________________
२२०
ડેબી એન્ડ સન બારણામાંથી પેસતી વ્યક્તિના હાથમાં તે ઝિલાઈ ગઈ ન હોત, તો ખરેખર જમીન ઉપર પછડાઈ હતી. બારણુમાં પેસનાર એ વ્યક્તિ બીજી કાઈ નહિ, પણ મેજરે મિસ ટોકસની ખબર પૂછવા મેકલેલો તેમને નેટિવ હતો. અને બારીમાંથી મેજર પોતાના દૂરબીનની મદદથી એ દશ્ય પૂરા સંતોષ સાથે જોઈ રહ્યા હતા.
મિસિસ ચિકે મિસ ટોસને પથારી ઉપર સુવાડી દેવા ફરમાવ્યું, અને પછી તેને ભાનમાં લાવવાના ઉપચારે સ્વહસ્તે શરૂ કર્યા. ઈવની પુત્રીઓ એકબીજાની બેહોશ બનવા માટેની લાગણીઓ કે નાજુકાઈ પારખીને જે સભાવથી હળવી નાજુક મરામત કરે એ રીતે નહિ, પણ બેભાન બનેલા ગુનેગારોને ભાનમાં લાવી ઝટ સજાનો અમલ કરવાનું પતવવા જલ્લાદ જે રીતે પ્રયત્ન કરે તે રીતે ! તેમણે સંધવાની દવાની શીશી લગભગ મિસ ટૌક્સના નાકમાં જ બેસી દીધી, મેં ઉપર પાણી પણ કંઈક જોરથી ઢેર ઉપર છાંટે એ અદાથી છાંટયું, તથા મિસ ટેકસના હાથે વગેરે જોરથી થપથપાવ્યા. છેવટે જ્યારે મિસ ટેકસે ધીમે ધીમે આંખ ઉઘાડી, ત્યારે મિસિસ ચિક કોઈ ગુનેગાર પાસેથી દૂર ખસે તે રીતે તેનાથી દૂર ખસી ગયાં અને મોટેથી બોલ્યાં, “લુઝેશિયા ! મને જે લાગી આવ્યું છે તે છુપાવવાને હું સહેજે પ્રયત્ન નહિ કરું : મારી આંખે ઊઘડી ગઈ છે, – મને કોઈ સંત મહાભાએ આવીને કહ્યું હતું, તે પણ આ વાત મેં માની ન હોત.”
હું આમ બેહોશીને વશ થઈ ગઈ એ મારી નિર્બળતા ગણાય, પણ હું હવે ઝટપટ સ્વસ્થ થઈ જઈશ.”
હા, હા, ઝટપટ સ્વસ્થ થઈ જઈશ, તેમાં જ તારું ભલું છે. તું શું એમ માને છે કે હું આંધળી છું ? શું હું નાદાન બાળકી છું ? ના, ના, લુક્રેશિયા, મેં આવું નહોતું ધાર્યું.”
મિસ ટોસે સખીના ટાણુઓથી નવાઈ પામી, દુઃખી થઈને અવશપણે આંખે ઉપર રૂમાલ ઢાંકી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org