________________
૧૦ -
ડી એન્ડ સન “તેઓ કહે છે કે, ફેની —”
“કશું જ ન માનશો, ભાઈ, મારા અનુભવ ઉપર તમને વિશ્વાસ હોય, તો ખાતરી રાખજો કે, કૅની માત્ર જરા હિંમત દાખવે એટલાની જ જરૂર છે. એક સામાન્ય પ્રયત્ન કરે – થોડીક મક્કમ થાય, તે આ અશક્તિ તો તરત ખંખેરી નાખી શકાશે. આપણે બધાએ તેને તેમ કરવા માટે સમજાવવી જોઈએ- પ્રેરવી જોઈએ. ચાલે, આપણે બધાં ઉપર જઈએ.”
ઉપર મા-દીકરી હજુ એક ગાઢ આલિંગનમાં વીંટાયેલાં હતાં. દીકરી માના ગાલ સાથે ગાલ ઘસીને અને તેનાં આંસુમાં પોતાનાં આંસુ ઉમેરીને વહાલ કરી રહી હતી.
દીકરી વિના મિસિસ ડોલ્બી જરા વિષુબ્ધ થઈ ગયાં હતાં, એટલે અમે ફરીથી તેને તેમની પાસે જવા દીધી છે, ” ડોકટરે વૈજ્ઞાનિક ખુલાસો કર્યો.
મિસિસ ચિક એટલે કે લુઈઝાએ તરત પાસે જઈ દરદીને બેધાને કહ્યું, “ફેની ! ફેની ! જુઓ, મિડોમ્બી તમને મળવા આવ્યા છે. તમારે એમની સાથે વાત નથી કરવી ? તમારા પુત્રને પણ તેઓ તમારે પડખે મૂકવા માગે છે. તમે તો હજુ તેના ઉપર નજર પણ નાખી નથી. પણ તે માટે તમારે જરા હિંમત દાખવવી જોઈએ – મક્કમ થવું જોઈએ.”
દરદીએ કશું સમજાયું ન હોય તેમ, બોલનાર સામે આંખ ફેરવવા, મેં જરા તે તરફ વાળ્યું.
જુઓ કૅની, હવે મારે જરા ચિડાવું પડશે. આ શું કરે છો ? ડાં મજબૂત થાઓ, અને દુઃખ થાય તો પણ કેશિરા કરો. ગમે તેવા દુઃખને પણ ખંખેરી નાખવા આપણે કોશિશ કરવી જોઈએ. આમ ઢીલાં શું બની જાઓ છો ? તમારા સહેજ પ્રયત્ન ઉપર આટલું બધું અવલંબી રહ્યું હોય, ત્યારે આવું ઢીલાપણું દાખવવું એ ગુનો કહેવાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org