્યારે તે તમારી નોકરડીનો જૂનો પોશાક પહેરીને તમારી તહેનાતમાં જ રહેશે. તમે દેશ છોડીને પાછાં દરિયાની સફરે જાઓ, ત્યારે જ તે ફરી પાછી મિસિસ ટેટ્સનો પોશાક પહેરશે, એટલે તે હવે તમારી તહેનાતબાનુ બની ગઈ છે, અને તમારી નર્સ પણ.” અસ" સ હવે ક. માની બીજી Page #525 -------------------------------------------------------------------------- ________________ ६० ઉપસંહાર ફર્લોરન્સને કેાઈની મદદની જરૂર હતી જ, અને સુસાનની આવી મદદ આવી મળી, તેથી તેને ખરેખર આનંદ થયો. મિ. ડોમ્બીની સ્થિતિ ખરેખર બહુ નબળી હતી. ફૉરન્સ હમેશ તેમને પડખે જ ખડી રહેતી. મિ. ડોબી સામાન્યપણે તેને ઓળખતા; જો કે, તે તેને સંબોધીને કશી વાત કરતા, ત્યારે તેમના મગજમાં ગૂંચવાયેલી દશામાં, ભળતા જ પ્રસંગને ઉલ્લેખીને જ વાત કરતા; જેમ કે તે કહેતા, “બેટા, પલ ગુજરી ગયો ! બહુ માઠું થયું. પરંતુ તે તેની મરણપથારીએ બેસી જે રીતે સારવાર કરી હતી, તે બદલ તને ધન્યવાદ આપવાનું હું ભૂલી ગયો, એ વધારે માઠું થયું.” આમ કહી તે રડવા ઉપર જ ચડી જતા. આમ જ્યારે જ્યારે તે વાત કરે, ત્યારે પહેલાં ફરન્સ પ્રત્યે શું નથી કર્યું, તે બદલનું દુઃખ જ વ્યક્ત કરે. ઘણીય વાર ફલેરન્સ સામી ઊભી હોય તેને જ તે પૂછેઃ “ફર્લોરન્સ ક્યાં ગઈ, વારુ?” “હું અહીં જ છું, પપા !” તરત જ મિત્ર ડાબી રડી ઊઠતાઃ “હું તેને કેમ ઓળખી શકતો નથી ? અમે ઘણા વખતથી ટાં પડ્યાં છીએ, એટલે હું તેને ઓળખી શકતો નથી.” ઘણી વાર તે પિતાના જૂના વેપાર-ધંધા અંગેના વિચારે ચડી જતા; અને અચાનક પૂછતાઃ “પૈસા શી વસ્તુ છે?” અને પછી એ ૪૮૦ Page #526 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૮૧ પ્રશ્ન ઉપર વિચાર કરવા જાણે પહેલી વાર જ બેસતા હોય, તેમ વિચાર કરવા લાગતા. તે પોતાની પેઢીનું નામ વારે ઘડીએ બોલ્યા કરતા : “મ્બી એન્ડ સન.” પણ પછી તરત જ પિતાને કેટલાં સંતાન છે એ તે ગણવા બેસતા : ‘એક’ – “બે” – અને પાછા પેઢીનું નામ બેલવા લાગતા. પણ આ બધું તો તેમનું મગજ બહુ જ ગૂંચવાયું હોય ત્યારે જ. સામાન્ય રીતે તે ફલોરન્સનો જ વિચાર કર્યા કરતા. એક વખત તે બેલી બેઠા : “અરે સુસાન મને કંઈક કહેવા આવી હતી –બહુ દિવસ પહેલાં !” “હા, પપા; તમારે તેને બેલાવવી છે?” “હા, હા.” સુસાન ડરતી ડરતી મિડ ડેબી સમક્ષ રજૂ થઈ. મિ. ડોબી તેને જોઈ બહુ રાજી થયા. તેમણે તેને કહ્યું, “હવે ચાલી ન જતી; અહીં જ રહેજે. હું અને ફલૅરન્સ હવે બહુ બદલાઈ ગયાં છીએ– જે” એમ કહી તેમણે ફરન્સનું માથું નીચે ખેંચી પિતાના ઓશિકા ઉપર ગોઠવી દીધું. સુસાન ડૂસકે ચડી ગઈ આવી હાલતમાં મિ. ડાબી દિવસે અને અઠવાડિયાં સુધી રહ્યા. પછી ધીમે ધીમે છેક જ અશક્ત થઈ જતાં તે ચૂપ બની ગયા. પછી તો તે બારી ઉઘાડાવી આકાશ અને વૃક્ષો તરફ નજર કરતા ચૂપ પડી રહેતા. ઘણુ વખત બાદ ધીમે ધીમે તે સ્વસ્થ થતા ગયા, તેમ તેમ ફૉરેન્સની તબિયત અને પરિશ્રમ બાબત ચિંતા કરવા લાગ્યા. તે વારંવાર તેને પાસે બેલાવીને કહેતા, “વહાલી, આ ઓરડામાંથી બહાર ફરવા જા! – ખુલ્લી મીઠી હવામાં. તારા ભલા પતિ પાસે જા ! અહીં ને અહીં મારા ઓરડામાં ગંધાઈ ન રહીશ.” ડે.-૩૧ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૮ ડેબી એન્ડ સન એક વખતે તે વોલ્ટર તેમના કમરામાં આવ્યો હતો ત્યારે તેને પાસે બેલાવી તેમણે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “હું મરી જઈશ ત્યારે મારી ફલેરન્સની સંભાળ સારા હાથમાં છે, એ જાતની નિરાંત મારા મનમાં રહેશે.” એક વખત ફલેરન્સ પોતાની સીવણ-ગૂંથણની છાબડી લઈને મિ. ડોબી સામે બેઠી હતી, તેવામાં વોટરે આવી તેના કાનમાં કહ્યું, “નીચે કાઈક આવ્યું છે, તે તારી સાથે વાત કરવા માગે છે.” વોટરનું મેં ગંભીર જોઈ ફરન્સ કંઈક ચિતાભરી