________________
૧૨
૧૪૨
ડેલ્બી ઍન્ડ સન આવજે! મિ. કાર્કર, ભગવાન હંમેશાં તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખે.”
“ભાઈજ્યારે કદી તું પાછો દેશ આવે, અને મિત્ર ડેબીની ઓફિસના મારા રોજના ખૂણે મને બેઠેલે ન જુએ, ત્યારે હું ક્યાં સૂતો છું તે અવશ્ય ખેાળી કાઢજે અને મારી કબર આગળ આવી મને યાદ કરી જજે. તે વખતે તું એટલે જ વિચાર કરજે કે, હું તારા જેટલો જ પ્રમાણિક અને સુખી થઈ શક્યો હોત; અને મારા અંતકાળે હું એટલે વિચાર જરૂર કરીશ કે, મારા પ્રથમના દિવસો જે એક ભલે અને નિર્દોષ માણસ મારી કબર આગળ ઊભો રહી ક્ષમ અને કરુણું સાથે મને એક દિવસ યાદ કરશે.”
આટલું બોલી મિ. કાર્કર ત્યાંથી જ પાછા ફરી ગયા.
વખત થયે કેપ્ટન કટલ, કાકા-સલ અને ઑલ્ટર સ્ટીમબેટમાં બેસી, જ્યાં ઑલ્ટરનું જહાજ “સન એન્ડ એર” તૈયાર થઈને ઊભું હતું, ત્યાં જઈ પહોંચ્યા, અને તૂતક ઉપર ચડી ગયા.
જ્યારે જહાજ ઊપડવાને વખત થયો ત્યારે કેપ્ટન કટલ વૉલ્ટરને એક બાજુ લઈ ગયા અને પિતાના ખીસામાંથી પોતાનું ઘડિયાળ ખેંચી કાઢી તેના હાથમાં મૂકતાં બોલ્યા, “વોટર, દીકરા, આ મારી યાદગીરી ! રોજ સવારના તેને અર્ધો કલાક પાછું મૂકવું અને પાછો પહેર થયે બીજે પ કલાક પાછું મૂકવું, એટલે આ ઘડિયાળ જે સમય બતાવશે, તેને ભલે ભૂપ પણ ખોટે નહિ પાડી શકે.”
“ના કેપ્ટન કાકા, એ ઘડિયાળ તમારી પાસે જ રહેવા દો; મારી પાસે એક તો છે.”
એટલે કેપ્ટને બીજા ખીસામાંથી બે ચમચા અને બે ચમચી ખેંચી કાઢી અને વૉલ્ટરના હાથમાં મૂકી તેને હાથ દબાવી દીધો.
ના, ના, એ પણ તમારી પાસે રહેશે તો મારા કરતાં તમને વધુ ઉપયોગમાં આવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org