________________
४२
એન્ડ સન ડાબીનાં પુત્રી છે –ભૂલાં પડયાં છે. એક ડાકણે પોતાની બેડમાં લઈ જઈ તેમનાં કપડાં ઉતારી લીધાં છે. પોતે તેમને અહીં લઈ આવ્યો છે– મિ. ડેબીને ખબર આપવા મિકાર્કરને મોકલ્યા છે – તેમને હવે આરામની જરૂર છે અને તે પહેલાંય કંઈક ખાવાની ઈ. ઈ.
સલેમન જિસ સહાનુભૂતિથી રઘવાયો થઈ ફૉરન્સને થાબડતો, આશ્વાસન આપતો, તેને માટે કંઈક ખાવાપીવાનું જોગવવાની ખટપટમાં પડયો. તેના દિલમાં એટલે બધો ઉશકેરાટ વ્યાપી ગખ્યો હતો કે, તે આમતેમ ઠોકરે જ ખાવા લાગ્યો ! વિસ વસ્તુઓ એકી સાથે કરવાની ઉતાવળ કરવા જતાં તે એકે પૂરી કરી શક્યો નહીં ! તેના મનમાં વળી અચાનક “વિટિંગ્ટન : ઑર્ડ મેયર ઓફ લંડન !” એ ગીતની કડી જોરથી ગુંજવા લાગી.
વૉટર કપડાં બદલવા ઉપર ગયો; અને થાકેલી ફલેરન્સ ઘસઘસાટ ઊંઘવામાં પડી.
વૈ©રે પાછા આવીને એ જોયું એટલે પોતે જ મિ. ડોમ્બીને ત્યાં દોડી જવાનો વિચાર કર્યો. તે બહાર નીકળ્યો પણ ખરો, પરંતુ તરત જ પાછો આવ્યો અને કાકાને કહેવા લાગ્યા, “જુઓ કાકા-સેલ ! મેં મિ. કારને કયારના મિ. ડાબીને ત્યાં ખબર આપવા દોડી જવા કહ્યું હતું; પણ તે તો ત્યાં જવાને બદલે અમારી પાછળ પાછળ આપણે ત્યાં જ આવ્યા હતા ! હું બહાર નીકળ્યો ત્યારે મેં તેમને આપણું બારણા આગળથી જલદી પાછા ફરતાં જોયા.”
આટલું કહી, હવે વોટર મિ. ડોમ્બીના ઘર તરફ એક ઘોડાની ઝડપે દોડ્યો. અભ્યાસગૃહમાં મિ. ડોમ્બી, તેમનાં બહેન, મિસ ટેક્સ, રિચાઝ અને નિપર વચ્ચે ઉશ્કેરાટભરી વાતો ચાલી રહી હતી.
વૉટર સીધો ત્યાં ઘૂસી ગયો અને એમ ઘૂસી આવવા બદલ માફી માગતો બે, “માફ કરજે, સાહેબ પણ મિસ ડોમ્બી જડ્યાં છે. ”
મિ. ડોમ્બીએ તરત પોતાની બહેન તરફ જોઈને કહ્યું, “ જોયું ને, લુઈઝા, હું કહેતો હતો જ કે ફૉરન્સ જરૂર જડશે જ. જાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org