નજરે તેની સામે જોઈ રહી. પણ વેટરે તેને કશી ચિતા કર્યા વગર નીચે આવવા કહ્યું. ફલેરન્સ સુસાનને પિતા પાસે બેસવાનું કહી નીચે ગઈ. નીચે પિત્રાઈ ફિનિક્સ આવ્યા હતા. તેમણે ફૉરન્સને પોતાની સાથે બહાર “એક જણને મળવા આવવા વિનંતી કરી. વૅટરને પિત્રાઈ ફિનિસ સાથે વાતચીત થઈ ગઈ હોવાથી, તેણે પણ ફલૅરન્સને કશી વધુ પૂછપરછ કર્યા વિના તેમની સાથે જવા આગ્રહ કર્યો. ફલેરન્સને બહુ નવાઈ લાગી. છેવટે તેણે વેટરને જ પૂછયું, હું જાઉં એમ તમે ખરેખર ઈચ્છો છો ?” હું વિનંતી કરું છું, અને એક વખત જઈને આવ્યા બાદ, તને પણ, ગઈ તે સારું થયું એમ જ લાગશે; એવી મને ખાતરી છે, તેથી જ હું તને જવાનું કહું છું.” ટર, સાથે જ આવવાનો હતો, એટલે ફલોરસ, આ લોકોને આવી ગૂઢતા ઊભી કરવાની શી જરૂર છે, એ સમજાતું ન હોવા છતાં, તરત તૈયાર થઈને ઘોડાગાડીમાં બેસી ગઈ. - છથી આઠ માઈલની મુસાફરી કર્યા બાદ, તેઓ લંડનના પશ્ચિમ વિભાગમાં, બૂક સ્ટ્રીટમાં આવેલા એક મકાન આગળ થોભ્યાં. વેટર ઘેડાગાડીમાં જ બેસી રહ્યો; ફૉરન્સ એકલીને જ એ મકાનમાં પિત્રાઈ ફિનિકસ દેરી ગયા. એક અંધારિ દાદર ચડીને Page #528 -------------------------------------------------------------------------- ________________ - ઉપસંહાર બંને એક ડ્રોઈગ રૂમ આગળ આવ્યાં, ત્યારે પિત્રાઈ ફિનિક્સ પણ બહાર જ ઊભા રહ્યા. તેમણે ફલોરન્સને બારણું ઉઘાડી એકલી જ અંદર જવા વિનંતી કરી. ફૉરન્સ એક ક્ષણ આનાકાની કરવા રહી, એટલામાં પિત્રાઈ ફિનિકસે એ બારણું ઉઘાડીને બહારથી જ પકડી રાખ્યું. અંદર એક બાનુ ટેબલ ઉપર માથું ઢાળી દઈને બેઠેલી હતી. તેણે જેવું માથું ઊંચું કરીને ફર્લોરન્સ તરફ જોયું કે તરત તે છળીને બોલી ઊઠી, “ભલા ભગવાન આ શું !” ના, ના !” ફરન્સ પેલીને ઊભી થતી જોઈ, તેને રોકવા હાથ લાંબો કરીને બોલી ઊઠી, “મમા ” બંને જણ એકબીજા સામે જોઈને સ્થિર ઊભાં રહ્યાં. ફરન્સ પહેલી ભાગી પડી. તે બોલી ઊઠી, “મમાં, ખમા ! આપણે આ રીતે શા માટે ભેગાં થવું પડે છે ? તમે મારું કોઈ ન હતું ત્યારે શા માટે મારા પ્રત્યે માયામમતા બતાવ્યાં, જેથી આપણે આ રીતે ભેગાં થવાનું થયું? મારાથી પેલી વાતનો વિચાર પણ થઈ શકતો નથી. હું પપાની રોગ-શયાએથી આવું છું. હવે અમે જુદાં નથી. કદી જુદાં પડવાનાં નથી ! તમે જો તેમની માફી માગવાનું મને કહેવા માગતાં હો, તો હું જરૂર માગીશ. અને મારું કહ્યું માનીને તે જરૂર તમને માફી આપશે. ભગવાન પણ તમને માફી આપો, જેથી તમને શાંતિ પ્રાપ્ત થાય.” એડિથ કશો જવાબ આપ્યા વિના સ્થિર ઊભી રહી. “વોટર, જેમને હું પરણી છું – અને અમારે એક પુત્ર પણ છે – તે બારણે ઊભા છે; તે જ મને અહીં લઈ આવ્યા છે. તેમને પણ હું કહીશ કે, તમને પસ્તાવો થાય છે અને તમે બદલાયાં છે. તે પણ પપાને એ વિશે કહેવા લાગશે. એ સિવાય બીજું જે કંઈ કરવાનું હોય તે મને કહો.” એડિથે ધીમે અવાજે પૂછ્યું, “તારા નામ ઉપર, તારા પતિના નામ ઉપર જે કંઈ બટ્ટો મારે કારણે લાગ્યો હશે, તેની માફી કદી મળશે, ફર્લોરન્સ ?” Page #529 -------------------------------------------------------------------------- ________________ ડો ઍન્ડ સન “મમા, આ શું પૂછેા છે ? મેં ને વેલ્ડરે તમને કારનાં મા કરી દીધાં છે. એટલાથી તમને શાંતિ થાય તેમ હાય, તે એ વાતની તે તમે ખાતરી જ રાખજો. પણ તમે પપાની માફીની વાત નથી કરતાં; મને ખાતરી છે કે, તમારા વતી પાની માફી હું માગું એમ તમે જરૂર ઇચ્છા છે.” ૯૪ એડિથે એક પણ શબ્દ ઉચ્ચાર્યાં નહિ. << મમા, મને જો પરવાનગી આપે, તે પપાની માફી હું તમને મેળવી આપું. હું અત્યારે તમારાથી દૂર ઊભી છું, તે તમારાથી મને કંઈક બટ્ટો લાગી જશે, એ કારણે નહિ, પરંતુ હું મારા પપ્પા તરફની ફરજ અદા કરવા માગું છું અને