________________
મિ. ડીને પ્રવાસ
૧૪૩ કેપ્ટન કટલને એ બધું દરિયામાં જ ફેંકી દેવાની તૈયારી કરતા જોઈ તે બેલ્યો, “કેપ્ટન કાકા, તમારી યાદગીરીમાં તમારો આ દંડ મને આપે. જ્યારે ને ત્યારે મને તમારે આ દંડે પડાવી લેવાનું મન થયા કરતું. બસ ત્યારે, આવજો ! અને કાકા-સેલની સંભાળ રાખજે! ભગવાન તમારું ભલું કરે!”
વહાણ ઊપડ્યા પછી કેપ્ટન કટલ અને સોલેમન જિસ ઘેર આવી, તરત જ એ વહાણ કેટલું દૂર પહોંચ્યું હશે તેની ગણતરી કરવા નકશે લઈને બેસી ગયા. તે પછી કેટલાય દિવસ સુધી તે બંને ભેગા થાય એટલે પહેલું કામ ટેબલ ઉપર નકશો પાથરી, વેલ્ટર કયાં પહોંચ્યું હશે, તેની નિશાની નક્કી કરવાનું જ કરતા.
૨૦ મિડોમ્બીને પ્રવાસ
Iભ૦ ડોમ્બી સાથે પ્રવાસે નીકળતા પહેલ મેજર બેગ કે તેમને પિતાને ત્યાં નાસ્તા માટે લાવ્યા હતા. નાસ્તો પરવારીને ત્યાંથી જ તેઓ બંને રેલમાર્ગે લીમિંટન જવાના હતા.
મિ. ડાબી આવતાં જ મેજરે આવકાર આપતાં જણાવ્યું –
બી તમને મળતાં મને આનંદ થાય છે – અરે ગર્વ જ અનુભવું છું; અને આખા યુરોપમાં થઈને એવા ઘણું માણસ નથી, જેમને માટે જે. બૅગસ્ટક આ શબ્દો ઉચ્ચારે; કારણ કે જોશ ઘણે બુટ્ટો માણસ છે; એ ઝટઝટ કેઈને નમ્યા કહે તેવો નથી. એ એનો સ્વભાવ છે – પ્રકૃતિ જ છે, કહોને મારા સાહેબ, પણ સાચી વાત એટલી છે કે, જોયે-બી તમને મળીને ગર્વ અનુભવે છે, ડેબી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org