________________
પુત્રજનન ઇંતેજારીથી હું રાહ જોતી હતી તે લક્ષમાં લઈ મિસ ટેક્સ ફેની માટે મેં લાવવા ધારેલી ભેટ તૈયાર કરવા દિવસરાત એક કરી રહ્યાં હતાં. વસ્તુ તો નાની સરખી જ છે. ટોઈલેટ ટેબલ માટેનું પિન-કુશન; પણ તેના ઉપરના શબ્દો ભરવામાં મિસ ટેકસે આપણું કુટુંબની લાગણીઓ બાબત ખરી સમજદારી દાખવી છે. તેના ઉપર તેમણે “બાળ-ડોમ્બીને સ્વાગતમ્” એવા શબ્દો ભર્યા છે. ”
એમ? ખરેખર ?” ભાઈએ આનંદ વ્યક્ત કર્યો. એટલા માત્રથી ઉત્તેજિત થઈ મિસ ટેકસે ઉમેર્યું, “વહાલાં લુઈઝા, – આપણું સંબંધને કારણે તમને મિસિસ ચિક ન કહું તો હું ન લગાડતાં – મારે તો “ચિરંજીવી ડોશીને સ્વાગત” એવા જ શબ્દો ભરવા હતા. પરંતુ આ અજાણ્યા દેવદુતોના આગમન બાબત આપણે માનવ પ્રાણીઓ કશું નિશ્ચિત કહી શકીએ તેમ હેતું નથી, એટલે પછી મેં મારા મનના ભાવેને જરા રૂંધીને આ શબદ ભયો.”
“ખરેખર, હું પણ આ વખતે પુત્રને જન્મ આપવાને કારણે ફેનીને પહેલાંના બધા દોષ-અપરાધની ક્ષમા આપી દઉં છું.” લુઈઝાએ ઉદારતાથી ઉમેર્યું.
જેકે, ફેનીના ક્ષમાપાત્ર એવા કયા દોષ-અપરાધ હતા, તે તો લુઈઝ જ જાણે. કારણકે, તેના ભાઈની સાથે લગ્ન કરવાની ધષ્ટતા બતાવ્યા સિવાય, કે પહેલી પ્રસૂતિ વખતે પુત્રીને જન્મ આપવા સિવાય, બીજે કશે દોષ ફેનીમાં કાઈથી બતાવી શકાય તેમ ન હતું. જોકે, તે બંને અપરાધો બદલ ફ્રેની એકલી કરતાં લુઈઝાના ભાઈને પણ જવાબદાર કેમ ન ગણવો જોઈએ, એ પણ બીજા સામાન્ય માણસને સમજાય તેવું નથી.
તે જ વખતે મિ. ડાબીને બહાર લાવવામાં આવ્યા, અને ડી વાર બાદ તે કમરામાં પાછા આવ્યા ત્યારે તેમની ફીકી પડેલી મુખમુદ્રા જેઈને લુઈઝા બોલી ઊઠી, “ભાઈ, ભાઈશું છે? કેમ આમ ફીકા પડી ગયા ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org