અત્યારે હું તેમને બહુ વહાલી થઈ હું, તથા તે પણ મને બહુ વહાલા છે, એટલે. પરંતુ તમે મારા ઉપર કેવા ભાવ રાખતાં હતાં, એ વાત હું ભૂલી શકતી નથી. મમા, તમે ભગવાનને પ્રાર્થના કરે,” એમ કહેતીકને કલારન્સ હવે એડિથની છાતીએ વળગી પડી, અને ડૂસકે ચડી ખેલવા લાગી, “ ભગવાનને પ્રાર્થના કરી કે તે તમારા બધા પાપની અને તમારી શરમની તમને માફી બક્ષે; તથા તમારા જૂતા ભાવ યાદ કરી અત્યારે હું તમને પ્રેમ કરું છું, તે બદલ મને પણ માફી બક્ષે ! ' >> એડિથ ઘૂંટણિયે પડીને ફ્લોરન્સને ગળે વળગી. “લારીન્સ, મારા મધુરા દેવદૂત ! હું ફરીથી ગાંડી બની ન જાઉં અને ચૂપ થઈ જવાની મારી જીદ મારા ઉપર ચડી ન બેસે, તે પહેલાં હું જે કહું છું તે સાચું માનજેઃ મારા અંતરાત્માના સેગંદ ખાઈને હું કહું છું કે, હું નિર્દોષ છું–શુદ્ધ છું.” ૮ સમા ! >> ઃઃ હું અપરાધી બીજી ઘણી બાબતેાની હાઇશ – એવી ખાખતાની કે જેથી તારા જેવી પવિત્ર અને નિર્દોષ લાડકીથી મારે જીવનભર અલગ રહેવું પડશે -- આખી દુનિયામાં તારાથી જ ! આંધળા ક્રોધ ધારણ કરી બેસવાની પણ અપરાધી હાઈશ; જો કે એ બાબતને પસ્તાવા હું Page #530 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કદી કરવાની નથી. પરંતુ પેજા મૃત માણસ સાથે કશા અણુછાજતા સંબંધની અપરાધી હું નથી. ભગવાનને સાક્ષી રાખીને હું એ વાત કહું છું !” આટલું કહી તેણે ઘૂંટણિયે પડયાં પડયાં જ બંને હાથ ઊંચા કરી એ સાગંદ ખાધા. ૪૫ “ ફ્લોરન્સ, મારી લાડકી, તેં મારા સ્વભાવમાં સારા પલટા લાવવાને શરૂ કર્યાં હતા, અને હું ધીમે ધીમે બદલાઈ પણુ હાત પરંતુ પેલું પાપ તે મેં નથી કર્યું; અને તેથી તારું વહાલું માથું મને છેલ્લી વાર મારી છાતી ઉપર દબાવી લેવા દે ! એટા, પ્રેમ, ધિક્કાર, આશા, – ધમકી એવા બીજા કેાઈ કારણે હું આ વાત મારે મેએ ન લાવત એ વસ્તુ મારા અંતરમાં રાખીને જ હું મરત. તું અત્યારે મને ન મળી હોત તે કેવું સારું થાત! તારે કારણે મેં આ કબૂલાત તારી આગળ કરી છે.” તરત જ પિત્રાઈ ફિનિકસ, જે બારણા આગળ જ ઊભા હતા, તે બારણું ઉધાડીને સહેજ અંદર આવ્યા અને મેલ્યા “ આ મુલાકાત ગેાઠવવાનીયેાજના મેં જ કરી છે, તે બદલ મારી સુંદર અને સંસ્કારી પિત્રાણુ મને ક્ષમા આપશે. શરૂઆતમાં તે હું પણ એમ માનતા હતા કે, મારી આ સુંદર અને સંસ્કારી પિત્રાણુ પેલા સફેદ દાંતવાળા સગૃહસ્થ સાથે કંઈક ગરબડમાં હશે જ. પરંતુ જ્યાં સુધી પૂરા પુરાવે ન મળે, ત્યાં સુધી હું મારાં આ સુંદર અને સંસ્કારી પિત્રાણને દેોષિત માનવા તૈયાર ન હતા. અને ભિડેાખીને પણ એ વાત મેં મેઢામેટ કરી સંભળાવી હતી. પરંતુ પછીથી તે પેલા સફેદ દાંતવાળા એંજિન નીચે કપાઈ હુંદાર્થને ભયંકર રીતે માર્યાં ગયા, ત્યારે મારાં પિત્રાણુની સ્થિતિ ખરેખર નિરાધાર અને કરુણુ ખની હશે, એમ માનીને, તથા અમારા કુટુંબે અમારી એ પિત્રાણ બાબત અત્યાર સુધી પૂરતું લક્ષ નથી આપ્યું એવી માન્યતાથી, હું તેમની Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ડી એન્ડ સન શોધમાં ફ્રાન્સ ચાલ્યો ગયો. તે જડયાં એટલે મેં તેમને મારી સાથે રહેવા આવવા વિનંતી કરી. તે વખતે તેમણે મને એવું કહીને સંમાનિત તથા આભારી કર્યો , હું મારી રીતે સારો માણસ છું, બુદ્દો પણ છું, એટલે બાપ જેવા મારી ઓથ નીચે આવવામાં તેમને બીજો કશે વાંધો નથી. ખરી રીતે તો મારાં સુંદર અને સંસ્કારી પિત્રાણે મારી સાથે આવવા કબૂલ કર્યું, તે મારા ઉપર ઉપકાર જ કર્યો છે, કારણ કે, હું પોતે હવે ખખળી ગયેલ છું, અને તેમની સેાબતથી મને ઘણું ઘણી રીતે ટેકો અને આરામ પ્રાપ્ત થયા છે. પણ, મને પહેલેથી વહેમ હતો કે, મારી સુંદર અને સંસ્કારી પિત્રાણે જે આ વિચિત્ર પગલું લીધું, તે કંઈ સામાન્ય કારણે તો નહિ જ લીધું હોય; ઉપરાંત, તે પગલું