________________
વિટિંગ્ટનઃ લૉર્ડ મેયર ઓફ લંડન!' ૪૩ હવે નોકરોને કહી દે કે, વધુ કંઈ પગલાં ભરવાની જરૂર નથી. આ ખબર લાવનાર છોકરે અમારી ઓફિસનો માણસ છે. તે, અલ્યા, મારી દીકરી શી રીતે જડી, તે કહે જેઉં. તે કેવી રીતે ખેવાઈ હતી, તે તો હું જાણું છું.”
સાહેબ, મિસ ડોમ્બીને મેં શોધી કાઢયાં. પણ ખરેખર તો મેં શોધી કાઢયાં એમ ન કહેવાય સાહેબ, માત્ર હું એમને શોધી કાઢનાર ખુશનસીબ સાધન બન્યો, એમ જ કહેવું જોઈએ.”
મિ. ડબ્બી પોતાની છોકરીને શોધી આપવા બદલ આનંદ માનનારા અને ગર્વ અનુભવતા આ છોકરાને ડામવા તરત જ કડક થઈને બોલી ઊઠ્યા, “એટલે શું કહેવા માગે છે ? મારી છોકરીને શોધી કાઢી નથી, પણ તેને શોધી કાઢનાર સાઘન તું બન્યો, એનો વળી શું અર્થ?”
વોટરથી ઉશકેરાટને કારણે સીધે જવાબ આપી શકાય તેમ હતું જ નહિ; છતાં તેણે હાંફતાં હાંફતાં ટૂંકમાં બધી વાત કહી સંભળાવી. . મિ. ડોમ્બીએ કડક થઈને નિપરને કહ્યું, “જે જોઈએ તે લઈને સીધી આ છોકરાને ત્યાં ચાલી જા, અને ફરન્સને લઈ આવ. ઑલ્ટર-ગે, તને કાલે ઈનામ મળશે.”
“આભાર, સાહેબ ! ઈનામનો વિચાર મને નથી આવ્યો.”
તું નાનો છોકરો છે; એટલે તને શાનો વિચાર આવ્યો કે નથી આવ્યો, એ મને કહી બતાવવાની જરૂર નથી. તે સારું કામ કર્યું છે, પણ ફાવે તેમ બેલી એને ન-કર્યું કરી નાખીશ નહીં. લુઈઝા, આ છેકરાને થોડુંક પીણું આપો, જેઉં.”
મિ. ડાબી અણગમા સાથે એ છોકરાને મિસિસ ચિક સાથે એરડા બહાર જતો જોઈ રહ્યા. ડાબી એન્ડ સન જેવી પેઢી ઉપર ઉપકાર કરવાની ધૃષ્ટતા આ છોકરડો કરે ! એ બધે પેલી ખેવાનારી છોકરી ફરન્સને જ વાંક ! તે છોકરી જાણે ડાબી છે જ નહિ ! નહીં તે આવાઓના ઉપકાર તળે આવે, વારુ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org