ભરવા છતાં, પાછળ કંઈક બીજું રહસ્ય પણ હોવું જોઈએ, તેમ મને લાગતું હતું. મારા ગમે તેટલા પ્રયત્નો છતાં, મારાં આ સુંદર અને સંસ્કારી પિત્રાણના મોંમાંથી એક શબ્દ પણ હું કઢાવી શક્યો નહિ. પરંતુ પછી મને યાદ આવ્યું કે, મારાં સુંદર અને સંસ્કારી પિત્રાણને મારા મિત્ર ડોમ્બીનાં સુપુત્રી પ્રત્યે ઘણું માયામમતા છે, એટલે જ એ બેની અણધારી મુલાકાત ગોઠવવામાં આવે, તો તેમાંથી કંઈક અણધાર્યું સારું પરિણામ જ આવે. અને તેથી અમે દક્ષિણ ઈટાલી તરફ કાયમનાં વસવા ચાલ્યાં જઈએ તે પહેલમાં લંડનમાં ખાનગી રીતે થોડી વાર માટે થોભ્યાં, તે દરમ્યાન મેં મારા મિત્ર ઑલ્ટર-ગેનું રહેઠાણ શોધી કાઢવા ભારે પ્રયત્નો કર્યા. અને તે એવા ખુશનુમા તથા સરળ સ્વભાવના હતા કે, તેમને મેં બધી વાત કરી એટલે તે એ મુલાકાત ગોઠવી આપવા તરત જ તૈયાર થયા. અને તેનું આ સુપરિણામ આવ્યું, તેથી હું ઘણે રાજી થયો છું. હવે મારાં સુંદર અને સંસ્કારી પિત્રાણને મારી વિનંતી છે કે, જે કહેવાનું શરૂ કર્યું છે તે હવે પૂરું કરે અને જે કંઈ વોટું છે, તે બધું સુધારી આપે – અમારા કુટુંબની આબરૂની ખાતર નહીં, પરંતુ જે ખોટું છે તેને ઠીક કરી લેવા ખાતર જ.” Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ ઉપસંહાર પિત્રાઈ ફિનિસ તરત આટલું કહી બારણું બંધ કરી, બહાર ચાલ્યા ગયા. એડિથ ફલોરન્સને પડખે લઈને થોડી વાર ચૂપ બેસી રહી; પછી તેણે પિતાની છાતી આગળ છુપાવી રાખેલો એક સીલબંધ કાગળ કાઢ્યો અને કહ્યું, “મેં મારી જાત સાથે ઘણું ઘણું લડાઈ આદરીને આ કાગળમાં બધું લખી રાખ્યું છે – જેથી કોઈ અકસ્માતને કારણે કે બીજા કોઈ કારણે મારું અણધાર્યું મોત થાય, તો સાચી વાત ક્યાંક તો નોંધાયેલી રહે. જોકે ત્યાર પછી કેટલીય વાર તે કાગળનો નાશ કરવાનું મને મન થઈ આવ્યું છે, પણ કદાચ તારે માટે જ એ બચી ગયું છે. તે તે ઝટ મારી પાસેથી લઈ લે; તેમાં જે સત્ય છે, તે લખેલું છે.” તે પપા માટે છે ?” “જેને તું આપવા ઈચ્છે, તેને માટે એ છે; હું તો તે તને આપું છું; અને તે જ એ મારી પાસેથી મેળવ્યું છે. તારા પપા તો એ કઈ રીતે મારી પાસેથી મેળવી શક્યા નહેત.” બંને જણ હવે ચૂપ બેસી રહ્યાં. અંધારું વધવા લાગ્યું હતું. મમાં,” ફલૅરન્સ હવે કહ્યું, “પપાની બધી મિલકત ચાલી ગઈ છે. તે મરણપથારીએ જ પડ્યા છે; કદાચ બેઠા ન પણ થાય. તો તમારા તરફથી તેમને એકાદ શબ્દ મારી મારફતે કહેવડાવે છે ?” “તે મને એમ કહ્યું ને કે, હવે તું એમને ઘણું ઘણું પ્રિય બની છે ?” હા !” “તો એમને કહે છે કે, તે અને હું આ જીવનમાં કદી પણ ભેગાં થયાં, એ બદલ હું દિલગીર છું.” બસ ?” “જો તે પૂછે તો કહેજે, મેં જે કંઈ કર્યું છે તે બદલ હું જરાય પસ્તાતી નથી; અને આવતી કાલે મારે ફરીથી તેમ કરવું પડે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ડી એન્ડ સન તે તેમ જરૂર કરું. પરંતુ જે તે હવે ખરેખર બદલાયા હેય, તો મારે એવું ફરી કરવું પડવાનું જ નથી. એટલે તેમને એટલું જ કહેજે કે, આમ ન કરવું પડયું હોત તો સારું થાત, એમ હું કબૂલ કરું છું.” એ બધા પછી તેમને જે કંઈ વેઠવાનું થયું, તે બદલ તમે ખરેખર દુઃખી થાઓ છો, એમ હું તેમને કહું ?” ના ના; જે કંઈ તેમને વેઠવું પડયું, તેને પરિણામે જે તે તને ચાહતા અને અપનાવતા થયા હોય, તો હું તેથી દુઃખી થવાને બદલે રાજી જ થઈ છું. આવો કાઈ આઘાત વેઠવાને ન થયો હોત, તો તે ઘમંડી કઠોર માણસ જરાય પાછું વળીને જુઅત જ નહીં.” પણ તમે તે સુખી થાય એવી શુભેચ્છા ધરાવો છો, એ તો તેમને હું કહું ને ? અત્યારે નહીં ને ભવિષ્યમાં પ્રસંગ આવે ત્યારે તમારા તરફથી એવું કહું તે વાંધો છે?” એડિથ ફર્લોરન્સના માં સામે સ્થિર પલકે જોઈ રહી. ફૉરસે પિતાની વિનંતી તેને ફરીથી કહી સંભળાવી. ત્યારે તે બહારના અંધારા તરફ નજર કરી રાખીને ધીર-ગંભીર સ્વરે બેલી – જે પોતાની વર્તમાન સ્થિતિને કારણે, મારી ભૂતકાળની સ્થિતિ તરફ તે કંઈક અનુકંપાની દૃષ્ટિથી નજર કરી શકે, તથા મારા વિષે કંઈક ઓછી કડવાશથી વિચાર કરી શકે તેવા થયા હોય, તો જરૂર તેમ કહેજે. એમ પણ કહેજે કે, અત્યારે ભલે અમે એકબીજા માટે મરી ગયેલાં છીએ, તથા આ જીવનમાં ફરી કદી ભેગાં નહીં થઈએ, છતાં અમારા બંનેનાં હૃદયમાં એકબીજા માટે પહેલાં કદી ન હતી એવી એક અરસપરસની લાગણી પ્રસરી છે.” એડિથ હવે ભાગી પડવા લાગી હતી અને તેની આંખમાં આંસુ ઊભરાવા લાગ્યાં હતાં. “મને વિશ્વાસ છે કે, તે મારે વિષે કઈ વખત સારા વિચાર ધરાવશે, જેમ હું તેમને વિષે પણ ધરાવીશ. કારણ, જે તે પોતાની ફૉરન્સને ચાહવા લાગ્યા હશે, તો મને તે ઓછા ધિક્કારતા થશે; Page #534 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૯૯ જો તે ફ્લેરન્સમાં અને તેનાં સંતાનમાં અભિમાન લેતા થશે, તે અમારા પરિણીત જીવનને વિકળ કરવામાં તેમણે ભજવેલા ભાગ માટે જરૂર પસ્તાશે. તે વખતે હું પણુ પસ્તાઈશ – તે વખતે તું જરૂર તેમને કહેજે કે, હું જેવી હતી તેવી મને બનાવવામાં ભાગ ભજવનારાં કારણેાને વિચાર જયારે હું કરતી હતી, ત્યારે જેવા તે હતા તેવા તેમને બનાવનાર કારણેાને વિચાર પણ મારે કરવા જોઈતેા હતેા. તે વખતે હું અપરાધના તેમના હિસ્સાની ક્ષમા આપવા પ્રયત્ન કરીશ; અને ત્યારે તે મારા હિસ્સાની ક્ષમા મને આપવા ભલે પ્રયત્ન કરે.” સમા, મમા ! આ સાંભળીને, આવી મુલાકાત અને વિદાયનું દુ:ખ હાવા છતાં, મારા અંતર ઉપરથી કેટલે બધે ખે!જ ઊતરી ગયા!” વહાલી, મારા આ શબ્દો મને જ વિચિત્ર લાગે છે. પણ તને હવે ! ચાહવા લાગ્યા છે, એ જાણીને જ મારા અંતરમાંથી એ શબ્દો નીકળ્યા છે. અને જ્યારે તને લાગે કે, તે મારા પ્રત્યે કુમળી લાગણી ધરાવતા થયા છે, ત્યારે તેમને કહેજે કે, હું પણ તેમના પ્રત્યે બહુ કુમળી લાગણી ધરાવું છું. ગૂડ-ખાય, મારા પ્રાણ! મારા વન ! ” te ' આટલું કહી એડિથ ફ્લોરન્સને જોરરથી ભેટી પડી. સ્ક્રીના અંતરને અધે! પ્રેમ અને કામળતા એકી સાથે તેનામાં ઊભરાઈ રહ્યાં હતાં. ચુંબન તારા બાળક માટે! આ ચુંબને! તારા ઉપર આશીર્વાદ ઊતરે તે ખાતર! મારી વહાલી લારન્સ! મારી લાડી ! મારી મીઠડી! આવજે ! વિદાય ! • << · ફ્રી મળીએ ત્યાં સુધી જ !” ** “ના, ના, કદી નહિ ! કદી નહિ ! આ અંધારા એરડામાં મને લેજે કે, તું મને કબરમાં રાખજે કે, એક કાળે હું પાછળ મૂકીને તું જાય ત્યારે એમ જ માની સુવાડીને જ જાય છે. માત્ર એટલું યાદ હતી અને તને ના હતી ! ’ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બી એન્ડ સન હવે કંઈ વિશેષ કહેવાનું રહે છે ખરું ? મૅડિરાની જે બાટલી ઘણું વરસેથી ભેંયરામાં પડી રહી હતી, તે એક દિવસ બહાર કાઢવામાં આવી, અને સલેમન જિલ્સ, કેપ્ટન કટલ, મિ. ડાબી અને મિત્ર ટ્રસે પિતાના પ્યાલા એકબીજા સાથે રણકાવીને “ટર અને તેની પત્નીની શુભેચ્છા માં પીને ખાલી કરી. કેપ્ટન કટલે તે વખતે “હુર” “હુર” કરીને જે આનંદ પ્રગટ કર્યો, તે મિ. ડીને તે એટલે બધે ગમ્યો કે, તેમની આંખમાંથી આંસુ જ આવી ગયાં. મિ. ડોબી હવે સશક્ત થઈ ગયા છે. ફરન્સ અને તેના પતિમાં તેમની માયા એટલી બંધાઈ ગઈ છે કે, હમેશાં મોટા મોટા સોદાઓ અને વેપારના ખ્યાલથી ધમધમતા રહેતા તેમના મગજમાં પણ એ બે સિવાય બીજા કોઈના વિચાર જ આવતા નથી. મિસ ટોક્સ આ ઘરની વારંવારની મુલાકાતી બની છે. પોતાના જૂના ઈષ્ટદેવ પ્રત્યે તેનો નિહેતુક પ્રશંસાભાવ અને પ્રેમભાવ છે; અને તે જરાય ઓછો થતો નથી. મિ. ડાબીની બધી મિલકત ચાલી ગઈ છે; પણ દર વર્ષે અમુક રકમ કોણ જાણે ક્યાંથી આવે છે અને તેમને નિયમિત મળે જાય છે! તેમના એક વખતના મદદનીશ મિત્ર મૌફિને તેમને ખાતરી આપી છે કે, એ રકમ કાયદેસર તેમની છે, અને એ સ્વીકારવામાં કશે જ વાંધો નથી. મિ. કૅર્કિન હવે ઈવસ્ટા રહ્યા નથી. તેમણે હેરિયેટ સાથે લગ્ન કર્યું છે; અને કાકર-જુનિયર તથા તે બંને– એમ ત્રણે જણ હવે ભેગાં જ રહે છે. વૉટર કાર્કર-જુનિયરને મળવા ઘણી વાર આવે છે; હરએટ સાથે ફરજ છે. વૉટર કાયા તે બંને– સલેમન જિસના દુકાન ઘર ઉપરનું પાટિયું બદલાઈ ગયું છે. તેના ઉપર ચળકતા સોનેરી અક્ષરે “જિલ્સ એન્ડ કટલ” નામ Page #536 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૯૧ આપી રહ્યું છે. વાત એમ બની છે કે, સાલેામન જિલ્સનાં કેટલાંક યંત્રો પછાત હેાવાને બદલે ણી આગળની શેાધરૂપ પુરવાર થયાં છે, અને હવે તેમનાં યંત્રોની માગ સારી પેઠે વધી છે. કૅપ્ટન કટલ દિવસમાં વીસેક વખત દુકાનથી દૂર જઈ જઈ, બુઢ્ઢા સાલ જિલ્સના નામ સાથે જોડાયેલા પેાતાના નામને વાંચી આવે છે. અને વિજ્ઞાનથી ગળા સુધી ઠાંસાયેલા પેાતાના મિત્રના ધંધા સારા ચાલતા જોઈ, પેાતાની ભવિષ્યવાણી સફળ થવા બદલ ગર્વ અનુભવે છે. પણ તેમની બીજી ભવિષ્યવાણી ખરી પડવા બદલ તેમને જે આનંદ થાય છે, તેવે! બીજા કશાથી તેમને થતેા નથી. વૅલ્ટર લારન્સને પરણ્યા એટલું જ નહિ, પણ જહાજી પેઢીમાં ઊંચે સ્થાને આવતા ગયા છે. તેને દરિયાઈ મુસાફરીએ જવાનું બંધ થયું છે, અને ઑફિસનું ભારે વિશ્વાસ અને આવડતનું કામકાજ હવે તે સંભાળે છે. મિ॰ ટૂટ્સ પરંતુ પેતાની પત્નીની શુભેચ્છા ધરાવવાની શક્તિ ઉપર બહુ વિશ્વાસવાળા છે. અને કૅપ્ટન કટલ તથા સાલેમન જિલ્સ પાસે આવી આવીને તે વારંવાર કહી જાય છે કે, “મારી પત્ની બહુ અસાધારણ સ્ત્રી છે, મહેરબાન; તે કહે છે કે, મિ૰ ડેામ્મીની પુત્રી મારફતે બીજી નવી, ડામ્બી ઍન્ડ સન' પેઢી ઊભી થઈ રહી છે, જે વધુ ઊંચી એટલું જ નહિ પણ વધુ વિજયી નીવડશે !” (6 જશે દરિયાકિનારે ઘણી વાર એક એ બળકા સાથે ફરવા નીકળેલા પણ તેમની સાથે હોય છે. મુટ્ઠા ાસા એક જુવાન સ્ત્રી અને નજરે પડે છે. એક બુઢ્ઢો કૂતરા પેલા બુઢ્ઢા સંગૃહસ્થ પેલા નાના છેાકરાની ભારે તહેનાત ઉઠાવ્યા . કરે છે; અને તેના શબ્દે રાખ્યું ઉપર તથા બધી જ હિલચાલ ઉપર પૂરતું લક્ષ આપે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ડી એન્ડ સન ઘણી વાર તે છોકરે ડોસાને હાથ પોતાના હાથમાં લઈને પૂછે છે, “ દાદા ! મારા નાના મામા જે જ હું થતો જાઉં છું, એમ તમારું કહેવું છે ?” હા પેલ. પરંતુ તે બહુ નબળો હતો, ત્યારે તું તો ખરો પટ્ટો છે.” ખરી વાત, દાદા, મારામાં બહુ જોર છે!” “તારા મામા તે દરિયાકિનારે પૈડાં-ગાડીમાં જ બેસી રહેતા; ત્યારે તું તો દોડાદોડ કરી મૂકે છે.” અને તરત જ એ નાનો છોકરો ઠેકડા ભરતો દોડવા જ લાગે છે! પણ મિ. ડાબી હવે છોકરાંને છૂટથી હરવા-ફરવા દેવામાં માનતા થયા છે ! તેને તે રોકતા નથી; માત્ર તેની પાછળ હસતા હસતા પકડવા જવાનો દેખાવ કરી, પેલાને વધુ જોરથી દોડાવે છે. પરંતુ મિડોમ્બીનો ખરે પ્રેમ ફૉરન્સની નાની છોકરી ઉપર જ છે, એ ફરન્સ સિવાય કોઈ જાણતું નથી. નાની બાળકીના મોં ઉપર જરા ચિંતાનું વાદળ છવાય કે તે સહેજ અકળાય, તો મિત્ર ડોમ્બીને ધીરજ રહેતી નથી. તે જરા દૂર બેસે, તો પણ મિત્ર ડોમ્બી ગભરા થઈ જાય છે, – જાણે તેની અવગણના તો પોતાનાથી નથી થઈ! તે ઊંઘતી હોય ત્યારે વારંવાર આવીને રાત દરમ્યાન તેને જોઈ જવી, એ તો તેમને રોજનો કાર્યક્રમ છે. રોજ સવારે તે છોકરી ઊઠીને આવે અને તેમને જગાડે, ત્યારે જ પથારી બહાર નીકળવાનો મિત્ર ડોમ્બીનો નિયમ છે. આસપાસ કાઈ ન હોય ત્યારે જ મિ. ડબ્બી તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ ઠાલવી દે છે. એ છોકરી કોઈ કોઈ વાર પૂછી બેસે છે, “દાદાજી, મને ચુંબન કરતી વખતે તમે રડી કેમ પડે છે ?” તે જવાબમાં માત્ર એટલું જ કહે છે, “નાની ફરન્સ ! નાની ફલોરન્સ !” અને એમ બોલતા બોલતા તે છોકરીની આંખો ઉપર આવેલાં વાળનાં ગૂંછળાંને મમતાથી આઘાં કરે છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ પરિવાર પ્રકાશનો લે મિરાગ્લ ઉર્ફે દરિદ્રનારાયણ અનુ. ગોપાળદાસ પટેલ ૧૨.૦૦ (વિકટર હ્યુગે કૃત પ્રખ્યાત વિશ્વકથાનો સંક્ષેપ, સચિત્ર) મોતીની માયા અનુ. ગેપાળદાસ પટેલ ૧૫૦ (નોબેલ પ્રાઈઝ-વિજેતા જોન સ્ટાઈનબેકની લખેલી લકથા “પલને સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર.) કાનિત કે ઉત્ક્રાંતિ? અનુ. ગોપાળદાસ પટેલ ૫૦૦ (ા કૃત નવલકથા “નાઈન્ટી શ્રી ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર) “કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટે અનુ. ગોપાળદાસ પટેલ ૪.૦૦ (તર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર.) શ્રી મસ્કેટિયર્સ-૧ યાને પ્રેમશૌર્યના રાહે ! અનુગોપાળદાસ પટેલ ૮૦૦ (એલેકઝાન્ડર ડૂમા કૃત નવલકથાને સચિત્ર સંક્ષેપ.) શ્રી મસ્કેટિયર્સ– ૨ યાને વીસ વર્ષ બાદ ! અનુ. ગોપાળદાસ પટેલ ૮૦૦ (મા કૃત “વેન્ટી ઇયર્સ આર’ ને સચિત્ર સંક્ષેપ.) થ્રિી મસ્કેટિયર્સ– ૩ ચાને કામિની અને કાંચન અનુરુ ગોપાળદાસ પટેલ ૧૦૦૦ (ડૂમા કૃત “વાઈકાઉન્ટ દ બ્રાજવૅનને સચિત્ર સંક્ષેપ.) શ્રી મસ્કેટિયર્સ-૪ ચાને પ્રેમપંક અનુ. ગેપાળદાસ પટેલ (પ્રેસમાં) [ ડૂમા કૃત “લુઈઝા દ લ વાલિયેર ને સચિત્ર સંક્ષેપ.. થ્રિી મસ્કેટિયર્સ–પ યાને દગા કિસીકા સગા નહિ! (પ્રેસમાં) અનુ. ગોપાળદાસ પટેલ [ ડૂમા કૃત “મેન ઇન ધિ આયર્ન માસ્ક ને સચિત્ર સંક્ષેપ.] Page #539 -------------------------------------------------------------------------- ________________ ‘લાફિંગ સઁત” યાને ઉમરાવશાહીનું પાત અને પ્રતિભા અનુ॰ ગેાપાળદાસ પટેલ ૮૦૦ [વિકટર હ્યુગેાની વિખ્યાત કથાના વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] ડોન ક્વિસટ સંપા॰ ગેપાળદાસ પટેલ [સર્વાંત કૃત પ્રેમ-શૌર્યની એક અનોખી નમઁ-કથા, સચિત્ર.] લિવર ટ્વિસ્ટ ચાને એક અનાથ બાળકની કહાણી' અનુ॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સકૃત જાણીતી નવલક્થાના છાયાનુવાદ, સચિત્ર.] નિકાલસ નિકમી યાને કરણી તેવી ભરણી’ અનુ॰ ગેાપાળદાસ પૅટેલ ડિકન્સ કૃત નવલક્થાના વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] પિકવિક લખ ચાને સૌ સારું, જેનું છેવટ સારું અનુ॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સ કૃત વિખ્યાત નવલકથાના વિસ્તૃત સંક્ષેપ, ચિત્ર.] ડો ઍન્ડ સન યાને ‘તવંગરનું સંતાન’ [ડિકન્સકૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] અનુ॰ ગેાપાળદાસ પટેલ વેર અને ક્રાંતિ અનુ॰ બિપિનચંદ્ર ઝવેરી (ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા એ ટેલ ઑફ ટૂ સિટીઝ’ને સચિત્ર સંક્ષેપ.) સરસ્વતીચંદ્ર સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ [સાક્ષરશ્રી ગેવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત, ચાર મેટા ભાગેામાં પ્રસિદ્ધ થયેલી, પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાને સરળ, વિસ્તૃત, સચિત્ર સંક્ષેપ. ચિંતનમણિમાળા કુટુંબ-પરિવાર સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ [‘ નવજીવન ’માસિકનાં વિચાર-પુષ્પાની ફૂલગ્રંથણી, સચિત્ર.] 6 [ શ્રી. ગુરુદત્ત કૃત નવલકથા ક્રુઝન'ને અનુવાદ. ] અનુ કમુબહેન પુ॰ છે॰ પટેલ ૯૦૦ ૧૫૦ (પ્રેસમાં) ૧૦૦૦ ૧૨:૦૦ ૩:૦૦ ૧૦-૦૦ ૧:૦૦ ૧૧-૦૦ Page #540 -------------------------------------------------------------------------- ________________ મનનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩૦૦ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકોના સારરૂપ મૂળ ફકરા.] મારી જીવનદષ્ટિ સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૨.૦૦ [કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાન, વિજ્ઞાનીઓ તથા સંશેાધકની પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, ફેટાઓ સહિત.] સત્યાગ્રહી આપુ સંપા, રમેશ ડી. દેસાઈ ૦૬૦ [ ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિનેદ સંપા. મુકુલભાઈ કલાથી કલ્યાણજી વિ. મહેતા ૨૦૦ [બારડોલીની લડતના ૬૫ પ્રસંગે સહિત.] ભારત પર ચડાઈ મગનભાઈ દેસાઈ ૦૨૭૫ [ચીની આક્રમણને ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન મગનભાઈ દેસાઈ પ૦૦ [[મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાને પ્રબંધ મગનભાઈ દેસાઈ ૨૦૦ [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષયની ગોઠવણી અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ. ૩૦મી જાનેવારી મગનભાઈ દેસાઈ ૧૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ- અગિયાર ફેટ-ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીઓ મગનભાઈ દેસાઈ ૧૦૨૫ [[યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત) ગાંધીજીને જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ ૬૦૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનોની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] મિડલ રફૂલ “અદકેરું અંગ” મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી મિડલ સ્કૂલ”ની ફાચર મારી હતી, તેની ચર્ચા.) Page #541 -------------------------------------------------------------------------- ________________ ખારાક અને સ્વાસ્થ્ય [આરોગ્ય અને ખારાક અંગે સમજ આપતી પુસ્તિકા.] નીલગંગાનાં નીર ઝવેરભાઈ પટેલ સંત ફ્રાન્સિસનું જીવનગાન [ યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં સ્ફુરેલાં કાવ્યેાના સંગ્રહ, સચિત્ર. પુરુષાત્તમ ભેાાણી ૫.૦૦ [સંત ફ્રાન્સિસના જીવન અને કાર્ય અંગે સમજ આપતું પુસ્તક.] અનુ॰ ધનજીભાઈ ફકીરભાઈ ( પ્રેસમાં) તપસ્યા અને નિગ્રહ [વિખ્યાત ફ્રેન્ચ લેખક આનાતાલ ફ્રાંસની નવલકથા “ થાઈ ’ સંક્ષિપ્ત અનુવાદ २.०० અનુ॰ ગેાપાળદાસ પટેલ (પ્રેસમાં) પ્રેમમ્બલિદાન અનુ॰ ગેાપાળદાસ પટેલ (પ્રેસમાં ) [વિક્ટર હ્યુગેા કૃત નવલકથા ટોઇલર્સ ઍફ ધ સીને વિસ્તૃત સંક્ષેપ; સચિત્ર.] “ હેંચઍક ફ્ર નેત્રદામ ” યાને વિષચવાસનાનું તાંડવ અનુ॰ ગેાપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] હુચલ અનુ॰ ગેાપાળદાસ પટેલ (તયાર થાય છે ) [ટોલ્સ્ટોયકૃત નવલકથા ‘ રિઝરેકરાન ’ના વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર. ] “ક્રાઈસ ઍન્ડ પનિશમેન્ટ ” અનુ॰ ગેાપાળદાસ પટેલ ( તૈયાર થાય છે) [દસ્તયેસ્કીકૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષ્ય.] આત્મશેાધન માળા સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ (પ્રેસમાં) [ પ્રાચીન-અર્વાચીન મહાપુરુષેાનાં સુવાકચોના સંગ્રહ. ] અમર વેલ સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ (પ્રેસમાં ) [ દેશવિદેશના વિચારકાનાં સુભાષિતાના સંગ્રહ. ] વિચાર-મણિમાળા સંપા॰ કમુબહેન પુ॰ છે॰ પટેલ ( તૈયાર થાય છે) [ સત્યાગ્રહ' સાપ્તાહિકના બીજા વર્ષમાં રજૂ થયેલાં સુવાકશો અને ફકરાઓને સંગ્રહ. ] Page #542 -------------------------------------------------------------------------- ________________ ચાર્લ્સ ક્કિત ની - . Serving Jin Shasan 029479. gyanmandir@kobatirth.org અનુઃ ગોપાઈ 2016 S j alne